Zamkudi - 2 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝમકુડી - પ્રકરણ 2

Featured Books
Categories
Share

ઝમકુડી - પ્રકરણ 2

ઝમકુડી ભાગ @ 2
જમનાશંકર ઝમકુડી ને લયી સીરોહી ગામ પહોંચયા .....લગ્ન વાળુ ઘર એટલે દોડધામ મચી ગયી હતી , નરોતમદાશ બોલ્યા ......ગોરમહારાજ તમે આવી ગયા ને , ઝમકુડી બેટા તુ જા અંદર મારી કેતા પાસે એ અંદર છે ,એને પીઠી વધારે લાગી ગયી છે તો બેભાન જેવી થયી ગયી છે ,....ને ગોર મહારાજ તમે સામૈયા ની વિધી ની સામગ્રી તૈયાર કરો ,જાન ગામને પાદર આવી ગયી છે ,ને તયા શીવજી ના મંદિરમાં ઉતારો આપ્યો છે ,.....અરે નરોતમદાશ તમે આમ આટલી ચિંતા ના કરો ,બેબાકળા ના થાઓ બધુ શાંતિ થી પતી જશે ,.....રમીલા બેન તમે એક તાબા નો લોટો ને એક થાળી લાવો તો .......ઝમકુડી કેતા ના રૂમ મા ગયી ,બ્યૂટી પાર્લર વાળી છોકરી માનસી ને તૈયાર કરી રહી હતી ,ઝમકુડી ને કેતા એક જ સ્કૂલમાં સાથે ભણતા એટલે કેતા ઝમકુડી ને જોઈ ને થોડી ખુશ થયી ને કહયું ,ઝમકુ જો ને આ પીઠી ચોળી છે તયાર ના ચકકર આવે છે લગ્ન મંડપ મા કેમની જયીશ ? કેતા તુ ચિંતા ના કર હુ બે મિનિટ મા એનો રસ્તો કરૂ છુ ,.....રસોડુ કયી બાજુ છે એ બતાવ .......મારા રૂમ ની પાછળ જ છે ,......ઝમકુડી રસોડામાં ગયી ને એક લોટો થંડુ પાણી લયી ,એક લીબુ નીચોવી ને થોડા ચપટી ખાવાના સોડા ને સાકર ઉમેરી ,ચમચી વડે હલાવા લાગી ને બે જ મીનીટ મા તૈયાર એ શરબત કેતા ને પીવડાવી દીઘો ને થોડી વાર માં જ કેતા ના ચકકર તો મટી ગયા ને એને એનર્જી મળી એટલે એકદમ ફ્રેસ થયી ગયી ,.......કેતા ની મમ્મી રમીલા બેન ધર ના ઘરેણાં ને કેતા ના સાસરે થી આવેલા સોનાના થાળી ભરી ને ઘરેણાં લયી આવયા ને ઝમકુડી સાથે મળી ને કેતા ને બધા ધરખણા પહેરાવી દીધા ,ને માથે મોડીયો મુકી ......સાસરી લાલ ચુદડી ઓઢાડી ,......કેતિ દુલ્હન ના કપડાં મા ખુબ સુંદર લાગી રહી હતી ,ને એમાય પીઠી નો રંગ વધારે લાગવાથી એના મા ગજબ નો નીખાર આવ્યો હતો ,લાલ ને સફેદ લગ્ન નુ પાનેતર ને માડીયો પર લાલ ચુદડી એની શોભામાં ઓર વધારો કરી રહયા હતા ,ને અઢળક ધરેણા પહેરેલી દુલ્હન ઠ્સ્સાદાર લાગતી હતી ,રમીલા બેન દીકરી ને કોઈને નજર ના લાગે એટલે કાજળ નુ ટપકુ કરે છે ,.....ને બહાર ફટાકડા ફુટવાનો અવાજ આવે છે ને બેન્ડવાજા પણ જોરશોરથી વાગી રહયા છે ,કેતા ની બધી બહેનપણીઓ બહાર વરરાજા ને જોવા ગયી એટલે ઝમકુડી પણ બહાર ગયી ,......કેતા એ આટલા સરસ લગ્ન પહેલી વાર જોયા ,જાન પણ બહૂ મોટી હતી ને એ લોકો ને જોઈને સાફ દેખાઈ આવતુ હતુ કે બહુ મોટા ઘર ની પૈસાદાર કુટુંબ ની જાન છે ,......પણ.....આ શુ ઘોડા પર સવાર વરરાજા ની ઉમર વધારે હતી , ને કેતા તો હજી માંડ અઢાર વર્ષની હશે ને મુરતીયો તો ખાસ્સો બત્રીસ નો લાગતો હતો ,ઝમકુડી વિચારી રહી કે એવી તે શુ મજબુરી હશે કે કેતા ને .....?......
