Beinteha: Hate and Love - 17 in Gujarati Drama by Firdous kaSak books and stories PDF | બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 17

Featured Books
Categories
Share

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 17





   બે કોડીની એમ્પ્લોય, તે મારી પર હાથ ઉઠાવ્યો. તારી એટલી હિંમત. અવિનાશ મીરાના તમાચાથી ઉશ્કેરાઈ ગયો તેણે મીરાના બેય હાથ પકડીને ડેસ્ક પર સુવરાવી દીધી અને તેની સાથે જબરજસ્તી કરવા લાગ્યો. મીરા છૂટવાના પ્રયાસો કરી રહી હતી.

   અહી અથર્વ અવિનાશની કેબિન સુધી આવી ગયો હતો ત્યાજ અવિનાશના આસિસ્ટન્ટએ અથર્વને રોક્યો.

  બૉસની મિટિંગ શરૂ છે, તમે અત્યારે અંદર નહિ જઈ શક્શો.
  
  અથર્વએ અવિનાશના આસિસ્ટન્ટને જોરથી મોઢા પર મુક્કો માર્યો અને પેલો નીચે પડી ગયો.

  અથર્વએ જોરથી કેબિનના દરવાજા પર લાત મારી અંદરનું દૃશ્ય જોઈને અથર્વના ગુસ્સાનો આપો ન રહ્યો.

   અથર્વને જોઈને અવિનાશ મીરાથી દૂર ખસ્યો...અથર્વને જોઈને મીરાના જીવમાં જીવ આવ્યો. અથર્વ ગુસ્સામાં ધૂંવાંપૂંવાં થઈને અવિનાશનો કોલર પકડ્યો અને મોઢા પર જોરથી મુક્કો માર્યો, તેના પેટ પર લાત મારી. અથર્વએ અવિનાશને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો.

  અવિનાશ તો પણ તેના અધૂરા શબ્દોમાં બોલ્યો, અથર્વ... તું...ભૂલ કરે છે...આ તારી મામૂલી એમ્પ્લોયએ મારી પર હાથ ઉઠાવ્યો અને તું એ પણ મારી ઉપર આ બે કોડીની એમ્પ્લોયને લીધે હાથ ઉઠાવ્યો...આ ડીલ હું કેન્સલ કરું છું.

   આતો મારી એમ્પ્લોય છે અગર અહી તારી કંપનીની પણ એમ્પ્લોય હોતને તો પણ હું તારી પર હાથ ઉઠાવત જ અને અથર્વએ ત્યાં ડેસ્ક પર વીલાની ડિઝાઇનની ફાઇલ પાસે કોન્ટ્રાક્ટની ફાઈલ પડી હતી. તે ઉઠાવી અને તે ફાઇલને ફાળીને અવિનાશના મોઢા પર મારી અને કહ્યું, તું શું ડીલ કેન્સલ કરતો હતો, લે હું કરું છું ડીલ કેન્સલ. મારી કંપનીની આજુ બાજુ પણ ક્યાંય દેખાયો તો અંજામ બહુ ખરાબ હશે.

    અથર્વ મીરાનો હાથ પકડીને બહાર લઈ ગયો...કાર પાસે પોહચ્યા ત્યાં સુધી મીરા અથર્વને એકટસ જોઈ રહી હતી.

    અથર્વએ ગુસ્સામાં હતી તેણે મીરાને કારમાં બેસાડી અને
કારનો દરવાજો જોરથી બંધ કર્યો, તેની લીધે મીરા આખી જસ્કી ગઈ. 
  
     અથર્વ કારમાં આવીને બેઠો અને કાર ચલાવી મૂકી. થોડીવાર બાદ તેણે કારને સાઈડમાં ઉભી રાખી.

     તું શું લેવા મને પૂછ્યા વગર ત્યાં ગઈ હતી એ પણ એકલી? અથર્વએ ખૂબ જ ગુસ્સામાં કહ્યું.

   મીરા આખી ધ્રુજી ઊઠી હતી. તે કંઈ બોલી નહિ.

   અથર્વએ જોરથી કારના સ્ટેરીંગ પર હાથ ભટકાર્યો અને જોરથી રાડ નાખીને પૂછ્યું, શું લેવા ગઈ હતી ત્યાં?

