સંધ્યા - Novels
by Falguni Dost
in
Gujarati Motivational Stories
આ ધારાવાહિક પારિવારિક અને સ્ત્રીઓને જીવનના મુશ્કેલ સમયમાં કેમ રસ્તો શોધી આગળ વધવું એ પ્રેરણા આપે એવી છે.
સંધ્યા એક ખુબ જ સુંદર યુવતી છે. એના જીવનની સફર ખુબ સરળ જ હતી, પણ લગ્નજીવનમાં આવેલ કુદરતના અચાનક પ્રહારથી એનું જીવન ખુબ જ મુશ્કેલ અને તકલીફની વેદનાને ઝીલતું બની ગયું હતું. એકદમ રસપ્રદ અને અનેક સ્ત્રીઓને પ્રેરણા આપે એવું સંધ્યાનું પાત્ર ખુબ જ સારી રીતે રજુ કરવાનો મારો પ્રયાસ છે. સંધ્યા એના જીવનમાં આવેલ તકલીફમાં કેમ આગળ વધીને પોતાની જીવન સંધ્યાને ખીલવે છે એ જાણવા જોડાયેલ રહેજો "સંધ્યા" સાથે.
આપ દરેક વાચકમિત્રોના અભિપ્રાય મને વધુ સારુ લેખન લખવા પ્રેરશે. તો અભિપ્રાય આપતા રહેશો. જય શ્રી રાધેકૃષ્ણ
પ્રસ્તાવના- આ ધારાવાહિક પારિવારિક અને સ્ત્રીઓને જીવનના મુશ્કેલ સમયમાં કેમ રસ્તો શોધી આગળ વધવું એ પ્રેરણા આપે એવી છે. સંધ્યા એક ખુબ જ સુંદર યુવતી છે. એના જીવનની સફર ખુબ સરળ જ હતી, પણ લગ્નજીવનમાં આવેલ કુદરતના અચાનક પ્રહારથી ...Read Moreજીવન ખુબ જ મુશ્કેલ અને તકલીફની વેદનાને ઝીલતું બની ગયું હતું. એકદમ રસપ્રદ અને અનેક સ્ત્રીઓને પ્રેરણા આપે એવું સંધ્યાનું પાત્ર ખુબ જ સારી રીતે રજુ કરવાનો મારો પ્રયાસ છે. સંધ્યા એના જીવનમાં આવેલ તકલીફમાં કેમ આગળ વધીને પોતાની જીવન સંધ્યાને ખીલવે છે એ જાણવા જોડાયેલ રહેજો "સંધ્યા" સાથે.આપ દરેક વાચકમિત્રોના અભિપ્રાય મને વધુ સારુ લેખન લખવા પ્રેરશે. તો અભિપ્રાય
સંધ્યા ઊંઘવા માટે જતી તો રહી પણ આજ ઊંઘ એને આવતી નહોતી. એ પથારીમાં પડખા ફરી રહી હતી. મન બેચેન હતું અને હૈયે પગરવ અજાણ્યા ચહેરાએ પાડી દીધા હતા. સંધ્યા ઉભી થઈ અને બાલ્કનીએ આવીને ઉભી રહી ચાંદને નીરખી ...Read Moreહતી. ચાંદ ના હળવા ઠંડા પ્રકાશે પોતાના હૈયાને જાણે ટાઢક આપી રહી હતી. મન એક કાલ્પનિક દુનિયામાં પહોંચી ગયું હતું. ખુબ ખુશ થઈ રહી હતી. મનના તરંગોએ જાણે ગીતના તાલે ચહેકી રહી હતી. જે પણ અહેસાસ હતો એ ખુબ રોમાંચિત કરી રહ્યો હતો. રાત્રીના ઠંડા પવનની લહેરખીમાં એના વાળની લટ સહેજ હલતી એના ગળાને સ્પર્શી રહી હતી. આ અહેસાસ જ
