સવારે આર્ટ એન્ડ આર્કિટેકચરમાં
મિસ્ટર હિતેશ દેસાઈ કંપનીમાં આવ્યા. અથર્વએ તેમની સાથે મુલાકાત કરી.
અથર્વ તેમને લઈને મિટિંગ રૂમમાં ગયો. થોડીવાર બાદ રાહીલ કોફી લઈને આવ્યો.
મીરા પણ બધી ફાઈલ લઈને આવી રહી હતી. તેણે મિટિંગ રૂમનો દરવાજો ખોલ્યો. તે અંદર આવી, તેનાથી અનાયાસે અથર્વ સામે જોવાઈ ગયું. તે અથર્વને જોતી જોતી જ ચાલી રહી હતી... તેની આગળ એક ચેર હતી મીરાનું ધ્યાન નોહ્તું....તેનો પગ ચેર સાથે ભટકાયો તે પડતી પડતી બચી. પણ હાથમાંથી ફાઈલ છૂટી સીધી મિસ્ટર હિતેશ દેસાઈના ખોળામાં પડી.
અથર્વએ તેની આ હરકતથી ચિડાઈને મોઢું બગાડ્યું અને પોતાના કપાળ પર હાથ ફેરવવા માંડ્યો.
રાહીલએ અથર્વનો ચેહરો જોયો અને તે જાણે મીરાને કહી રહ્યો હોય તેમ મનમાં બોલ્યો, મીરા શું કરે છે તું.
મીરા ઠીક તો છો ને તમે, વાગ્યું નથીને? મિ.દેસાઈએ પૂછ્યું.
જી...સર, હું ઠીક છું. મીરા અથર્વથી નજર બચાવતા બોલી.
હોટેલનો ડેમો બતાવો મિ.દેસાઈને. અથર્વ થોડા કડક અવાજે બોલ્યો. મીરાએ ફટાફટ ફાઈલ ખોલીને મિસ્ટર દેસાઈની સામે મૂકી.
મિસ્ટર અથર્વ, નક્સો તો બહુ સરસ છે. ક્યારથી કન્સ્ટ્રકશનનું કામ શરૂ કરવું છે? મિસ્ટર હિતેશ દેસાઈએ પૂછ્યું.
મિસ્ટર દેસાઈ, જેટલું જલ્દી થઇ શકે એટલું સારું, માટે તમે સામગ્રીની ખરીદી કરી લ્યો, કડિયાઓ, મજૂરરોકવા સુધીની દરેક બાબત સુનિશ્ચિત કરી લ્યો. પછી આપણે પ્રોજેક્ટ શરૂ કરી દેવો છે. અથર્વએ કહ્યું.
હિતેશ દેસાઈએ ફાઈલમાં નિરીક્ષણ કર્યું અને બોલ્યા, મિસ્ટર અથર્વ, આ બીમ પર ટુ-વે સ્લેબ્સ છે, આ સ્લેબને બંને દિશાઓમાંથી બીમ દ્વારા સપોર્ટ પૂરો પાડવામાં આવે છે...રીઇન્ફોર્સમેન્ટ બંને દિશામાં પૂરું પાડવામાં આવેલું હોય છે અને આ સ્લેબ સામાન્ય રીતે વન-વે સ્લેબ કરતાં વધારે જાડો હોય છે, તો શું આપણે આ સ્લેબ લેવો
જોઈએ ? અને તેમણે તેમની ફાઈલમાંથી એક ફોટો બતાવ્યો.

તો મિસ્ટર દેસાઈ તમને ક્યો સ્લેબ યોગ્ય લાગે છે આની કરતા? અથર્વએ પૂછ્યું.
