Zamkudi - 4 books and stories free download online pdf in Gujarati

ઝમકુડી - પ્રકરણ 4

ઝમકુડી ભાગ @ 4

આજે ઝમકુડી ને જોવા માટે બનારસ થી મહેમાન આવાના છે ,એટલે મંગળા બેન ને ઝમકુડી સવારે વહેલા ઉઠી ઘર ને વારી ઝૂડી ને ચોખ્ખું ચણંક કરી નાખે છે ,ઓશરી મા બે પાટ ના ગાદલા ની ચાદરો નવી પાથરે છે ,ને શંભુ ને પડોશમાં મોકલી એમના ઘેર થી હોય એટલી ખુરશી ઓ મંગાવી લે છે ,રસોડામાં ના કબાટ મા થી નવા કપ રકાબી ને કીટલી કાઢે છે ,.....નવા ગલાશ ને ટ્રે પડોશી ના ત્યા થી લયી આવે છે ,જમનાશંકર ગામ મા જયી નાસ્તા ના પેકેટ ને જોઈતી વસ્તુ ઓ લયી આવે છે , મંગળાગૌરી પણ સરસ નવી નકકોર સાડી પહેરી તૈયાર થાય છે ને ઝમકુડી પણ ઘર નુ બધુ કામ કમ્પલેટ કરી ને નહાવા જાય છે .......ને શુ પહેરૂ એની મુઝવણ મા હોય છે ને મંગળાગૌરી કહે છે બેટા ડ્રેસ પહેરયા કરતા તો સાડી પહેરીશ તો સારૂ લાગશે ,ને સંસ્કાર પણ દેખાઈ આવશે ,નરોતમદાશ દાસ ના ઘરે થી તને પહેરામણી મા જે લાલ બાઘણી આપી છે ને એ જ પહેરી લે ......પેલો એક ગોલ્ડન બ્લાઉઝ છે ને તારી ક ને .....હા મા .....પણ સાડી સારી લાગશે મને ? તમે જ કેતા હતા કે સાડી મા હુ બહુ મોટી લાગુ છુ ,.......હા ને આમ પણ હવે મારી દીકરી મોટી થયી ગયી ,ત્યારે તો સગાઈ નુ માગુ આવ્યુ ,......તયા સુકેતુ પણ સવાર વહેલો ઉઠી તૈયાર થયી ગયો ,ને કિશન લાલ એ કંચન બેન ને કહયુ ......કહુ છુ સાભળો છો ? .....એ હા આવી ..... શુ કો છો ? હુ એમ કહુ છુ કે તમે પણ ભીનમાલ અમારી સાથે ચાલો ......કદાચ દીકરી યોગ્ય લાગે તે સગુન નો રૂપિયો ને એક સાડી આપતા આવીશુ .....એક બનારસી સેલુ બોકસ મા પેક કરાવી લો , જોડ કરી ને મુકજો ,.....કિશન લાલ એ કહયુ એટલે કંચન બા ના ના પાડી શકયા ,ને એ પણ તૈયાર થયા ,બહુ મોધી સાડી પહેરી ને કુન્દન નો સેટ ને કંગન પહેરયા ,.......મોટી વહુ આશા એ મજાક કરી .....ઓહોઓ મમ્મી જી આજ તો કયીક મસ્ત લાગો છો ને .......એમ કહી હસી પડી .....એ હા હો આશા વહૂ હુ તો આમ પણ સરસ જ લાગુ છુ ......તમારા કરતા ય .....એમ બોલી કંચન બા પણ હસ્યા ........કિશનલાલ ડ્રાઈવર ને ગાડી સાફ કરવાનુ કહયુ ,.....સુકેતુ બોલ્યો પપ્પા હુ ગાડી ચલાવી લયીશ ......ના ...ડ્ડરાઈવર શુ કામ રાખ્યા છે ? ....