સંધ્યાના મિત્રો બધા અનિમેષની વાત સાંભળીને હસી પડ્યા હતા."અરે! શું તમે બધા સંધ્યાની નસો ખેંચો છો? સંધ્યાની નજરમાં કોઈ અજાણ્યું કેદ થયું હોય તો એ ખરેખર પ્રતિભાશાળી જ વ્યક્તિત્વ ધરાવતું હશે! જો જે હો સંધ્યા! આ તારી વન સાઈડ ...Read Moreસ્ટોરી નંબર વન લવ સ્ટોરી બનશે!" સંધ્યાની લાગણીને ધ્યાનમાં લઈને અત્યાર સુધી ચૂપ બેઠેલી વિપુલા બોલી ઉઠી."થેન્ક યુ વિપુ! એક તું જ મારી હાલત સમજી શકી." એમ કહી સંધ્યા વિપુલાને ગળે વળગી ખુશ થતા બોલી ઉઠી હતી."ઓહ! આ તો જો! અમે તારી કોઈ સ્ટોરી જ નહીં છતાં વન સાઈડ લવ સ્ટોરી કહ્યુ એ તને ન દેખાયું? આમ ન ચાલે હો
"હા લખી આપીશ." સંધ્યાએ કોઈ જ વિલંબ વગર તરત રીપ્લાય કર્યો હતો.એ રાજ અને અનિમેષ ના રીપ્લાયની રાહ જોઈ રહી હતી. રાજ ટાઈપિંગ .. ટાઈપિંગ આવતું હતું. પણ હજુ એનો રીપ્લાય ન આવ્યો. સંધ્યાને થયું હમણાં એનું લખવાનું પતશે.. ...Read Moreરીપ્લાય આવતો જ નહોતો. અંતે એણે ફરી મેસેજ કર્યો. "તું શું લખે છે? કેટલો લાંબો મેસેજ લખે છે કે શું? જલ્દી લખ ને!" ગ્રુપ માં એક પછી એક જલ્પા, ચેતના, વિપુલા બધાએ મેસેજમાં કહ્યું "ખબર છે તો કહે ને!"ત્યાં જ રાજે રીપ્લાય માં કહ્યું , "સવારે વાત. અત્યારે એમાં એવું છે ને કે, મને બહુ ઊંઘ આવે છે, હું આટલું
સુનીલ કહીને જતો રહ્યો પણ સંધ્યાનું મન વિચલિત થઈ ગયું. એના મનમાં પણ એક ભય પેસી ગયો, કદાચ સુનીલને સૂરજ માટેના રીવ્યુ નેગેટિવ મળ્યા તો? ના ના એ સારો જ વ્યક્તિ હશે! મન મનાવતા મનમાં જ બોલી.કોઈ જ ઓળખાણ ...Read Moreપણ સંધ્યાને મનમાં એક આશા હતી કે, સૂરજનું વ્યક્તિત્વ સારું જ હશે! અહીં સંધ્યાને જેવું થયું એવું દરેકના જીવનમાં એકવાર તો એવું થતું જ હોય છે. જેમના માટે આપણે ધારણા બાંધી હોય એ સાચી જ હશે એવું માની લેતા હોઈએ છીએ. પરંતુ ક્યારેય કોઈ પણ વ્યક્તિને જાણ્યા વગર એના માટે ધારણા બાંધવી એ ખુબ જ મોટી ભૂલ હોય છે. સંધ્યા
સુનીલને ધ્યાન ગયું કે, સંધ્યા એને જોઈ રહી છે. એણે નેણના ઈશારે કહ્યું કે, ત્યાં જો! સંધ્યાએ સહેજ નજર ફેરવીને જોયું કે, સૂરજની સાથે એની નજર મળી! બંને એકબીજાને જોઈ જ રહ્યા હતા. સંધ્યાના ધબકાર એકદમ વધી ગયા હતા. ...Read Moreઅચાનક એને રૂબરૂ થશે એ સંધ્યાને માટે ખુબ જ રોમાંચક હતું. બંન્ને સામસામે વિરુદ્ધ દિશા તરફ જઈ રહ્યા હતા. આથી થોડી જ ક્ષણ એ બંને એકબીજાની આંખમાં આંખ મિલાવી નિહાળી શક્યા! સંધ્યા તો વળીને પણ એને જ જોઈ રહી હતી. સૂરજ પણ સંધ્યાને સાઈડ મિરરથી એ પોતાને જ જોઈ રહી છે એ ખાતરી કરી ચુક્યો હતો.સુનીલે કોલેજના ગેટ પાસે બ્રેક
