Gumraah - 17 books and stories free download online pdf in Gujarati

ગુમરાહ - ભાગ 17


ગતાંકથી....

ક્લીક - ક્લીક -ક્લીક !"
પૃથવીએ શ્વાસ લેવો બંધ કર્યો .તેને લાગ્યું કે તે અવાજ પેલી પેટી કે જે મજૂરો એ લાવી તે રૂમમાં વચ્ચોવચ મૂકી હતી તેમાંથી જ નીકળતો હતો. અવાજ શાંતિ થતો હશે ? પણ એટલા મા તે રહસ્ય ખુલી રહ્યું હોય તેવું તેને દેખાયુ:

હવે આગળ....

" ક્લીક -કલીક -ક્લીક"
અવાજ ચાલુ રહ્યો અને પેટીના ઢાંકણા નું વચ્ચેનું પાટીયુ એક બે ઈંચ ઊંચું થયું ,અને ધીમે રહીને તે આખું ખુલી જઈને એક માણસનું માથું બહાર નીકળતું જણાયું .

'ક્લીક -ક્લીક' અવાજ બંધ થઈ ગયો. તે માણસનું મોઢું બારણા ની સામેની બાજુએ હતું.
પૃથ્વી જો કે આ દેખાવથી સ્તબ્ધ બન્યો પણ તેણે સમય સૂચકતા વાપરી એક બાજુ ખસી ગયો. એટલા માટે કે જો તે મોઢું ફેરવે તો તેને પોતે જોઈ શકે પણ પોતે તેની નજરે ન પડે .પરંતુ તેની અજાયબી વચ્ચે જણાયું કે ડોકું પાછું પેટીમાં સમાઈ ગયું, અને પેટી બંધ થઈ ગઈ.

હવે શું કરવું ? આજ ને આજ આ રૂમમાં ન પ્રવેશવું એમ નક્કી કરી પૃથ્વી સીડી ચડીને પોતાના રૂમમાં આવ્યો. પોતાના રૂમમાં દાખલ થતા જ હવે શું પગલું ભરવું તેનો વિચાર તે કરવા લાગ્યો. છુપી પોલીસના માણસો ક્યાં હશે? તેઓને એકદમ ખબર પહોંચાડવી જોઈએ અને આ શોધ' લોકસેવક'ના પ્રતિનિધિઓ કરી હતી એ વાત પણ જાહેર જણાવી જોઈએ. તે વિચારવા લાગ્યો કે આજે મેં જે કંઈ જોયું તે 'લોક સેવક'માં મોકલાવું તો નવી ખબરથી લોકોનો આકર્ષણ થશે. તેને સંગીન પાયા પર લાવી શકશે ;અને' લોક સેવક' સાથે તેને જોડી દેવાની જરૂર નહીં રહે."

"સાહેબજી-"
આ અવાજથી પૃથ્વી ચમક્યો. તેના વિચારોમાં ભંગાણ પડ્યું .કોણે 'સાહેબજી' કહ્યું એ જોવા તેણે બારણામાં નજર કરી તો ખુલ્લા બારણામાં પહોળો ઊંચો એક દાઢીવાળો માણસ તેને ઉભેલો જણાયો.

"તમે કોણ છો?" પૃથ્વી એ પૂછ્યું.

"ઓહ,સોરી સોરી ..મેં ભૂલ કરી છે હું ખોટા રૂમમાં આવી પહોંચ્યો છું ."તે માણસે જવાબ આપ્યો.

"તમે છો કોણ?" પૃથ્વી એ ફરી પ્રશ્ન કર્યો.

"હું તમને જોતા ઓળખું છું તમે 'લોક સેવક'ની ઓફિસમાં છો ખરું ને? "આગંતુકે સામો સવાલ કર્યો.

"પણ તમે કોણ?" પૃથ્વી તેનો સવાલ ફરી પૂછ્યો.

"અધિરા ના થાઓ, આમ જુઓ ."એમ કહી તે અજાણ્યા માણસે પોતાનું કાર્ડ તેના હાથમાં મૂક્યું.

ઓ ઇન્સ્પેક્ટર ખાન, મુંબઈ પોલીસ .પૃથ્વીએ તે કાર્ડ વાંચી પૂછ્યું : "તમે બદમાશ ટોળીની તપાસ માટે આવ્યા છો ?"

