Beinteha: Hate and Love - 24 in Gujarati Drama by Firdous kaSak books and stories PDF | બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 24

Featured Books
Categories
Share

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 24



  અથર્વ મીરાને તેની ઘરે લઈને ગયો. તે મીરાના ઘરે તેને નશાની હાલતમાં એકલી નોહતો મૂકવા માંગતો, એટલે તે તેને પોતાના ઘરે લઈને ગયો.

    મીરાના કપડાં પલળી ગયા હતા, અથર્વએ મીરાને પોતાના બેડરૂમમાં સુવડાવી અને બહાર આવી તેણે એક મહિલાને બૂમ પાડી, ભાવના કાકી.....થોડીવાર બાદ એક ૬૦ એક વર્ષના મહિલા ત્યાં આવ્યા.
  
    હા...અથર્વ બેટા, શું જોઈએ છે? ભાવના કાકી બોલ્યા.
   
    ભાવના કાકી મારા રૂમમાં એક છોકરી સુતી છે, જે મારી મિત્ર છે, તે અત્યારે હોશમાં નથી તેના કપડા વરસાદના કારણે ભીના થઈ ગયા છે. તો અલમારીમાંથી મારા કપડાં લઈ તેને ચેન્જ કરાવી દો. અથર્વએ ભાવના કાકીને કહ્યું.
   
    ભાવના કાકીએ મીરાના કપડા ચેન્જ કરાવી દીધા. તેઓ બહાર આવ્યા અને અથર્વને કહ્યું, અથર્વ બેટા મે તે દીકરીના કપડા બદલી નાખ્યા છે.......બેટા તમારે જમવાનું છે, તો હું પીરસી દઉ?
   
     નહિ કાકી મને ભૂખ નથી. તમે હવે આરામ કરો અથર્વએ તેમને આરામ કરવા માટે મોકલી દીધા. તેઓ તેમના રૂમમાં નીચે આવી ગયા.
 
      અથર્વ તેના રૂમમાં ગયો, મીરાને ઘસઘસાટ ઉંઘ ખેંચતા જોઈને અને આજે મીરાએ જે હરકતો કરી હતી નશામાં તે યાદ કરી તેના ચેહરા પર કઈક અલગ સ્મિત આવી રહ્યું હતું અને મીરાએ વરસાદમાં જે અથર્વ સાથે કર્યું તે યાદ કરી તે પ્રેમથી મીરાને જોઈ રહ્યો હતો.
  
    તે બોલ્યો, આઇ લવ યુ ટુ મીરા. મને પણ તું ખૂબ પસંદ છે, પણ તારો આ ઈઝહાર તે નશામાં કર્યો છે, જે હું હકીકતમાં સાંભળવા માગું છું......અને તે મીરાને બ્લેન્કેટ ઓઢાડી પોતે બહાર હોલમાં સુવા ચાલ્યો ગયો.
  
    સવાર પડી મીરા ઉઠી પથારીમાં બેઠી થઈ. તેનું માથું અસહ્ય દુઃખી રહ્યું હતું. તેણે રૂમ પર નજર ફેરવી તેને કંઈ અજાણી જગ્યાએ હોવાનો અહેસાસ થયો. તે ચોંકી ગઈ...તેણે આમથી તેમ નજર ફેરવી રૂમમાં, બેડની પાછળ દિવાલમાં અથર્વનો મોટો ફોટો લાગ્યો હતો, તે સમજી ગઈ કે તે અથર્વના ઘરે છે...તે અથર્વના ઘરે હોવાથી તેને નિરાંત થઈ. તેણે તેના કપડા જોયા જે તેના નહોતા. તેણે યાદ કરવાની કોશિશ કરી પણ તેને છેલ્લું બસ એટલું જ યાદ હતું કે આર્યનએ તેને જ્યુસ પીવા કહ્યુંને તેણે પીધું હતું, તેની પછીનું તેને કઈ જ નોહ્તું યાદ આવી રહ્યું.
  
    તે બહાર આવી, ત્યાજ ભાવના કાકી સામે આવી રહ્યા હતા. મીરા ત્યાં ઉભી રહી ગઈ. ભાવના કાકી તેની પાસે આવ્યા અને કહ્યું, દીકરી તમે ઉઠી ગયા. 
  
