Premni Anukampa - 14 books and stories free download online pdf in Gujarati

પ્રેમની અનુકંપા - ભાગ ૧૪

નાસ્તા હાઉસ પર નાસ્તો કરીને વીર અને પ્રકૃતિ બહાર આવ્યા ને પલ્લવી ની રાહ જોવા લાગ્યા. વીર વિચારવા લાગ્યો કે પલ્લવી આવશે તો પ્રકૃતિ શું કરશે.? હું પલ્લવી સાથે જતો રહીશ તો પ્રકૃતિ ક્યાં હશે કેમ સમય પસાર કરશે.?

વીર ને વિચારતો જોઈને પ્રકૃતિ બોલી.
વીર તું ચિંતા કરીશ નહિ પલ્લવી તને લેવા આવશે ત્યારે હું દૂર જતી રહીશ.

અમે પાછા ફરીશું નહિ ત્યાં સુધી તું શું કરીશ. ક્યાં સમય પસાર કરીશ.?

એ ચિંતા ન કર વીર. કોઈ સારી જગ્યાએ જઈને સમય પસાર કરી લઈશ.

ધીમે ધીમે વાતો કરતા રહ્યા ત્યાં એક સ્કુટી તેમની પાસે અચાનક આવીને ઊભી રહી. તે પલ્લવી હતી. પલ્લવી બન્ને પાસે આવી ત્યારે બંનેને ખબર નહિ. એટલે પલ્લવી એ વીર ની સાથે કોઈ યુવાન છોકરી ને જોઈને બોલી.
વીર આ કોણ છે.?

વીર હંમેશા સાચું બોલતો એટલે જાજો વિચાર કર્યા વિના તરત બોલી ગયો. આ પ્રકૃતિ છે.

સ્કુટી ની નીચે ઉતરીને પલ્લવી એ પ્રકૃતિ સાથે હાથ મિલાવ્યો.

પલ્લવી એ કહ્યું. વીર ચાલ બેસી જા.

પ્રકૃતિ તરફ નજર કરી. પ્રકૃતિ એ પણ વીર તરફ નજર કરી. બંને વિચારવા લાગ્યા શું કરવું. ત્યાં પ્રકૃતિ આગળ ચાલવા લાગી.

ક્યાં જાય છે પ્રકૃતિ.? તું વીર ની જેમ આ શહેર થી અજાણ છે. ચાલ તું પણ વીર ની સાથે બેસી જા.

આ વડોદરા શહેર છે એક ગાડી પર ત્રણ સવારી કરીશું તો પોલીસ આપણ ને પકડશે. પ્રકૃતિ તરફ નજર હટાવીને પલ્લવી ને કહ્યું.

એ ચિંતા કરીશ નહિ આ મારું શહેર છે મને બધું ખબર હોય. વીર તને એકલા સાથે લઈ જઈને પ્રકૃતિ ને મુસીબતમાં મૂકવા નથી માંગતી. એટલે તમે બંને મારી સ્કુટી પાછળ બેસી જાવ.

પલ્લવી પાછળ વીર અને પ્રકૃતિ બેસી ગઈ. બન્ને સ્કુટી પાછળ બેસી ગયા એટલે પલ્લવીએ સ્કુટી હંકારવા લાગી. ચાલતી સ્કુટી પર જ્યારે પલ્લવી બ્રેક મારતી ત્યારે પ્રકૃતિ આગળ ખચતી અને વીર સાથેની એટ્સમેન્ટ વીર ને ઉતેજીત કરી રહ્યું હતુ. પ્રકૃતિ નો સ્પર્શ વીર માટે આનંદ દાયક હતો. છતાં પણ તે પલ્લવી ની વધુ લગોલગ બેસવાનો પ્રયાસ વીર કરતો રહ્યો.

પલ્લવી એક સારી જગ્યાએ અને આરામથી બેસીને વાત થઈ શકે તેવી જગ્યાએ લઈ જવા માંગતી હતી એટલે પલ્લવીએ પોતાની સ્કુટી બાપોદ તળાવ પાસે લઈ ગઈ. ત્યાં સ્કુટી પાર્ક કરીને બધા બાપોદ તળાવમાં દાખલ થયા.