ઝમકુડી અંદર કેતા ની પાસે આવે છે ને મનમાં વિચારે છે કે પુછુ કે ના પુછૂ ? ....કદાચ કેતા ને ખોટું લાગી જાય તો ? એટલે એ મૌન જ રહી ,......ઝમકુડી ને વિચારમગ્ન જોઈ ને કેતા બોલી , મારા વર ને જોઈ ને વીચાર માં પડી ગયી ને ? ......ના ના .....એવુ કયી નહી બસ એમ જ ........ઝમકુડી મે પણ પહેલી વાર એમને જોયા ત્યારે હુ પણ આમ જ વિચાર મા પડી ગયી હતી ,એ મારા થી તેર વરસ મોટા છે ,પણ બહુ પૈસાદાર ખાનદાન છે ,ને બહુજ મોટો બંગલો છે ,ઘરે નોકર ચાકર છે ને દહેજમાં પણ કયી માગયુ નથી એટલે મારા પપ્પા એ હા પાડી દીધી ને મમ્મી ને પણ ગમ્યુ પછી મારે તો કયી કહેવાનુ રહેતુ જ નથી ને ,આમ પણ આપણે દીકરી ઓને તો ,......દીકરી ને ગાય દોરે ત્યાં જાય ........બસ માં બાપ ની ઈલછા ને માન આપી ને મે પણ હા કહી દીધુ ,ને પાછુ બનારસ જેવા શહેરમાં રહેવા મળશે ગાડીમાં ફરવા મળશે ,.......ઝમકુડી આપણે તો કદી ગામ ની બહાર નીકળ્યા નથી ને શહેર કેવુ હોય ,શહેરના લોકો કેવા હોય કયી જ જોયૂ નથી એટલે કૂતુહલ વશ થયી ને મે તો હા જ પાડી દુધી ,.......થને શુ લાગે છે ? મે કંઈ ખોટું તો નથી કરયુ ને ? ના ના કેતા બધુ સારુ જ છે ને જીજાજી પણ સારા લાગે છે ,આપણે એકલી આપડી ઈરછા થોડી જોવાની હોય ,મા બાપ ના સંસ્કાર પ્રમાણે ચાલવુ પડે ,........સામૈયું ની વિધી પતી ને જાન મંડપમાં આવી ગયી ,નરોતમદાશ એ પાચ વીઘા ના ખેતરમાં મંડપ બંધાવ્યો હતો ને એન્ટર મા મોટો ઘેટ ને ડેકોરેશન પણ સરસ કરાવ્યું હતુ એક બાજુ જમણવાર ચાલું કરાવ્યો ને બીજી બાજુ લગ્ન ની વિધી ચાલુ થયી,......નરોતમદાશ ને રમીલા બેન પુજા મા બેઠા ને જમનાશંકર એ મંત્રોચ્ચાર ચાલુ કરયા,......ને કન્યા પધરાવા નો સમય થયો એટલે ઝમકુડી ને વીના કેતા ને લયી ને લગ્ન મંડપમાં આવે છે ને વરરાજા ની સામે ની ખુરશી મા બેસાડે છે ,કેતા ધીરે થી બોલી ઝમકુડી મારુ પાકીટ લયી મારી બાજુ ની ખુરસી મા બેસ,......ઝમકુડી શરમાળ પ્રકુતી ની ,પરાણે કેતા ની બાજુ મા બેઠી ,..... ને વરમાળા ની વિધી પુરી થયી ને હ્સતમેળાપ ને ફેરા ની વિધી ચાલુ થયી ,વરરાજા ની પાસે બેઠેલો અણવટ કયાર નો એકીટશે ઝમકુડી ને જોઈ રહયો હતો ,એની નજર ઝમકુડી પ, થી હટતી જ નહોતી ,.....