Zamkudi - 8 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝમકુડી - પ્રકરણ 8

Featured Books
Categories
Share

ઝમકુડી - પ્રકરણ 8

ઝમકુડી ભાગ @ 8

ઝમકુ સવારે વહેલા ઉઠી તૈયાર થતી હતી ને કંચન બેન ઉપર ઝમકુ ના બેડરૂમ માં આવ્યા ,ને એટ ડીજાઈનર સાડી બ્લાઉઝ આપી ગયા ,લે બેટા આ સાડી પહેરવાની છે , ને કાલે પહેરવાની સાડી શોરુમ મા થી લયી આવજે ,જી મમ્મી જી ,ને હા મેકઅપ કરવા નુ ના ભુલતી ,હા , ....ને કંચનબેન નીચે આવે છે ......કિશનલાલ પુછે છે તૈયાર થયી ગયી ઝમકુ ? હા બસ થોડી વાર માઆવે છે ,સુકેતુ નહાવા ગયો છે ,........ને કિશનલાલ કંચનબેન જોડે ચા નાસ્તો કરે છે ,....સુકેતુ તૈયાર થયી જાય છે ને ઝમકુડી ને જોતો જ રહી જાય છે ,.....મમ્મી જી આપી ગયા સાડી આ પહેરવાનુ કહયુ ,.....મસ્ત લાગે છે.,......બન્ને નીચે આવે છે ઝમકુ સાસુ સસરા ને પગે લાગી આશીર્વાદ લે છે ને સુકેતુ ને બન્ને ચા નાસ્તો કરવા બેસે છે ,કંચન બેન ને કિશનલાલ ઝમકુડી ને ડીજાઈનર સાડી માં સુદર લાગે છે ,ને કિશનલાલ સુકેતુ ઝમકુડી ને લયી મેઈન શોરુમ મા આવે છે , મોટો કાચ નો શોરુમ ને એમા વિવિધ સ્ટાઇલ મા સાડી પહેરેલા પૂતડા જાણે બીજી ઝમકુ જ જોઈ લો ,કિશનલાલ સ્ટાફ ના માણસો ને અને સેલ્સગ્રલ ને ઝમકુ નો પરિચય કરાવે છે ,મુનીમજી પણ તયા હતા ,ઝમકુ મુનીમજી ને પગે લાગે છે ,ના ના શેઠાણી તમે તો અમારા માલિક છો ,પગે ના લાગો ,......મારા માટે તો આપ વડીલ છો ,.....કિશનલાલ સેલ્સગલ ને સમજાવી દે છે કે રોજ નવા આવેલા કેટલોગ માં થી કસ્ટમર જે સાડી પસંદ કરે એ ઝમકુ ને ટ્રાયલરૂમ મા સાથે રહી પહેરાવી ને કસ્ટમર સાથે કેવી રીતે વાત ચીત કરવી ને મોડેલિંગ ની જેમ સાડી ને કેવી રીતે શો કરવી એ બધુ શિખવાડિ દેજો ,.....એમ.ઓડર આપી કિશનલાલ બીજા શોરુમ પર જવા નીકળે છે ને જતા જતા કહે છે કે જો ઝમકુ વહુ આજથી આ શોરુમ ની જવાબદારી સુકેતૂ ને તમારી છે ,એને સારી રીતે ચલાવજો ,એમ કહી કિશનલાલ નીકડી જાય છે , સુકેતૂ ને ઝમકુ કાઉન્ટર સંભાળે છે ,જમકુ ને જોઈ સેલ્સગલ ખુશી ઝમકુ સાથે વાત કરવા આવે છે ,....મેડમ તમે તો ખરેખર બહુ સુદર લાગો છો ,મુનીમજી તમારા બહુ વખાણ કરતા હતા ને આજ રુબરૂ જોઈ ને આનંદ થયો ,ઝમકુ પણ ખુશી સાથે બધુ શીખવા માટે એની પાસે જાય છે ને કસ્ટમર સાથે કેવી રીતે વરતવુ એ બધુ પુછી લે છે ,ઝમકુડી ને ખુશી બહેનપણી જેવી બની ગયી ,એટલાં મા શોરુમ માં એક ફેમીલી સાડીઓ ખરીદવા માટે આવે છે , ને ઝમકુડી મીઠો આવકાર આપે છે ને રામુ ને પાણી આપવાનુ કહે છે ,આવનાર કસ્ટમર ફેમીલી મા દીકરી ના લગ્ન ની શોપીંગ માટે આવ્યા હતા ,ત્રણ જેન્શ ને ચાર લેડીઝ હતી ,પાણી પી બધા ખુરશીઓ મા ગોઠવાય છે , ને બધા ઝમકુ સામે જોતા રહી જાય છે ,.....