Sandhya - 4 books and stories free download online pdf in Gujarati

સંધ્યા - 4

"હા લખી આપીશ." સંધ્યાએ કોઈ જ વિલંબ વગર તરત રીપ્લાય કર્યો હતો.

એ રાજ અને અનિમેષ ના રીપ્લાયની રાહ જોઈ રહી હતી. રાજ ટાઈપિંગ .. ટાઈપિંગ આવતું હતું. પણ હજુ એનો રીપ્લાય ન આવ્યો. સંધ્યાને થયું હમણાં એનું લખવાનું પતશે.. પણ રીપ્લાય આવતો જ નહોતો. અંતે એણે ફરી મેસેજ કર્યો. "તું શું લખે છે? કેટલો લાંબો મેસેજ લખે છે કે શું? જલ્દી લખ ને!"

ગ્રુપ માં એક પછી એક જલ્પા, ચેતના, વિપુલા બધાએ મેસેજમાં કહ્યું "ખબર છે તો કહે ને!"

ત્યાં જ રાજે રીપ્લાય માં કહ્યું , "સવારે વાત. અત્યારે એમાં એવું છે ને કે, મને બહુ ઊંઘ આવે છે, હું આટલું લખતા પણ ઊંઘી ગયો હતો. પણ ફરી તમારા બધાના મેસેજના ટોને મને જગાડ્યો. સ્વીટડ્રીમ બધાંયને. અને સંધ્યા તું તો ખાસ ઊંઘી જજે અને કાલે કોલેજ તારું ડ્રીમ પણ કહેજે."

"એ નૌટંકી બંધ કર તો તારી.. લુચ્ચા! બહુ ભાવ ખાય છે." ગુસ્સાની કેટલી બધી ઈમોજી મોકલી જલ્પાએ મેસેજમાં ગુસ્સો કાઢ્યો.

અનિમેષે પણ મેસેજ કર્યો કે, "હા સાચીવાત સવારના શુભ ચોઘડીયામાં જ સારી માહિતી આપવી યથાયોગ્ય રહેશે બાલિકાઓ. શાંતિથી પોઢી જાવ શુભરાત્રિ"

"આ બન્ને માર ખાવાના થયા છે. તું જો કાલે શુભ ચોઘડીયામાં જ તમારા બંનેની ધોલાઈ કરું." ખુબ જ ગુસ્સામાં આવીને જલ્પાએ મેસેજ કર્યો હતો.

"અરે! યાર શું હેરાન કરે છે બોલ ને!" રિકવેસ્ટ કરતા સંધ્યાએ મેસેજ કર્યો.

આજે તો રાજ અને અનિમેષને સપનામાં ચૂડેલો જ આવશે. તને બીવડાવીને જો સંધ્યાના ઘર સુધી દોડાવશે અને મરઘો બનાવી માફી મંગાવશે! તું કાલે કોલેજ આવ બચ્ચા રાજ.. ગરમ થતા મેસેજમાં ગુસ્સો ઠાલવતો વિપુલાએ રીપ્લાય કર્યો હતો.

સંધ્યાએ અંતે થાકીને મેસેજ કર્યો, "સારું ચાલ તને મજા આવે ત્યારે કહેજે."

"હા, મારી મા! ચાલ હમણાં જ કહું. એનું નામ સૂરજ છે. એ આપણી સામેની કોલેજમાં જ સ્પોર્ટ્સ ના જ કોચ છે. હમણાં જ આવ્યા. અઠવાડિયું પણ માંડ થયું હશે. બહુ જ મસ્ત પર્સનાલિટી છે. પણ..." એક સાથે રાજે મેસેજથી બધું કીધું.

"પણ... શું?" એ તો કહે! સંધ્યાએ અધીરાઈથી પૂછતો મેસેજ કર્યો.

"એ બે બાળકોનો પિતા છે!" અનિમેષે દુઃખી ઈમોજી સાથે સંધ્યાને રીપ્લાય કર્યો.

"અરે યાર! મને આમ હેરાન કરવા જ બોલે છે ને? કહે ને યાર! રીપ્લાયમાં સંધ્યાએ પૂછ્યું.

