World Photography Day in Gujarati Science by Tr Mrs Snehal Rajan Jani books and stories PDF | વિશ્વ ફોટોગ્રાફી દિવસ

Featured Books
Categories
Share

વિશ્વ ફોટોગ્રાફી દિવસ

ધારાવાહિક:- દિન વિશેષતા

દિન:- વિશ્વ ફોટોગ્રાફી દિવસ

માહિતિ આપનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

એક જૂનો ફોટો એ માત્ર પીળો પડી ગયેલો કાગળ નથી કે જેનાં પર કેટલીક વ્યક્તિઓ દેખાય છે, એ તો અઢળક યાદોનો ભંડાર છે. 

માત્ર એક નાનકડો જૂનો ફોટો તમને હસાવવાની તેમજ રડાવવાની તાકાત રાખે છે. કોઈક જૂનો ફોટો તમને જબરદસ્ત ગુસ્સો અપાવી જશે તો કોઈક તમને લાગણીથી ભીંજવી જશે. ફોટા ભલે જૂનાં થાય, એ ફોટા સાથે સંકળાયેલી યાદો જીવનભર તાજી જ રહે છે. કદાચ આ જ કારણથી દરેક વ્યક્તિ પોતાનાં જીવનનાં ખાસ દિવસોની સ્મૃતિ રાખવા એ દિવસે ફોટા પડાવવા ઉત્સુક હોય છે.

આ દિવસ ફોટોગ્રાફીની કલા, ઇતિહાસ અને ફોટોગ્રાફર્સના પ્રદાનને યાદ કરવા માટે સમર્પિત છે. આ દિવસે ફ્રેન્ચ સરકાર દ્વારા ઈ. સ. 1839માં 'ડૅગ્યુરેટાઇપ' ફોટોગ્રાફી પ્રક્રિયાને સત્તાવાર માન્યતા અપાઈ તેની યાદમાં ઉજવણી કરાય છે. દર વર્ષે અલગ અલગ થીમ ઉપર આ દિવસ ઉજવાય છે.

વર્ષ અને થીમ:-

2026      HOME

2025      My Favourite Photo

2024      No official theme

2023      Landscapes

2022      Pandemic Lockdown Through the  Lens

2021      Celebrate the Art of Capturing Life Today!

2020      Pandemic Through the Lens

2019 અને અગાઉ કોઈ થીમ નક્કી કરાઈ ન્હોતી.

જીવનની મહત્વપૂર્ણ ક્ષણોને સાચવવા માટે ફોટોગ્રાફી ખૂબ જ જરૂરી છે. કહેવાય છે કે જો તમારે કોઈ ક્ષણને અમર બનાવવી હોય તો તેને કેમેરામાં કેદ કરી લેવી જોઈએ. કૅમેરા ન હતા તે પહેલાં, વ્યક્તિઓ માટે તેમની સર્જનાત્મકતા વ્યક્ત કરવા માટે ચિત્રકામ એક શક્તિશાળી માધ્યમ હતું. પ્રાચીન ગુફાઓમાં તેમના દ્વારા દોરવામાં આવેલા ભીંતચિત્રો આ હકીકતની સાક્ષી આપે છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને આજના ડીજીટલ યુગમાં ડ્રોઈંગનું સ્થાન કેમેરાએ લીધું છે. ફોટોગ્રાફીના મહત્વને જણાવવા માટે, 19મી ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં 'વર્લ્ડ ફોટોગ્રાફી ડે' ઉજવવામાં આવે છે.

ઇતિહાસ અને મહત્વ:-

ઈ. સ. 1839માં ફ્રેન્ચ વૈજ્ઞાનિકો લુઇસ ડાઉગર અને જોસેફ નાઇસફોરે ફોટો કેપ્ચર કરવાની પદ્ધતિ વિકસાવી. એક સુંદર તસવીર હજારો શબ્દોની ગરજ સારે છે અને યાદગાર ક્ષણોને અમર બનાવે છે. વર્ષ 2010માં ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર કોસ્કે આરા દ્વારા પ્રથમ વૈશ્વિક ઓનલાઈન ગેલેરી શરૂ કરાઈ, ત્યારથી આ દિવસ ખૂબ લોકપ્રિય બન્યો.

દર વર્ષે 19 ઓગસ્ટના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિશ્વભરના ફોટોગ્રાફરોને ફોટો શેર કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ખાસ દિવસે જાણો શું છે ફોટોગ્રાફીની કલા, હસ્તકલા, વિજ્ઞાન અને ઇતિહાસ.

ફોટોગ્રાફીનાં પ્રકાર:-

આજે આપણે જે ફોટોગ્રાફીનો પ્રકાર જાણીએ છીએ તે લગભગ ઈ. સ. 1839થી છે. તે સમયે, ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા ડેગ્યુરેઓટાઇપ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રક્રિયાથી તાંબાની શીટ પર અત્યંત વિગતવાર છબી બનાવવાનું શક્ય બન્યું. શીટને ચાંદીના પાતળા સ્તરથી કોટેડ કરવામાં આવી હતી અને પ્રક્રિયામાં નકારાત્મક ઉપયોગની જરૂર નહોતી. કેમેરામાંથી કાયમી છબી મેળવવાની આ પ્રથમ પદ્ધતિ બની. 