ને જાન મા આવેલા ઓટેરાઓ પણ જોઈ રહયા હતા ,ને એક બે મહીલાઓ તો સીધી ઝમકુડી પાસે આવી ને નામ પુછી લીધુ ને ગામ નુ નામ ને પિતા નુ નામ પણ જાણી લીધુ ,ઝમકુડી ને નવાઈ લાગી વડી આ શેર ના માણહો ને કેતા ના સાસરી વાળા ઓને મારા નામ ઠામ ની શી જરૂર તે મને પુછપરસ કરી ,......ને સાત ફેરા પુરા થયા ને કમલ એ કેતા ની માગ મા સિંદુર પુરયુ ને મંગલસુત્ર પહેરાવી ,લગ્ન વીધી પુરી થયી........ને કન્યા વિદાય નો સમય થયો ,.....કમલ કુમાર ની બાજુમાં બેઠેલો પેલો સોહામણો યુવાન હવે રીતસર ઝમકુડી ને ઈસારા થી કયીક કહી રહયો હતો ,.....પણ ઝમકુડી એ બિલકુલ ધ્યાન ના આપ્યુ ને નજરો નીચી ઢાળી દીધી ,એટલે એ યુવાને સીધુ કમલ કુમાર એટલે કે કેતા ના વર ને કહયુ .....કમલ ભાભી ને પુછ પેલી બલ્યુ ઢ્રેસ વાળી છોકરી નુ નામ શુ છે.? ..........કેતા આ તારી બહેનપણી નુ નામ ? કેતા ધીરે થી બોલી ઝમકુડી ,......ને કમલ એ પેલા યુવાન ને કહયું ,.....વાહહ શુ નામ છે ભાભી તમારી બહેનપણી નુ ઝમકુડી ,,,.....હુ તો ફીદા થયી ગયો...... ઝમકુડી સાથે કદી કોઈ એ મજાક નહોતી કરી ,ને આજે એ યુવાન એ એના નામ ના વખાણ કરયા કે મજાક કરી એ ના સમજી શકી ,.......કન્યા વિદાય નો સમય થયો ને મંદિરમાં દર્શન કરી ,કેતા મમ્મી પપ્પાને ને ગળે વળગી ને ખુબ રડે છે , ને પછી જાનૈયાઓ લકઝરી ગોઠવાઈ ગયા ને બસ ઉપડી ગયી ,કેતા ને કમલ કુમાર ની ગાડી મા પેલો યુવાન પણ એમની સાથે બેઠો ને સતત ઝમકુડી ને જોઈ રહયો હતો , ગાડી ના પૈડા આગળ નારીયેળ વધેરી જાન ને વિદાય આપે છે ને રડતી રડતી કેતા સાસરે સિધાવે છે ,......ઘરે આવી ને કેતા ના મમ્મી પોક મુકી નખ રડે છે ,મારી દીકરી અજાણ્યા માણસો ને અજાણ્યા શહેરમાં કેમની રહેશે ,......ઝમકુડી રમીલા બા ને સાત્વના આપે છે , નરોતમદાશ જમના શંકર ને દક્ષિણા ને એક જોડી કપડાં આપે છે ને ઝમકુડી ને પણ એક સાડી આપે છે ,આમ વહેવાર પતયો ને લગ્નવીધી સારી રીતે સંપ્પન થયી .....