   મીરાએ ભાવના કાકીની સામે જોઈને કહ્યુ, હું અહી કેવી રીતે આવી?
  
  ભાવના કાકીએ કહ્યું, દીકરી રાતે તમે હોશમાં નહોતા. આ અથર્વનું ઘર છે. તે તમને અહીં લઈને આવ્યા અને તમે રાતે પલળવાને લીધે ધ્રુજી રહ્યા હતા. અથર્વએ મને કહ્યું કે હું તમારા કપડાં ચેન્જ કરાવી દઉ.
   
    એટલું કહી ભાવના કાકી મીરાના ધોયેલા કપડાં તેને આપી ગયા, તેણે કપડા સાઈડમાં મૂક્યા અને હોલમાં ગઈ.
   
    ત્યાં અથર્વ સોફા પર ઊંઘી રહ્યો હતો. મીરા અથર્વ પાસે આવી તે તેને જોઈ રહી હતી. સૂતી વખતે અથર્વનો ચેહરો માસૂમ બાળક જેવો હતો. તેની આંખો પાસે કઈક લાગ્યું હતું. મીરાએ તે જોયું અને તે ધીરેકથી તે કાઢવા ગઈ, પણ અથર્વને તેના ચેહરા પર સ્પર્શ થવાથી તે ઉઠી ગયો.

    તેણે મીરાને તેની પાસે ઉભી જોઈ. અથર્વ સોફા પર સૂતો હતો ત્યાં ઉભો થઈને બેસ્યો.
  
    સોરી મે તો તમને ઉઠાડી દીધા....તમારી આંખો પાસે કઈક લાગ્યું હતું, હું તે હટાવવા જતી હતી પણ તમે ઉઠી ગયા.

  અથર્વને મીરાએ કહ્યું, એટલે તે હટાવવા આંખો પર હાથ ફેરવી રહ્યો હતો, મીરા તેને બતાવી રહી હતી કે, અહીંયા.... અરે થોડું ઉપર બાજુ....અરે આંખના ખૂણા પાસે છે અથર્વ,....અથર્વ ન કાઢી શક્યો તે બોલ્યો, તને દેખાઈ તો તું જ કાઢી આપ ને.
  
    મીરા તે કચરું કાઢવા અથર્વની કરીબ ગઈ. અથર્વ તેને જોઈ રહ્યો હતો, મીરાએ કચરુ કાઢ્યું અને કહ્યું, અહી જ તો હતું.

    પછી મીરા અથર્વની સામું કંઈક જવાબ જોતો હોય તેમ જોઈ રહી હતી, જોકે મીરાને તે વાતનો ખ્યાલ આવી ગયો હતો, પણ તે અથર્વ પાસેથી જાણવા માંગતી હતી.
  
     અથર્વ સમજી ગયો અને તેણે કહ્યું, મેડમ તમે રાતે ડ્રીંક કરી હતી....મીરાની ધારણા સાચી પડી તેણે આંખો બંધ કરીને નિશાસો નાખ્યો.
  
    અથર્વ મને યાદ છે, મે ડ્રીંક નહોતી કરી મને યાદ છે આર્યનના કહેવા પર મેં ઓરેન્જ જ્યૂસ પીધું હતું અને અમને લાગ્યું તે જ્યુસ હશે એટલે પી લીધું.
 
     અથર્વને આર્યનનું નામ સાંભળી ફરી કાલનું બધું યાદ આવી ગયું તેને ગુસ્સો આવ્યો.
 
    તે મીરાને ખીજાયો, તને કોઈ પણ કહેશે તો તું ગમે તો પીય લેશે?

    મીરાએ કહ્યું પણ તે મિસ્ટર રજત ચોપડાનો દીકરો હતો. હું કેવી રીતે તેને ના કહી શકું. 

     અથર્વ મીરાને પાછો ખીજાવા જતો હતો, ત્યાં જ ભાવના કાકી પાછા આવ્યા. અથર્વ તેમને જોઈને ચૂપ થઈ ગયો. મીરા મનમાં બોલી, હાશ બચી ગઈ.
  
