Runanubandh - 31 books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ - 31

હસમુખભાઈને તરત જ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. એમનું સંપૂર્ણ ચેકઅપ થઈ રહ્યું હતું. એમના માટે બધા ચિંતિત હતા અને સીમાબહેન આવા સમયે પણ પ્રીતિને ટોણો મારવાનું ચુક્યા નહોતા, એ બોલ્યા, "પ્રિતીએ કાલ જે ખવડાવ્યું એમાં જ તબિયત બગડી ગઈ છે."

પ્રીતિને આવી પરિસ્થિતિમાં કઈ જ બોલવું ઠીક ન લાગ્યું હતું.

ડોક્ટર થોડીવારે બધું જ ચેકઅપ કરીને બહાર આવીને બોલ્યા કે, હસમુખભાઈને હળવો એટેક આવ્યો છે, એટલે જ એમને ઉલ્ટી થઈ હતી.

પ્રીતિએ ડોક્ટર પાસે ખુલાસો કરતા પૂછ્યું, "તો ડોક્ટર જમવાના લીધે ઉલ્ટી નથી થઈ ને?"

"ના ના.. બિલકુલ નહીં. એટેક આવવાથી એમનું બોડી પ્રોપર નહોતું આથી ઉલ્ટી થઈ હતી."

"ઓકે." કહીને પ્રીતિએ વાતને ત્યાં પૂર્ણ કરી હતી.

સીમાબહેન ભોંઠા પડ્યા પણ એમણે પ્રીતિને જે શબ્દો કહ્યા હતા એનો અફસોસ જરા પણ નહોતો થયો.

પ્રીતિની લાગણીને ખુબ ઠોકર લાગી હતી. એ હવે હોસ્પિટલ કોઈ કહે તો જઈશ એમ સમજીને ઘરનું કામ પતાવતી અને ટિફિન હોસ્પિટલ પહોંચાડવાના ટાઈમ સાચવતી હતી. વળી, જોબ અને સ્ટડી પણ કરવાનું રહેતું હતું. સીમાબહેને સાત દિવસની રજા લઈ લીધી હતી. આથી પ્રીતિને હોસ્પિટલની કોઈ જ ચિંતા નહોતી.

સીમાબહેન પ્રીતિને એકવખત પણ બોલ્યા નહીં કે, તું હોસ્પિટલ આવવું હોય તો આવજે, મનમાં કોઈ વાત ન રાખીશ. પ્રીતિને સાથ આપવાને બદલે એતો એમ બોલતા કે, સાવ લાગણી વગરની છે, જોવા પણ આવતી નથી.

પરિવારમાં મોટાભાગે તકલીફ કોમ્યુનિકેશન ના અભાવથી જ થાય છે. સબંધમાં મીઠાસ રહેતી નથી. અને સદંતર એવું જ રહે તો સબંધ માત્ર નામનો જ રહે છે. આ નાની વાતનું ખુબ ભયંકર પરિણામ આવે છે.

અજયના માનસપટલ પર સીમાબહેનના શબ્દોની અસર થવા લાગી હતી. અજય એની મમ્મીની જ વાત સાચી હોય છે એમ માનવા લાગ્યો હતો. પ્રીતિ માટેના નેગેટિવ વિચારની ગાંઠ અજય અને પ્રીતિના સબંધમાં સીમાબહેને બાંધી જ દીધી હતી.