કંચન બેન રેડી થયા એટલે કિશનલાલ ને સુકેતુ ગાડી મા બેઠા ને એ બધા રમણ ભાઈ ના ઘરે ગયા ,કેતા ને આજે લગ્ન પછી પહેલી વાર પિયર જવાનું હતુ પગફેરા માટે એટલે એ પણ સરસ તૈયાર થયી ગયી ,કેતા ,કમલ ને રમણ ભાઈ એમની ગાડી લીધી ને બન્ને ફેમીલી રાજસ્થાન બાજુ નો હાઈવે પકડયો .....ઝમકુડી સાડી પહેરી ને લાબા વાળ છુટા રાખ્યા ને સાડી નાભી થી નીચે બાધી ને સાડી ની પાટલી સરસ રીતે વાળી ને પાલવ ને છુટો રાખ્યો ....કેમ કે મંગળા બા એ કહયુ હતુ કે ચા પાણી આપવા મહેમાનો સામે આવે તયારે સાડી નો પાલવ માથે રાખવો ને આવનાર મહેમાન ને પગે લાગવુ ,........સિરોહી આવી ગયુ ને કેતા ખુશ થયી મમ્મી પપ્પાને મળી ને બધા એ ત્યાં ચા ,પાણી કરયા ને પછી કેતા ને કમલ કુમાર નરોતમદાશ ને લયી બધા મહેમાનો જમના શંકર ના ઘરે ભીનમાલ જવા નીકળ્યા...... ઝમકુડી તો કયાર ની આયના આગળ ઉભી તૈયાર જ થયી રહી હતી ,......કાન મા ઝુમખા પહેરયા ને મા ની ચેઈન પહેરી ને હાથ મા લાલ બંગડીઓ પહેરી ને કપાળે લાલ નાની બીદી લગાવી ને દીવાળી મા બાપુજી ખનખન વાળી ઝાંઝરી લાવ્યા હતા એ પણ પહેરી ને આખા ઘર મા એની ઝાઝર નો મધુર અવાજ રેલાઈ રહયો ,જમનાશંકર ને મંગળાગૌરી ઝમકુડી ને આટલી ટીપટાપ કરતી જોઈને દીકરી નો ઉત્સાહ પામી ગયા ,ને એક બીજા ને આખ ના ઈસારા થી કહી રહયા કે ખરેખર દીકરી હવે નાની નથી ,.......એને પણ લગ્ન ના કોડ જાગ્યા છે ,ને બને જણ ભોળેનાથ ને યાદ કરી ને મનોમન પ્રાથના કરી કે આવનાર મહેમાનો ને મુરતિયો દીકરી માટે યોગય હોય ,.....ને એટલા મા ઓડી ગાડી ને બીજી કમલ ની ગાડી આવી ને આગણે ઉભી રહે છે ......જમનાશંકર એ ઓશરી મા બે પાટ ને ખુરશી ઓ પાથરી રાખી છે ,નરોતમદાશ જમનાશંકર ને કિશનલાલ ને કંચનબેન ની ઓળખાણ કરાવે છે ને સુકેતુ ને તો જોઈ ને જ સમજી જાય છે કે આ મુરતિયો છે ,મંગળા બેન બધા ને મીઠો આવકાર આપે છે ને બધા ઓશરી મા બેસે છે ,.......કિશનલાલ ને કંચન બેન ઘર મા ચારે બાજુ નિરીક્ષણ કરે છે ,ને જમનાશંકર મધ્યમવર્ગ ના છે એટલું સમજી જાય છે ,બેટા ઝમકુ પાણી લયી આવો તો ,......ને ઝમકુ ટ્રે માં ગલાશ ગોઠવી પાણી લયી આવે છે ,સુકેતુ તો ઝમકુડી ને નવા સ્વરૂપ મા જોઈ રહે છે ને કિશનલાલ ને કંચનબેન પણ ઝમકુ ને જોતા રહી જાય છે ,લાલ બાધણી સાડી મા ઝમકુ સુદર લાગી રહી હતી ,પાણી આપીને ઝમકુ બધાને પગે લાગે છે.,......