    અથર્વ બેટા ચાલો નાસ્તો તૈયાર થઈ ગયો છે, તમે બંને નીચે આવી જાઓ. મીરા બચવા માટે ભાવના કાકીની પાછળ દોડીને ચાલી ગઈ. અથર્વ તેને જતા જોઈ રહ્યો અને બોલ્યો, મેડમ બચી નથી ગયા તમે, તમને તો ફુરસતથી કહીશ.
  
    અથર્વ પણ નાસ્તો કરવા માટે બેઠો મીરાએ ચૂપચાપ નીચે જોઈને નાસ્તો પતાવ્યો અને અથર્વએ મીરાને જોઈને નાસ્તો પતાવ્યો.
  
    અથર્વએ ભાવના કાકીને પૂછ્યું, અબીર ક્યાં છે?
 
   ભાવના કાકીએ કહ્યું, અબીર બેટા તે તો રાતે તમારા આવવા પહેલા સુઈ ગયા હતા અને સવારે વહેલા તે જીમ માટે નીકળી ગયા હતા....અથર્વએ કહ્યું. સારું!
  
    ચાલો કંપનીએ નથી જવાનું મિસ્ટર અથર્વ? મને ઘરે તો મૂકી જાવ હવે. મીરાએ કહ્યું 
  
   અથર્વએ તેને યાદ અપાવતા કહ્યું, મેડમ આજે રવિવાર છે. 
 
    આ ડ્રિંક પીયને મારું માથું ફરવા માંડ્યુ છે, યાર ખરેખર માથું બહુ દુઃખી રહ્યું છે. મીરાએ લમણે હાથ દઈને કહ્યું.

    તો મે કહ્યું હતું કે ડ્રિંક કર. અથર્વ કટાક્ષમાં બોલ્યો.

    મારી ભૂલ થઈ ગઈ મિસ્ટર અથર્વ રાઠોડ. મીરાએ બે હાથ જોડી કહ્યું.....અથર્વએ ડ્રોઅરમાંથી માથાની દવા કાઢી અને મીરાને આપી મીરાએ તે પીધી.
  
    સારું માફ કરી પણ આગળથી કોઈના કહેવા પર ડ્રીંક તો શું જ્યુસ પણ ના પીતી. અથર્વએ કહ્યું. 
  
   સારું હવેથી પાણી આપશે ને કોઈ, તો એ પણ નહીં પીવું બસ..... સારું હવે મને ઘરે તો મૂકી જાવ. મીરાએ છણકો કરતા કહ્યું.
 
    હા ચાલો મેડમ,અથર્વએ કહ્યું.
  
     બસ દસ મિનિટમાં આવું કપડાં ચેન્જ કરીને. મીરાએ કહ્યું.
  
    મીરા તેના કપડા પાછા પહેરીને આવી. અથર્વ કારમાં બેઠો મીરાની રાહ જોઈ રહ્યો હતો. મીરા આવી અને બેઠી કારમાં અથર્વએ કાર સ્ટાર્ટ કરી.
  
    તે મહિલા કોણ હતા તમારી ઘરે? મીરાએ થોડીવાર બાદ પૂછ્યું.
  
    તે ભાવના કાકી હતા..... તે મારા જન્મ પહેલાના અમારી ઘરે ચાકરી કરે છે. મારા પિતાના ગયા બાદ તેણે જ મને સંભાળ્યો છે, અને મારી બાદ તેણે અબીરને પણ સંભાળ્યો છે. 
  
   એક વાત પૂછું અથર્વ? મીરાએ ફરીવાર પૂછ્યું. તમે અને અબીર એકબીજાને કેવી રીતે મળ્યા અને તમારો બંનેનો સબંધ એટલો ગાઢ કેમ છે?
  
    મીરા અબીર મારા પિતાના મિત્રનો દીકરો છે. અત્યારે મારા અને અબીરનો જે ગાઢ સંબંધ છે ભાઈઓ જેવો, એક સમયે મારા પિતા અને મુબીન અંકલનો પણ એવો જ ગાઢ સંબંધ હતો.
  
   મારી લાઇફ અને અબીરની લાઇફ કેહવા જાવ તો એક જ સમાન છે, બંને બચપનમાં ..........વધુ આવતા અંકે