એટલે જમનાશંકર યજમાન પાસે રજા માગે છે , ને ગોરમહારાજ એમનુ સ્કુટર ચાલુ કરે છે ને કેતા થેલી લયી પાછળ બેસે છે ,ને બાપ દીકરી વાતો કરતા કરતા પોતાના ગામ ભીનમાલ પહોંચે છે ,સાજ ના સાત વાગી ગયા હતા એટલે મંગળાગૌરી આઘા પાછા થતા હતાં ,આમ તો કદી આટલી વાટ ના જોતા પણ આજે ની વહાલી ઝમકુડી ને સાથે લયી ગયા હતા એટલે ચિંતા કરતા હતા ,ને પાછુ જમનાશંકર નુ સ્કુટર પણ બહૂ જુનુ રસ્તા મા ગમે તયારે બંધ પડી જતુ ,.....રાત પડવા આવીને જુવાન દીકરી ને જંગલ જેવો સુમસામ રસ્તો ,......કમળાગૌરી મનોમન શીવજી ને પ્રાથના કરવા લાગ્યા ને .....થોડી જ વાર મા સ્કુટર નો અવાજ આવ્યો એટલે એમને હાસ થયી ,......સકુટર છેક ઓશરી મા પાર્ક કરયુ ને જમનાશંકર ખાટલા મા બેઠા ને થાકેલી ઝમકુડી પણ બાપુ પાસે બેઠી ,શંભુ પાણી નો કળસીયો ભરી લાય તો ને ,શંભુ પાણી આપી ગયો ,.....કેમ આજ તો બહૂ વાર કરી ,.....બપોરના લગ્ન હતા ? એક બે મિનીટ શ્વાસ હેઠો બેહવા દયીશ,.......છેક બનારસ શેર થી જાન આવી હતી ....એક હજાર જેટલુ મોણસ હતૂ જોન મ....નરોતમદાશ એ દીકરી માટે બહુ સુખી ઘર શોધી કાઢયું .......પણ બાપુ મુરતિયો તો ઉમર મ બહુ મોટો ના લાગ્યો ? મન કેતિ એ કયુ ક ઈનાથી તેર વરસ મોટો સ ........એ તન ના હમજાય ઝમકુડી ......નરોતમદાશ એ ઘર બાર ને સેર મા રેવાનુ જોઈ દીકરી પરણાવી ,....જોયુ નયી તે કેટલો બધો ખર્ચ કરયો ,.....હા માં મેતો જીદગી મા પેલી વાર આવા લગન જોયા ,.....ને સેર ના લોકો ને એમના કપડાં ને દાગીના ને ,.....બધું ચકાચક હતું ,ને ઓમ મુરતિયો ભલે થોડો મોટો પણ કેતા કરત ય સરસ લાગતો તો ........ન મમ્મી એક બે જણ જોન મા આવેલી સ્ત્રી ઓ એ મારી કન આઈ ને મારૂ નોમ ન ગોમ ન બાપુ નુ નોમ પુસતી હતી ,તે પછી તે આપયુ ? હા .....મેર મારી રોઈ કદી અજાણ્યો મોણસ ન આપડી ઓરખોણ શુ કરવા આલીયે ,........નેજમનાશંકર એ થેલી મા જોયુ તો એમના કપડા ,ગોરાણી ની સાડી ને એક મોધી સાડી ઝમકુડી માટે મુકી હતી ને કવરમા પાચ હજાર એક રોકડા મુકયા હતા........નરોતમદાશ નો વહેવાર જોઈ ગોર ખુશ થયી ગયા ,......હવે ઝમકુડી ના જીવન ની વાત જાણવા માટે વાચો ભાગ @ 3
ઝમકુડી. ........

નયના બા દિલીપ સિંહ વાઘેલા ....
્્્્્્્્્્્્્