"હા- પણ આટલે મોટેથી ન બોલો"

"ઇન્સ્પેક્ટર સાહેબ, તમે ખોટા જ રૂમમાં આવ્યા છો. તમારે જોઈતો માણસ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર છે."

"શેના આધારે એમ કહો છો?" ઇન્સ્પેક્ટર એ પૂછ્યું. પૃથ્વી એ પોતે જે બધું જોયું હતું તે ઝડપથી ઇન્સ્પેક્ટરને કહી સંભળાવ્યું .

"હું એને પકડીને જ રહીશ." ઇન્સ્પેક્ટર ખાને કહ્યું.
"હું કાંઈ મદદ કરી શકું?" પૃથ્વીએ પૂછ્યું.
"નો, નો થેંક્યુ વેરી મચ. હું એક તેને પૂરો પડીશ; પણ તમે બારણું ખોલું રાખીને ઊભા રહેજો. જો કદાચ તે છટકી જવા ની ટ્રાય કરે તો સીડી આગળ તેને તમે..."

"હું સમજ્યો ,ઇન્સ્પેક્ટર ."પૃથ્વી એ કહ્યું.

ઇન્સ્પેક્ટર ખાન ઝડપથી નીચે ઉતર્યો .પૃથ્વીને ખાતરી હતી કે હવે કાંઈ પણ નવાજૂની થશે જ. આ વખતે કદાચ ઝપાઝપીને મારામારી થાય. તૈ આતુરતાથી હવે શું બને એની રાહ જોતો પોતાના બારણામાં ઉભો. પણ તે વખતે રસ્તા ઉપર પસાર થતી કારનો અવાજ બારી ખુલ્લી હોવાથી એટલો બધો થયો કે બીજું કંઈ સાંભળી શકાતું નહોતું .કારના ગયા પછી પણ નીચે કાઈ સંભળાયું નહીં તેથી પૃથ્વી એ ધાર્યું કે ઇન્સ્પેક્ટરે પહેલી પેટીવાળા માણસને બહુ સહેલાઈથી પકડી પાડ્યો હોવા જોઈએ.

થોડી મિનિટ બાદ કોઈના ઉપર ચડવાના પગલાનો અવાજ સંભળાયો પૃથ્વીએ સહેજ વાંકા વળીને જોયું તો માત્ર ઇન્સ્પેક્ટર ખાન એકલો જ આવતો જણાયો. તેને મદદ જોઈતી હશે એમ ધારી પૃથ્વીએ સામે જવા માંડ્યું પણ પોતાના હાથ વડે પૃથ્વીને પાછા વળવા ઈશારો કરી ખાન ધીમો બબડ્યો કે જે પૃથ્વીથી સાંભળી શકાયું નહીં, પણ તેને ધાર્યું કે મને ચૂપ રહેવા માટે ઇન્સ્પેક્ટર કંઈ ગણગણ્યો હશે તેથી તે પોતાની જગ્યાએ ઉભો રહ્યો. ઇન્સ્પેક્ટર ખાન ત્યાંથી જ પાછો ફર્યો .પછી મકાન બહાર રસ્તામાં નીકળી પડ્યો.

અચાનક રસ્તા ઉપર થી મોટી બૂમો તથા ઝપાઝપી ના અવાજો સંભળાયા .

પૃથ્વી એ પોતાના રૂમની બારીએ જઈને જોયું તો જે દેખાવ તેની નજરે પડ્યો તેથી તે વધુ ગૂંચવાડામાં પડ્યો. ઇન્સ્પેક્ટર ખાનની સાથે બે માણસોને તેણે ઝપાઝપી કરતા જોયા. એકાએક ઇન્સ્પેક્ટર એ પોતાના જમણા હાથનો મુક્કો તેમના એકને એવા જોરથી લગાવ્યો કે તે જમીન પર ચતો પાટ પડી ગયો. એક અણચિંતવ્યા આચંકા થી બીજાની તેવી જ દશા થઈ ઇન્સ્પેક્ટર ખાન જીવ લઈને દોડતો દોડતો ડાબા હાથ પર આવેલી સાંકડી ગલીમાં જતો રહ્યો.