કિશનલાલ નો વરસો થી બનારસી સાડીઓ નો વ્યવસાય એટલે એ ને કંચનબેન ઝમકુ ની સાડી પહેરવાની કળા થી પણ પ્રભાવીત થાય છે ,.....ઝમકુ કિચન મા જયી બધા માટે ચા બનાવે છે ,ને પ્લેટો માં નાસ્તો કાઢે છે ,કિશનલાલ જમનાશંકર ને બધી પુછપરછ કરે છે ને કંચન બેન પણ ઝમકુ સાથે વાત કરે છે ,......ઝમકુ ની મદદ કરવા ગલબા ની વહુ મોઘી પણ આવી છે ,ને બધા ને ચા નાસ્તો આપે છે ,સુકેતુ કંચનબેન ને કહે છે મમ્મી હુ ઝમકુડી સાથે વાત કરી લવુ? એટલે કિશનલાલ જ કહે છે હા જાઓ બનૈ ને વાત કરવી હોય તો કરી લો ,ઝમકુ પપ્પા સામે જુએ છે ને ઈસારા થી અંદર જવાની અનુમતી માગે છે ને જમનાશંકર ડોકુ ધુણાવી હા પાડે છે ,......જમનાશંકર કિશનલાલ આગળ બે હાથ જોડી કહે છે .....મોટા તમે શહેરમાં રહેતા મોટા માણસો ને અમે રહયા મધ્યમવરગી ,અમારી પાસે દીકરી ને આપવા માટે વધારે કરીયાવર નથી ,અમારી શક્તિ પ્રમાણે આપી શકીએ ,ને કંચનબેન બોલ્યા અમારા દીકરા ને તમારી દીકરી ગમી ને જીદ કરી છે કે એની સાથે જ લગ્ન કરશે , ને અમને પણ તમારી દીકરી બહુ ગમી ,કિશનલાલ બોલ્યા કે આપણો સમાજ અલગ છે એટલે દુનિયા તમારી ને અમારી વાતો પણ કરશે ,......પણ આપણે આપણા બાળકો ની ખુશી જોવાની છે ,અમારા તરફ થી તો હા જ છે ,ને જમના શંકર ગળગળયા થયી જાય છે ને કહે છે કે ધનભાગ ને ધનગડી કે આપ જેવા મોટા માણસો ને ઘરે મુજ ગરીબ ની દીકરી ને લયી જશો ,ઝમકુડી ને સુકેતુ એ પણ બહાર આવીને હા કહી ,સુકેતુ પપ્પા થી છાનો ફોન ખરીદી ને લાવ્યો હતો એ ખાનગી મા ઝમકુડી ને આપ્યો , ......મંગળાગૌરી રસોડામાં જયી ને એક પ્લેટ મા પેડા લયી આવે છે ને બધા ના મો મીઠાં કરાવે છે ,કેતા બોલી ઝમકુડી તુ તો મારા કરતા પણ નસીબદાર નીકળી ......કંચનબેન ઝમકુડી ને પાસે બોલાવી ને બેસાડે છે ને કહે છે મંગળા બેન કંકુ ચોખા લાવો તો ,એટલે ગોરાણી ઉભા થયી ડીશ મા કંકાવટી ને ચોખા આપે છે ,કિશનલાલ ઉભા થયી ઝમકુ ને ચાલ્લો કરી હાથમાં અગીયારસો રૂપિયા શુકન ના આપે છે ને કંચનબેન ગાડી માં થી બોકસ મંગાવી ઝમકુ ને ચાલ્લો કરી સાડી નુ બોકસ ને પૈસા આપે છે , ......