Premni Anukampa - 7 in Gujarati Thriller by Jeet Gajjar books and stories PDF | પ્રેમની અનુકંપા - ભાગ ૭

Featured Books
Categories
Share

પ્રેમની અનુકંપા - ભાગ ૭

વીર ને રાત્રે ઉંઘ આવી રહી ન હતી તેને પલ્લવીને ચિંતા થઈ રહી હતી. તે સારી તો હશે ને.? એ વિચારથી તે પલ્લવીને યાદ કરતો રહ્યો. વિચાર આવ્યો કે લાવ અત્યારે ફોન પર પલ્લવી નાં હાલચાલ પૂછી લવ પણ પલ્લવી કદાચ સૂઈ ગઈ હશે અને તેને જગાડવી ઉચિત નથી એમ સમજીને બે વાર ફોન હાથમાં લઈને પાછો મૂકી દીધો. આમ પણ અત્યાર સુધી પલ્લવી સાથે ફોન પર ક્યારેય વીરે વાત કરી ન હતી.

સવાર થતાંની સાથે વીર કોલેજ જવા તો નીકળ્યો પણ પહેલા પલ્લવી નાં ઘરે પહોચ્યો. દરવાજા એ બેલ વગાડી કે તરત પલ્લવી બહાર આવી. પલ્લવીને જોઈને વીર ને હાશકારો થયો. તે જાણે કોલેજ જવાની તૈયારી કરતી હોય તેમ તે તૈયાર થઈ હતી.

વીર ને જોઈને પલ્લવીએ વીર સામે મીઠી સ્માઈલ કરીને અંદર આવવા કહ્યું.

વીર રૂમની અંદર દાખલ થયો તરત વીર બોલ્યો.
આજે તો મારી પલ્લવી સારી થઈ ગઈ લાગે છે. હવે કેમ છે માય લવ..?

તારો પ્રેમ અને દુવા થી એકદમ ઠીક થઈ ગઈ છું. તું ચા કે કોફી લઈશ.? વીર ની એકદમ નજીક આવીને જાણે પ્રેમ વરસાવતી હોય તેમ પલ્લવી બોલી.

થોડી ક્ષણ તો એવું લાગ્યું કે પલ્લવી ને બાહોમાં ભરી ને એક કિસ કરી લવ પણ સવાર નો સમય હતો. અને હજુ પલ્લવી ઠીક થઈ છે તો આવુ કરવું યોગ્ય નહિ એમ સમજી ને પોતાની ઈચ્છા વીરે મનમાં દબાવી લીધી. પણ જાણે પલ્લવીએ વીર ની આંખો અને દિલ વાંચી લીધું તરત પલ્લવીએ પહેલા વીર ને કિસ કરી અને પછી વીર ની બાહોમાં સમાઈ ગઈ.

કોલેજ જવાનું ભૂલી ને બંને એકબીજાની બાહોમાં સમાઈ રહ્યા. જ્યારે તેઓ અળગા થયા કે પલ્લવી એ કહ્યું.
વીર તું કોલેજ જઈ રહ્યો છે ને..,? ચાલ આજે મારે પણ આવવું છે. આમ પણ હવે મને સારું છે. હું આખો દિવસ ઘરે બેસીને શું કરીશ.? કોલેજ જઈશ તો સમય પણ જશે અને અભ્યાસ પણ કરી શકીશ.

ચાલ તો આપણે સાથે જઈએ એમ કહીને વીર બહાર પાર્ક કરેલી બાઈક સ્ટાર્ટ કરી કે તરત પલ્લવી એ પોતાના ઘર પર તાળું મારીને વીર પાછળ બેસી ગઈ. પણ પલ્લવી એ આજુબાજુમાં નજર કરતી રહી. કોઈ જોઈ તો રહ્યું નથી ને.. બન્ને કોલેજ પહોચ્યા. કોલેજ નજીક હતી એટલે હજુ બે વાતો થઈ હશે ત્યાં કોલેજ આવી ગઈ. બન્ને ક્લાસમાં જતી વખતે લેક્ચર પૂરા કરીને મળીએ એવું પ્રોમિસ કર્યું.

