Zamkudi - 5 books and stories free download online pdf in Gujarati

ઝમકુડી - પ્રકરણ 5

,ઝમકુડી ભાગ @ 5 .........

ઝમકુડી ની સગાઈ ની વાત ગામ આખા મા પવન વેગે ફેલાઈ ગયી , ખુબ પૈસા દાર સાસરી ને મોટા શહેરમાં પરણી ને જશે ,એ વાત થી ઝમકુડી પણ ખુશ હતી ,મંગળા બેન ને જમના શંકર ને ચિંતા થતી હતી ,કે આમ અચાનક જ જાન પહેચાન વીના અલગ સમાજ મા દીકરી ને પરણાવી દેવી ......હા કે ના બોલવાનો એક મોકો પણ ના આપ્યો ,.......ને નરોતમદાશ દાશ વરસો જુના યજમાન એટલે કયી બોલી પણ ના શકાયુ ........ભીનમાલ ની આજુબાજુ ના ગામડાઓમાં પણ જમના શંકર ની એક સફળ ગોર મહારાજ ની છાપ હતી ,એમનો સ્વભાવ એવો કે ગામ નુ નાનુ છોકરુ પણ એમને ઓળખે ...ને ગરીબ ઘર ની દીકરી પરણાવા ગયા હોય તયા થી ધરાર દક્ષિણા ના જ લે ,ઉપરથી શકય એટલી મદદ કરે ,આવા હતા જમના શંકર ને હવે એમને એમની જ દીકરી ના લગ્ન નુ શુભ મુહુર્ત જોવાનું હતુ ,પણ એમને મન થી ઈરછા જ નહોતી થતી ,.......પણ મંગળા ગૌરી એ સમજાવ્મયા કે વેલા કે મોડા એક દી તો દીકરી ને પરણાવા ની હતી , ને મુરતિયો શોધવા માટે સમાજમાં લોકો ને કેટલીય આજીજી કરત તયારે મુરતિયો મળત ,ને આ તો તમારા સારા કરમો ને લીધે સામેથી માગુ આવ્યુ છે ,.....ગોર લાબુ વિચારવાનું છોડો ને પોથી ખોલી મુહુર્ત જુઓ.......અંદર થી ઝમકુ મા બાપ નો સંવાદ સાભળતી હતી , ને વિચારતી કે આટલુ સરસ ઘર વર મળયા છે તો મા ને બાપુ દુખી કેમ છે ,........એનાથી ના રહેવાયુ એટલે એ બાપુ પાસે ઓશરી માં આવી ને ખચકાતા મને બોલી બાપુ તમને યોગ્ય ના લાગતુ હોય ને ના ગમતુ હોય તો નરોતમદાશ પાસે ના કહેવડાવી દો ,.....ના, ના બેટા એવુ કશુ નથી ......માણસો સારા છે ,દિકરો સારો છે બહુ ધનવાન કુટુંબ છે ,બધુ સરસ છે પણ આપણાં સમાજ નુ નથી ને પાછા જાણીતા નથી એટલે થોડી ચિંતા થાય છે ,.......ગોરાણી બોલ્યા,...... ગોર તમે પણ શુ આમ સાવ નાખી દીધા જેવી વાત કરો છો ,....સમાજ મા હોય કે બીજે ગામ હોય.....આપણા માટે તો એ પણ અજાણ્યુ જ ને ,.......ને હવે આપણી દીકરી કાઈ નાની નથી ......ઓગણીસ વરહ ની તો થયી ,વેલા ને મોડા દીકરી ને પારકે ઘેર તો મોકલવી જ પડશે ને ,દીકરી તો પારકી થાપણ કહેવાય ,......આમ ઢીલા ના પડશો હાલો પોથી ખોલો ને જુઓ ....ને બેટા ઝમકુ જા તારા બાપુજી માટે સરસ આદુ વાળી ચા બનાવી લાવ ,હા મા બનાવુ ,એમ કહી ઝમકુડી રસોડામાં જાય છે ને ગોરમહારાજ લગ્ન માટે તારીખ જોવા લાગયા ,.....