સંધ્યાના પપ્પા સાથે આવેલી એ વ્યક્તિને જોઈને તો એ જાણે એકદમ જ હરખાઈ ઉઠી. એણે ફરી એકવાર પોતાની આંખો ચોળી. એને લાગ્યું કે, એ કોઈ સપનું તો નથી જોઈ રહી ને? શું ખરેખર આ સૂરજ જ છે? પણ એ ...Read Moreક્યાંથી? એને થયું આમ અચાનક મારાં મનનો માણીગર મારાં ઘરે ક્યાંથી? ત્યાં જ સંધ્યાના પપ્પા બોલી ઉઠ્યા, "અરે! સંધ્યા! કેમ દરવાજા પાસે આમ જ ઊભી છો? અમને ઘરમાં તો આવવા દે." આંખનો પલકારો પણ માર્યા વગર એ સૂરજને જ નીરખી રહી હતી. હવે એને ભાન થયું કે, એ કોઈ સ્વપ્ન નહોતી જોઈ રહી. એ ખરેખર સૂરજ જ હતો. સૂરજના આવવાથી
સૂરજને મુકવા માટે સુનીલે કહ્યું, પણ સૂરજનો એક વિદ્યાર્થી બહાર ગેટ પાસે જ રાહ જોઈ રહ્યો હતો. સુરજ આભાર વ્યક્ત કરતા ઘરની બહાર નીકળ્યો હતો.સૂરજ ગયો કે તરત સંધ્યા પોતાની બાલ્કનીમાં ગોઠવાઈ ગઈ હતી. એ સૂરજને જતો હતો એ ...Read Moreઈચ્છતી હતી. સૂરજને પણ અંદાજો આવી જ ગયો કે, સંધ્યા બહાર બાલ્કનીમાં હશે જ! આંખોથી મનની વાત એ જાણી ચુક્યો હોય એમ બહાર ગેટ પાસે પહોંચીને નજર સંધ્યાની બાલ્કની જે તરફ હોય એ તરફ કરી, અને સંધ્યાને ત્યાં ઉભેલી જોય કે તરત સ્મિત એના ચહેરા પર છવાઈ ગયું હતું. સંધ્યા પણ હસી જ પડી! બંને એકબીજાને જ્યાં સુધી જોઈ શકે
સંધ્યાને ગુસ્સે થયેલી જોઈને સુનીલ હસતા હસતા બોલ્યો, "આ તારા નખરા હું સમજી જાવ હો! મનમાં તારા જે સૂરજ વસે છે એનુ તેજ તારા મોઢા પર ફેલાયેલું હું જોવ છું. એટલે તું ખોટી ગુસ્સે થવાના નાટક રેવા દે!""આ તારા ...Read Moreકોઈ રાજકુમારી આવી નહીં ને એટલે તું મારી મજાક ઉડાવે છે. જોજે ને! અત્યારે તું હશે છે ને પછી હું નહીં હોવ ત્યારે તું જ જાજુ રડીશ!""આ તું મોટી ક્યારે થવાની? તારું તો હસવા માંથી ખસવું થવાનું બંધ જ નથી થતું!" ફરી મજાક કરતા બોલ્યો."હું તારાથી નાની જ છું તો મોટી થવાનો તો પ્રશ્ન જ નથી.. હું તો નાની જ
સંધ્યાનો ચહેરો એકદમ ઉદાસ થઈ ગયો હતો. એને શું કહેવું કેમ કહેવું એ સમજાઈ રહ્યું નહોતું. એના ચહેરાને જોઈને આખું ગ્રુપ એની પરિસ્થિતિ સમજી જ ગયું હતું. છતાં કોઈ જ કઈ બોલ્યા વિના સંધ્યાને તાકી રહ્યા હતા. સંધ્યા અમુક ...Read Moreચૂપ રહી શબ્દો ગોઠવતા બોલી, "તારી વાત સાચી છે. મારી ભૂલ થઈ, મને માફ નહીં કરે?" સંધ્યાના અવાજમાં અફસોસ છલકી રહ્યો હતો. એ ખુબ એના વર્તનથી શરમાઈ રહી હતી."આ તો તારો જૂનો ડાયલોગ થયો, લાસ્ટ ટાઈમ પણ તું આમ જ કહેતી હતી. બે દિવસ ની જ વાત છે ને! હકીકત તો એ જ છે કે તને હવે અમારી કિંમત જ
