Zamkudi - 9 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝમકુડી - પ્રકરણ 9

Featured Books
Categories
Share

ઝમકુડી - પ્રકરણ 9

જમકુડી ભાગ @9 બીજા દિવશ થી આશા વહુ પણ સમીર સાથે શોરૂમ પર જવાનુ ચાલુ કરેછે છે ,......ઝમકુડી પણ જલ્દીથી વહેલી ઉઠી સાસુ માએ આપેલી સાડી પહેરી ને તૈયાર થયી જાય છે ,સુકેતુ પણ તૈયાર થયી નીચે આવે છે , ઝમકુડી નુ જીવન યંત્રવત બની ગયુ હતુ ,....ઝમકુ એ સપના જોયા હતા કે નાનુ એવુ ઘર હોય ને પ્રેમ કરવા વાળો પતી હોય ,ને રોજ સરસ રસોઈ બનાવી બધા ને જમાડુ , નાના ગામડા મા થી આવેલી મધ્યમ વર્ગ ની છોકરી સીધી મોટા શહેર મા ને મોટી હવેલી મા આવી જાય છે ,ને જોયેલા સપના અધુરા રહી જાય છે ,ઝમકુડી ડાઈનીંગ ટેબલ પર ચા નાસ્તો કરતા કરતા પોતા ના વિચારો મા મગ્ન હોય છે ,ને ચા પીતા પીતા અચાનક છીક આવવાથી ચાનો કપ સાડી પર પડે છે , ને ઝમકુડી ની સાડી ખરાબ થયી જાય છે ને કંચનબેન જોરથી બોલી ઉઠે છે ,....ઓ મા .....આ શુ કરયુ..... લાખ રૂપિયા નુ સેલુ બગાડી નાખ્યુ ,ઝમકુ વહુ કયી ભાન છે કે નહી , લગીરે ભલીવાર નથી ,......સાસુ નુ આવુ સ્વરૂપ જોઈ ઝમકુ તો ડઘાઈ જ ગયી ,ને સુકેતૂ પણ ગભરાઈ ગયો ,ને કિશનલાલ બોલ્યા ,કંચન ધીરે ....આમ શૂ ઘાટા પાડો છો ? ઝમકુડી તો સાસુ ના આવા વેણ થી રડી જ પડી ,સુકેતુ એ પાણી નો ગલાશ આપ્યો ,.....આશા વહુ પણ ગભરાઈ ગયી ,એ તો પાચ વરસ થી સાસુ ને ઓળખતી હતી ,ઘર માં એક વાર આશા થી કાચ નો કપ તુટી ગયો ,એમાં તો કંચનબેન એ એની સાથે બહુ ઝગડો કરયો હતો ,.......તયા ર ની આશા ઘર માં એક એક કામ સંભાળી ને કરતી ,ને અત્યારે તો ઝમકુડી એ લાખ રૂપિયા ની સાડી ખરાબ કરી હતી એટલે સાસુ ઝમકુડી ને છોડશે નહી .....સમીર તૈયાર થયી ગયો હતો એટલે આશા ને લયી ચુપચાપ શોરુમ પર જવા નીકળી ગયો ,કિશનલાલ કંચનબેન ને સમજાવતા હતા કે આમ એક સાડી માટે નવી આવેલી વહુ ની સાથે આવુ વરતન ના કરાય ,જા બેટા ઝમકુડી ઉપર જયી સાડી બદલી નાખ ,ઝમકુ તો એકદમ શોક થયી ગયી હતી ,સુકેતુ ઝમકુ નો હાથ પકડી બેડરૂમ મા લયી ગયો ,ઝમકુડી સુકેતુ ને વળગી ને ખુબ રડી ,સુકેતુ એ પરાણે છાની રાખી ને ઝમકુ બાથરૂમમાં ગયી ને બીજી સાડી બદલી ,સુકેતુ એ કહયુ ઝમકુ પલીઝ મમ્મી ની વાત નુ ખોટુ ના લગાડ એમનો સ્વભાવ જ એવો છે , એમના તરફ થી હુ માફીમાગુ છુ ,.......