સૌ થી શુભ મુહુર્ત વીશ તારીખ નુ આવતુ હતુ ........ગોરાણી ,આ મહીના ની વીશ તારીખ શુભ છે ,બોલો આ રાખીશુ ? હા બરાબર છે ,નૂ ઝમકુડી ચા ની કીટલી ને રકાબી લયી આવે છે ને મા ,બાપુજી ને ચા આપે છે , પડોશ મા થી સીતા બા આવે છે ,એમને પણ ઝમકુડી ચા આપેછે , .....ગોર લગ્ન જોયુ ,કયી તારીખ આયી ? સીતા બા વીશ તારીખ બહુ શુભ છે ,.......લ્યો સરસ ......તો કરો કંકુ ના ......અલી ઝમકુ ગોળ ધાણા લાય ....સીતા બા પઙોશ મા જ રહેતા હતા ,ને ચૌધરી સમાજ ના હતા એમના દીકરા પરદદેશ મા હતા ,ફેમિલી સાથે ને રાયસંગ દાદા ગયા વરસે જ પરલોક સીધાવયા હતા ,સીતા બા ને દીકરી પણ નહોતી ,એકલા રહેતા હતા ,ગોર મહારાજ ના પરિવાર ને પોતાનું ઘર જ માનતા ,કયી પણ કામ હોય તો ઝમકુડી દોડી ને કરી આપતી ,બીમાર પડે તો સેવા પણ કરતી ને રસોઈ પણ બનાવી આપતી ,.....સીતા બોલ્યા ગોર મહારાજ તમારી દીકરી એ મારી દીકરી ......ઝમકુડી ના લગ્ન મા બધુ ફરનીચર ને વાસણો ની પુરત હુ લયીશ,.......જમના શંકર બોલ્યા ના સીતા બા એટલુ બધુ ના હોય ,.....કેમ ગોર તમે વર્ષો થી મારી સેવા ચાકરી કરો છો ,તો મે ના પાડી ......આજ હવે મને મોકો મલ્યો છે .....એટલે કશુ બોલશો નહીં ......મારૂ આટલુ ફાયનલ.......મંગળા ગૌરી બોલ્યા હવે રાહ કોની જુઓ શો ? વેવાઈ ને ફોન કરો ,બધી તૈયારી તો એમને કરવાની છે ,....હા લ્યો કરૂ ......ચા પી ને જમનાશંકર કિશનલાલ ને ફોન લગાવે છે ,....હલલો......હા બોલો ગોર મહારાજ , ......લગ્ન નુ શુભ મુહુર્ત આવી ગયુ ......આ મહીના ની વીશ તારીખ .......ઓહો.....સરસ.....ને જમનાશંકર તમે જરાય મુજાતા નહી ,હુ બધુ કરી લયીશ.....તમે તમારા ઘર નુ નાનુ મોટુ કામ પતાવો ,.....એ ફોન મૂકૂ ત્યારે...... જય માતાજી ......અરે કહૂ છુ સાભળો છો કંચનગૌરી ......કયા ગયા ,........શુ થયુ ,કોનો ફોન હતો ,?? એ ભીનમાલ થી ફોન હતો ગોર મહારાજ નો .....લગ્ન ની તારીખ આવી ગયી ,......વીશ તારીખ નુ શુભ મુહુર્ત છે ,ઓ ....પંદર દિવસ જ રહયા, બધી જ તૈયારી કરવાની છે ,હે ભગવાન કેવી રીતે થશે ? ને હા હો તમને કયી દવ આ હવે ઘર માં છેલ્લો પ્રસંગ છે એટલે ધામધૂમથી કરવો છે ......કોઈ કચાશ ના રાખતા .......પછી છોકરાઓ ના છોકરા ના હશે ત્યારે આપણે હોઈએ કે ના હોઈએ... ...એટલે સુકેતુ ના લગ્ન મા તો બધુ સરસ રીતે કરીશુ ,... ...હા કંચન ગૌરી તમને ગમે એમ જ બધુ કરીશુ ,.....