Zamkudi - 1 books and stories free download online pdf in Gujarati

ઝમકુડી - પ્રકરણ 1

.જમકુડી........ભાગ 1@ રાજસ્થાન જીલ્લા નુ છેવાડા નુ ગામ એટલે ભીનમાલ.......નાનુ એવુ ગામ ને બહુ ઓછી વસ્તી ઘરાવતુ ગામમાં .......ગામમાં દરેક જાત ની પ્રજા વસતી હતી ,રાજસ્થાની રાજપૂત ,વાણીયા ,ભ્રામણ, ઠકોર ,જાટ , શાહ જેવી વિવિધ લોકો રહેતાં હતા ,ગામડામાં ની પ્રજા બહુ માયાળુ હોય છે , ગામમાં આજીવિકા માટે પશુપાલન અને ખેતી એ મુખ્ય વ્યવસાય હતો ,જમના શંકર ગોર એ ભીનમાલ પેઢીઓ થી સ્થાયી થયા હતા ,ને ગામમાં ગોરપદુ કરી એમનુ જીવન નિરવાહ ચલાવતા હતા ,પત્ની મંગળા પણ સ્વભાવે સરળ ને મહેનતુ હતી , સંતાન મા એક દીકરો ને ત્રણ દીકરી ઓ હતી , દીકરા નુ નામ શંભુ હતું ને દીકરી ઓ ના નામ નાની અંબા ,વચલી ગોરી ,ને સોથી મોટી નુ નામ ઝમકુડી હતુ ,.....જમનાશંકર ને મંગળા ને બધા સંતાનો કરતા ઝમકુડી વધારે વહાલી હતી ,જેવું નામ હતુ એવા જ ગુણ હતા ઝમકુડી ના દેખાવે બહુ રૂપાળી ,દીનાનાથ એ નવરા હશે એ સમયે ઝમકુડી ને ગડી હશે , ગોરો વાન ,લાબી કદ કાઠી ને પાતળી કમર ,અળીયાણુ નાક ,ગુલાબ ની પાદડી જેવા હોઠ,ને હરણી જેવી ચાલ ,ફુલ જેવી નાજુક ને આકર્ષક આખો ,ને ભણવા મા ને ઘરના દરેક કામ કાજ મા હોશિયાર ,જમનાશંકર ને બાપદાદા વખતની પાચ વીધા જમીન પણ હતી એટલે મંગળા બા ગાયો ,ભેસો પણ રાખતા જેથી વસ્તારી કુટુંબ મા ઘરખર્રચ મા તકલીફ ના પડે ....શંભુ અંબા ને ગોરી સરકારી સકુલ મા ભણતા હતા ,ઝમકુડી પણ સરકારી સકુલ મા જ ભણી હતી ને નવ મા ધોરણમાં પહેલાં નંબર એ પાસ થયી હતી .......એને આગળ અભ્યાસ કરી શહેરમાં જયી કોલેજ કરવી હતી ને શિક્ષક બનવુ હતું .....પણ એના સપના એના રૂપ ના કારણે એને નવ મા ધોરણ થી જ એનુ ભણવાનુ બંધ કરાવી દીધુ હતુ ,સકુલ ગામ થી ગણી દુર હતી ને વચ્ચે જંગલમાં થયી સકુલે જવુ પડતુ ,........મંગળા બા એ ગોર ને બહુ સમજાવ્યા કે દીકરી બહુ હોશિયાર છે એને આગળ ભણાવીએ ....પણ જમનાશંકર ગોરાણી ની એક વાત ના સાભળી ,ને ઝમકુડી નુ ભણવાનુ બંઘ થયી ગયુ ,.......ભણવા ની જીદ મા ઝમકુડી એ ત્રણ દિવસ ઉપવાસ કરયા પણ ગોર મહારાજ એમ માને એવા નહોતા,છેવટે ઝમકુડી એ હાર માની લીધી ને ઘરકામમાં મંગળા બાને મદદ કરાવતી ને રાત્રે નાના ભાઈ બહેનો ને ભણાવતી ,મંગળા ગોરી એ પણ ઓલ્ડ s.s.c.સુધી અભ્યાસ કરયો હતો ને એ સમયે એમને શિક્ષક ની નોકરી મળતી હતી ,પણ જમનાશંકર સાથે વેવિશાળ નકકી થયું એટલે એમણે નોકરી કરવાની ચોકખી ના પાડી દીધી ,એ જુના જમાનામાં પણ ભણતર નુ મહત્વ ઓછૂ હતું ને શિક્ષક ની નોકરી મળવી એ બહુ મોટી વાત હતી ,.....પણ મંગળા ગોરી ના નસીબ મા ઘરકામ ને છાણ વાસીદુ કરવા નુ લખાયું હશે ,એટલે હાથમાં આવેલી નોકરી ગુમાવી જમના શંકર સાથે લગ્ન કરી ને ભીનમાલ મા આવી ગયા ને પતી ના પગલે પત્ની .....એમ ઢળી ગયા ,....રાજસ્થાન ના ઘણા નાના મોટા ગામમાં જમના શંકર ના યજમાનો હતા ,એટલે એમનો એક પણ દિવસ ખાલી ના જતો ,.....