પેલા બે માણસો હવે ઊભા થયા તેમાંના એકે વિહ્સલ વગાડી તેના જવાબ રૂપે વધુ કેટલીક વિહ્સલ વાગી થોડીક જ વારમાં દસ થી પંદર પોલીસના સિપાઈઓ ત્યાં આવી પહોંચ્યા .

જે બે માણસોને ઇન્સ્પેક્ટર સાથે લડતા પૃથ્વીએ જોયા હતા તેમાંનો એક દોડતો દોડતો મકાનમાં આવ્યો અને પૃથ્વીને તેના ઉંબરામાં ઉભેલો જોઈ હાંફતા હાંફતા પૂછ્યું : ' ક્યાં છે? તેઓ ક્યાં છે? તમે તેમને જોયા?"

"કોને?"
"ઇન્સ્પેક્ટર સાહેબ ખાન ને ?"
"અરે ,એ તો પેલી ડાબા હાથ પરની ગલીમાં દોડી ગયા ને?"
"છટ્! છટ્ !એ તો બદમાશ "સિક્કાવાળો" પોતે જ હતો. તેણે તો ઇન્સ્પેક્ટર સાહેબનો બનાવટી વેશ જ પહેર્યો હતો."

"એમ? ત્યારે તો ગ્રાઉન્ડ ફ્લોર ના રૂમમાં ચાલો." એમ કહીને પોતાના રૂમને બંધ કરીને પૃથ્વી તેની સાથે નીચે આવ્યો.

ઇન્સ્પેક્ટર ખાનનો વેશ લેનાર સિક્કા વાળો ??- આ જાણીને પૃથ્વી તો આભો જ બની ગયો. ત્યારે શું મારી સાથે વાત કરનાર એ જ બદમાશ હશે ?આ મનમાં ઘડભાંગ કરતો તે જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર ના રૂમમાં આવ્યો તો ત્યાં ઇન્સ્પેક્ટર ખાનને તેણે પેટી આગળ બેભાન સ્થિતિમાં પડેલો જોયો .પેલો સાદા વેશનો પોલીસ સિપાઈ તેની પાસે બેસી ગયો અને તેનું માથું ઉચક્યું. પણ, પૃથ્વી તો તે જગ્યાએ જડાઈ જ ગયો હોય એમ ઉભો. કારણકે જમીન પર ઇન્સ્પેક્ટર ખાનના હાથથી બે જ ફુટ દૂર એક ચક્કર પડેલું જોયું.

વળી પાછું એ જ સફેદ ચક્કર? એ પ્રભુ એમાં શું રહસ્ય હશે? આ વિચાર તેમ મનમાં ઊભરાઈ રહ્યો.

ઇન્સ્પેક્ટરને સિપાઈ સાવધ કરતો હતો એટલામાં આંગળી એ રૂમાલ વીંટી પૃથ્વીએ પેલા ચક્કરને ઉપાડી લીધું અને પોતાના ખિસ્સામાં સરકાવી દીધું.

કેટલીક ક્ષણ ચિંતા અને ધ્રાસકામાં વીતી ગઈ .ઇન્સ્પેક્ટર ખાન ભાનમાં આવ્યો. તેનું માથું પહેલા સિપાઈએ પોતાના ખોળામાં રાખ્યું હતું. ખાન રૂમમાં એક અજીબ માણસની જેમ નજર ફેંકતો બોલ્યો : "એણે મને ફેંકી દીધો!"
શું બનાવ બન્યો હશે તે જાણવા પૃથ્વી અધિરો થયો.

"એ બદમાશ ક્યાં ગયો ?"ઇન્સ્પેક્ટર એ પૂછ્યું.

"બે સિપાઈઓ તેની પાછળ દોડયા છે ."સિપાઈએ કહ્યું: અમે તેને પકડવા પ્રયત્ન કર્યો પણ અમને માર મારીને તે નાસી ગયો .પણ આપની આ હાલત કેવી રીતે થઈ?"

શું હશે બનાવ નું રહસ્ય જાણવા માટે વાંચો આગળ નો ભાગ.....
ક્રમશઃ......