Street No.69 - 111 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 111

સ્ટ્રીટ નં 69
પ્રકરણ : 111


શુભ ચોઘડીએ ગણપતિબાપ્પાની નિશ્રામાં વરવધુને મંગળફેરા ફરાવ્યાં. સૌ વડીલોનાં આશીર્વાદ લીધાં. સામ સામે વ્યવહાર થયાં. સુનિતા સોહમને ભેટી પડી એની આંખમાં આંસુ ઊભરાયાં કહ્યું “દાદા શુભઘડીમાં ઘડીયા લગ્ન લેવરાવ્યાં હું અને મંગેશ બંન્ને ખુબ ખુશ છીએ. દાદા મને ખબર છે તમારું આગળનું પ્રયાણ...”
સોહમે સુનીતાનું કપાળ ચૂમીને એને શુભેચ્છા આપી પછી મંગેશને બોલાવી કહ્યું “મારી નાની બેન સુનિ - તમને સોંપું છું મારાં આઈબાબાનાં આશીર્વાદ છેજ અમારી કાયમ શુભકામનાં છે મંગેશ તમને જાણ્યાં પછી હવે હું નિશ્ચિંન્ત છું તમે ત્રયંબકેશ્વર અઘોરીજી પાસેથી બધું જાણેલજ છે નવું કશું કહેવાનું નથી... મારી નાની બહેન બેલા અને આઈબાબા..”.
મંગેશે કહ્યું “તમે મને તમે તમે ના કહો હું તમારાંથી નાનો છું તમારી દિવ્યપ્રતિભા અઘોરીજીએ કહી છે બેલા મારી નાની બહેનથી વિશેષ છે આઈબાબા અને એનું ખુબ ધ્યાન રાખીશું તમે તમારાં ઉત્તમ પ્રયાણ કરવા નિશ્ચિંન્ત પણે જયારે જવું હોય જઈ શકો છો. અમે તમારાં સાથમાંજ છીએ”.
આઈબાબા બધું સાંભળી રહેલાં એમની આંખમાં મંગળ પ્રસંગનો આનંદ અને ટૂંક સમયમાં સોહમની વિદાય ડોકાતી હતી તેઓ મૂક દ્રષ્ટિથી બધું જોઈ સાંભળી રહેલાં.
સુનીતાને ભારે હૈયે વિદાય આપવાની વિધિ પુરી કરી બધાંને ભેટ સોગાદ આપી બધાને જમાડી તૃપ્ત કરીને વિદાય આપી બધાં ઘરે પાછાં આવ્યાં.
સોહમે ઘરે આવીને કહ્યું “આઈ સુની વિનાં જાણે ઘરમાં સુનકાર વ્યાપી ગયો છે..”. બેલાએ કહ્યું “દીદીતો કાલે અહીં પાછી આવી જવાની છે... પણ હવે લગ્ન થઇ ગયાં એનાં સાસરે પણ જતી આવતી રહેશે... હું સાવજ એકલી થઇ જવાની..” એનો ચેહરો રડમસ થઇ ગયો.
સાવીએ કહ્યું “બેલા તું ક્યારેય એકલી નહીં પડે અમે તારી સાથેજ રહીશું. અમારો એહસાસ તને ક્યારેય એકલી નહીં પડવા દે”.
સોહમે કહ્યું “બેલા તારે તો ખુબ ભણવું છે મને ખબર છે તારાં લક્ષ્યને પકડી રાખજે તને સફળતાજ મળશે. અમારાં કાયમ તને આશિષ રહેશે અને આઇબાબા છેજ ને ?”
બેલાએ કહ્યું “હાં દાદા મારે ડોક્ટર બનવું છે એક હ્ર્દય નિષ્ણાંત માનવીનાં હ્ર્દયની રચના... આવી બધી સંવેદના, પ્રેમ આટલાં નાનકડાં હૃદયમાં કેવી રીતે સમાય ?” પછી પોતેજ હસી પડી બોલી “સુનિદીદીએ કહ્યું છે મને જ્યાં સુધી ભણવું હશે ભણાવશે મારો સમય ભણવામાં અને બધાં રીસર્ચમાં ક્યાં જશે ખબર નહીં પડે..”. પછી નીચું જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. સોહમ એને પોતાના તરફ લઈને વળગી પડે છે બંન્ને ભાઈ બહેન રડતાં રહે છે એમને જોઈ સાવી તથા આઇબાબાની આંખમાં આંસુ આવી જાય છે.
સોહમે કહ્યું “બેલા સાવીએ કહ્યું એમ તને કદી હું એકલી નહીં પડવા દઉં અમારો એહસાસ આશીર્વાદ સદાય તારી સાથે રહેશે મેં મારાં જીવનનું પ્રયાણ નક્કી કરી લીધું છે એજ મારું ભવિષ્ય અને એજ મારુ ભાગ્ય છે.”
