Akshayanithisutra - Chapter 2 in Gujarati Philosophy by yeash shah books and stories PDF | અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 2

Featured Books
  • Safar e Raigah - 19

    منظر ۔آیت نے دھیرے سے اپنے کمرے کا دروازہ کھولا اور اندر داخ...

  • والدین کے فرائض

    والدین کے فرائضتحریر۔شاہد شکیلوالدین اور اولاد کا رشتہ محض خ...

  • زندگی کی صلیب

    حالات خدا کی حوصلہ افزائی سے، میں نے اپنے حالات بدل لیے ہیں۔...

  • Safar e Raigah - 18

    منظر ۔شاہ میر نے محسوس کر لیا تھا کہ آیات کے مزاج کی برہمی ا...

  • Safar e Raigah - 17

    منظر ۔شاہ میر نے آئس کریم کا کپ پکڑا اور اس کی ٹھنڈک کو محسو...

Categories
Share

અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 2

માનવ ની વિશેષ ક્ષમતાઓ અને વિકાસ અંગે કુદરત ના સૂત્રો. આ સૂત્રો દ્વારા કુદરત સમય સાથે માણસે જે પ્રગતિ સાધી છે એની યાત્રા વિશે જણાવે છે.

સૂત્ર :૩

જે ભાષા, તર્ક ,બોધ મનુષ્ય પાસે છે ,તેના થી મનુષ્ય કુદરત ની અન્ય પ્રજાતિઓ કરતા વિશેષ છે,

તેની પાસે વધુમાં પ્રભાવશાળી  સમાજ બનાવવાની પણ ક્ષમતા છે, તે આધ્યાત્મ તેમ જ વિજ્ઞાન દ્વારા રહસ્યો ઉકેલી શકે છે.

આ ક્ષમતા થી મનુષ્ય બીજા બધા જ જીવો કરતા વધુ વિકાસ પ્રાપ્ત કરી શકે છે ,

તેની પાસે હાસ્ય , મનોરંજન તેમજ ઉત્સવ ઉજવવા ની આવડત પણ છે જેથી આ વિકાસ ને તે માણી શકે,

આટલી બધી ક્ષમતાઓ ધરાવતો મનુષ્ય જો દુઃખી અને ચિંતિત હોય તો એનું કારણ  શોધવું જ ઘટે.

ભાવાર્થ : માનવી પાસે પ્રાકૃતિક વૃત્તિઓ સિવાય સામાજિક વૃત્તિઓ પણ વિકસાવવા ની ક્ષમતા છે, જેના દ્વારા મનુષ્ય એ જ્ઞાન, વિજ્ઞાન અને આધ્યાત્મ દ્વારા ઘણા રહસ્યો ખોલ્યા છે તેમ જ ઘણા બધા સંસાધનો વિકસિત કર્યા છે. તેને યંત્રો તેમ જ ઉપકરણો થી વિશેષ પ્રગતિ અને અવિશ્વસનીય ક્રાંતિ પ્રાપ્ત કરી છે. વધુ માં કુદરતના બધા જ જીવો કરતા શ્રેષ્ઠ એવી હસવાની, મનોરંજન કરવાની અને ઉત્સવ ઉજવવાની વિશેષ આવડત પણ મનુષ્ય સિવાય કોઈ પાસે ક્યાં છે.. છતાંય મનુષ્ય દુઃખી છે.. એનું કોઈ તો કારણ હોવું જ જોઈએ. દુઃખ ના કારણો કુદરતે સ્વયં પહેલા બે સૂત્ર માં જણાવ્યા છે.. અતિ મહત્વકાંક્ષા અને કારણ વગર નો સંઘર્ષ.

