DHULO TO HARKHPADUDO (DTH) - 43 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 43

Featured Books
Categories
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 43

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૩


આપણે જોયું કે મૂકલા મુસળધારના વિનીયા વિસ્તારીની સચ્ચાઈ ચકાસવા ચલાવેલ ગપગોળા અકસ્માત વર્ણન જેવો જ સાચો અકસ્માત ચંપકકાકા સાથે હકીકતમાં થાય છે. માત્ર એટલું જ નહીં પણ થોડીવાર બાદમાં જ મૂકલા મુસળધારના કેતલા કીમીયાગારને ચકાસવા ચલાવેલ બીજા ગપગોળા પ્રમાણે જ ધૂલા હરખપદૂડાનો લંડનવાસી મિત્ર ભારત અચાનક આવી ત્રણ દિવસ માટે મુંબઈ દર્શન કરવા ધૂલા હરખપદૂડા પાસે મદદ માંગે છે. આમ એના આ કાલ્પનિક તુક્કા સાચાં પડતા એમના મિત્ર વર્ગની હાજર મહિલાઓ એને ચમત્કારિક બાબાનો દરજજો આપવા તૈયાર થઈ ગઈ છે. હવે આગળ...


મૂકલા મુસળધારની આ ચમત્કારિક દિવ્ય દ્રષ્ટિએ દર્શિત બોલી સચોટ ભવિષ્ય વાણી સાબિત થઈ એ વાત એ મિત્ર વર્ગની મહિલાઓને જાણ થતાં આ મૂકલા મુસળધારના ભવિષ્ય વેતા બાબા બિઝનેસને પ્રથમ ગ્રાહક પણ મળી ગયો. સધકી સંધિવાતે તરત પ્રશ્ન મૂક્યો, '@મૂકેશભાઈ, મારા અમિતભાઈના લગ્ન ક્યારે થશે? શું વિઘ્ન કે દોષ નડે છે? તમે કોઈ રામબાણ ઉપાય બતાવો. અમે તો ઘરનાં છીએ છતાં પણ તમારી પૂરેપૂરી ફી આપી દઈશું. બસ, મારા અમિતભાઈના લગ્ન ક્યારે થશે એ ભવિષ્ય બોલી એમના લગ્ન કરાવી આપો.'


એ સમયે મૂકલો મુસળધાર હોસ્પિટલમાં એના ચંપકકાકાની સારવારની દિશા અને વર્તમાન હાલતની દશા ચકાસવા ગયો હતો એટલે એને આ વાતની બિલકુલ જાણ નહોતી. જોકે DTH ધૂલાએ હરખપદૂડા થઈ તિર કમાનમાંથી નીકળી ચલાવી દીધુ હતુ.


મયુરીઓ કળાકાર બરાબર એ વખતે ઓનલાઈન થયો. એને આ બધી ગુજરેજી પોસ્ટ વાંચવામાં જલસો પડી ગયો. એને લાગ્યુ આ યોગ્ય સમય છે માટે એણે પોતાની કળા કરી બતાવી. એણે એક મેરેજ ઠપકાર્યો, 'મારા એક ફ્રેન્ડનું પનવેલ ખાતે ફાર્મ હાઉસ ખાલી જ છે. ત્યાં આપણે આપણા શ્રી શ્રી શ્રી શ્રી મૂકેલ બાબાનું આશ્રય સ્થાન બનાવી શકીએ. ત્યાં મોટા વરંડા સહિત નાની બંગલી સામે મોટુ ચોગાન છે. બધી વ્યવસ્થા વ્યવસ્થિત રીતે ગોઠવાઈ અને આયોજિત થઈ જશે. હું શ્રી શ્રી શ્રી શ્રી મૂકેલ બાબાનો પીએ બની જઈશ. બગીચા સાથે માળી અને રસોઈઘર સાથે રસોઈઓ છે જ ત્યાં. થોડા પબ્લિક ટોઇલેટ બનાવવા પડશે. એને જાણવણી ખર્ચ માટે એને પેઈડ સર્વિસ જાહેર કરી કેતલા કીમિયાગારને એનું સંચાલન સોંપી દઈશું. ધૂલો હરખપદૂડાએ મહેમાનોને સાચવવાના રહેશે. તો હિસાબ કિતાબ ભાવલો ભૂસકો સંભાળી લેશે. સોશિયલ નેટવર્ક માર્કેટિંગ તથા મિડિયા મેનેજમેન્ટ વિનીયો વિસ્તારી હસ્તક રહેશે. બોલો કેવો લાગ્યો મારો પ્લાન?'


બધી સહેલીઓ તો આ પ્રસ્તાવથી ભડકી ગઈ. હીરકીએ હણહણાટ કર્યો, 'તો અમારો કોઈ રોલ નહીં?'


સધકી સંધિવાતએ સનેપાત સર્જ્યો, 'આ આખી યોજના મહિલા વિરોધી છે. મહિલાઓના સન્માન પર તરાપ સમાન છે. અમે આ અપમાન નહીં સહન કરીએ. અમે આ આશ્રમ સામે ધરણાં કરશું. નારી શક્તિઓ એકઠા થવાનો સમય આવી ગયો છે.'