બાબાએ કહ્યું “સોહમ મોટા ઋષિ મુનિ ના કરી શકે એવો તેં સંકલ્પ લીધો છે. તારાં એ સંકલ્પમાં અમે અંતરાય નહીં બનીએ. વિધાતાએ જે લખ્યું હશે એ થશે. મને તો ગૌરવ છે કે મારો દિકરો જુવાનીમાં પોતાનાં આત્માનાં ઉદ્ધાર માટે પ્રયાણ કરી રહ્યો છે”. એમ કહેતાં કહેતાં આંખોંમાં ઝળઝળીયાં આવી ગયાં.
આઈ દોડીને સોહમને ભેટી પડ્યાં બોલ્યાં “તેં મારી કોખ ઉજાળી છે દીકરા... પણ તારી આવી વસમી વિદાય મારું દીલ કોરી ખાશે હું મજબૂત થવા પ્રયત્ન કરું છું એમ તૂટતી જઉં છું જુવાનજોધ દીકરો મારો...”
બાબાએ કહ્યું “તું કોઈ અમંગળ શબ્દ ના બોલીશ એને આશીર્વાદ આપ આમ કોઈનાં દીકરા આખું કુળ ઉજાળવાવાળા નથી હોતાં. ઈશ્વરની કૃપા આપણાં કુટુંબ ઉપર કાયમ બની રહેશે.”
બધાં અંદર અંદર લાગણીનાં વહેણમાં વહી રહેલાં... સોહમનાં સંકલ્પ અને સુનિતાની વિદાયથી થોડાં હચમચી ગયેલાં પણ પોતાનેજ સાંત્વના આપી રહેલાં. સોહમે કહ્યું “કાલે સુનિતા મંગેશ આવે પછી અમે કોલકોતા જવા નીકળીશું બાબા મેં મારાં કબાટમાં પૈસા મૂકેલાં છે તમને કામ લાગશે.”
********
બીજા દિવસે સુનિતા અને મંગેશ ઘરે આવ્યાં. સાવી તથા બેલાએ બંન્નેને આવકાર્યા. ચાંદલો - પૂજા કરી આરતી કરી વધાવ્યાં. મોઢું મીઠું કરાવ્યું. આઇએ ઓવારણાં લીધાં આશિષ આપ્યાં.
બાબાએ બંન્નેને આશિષ આપી બંન્નેનાં હાથમાં ગણેશજીનો ચાંદીનો સિક્કો આપી શુકન કરાવ્યાં. સુનિતા સાવ જુદી જુદી પણ સુંદર લાગી રહી હતી. મંગેશે પગે લાગી આશીર્વાદ લીધાં.
સોહમે બંન્નેનાં હાથમાં કવર મૂક્યાં. એણે સુનીતાને કહ્યું “તારાં કવરમાં શુકનનાં પૈસાતો છે સાથે એક ખાસ કાગળ છે જે તને કાયમ કામ લાગશે. હું આજે રાત્રે કોલકતા જવાનો છું પણ તારાં સંપર્કમાં રહીશ. નાની બેલા અને આઇબાબાનો ખ્યાલ રાખજે. મને વિશ્વાશ છે તું રાખીશજ. છતાં..”. સુનીતાએ કહ્યું “દાદા નિશ્ચિંન્ત થઈને જજો આ ઘરમાં કોઈને એકલાં નહીં પડવા દઉં બધાનું ધ્યાન રાખીશ.”
સાવી સુનિતાને ભેટી પડી બોલી “ખુબ સુખી થાવ સદાય આ ઘરમાં મંગલ થાય તમે જે ધાર્યું હોય એનાંથી બમણું મળે બેલાની બધી મહત્વાકાંક્ષા પુરી થાય”.
સુનિતા રાત્રી સુધી રોકાઈ... સોહમે પોતાની બેગ તૈયાર કરી દીધી રાત્રીનાં 9 વાગ્યાં અને સોહમ આઈ બાબાને પગે લાગ્યો. સુનિતા-બેલાને વહાલ કર્યું અને બોલ્યો “હું સંપર્કમાં રહીશ... જે હશે એ જણાવતો રહીશ”.
સુનિતા અને મંગેશ બંન્નેએ કહ્યું “નિશ્ચિંન્ત થઈને જજો”. સોહમ સાવીએ ફરીથી આશીર્વાદ લીધાં આઇબાબા - સુનિતા મંગેશ -નાની બેલાં બધાંની આંખમાં અશ્રુ ઊભરાયાં... ભારે હૈયે બંન્ને જણાં ઘરની બહાર નીકળ્યાં. સાવી સોહમ દેખાતાં બંધ થયાં ત્યાં સુધી બધાં એમને જતાં જોઈ રહ્યાં.
સાવીએ કહ્યું “સોહમ તારી સાથે ટ્રેઈનમાંજ આવું છું આપણી બધી વ્યવસ્થા કરી દીધી છે”. સ્ટેશને પહોંચી કોલકોતાની ટ્રેનમાં બેઠાં સોહમ પોતાની જન્મભૂમિ કર્મભૂમિને વિદાય થતી... ટ્રેનની ગતિ સાથે અપલક નયને જોતો રહ્યો એક આંસુ ટપકી ગયું....


વધુ આવતા અંકે પ્રકરણ - 112