કોલેજમાં લેક્ચર પૂરા થયા એટલે બન્ને કોલેજનાં ગેટ પાસે મળે છે. પલ્લવીની હજુ તબિયત બરાબર નથી એમ સમજીને વીરે નક્કી કર્યું કે આજે બહાર જવું નથી પણ પલ્લવી નાં ઘરે બેસીને વાતો કરવી જોઈએ એવું લાગ્યું.

વીરે જ્યારે પલ્લવી ને કહ્યું આપણે તારી ઘરે બેસીને વાતો કરીએ ત્યારે પલ્લવી એ કહ્યું.
"તું વારે વારે મારી ઘરે મને મૂકવા કે લેવા આવીશ તો મને તકલીફ પડશે. આજુબાજુ વાળા ઘણું વિચારવા લાગશે અને મારે તે મકાનમાં રહેવાનું છે ક્યાક હું તકલીફમાં મુકાઈ જઈશ એ કરતા આપણે બહાર મળીએ એજ યોગ્ય છે."

વીર ને આજે બહાર મળવાનું મન હતું નહિ એટલે પલ્લવીને કહ્યું. તો પલ્લવી આપણે કાલે મળીએ. આજે તારી તબિયત બરોબર નથી. આટલું કહીને વીર પોતાની બાઈક લઈને ઘરે જવા નીકળ્યો.

ઘરે પહોચ્યો એટલે પપ્પા ધીરજલાલ તેની રાહ જોઈને બેઠા હોય તેવું લાગ્યું. વીર ને જોઈને તેને પાસે બેસવા કહ્યું. વીર પોતાની બેગ મૂકીને પપ્પા પાસે આવીને બેસી ગયો.

બોલો પપ્પા શું કામ છે.?

ધીરજલાલે વીર ને કહ્યું.
જો બેટા હવે પ્રકૃતિ સાથે તારી સગાઈ થઈ ગઈ છે. લગ્નની હજુ વાર તો છે પણ તમે બંને એકબીજાને સમજી લેશો તો સુખી દામ્પત્ય બની રહેશે. મારો કહેવાનો મતલબ છે તું પ્રકૃતિ સાથે વાતો કરે તેને મળવાનું રાખ. જેથી એકબીજાને સમજી શકો. પ્રકૃતિના પપ્પા આજે જ કહી રહ્યા હતા કે જમાઈને અહી મોકલો. મે તેને અત્યારે કહી દીધું છે કે વીર તેની પરીક્ષા નજીક આવી રહી છે તો તે વાંચવામાં વ્યસ્ત છે. પરીક્ષા પૂરી થાય એટલે હું તેને અમદાવાદ મોકલીશ.

સારું પપ્પા તમે જે કહેશો તેમ કરીશ પણ અત્યારે મને મારી પરીક્ષા ની તૈયારી કરવા દો. આટલું કહીને વીર પોતાના રૂમમાં જતો રહ્યો.

ધીરે ધીરે વીર મૂંઝવણમાં મુકાઈ રહ્યો હતો. એકબાજુ પલ્લવી નજીક આવી રહી હતી અને બીજી બાજુ પ્રકૃતિ નજીક આવતી હોય તેમ દેખાવા લાગ્યું હતું. બે માંથી મારી જીવન સંગિની કોણ બનશે તે અસમંજસ માં મુકાઈ ગયો. પણ બધા વિચારો મૂકીને તે વાંચવા લાગ્યો. આજે તેને એવું લાગ્યું કે બધું જે થશે તે જોયું જશે પણ કારકિર્દી માં હું ખરો ઊતરીશ. મારી જે ઈચ્છા છે તે હું બનીને જંપીશ.

આમ દિવસો પછી દિવસો વિતતા ગયા તેમ તેમ પલ્લવી અને વીર નો પ્રેમ મજબૂત થતો ગયો. વચ્ચે વચ્ચે પ્રકૃત્તિ નો ફોન આવે ત્યારે વીર થોડી ઘણી વાતો કરી લેતો આમ જોત જોતામાં પરીક્ષા પણ પૂરી થઈ ગઈ.