મયુરીઆએ ફરી એક વખત કળા કરી, 'અંગ્રેજી પ્લીઝ. સો અંડરસ્ટેન્ડ પ્રોપર્લી.'


હિંમતવાન હિરકી હણહણાટે હાકોટો હલાવ્યો, 'યસ. નો રોલ ફોર લેડિઝ ઇન આશ્રમ? રોંગ ડન.'


સધકીએ પણ ઝડપભેર ભાષાંતર પ્રયોગ કર્યો, 'ટોટલી એન્ટી વુમન પ્લાન. વી વુમન પાવર ગેધર મોર પાવરફૂલ. નો ઇનસલ્ટ ડન. વી ઓપોઝ ઓપોઝિટ આશ્રમ. હંગર સ્ટ્રાઇક.'


ભાવલાએ ભૂસકો ભર્યો, 'નો હંગર બટ લંગર. તમે સૌ અન્નપૂર્ણાઓ અન્નક્ષેત્ર આનંદથી સાથે હળીમળીને સંભાળી, સૌ મુલાકાતી તથા આશ્રમવાસીઓનો ભોજન વ્યવહાર સંભાળી લેજો.'


એટલે આ ચળવળ શરૂ થતાં પહેલાં જ સુખરૂપ સમાપ્ત તો થઈ ગઈ. પણ આ સહેલી વૃંદ માટે હવે નવી ચર્ચાઓનો માર્ગ મોકળો થયો હતો.


ઈશા હરણીએ નવો મમરો મૂક્યો, 'આ આશ્રમના સહયોગીઓ માટે ડ્રેસ કોડ પણ હોય ને? તો આપણે સૌએ ભગવા કપડાંનો પહેરવેશ અપનાવવો પડશે?'


હીરકીએ હણહણાટ હંકાર્યો, 'ના ના, આપણે સફેદ વસ્ત્રો પરિધાન કરીશું. શાંતિનો રંગ અને આંખોને પણ શાતા આપે. ઓલ વાઈટ એન્ડ વાઈટ.'


સધકી સંધિવાતએ સનેપાત સર્જ્યો, 'નોટ ડન. અમારે ત્યાં તો સફેદ વસ્ત્રો ફક્ત ગંગા સ્વરૂપ મહિલાઓ જ ધારણ કરે. એ પણ માત્ર અને માત્ર ઘરડી ડોસલીઓ. બાકી હવે તો બધા રંગીન પોશાક પહેરે છે, આજકાલ.'


બૈજુ બાવરીએ સજ્જડ સજેશન આપ્યુ, 'આંખોને તો લીલા રંગની લિલાશ જ ઠારે. એટલે લીલા રંગના પહેરવેશ જ શોભે.'


સધકી સંધિવાત સાચે જ ફોર્મમાં આવી ગઈ, 'ના ફક્ત ભગવો, ના ફક્ત સફેદ, ના ફક્ત લીલો. આપણે આપણાં તિરંગાના આ ત્રણેય રંગોનું સંમિશ્રણ કરીને નવો જ ચીલો પાડી શકાય.'


હિરકી હણહણાટએ તરત હકારાત્મક જવાબ આપ્યો, 'હા. મનોજ કુમારની - પૂરબ પશ્ચિમ નામની ફિલ્મમાં એક ગીત પણ હતું,

'દુલ્હન ચલી, હો પહન ચલી, તીન રંગ કી ચોલી.'


બૈજુ બાવરીએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો, 'યુ પિપલ, ફોલો સમ ઓર અધર, બટ નોટ સેલ્ફ માઈન્ડ.'


હીરકીએ હણહણાટના હાથવગા હથિયારને વાપરી બૈજુ બાવરીને બહેકાવી, 'યુ ટેલ સેલ્ફ માઈન્ડ કલર.'


બૈજુ બાવરી પણ તૈયાર હતી. એણે સેલ્ફ માઈન્ડ કલર કહ્યો, 'યેલો.'


ઈશા હરણીએ એને રિજેક્ટ કર્યો, 'નો નો. યેલો, યેલો, ડર્ટી ફેલો. સિટિંગ ઓન બફેલો.'


સધકી સંધિવાત પણ ઈશા હરણી સાથે સહમત હતી, 'નો યેલો, બટ મોસ્ટ પોપ્યુલર કલર ઈઝ પિંક.'


હીરકી હણહણાટ હરખાઈ ગઈ, 'પિંક વેરી ગુડ પિક્ચર. અમિતાભ બચ્ચન મેઈન રોલ ઈન પિંક.'


બૈજુ બાવરીએ જાણકારી આપી, 'પિંક અમિતાભ બચ્ચન નોટ મેઈન બટ મેઈન રોલ પન્નુ તાપસી, પી ટી મેઈન ઈન પિંક.'


