TU ANE TAARI VAATO..!! - 21 books and stories free download online pdf in Gujarati

તું અને તારી વાતો..!! - 21

પ્રકરણ 21 તને પામવાની ચાહત.......!!!

રશ્મિકા ને આ રીતે જતાં જોઈ વિજય સહેજ દુઃખી થાય છે.. રશ્મિકાને નારાજ કર્યાંની લાગણી અનુભવે છે... એટલે વિજય પણ બિલનું પેમેન્ટ ચૂકવી ત્યાંથી નીકળે છે... રશ્મિકાને પોતાની બાઇક પાસે ઉભેલી જોઈ વિજય તેની પાસે જાય છે... વિજય બાઇક પર બેસી કી લઈને બાઈક સ્ટાર્ટ કરે છે..

" રશું , જઈએ...?"

"Hmm"

રશ્મિકા પણ વિજયની પાછળ બેસી જાય છે.. રશ્મિકાનો મૌન ચહેરો જોઈ વિજય પણ દુઃખી થાય છે... બાઈક પર જ રશ્મિકાનું મૌન તોડવાના પ્રયત્ન કરે છે...

"રશું ...સોરી...મેં કીધું એમાં ખોટું લાગ્યું ? પણ રશું... આપણે આટલા બધાં ક્લોઝ છીએ તો જવાબ કેમ નથી આપતી યાર... તું ના પાડી દઈશ.. તો પણ હું એ ફરીવાર નહીં કહું..પણ... તું શાંત નહી રહે ને.... પ્લીઝ...!!!"

વિજય આટલું બધું બોલી જાય છે...પણ રશ્મિકા કશું બોલતી નથી..બસ વિચારોમાં ખોવાઈ રહે છે....


" તને કેમ કરીને સમજાવું યાર...
કે તારા પ્રેમની મુસાફર છું હું...
પણ મારી જવાબદારીઓ
મારી સામે છે યાર....
તને કેમ કરીને સમજાવું યાર..!!!"


વિજય પણ કંઈ જ બોલતો નથી.... થોડી ક્ષણમાં બંને ઓફિસ પર પહોંચી જાય છે...રશ્મિકા સીધી જ હર્ષદભાઈની કેબિનમાં જાય છે અને વિજય પણ તેની પાછળ જાય છે ....રશ્મિકા હર્ષદભાઈની બાજુની chair પર બેસી જાય છે ...વિજય હર્ષદભાઈના ટેબલની સામે ઊભો રહી જાય છે.....

Good morning... હર્ષદભાઈ.."

"Very Good Morning.... વિજય.."

"હર્ષદભાઈ.... આજનું Work...?"

"હા... વિજય... મેં તને એક Document File mail કરી છે.. તારા PC માં ખોલીને આ ફાઈલ સાથે Match કરવાની છે...."

"Ok... હર્ષદભાઈ..... થઈ જશે..."

"આ....લે આ ફાઈલ..."

"Hmmmm..."

વિજય હર્ષદભાઈના ટેબલ પરથી જો ફાઈલ લઈ લે છે..... સાથે સાથે રશ્મિકા સામે નજર પણ ફેરવે છે.... પણ રશ્મિકા એના અસિમિત વિચારોમાં જ ખોવાયેલી છે.... અને વિજય ત્યાંથી નીકળી પોતાના કેબિન તરફ ચાલ્યો જાય છે.....

હર્ષદભાઈ pc માં પોતાનું કામ કરી રહ્યા છે.... પણ રશ્મિકાનું મૌન તેનાથી અજાણ નથી...

"રશું.... બેટા.... આજે કેમ શાંત બેઠી છે...??"

"કંઈ નહીં... પપ્પા..."

હર્ષદભાઈ રશ્મિકા સામે જુએ છે.... રશ્મિકાનો ચહેરો જોઈ હર્ષદભાઈને અંદાજ આવી જાય છે...

"રશું.... બેટા... તું કંઈક ચિંતામાં છે પણ કહેતી નથી..."

"Hmmm."

"બેટા... બોલને.... શુ tension છે?..."

"પપ્પા... મારે પ્રેમ સાથે નથી રહેવું...!!"

"કેમ... બેટા...?.. આવું કેમ બોલે છે...!!"

"પપ્પા... પ્રેમ એનો બધો જ સમય એની ઑફિસ અને એના કામ પાછળ જ વિતાવે છે.... શું તેના માટે હું કંઈ જ નથી...??"

""બેટા... એવું ના બોલ... પણ શાયદ એને કામ વધારે પડતું હશે..."

"પપ્પા.. કામ બધારે 1 દિવસ હોય, વધારેમાં વધારે 4 દિવસ અથવા તો અઠવાડિયું કે 15 દિવસ ચાલે...!! બે વર્ષ સુધી નહિ...!!"

" Ok... બેટા... તું ચિંતા ના કર... અને રડવાનું બંધ કર... આજે આપણે ઘરે જઈને સાંજે તારા મમ્મી સાથે ચર્ચા કરીએ... પછી નિર્ણય કરીએ બેટા... અને રશું ... હું અને તારા મમ્મી પ્રેમને સમજાવીશું... પણ બેટા છોડી દેવું એ જ સોલ્યુશન તો નથી ને...!!??"

" Hmmm"

"એક કામ કર... તું ઘરે જતી રહે.... તને સારું લાગશે..."

"નહીં પપ્પા.... ઘરે મને વિચારો જ આવ્યા કરશે..."

"Ok... તો બેટા... વિજય સાથે બેસ.... એ વાતો કરાવશે તો બધું ભુલાઈ જશે..."