સંધ્યાને અંદાજ આવી જ ગયો કે સૂરજ એના ઘરે જ આવી રહ્યો છે. સંધ્યાના એ અહેસાસ માત્રથી જ ધબકારા વધી ગયા હતા. સંધ્યાના મમ્મી અને પપ્પા હોસ્પિટલ ફરી ફોલોઅપ માટે ગયા હતા. સુનીલ હજુ કોલેજ થી આવ્યો નહોતો. સંધ્યા ...Read Moreએકલી હોવાથી સહેજ ગભરાઈ રહી હતી કે સૂરજ જો ઘરે આવ્યો તો કેમ એની સામે નોર્મલ રહી શકશે! સંધ્યા આવું વિચારી રહી હતી ત્યાં જ ડોરબેલ વાગી, એ દરવાજો ખોલવા ગઈ હતી. સંધ્યાએ દરવાજો ખોલ્યો અને ખરેખર સૂરજ હતો. એના ચહેરે ખુશી અને ગભરાહટના મિશ્રિત ભાવ સૂરજ જાણી ગયો હતો. સંધ્યા કંઈ બોલે એ પહેલા એણે જ કહી દીધું, "અંદર
સૂરજ પોતાના પપ્પાના પ્રશ્નથી પરેશાન થઈ રહ્યો હતો. એ શું કહે એજ એને સમજાઈ રહ્યું નહોતું. એમના પપ્પાને કોઈ ઉત્તર ન મળતા એમને ફરી પૂછ્યું, "શું વિચાર્યું બેટા?""પપ્પા હજુ કોઈ જ વિચાર કર્યો નહીં. હું તમને કેમ જવાબ આપું!""જો ...Read Moreઆટલી સુંદર, સંસ્કારી, સારું ભણેલી અને વળી જાણીતા પરિવારમાંથી જ આ ત્રીજી વખત વાત આવી છે. કોઈ બહાનું જ નહીં એને ના પાડવાનું, પહેલી વખત તું ભણે છે એમ કહી ના પાડી, બીજી વખત જોબ નહીં એમ કહી ના પાડી, હવે હું શું જવાબ આપું એ તું જ કહે!""અરે પપ્પા! તમને મેં કેટલી વખત કહ્યું છે કે, મારે મને જે
સંધ્યાને આમ અચાનક એનું ગ્રુપ સામેથી આવતું દેખાયું, એટલે એ જ્યાં હતી ત્યાં જ ઉભી રહી ગઈ હતી. બધાના ચહેરા જોઈને સંધ્યા વિચારમાં પડી ગઈ કે, આ લોકો બધા ભેગા થઈને ફરી મારી ફીરકી લેવાના કે શું? અમુક સેકન્ડમાં ...Read Moreસંધ્યાએ કેટલું બધું વિચારી લીધું હતું. હજુ એ કંઈ વધુ વિચારે ત્યાં સુધીમાં આખું ગ્રુપ એની સમીપ પહોંચી જ ગયું હતું."આજ તારા માનમાં કલાસ બંક.. ચાલ આજ આપણે ભણવું જ નહી." આવુ કહી અનિમેષે સંધ્યાને અચરજમાં મૂકી દીધી હતી."શું કહે છે તું? કેમ ભણવું નહીં? અને તમે બધા પણ અનિમેષનું માનીને એની સાથે જોડાય ગયા? ના, એમ ન ચાલે ભણવું
