મારી વાત મિસ મીરા શાહ સાથે કરાવી આપશો? અવિનાશએ કહ્યું
જી સર હું તમારી વાત મિસ શાહ સાથે કરાવું છું અને રિસેપ્શનિસ્ટએ મીરાને બોલાવી અને કહ્યું, મેમ તમારી માટે કૉલ છે મિસ્ટર અવિનાશ વર્માનો.
મીરાએ કૉલ ઉપાડ્યો અને બોલી, હેલ્લો સર.
સામે છેડેથી અવિનાશએ કહ્યું, હાય મિસ મીરા.
જી સર હું શું મદદ કરી શકું તમારી? મીરાએ કહ્યું.
મિસ મીરા, મારે વીલા વિશે વાત કરવી છે. મારે થોડા સુધારા વધારા કરવા છે. પણ પ્રોબ્લેમ એ છે કે, મારી એક અરજન્ટ મિટિંગ છે, નહિતર હું તમારી કંપનીએ જ આવીને વાત કરી લેત, એટલે તમે શું મારી કંપની આવી શકો છો. અવિનાશએ કહ્યું.
જી મિસ્ટર અવિનાશ, હું અમારા ઇન્ટિરિયર આર્કિટેકચર મિસ્ટર રાહીલને તમારી કંપનીએ મોકલી આપું છું. મીરાએ કહ્યું.
અ...નહિ મિસ મીરા તમે આવો તો વધુ સારું રહેશે, તમે વધુ સારું બધું એક્સપ્લેન કર્યું હતું અને હા અત્યારે આવો તો વધુ સારું. અવિનાશએ કહ્યું.
મીરાએ થોડું વિચાર્યું અને પછી જવાબ આપ્યો, ઑ...કે, સર...હું આવું છું.
મીરા ઝોયા પાસે આવી અને તેને કહ્યું, ઝોયા હું મિસ્ટર અવિનાશની કંપનીએ જાવ છું. તેમણે વીલાની કંઇક ચર્ચા માટે બોલાવી છે.
મીરા તું એકલી જાઈ છે? ઝોયાએ પૂછ્યું.
યાર રાહીલ હોત તો તેની સાથે જ જાત પણ તે કન્સ્ટ્રક્શન પર છે. મીરાએ કહ્યું.
તો હું સાથે આવું ચાલ. ઝોયાએ કહ્યું.
તો અહી કોણ રહેશે. મિસ્ટર રાઠોડ પણ નથી તે તેમની ઈમ્પોર્ટન્ટ મીટીંગ માટે ગયા છે અને એમ પણ ઝોયા હું નહિ જાઇસ તો મિસ્ટર રાઠોડની બોલીઓ પડશે, કહેશે કે એક ક્લાયન્ટ ઢંગથી નથી સાચવી શકતી. મને એમનો ડર વધુ છે. ભૂલ કરીશ તો હાથ પકડીને કંપનીની બહાર મૂકી આવશે. એટલે હું જાવ છું તું સાચવી લેજે અહી. બાય.
મીરાએ કહ્યું.
સારું ધ્યાનથી જજે, બાય. ઝોયાએ કહ્યું.
મીરા અવિનાશની કંપનીએ જવા માટે નીકળી અને પંદર એક મિનિટમાં ત્યાં પોહચી ગઇ.... તે કંપનીની અંદર આવી.
રિસેપ્શનિસ્ટએ મીરાને જોઈને પૂછ્યું. મેમ હું તમારી શું સેવા કરી શકુ?
મીરાએ કહ્યું, મિ.અવિનાશ વર્મા સાથે મારી મિટિંગ છે.
મેમ તમારું નામ? રિસેપ્શનિસ્ટએ પૂછ્યું.
મીરા શાહ. મીરાએ કહ્યું.
રિસેપ્શનિસ્ટએ કૉલ લગાડી કહ્યું, સર મિસ મીરા શાહની મિટીંગ અપોઇમેન્ટ હતી?