એટલે જમનાશંકર પણ સૂકેતૂ ને ચાલો કરી પાચશો રૂપિયા આપે છે ,આમ સુકેતુ ને ઝમકુડી ની સગાઈ સાદાઈ થી જ સંપ્પન થાય છે , ને કિશનલાલ કહે છે કે જુઓ જમનાશંકર આ લગ્ન મા એટ રૂપિયો એ તમારે નથી વાપરવાનો ,.....મંડપ,ડેકોરેશન, કેટરટશ,....કપડા....ઘરૈણા બધુ મારા ત્યાં થી આવી જશે ,......કિશનલાલ મુળ મારવાડી પણ પોતાના દીકરાની પસંદગી ની વહૂ ને ......સુદર શો રૂમ ના પુતળા જેવી જ ઝમકુડી છે ,એટલે એને ઘર સંભાળવા નહી પણ રોજ નવી બહાર પડતી સાડીઓ ની ડીઝાઈનર સાડી ઝમકુડી ને પહેરાવી ને શોરૂમ ના કાઉન્ટર જ એને સોપી દેવો ને રખડી ખાતો દીકરો સુકેતુ પણ શોરૂમમાં ઝમકુ ના લીધે બેસસે ,......આમ કિશનલાલ મારવાડી નુ મગજ તો પ્લાન પણ બનાવી લીધો ને ખુશ ખુશ થયી ગયા ,સાલુ આતો વહુ જોવા આવ્યા હતા ને જીવતુ જાગતુ શોરૂમ નુ પુતડુ મળી ગયુ ,.....ને દીકરો પણ ધંધે બેસી જશે એ નફા નુ એક તીર ને ત્રણ કામ .......કંચનબેન કિશનલાલ ને ખુશ જોઈ વિચારમાં પડયા કે આ મારો મારવાડી ઘણી ,કયી ફાયદા કે કારણ વીના આટલો ખુશ ના થાય ,ને સાવ ગરીબ ઘર ને પસંદ પણ ના કરે ,ચોક્કસ એમના મગઝ માં કયીક તો ચાલી રહયુ છે ,.........નરોતમદાશ એ કહયુ ગોરમહારાજ તમારી ઝમકુ ના તો નસીબ જ ઉઘડી ગયા ,.......હા યજમાન એ તમારા લીધે જ ને ,........કિશનલાલ એ કહયુ જમનાશંકર આવતા મહીને સરાદ બેસે છે ને એટલે આ મહીને જ લગન કરી નાખીએ ,...પણ મોટા એકદમ બધી સગવડ કેમની કરવી ....? એ મે તમને કહયૂ તો ખરુ કે મારા મોભા પ્રમાણે મંડપ,ડેકોરેશન ,જમણવાર બધુ મારે જ કરવાનુ છે અઠવાડિયા પહેલાં મારા માણસો બધુ લયી આવી જશે ,અમારે બસ કંકુ ને કન્યા જ લેવાની છે ,તમે રહયા ભ્રાહમણ એટલે અમે તમારો એક રૂપિયો ના ખપે ,.....બસ તમારે તમારા ઘરના ને છોકરાઓ ના કપડાં લેવાના છે ,ને લગ્ન વિધી તમારે જ કરાવા ની છે .....આશીર્વાદ આપજો એટલે બધુ આવી ગયુ ,...........મંગળા બેન કહે સાવ એવુ ચાલતુ હશે અમને અમારા થિ બનતુ કરવા દો .......ના ના ગોરાણી તમે કયી ના બોલો ....નરોતમદાશ એ કહયુ ગોર કિશનલાલ બરાબર કહે છે ,એમને હરખ છે ને આ છેલ્લો પ્રસંગ છે તો એમને કરવા દો ,એટલે છેવટે જમનાશંકર ને મંગળા બેન ને વાત માનવી પડી ને કિશનલાલ એ કહયુ કે સારુ ચોઘડિયુ ને શુભમુહરત જોઈ ને કયી તારિખ આવે છે મને ફોન કરજો ,..........