Preet kari Pachhtay - 6 books and stories free download online pdf in Gujarati

પ્રિત કરી પછતાય - 6

*. પ્રિત કરી પછતાય*

6

ફક્ત અટકાવી રાખેલા દરવાજાને ધકેલીને જ્યારે અશ્વિને એ રૂમમાં પ્રવેશ કર્યો.ત્યારે પહેલા તો નિશા ચોકી જ ગઈ એના માનવામા આવતુ ન હતુ કે અશ્વિન અત્યારે પોતાની સામે ઊભો છે.એ આશ્ચર્યથી અશ્વિનને જોઈ રહી અશ્વિન ને અત્યારે અહીં આવેલો જોઈને નિશા નુ હૈયુ જાણે હિલોળે ચડ્યુ.પણ સાથે સાથે એની છાતીમાં ફફડાટ પણ થયો કે કોઈ જોઈ જશે તો?

દરવાજો પાછો બંધ કરીને.મુશ્કુરાતો અશ્વિન એની તરફ આગળ વધ્યો. નિશા નક્કી ન કરી શકી કે પોતે શું કરે? સ્મિત કરીને અશ્વિન ને આવકારે.યા ધૂતકારી ને કાઢી મૂકે.ઉપલા બેમાથી કોઈ પણ એક નો અમલ એ કરે.એ પહેલા અશ્વિન એના પડખામાં ભરાયો. આટલા માણસો આજુબાજુમાં સુતા છે એનો ભય તો એ બન્નેને હશે જ.એટલે એમણે કોઈ અજુગતુ કામ તો નહીં જ કર્યું હોય.તોય મોડે સુધી અશ્વિન અને નિશા કોણ જાણે શુ ય ગુસપુસ કરતા રહ્યા.

આ વાતની સવારે ઘણી હો હા થઈ. અને પહેલી જ રાતે નંદાને અશ્વિન સાથે પરણીને પસ્તાવો થયો.છતા જેમ તેમ કરીને એણે છ મહિના સુધી અશ્વિન સાથે સંસાર ચલાવ્યો.પણ છ મહિનાના એકસો ને ત્ર્યાસી દિવસ દરમિયાન અશ્વિન અને નંદાએ બાર પંદર રાતો માંડ સાથે ગુજારી હશે.અશ્વિન નંદાને પતિ સુખ તો ન આપી શક્યો.પણ ઉલટાનુ એ કઈ રીતે આ ઘર છોડીને વહેલી તકે ચાલી જાય એ જ પ્લાનિંગ માં એ રહેવા લાગ્યો.અને આખરે એક દિવસ એવો આવી જ ગયો કે નંદા ની ધીરજ ખૂટી ગઈ.

એવી આશાએ અત્યાર સુધી એ ટકી રહી હતી કે અશ્વિન ક્યારેક તો બદલાશે.મારા પ્રેમની કિંમત એને ક્યારેક તો સમજાશે.પણ જ્યારે છ મહિના વીતી ગયા છતા.અશ્વિનમાં એણે લેશમાત્ર પણ પરિવર્તન થતા ન જોયુ. ત્યારે એ હારી ગઈ.કંટાળી ગઈ.એને મનમાં એવું લાગ્યું કે જે પતિ પોતાની પત્નિ સાથે બે ઘડી મીઠી વાત પણ ન કરી શકતો હોય એની સાથે જિંદગી વિતાવવી અશક્ય છે.જે પુરુષ એને ચાહતો જ નથી તો પછી હું પણ શુ કામ પરાણે બિલાડીના ઘંટની માફક એના ગળે વળગી રહુ.અને નંદા એક દિવસ હંમેશ માટે પોતાને પિયર ચાલી ગઈ. અને અશ્વિનનુ તો આજ એક માત્ર ધ્યેય હતુ કે.ભૂલથી જેને પરણીને પોતે પસ્તાતો હતો એનાથી કઈ રીતે છુટકારો થાય.અને પોતે કઈ રીતે નિશાને મેળવી શકે.

સુહાગરાત ની રાતે જ્યારે અશ્વિન નિશાના પડખામાં ભરાયો હતો.ત્યારે નિશાએ જ એને નંદા થી વિમુખ કરવા નો પ્રયાસ કર્યો હતો.અશ્વિંનના ઝુલ્ફોમા હાથ ફેરવતા એણે અશ્વિનના કાનમા ફુક મારી હતી કે.

"અશ્વિન હું હજી પણ તને ચાહુ છુ. અને ઉમ્રભર તને જ ચાહતી રહીશ."

"જો તું ખરેખર મને આટલો બધો ચાહે છે.તો તે લગ્ન કરવાની ના શા માટે પાડી."

અશ્વિને નિશાના કાનમાં આ પ્રશ્ન પૂછ્યો હતો.

"મારા મમ્મી પપ્પાને તું પસંદ ન હતો અશ્વિન.અને મારામાં એટલી હિંમત ન હતી કે હું એ લોકોની ઉપરવટ જઈને તારી સાથે ઘર માંડુ.પણ હવે..."

તે બોલતા બોલતા અટકી ગઈ.

"હવે.શૂ?"