હાથમાં હાથ નાખીને વીર અને પલ્લવી તળાવનાં ફરતે ચક્કર લગાવવા લાગ્યા. પાછળ પાછળ પ્રકૃતિ આવી રહી હતી. પહેલા જે વીર પ્રત્યે ધિક્કાર ભાવમાં હતી તે આજે દેખાઈ રહી ન હતી. એમ લાગે કે પલ્લવી ને વીર સાથે જોઈને ઈર્ષા થઈ રહી હતી. પણ તે શું કરે તેણે જ તો વીર ને વડોદરા જવાની સાથે આવવાની પરવાનગી આપી હતી. પણ તેણે કરેલો નિર્ણય પર અત્યારે તેને અફસોસ થઈ રહ્યો હતો.

તળાવ ની લહેરો વચ્ચે આવતો ઠંડો પવન પલ્લવી અને વીર ને રોમેન્ટિક બનાવી રહ્યો હતો. બપોર ની શાંતિમય વાતાવરણ તેમને આનંદિત કરી રહ્યું હતુ. પલ્લવી ને મન તો થયું કે વીર ની બાહોમાં સમાઈ જાવ. મારા ખોળામાં તેમની માથું હોય અને હું વ્હાલ કરતી કરતી તેની સાથે વાતો કરતી હોય. આવી કલ્પનામાં પ્રકૃતિ તેને અડચણ રૂપ લાગવા લાગી. કેમકે જ્યાં સુધી બે પ્રેમી લોકો પાસે કોઈ બીજું જ હોય ત્યારે તેમનું મૂડ ઓફ થઈ જતું હોય છે. બસ એમ જ પ્રકૃતિ ને પાસે જોઈને પલ્લવી નું મૂડ ઓફ થઈ ગયું.

પ્રકૃતિ સમજી રહી હતી કે મારા કારણે આ બન્ને રોમાંસ કરી નથી શકતા પણ તે અંદર થી એવું જ વિચારી રહી હતી કે વીર ને પલ્લવી બસ વાતો જ કરે આગળ કઈ જ નહિ. એટલે તે તેમની પાસે ચૂપચાપ બેસી રહી.

ઘણો સમય વીત્યો એટલે હવે પલ્લવી એમ સમજવા લાગી કે વીર અને મારી મુલાકાત પ્રકૃતિ નાં કારણે ઓપસારિક બની રહી હતી. અમે બંને નજીક હોવા છતાં દૂર છીએ. રોમેન્ટિક પળ બનશે એ કલ્પના તો શું સરખી પ્રેમ ની વાતો પણ થઈ રહી ન હતી. આખરે પલ્લવી ને ગુસ્સો આવ્યો અને તેણે પ્રકૃતિ ને કહી દીધું.

પ્રકૃતિ તું અહી થી દુર જતી રહે. મારે વીર સાથે અગત્યની વાતો કરવી છે.

મો બગાડીને પ્રકૃતિ ચાલવા લાગી. તેને પલ્લવી નો આ બિહેવિયાર પસંદ આવ્યો નહિ. પાસે બેઠેલ વીર પણ કઈ બોલી શક્યો નહિ.

પ્રકૃતિ દૂર ગઈ એટલે વીર નું ખુબ નજીક આવીને પલ્લવી બેસી ગઈ. તેણે વીર ને હગ કર્યું અને પછી એક કિસ પણ કરી. પણ જાણે વીર ખુશ ન હોય તેમ પલ્લવી નો સાથ આપ્યો નહિ. તે નર્વસ થઈ બેસી રહ્યો. ક્યાંક ક્યાંક પોતાનો પ્રેમ પલ્લવી બાજુમાં બેઠી હતી તો પણ તે પ્રકૃતિ ના વિચારોમાં ખોવાયેલ રહ્યો. પછી પલ્લવી ને ખોટું ન લાગે તેમ તે પલ્લવી સાથે પ્રેમભરી વાતો વીર કરવા લાગ્યો.

ઘણો સમય વીત્યો એટલે પ્રકૃતિ બન્ને પાસે આવીને બોલી.
"ચાલ વીર હવે જઈએ. સાંજ પહેલા ઘરે પહોચવાનું છે. મોડું કરીશું તો પપ્પા ને હું શું જવાબ આપીશ."