જમનાશંકર પાસે એ જમાનામાં બજાજ સ્કુટર હતુ એ લયી એ પહોચી જતા ,ખેતર મા એક આદિવાસી ભાઈ ની પત્ની ને એમનુ નાનુ બાળક એમ ત્રણ જણ માટે કુવા ની બાજુ માં નાની ઝુપડી બાધી હતી ને ખેતરો અડઘા ભાગે વાવવા આપી દીધા હતા ,એનુ નામ ગલબો હતું ને એની પત્ની નુ નામ મોઘી હતું ,....મોઘી નવરી હોય ત્યારે મંગળા બાને છાણ વાસીદુ ને ચાર વાઢવા મા પણ મદદ કરતી ,મંગળા બા પણ બહુ દયાળુ હતા ,એ જમવામાં રોજ શાક જાણી જોઈને વધારે બનાવતા ને પછી ગોર થી છાનુ મોઘી ની ઝુપડી એ આપી આવતા ,ધણી વાર જમના શંકર જોઈ જતા તો મંગળા બા ની સાથે ઝગડો કરતા ......હા બસ ધેર બેઠા ખાવુ છે ,.....માપ ની ખબર નથી પડતી આમ બહાર મહેનત કરવા જાઓ તો ખબર પડે ,.......તેલ મસાલા ને શાકભાજી મફત આવે છે,........રોજ રોજ વધારે શેનુ બને છે ,.....મંગળા ગોરી કાન મા રૂ ના પુમડા લગાવી દેતા ,કેમકે ગોર બોલવા નુ ચાલુ કરે ને એટલે એક કલાક એમનુ ભાષણ ચાલે ,........આજે બાજુના ગામ મા જમના શંકર ને લગ્ન વિધી માટે જવાનું હતુ , ને જેમના ઘરે લગ્ન હતા એમણે થોડી મદદ માટે ઝમકુડી ને પણ લયી આવવાનું કહયુ હતુ ,.......યજમાન નરોતમદાશ વરસોથી જમનાશંકર ને ઓળખતા એટલે ગોર મહારાજ ના પણ ના પાડી શકયા ,ને કહયુ ઝમકુડી જલદીથી તૈયાર થયી જજે આજ મારી સાથે તારે બાજુના ગામમાં લગ્ન મા આવવાનું છે ,.....કોના ત્યા બાપુ ? એ તુ ઓળખૈ છે નરોતમદાશ ની ગીતા ના લગ્ન છે ને છેક બનારસ થી જાન આવવાની છે ,એમણે જ તને લયી આવવા નુ કહયુ છે ,......મંગળા બા બોલયા એમા મારી ઝમકુડી નુ ત્યા શુ કામ છે ,....પારકા લગન મા કારણ વીના ,તમ તમારે તમારૂ ગોરપદુ કરો પણ વચચે મારી દીકરી ને શુ કામ બોલાવી ? તમેય શુ ગોરાણી વાત નુ વતેસર કરો છો ,...થોડી આધી પાછી મદદ માટે ,ને હુ છુ ને નાહક ની ચિંતા ના કરો ને ઝમકુ ને કયો જલદી તૈયાર થાય ,.....મંગળા બા ના કહેવા થી ઝમકુડી તૈયાર થા ય છે ,દિવાળી વખતે સિવડાવેલો નેવી બ્લયુ કલર નો ડ્ડરેસ પહેરી ,કાન મા જુમખા પહેરયા ને અણિયાળી આખો મા કાજળ નાખ્યુ ને કપાળે નાની મેચીગ બીદી લગાવી ને હોઠ પર લાલ લિપસ્ટિક લગાવી .....લાલ બાધણી નો દુપટ્ટો નાખી ને બહાર આવી ,મંગળા બા દિકરી નુ રુપ જોઈ ને ચિંતા મા પડયા ને જમના શંકર ને કહયું ,મારિ દિકરી નુ ઘ્યાન રાખજો ,......હા ભાઈ હા મારી દીકરી નથી ? ....જમના શંકર નવુ નકકોર ધોતિયું પહેરી ,ઉપર બગલા ની પાખ જેવો સફેદ જભ્ભો પહેરે ખભે થેલો ભરાવી સ્કૂટર ચાલુ કરયુ ને ઝમકુડી બાપુ પાછળ બેસી ગયી ,......આ પહેલી વાર જ બાપૂ ઝમકુડી ને કોઈ ના લગ્ન મા લયી જતા હતા ,.......ઝમકુડી પણ ખુશ હતી પણ મંગળા બા ને એની બહૂ ચિતા રહેતી ,દીકરી 17 વરસ ની થયી ને દેખાવે સુંદર એટલે રાત દિવસ ઝમકુડી ની ચિંતા કરતા ને કેટલીય વાર ગોર મહારાજ ને કહયુ પણ હતુ કે હવે ઝમકુડી માટે કયાક દીકરો શોધો ,......પણ ગોર કહેતા કે એતો મારો દીનાનાથ ઉપર વાળો છે ને એ બધુ કરી આપશે ,ને ગોરાણી ગોર ના આવા શબ્દો થી ગુસ્સે થતા ,પણ શુ કરે જમનાશંકર આગળ એમનુ કયી ચાલતુ નહી ......આગળ ની વાત જાણવા માટે વાચો ભાગ @ 2 ઝમકુડી....

નયના બા દિલીપ સિંહ વાઘેલા ............
્્્્્્્્્્્
Share

NEW REALESED