     મીરાએ જોરથી કહ્યું, તમારા ડરને કારણે ત્યાં ગઈ હતી.
તમે કહ્યું હતું,હવે કંઈ પણ ભૂલ થઈ તો તમે મને હાથ પકડીને કંપનીની બહાર કાઢી મૂકશો. મીરા આખી ધ્રુજી રહી હતી અને આંખોમાં પાણી આવી ગયું હતું.

     અથર્વ તેને જોઈને શાંત પડ્યો. તેણે મીરાને પાણી આપ્યું અને ટીશ્યું પણ આપ્યું, મીરાએ પાણી પીયને, પોતાના આંસુ લૂછ્યા.

   તે આખા રસ્તે ચૂપ જ રહી. અથર્વ તેને જોઈ રહ્યો હતો.

  થોડીવાર બાદ તે બંને કંપની પોહચી ગયા. મીરા ચૂપચાપ તેના ડેસ્ક પર જઈને બેસી ગઈ. 

    ઝોયાએ અથર્વ અને મીરાને સાથે જોયા, અથર્વ ગુસ્સામાં તેના કેબિનમાં ગયો જ્યારે મીરા ચૂપચાપ તેના ડેસ્ક પર આવી બેસી ગઈ. ઝોયાને કઈક અજીબ લાગ્યું. તે મીરા પાસે આવી અને પૂછ્યું, શું થયું મીરા? 
 
   મીરાએ ઝોયા સામે જોયું તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. ઝોયા તેનો હાથ પકડીને તેને એક સાઈડ લઈને ગઈ.
 
    શું થયું મીરા તને...કેમ રડે છે તું? મિ.અથર્વએ કંઈ કહ્યું? ઝોયાએ ખૂબ ચિંતિત થઈ પૂછ્યું.

    મીરાએ નકારમાં માથું હલાવ્યું.

    તો શું થયું મીરા? ઝોયાએ મીરાના આંસુ લૂછી પૂછ્યું.

   મીરાએ બધી વાત ઝોયાને કહી.

    ઝોયા ખૂબ ગુસ્સામાં બોલી, તે અવિનાશ એટલો નીચ માણસ નીકળ્યો....મીરા ઈશ્વરનો લાખ લાખ શુકર કે તેમણે મિ.અથર્વને ટાઈમ પર મોકલી દીધા.
 
    મીરા રડવા લાગી, ઝોયાએ તેને સાંત્વના આપી અને કહ્યું, મીરા જે થઈ ગયું તે થઈ ગયું. તને ઈશ્વરએ બચાવી લીધી. ભૂલી જા બધું હવે અને હા મિ.અથર્વનો આભાર માની લેજે.

    અહી અથર્વને અવિનાશની તુચ્છ હરકત યાદ આવી રહી હતી, તેને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે કાચની ટીપોઇ પર જોરથી હાથ માર્યો. 
 
     મીરા અથર્વ પાસે આવી જ રહી હતી. તેનો આભાર માનવા. તેને અવાજ આવ્યો તેણે ફટાફટ દરવાજો ખોલ્યો. 

     મીરાએ ટીપોઇના કાચ વેરવિખેર જોયા અને અથર્વના હાથમાંથી લોહી વહેતું જોયું. તે દોડીને અથર્વની પાસે આવી અને ચિંતિત થઈ અથર્વનો હાથ પકડી બોલી, આ શું કર્યું તમે.
 
    અથર્વએ પોતાનો હાથ ખેંચી લીધો અને બોલ્યો, તું જા અહી થી.

    મીરાએ ડેસ્ક પરથી ટિસ્યુ ઉપાડ્યા અને અથર્વનો હાથ ખેંચીને તેમાં લગાડી દીધા.
  
   અથર્વ થોડા ઊંચા અવાજે બોલ્યો, જા અહી થી કહ્યું ને.

   મીરા બહાર ગઈ અને થોડી વારમાં ફર્સ્ટ એઈડ બોક્સ લઈને આવી.

   તેણે અથર્વનો હાથ પકડ્યો. 