વીર ઊભો થવા જાય છે ત્યાં પલ્લવી તેને રોકી રાખે છે. અને કહે છે.
હજુ તો હમણાં આવ્યો છે તો એમ હી તને કંઈ રીતે જવા દવ. પ્રકૃતિ તું એકલી ચાલી જા. વીર અહી રોકાશે મારી સાથે.

વીર ઊભો થયો અને પલ્લવીને કહેવા લાગ્યો. જો પલ્લવી મારો સામાન અમદાવાદ પડ્યો છે. અને પ્રકૃતિનાં પપ્પાને પ્રેમિસ આપ્યું છે કે હું સાંજે આવતો રહીશ. એક કામ કર પલ્લવી. મને અત્યારે જવા દે. હું અમદાવાદ થી પાછો ફરીશ ત્યારે રિટર્નમાં તને મળતો જઈશ બસ..

પલ્લવીએ ફરી વીર નો હાથ પકડીને બેસાડ્યો ત્યારે પ્રકૃતિએ ફરી કહ્યું. વીર આપણે મોડું થઈ રહ્યું છે. આપણે હવે જવું જોઈએ.

અત્યાર સુધી પલ્લવી ને પ્રકૃતિ પ્રત્યે થોડી લાગણી હતી પણ હવે પ્રકૃતિ જાણે દુશ્મન હોય તેવું લાગવા લાગ્યું એટલે હવે પ્રકૃતિ અને પલ્લવી વચ્ચે ઝગડો થાય તે પહેલાં વીર પ્રેમથી પલ્લવીને સમજાવવા લાગ્યો.

પપ્પા ના કહેવાથી મારે અમદાવાદ પ્રકૃતિ ને મળવા જવું પડ્યું. મારી બિલકુલ ઈચ્છા હતી નહિ. તું મારો પ્રેમ છે અને રહીશ. આટલો વિશ્વાસ રાખજે. હું જલ્દી ફરી તને મળીશ. આટલું વીરે કહ્યું એટલે પલ્લવી માની ગઈ અને બન્ને ને ફરી હાઇવે પર મૂકી આવી. જતી વખતે પલ્લવી થોડી ગુસ્સે જરૂરથી હતી પણ વીર પરનો તેનો વિશ્વાસ ગુસ્સાને કાબૂ કરી લીધો.

પલ્લવી તો તેના ઘરે જતી રહી. વીર અને પ્રકૃતિ બસ ની રાહ જોવા લાગ્યા. વીર ફરી ઇચ્છતો હતો કે કોઈ સોફા વાળી બસ મળી જાય અને ફરી જે આવતી વખતે બસમાં ઘટના બની હતી તે ફરી બને. પણ એવું થયુ નહિ એક એસટી બસ આવી અને પ્રકૃતિ બસમાં ચડી ગઈ. એટલે વીર પણ બસમાં બેસી ગયો. બસ થોડી ખાલી હતી એટલે બન્ને ને આરામ થી બાજુબાજુમાં સીટ મળી ગઈ.

પ્રકૃતિ નાખુશ હતી. તેનું મો પડી ગયેલું જોઈને વીરે સોરી કહ્યું.
"સોરી મારા કારણે તારે અપમાન સહન કરવું પડયું. મે ક્યારેય વિચાર્યું ન હતું કે પલ્લવી તારી સાથે આવો બિહેવિયર કરશે."

કઈ વાંધો નહિ વીર. જે થયું તે. પણ એક વાત કહું. હું તારી દોસ્ત થી વિશેષ છું.

શું પ્રકૃતિ વીર નાં પ્રેમમાં પડી ગઈ. કે વીર પ્રકૃતિ ના પ્રેમના પડી ગયો.? શું હવે પલ્લવી સાથે નો પ્રેમ ભૂલીને વીર પ્રકૃતિ નાં પ્રેમમાં પડશે. વીર ને બન્ને તરફ થી પ્રેમ દેખાય રહ્યો હતો. તો શું તે કોઈ એક ને પસંદ કરશે કે બન્ને સાથે પ્રેમ કરતો રહેશે.? જોઇશું આપણે આગળના ભાગમાં...

ક્રમશ...