"Ok...પપ્પા.."

રશ્મિકા ત્યાંથી ઉભી થઈ વિચારો સાથે કેબિનની બહાર નીકળે છે...


"જ્યાંથી પગલાં પાછા પડે છે..
ત્યાં દુનિયા ધક્કો મારે છે....
ને જ્યાં પગલાં પાડવાની ઝંખનાઓ છે...
ત્યાં સમાજ તેની પરંપરાઓ લઈને આવે છે..."


રશ્મિકા વિજયના કેબિનમાં જઈને દરવાજા પર ટકોરો માટે છે.... વિજય રશ્મિકા સામે જુએ છે....

"અરે... રશું..!!!... આવ..ને.."

"Hmmmm"

રશ્મિકા વિજયના કેબિનમાં Enter થાય છે.... વિજયની સામે Chair લઈને બેસી જાય છે...

"રશું...I am so sorry..."

"ભૂત... તમે શું કામ Sorry બોલો છો...??"

"બસ... એમ જ..."

"But... ભૂત મને એક Question છે..."

"બોલ ને રશું..."

"શું હું મારું દુઃખ અત્યારે share કરી શકું..?"

"ગાંડી.... આવું પૂછવાનું હોય...!!?"

"ના..."

"તો કેમ પૂછ્યું..?? પણ રશું કંઈ થયું છે..? અને દુઃખ...!?? કંઈક તો થયું છે... રશું... બોલને શુ થયું...?? Plzzz"

"ભૂત.... મારા લગ્નને બે વર્ષ થયાં.... પણ હું અને પ્રેમ ક્યારેય એક બીજાની નજીક નથી રહ્યા.... even એ અમારા લગ્નની પહેલી રાતે પણ ઑફિસના કામમાં જ હતાં... અને આજે પણ એમાં જ રહ્યા.... મને એ ઘરમાં જેલ જેવું લાગે છે... અને હું એકલી જ કેદી...!! અને આ બાબતે જ અમારે ગઈ રાત્રે ઝઘડો થઈ ગયો.... અને મેં એમની બહુ જ ખરાબ રીતે Insult કરી નાખી હતી.... અને હવે મને તેની સાથે રહેવાની કોઈ ઈચ્છા નથી.... અને અત્યારે જ પપ્પાને વાત કરી તો પપ્પા કહે છે કે તેઓ તેને સમજાવશે... પણ નથી સમજાવટ કરવી યાર.....કોઈ પણ સમજાવટ નહીં.... plz ભૂત help me... હું શું કરું.... મારે આવા બંધનમાં નથી રહેવું...!!"

"રશું...Relax... તું પહેલા તારી આંખના આ કિંમતી આંસુને લૂછી નાખ ને.... plzz..."

"Hmmm"

"રશું.... મારી વાત સાંભળ.... તું પહેલાં શાંતિથી એકવાર તારા મનની વાત સાંભળ.... જો તારે નથી રહેવું તેની સાથે તો તું સીધી જ વાત કરી દેજે..... અને જો તને એવું લાગે કે તારે એને એક Chance આપવો જોઈએ તો એ રીતે વાત કરજે.... અને સૌથી પહેલી વાત.... રશું આ બધાની વચ્ચે તારા મમ્મી અને પપ્પાનો વિચાર પહેલા કરજે....."

"Hmmm"

"હું શું કહેવા માંગુ છું તું સમજે છે ને.... રશું..!!"

"Hmmm.... એક વાત કહું...??"

"હા... રશું... બોલને..."

"ભૂત..."

"બોલને રશું.... બેધડક બોલી જા.... ગભરાઈશ નહીં..."

"ભૂત.... મને તારી વાતો કરવાની, વિચારવાની, તારી ચાલ, તારી સાથે ઝઘડવાની, તારી ખુશ રહેવાની અને બીજાને હિંમત આપવાની આદતો ખૂબ જ પસંદ છે... અને તારી આ જ આદતો હવે મારા રગેરગમાં ઉતરી ગઈ છે..... અને હૈયું વારંવાર મને કહ્યા કરે છે કે , 'તું જા ને એની પાસે દોડીને ....' અને કહી દે..... 'વિજય, I love you too....' પણ શું આપણા સંબંધને સમાજ સ્વીકારી શકશે....!!??."

"રશું... રશું....રશું.....રશું.... આ તું જ છે ને...!! આ...આ..... આ... તું જ બોલે છે ને....!!"

"ભૂત.... Wait..મારા છેલા પ્રશ્નનો જવાબ...!!???"

વિજય પણ રશ્મિકાનાં પ્રશ્નથી ગંભીર બની જાય છે... પણ જાણે હૈયામાં ઉઠતી એની એ ખુશી દરવાજો ખટખટાવી રહી હોય એમ વિજય રશ્મિકા સામે જોઈ રહે છે....


"દુનિયાની દરેક મુશ્કેલીઓને
પાર કરી જઈશ...
બસ તારા હૃદયનો દ્વાર
ખુલ્લો રાખજે માત્ર મારા માટે....
ને મારા હૃદય સુધી
પહોંચવાની ચાવી એટલે...
તું અને તારી વાતો.....!!!"

******


To be continue.....
#Hemali...
#Rashu...
@Ruh


શું વિજય અને રશ્મિકા સાથે રહી શકશે...? શું રશ્મિકા પ્રેમ ને છોડી શકશે...?શું હર્ષદભાઈ અને સવિતાબેન રશ્મિકાની વાતને સમજી શકશે..?જુઓ આવતા અંકે...