TU ANE TAARI VAATO..!! - 24 books and stories free download online pdf in Gujarati

તું અને તારી વાતો..!! - 24

પ્રકરણ 24 પાગલ છું હું...!!

" આ મંદિર છે...અહીંયા તમે મેળાવડા કરવા આવો છો..??"

"ના... પંડિતજી , અમે તો જસ્ટ બેસવા આવ્યા હતા.."

" હા ....ભાઈ ...એ તો મે જોયું.."

" ભૂત...રહેવા દો ને...ચાલો, અહીંયાથી જઈએ..."

" પણ ક્યાં જઈશું..??"

"તમારે ઓફિસ વર્ક પૂર્ણ થઇ ગયું ને...!???"

" હા.. તો... ચાલો મારી સાથે.."

રશ્મિકા પોતાની ડાયરી પોતાના પર્સમાં મૂકે છે ...ને ઝડપથી વિજયની ફાઈલને એ બેગમાં મુકાવી રશ્મિકા વિજયને ખેંચીને બાઇક પાસે લઈ જાય છે.....

"વાંદરી...ક્યાં લઈ જાય છે...???"

"ચાલ ને ભૂત... હું કહું છું ને ..."

"વાંદરી.."

" ચાલો..બાઈક સ્ટાર્ટ કરો.."

"Hmm.. વાંદરી .."

વિજય બાઈક સ્ટાર્ટ કરે છે.. રશ્મિકા પાછળ બેસી જાય છે.. વિજય બાઇક લઇને મંદિરની બહાર નીકળે છે અને ત્યારપછી રશ્મિકા તેને રસ્તો બતાવે છે ...

"વાંદરી.. ક્યાં લઈ જાય છે ..!!"

"ભૂત..બાઈક ચલાવો ને..."

ધીમે ધીમે બન્ને વાતો કરતા ....તો રસ્તો બતાવતાં બતાવતાં બંન્ને બાઈક પર પોતાના મુકામે પહોંચવા મશગુલ છે.. બંને રશ્મિકાની બતાવેલી જગ્યા પર પહોંચી જાય છે...

"Wow... ક્રોઝ વે..!!??"

" વાંદરી, સીધુ કીધું હોત તો.??"

" આની પણ મજા છે ને..??"

"પણ... આપણે આ બ્રિજ પર કેવી રીતે બેસીશું..??"

" ભૂત...બ્રિજ નીચે જગ્યા છે ...ચાલો લઈ જાઉં.."

"Hmm"

વિજય અને રશ્મિકા બાઈક પાર્ક કરે છે ..અને રશ્મિકા વિજય ત્યાંથી ચાલીને બ્રિજ નીચેની જગ્યામાં જાય છે ....
એકદમ સીધા ઢોળાવવાળી જગ્યા છે આજુબાજુ તાપીમૈયાથી પાંગરેલી હરીયાળી જગ્યા... અને નીચે ઉતરતા જ તાપીનો તટ.... સામે દેખાતો તેજસ્વી સૂર્ય, જેને ધીમે ધીમે ક્ષિતિજ પુંજતણી ખેંચી રહી છે...

" વાહ...રશ્મિકા સિંઘાનિયા.. તમારો જવાબ નહીં..!!"

" જાવ.. ને ભૂત ...બેસીએ..?"

"હા ...વાંદરી.."

" પણ ...ભૂત..અહીંયા ધ્યાન રાખવું પડશે નહીં તો પડી જવાશે..!!"

" હા..વાંદરી.."

બન્ને એકબીજાનો હાથ પકડી વ્યવસ્થિત રીતે નીચે ઉતરે છે ને બંનેના મુખ પર નટખટ અને સંતોષી સ્માઈલ છે... બંને મનપસંદ જગ્યા પસંદ કરી બેસે છે ...."

"રશું...આઇ લવ યુ.."

"તો ..??"

"તો... I hug you.."

"તો..??"

"વાંદરી..!!"

" ભૂત..!!"

" પાગલ..!!"

" હા ...છું.. ગાંડી તારી પાછળ.."

" તને જોયા પછીના
અહેસાસોથી ભરપુર છું હું..
તારા અહેસાસોને ક્ષણે
ક્ષણે અનુભવું છું હું..."


"વાહ ...વાંદરી..!!"

"હવે.. તમે કંઈક બોલોને ભૂત.."

"Ok "

" તારી સાથે વાતો કરવા
આતુર છું હું...
તને સાંભળવા માટે
જ તો જીવું છું હું.."


"વાહ... ભુત.."

" Now..your turn.."

"તને જોવા માટે
તરસું છું હું..
તારી આંખોમાં જ
વસુ છું હું..."


"વાહ...વાંદરી હવે હું..!!"

"તારી આંખોમાં મને જોઈને
શરમાવ છું હું...
તારી શરમાળ હાસ્યને
જોઈને પાગલ છું હું..."


"પાગલ..fine.."

"તારા પાગલપણાંથી શરૂ થતી
મારી અદાઓથી ઘેલી છું હું..
તારી અદાઓ પાછળ તો
ગાંડી છું હું.."


"Wow..રશું.."

" તારામાં જ મને પામું છું હું..
તું અને હું માંથી
આપણામાં રમું છું હું.."


"ભૂત ...nice...."

"તારા હૃદયમાં જ વસું છું હું...
તારા ધબકાર ગુંજુ છું હું..."


"વાંદરી.."

" તારા જીવનની શાયરી છું હું..
તારા દરેક શબ્દનો પ્રાણ છું હું..."


"Right...ભૂત.."

" તું છે એટલે જ તો છું હું..
તારામાં જ ઈશ્વરને પામું છું હું.."


"હા... વાંદરી.."

" પ્રેમ છે એટલે જ તો સાથે છું હું..
તારા પ્રેમથી જ તો પાગલ છું હું.."


" વાહ..ભૂત... આઇ લવ યુ..."

" હાયલા.."

વિજયના ચહેરા પર ખુશી જોઇને રશ્મિકા ખડખડાટ હસવા લાગે છે અને વિજયની સામે જોઈ રહે છે...

" વાંદરી.. આવી જ ખુશ રહે... ને.."

" હવે..તડકો લાગે છે...જઈએ..??"

"Hmm..વાંદરી.."

બંને પોતાની જગ્યાએ જ ઊભા થાય છે..સાથે બેલેન્સ પણ કરે છે.. કારણ કે સીધા ઢોળાવવાળી જગ્યાના લીધે પણ પગ લપસી જાય ... બંને ઉપર જવા માટે આગળ ચઢે છે.. એવામાં રશ્મિકાનો પગ લપસી જાય છે અને રશ્મિકા વિજયનો અચાનક હાથ પકડી લે છે વિજય પણ પોતાનું બેલેન્સ ગુમાવે છે ને વિજય અને રશ્મિકા બંને ત્યાંથી નીચે તરફ ગબડવા લાગે છે.....

************


To be continue...
Hemali gohil
@RUH
@rashu

શું થશે વિજય અને રશ્મિકાનું..?? શું એમને કોઈ ઇજા થઇ હશે...?? શું તેઓ સલામત રીતે ઘર પહોંચી શકશે...?શું તેઓ એકબીજાની સાથે રહી શક્શે..?જુઓ આવતા અંકે..