Preet kari Pachhtay - 5 books and stories free download online pdf in Gujarati

પ્રિત કરી પછતાય - 5

પ્રિત કરી પછતાય*

5

"અરે સાગર.તુ અહીં બેઠા બેઠા શું કરે છે?"

અચાનક એક ચીર પરિચિત સ્વર સાગર ના કાને અથડાયો.અને સાથે સાથે એક ધબ્બો પણ એની પીઠ ઉપર પડ્યો. ભૂતકાળની ભુતાવળો જે અત્યાર સુધી એની નજર સામે નાચી રહી હતી એ પીઠ ઉપર ધબ્બો પડતા જ ઉડન છુ થઈ ગઈ.સાગર પણ એકદમ ચમકી ગયો.પાછળ ફરીને એણે જોયુ તો તેનો લંગોટયો મિત્ર અશ્વિન એના મુખ માના બત્રીસે બત્રીસ દાંત દેખાડતો ઉભો હતો.

"તુ મને અહીં મળી જઈશ એવી મને આશા ન હતી સાગર."

સાગર ની બાજુમાં બેસી જતા.અશ્વિન બોલ્યો.

"હા યાર ઘરેથી તો નીકળ્યો હતો ઓફિસે જવા પણ પછી અચાનક મૂડ બદલાયો અને ઓફિસે જવાના બદલે અહીં આવતો રહ્યો.આ જો ટિફિન પણ સાથે જ છે.પણ તુ અહીં મને મળીશ એવું તો મેં પણ ધાર્યું ન હતુ."

"અરે યાર.ઓલી ઉષાએ મને આઈ દસ વાગે મળવાનો વાયદો કર્યો હતો.અને આજો દસ ના બાર થવા આવ્યા તોય સાલી નો પત્તો નથી."

અશ્વિનની અકળામણ જોઈને સાગર થી હસી પડાયુ.હસીને પછી અશ્વિનને શિખામણ આપતા બોલ્યો.

"તુ એ આધેડ સ્ત્રી પાછળ શા માટે તારી જિંદગી બરબાદ કરી રહ્યો છે?એના કરતા પણ સારી છોકરીઓ ક્યાં તને મળે એમ નથી? તે બે છોકરાની માની પાછળ તુ તારી અમૂલ્ય યુવાની વેડફી રહ્યો છે."

સાગરની વાત સાંભળીને અશ્વિને એક ઠંડો નિસાસો નાખ્યો.

"તારી વાત સાવ સાચી છે સાગર. એનાથી સારી સુંદર અને યુવાન યુવતી ઓ મને મળી શકે છે દોસ્ત. પણ શું કરું?એણે મારી ઉપર એવો જાદુ કર્યો છે કે બસ એના સિવાય મને બીજું કોઈ દેખાતું નથી.જ્યાં નજર નાખુ ત્યાં મને ફક્ત.ઉષા.ઉષા.અને ઉષા જ દેખાય છે.એના સિવાય ખરેખર મને કાંઈ સૂઝતું નથી."

આમ તો અશ્વિન પરણેલો હતો. પણ એનું લગ્ન જીવન જાજુ ટક્યુ નહી. છ મહિનાના ટૂંકા ગાળામાં જ એની પત્ની એનાથી કંટાળીને પિયર ભેગી થઈ ગઈ હતી.

લગ્ન પહેલા આ અશ્વિન બે ત્રણ પ્રેમ પ્રકરણ સર્જી ચૂક્યો હતો.અને એનો છેલ્લો અમારા જ પોળ મા રહેતી નિશા સાથેનો રોમાન્સ તો અમારી આખી પોળ મા ખૂબ ચર્ચાયો હતો.અને એ રોમાન્સ ને તો પોળ વાળા આજ દીવસ સુધી નથી ભૂલી શક્યા.

અશ્વિન પણ એની છેલ્લી પ્રેમીકાને હૃદય પૂર્વક નો પ્યાર કરવા લાગ્યો હતો. અને છતા કોણ જાણે કેમ એણે રાજી ખુશીથી નંદા સાથે લગ્ન કરવાની હા પાડી.અને ખુશ ખુશાલ ચહેરે અશ્વિનની શાદી અગ્નિની સાક્ષીએ નંદા સાથે થઈ ગઈ.

નંદા નિશા જેટલી ખુબસુરત તો ન હતી.પણ ન ગમે એટલી બદસુરત પણ ન હતી.અશ્વિન જેવો મનમોહક પતિ મેળવીને કદાચ ફેરા ફરતી વખતે એ પોતાની જાતને વિશ્વની સૌથી વધુ ખુશ નસીબ સ્ત્રી માનવા લાગી હશે.પણ એની એ ખુશી લાંબુ ના ટકી.સુહાગરાત ની રાતે બે હાથે આપેલુ સુખ કુદરતે ચાર હાથે પાછુ છીનવી લીધુ.

પત્ની સાથે સુહાગરાત ઉજવવા જ ના ઈચ્છતો હોય એ રીતે અશ્વિન રાત ના બે વાગ્યા સુધી પોતાના દોસ્તોની વચ્ચે જ બેસી રહેલો.બહારગામ થી આવેલી એની બહેન મંજુલા એ એને ચાર છ વાર ટપાર્યો ત્યારે એ માંડ કચવાતા મને ઉઠ્યો.પણ બહેનની બાજુમાં જ ઉભેલી પ્રેયસી નિશાને જોઈને એ જમીનમા જ થાંભલાની જેમ ખોડાઈ ને ઉભો રહ્યો.