સીમાબહેન પ્રીતિ પાસે એવું કામ કરાવતા કે જે કામ દેખાય નહીં. બધું જ સુધારવાનું, સફાઈનું, કપડાં સુકાવવાના અને ઘડી કરવાના..વગેરે વગેરે. આથી રસોઈ સીમાબહેન જ બનાવે છે અને કપડાં પણ એજ ધોવે છે. પ્રીતિ સીમાબહેનની હાજરીમાં કઈ જ કરતી નથી એવી ખોટી છાપ પણ સીમાબહેને બધાના મનમાં નાખી દીધી હતી. અજયને તો એમ જ થવા લાગ્યું હતું કે, મમ્મી આવે એ પ્રીતિને ગમતું જ નથી. પણ આ નેગેટિવ વિચાર અજયના હતા. પ્રીતિને મમ્મી આવે એ ગમતું જ હતું, પણ આવ્યા બાદ એવો ખોટો દેખાડો કરતા કે હું જ બધું કરું છું એ પ્રીતિને ગમતું નહોતું. સીમાબહેન કામ કરવા પણ ન દેતા અને કામ નથી કરતી એવો આક્ષેપ પણ પ્રીતિ ઉપર નાખતા હતા. પ્રીતિ પોતાના મમ્મીની વાત માનતી કે પ્રેમથી વધુ જ જીતી શકાય છે. અને પ્રીતિની આમ અનુકૂળ થવાની ટેવને બધા એમ સમજતા કે એ ભૂલ કરે છે એટલે સ્વીકારે છે.

પ્રીતિ વ્યાકુળ વાતાવરણમાં રહીને થોડી અકળાતી હતી, આથી જોબમાં લેક્ચર સારી રીતે લઈ શકતી નહોતી. પ્રીતિના એક સરને ધ્યાન ગયું કે, પ્રીતિના લેક્ચરમાં વિદ્યાર્થીઓ સરખું ધ્યાન આપતા નથી. આથી એ સરએ પ્રીતિને બોલાવી હતી. પ્રીતિને રીતસર જાટકી જ નાખી. પ્રીતિ ખુબ ગભરાઈ ગઈ હતી. એ ગભરાહટમાં રોવા જ લાગી હતી. સરએ એને સમજાવતા કહ્યુ કે, "જે લેક્ચર લેતા તને માજા આવશે એ લેક્ચર વિદ્યાર્થીઓને પણ ભણવામાં મજા અપાવશે. તું કરી શકે એમ જ છે, છતાં કેમ વિદ્યાર્થીઓને તારી પાસે ભણવું ગમતું નથી?"

"હા, સર હું હવે કાલ વધુ સારી તૈયારી કરીને આવીશ. આમ તમારે મને હવે ક્યારેય ટોકવી નહીં પડે!" સરને હાથ જોડીએ ઓફિસ માંથી બહાર નીકળી હતી.

સરની વાતની પ્રીતિને એટલી બધી અસર થઈ કે, હવે એને કોણ શું વિચારે? શું કરે? એ બધું જ વિચારવાનું છોડી દીધું હતું. એ પોતાના કામને ખુબ સાવચેતી થી કરતી હતી. જો બધાને ગમે તો ઠીક નહીતો પોતે તો પોતાનો પૂરતો પ્રયાસ કર્યો જ હોય એ સંતોષને અનુભવતી અને મનને ખુશ રાખવાનો પ્રયત્ન કરતી હતી.

જોને મને હું જ પ્રોત્સાહિત કરી લઉં છું,
અનેક મુશ્કેલીમાં પણ અડીખમ રહું છું,
છતાં રહ્યો નથી મનમાં કોઈ રાગદ્રેષ..
દોસ્ત! ઘસી જાતને વધુ સક્ષમ બનવું છું.

પ્રીતિના પોતાના સ્વભાવમાં લીધા પરિવર્તનના લીધે લેક્ચરને ખુબ સારી રીતે એ એન્જોય કરતી લેતી હતી. સર પ્રીતિના કામથી ખુશ થઈ ગયા હતા. આથી પ્રીતિને એમણે સરસ કામ જયારે છે એમ કહીને પ્રોત્સાહિત પણ કરી હતી.

પરિવારમાં પણ હવે જયારે સીમાબહેન હોય ત્યારેજ ઘરનું વાતાવરણ તંગ રહેતું હતું. બાકીના દિવસોમાં પ્રીતિ નોર્મલ રહેવા લાગી હતી. પોતે ખુશ રહેતી હતી એટલે બધું જ નોર્મલ લાગવા લાગ્યું હતું.