હા... સમીરને કહો તેમને મારા કેબિનમાં લઈને આવે. સામા છેડેથી અવિનાશએ કહ્યું.
અવિનાશનો આસિસ્ટન્ટ મીરાને લઈને તેના કેબિનમાં ગયો. અવિનાશ સામો મિરાને લેવા આવ્યો.
મીરા અંદર આવી. અવિનાશએ તેના આસિસ્ટન્ટને ધિરેકથી કહ્યું, મારી મિટિંગ શરૂ છે, કોઈને મારી પરમિશન વગર અંદર આવવા નહિ દેતો.
સોરી મિસ મીરા તમને તકલીફ આપી, પણ મારી પાસે આજ ખરેખર ટાઈમ નોહતો. અવિનાશએ કહ્યું.
વાંધો નહિ મિસ્ટર અવિનાશ......શેની વિશે ચર્ચા કરવી હતી?
અ...મિસ મીરા પેહલા તમે એ કહો કે તમે શું લેશો કોફી, ચા કે ઠંડું. અવિનાશએ પૂછ્યું.
થૅન્ક યુ, પણ કંઈ નહિ મિસ્ટર અવિનાશ. મીરાએ કહ્યું.
**********
અહી અથર્વની મિટિંગ સ્ટાર્ટ હતી. અથર્વ તેના લેપટોપની બેગમાં કયારનો કઈક શોધી રહ્યો હતો.
શું થયું મિ.અથર્વ? ક્લાયન્ટએ પૂછ્યું.
આઈ એમ સોરી મિ.ભટ્ટ, પણ હું પેનડ્રાઈવ શાયદ મારા ડેસ્ક પર ભૂલી ગયો છું. મને થોડો સમય આપી શક્શો જેથી હું મારા એમ્પ્લોય પાસે પેનડ્રાઈવ મંગાવી લઉ. અથર્વ કહ્યું.
ઇટ્સ ઓક મિસ્ટર અથર્વ, ટેક યોર ટાઈમ. મિ.ભટ્ટએ કહ્યું.
થૅન્ક યુ સો મચ. અથર્વએ કહ્યું અને રાહીલને કૉલ કર્યો.
હેલ્લો સર. રાહીલએ કહ્યું.
મિસ્ટર પરીખ મારા ડેસ્ક પર એક પેનડ્રાઈવ પડી હશે, હું તમને લોકેશન સેન્ડ કરું છું તે લઈને અહી આવો. અથર્વએ કહ્યું.
સોરી સર પણ હું કંપનીએ નથી. હું તો કન્સ્ટ્રક્શન પર આવ્યો છું. સર હું મીરાને કૉલ કરી કહી દઉં, તે કોઈ સાથે મોકલાવી દેશે. રાહીલએ કહ્યું.
ઓકે. અથર્વએ કહ્યું.
રાહીલનો થોડીવાર બાદ ફરી કૉલ આવ્યો અને તે બોલ્યો, સર મીરા તો નોહતી કંપનીમાં તેને મિ.અવિનાશએ વીલાની ચર્ચા માટે બોલાવી હતી તો તે ત્યાં ગઈ છે. પણ ઝોયાએ આપણા એક એમ્પ્લોય સાથે પેનડ્રાઈવ મોકલી આપી છે.
અથર્વએ ફરી એક વાર પૂછ્યું, ક્યાં ગયા છે મિસ શાહ?
રાહીલએ ફરીવાર કહ્યું, સર તે મિ.અવિનાશ વર્માની કંપનીએ ગઈ છે.
અથર્વ ચોંકીને ઊભો થઈ ગયો. રાહીલને કહ્યું, અવિનાશની કંપનીનું લોકેશન મને અત્યારે જ સેન્ડ કરો.
તેણે તેના ક્લાયન્ટ પાસે માફી માંગી અને કહ્યું, મિ.ભટ્ટ આઇ એમ રિયલી વેરી સોરી, પણ મને એક અર્જન્ટ કામ આવી ગયું છે તો મારે જવું પડશે.