ઝમકુ તો એટલી હેતબાઈ ગયી હતી ,કે સુકેતુ ને કોઈ જવાબ ના આપ્યો ને આઈના સામે ઉભી રહી નવી સાડી પહેરી ને રડવા થી ચહેરા નો મેકઅપ બધો નીકળી ગયો હતો એટલે ફરીથી મેકઅપ સરખો કરયો ને મન ને મકકમ કરી લીધુ ને સુકેતુ ને કહયુ ચાલો નીકળી એ આજે બહૂ મોડુ થયી ગયુ છે ,હા ચલ ,ઝમકુડી ને સાસુ ના શબ્દો થી બહુ ખોટું લાગયુ હતુ ,નીચે આવી ને સુકેતુ એ કહયુ પપ્પા અમે નીકળીએ ,ને ઝમકુડી સાસુ ની સામે નજર પણ ના મીલાવી ,ને બન્ને જણ ગાડી લયી શોરુમ જવા નીકળે છે ,કિશનલાલ કંચનબેન ને છોકરાઓ ના ગયા પછી બહુ ઘમકાવે છે ,......ઝમકુડી ભલે ગામડાની રહી પણ આપણાં ઘર મા કેટલી ભળી ગયી છે ,ધંધા મા પણ મે જેમ કહયુ એ રીતે કરે છે ,તો પછી તમારે એને આટલા કડવા વેણ ના કહેવા જોઈએ ,એના પગલા બહુ શુકનિયાળ છે ,જીદગી મા કાયમ ફાયદો જ ના હોય કોઈ વાર થોડુ નુકશાન પણ આવે ,સહન કરતા શીખો ને હા આજે સાજે ઝમકુ વહુ ઘેર આવે એટલે એની માફી માગી લેજો ,.....આ શુ બોલો છો ? ભાન છે હુ માફી માગુ ? એ નહી બને ,........કંચન આ મારો હુકમ છે ,.......એમ થવુ જ જોઈએ એમ કહી કિશનલાલ ગાડી ની ચાવી લયી નીકળી જાય છે ,ઘર ના નોકરો ની સામે કિશનલાલ એ કંચનબેન ને ધમકાવ્યા ને માફી માગવાનુ કહયુ એટલે કંચનબેન ને ખોટું લાગયુ , એ પણ ઉભા થયી એમના રૂમ મા જતા રહયા ,ઝમકુડી ને સુકેતુ પણ શોરુમ મા કસ્ટમર સાથે વ્યસથ થયી ગયા ,લગ્ન ની સિજન હોવાથી ઘરાકી વધારે હતી ,ઝમકુડી કસ્ટમર જે સાડી પસંદ કરે એને ટ્રાય કરી ને બતાવતી હતી , મુનીમજી પણ જોઈ રહયા હતા કે ઝમકુ વહુ ના આવ્યા પછી ધંધો વધી ગયો હતો ,ને શોરુમ મા આજ સુધી કેટલીય સેલ્સગલ આવી ને ગયી પણ ઝમકુડી જેવી આવડત કોઈ ના મા ના હતી ,ઝમકુ એના સરળ સ્વભાવ થી આવેલા કસ્ટમર ને સાડીઓ ખરીદયા વીના જવા ના દેતી ,....આજે પણ વીસ લાખ નુ વેચાણ થયુ હતુ ,મુનીમજી કિશનલાલ ને ફોન કરી ને કહે છે કે શેઠજી નાની વહુ ની આવડત ને તો દાદ દેવી પડે ,બહુ હોશિયાર છે ,એક પણ ઘરાક ને પાછુ નથી જવા દેતી , હા મુનીમજી હુ એને જોવા માટે ગયો તયારે જ ઓળખી લીધી હતી કે આપણા બિઝનેસ ને આગળ વધારવામાં બહુ કામ આવશે , ......એમ કહી મુનીમજી ફોન મુકે છે ,ઝમકુ સવાર વાળી વાત ભુલી જાય છે ,.....ને સાજે ઘરે આવતા સુકેતુ ને કહે છે ,...મારી પગફેરા ની રશમ નહી થાય ,? તારી ઈરછા હોય તો કાલે જ આપણે ભીનમાલ જયી આવીએ ,હૂ પપ્પાને વાત કરીશ ,......પણ મમ્મી જી આજે મારા થી નારાજ છે ને તમે પગફેરા ની વાત કરશો તો ગુસસે થશે તો ? ......