   તને સમજ નથી પડતી એક વાતમાં? અથર્વ કહ્યું.
  
   મારી ઉપર ગુસ્સો હોય તો મારી પર કાઢો, આમ પોતાને નુકસાનનો પોહચાડો. મીરાએ કહ્યું.
  
   ડ્રેસિંગ કરતા સમય મીરાના હાથ ધ્રુજી રહ્યા હતા. અથર્વએ તેના હાથ જોયા. અથર્વ તેને જોઈ રહ્યો હતો મીરા અથર્વથી ખૂબ ડરી રહી હતી. મીરા તેને પટ્ટી કરી બહાર આવી.

    અથર્વ ત્યાજ બેસીને પોતાનો હાથ જોઈ રહ્યો હતો. તેને રિયલાઈઝ થયું કે મીરા તેનાથી ડરી રહી છે, તે તેના ડરના કારણે અવિનાશની કંપનીએ પોહચી ગઈ હતી અને પોતાને મુસીબતમાં મૂકી દીધી હતી....તેણે થોડું વિચાર્યા બાદ નક્કી કર્યું કે તે હવે જેમ બને તેમ મીરા સાથે નોર્મલ બિહેવ કરશે.

   બે ત્રણ દિવસ બાદ આજ ઈશા કંપનીએ આવી હતી તેના કામ માટે. રાહીલએ ઈશાને જોઈ અને મનમાં બોલ્યો, આજ તો રાહીલ હિમ્મત કરીને કહી જ દે તારા દિલની વાત.

   રાહીલ ઈશા પાસે ગયો અને બોલ્યો, હાય ઈશા.

   હાય રાહીલ. ઈશાએ પણ સ્મિત કરીને જવાબ આપ્યો.

     ઈશા મારે તારી સાથે વાત કરવી છે, શું તું ફ્રી છે? રાહીલએ કહ્યું.

     હા રાહીલ હવે હું ફ્રી છું, ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હતા બસ તેજ કરવા આવી હતી...બોલ ને શું વાત કરવી હતી?ઈશાએ કહ્યું.

     અહી નહિ ઈશા આપણે કંપનીના કેફેટેરિયામાં જઈને વાત કરીએ. રાહીલને કંપનીના શોર વાળા માહોલથી શાંત જગ્યાએ જઈને વાત કરવી હતી.

   સારું ચાલ ત્યાં જઈએ. ઈશાએ કહ્યું અને બંને કેફેટેરિયામાં ગયા અને ટેબલ પર બેસ્યા.

    રાહીલને થોડો ડર લાગી રહ્યો હતો, કે ઈશા આ જાણ્યા બાદ કેવું રિએક્ટ કરશે, ઈશા તેનો પ્રેમ સ્વીકારશે? તે મનોમન ડરી રહ્યો હતો.

    ઈશાએ કહ્યું, રાહીલ આપણે હવે કેફેટેરિયામાં પણ આવી ગયા. હવે કહેશે શું કેહવુ હતું?

    રાહીલ ખૂબ હિંમત કરી બોલ્યો, ઈશા પેહલા તું મને પ્રોમિસ કર કે હું તને જે જણાવીશ ત્યાર બાદ તું જે પણ ડિસિઝન લેશે એમાં આપણી દોસ્તીને આંચ ન આવવી જોઈ. બસ આ એક પ્રોમિસ કર.

    પણ રાહીલ એવી તો શું વાત છે કે તે આપણી દોસ્તીને અસર થઈ જાઈ...તું કહે તો ખરા. ઈશાએ કહ્યું.

   નહિ ઈશા પેહલા તું વાદો કર પછી જ હું જણાવીશ. રાહીલએ કહ્યું.

    રાહીલની જીદ્દ સામે ઈશાએ નમતું મૂક્યું અને બોલી, ઓકે ફાઈન, હું તને વચન આપું કે હું તારી વાત જાણ્યા બાદ આપણી દોસ્તી તોડવાનું ડિસિઝન નહી લઉ...બસ...હવે તો કહી દે. 

  રાહીલએ ઊંડો શ્વાસ લીધો અને બોલી ગયો ..........વધુ આવતા અંકે