સેલ્સગલ સાડીઓ બતાવે છે ,ને ઝમકુ પણ સાડી નુ કાપડ એનુ ઝરીકામ ને બોડર વીશે સમજાવે છે ,સુકેતુ તો જોતો જ રહી જાય છે શોરુમ મા પહેલો જ દિવશ છે પણ ઝમકુડી તો જાણે વરસોથી આ કામ મા હોય એવી સરળ રીતે કસ્ટમર ને હેડલ કરી રહી છે ,......જેના લગ્ન છે એ છોકરી સાત ,આઠ સાડી પસંદ કરે છે ને ઝમકુડી એ સાડીઓ લયી ટ્રાયલરુમ માં જયી સરસ રીતે પહેરી ને બહાર આવે છે ,......ને મોડેલિંગ ની જેમ ગોળ ફરી ને કહે છે ,જુઓ પહેરયા પછી આટલી સરસ લાગશે ,.....ને આવનાર લેડીઝ તો આભી બની જાય છે ને જેના લગ્ન છે એ છોકરી રીમા કહે છે મેડમ બધી સાડી ટ્રાય કરી બતાવશો તો મને થોડો આઈડીયા આવે ,...હા કેમ નહી ,.....ઝમકુ રામુ ને બુમ પાડી ને કહે છે રામુ જા બધા માટે આઈશક્રીમ લયી આવો......ખુશી ને મુનીમજી ને નવાઈ લાગે છે કેમકે શોરુમ મા કિશનલાલ સામે કોઈ કશુ બોલી પણ ના શકતુ ને ઝમકુડી એ તો આઈસ્ક્રીમ મંગાવ્યો ,સુકેતૂ ને તો ગમયુ પણ પપ્પા આ વાત થી નારાજ ના થાય તો સારુ છે ,ઝમકુ વારાફરતી બધી સાડીઓ પહેરી ને કસટમર ને બતાવે છે ને ઝમકુ પર તો બધી સાડીઓ સુદર લાગતી હતી , રીમા ખુશ થયી ને ઝમકુ ને કહે છે મેડમ તમે પહેરો છો એ રીત મને શિખવાડો ને ,હા આવો ટ્રાયલરુમ મા લયી જયી શીખવાડે છે ,રામુ આઈશક્રીમ લયી આવે છે ને બધા આઈશક્રીમ ખાય છે ને શોરુમ ના વખાણ કરે છે ને ઝમકુડી રીમા ને સાડી પહેરવાની રીત શીખવાડે છે ,.....ને રીમા લગ્ન માટે બાર ,બનારસી સેલા પસંદ કરે છે ને ખુશી બધી સાડીઓ ને સરસ પેકિંગ કરે છે ,સુકેતુ બીલ બનાવે છે ,....14 લાખ નુ બીલ બને છે ,સુકેતુ પૈસા મુનીમજી ને આપે છે ,કસ્ટમર શોપિંગ પતાવી નીકળે ને રીમા ઝમકુડી ને થેનકયુ મેડમ કહી આભાર માને છે ,.....મુનીમજી કહે છે ઝમકુ વહુ ના પગલાં શુકનિયાળ છે કે પહેલુ જ કસ્ટમર સારી બોણી કરાવી ગયુ ,આમ શોપ માં સતત ઘરાકી ચાલુ હતી ,આજે આવનાર એક પણ કસ્ટમર ખરીદી વીના ગયુ નથી ,આખા દિવસ નો હિસાબ ત્રીસ લાખ નો થયો ,સાજે સુકેતૂ ને ઝમકુ ઘરે પરત આવે છે ને બધા સાથે ઝમકુ ને સુકેતૂ ડાઈનિંગ ટેબલ પર જમવા બેસે છે ,કિશનલાલ કહે છે ઝમકુ વહુ તમે તો કમાલ કરી નાખ્યો .....મુનીમજી નો ફોન આવ્યો હતો ,પહેલા જ દિવસે ત્રીસ લાખ નફો કરયો ,ને હા કસ્ટમર ને આઈશક્રીમ નો આઇડિયા પણ સરસ ,હવે દરેક કસ્ટમર ને આવી રીતે આઈશક્રીમ ખવડાવી ને જ મોકલવા ,સુકેતૂ તને કેવુ રહયુ ,સરસ પપ્પા મજા આવી ગયી ,નવા નવા માણસો મડે ને ,મજા આવી ગયી ,.........