ના થાય ઝમકુ મમ્મી તો ભુલી પણ ગયી હશે ,તુ ટેનસન ના લે ,ને વાતો વાતોમાં ઘર આવી ગયુ ,ઝમકુડી એ માથે છેડો ઓઢી ને ઘર માં આવી , બધા ફ્રેશ થયી સાથે જમવા બેઠા ને કંચનબેન બોલ્યા ,ઝમકુ વહુ સવારે તમને વઢી તો ખોટું તો નથી લાગયુ ને ? મારો તો બેટા સ્વભાવ જ એવો ચીડીયો થયી ગયો છે , મને માફ કરજો ,ને ઝમકુ કંચનબેન ના હાથ પકડી લે છે ,ના ના મમ્મી જી આવુ ના બોલો ,તમે તો મારી મમ્મી જેવા છો ,અમારા થી ભુલ થાય તો અમને વઢવાનો હક છે તમને ,હુ માફી માગુ છુ કે આજ પછી મારી કોઈ ભુલ નહી થાય એમ કહી કંચનબેન ને વળગી પડે છે ને ઘરમાં વારતાવરણ હળવુ થાય છે ને કિશનલાલ પણ ખુશ થાય છે ને કહે છે સુકેતુ કાલે ઝમકુ ને લયી ભીનમાલ જયી આવો પગફેરા માટે , ઝમકુડી પિયર જવાના નામ થી જ ખુશ થયી જાય છે ,કિશનલાલ ખિસ્સામાં થી નોટો નુ બંડલ કાઢી ઝમકુ ના હાથમાં મુકે છે ને કહે છે ,...કાલે અંહીથી તારા નાના ભાઈ બહેન માટે કપડાં ,રમકડાં ને મીઠાઈ એવુ લયી જજો ને તારી મમમી માટે બે સાડી દુકાને થી લયી જજે ,ઝમકુ આનાકાની કરે છે પણ કંચનબેન ફોર્શ કરી ને સુકેતુ ના ખીસ્સામાં મુકી દે છે ,આશાવહુ ને સાસુ સસરા નુ ઝમકુ પ્રત્યે નો પ્રેમ જોઈ મનમાં ખોટુ લાગે છે ને વિચારે છે કે મને તો પિયર જતા કદી એક રૂપિયો એ આપ્યો નથી ને ઝમકુ ને તો આવે પાચ દિવસ થયા ને બધાને બસ એજ વહાલી લાગે છે ,સવારે તો સાસુ મા ધમકાવી ને અત્યારે માફી માગી ,ખબર નહી શુ જાદુ કરયો છે આ ઝમકુડી એ બધા ને કે બધા ને બસ એના જ વખાણ કરે છે ,.....મીઠુ મીઠુ બોલી ને બધા પર જાદુ કરયો છે ,....એમ વચારતી હતી ને કિશનલાલ એ પુછયુ કયા ખોવાઈ ગયા આશા વહુ ? ને કેવો રહયો આજનો પહેલો દિવસ શોરુમ મા ,.......સરસ પપ્પા જી ,મજા આવી ,નવા નવા કસ્ટમર ને જાત ભાત ના લોકો આવે , હા એતો ઠીક પણ આજે ધંધો કેવો રહયો સમીર ? સારો હતો પપ્પા ,નવ લાખ નો નફો કરયો ,ને આશા ને પણ સારૂ ફાવી ગયુ ,હમમમ .....જમી પરવારી ને બધા સો સૌ ના બેડરૂમમાં જાય છે ,ઝમકુડી તો કાલ પિયર જવાની ખુશી મા સુકેતુ ને કહેછે જલદીથી સુઈ જયીએ ને મને વહેલી ઉઠાડી દેજો ,.........ને ઝમકુડી રંગીન સપના ઓ માં ખોવાઈ જાય છે ,........બીજા દિવસે સવારે ઝમકુડી વહેલી ઉઠી ને સરસ તૈયાર થયી જાય છે ને ઢગલો દાગીના પહેરે છે ,
ને સાસુ સસરા ને પગે લાગી નીકળે છે , ને સીટી માં થી નાના ભાઈ બહેન માટે કપડાં ,રમકડાં ને ચોકલેટસ ,ને ઘણી બધી ખરીદી કરે છે ,લગ્ન પછી પહેલી વાર પિયર જાય છે એટલે રસ્તો પણ લાબો લાગે છે ,.....આગળ ની વાત માટે વાચો ભાગ @ 10...........

નયના બા દિલીપ સિંહ વાઘેલા .....
્્્્્્્્્્્્્