અજયને પણ પ્રીતિની ખુશી સ્પર્શતી હતી. એ પણ સરળતાથી પોતાનું કામ કરી શકતો હતો. પ્રીતિને એવું ફીલ થતું જ હતું, કે અજયને લાગણી તો અત્યંત મારા માટે છે જ બસ, એ વ્યક્ત કરતા આવડતી નહોતી. કારણકે પ્રીતિ જયારે મુંજવણમાં રહેતી ત્યારે અજયના ચહેરામાં પણ ઉદાસી દેખાતી હતી. પ્રીતિએ બધા શું વિચારે એ વિચારીને દુઃખી થવા કરતા પોતાના કામને આનંદથી એ માણતી અને ખુશ રહેતી તો એની ખુશી અજયના ચહેરે પણ છલકતી હતી. આવું પ્રીતિ અનુભવતી ત્યારે એ ખુબ ખુશ થઈ જાતિ હતી.

અજયને રઘુકાકાએ એક દિવસ પૂછી જ લીધું, "સાહેબ હમણાંથી ખુબ ખુશ રહો છો. કોઈ ખાસ કારણ?"

"ના કાકા! કોઈ કારણ નથી એમ જ ખુશ રાહુ છું."

"તો સાહેબ હમણાં થોડા દિવસો પહેલા કેમ એટલા ઉદાસ રહેતા હતા?"

"પ્રીતિના ચહેરાને ઉદાસ જોતો હતો તો કઈ જ ગમતું નહોતું, પણ હમણાંથી પ્રીતિ ખુબ ખુશ હોય છે તો મને પણ મજા આવે છે."

"જો સાહેબ, પ્રીતિવહુને કદાચ કોઈ તકલીફ હોય તો એ તમારે એને પૂછીને દૂર કરવી જોઈએ. એ તમારી ફરજ છે. અને આતો જિંદગી છે ક્યારેક ઉતારચઢાવ તો થયા જ કરવાનો ને! પણ તમારે બંનેએ એકબીજાનો સાથ હંમેશા આપવાનો જ!"

"હા, કાકા! મેં એને કઈ પૂછ્યું જ નથી, અને એણે મને કોઈ તકલીફ વિષે કહ્યું નથી. હું આજે જ પ્રીતિને વાત કરીને પૂછીશ."

અજય આજ ખુશ હતો. એ ઘરે આવ્યો ત્યારે પહેલાની જેમ જ પ્રીતિને વળગી પડ્યો હતો. પ્રીતિએ અજયને કહ્યું, "ભાવિનીબેન ઘરમાં જ છે, એ હમણાં જ ક્યાંક આવી જશે!"

"ભલે આવે!" એમ કહી અજય પ્રીતિને વધુ મજબૂતાઈથી પકડી રહ્યો હતો.

પ્રીતિએ ખુબ ગળગળા સ્વરે કહ્યું ત્યારે અજયે એને છોડી, અને ચા બનાવવા જવા દીધી હતી.

જોને જરા અમથી તું ખીલી ઉઠી
સર્વત્ર ખુશીઓ ઝળહળી ઉઠી
મનમાં પ્રેમની કૂંપળ ફૂટી ઉઠી
રગરગમાં તું સળવળી ઉઠી
મારા ચહેરે ઝલક તારી ઉઠી
દોસ્ત! પ્રેમની રુહે જણજણાટી ઉઠી.

અજય રૂમમાં પ્રીતિ ક્યારે આવે એ રાહ જોતો બેઠો હતો. પ્રીતિ બધું જ કામ પતાવીને રૂમમાં આવી હતી. એને જોઈને અજયે પ્રીતિને પોતાની પાસે બોલાવી હતી. પ્રીતિને અજયનું આવું વલણ ખાસ્સા દિવસો બાદ જોવા મળ્યું હતું. પ્રીતિ ખુબ ખુશ હતી. અજય પ્રીતિ ના હાથ પોતાના હાથમાં લઈને એની સાથે વાત કરવાની શરૂઆત કરી હતી.

શું પ્રીતિ પોતાના મનમાં ઉઠતા બધા પ્રશ્ન અજયને કહી શકશે?
શું હશે પ્રીતિની વાત સાંભળીને અજયનું વલણ? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻
Share

NEW REALESED