"હવે મને થાય છે અશ્વિન.કે સમાજના સઘળા બંધન તોડીને હું તારી થઈ જાવ. મારો પ્યાર મારી નજરની સામે કોઈ બીજી ન મળે એ મારાથી નથી સહેવાતુ. અશ્વિન.હુ તારી થવા ઈચ્છુ છુ.મને.. મને અપનાવી લે અશ્વિન."

આટલું બોલતા બોલતા નિશાની આંખો માં આંસુ ઘસી આવ્યા.અને એના આંસુની ભીનાશથી અશ્વિનનુ હૃદય પણ ભીંજાઈ ગયુ.

"જો તુ ખરેખર મારી થવા ઈચ્છતી હો તો હુ આજે પણ તને સ્વીકારવા તૈયાર છુ નિશા."

"પણ હવે આપણે કેવી રીતે મળી શકીશુ અશ્વિન.?"

તરફડતા પારેવાની જેમ નિશાએ ફ્ફડાટ કર્યો.

"કેમ.કેવી રીતે એટલે?"

"આપણુ મિલન હવે અશક્ય છે."

"અગર તુ હવે તૈયાર છો તો કોણ રોકશે આપણને?"

"આપણા બંનેની વચ્ચે નંદા નામની દીવાલ જણાઈ ચૂકી છે અશ્વિન."

"એ દીવાલને હુ ઝાટકા મા તોડી નાખીશ. તુ થોડા દિવસ રાહ જો નિશા.નંદાને હુ કેવી સિફત થી આપણી વચ્ચેથી સરકાવી દઉં છુ "

અને જ્યારે ખરેખર અશ્વિને નંદાને પોતાના પ્લાન મુજબ રસ્તામાંથી હટાવી દીધી.ત્યારે અશ્વિનને સપને પણ આ ખ્યાલ ન હતો કે.પોતાને બહેકાવી ને. પ્રેમની મીઠી મીઠી વાતો કરીને નિશા સાથે પોતે કરેલી બેવફાઈ નો નિશાએ આ રીતે બદલો લીધો છે.

નંદાના પિયર ચાલ્યા જવા પછી નિશાએ પણ અશ્વિન ને મળવાનું બંધ કરી દીધુ.અશ્વિને પોતાના તરફથી નિશાને મળવાના ઘણા પ્રયત્નો કર્યા. ઘણી ચિઠ્ઠીઓ મોકલાવી.પણ અશ્વિન ની કોઈપણ પ્રતિક્રિયા નો જ્યારે નિશા એ કોઈ જ ઉત્તર ના આપ્યો ત્યારે. અશ્વિન ચિંતામાં પડી ગયો કે નિશાને શું થઈ ગયું હશે? અમારા બંને વચ્ચેથી એના જ કહેવાથી તો મેં નંદાને હટાવી. અને હવે એ પોતે પણ મને મળવાનું શા માટે ટાળે છે?

એવા તો કેટલાય પ્રશ્નો અશ્વિન ના મસ્તક મા ઉભરાવા લાગ્યા હતા.પણ એ પ્રશ્નોના જવાબની એને બહુ રાહ ના જોવી પડી.

એ દિવસે નિશા જ્યારે એને મળી ત્યારે ખૂબ જ ખુશ ખુશાલ દેખાતી હતી.અશ્વિનને મળતી વખતે એણે પોતાના બંને હાથ પાછળ છુપાવીને રાખ્યા હતા.એટલે અશ્વિનને એના હાથમા શું છે તે દેખાયુ નહી.પણ ઘણા દિવસે નિશાને જોતા જ અશ્વિન નું હૈયુ આનંદથી ટહુક્યુ.

"બહુ દિવસે મળી નિશા કેમ દેખાતી ન હતી"

"હમણા બહાર આવવા જવાનું બંધ કરી દીધુ છે પણ આ તો તને એક અગત્યના ખુશખબર સંભળાવવા ના હતા ને એટલે જ ખાસ તને જ મળવા આવી છુ."

એના શબ્દોમા ખુશીના રણકાર કરતા કટાક્ષ ની ધાર વધુ હતી.એક એક શબ્દને એ ચીપી ચીપી ને બોલતી હતી.પણ નિશાના પ્રેમમા અંધ થઈ ચુકેલા અશ્વિનને એની ગંધ સુદ્ધા ન આવી.એ મૂર્ખ તો એમ સમજ્યો કે. નિશા હવે ટૂંક સમયમાં જ મારી સાથે લગ્ન કરશે એવા જ ખુશીના સમાચાર સંભળાવશે.એ ઉત્સાહ પૂર્વક બોલ્યો.

"મને પણ એ ખુશીના સમાચાર સાંભળવાનો ઈંતજાર છે."

જવાબમાં નિશાએ પોતાનો પાછળ સંતાડી રાખેલો હાથ અશ્વિન ના મુખ તરફ લંબાવ્યો.એમા પેંડો હતો.

"લે ખુશ ખબર સાંભળતા પહેલા તારું મોં મીઠું કર."

અશ્વિન ના મુખ મા પેંડો ઠુસ્તા નિશા બોલી.