ને બધા જવાની તૈયારી કરે છે એટલે ઝમકુ પાણી ની ટ્રે લયી બધા ને પાણી આપે છે ને ફરીથી માથે પાલવ રાખી બધાને પગે લાગે છે ,કિશનલાલ ને કંચનબેન ઝમકુ ના સંસ્કાર જોઈ ખુશ થાય છે ને બધા નીકળે છે ને સુકેતુ આખ ના ઈશારા થી ઝમકુડી ને બાય કહે છે ,ને બન્ને ગાડીઓ નીકળૈ છે ને ગામમાં ને મહોલલા માં ઝમકુડી ના સગપણ બહુ કરોડપતિ ના ઘરે નકકી થયા એવી વાતો કરે છે ,ને મહોલ્લા ની સ્ત્રી ઓ મહેમાન ગયા પછી મંગળા બેન ને ઘેર આવે છે ને કહે છે ગોરાણી મો તો મીઠુ કરાવો ....ઝમકુડી ની સગાઇ થયી ગયી ,.....હા બેન બધી ભોળાનાથ ની કરામત ,.......ઝમકુ સાડી બદલી જૂના કપડા પહેરી લે છે ,......જમનાશંકર કહેછે ગોરાણી આવૂ તો સપના મા ત નોતુ વિચારયુ કે આટલી જલ્દીથી દીકરી ના લગ્ન કરવા પડશે ,....ને આવુ મોટું ઘર મડશે .....જમાઈ પણ રાજકુવર જેવો છે ,.....્હા ગોર પણ આપણી દીકરી કયા અપ્સરા થી કમ છે ,એના રૂપ ને મોહી ને તો છેક બનારસ થી ભીનમાલ આવયા એ લોકો ,........સાચી વાત ગોરાણી ,......સુકેતુ ની ખુશી તો સમાતી નથી ........ઘેર આવી ને મમ્મી ને વળગી પડે છે ,.....કિશનલાલ બોલયા , .બસભાઈ હવે શાતિ રાખ .....કોક ની નજર લાગશે તારી ખુશીઓ પર .......આ તારિ જીદ હતી એટલે છેક ગામડામાં ભીનમાલ લાબા થયા ,.....પણ એ વાત કેવી પડે કંચન કે સુકેતુ ની નજર પારખુ છે ,.......દીકરી અફલાતૂન છે ,.......લ્યો સાભળો તમે કયા કમ છો ? તમારી નજર તો હીરાપારખુ છે ,તમે દીકરી ના ગુણ ,દેખાવ, ને સંસ્કાર બધુ માપયુ ........હા એ વાત સાચી,...... ને કિશનલાલ બોલ્યા ,સુકેતુ આ લગ્ન થશે પણ મારી એક શરત છે .......કંચનબેન ને સુકેતુ તો પપ્પા ની સામે જોઈ રહયો ,......શુ પપ્પા ? એ જ કે લગ્ન પછી આપણા મોટા શો રૂમમાં તારે ને ઝમકુ એ સંભાળ વો પડશે ,........આશા વહુ જેમ ઘર સંભાળે છે એમ સંભાળશે,...ને.તુને તારી વહુ ધંધા મા ધ્યાન આપવુ પડશે ,ને ધંધો આગળ વધારવા નો રહેશે ,.......થોડી વાર તો સુકેતુ ને નવાઈ લાગી પણ માની ગયો ,ઝમકુડી ની સાથે જ આખો દિવસ રહેવા મળશે ને મારી વહૂ બિઝનેસ વુમન બનશે ,.......કંચનબેન પણ કિશનલાવ ને સમજી ગયા ,....આમ હવે ઝમકુડી ના લગ્ન ની વાત જાણવા માટે વાચો ભાગ @ 5

નયના બા દિલીપ સિંહ વાઘેલા.
્્્્્્્્્્્્્્