મિસ્ટર રાઠોડ ટુ-વે સ્લેબ્સ કરતા...વૉફલ સ્લેબ લઈએ, તે ચોરસ કે લંબચોરસ ખાનાઓ ધરાવતા ટુ-વે રીઇન્ફોર્સ્ડ કૉંક્રીટ સ્લેબ છે, જે વૉફલ અથવા ગ્રિડની પેટર્ન જેવા લાગે છે. આ ખાનાઓ કે ખાલી જગ્યાઓ સ્લેબના વજનને ઘટાડી દે છે પણ તેની મજબૂતાઈ અને કઠોરતા યથાવત્ જળવાઈ રહે છે. આ ખાલી જગ્યાઓની વચ્ચે આવેલા બીમ સ્ટિફનર્સ તરીકે કામ કરે છે અને ભારને કૉલમ પર ટ્રાન્સફર કરે છે. તેમણે બીજો ફોટો બતાવ્યો અથર્વને.

તો આપડે વૉફલ સ્લેબ લઈએ તો કેવું રહેશે? શું કેહવુ છે તમારું મિ.અથર્વ?
કંઈ નહિ મિસ્ટર દેસાઈ અગર તમને આ સ્લેબ યોગ્ય લાગે તો આપણે આજ સ્લેબ લઇશું. અથર્વએ કહ્યું.
થોડીવાર પ્રોજેક્ટ વિશે ચર્ચા કર્યા બાદ મિસ્ટર દેસાઈ બોલ્યા, સારું ચાલો મિસ્ટર અથર્વ હવે હું નીકળું અને કન્સ્ટ્રક્શનની તૈયારી કરું. કાલ સુધીમાં બધો સામાન આવી જશે, તો કાલે મળીયે કન્સ્ટ્રક્શન સાઈડ પર.
સારુ મિસ્ટર દેસાઈ કાલે મળીયે. અથર્વએ કહ્યું.
મિસ્ટર દેસાઈ રાહીલ સાથે ચર્ચા કરતા કરતા બહાર આવ્યા.
મીરા પણ જવા લાગી, ત્યાં જ અથર્વએ પાછી તેને રોકી, કાલે કન્ટ્રક્શન પર આવવાનું છે તારે મારી સાથે.
કેમ.....અ....મતલબ રાહીલ સંભાળે છે કન્ટ્રક્શનનું બધું કામ. મીરા થોડી આશ્ચર્યમાં બોલી.
કેમ તને નથી આવડતું? અથર્વએ કહ્યું.
અ...આવડે છે. મીરા અધૂરા શબ્દમાં બોલી.
તો બસ તારે જ આવવાનું છે, કારણ કે મિસ્ટર પરીખને મારે બીજું કામ સોંપવાનું છે. અથર્વએ ઓર્ડર આપ્યો.
સર તે કામ તમે મને સોંપી શકો છો, રાહીલને કન્સ્ટ્રકશન પર લઈ જાવ. મીરાએ આજીજી કરતા કહ્યું.
મને એક વાત બે વાર કહેવાની ટેવ નથી, એકવારમાં સમજી જાવ તો સારું. અથર્વએ થોડા ગુસ્સામાં કહ્યું.
ઠીક છે સર હું જ આવીશ. મીરાએ સર શબ્દ પર વજન દઈને કહ્યું અને પછી મનમાં બબડી, એક તો પોતે ને પોતે મને કહે છે, મારીથી જેમ બને તેમ દુરી રાખજે અને હવે એ જ મને તેની સાથે લઈ જાય છે.
મનમાં વાત થઈ ગઈ હોય તો જઈ શકો છો તમે. અથર્વએ મીરાને વિચારમાં જોઈને કહ્યુ.
મીરાએ જી સર કહ્યું અને ચાલી ગઈ ત્યાંથી.
**********
સવારે મીરા અને અથર્વ બંને કન્સ્ટ્રકશન સાઇડ પર પોંહચી ગયા. મિસ્ટર દેસાઈ અથર્વને સમાન બતાવી રહ્યા હતા અને બધું સમજાવી રહ્યા હતા.
મીરા આમ તેમ બધું કન્સ્ટ્રકશનનું કામ જોઈ રહી હતી, અને મનમાં વિચારી રહી હતી કે અહી મારું કંઈ કામ નથી તો પણ મને લઈને આવ્યા...ખડુસ.