સૂરજ જેવો બહાર નીકળ્યો કે, તરત સંધ્યાએ સૂરજનું વિઝિટિંગ કાર્ડ જોયું, નંબર જોઈને એને તરત જ પોતાના મોબાઈલમાં એ નંબર સેવ કરવાનું મન થયું હતું. એ નંબર સેવ કરવા જતી જ હતી ત્યાં જ એને સુનીલનો ચહેરો નજર સમક્ષ ...Read Moreહતો. સંધ્યાના હાથ અચાનક નંબર સેવ કરતા અટકી ગયા હતા. સંધ્યાને પહેલા સુનીલ સાથે વાત કરવાનું યોગ્ય લાગ્યું હતું. સંધ્યાના હાથમાં હજુ મોબાઈલ હતો. સંધ્યાનું ધ્યાન પોતાના ગ્રુપના મેસેજના નોટીફીકેશન પર ગયું હતું. એને ગ્રુપ ખોલ્યું, એના અચરજનો પાર નહતો. ગ્રુપમાં બધાએ એટલી બધી મસ્તી મજાક કરતા મેસેજ કર્યા હતા કે સંધ્યા વાંચતા રીતસર ખડખડાટ હસી રહી હતી. એને અડધી
સંધ્યાએ જોયું કે, સૂરજની રિંગ વાગી રહી હતી. એ એટલી બધી ચોંકી ગઈ કે એને થયું કે, હું કેમ વાત કરીશ? હિમ્મત એકઠી કરી એણે વાત કરવા ફોન ઉપાડ્યો હતો. ફોન જેવો ઉપાડ્યો કે, એ કાંઈ જ બોલી ન ...Read Moreથોડી વાર બંને એકબીજાની હાજરીને અનુભવી રહ્યા. થોડીવાર બાદ સૂરજે કહ્યું, "આઈ લવ યુ સંધ્યા.""આઈ લવ યુ સૂરજ" અંતે સંધ્યાએ બોલી જ નાખ્યું હતું. બંન્ને વચ્ચેની વાતોનો પ્રારંભ થઈ ગયો હતો. એક પછી એક એટલી બધી વાતો થવા લાગી કે રાત્રીના કેટલા વાગ્યા હતા એ પણ બંન્ને માંથી કોઈને ખબર નહોતી. બંન્ને આજ પહેલી વખત વાત કરી રહ્યા હતા પરંતુ
સૂરજના મેસેજ વાંચીને સંધ્યા ખુબ જ દુવિધામાં મુકાઈ ગઈ હતી. એને ક્ષણિક તો એમ જ થઈ ગયું કે, મેં જીવનસાથી પસંદ કરવામાં ખોટી ઉતાવળ તો નથી કરીને! એ આવું વિચારીને સાવ ચૂપ જ થઈ ગઈ હતી. આ તરફ સંધ્યાના ...Read Moreરાહમાં સૂરજ વિચારોના ચકરાવમાં ઘુમેરાઈ રહ્યો હતો. એને એટલી બધી તકલીફ થઈ રહી હતી કે જેની સંધ્યાને કલ્પના જ નહોતી. સૂરજ આટલું જલ્દી એમની વાતને વડીલો સામે રજુ કરશે એની સંધ્યાને કલ્પના નહોતી. બંને પોતાની જગ્યાએ બરાબર જ હતા. પણ એકબીજાને સમજવામાં સહેજ ખોટા પડ્યા એ બંનેથી સહન થઈ રહ્યું નહોતું. સંધ્યાએ ખુબ વિચારીને સૂરજને મેસેજ કર્યો, "હું આપણા સબંધ
સૂરજ એના પેરેન્ટ્સ સાથે જેવો બહાર નીકળી ગયો કે, સંધ્યાને એકદમ હાશકારો થયો હતો. એ ખુબ જ ચિંતિત હતી, એણે પોતાના ઘરમાં ક્યારેય કોઈ વાત છુપાવી નહોતી આથી કદાચ જો સૂરજના પેરેન્ટ્સ કોઈ વાત ઉચ્ચારે તો સંધ્યા શું કહેશે ...Read Moreવાતનો એને ડર હતો. સંધ્યાને જે ડર હતો એ હવે દૂર થઈ ગયો હતો.સુનીલને પોતાના પપ્પાના વિચાર જાણવાના હેતુથી બોલ્યો, "સૂરજ ખુબ મિલનસાર અને રમુજી સ્વભાવનો છે. એમના માતાપિતા પણ ખુબ નિખાલસ લાગ્યા. તમને એમનો સ્વભાવ કેવો લાગ્યો?""હા, સારો સ્વભાવ છે. પણ આમ અચાનક કેમ એમ કહ્યું દીકરા?""બસ, એમ જ હું જાણવા ઈચ્છતો હતો કે, તમને સૂરજ ગમે છે કે