હીરકીએ વાતનો તંતુ પકડી ટોપિક ટર્ન કર્યો, 'આઈ લાઈક પી ટી ઊષા. રન વેરી ફાસ્ટ બટ નસીબ રન નોટ ફાસ્ટ. કમ ફોર્થ ઇન ઓલિમ્પિક રેસ.'


સધકીએ સંધિવાત તાગડો સાંધ્યો, 'રેસ, વેરી ગુડ એક્શન ફિલ્મ.'


ઈશા હરણીએ જ્ઞાન આપ્યુ, 'રેસ, રેસ ૨, રેસ ૩ ઓલ થ્રી વન કોમન, અનીલ કપૂર.'


સધકી સંધિવાત અનીલ કપૂરની ફેન નીક્ળી. એણે મેસેજ મૂક્યો, 'અનીલ કપૂર, ઓનલી યંગ એન્ડ ઓલ્ડ, ઓલ જનરેશન મેન. ઓલ લાઇક હીમ. હી ઇઝ મિસ્ટર ઇન્ડિયા.'


હીરકીએ હા માં હા પૂરાવી, 'યસ, યસ. હીઝ સ્ટાઈલ ટોક્સ ઇઝ વેરી ગુડ. શ્રીદેવી મિસિઝ ઇન્ડિયા, ડાઈડ ઈનસાઈડ બાથટબ, ડ્રીકિંગ ડ્રીન્ક્સ. ઈન દુબઈ.'


ઈશા હરણીએ ટાપસી પૂરી, 'મુંબઈ દુબઈ ડાયરેક્ટ ટ્રેન સર્વિસ નીડેડ. ઈન દુબઈ મેની ઇન્ડિયન્સ લીવ.'


બૈજુ બાવરીએ બોમ્બ બ્લાસ્ટ કર્યો, 'ઓલ ઇન્ડિયન્સ લીવ એનીવેર ઈન વર્લ્ડ લવ ઇન્ડિયા.'


સધકી સંધિવાતએ સાથ આપ્યો 'સીન ઓન ટીવી. ઓલ ગેમ ઓલ ઇન્ડિયન્સ કેરી તિરંગા. ઇન ફોરેન હર ઘર તિરંગા. વી ઇન્ડિયન્સ લીવ એનીવેર બટ લવ તિરંગા. સો અવર આશ્રમ યુનિફોર્મ કલર ઈઝ તિરંગા કલર. ઓરેન્જ, વાઈટ એન્ડ ગ્રીન. ફાઇનલ.'


ચૂપચાપ બધા મેસેજ વાંચી આનંદ લઈ રહેલા ભાવલા ભૂસકાએ ભડકો કર્યો, 'ઓ ઓલ માવડીઝ, પ્લીઝ સ્ટોપ. એલ્સ બાબા વિલ ગીવ શ્રાપ. બફેલો સ્ટિલ ઇન સ્ટેબલ, બટર મિલ્ક ઇઝ સ્ટિલ કર્ડ એન્ડ ફાઇટ ગોઈંગ ઓન ઇન હોમ.'


એકાદ ક્ષણ માટે ચૂપકીદી છવાઈ ગઈ. છેવટે હીરકી હણહણાટએ હથિયાર હેઠા મૂક્યા, 'ભાવલા ભૂસકા, વોટ ડન?'


આ આખા મિત્ર વર્તુળની મહિલાઓમાંથી ફક્ત હીરકી હણહણાટ બધા પુરુષોને DTH ધૂલા હરખપદૂડાએ પાડેલ નામોથી બોલાવતી હતી. બાકી બધી પોતાના વરને તુંકારે બોલાવતી પણ બીજા મિત્રોને માનાર્થે એમના નામ પાછળ ભાઈ જોડી સંબોધન કરતી. આમ આ મિત્ર વર્તુળમાં સિનિયર મેમ્બર એવા મૂકલા મુસળધાર અને હિરકી હણહણાટનો દબદબો પ્રવ્રતતો હતો.


ભાવલો ભૂસકાએ ભાવનાત્મક વાતાવરણ જોઈ ચૂપ થઈ ગયો. પણ સધકી સંધિવાતે એના વરની ભાષા ઉકેલી લીધી, 'ભાવેશ સેયઝ ભેંસ ભાગોડે, છાસ છાગોડે અને ઘરમાં ધમાધમ.'


હીરકી હણહણાટએ હાકલ કરી, 'ઓલ નો ધેટ. નાવ ટાઈમ ઓવર સો વોટ્સએપ મિટીંગ ઓવર. ટુગેધર એટ નાઇટ.' અને સભા વિખેરાઈ ગઈ. જોકે મૂકલા મુસળધારને આ બધી બબાલ વિશે જરા પણ જાણ નથી.


શું મૂકલો મુસળધાર ખરેખર સચોટ આગાહી કરી શકે છે? શું મૂકલો આ બાબા બિઝનેસ અપનાવી લેશે? કે સહેલી વૃંદની ઓનલાઈન પ્લાનિંગ પર પાણી ફરી વળશે? આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૪૪' તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).