મીરાને આમ વિચારમાં જોઈને, અથર્વ તેની પાસે આવ્યો અને કહ્યું, એમ વિચારે છે ને કે અહી તને શા માટે લાવ્યો?
હં...ના..ના હું એમ નોહતી વિચારતી. મીરાએ પોતાની હા ને ના માં બદલતા કહ્યું.
ઠિક છે રેહવા દયો તો. અથર્વએ કહ્યું.
મીરા મનમાં કહી રહી હતી, હવે એટલો ભાવ ખાસે આ કહેવામાં ખડુસ.
તને આ તડકો ખવરાવવા માટે લાવ્યો. થોડીવાર બાદ અથર્વએ કહ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો.
મીરાએ કહ્યું, કેમ જાણે હું તો મીણ હોવ ને અહી તડકામાં ઓગળી જાઈશ,....સમજે છે શું તે મને,...જાણી જોઈને લાવ્યા છે હેરાન કરવા. મીરાએ દૂરથી અથર્વ પર જોઈને મોઢું બગાડ્યું.
**********
અહી કંપનીમાં અબીર ક્યારનો પેલી યુવતીને શોધી રહ્યો હતો, અબીરએ તેને રાહીલના ડેસ્ક પાસે જોઈ.
તે યુવતી રાહીલના ડેસ્ક પાસે હતી તેણે રાહીલને પૂછ્યું, રાહીલ મીટિંગમાં પેલો વ્યક્તિ કોણ હતો જે બૉસની બાજુમાં બેઠો હતો.
રાહીલએ કહ્યું, તે તો મિસ્ટર અબીર અલી છે. મિ.રાઠોડના ભાઈ સમાન છે અને હોટેલ એમ્પાયરના અથર્વ સરના ૫૦ ટકાના ભાગીદાર પણ છે.
પેલી યુવતીએ કહ્યું, તો મને કેમ નોહતી ખબર આ વાતની? બધા ક્લાયન્ટને હું જ કૉલ કરું છું, તો આમની વિશે મને કેમ ન ખબર પડી?
રાહીલએ ચોખવટ પાડતા કહ્યું, આમની સાથે પેહલેથી કૉલમાં જ વાતો થઈ છે અને એ પણ મે જ કરી છે પ્રોજેકટ માટે, એટલે શાયદ તને નઇ ખબર હોય....પણ તું કેમ એટલું બધું પૂછે છે? રાહીલએ થોડી શંકા કરતા પૂછ્યું.
પેલી યુવતી વાતને ટાળવા લાગી, અરે રાહીલ મને એમ થયું, તે મિ.રાજ શર્મા સાથે આવ્યા હસે, પણ મે તેમને મિ.રાજના ગયા બાદ પણ અહી જોયા એટલે પૂછ્યું, કે તે વ્યક્તિ કોણ છે.
રાહીલએ વાતને જવા દીધી અને બંને પ્રોજેક્ટનું કામ કરવા લાગ્યા.
અબીર તેના ડેસ્ક પાસે આવ્યો. અબીરને આવેલો જોઈ રાહીલ ઊભો થઈને ત્યાં આવ્યો અને પૂછ્યું, જી અબીર સર કંઈ કામ હતું?
અબીરએ તેનું ધ્યાન પેલી યુવતી પરથી લીધું,તેને રાહીલને કોઈ પણ બહાને બહાર મોકલવો હતો એટલે કહ્યું, હા મારે પેહલાના પ્રોજેક્ટના બજેટની ફાઇલ્સ જોવી છે.
જી સર હું થોડીવારમાં આવું લઈ ને. રાહીલ કહીને ફાઈલ લેવા ચાલ્યો ગયો.
અબીર પેલી યુવતીની સામેની ચેર પર બેઠો અને કહ્યું, શું લેવા મને ઇગ્નોર કરે છે?
પેલી યુવતીએ જાણે કંઈ સાંભળ્યું જ ન હોય તેમ તે લેપટોપ પર કામ કરવા લાગી, ત્યાંજ અબીરે તેનો હાથ પકડી લીધો અને તેને કહ્યું ..........વધુ આવતા અંકે