         મનુષ્ય કુદરત ની સર્વશ્રેષ્ઠ રચના પહેલેથી જ છે. છત્તા તેને પોતાની જ રચના સમાજ માં પણ વધુ શ્રેષ્ઠ બનવું છે. તેમ જ પોતાના કરતા પણ શ્રેષ્ઠ કૃત્રિમ રચનાઓ નિર્માણ કરીને આ સિધ્ધ કર્યું છે કે તે સૌથી ઉત્તમ વિકાસ  કરી શકે છે. પરંતુ આ કૃત્રિમ વિકાસ માં શ્રેષ્ઠ બનવા માટે મનુષ્ય એ ઘણા તાણ અને પીડા જાતે જ વહોરી લીધા છે.. તેને પોતાના મૂળ એટલે કે કુદરત ના સંતુલન ની પણ ઘણીવાર પરવા નથી કરી. આ જ એના દુઃખનું કારણ છે.


સૂત્ર :૪

મનુષ્ય એ વિકસિત સમાજ બનાવ્યો અને સામાજિક વૃત્તિઓ નું પણ નિર્માણ કર્યું ,

જે  વૃત્તિઓ સમય જતા કુદરત ની મૂળભૂત વૃત્તિઓ ની સાથે અનિવાર્ય થવા લાગી,

સામાજિક વૃત્તિઓ જેમાં પ્રભાવ શાળી વ્યક્તિત્વ  મેળવવું, શિક્ષા અને જ્ઞાન મેળવવું, તર્ક, વિજ્ઞાન અને વ્યવહાર ના  બળે નવા સંસાધનો બનાવવા,

આ રીતે  કુદરત દ્વારા કુદરતી સ્વયં સ્ફુરિત વૃત્તિઓ દ્વારા વહેતું સરળ  અને પ્રાકૃતિક જીવન સામાજિક જીવન બની ગયું,

કુદરત એટલે કે હું ક્યારે ય પ્રગતિ કે વિકાસ વિરોધી નથી. પ્રત્યેક મારી રચના વિકાસ પ્રાપ્ત કરવા માટે જ જન્મે છે, આ પણ સત્ય છે.


ભાવાર્થ : કુદરતી વૃત્તિઓ અને કુદરત સ્વયં વિકાસ અને પોષણ ને વધારે મહત્વ આપે છે.. એને મનુષ્ય ની વિશેષ ક્ષમતાઓ માં વૃદ્ધિ કરવા પણ યોગદાન આપ્યું છે. 

કુદરતી વાતાવરણ માં નદી કિનારે અનેક સમાજ અને સંસ્કૃતિઓ પાંગરી અને વિકાસ પામી છે. સમાજ માં વિધ્યા, ભાષા, તર્ક, બોધ, વિજ્ઞાન નો વિકાસ થયો જ છે. આપણી મોટી મોટી ઈમારતોની રચના અને વીજળી નું ઉત્પાદન પણ કુદરતી તત્વો વિના શક્ય નથી.. માટી,જળ,અગ્નિ ,જમીન અને આકાશ ની સહાયતા વિના કોઈ પ્રગતિ ક્યાં શક્ય છે?

માણસ પાસે વ્યહવાર કરવાની પણ આવડત છે, જેના દ્વારા તેને નાણાં નું નિર્માણ કર્યું અને આધુનિક અર્થવ્યવસ્થા નો પાયો નાખ્યો. તેને સામાજિક નીતિ અને નિયમો ઘડ્યા અને આ નિયમો ની સાથે વિવાહ પ્રથા પણ અસ્તિત્વ માં આવી. કુદરતની મૂળ વૃત્તિ કામ એટલે કે સેક્સ પણ એક સામાજિક વિષય થઈ ગયો.

કુદરતી રીતે જીવતો માણસ વધુ પ્રમાણ માં સામાજિક થઈ ગયો અને સમાજ ને અનુકૂળ થવા માટે સ્વાભાવિક વૃત્તિઓ નું દમન કરવા લાગ્યો. જેના થી મનુષ્ય ના અસંતોષ અને અશાંતિ માં વૃદ્ધિ થઈ.