"હા એ હેરાન કરવા જ કહે છે. એ હજુ ઘણો નાનો છે. તું હવે શાંતિથી તારું કામ કર. મને મમ્મી જમવા બોલાવે છે. ધ્યાન રાખજે સંધ્યા.. ચાલ કાલે મળશું. ચાલો બધાને હેરાન કરવા બદલ માફી નહીં માંગુ, જે થાય એ બધા કરી લેજો." કેટલી બધી સ્માઈલી મોકલી રાજે એ રીપ્લાય કર્યો.

"વાહ! જોયુ નામ બન્નેના જોડે કેટલાં સરસ લાગશે. સંધ્યા અને સૂરજ. જોડી નંબર વન!" રાજી થતા ડાન્સના ઈમોજી મૂકી વિપુલાએ રીપ્લાય કર્યો હતો.

ચાલો, કાલે કોલેજે મળીએ કહીને બધા ગ્રુપમાંથી છુટા થયા હતા.

સંધ્યાના મનમાં એ ચહેરા સાથે નામ પણ ગુંજવા લાગ્યું હતું. એક મનમાં ઉદ્દભવેલુ આકર્ષણ પ્રેમ હતું કે અજાણી ઘેલછા પણ સંધ્યા આ અહેસાસ સાથે ખુબ ખુશ હતી. એને આટલી માહિતી મળી એટલે એક બીજી ઈચ્છા પણ જન્મી કે, "હવે હું એને રૂબરૂ ક્યારે મળીશ!" સંધ્યાની આસપાસનું બધું જ એને રમણીય લાગવા લાગ્યું હતું. મનમાં હરખ જે થઈ રહ્યો હતો એ હજુ તો એક તરફી જ હતો છતાં એ બધું જ પામી ચૂકી હોય એવી આનંદમાં આવી ગઈ હતી. મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે, 'હે ભગવાન! મને બહુ જ જલ્દી એને મળાવજે.' એ ખુશ થતી એની મમ્મી પાસે ગઈ અને મમ્મીને રાજી થતા ભેટી પડી હતી.

"તું ક્યારેક મને એટેક લેવડાવી દઈશ. કેટલીવાર કીધું આમ અચાનક આવે એટલે હું ડરી જાવ છું." ગુસ્સામાં દક્ષાબેન બોલ્યા.

"ઓ મારી ડાર્લિંગ મોમ! જસ્ટ ચીલ બેબી.. શું ડરી જાવ છો. હું જ હોવ ને! આટલા વર્ષોનો અનુભવ થયો, એમાં શું ડરવાનું?' નખરાળું મોઢું કરીને મમ્મીને મનાવતાં સંધ્યા બોલી રહી હતી.

"શું છે આજે? કેમ ચીપડી ચુપડી વાતો કરે છે? તારે કાંઈ મારુ કામ છે? તો સીધું કે, માખણ ન લગાવ." મમ્મીએ સંધ્યાની વાતને પરખતા કહ્યું હતું.

"ના રે! એવું કાંઈ નથી. બસ, અચાનક નબળાઈ લાગતી હતી એ દૂર થઈ ગઈ!" હસતા ચહેરે સંધ્યાએ જવાબ આપ્યો.

"હા, સારું તો ડીનર તો મેં બનાવી નાખ્યું છે તું ટેબલ પર બધું ગોઠવી લે."

"ઓક માય ડાર્લિંગ મોમ."

"તું જયારે સાસરે જતી રહીશ ને ત્યારે તારા આ નખરા બહુ યાદ આવશે!" ભાવુક થતા દક્ષાબેન બોલ્યા હતા.

"મમ્મી! મારુ સાસરું આપણે અહીં જ ગોતશુ. એટલે તમે જયારે યાદ કરો હું હાજર." મનમાં સૂરજને યાદ કરતા સંધ્યા બોલી.

હા, સારું. સપના ઓછા જો અને જા કામ પતાવ! વાતુડી... મીઠો ઠપકો આપતા દક્ષાબેને કહ્યું.