પંકજભાઈની વાત સાંભળીને દક્ષાબહેનને પણ રાહત થઈ હતી. એમને સૂરજ પસંદ હતો જ અને સંધ્યામાં આવેલ અમુક દિવસોનું પરિવર્તન એમના ધ્યાનમાં હતું. આ પરિવર્તનમાં એ ખુબ જ ખુશ જણાઈ હતી, આથી દીકરીની ખુશી સામે બીજી બધી જ વાતો ગૌણ ...Read Moreઆ સંવેદનશીલ વાત પત્યાબાદ સંધ્યાના મનનો ભાર ખુબ જ હળવો થઈ ગયો હતો. સંધ્યાએ સુનીલ તરફ નજર કરી હતી. સુનીલના ચહેરાની રાહત સંધ્યાએ અનુભવી હતી. એને મનોમન વિચાર્યું કે, સુનીલે કેટલી સરળતાથી આખી ગંભીર વાત રજુ કરી દીધી હતી. બંન્નેએ એકબીજા સામે હળવું સ્મિત વેર્યુ હતું. બધા ઊંઘવા માટે પોતપોતાના રૂમમાં ગયા હતા. સંધ્યાએ મોઢું ધોયું અને એ સુનીલના રૂમમાં
સંધ્યાએ સૂરજના હોઠ પરના પ્રથમ સ્પર્શને માણીને એણે સૂરજને પોતાના હાથેથી અળગો કર્યો હતો. સૂરજે સમયને ધ્યાનમાં રાખીને ઊંઘવા માટે સંધ્યાને જવા કહ્યું હતું.સૂરજ અને સંધ્યા બંન્ને પોતપોતાના રૂમમાં જતા રહ્યા હતા, પરંતુ મન હજુ એકબીજાના સાનિધ્યમાં જ અટકી ...Read Moreહતા. આજની રાત્રી બંનેને સરખી ઊંઘ આવી નહોતી. બીજા દિવસે બપોરે જમીને સંધ્યાને એના ઘરે સૂરજ મૂકી આવ્યો હતો. આ નવ દિવસ બંન્ને સાથે રહ્યા બાદ અલગ થવું બંન્ને માટે ખુબ કઠિન હતું.ચંદ્રકાન્તભાઈએ સૂરજ અને સંધ્યાની સગાઈનું એક વર્ષ થઈ ગયું હોવાથી હવે લગ્ન માટેનું મુરત કઢાવવા માટેની રજૂઆત કરી હતી. પંકજભાઈએ સંધ્યાને લગ્ન પછી પણ ભણવા માટેની અનુમતિ હોય
સંધ્યાના અને સુનીલના લગ્ન લખાઈ ગયા બાદ ઘરની બહાર જવાની વડીલોએ મનાઈ ફરમાવી દીધી હતી. આ તરફ સૂરજને તો કોચિંગ માટે જવું જ પડે આથી રશ્મિકાબેન એની ખુબ ચિંતા કરતા હતા. એનું મન થોડું સંકુચિત ખરું, આથી નેગેટિવ વિચાર ...Read Moreમનમાં તરત આવી જતો હતો. સૂરજ બહાર નીકળે તો એને ટોકતા પણ ખરા! સૂરજ એમની વાત અવગણીને પોતાનું કર્મ ખુબ લગનથી કરતો હતો. પંક્તિ પણ એમના વડીલોને માન આપીને બહાર નીકળતી નહોતી. એ ચારેય એમના આ દિવસોને ગણીગણીને વિતાવી રહ્યા હતા. લગ્ન લખાઈ ગયા હતા એટલે રોજ પરિવારના સભ્યો રાત્રે ગીત ગાવા માટે એકઠા થતા હતા. આ સમય દરમિયાન આખો