ને સમીર તારા શોરુમ માં આજે કેટલુ વેચાણ ,નવ લાખ નુ જ વેચાણ હતુ ,ને મારા શોરુમ મા સેલ્સગલ બદલવી પડશે ,ને આઈસ્ક્રીમ નો આઈડીયા મારે પણ અજમાવો પડશે ,.......પપ્પા હુ એમ કેતો હતો કે આશા ને પણ હવે શોરુમ પર લયી જવ તો કેવુ રહેશે ? .......મને તો કયી વાધો નથી પછી સોનુ ને કોણ રાખશે ? મમ્મી છે ને ઘરે ,.....હમમમ પણ આશા વહુ ને પહેલા ઝમકુ પાસે થી શીખી લે જે ,ને સેલ્સગલ તો છે જ ,શોરુમ માં જવુ્ હોય તો આશા ને થોડુ સજી ધજી ને રહેવુ પડે ,હાઉસવાઈફ ની જેમ લઘરવઘર રહે એ ના ચાલે ,.....લગ્ન કરી ને પાચ વરસ થી ઘર મા આવી છે પણ કદી વ્યવસ્થીત તૈયાર થયી રહયા નથી ને શોપ પર આવુ છુ ,આપણુ કામ શિખવુ છે,......કંચનબેન બોલ્યા હવે ઝમકુ ને જોઈ ને એ પણ કામ શિખવા માંગે છે તો હા પાડી દો ને ,.......હૂ કયા ના પાડુ છુ .....મારે તો સારુ એટલી જવાબદારી ઓછી ,.......ને સમીર ખુશ થાય છે ને આશા પણ ખુશ થયી જાય છે ને ઞમકુ ને કહેછે જમીને હુ તારા રુમમાં આવુ છુ મને તારી જેમ સાડી બાધતા શિખવાડી દે ,હા ભાભી ......જમીને આશા ઝમકુડી સાથે ઉપર એના બેડરૂમ મા જાય છે ,ને સુકેતુ ,સમીર મમ્મી પપ્પા સાથે બેસી ધંધા ને લગતી વાતો કરે છે ,કિશનલાલ કહે છે ,કંચન મુનીમજી નો બે વાગે ફોન આવ્યો ને ઝમકુડી ના વખાણ કરવા લાગયા ને કહયુ સરકાર વહુ તો સાક્ષાત લક્ષ્મી નો અવતાર છે ,....ઝમકુડી એ આશા વહુ ને સુદર રીતે સાડી પહેરિવી ને શિખવાડી પણ દીધુ ને બન્ને દેરાણી ,જેઠાણી નીચે આવ્યા ,ને કંચનબેન કહે કે ઓહો આશા વહુ સરસ લાગે છે ,બસ રોજ આ રીતે જ રેવાનુ ,.....ઝમકુડી એ કહયુ પપ્પા જી એક વાત કવ, હા કહો ને વહુ બેટા , આપણે શોરૂમમાં એક ટેલર ને મશીન સાથે બેસાડી એ તો ...મારા ડીજાઈનર બ્લાઉઝ લોકો ને બહુ ગમયા ,ને મારા બ્લાઉઝ ની ડીજાઈન મે જાતે તૈયાર કરી છે , ટેલર ને પગાર પર રાખીશુ ને હુ ફ્રી સમય મા બ્લાઉઝ ની ડીજાઈન બનાવીશ, આમ પણ આપણે સાડીઓ ને રોલ પોલીશ તો કરાવીએ જ છીએ ,તો સાથે બ્લાઉઝ ને ફોલ ઈન્ટરલોક બધુ તૈયાર કરી ને આપીશુ તો સીધા બે હજાર રૂપિયા ફાયદો વધી જશે ને આપણી આ સુવિધા જોઈ ઘરાકી પણ વધશે ......બધા ઝમકુડી નો આઈડીયા સાભળી ખુશ થયી ગયા ,ને કિશનલાલ એ ખુશ થયી હા પાડી ,બેટા તારુ મગઝ તો જોરદાર ચાલે છે ,હૂ કાલે જ મુનીમજી ને કહી ટેલર ને મશીન ની વ્યવસ્થા કરાવુ છુ ,.......ને સમીર પણ એની શોપ માં પણ ટેલર મુકવાનુ કહે છે ,કિશનલાલ કહે છે જો ઝમકુ તુ બધુ સંભાળવા ની જવાબદારી લેતી હોય તો જ આ નવુ કામ ચાલુ કરીએ ,.....હા પપ્પા જી હુ સંભાળી લયીશ ,આમ ઝમકુડી અજાણ્યા પરિવાર માં દુધ મા સાકર ની જેમ ભળી જાય ,આગળ ની વાત જાણવા માટે વાચો ભાગ @ 9
નયના બા ડી વાધેલા ........
્્્્્્્્્્્્્