ઝમકુડી ઓરડામાં જયી સુકેતુ ને ફોન લગાવે છે ,.....એક જ રીગ મા સુકેતુ ફોન ઉપાડી લે છે ને ,....હૂ કયાર નો તારા ફોન ની રાહ જોતો બેઠો છુ.....તને તો બસ અમારી કોઇ કદર જ નથી ,....એમ મજાક કરે છે ,ને ઝમકુડી શરમાતા કહે છે કે ,આપણા લગ્ન ની તારીખ આવી ગયી ,......શુ વાત કરે છે ? .....જલ્દી બોલ કયી ડેટ? .......વીશ તારીખ ,.....ઓહહહ હજી પંદર દિવશ .....કેમના જશે તારા વીના આ પંદર દિવશ? .....હવે શાંતિ રાખો પંદર દિવસ મા બધી તૈયારીઓ કેમની થશે ? એ બધી ચિંતા તુ ના કર પપ્પા બધુ જ એરેન્જ કરી દેશે ,......અને કહે છે કે ઝમકુડી લગ્ન નુ પાનેતર આપડી દુકાનમાં થી જ આવી જશે ,તારા મેચીગ જ શેરવાની હુ બનાવડાવી શ.......સારૂ હુ ફોન મુકુ .....ઓકે.બાય........ગામમાં ઝમકુડી ના લગન ની વાત વાયુ વેગે પસરાઈ ગયી , જમના શંકર ના યજમાનો ભેગા થયી ને રાત્રે ગોર ના ઘરે આવે છે ,.......આટલા બધા લોકો ને એકે સાથે આવેલા જોઈ ગોર મહારાજ ટેન્શનમાં આવી જાય છે ,ગોરાણી ને ઝમકુ આગણા મા ફટાફટ ખાટલા ઢાળે છે .......ને જમનાશંકર બધા ને મીઠો આવકાર આપે છે ,......ને શુ થયુ યજમાન આમ અચાનક બધા સાથે ,? હા ગોર દીકરી ના લગન લીધા એ જાણયુ એટલે આવ્યા .....ને બોલ્યા અમને સેવા નો મોકો આપો , તમારી દીકરી એ અમારી દીકરી ,.......જયતી ભાઈ બોલ્યા ગોર ઝમકુ નો પાચ તોલા નો સેટ મારા તરફ થી ,ને પટેલ બોલ્યા જમાઈ ની ચેન ને વીટી મારા તરફથી ,...રામજી ભાઈ કહે ઝમકુડી ના ચાર તોલા ના કંગન હુ કરાવીશ ,ને ગામ ના સરપંચ કહે જમકુ નો બધો પારવતી શણગાર દશ તોલા નો હુ કરાવીશ,.....જમના શંકર ગળગળા થયી બોલ્યા યજમાનો આટલુ બધુ ના હોય ,........કેમ ના હોય ,...તમે ગામ માં કોઈ પ્રસંગ ને પારકો ગણયો છે ? ના તમે વર્ષો થી નાના મોટા પ્રસંગો નિસ્વાર્થ ભાવે કરયા છે ને થોડા મા ગણુ માની ગામ આખાયે મા સેવા આપી છે ,ને હવે અમારી પણ ફરજ બને છે , સીતા બા બોલ્યા સાચી વાત ,.....ને એમણે પણ કહયૂ કે હુ વાસણો ની પુરત ને ફરનીચર હંધુય આલવાની શુ ...જમના શંકર ને મંગળા બા એ બધા નો હાથ જોડી આભાર માન્યો ને ઝમકુડી ચા ની કીટલી ને રકાબી લયી બહાર આવી ને બધા ને ચા પીવડાવી ,ગોર તમે નસીબદાર છો કે દીકરી આટલી સંસ્કારી છે ,ને મોટા શહેરમાં ધનવાન કુટુંબ મા તમારી દીકરી નુ લગન નકકી થયુ ,........હા યજમાન બધી ભોળાનાથ ની કુપા.....