નિશા એને કરુણતા પુર્વક જોઈ રહી હતી.એની કરુણામય આંખો.અને તુટી ગયેલુ હ્રદય.અશ્વિન ઉપર શ્રાપ વરસાવી રહ્યુ હતુ.

"શુ મળ્યુ અશ્વિન તને મારી જિંદગી બરબાદ કરીને? મને બરબાદ કરીને શુ તુ આબાદ થઈ શકીશ? મારુ જીવતર ઝેર બનાવીને શુ તુ અમૃત પી શકવાનો? મને આમ રઝળતી મૂકીને શુ તુ નંદા નો થઈ શકીશ? નહી.અશ્વિન નહીં.મારી બરબાદી અને તારી આબાદી?ના.ના. હરગીઝ નહી.તુ પણ એક દિવસ બરબાદ થઈ જઈશ.મારા આ ધગ ધગતા આંસુ તુ યાદ રાખજે.એક દિવસ તારી હાલત ધોબીના કુતરા જેવી થશે.તુ ઘરનો પણ નહીં રહે અને ઘાટનો પણ નહી રહે."

આંખોમાંથી ઘસી આવેલા આંસુઓને નિશાએ આંગળીથી લૂછ્યા.અને પોતાનુ મો એક બાજુ ફેરવીને ઉભી રહી.નિશા ની આંખના આંસુ જોઈને અશ્વિન પત્નીના ખંડ તરફ ન જઈ શક્યો.ત્યારે એના દોસ્તોએ એને જબરજસ્તીથી ધક્કો મારીને એને એના રૂમમાં ધકેલ્યો .

પત્નીના રૂમમાં ધકેલાયેલા પતિની નજર સોળે શણગાર સજીને બેસેલી પત્ની ઉપર પડે.અને જાતીય અરમાનો અંગડાઈ ઓ લઈને જાગૃત થાય એ સ્વાભાવિક છે. પણ આ અશ્વિન સુહાગરાત નો મતલબ જ ન જાણતો હોય એ રીતે પત્ની સાથે કલાકેક વિતાવી ને પાછો રૂમની બહાર નીકળી ગયો.

નંદા ડઘાઈ ને એને જાતા જોઈ રહી. એણે અશ્વિનને જાતા રોકવાનો મિથ્યા પ્રયાસ પણ કરી જોયો.

"આટલી રાતે.અને એ પણ આપણી સુહાગરાતે મને એકલી મૂકીને ક્યાં જાઓ છો?."

નંદાના પ્રશ્નના ઉત્તરમાં અશ્વિને ઘાતકી વાર કર્યો.

"કાન ખોલીને સાંભળી લે.મને પરણીને આવી તો ભલે આવી.પણ હુ ક્યા જાવ છુ અને શુ કામ જાવ છુ એની તારે જરાય ચિંતા ન કરવી અને પૂછપરછ પણ નહીં સમજી?"

સ્તબ્ધ થઈને નંદા અશ્વિન ના દરેક શબ્દને તીરની જેમ પોતાની છાતી મા વસતા નાના એવા હૃદય પર ઝીલતી રહી.અને જ્યારે અશ્વિનના શબ્દોની વેધકતા ના જીરવાણી ત્યારે એ બેવ હથેળીમા પોતાનો ચહેરો સંતાડીને રડી પડી.પણ એની પરવા અશ્વિન ને ક્યાં હતી?

નંદાને રડતી મૂકીને એ ઘરની બાહર નીકળી જ ગયો.એ કોડ ભરેલી કન્યાના અરમાનોને કચડીને.સુહાગની સેજ પર સજાવેલા માસુમ ફૂલોને મસળીને.

તે પોતાના રૂમની બહાર નીકળ્યો ત્યારે લગભગ બધા જ ઊંઘી ગયા હતા.પણ લગ્નમા આવેલા મહેમાનો માટે ભાડે રખાયેલા રૂમમાં નિશા પડખા ફેરવતી હતી.એની આંખો માથી નિંદ્રા જાણે રિસાઈ ગઈ હતી.અશ્વિનની સુહાગરાત એના માટે જાણે માતમની રાત બની ગઈ હોય એમ એના ગાલો પરથી આંસુ ઓના રેલા વહી રહ્યા હતા.અશ્વિનની શાદી એના માટે બરબાદી બની ચૂકી હતી.એની બાજુમાં જ અશ્વિનની મોટી બહેન મંજુલા ઘસઘાસાટ ઉંઘી રહી હતી.અને છુટા છવાયા બે ચાર મહેમાનો પણ નસકોરા બોલાવતા પડ્યા હતા.એ રૂમનો દરવાજો ફક્ત અટકાવેલો જ હતો.અને નિશાની આંખોં કોણ જાણે કેમ એ દરવાજા ઉપર જ મંડાયેલી હતી.જાણે એને ખાતરી જ હોય કે અશ્વિન બાકી બચેલી રાત એની સાથે વિતાવવા જરૂર આવશે.એ એકી પલકે દરવાજાને તાકી રહી હતી.અને આખરે એને ઈંતેઝારી

નો અંત આવ્યો.