સંધ્યાની તંદ્રા સૂરજના હળવા સ્મિતે તોડી હતી. સુરજ ત્યાં સુધીમાં સંધ્યાની નજીક આવી જ ગયો હતો. સંધ્યા એની બહેનો અને સખીઓની વચ્ચે બેઠી હતી. સંધ્યાની લગોલગ એના મામી અને મમ્મી એમ બંને આજુબાજુમાં બેઠા હતા. સૂરજ ત્યાં જઈને દક્ષાબહેન ...Read Moreમામીને પગે લાગ્યો હતો. ત્યારબાદ સૂરજને પંકજભાઈ એમની બેઠક માટે જે સુંદર હિંડોળો સજાવ્યો હતો ત્યાં લઈ ગયા હતા. સંધ્યા પણ અનુક્રમે સાસરીમાં આવેલ બધા જ વડીલોને પગે લાગીને સૂરજ સાથે હિંડોળા પર બેઠી હતી. દસ દિવસબાદ થયેલ આ પ્રત્યક્ષ મુલાકાત, વળી એકદમ સુંદર મજાનું સંગીત અને થોડી થોડી વારે પવનની લહેરખી સાથે આવતી પારિજાત અને ચમેલીની સુગંધ બંનેને ખુબ
સંધ્યા પોતાની વિદાય વખતે ખુશી અને દર્દ એમ બેવડી લાગણીના આંસુ સાથે હસતા ચહેરે સાસરે ગઈ હતી. જેવી સંધ્યા ગઈ કે, પંકજભાઈ ખુબ જ રડી પડ્યા હતા. એમના મનમાં જે ડૂમો ભરાયેલો હતો એ હવે બહાર ઠેલવાય ગયો હતો. ...Read Moreરુદન જોઈને પંક્તિના પેરેન્ટ્સ પણ ખુબ ભાવુક થઈ ગયા હતા. દક્ષાબહેને એમને પાણી આપીને શાંત પાડ્યા હતા. દક્ષાબહેન બોલ્યા, "તમે આમ હિમ્મત હારશો નહીં. આજે આપણી દીકરીની વિદાય થઈ પણ પંક્તિના આગમનથી આપણું દીકરી વગર ઘર સૂનું નહીં રહે! આપણને કુદરતે દીકરી સમાન વહુ આપી છે. ચાલો એના આગમનને ખુશીઓથી વધાવી લો.""હા દક્ષા! તારી વાત સાચી છે. હું સંધ્યાની વિદાયથી
સંધ્યાને કેરલ જવાનું હોય આથી પગફેરાનો રિવાજ પતાવી દીધો હતો. પંકજભાઈ અને દક્ષાબહેનએ એમને જતી વખતે શુભેચ્છા પાઠવી હતી. દીકરીના ચહેરાને જોઈને બંનેને હાશકારો થયો હતો કે, દીકરી સાસરે ખુશ છે. સૂરજ અને સંધ્યા બંને વડીલોના આશીર્વાદ લઈને કેરલની ...Read Moreસફર માટે નીકળ્યા હતા. એમની આ સફરનું પહેલું સ્થળ મુન્નાર હતું. ત્યારબાદ પેરિયાર, કુમારકોમ, એલ્લપૂઝા અને છેલ્લે કોચીન હતું. મુન્નારનું વાતાવરણ જ એટલું સુંદર હતું કે સંધ્યાને એમ થયું કે આનાથી વધુ કોઈ સુંદર સ્થળ હોઈ જ ન શકે! સંધ્યા જેટલી જગ્યાએ ફરી બધી જ જગ્યાઓ એકથી એક ચડિયાતી નીકળી હતી. ખુબ સરસ કુદરતી નજારો એમણે માણ્યો હતો. કેરલમાં ખુબ
સૂરજની નિખાલસતા છલકાવતી વાતથી સંધ્યા ઘડીક સ્તબ્ધ જ થઈ ગઈ હતી! એની કલ્પના બહાર હતું કે, કોઈ પુરુષના વિચાર આવા પણ હોય શકે. સંધ્યા એવું સાંભળતી આવી હતી કે, એક પરણિત સ્ત્રીએ ફક્ત અંકુશ અને બંધનમાં જ રહેવાનું હોય ...Read Moreસૂરજની વાતથી એને ફરી પોતાના ભાગ્ય પર ગર્વ થઈ આવ્યો હતો. એ આવા વિચારોમાં જ હતી ત્યારે સૂરજ ફરી બોલ્યો, "શું થયું સંધ્યા?""અરે! એમ જ" આંખમાં આંસુની ઝલક છવાઈ ગઈ હતી."તો તું કેમ ભાવુક થઈ ગઈ?""મને મારા પ્રેમ પર ખુબ ગર્વ થઈ આવ્યું, ભગવાને મને જીવનસાથી તરીકે તમને આપીને દુનિયાની બધી જ ખુશી આપી દીધી છે." આટલું બોલી ને એ