પરીક્ષા પૂરી થયા પછી પલ્લવી તેના ઘરે વડોદરા જવાની હતી એટલે વીર ને મળીને કહ્યું.
વીર હું થોડા દિવસ મારા ઘરે જાવ છું. આપણે થોડા દિવસ નહિ મળી શકીએ તે અફસોસ રહેશે પણ તું ચિંતા કરીશ નહિ હું તારા દિલમાં છું અને આપણે એકબીજા હવે ફોન પર વાતો કરતા રહીશું. આપણે જલ્દી મળીશું એમ કહીને જાણે પલ્લવીને ઉતાવળ હોય તેમ વીર ને ગળે વળગી ને ત્યાં થી નીકળી ગઈ.

વીર ઘરે આવ્યો એટલે તરત ધીરજલાલે કહ્યું.
બેટા પરીક્ષા કેવી રહી.?

ખૂબ સરસ રહી પપ્પા.

સારું બેટા હવે થોડા દિવસ તારે રજા છે તો અમદાવાદ જઈ આવ.

સારું પપપ્પા હું કાલે જ અમદાવાદ જઈશ પણ પપ્પા હું એક ને દિવસ જ રોકાઈશ હો.... આટલું કહીને વીર તેની રૂમમાં જતો રહ્યો.

બીજા દિવસે પપ્પાની કાર લઈને વીર અમદાવાદ જવા નીકળ્યો. પહેલીથી કોઈની રાહ જોવાઇ રહી હોય તેમ વીર ને જોઈને પ્રકૃતિ દોડીને આવી. પાછળથી પ્રકૃતિ નાં મમ્મી પપ્પા આવીને વીર નું સ્વાગત કર્યું.

પ્રકૃતિના મમ્મી પપ્પા બહુ ખુશ હતા. આજે તે વીર ને જમાઈ તરીકે જોઇ રહ્યા હતા. પાસે બેસાડીને વીર ને કહ્યું.
બેટા કેવી રહી તારી પરીક્ષા અને ટ્રાવેલિંગ. તું થાક્યો હશે એક કામ કર તું પ્રકૃતિનાં રૂમમાં જઈને આરામ કર. બેટા પ્રકૃતિ તું વીર ને તારા રૂમમાં લઇ જા.

પ્રકૃતિ વીર ને તેના રૂમમાં લઈ ગઈ અને તેને પાણી નો ગ્લાસ આપીને પાસે બેસી ગઈ. પ્રકૃતિ પાસે બેઠી તે જરાય વીર ને પસંદ આવી રહ્યું ન હતું. તેને પલ્લવી યાદ આવી રહી હતી. તે એ વિચારમાં પડી ગયો કે હું પલ્લવીને વિશ્વાસઘાત આપી રહ્યો છું.

વીર થાક્યો હતો એટલે આરામ કરવા લાગ્યો ત્યાં પ્રકૃતિ એ તેના માથા પર હાથ ફેરવ્યો ત્યાં વીર તરત વીર ઊભો થઈ ગયો અને જાણે તેને આવું પસંદ નથી એવો હાવભાવ પ્રગટ કર્યો. ત્યાં પ્રકૃતિ બોલી.
વીર હું સમજી છું કે તમે હજુ મને પસંદ નથી કરી રહ્યા પણ હું તમને આજે તમારા અને મારા હિત ની વાત કરવા માંગુ છું.

પ્રકૃતિ એવી કઈ વાત કરવા માંગે છે જેમાં વીર નું હિત છૂપાયેલું છે.? શું પ્રકૃતિ પણ વીર ને પસંદ નથી કરતી.?
શું વીર અને પ્રકૃતિ એકબીજાને પ્રેમ કરશે કે એમ જ ટાઇમ પાસ તરીકે સાથે રહીને છુટ્ટા પડશે. જોઇશું આપણે આગળના ભાગમાં....

ક્રમશ...