આમ જમનાશંકર ની દીકરી ના લગ્ન માં બધા યજમાનો એ બધી જવાબદારી લયી લીધી ,.......બીજા દિવસે મંગળા બા એ ગલબા ને મોઘી ને ઘર ની સાફસફાઈ કરવા બોલાવી લીધાં ને આખા ઘર ને રંગો રંગાન કરાવી ને નવુ કરાવી દીધુ ,સીટી મા જયી શંભુ ને નાની દીકરી ના કપડાં લયી આવ્યા ને જીદગી મા પહેલી વાર ગોર મહારાજે સુટ શીવડાવ્યો ,ને ગોરાણી પણ ભારે સાડી થરીદી .....ને ઘર મા નવી ક્રોકરી ને કપ ,રકાબી ,ચાદરો ,ગાદલા ,નવી ખુરશીઓ ને એવી જરુરીયાત ની વસ્તુઓ ખરીદી લાવ્યા ,ઝમકુડી માટે તો એક સાડી પણ એમને લેવાની ના હતી , કિશનલાલ એ ચોકખી ના પાડી હતી ,કે અમારા શો રૂમ મા થી સાડીઓ ને મેચીગ બ્લાઉઝ ચાર દિવસ પહેલા પહોંચી જશે ,.......મંગળા બા ગોર ને કહયુ કે આપણે દીકરી ને કયીક તો આપીએ ,....હા ગોરાણી હૂ એ જ વિચારુ છુ ,.....હુ એમ કહુ છુ કે મારી બા ની મગમાળા ધોવડાવી ને આપીએ તો ....હા એ સારુ રેશે ,......આમ ઝમકુડી ના લગ્ન તો જાણે ગામ નો ઉત્સવ જ બની ગયો ,મહોલલા ના ઘરોમાં પણ બધા એ રંગો રંગાન કરાવ્યા ,.....જમના શંકર એ મોટો મંડપ બાધવાનો હતો એટલે ગલબા પાસે પાચે વીધા ના ખેતર ખેડાવી ચોકખા કરાવી દીધા ,આમ પણ હાલ ખેતર મા કયી વાવણી નહોતી કરી એટલે ,......લગ્ન ના પાચ દિવસ પહેલા ખટારો ભરીને મંડપ નો સામાન ને ડેકોરેશન નો સામાન આવી ગયો ,ને શોરૂમ ના મુનીમજી ગાડી લયી મોટો ટંક સાડી ભરી ને આપવા આવ્યા ,.....ઝમકુડી આવીને મુનીમજી ને પગે લાગી ,ને ગોર મહારાજ એ મીઠો આવકાર આપ્યો ,ને ગોરાણી એ ઝમકુડી ની ઓળખાણ આપી ,......મુનીમજી પણ ઝમકુડી ને જોઈ ને ખુશ થયી ગયા ,એક દમ સુદર પુતળા જેવી જ લાગતી હતી ,મુનીમજી બોલ્યા તમારી દીકરી બહુ નસીબદાર છે કે એને આવુ સાસરુ મળયુ ,.....ને ટંક નુ લોક ખોલી ને લગ્ન નુ પાનેતર બતાવે છે ,......અત્યંત મોઘુ ચાર લાખ નુ હતું ,......ને બીજી સાડીઓ પણ લાખ ઉપર ની જ હતી ,......પડોશી ઓ પણ કપડા જોવા આવ્યા એ મોઢા મા આગળા નાખી ગયા , આવી ભારે ને મોઘી સાડીઓ કોઈ એ જોઈ નહોતી ,મેચીગ લગ્ન ચુડો પણ બનારસ થી જ આવ્યો હતો ,કંચનબેન એ ગોરાણી માટે પણ બે મોઘી સાડીઓ ને ગોર મહારાજ ના કપડા પણ મોકલાવયા હતા ,ને મુનીમજી જોડે એમ પણ કહેવડાવયુ હતુ કે લગ્ન મા આ જ કપડાં પહેરવા ,........આમ ઝમકુડી ના લગ્ન ની તૈયારી ઓ જોર શોર થી ચાલી રહી છે ,.....ઝમકુડી ના લગ્ન ની વાત જાણવા માટે વાચો ભાગ @ 6

નયના બા દિલીપ સિહ વાઘેલા.....
્્્્્્્્્્્્્્્