Daughter's mother... in Gujarati Short Stories by પારૂલ ઠક્કર... યાદ books and stories PDF | દીકરીની મા...

Featured Books
  • સમાંતર સફર

    પુણેનાં ટ્રાફિક અને ભીડભાડ વાળા રસ્તાઓ પરથી પસાર થતી લાલ સરક...

  • ભૂલ છે કે નહીં ? - ભાગ 111

    હું ઘરે તો આવી ગઈ. પણ મારા મગજમાં કંઈ કેટલાયે વિચારો ચાલતા હ...

  • અપૂર્ણ સંબંધ

    અમદાવાદના શાંત વિસ્તારમાં આવેલો એક સુંદર બંગલો બહારથી જોતાં...

  • વરસાદની સફર - ભાગ 4

    રાતભર આરોહીને ઊંઘ આવી નહીં.આરવના છેલ્લાં શબ્દો તેના મનમાં વા...

  • ધમાલ 4

    ધમાલ 4-રાકેશ ઠક્કર         અસલી 'ધમાલ'માં સંજય દત્ત...

Categories
Share

દીકરીની મા...

                      અનિકાની આંખમાં આંસુનું ઘોડાપુર ઉમટવા તૈયાર જ હતું પણ ચહેરા પર નકલી હાસ્યનો બંધ આ ધસમસ્તા પૂરને રોકી રહ્યો હતો. 
         આવતીકાલે તેની એકની એક લાડકી દીકરી, રિયાની સગાઇ હતી, ઘર મહેમાનોથી ભરેલું હતું, આખા ઘરમાં હસી-ખુશીનો માહોલ હતો, બધું બરોબર હતું, અને અચાનક જ જાણે આ ખુશીને કોઈની નજર લાગી ગઈ.
            "મમ્મી લે તારા જમાઇનો ફોન છે, એને કંઈક વાત કરવી છે તારી સાથે " રિયા એ ફોન અનિકાને આપતાં કહ્યું. અનિકા એ ફોન લીધો અને વાત શરુ થઇ... "આંટી અમેં નાની નાની ખરીદીમાં નીકળ્યા છીએ, આટલુ આટલુ લીધું છે," કહીને રિષિ કુમાર આખુ લિસ્ટ બોલી ગયા, (હા અનિકાના જમાઈ હજી અનિકાને આંટી જ કહે છે.) લિસ્ટ સાંભળીને અનિકાએ કહ્યું, " બધું બરોબર છે બેટા, બસ ખાલી રિયા માટે સાદી બંગડી લઇ લેજો " "ઓકે આંટી " કહીને રિષિ એ ફોન મુક્યો. પણ પછી એણે એના મમ્મીને શું અને કેવી રીતે કહ્યું એ તો રામ જાણે, બસ દસ મિનિટ પણ નહીં થઇ હોય, રિયાની સાસુનો ફોન અનિકા પર આવ્યો અને....

           " તમારા ફોનમાં મારો નંબર છે ને? તમે મને ફોન કરીને કહી શકતા હતા, તમે એવી કેવી રીતે કાંઈ મંગાવી શકો? તમે જે કહો એ અમારે લાવવું જરૂરી નથી, અમારે લાવવું હશે તો લાવશું, " અનિકા વચ્ચે બોલી "અરે પણ તમે મારી વાત તો સાંભળો, મેં કાંઈ મંગાવવા ફોન કર્યો જ નથી, રિષિનો જ ફોન આવ્યો હતો, એણે જ પૂછ્યું કે કાંઈ....."    
વાત પુરી પણ નોહતી થઇ અને વચ્ચે જ રિયાની સાસુ તાડુક્યા " તમારે ખાલી રિષિ સાથે જ સંબંધ છે? તો કાલે સગાઈમાં તમારા રિષિને જ મોકલી દઈએ, અમારું શું કામ છે? અમે કોઈ આવશું નહીં, સગાઇ પતે એટલે રિષિ અને રિયાને મોકલી દેજો " " અરે બહેન તમને કોઈ ગેરસમજ થઇ છે, તમે શાંતિથી મારી વાત સાંભળો, આમ ગુસ્સામાં ન બોલો, પહેલા વાત પુરી જાણો પછી તમે જે કહો એમ " અનિકાએ તેમનો ગુસ્સો શાંત પાડવા કહ્યું પણ રિયાના સાસુ કાંઈ સાંભળવા તૈયાર જ નોહતા. "અમે કાલે સગાઈમાં નથી આવવાના, રિષિ આવી જશે, સગાઇ પતાવી લ્યો તમે, આમેય અમારી ક્યાં જરૂર છે?" કહીને ફોન કાપી નાખ્યો.
          અનિકા સ્તબ્ધ થઇ ગઈ, બહારગામના મહેમાનો આવી ગયા હતા, બાકી હતા એ સવારે વહેલા આવવાના હતાં, શહેરમાં જ રહેનારા કુટુંબીજનો સીધા સગાઈના સ્થળે પહોંચવાના હતાં, અને હવે છેલ્લી ઘડીએ દીકરીની સાસુ એમ કહીને બેઠા કે એ લોકો નહીં આવે! હવે શું થાશે? સૌ સગાવ્હાલાઓને શું કહીશ? દીકરીનું શું થાશે? સમાજમાં તેની આબરૂ શું રહેશે? આવા અનેક વિચારોના વમળમાં અટવાઈ ગઈ, નોહતી કોઈને કહી શકતી નોહતી આ વાત સહી શકતી!

           વાત જાણે એમ હતી કે સગાઈના થોડાક દિવસ અગાઉ રિયાનાં સાસુએ અનિકાને ફોન કરીને એમ કીધું હતું કે સગાઈમાં અમે રિયા માટે સોનાની ચૂડી લાવવાનાં હતા પણ હવે થોડું બજેટ અનુકૂળ નથી તો ચૂડી નહીં લાવી શકીયે, અને અનિકાએ પણ કીધું હતું કે કાંઈ વાંધો નહીં તમને જેમ અનુકૂળ હોય એમ કરજો.
          પછી અનિકાની જેઠાણીએ એમ કીધું કે ભલે સોનાની ન લાવે પણ સાદી બંગડી લાવે તો સારુ, અને સગાઈના કામની દોડધામમાં અનિકા આ વાત રિયાની સાસુને કેહતા ભૂલી ગઈ અને જયારે રિષિએ પૂછ્યું તો અનિકાએ આ વાત રિસીને કીધી.
          બસ આ ભૂલ થઇ અનિકાથી. એ ભૂલી ગઈ હતી કે પોતે એક દીકરીની મા છે અને આ તો પાશેરાની પહેલી પુણી છે, હજી આગળ તો આવા કેટલાય ઘોડાપુર એને રોકવા પડશે.




પારૂલ ઠક્કર "યાદ"

ભાવનગર