સંધ્યાએ સૂરજની વાતને માન્ય રાખી અને પોતાનો વિચાર પડતો મુક્યો હતો. એનો ધ્યેય ફક્ત એક જ હતો કે, મમ્મીનું મન દુઃખી ન થાય, એ મમ્મીને ખુશ જોવા ઈચ્છતી હતી. સૂરજની વાતને સમજી અને એણે પોતાની લાગણીને અંકુશમાં લીધી હતી.સંધ્યાનો ...Read Moreહવે ઘર અને જોબમાં વ્યવસ્થિત વીતી રહ્યો હતો. એ પોતાનું જીવન એની ધારણા કરતા પણ વધુ સરસ વિતાવી રહી હતી. સૂરજ પણ એના જીવનમાં ખુબ હરણફાળ ઝડપે આગળ વધી રહ્યો હતો. એની એકેડમીમાં રમતવીરોની સંખ્યા વધવા લાગી હતી. પોતાની જોબ અને એકેડમીની સાથોસાથ પોતે પણ ટુર્નામેન્ટમાં ભાગ લેતો હતો. એનું સિલેક્શન ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં થયું હતું. એ ખુબ પ્રેકટીસ કરતો રહેતો
સંધ્યા પિયરમાં આવી એટલે સાક્ષી સાથે સારો સમય પસાર થવા લાગ્યો હતો. એને માતૃત્વ પહેલા જ માતૃત્વનો અહેસાસ સાક્ષી કરાવી રહી હતી. સાક્ષીને રમાડવી, તૈયાર કરવી, ઊંઘાડવી બધું જ સંધ્યા કરતી હતી. સંધ્યાને નવમો મહિનો બેસી ગયો હતો. સૂરજ ...Read Moreટુર્નામેન્ટ શરૂ થઈ ગઈ હતી. એની ટીમ ખુબ સરસ પર્ફોમ કરી રહી હતી. એ લોકો સેમિફાઇનલ જીતીને ફાઇનલમાં આવી ગયા હતા. એક અઠવાડિયા પછી એમની ફાઈનલ ટુર્નામેન્ટ હતી. ફ્રાન્સ એમની હરીફ ટીમ હતી. બંને ટીમ ખુબ સરસ પર્ફોમ કરતી આવી હતી. એકદમ રસાકસી આ આવનાર મેચમાં થવાની હતી. આખી દુનિયામાં સૂરજનું નામ ઝળહળી ઉઠ્યું હતું. ફૂટબોલના કિંગ તરીકે વખણાવા લાગ્યો
સૂરજની આખી ટીમનું ખુબ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વલ્ડ કપની ટ્રોફી સાથે પાડેલ આખી ટીમના ફોટા સોસ્યલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા. સૂરજ ના ત્રણ ગોલના લીધે ટીમમાં એનું વિશેષ યોગદાન હતું. સૂરજનું ભારતમાં આવ્યા બાદ ખુબ સરસ ...Read Moreસન્માન સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સૂરજના પર્ફોમન્સના લીધે અનેક સ્પોન્સરો, તેમજ સ્ટેટ તરફથી અને લોકલ પોતાના ગામમાંથી એને અનેક સિલ્ડ અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આખી ટીમે ભારત માટેનો રેકોર્ડ નોંધાવ્યો હોવાથી બધાનું નામ દેશભરમાં ચમકી રહ્યું હતું.સૂરજની સન્માનવિધિ ચાલી રહી હતી અને સંધ્યાને ખુબ જ પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. પંકજભાઈ તાત્કાલિક સંધ્યાને હોસ્પિટલે લઈ ગયા