મિ.ભટ્ટએ નરમાશથી કહ્યું, ઈટ્સ ઓકે મિસ્ટર અથર્વ, નો પ્રોબ્લેમ તમે તમારું કામ પતાવી લ્યો આપણે નિરાંતે મિટિંગ કરી લેશું.
રાહીલએ લોકેશન સેન્ડ કરી અને અથર્વએ ગાડી ફૂલ સ્પીડમાં ચલાવી.
**********
મિસ મીરા મને આ એરિઓ નથી ગમી રહ્યો. અવિનાશ મીરાની ચેરની પાછળ ઊભો રહીને બોલ્યો.
કંઈ વાંધો નહિ સર આપણે અહી અલગ ડિઝાઇન કરી લેશું. મીરાએ કહ્યું.
પણ મીરા અહી એવી કઈ ડિઝાઇન સારી લાગશે? અવિનાશ મીરાના ખભા પર હાથ રાખી બોલ્યો.
મીરા સહેજ ખસી ગઈ અને બોલી, સર એતો એડજસ્ટ થઈ જશે.
અવિનાશએ ફરી પાસે આવીને મીરાની પીઠ પર હાથ ફેરવ્યો અને મીરાની લટ કાન પાછળ કરીને એકદમ માદક સ્વરે બોલ્યો, શું એડજસ્ટ થઈ જશે?
મીરા અવિનાશની હરકત સમજી ગઈ અને તે એક જાટકા સાથે ઉભી થઇ ગઈ .
મીરા બોલી, આ શું કરો છો મિસ્ટર અવિનાશ.
કંઈ....નહિ, સોરી મીરા બેસો તમે. અવિનાશ બોલ્યો.
સર આપણે કાલે મિટિંગ રાખીએ. મીરા બોલી... તેને ત્યાથી જેમ બને તેમ નીકળવું હતું.
નહિ મીરા પછી મારી પાસે સમય નથી એટલે આપણે અત્યારે જ વાત કરી લઈએ. અવિનાશએ ખોટુ નરમાશથી કહ્યું.
મીરાની પાસે ઓપ્શન ન હોવાથી તે તેની વાત સાંભળીને ચેર પર બેઠી.
અવિનાશ તેની બાજુની ચેરમાં બેઠો.
અથર્વ અવિનાશની કંપનીમાં આવી ગયો હતો. તેણે રિસેપ્શનિસ્ટ પૂછ્યું, અવિનાશનું કેબિન ક્યાં છે.
રિસેપ્શનિસ્ટએ કહ્યું, અહીંથી લેફ્ટમાં જ છે મિસ્ટર અવિનાશનું કેબિન.
અથર્વ તે બાજુ ઉતાવળી ચાલમાં આગળ વધ્યો.
અહી અવિનાશ મીરાની બાજુની ચેરમાં બેઠો. મીરા વીલા વિશે વાત કરી રહી હતી અને થોડીવાર બાદ અવિનાશએ મીરાની જાંઘ પર હાથ ફેરવ્યો.
મીરા ગુસ્સામાં ઉભી થઇ ગઈ અને બોલી, શું કરો છો તમે મિ.અવિનાશ?
અવિનાશએ મીરાનો હાથ પકડ્યો અને મીરાને ઉપરથી નીચે જોઈને બોલ્યો, કયાર નો તને ટચ કરું છું તને નથી ખબર પડતી હું શું કરું છું.
અવિનાશનું એટલું કેહેવા પર જ, મીરાએ જોરથી અવિનાશના મોઢા પર થપ્પડ મારી દીધો.
બે કોડીની એમ્પ્લોય, તે મારી પર હાથ ઉઠાવ્યો. તારી એટલી હિંમત. અવિનાશ મીરાના તમાચાથી ઉશ્કેરાઈ ગયો ..........વધુ આવતા અંકે