સુનીલ અને પંકજભાઈ પણ થોડી વારમાં આવી ગયા હતા. એ બંને ફ્રેશ થઈને આવ્યા, ત્યારબાદ બધા સાથે જમવા બેઠા હતા. સંધ્યાની વાતોમાં આવેલ બદલાવની ઝલક સુનીલ અનુભવી રહ્યો હતો. પણ એ ચૂપ રહ્યો, એને સંધ્યા એકલી હોય ત્યારે પૂછવું યોગ્ય લાગ્યું હતું.

સુનીલે જોયું કે, મમ્મી પપ્પા ટીવી જોવે છે, સંધ્યા એના રૂમમાં છે તો એ મોકો એને યોગ્ય લાગ્યો સંધ્યાના મનમાં શું ચાલે છે એ જાણવા માટે, એ સંધ્યાના રૂમમાં ગયો.

સુનીલને અચાનક રૂમમાં આવતો જોઈને સંધ્યા એકદમ બેડ પરથી સફાળી ઉભી થઈ ગઈ!

"અરે! તું કેમ ડરી ગઈ?"

"ના રે! તારાથી કોણ ડરે?" વાત બદલતા સંધ્યા બોલી.

"અચ્છા એવું? લાવ દે તો તારો મોબાઈલ."

"કા? તારે શું કામ પડ્યું?"

"હું પણ જોવ ને કે તું કોને ઝૂમ કરી ને જોવે છે."

" ના ના.. એ તો એમ જ.." ચોરી પકડાતા અધૂરા શબ્દ ગોઠવતી સંધ્યા બોલી.

"તું સીધું કહે છે કે, મમ્મી પપ્પાને બોલવું?"

"અરે ભાઈ! શઉઉઉ." હોઠ પર આંગળી મૂકી ધીરે બોલવાનો સંકેત સંધ્યાએ કર્યો.

"શું નામ છે? એ કહે." કૂદકો મારતાં બેડ પર ઝંપલાવતા સુનીલ બોલ્યો.

"અરે ભાઈ! હજી હું ઓળખતી નથી. મેં એને કાલે પહેલીવાર જોયો. આજે એનો ફોટો એ સામેના પાર્કે જોગિંગ કરતો હતો ત્યારે લીધો હતો. એ ફોટો મેં મારા ગ્રુપમાં નાખ્યો, એટલે નામ જાણવા મળ્યું, એનું નામ સૂરજ છે. એ મારી કોલેજની સામેની કોલેજમાં સ્પોર્ટ્સના કોચ છે. હું આટલું જ જાણું છું." ચોખવટ કરતા સંધ્યા બોલી.

"શું વાત કરે છે? દેખાડતો!"

"જો આ."

"ઓહ! હો... તું તો ભારે ઝડપી નીકળી."

શું ભાઈ! તું પણ.. સહેજ શરમાતા સંધ્યા બોલી હતી.

સંધ્યાના હાવભાવ જાણીને સુનીલે
પૂછ્યું,"તું એને પસંદ કરે છે?"

સંધ્યા કઈ જ બોલી નહીં, પણ
નજર નીચી કરી ગઈ.

"સંધ્યા દેખાવે તો સારો લાગે છે. પણ ફક્ત દેખાવ જ જીવનમાં ઉપયોગી નથી હોતો. એનામાં આવડત હોવી પણ જરૂરી છે ને! એ ક્યાંનો છે? એનું શું વ્યક્તિત્વ છે? બધું જાણીને આગળ વધજે. હું તારા પર કોઈ પ્રતિબંધ નથી મુકતો, પણ તને ચેતવું છું. હું એના વિશે કાલે વધુ માહિતી એકઠી કરીને તને આપીશ. બધું બરાબર હશે તો ઠીક નહી તો તું જે કઈ પણ વિચારતી હોય એ બંધ કરી દે જે!"
કડક શબ્દોમાં સુનીલે ચીમકી આપી.

શું કેવું હશે સુનીલ દ્વારા મળતી માહિતીથી સૂરજનું વ્યક્તિત્વ?
સંધ્યાનો આકર્ષિત પ્રેમ એના ભાગ્યમાં હશે કે અહીંથી જ અટકી જશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