ડિજિટલ ફોટોગ્રાફીના વિસ્ફોટ સાથે, ઘણા લોકો હવે તેમના કેમેરામાં ફિલ્મનો ઉપયોગ કરતા નથી. જો કે, કેટલાક ફોટોગ્રાફરો ડિજિટલ ફોટોગ્રાફીને બદલે ફિલ્મનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. ઉચ્ચ રીઝોલ્યુશન, વીજળીની જરૂર નથી, ઓછી કૉપિરાઇટ સમસ્યાઓ જેવી બાબતોને લીધે આજે પણ ફોટોગ્રાફરો ફિલ્મથી ફોટોગ્રાફી પસંદ કરે છે. છતાં પણ એ હકીકત છે કે ફિલ્મ કરતાં ડિજિટલ ફોટા સાચવવા વધુ સહેલાં છે.

પહેલો ફોટો:-

આજનાં યુગમાં ફોટોગ્રાફરો એક કરતા વધુ કેમેરાનો ઉપયોગ કરે છે. થોડી ક્ષણો (સેકન્ડ) ચિત્રો લેવા માટે નવીનતમ તકનીક જેથી દરેકના હાથમાં સ્માર્ટ ફોન હોય અને એક અથવા બીજાને કેપ્ચર કરી શકે. પરંતુ જ્યારે પ્રથમ ચિત્ર લેવામાં આવ્યું ત્યારે તે કેવી રીતે શક્ય હતું? ઈ. સ. 1839માં રોબર્ટ કોર્નેલિયસ નામના વ્યક્તિએ ફિલાડેલ્ફિયામાં તેના પિતાની દુકાનની તસવીર લેવા માટે કેમેરા લગાવ્યો હતો અને પછી તસવીર ક્લિક કરી હતી. ફોટો લીધા પછી લગભગ 3 મિનિટ પછી પોટ્રેટ પિક્ચર બહાર આવ્યું.

વિશ્વ ફોટોગ્રાફી દિવસની શરૂઆત:-

પ્રથમ વિશ્વ ફોટોગ્રાફી દિવસનું આયોજન 19 ઓગસ્ટ 2010ના રોજ કરવામાં આવ્યું હતું. તે જ દિવસે, લગભગ 270 ફોટોગ્રાફરોએ વૈશ્વિક ઓનલાઈન ગેલેરીમાં તેમના ફોટોગ્રાફ્સ શેર કર્યા. તે દિવસોમાં 100થી વધુ દેશોનાં લોકો ઓનલાઈન ગેલેરીની મુલાકાત લેતા હતા. આ ઇવેન્ટને પ્રથમ સત્તાવાર વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ગણવામાં આવે છે. આ દિવસ 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે, કારણ કે આ જ તારીખે છે ઈ. સ. 1839માં ફ્રાન્સની સરકારે ડેગ્યુરેઓટાઇપ પ્રક્રિયા માટે પેટન્ટ ખરીદ્યું હતું.

ડેગ્યુરિયોટાઇપની શોધ:-

ફ્રેન્ચ સરકારે ડેગ્યુરેઓટાઇપ પ્રક્રિયાની શોધને વિશ્વ માટે મફત ભેટ ગણાવી. વર્લ્ડ ફોટો ડે ડેગ્યુરેઓટાઇપની શોધનો સમયગાળો છે, જે ઈ. સ. 1837માં ફ્રેન્ચમેન લુઈસ ડેગ્યુરે અને જોસેફ નાઇસફોર નિપ્સ દ્વારા વિકસિત ફોટોગ્રાફિક પ્રક્રિયા છે. ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સે 9 જાન્યુઆરી, 1839 ના રોજ ડેગ્યુરેઓટાઇપ પ્રક્રિયાની જાહેરાત કરી. 19 ઓગસ્ટના રોજ ફ્રેન્ચ સરકારે પેટન્ટ ખરીદી અને આ શોધને વિશ્વને ભેટ તરીકે જાહેર કરી.

પ્રથમ ડિજિટલ ફોટો:-

કોડકના એન્જિનિયરે પ્રથમ ડિજિટલ કેમેરાની શોધ કરી તેનાં લગભગ 20 વર્ષ પહેલાં ઈ. સ. 1957માં પ્રથમ ડિજિટલ ફોટો લેવામાં આવ્યો હતો. આ ફોટો રસેલ કિર્શના પુત્રને દર્શાવતી ફિલ્મ પરનાં અગાઉનાં શૉટનું ડિજિટલ સ્કેન છે, અને તેનું રિઝોલ્યુશન 176 × 176 છે.

વિશ્વ ફોટોગ્રાફી દિવસનું મહત્વ:-

વિશ્વ ફોટોગ્રાફી દિવસ ઘણી રીતે મહત્વપૂર્ણ છે. તે વિશ્વભરના ફોટોગ્રાફરો સાથે જોડાવા, તેમના કાર્યને શેર કરવાની અને આ અદ્ભુત આર્ટ ફોર્મ વિશે વધુ જાણવાની તક આપે છે. આજે ફોટોગ્રાફી માત્ર શોખ નથી, પણ એક મોટું કરિયર અને કલાનું સબળ માધ્યમ છે.

ફોટોગ્રાફીના પ્રકારો:-

પોટ્રેટ ફોટોગ્રાફી (Portrait photography)

લેન્ડસ્કેપ ફોટોગ્રાફી (Landscape photography)

સ્ટ્રીટ ફોટોગ્રાફી (Street photography)

મેક્રો ફોટોગ્રાફી (Macro photography)

ફેશન ફોટોગ્રાફી (Fashion photography)

વન્યજીવન ફોટોગ્રાફી (Wildlife photography)

આર્કિટેક્ચરલ ફોટોગ્રાફી (Architectural photography)

દસ્તાવેજી ફોટોગ્રાફી (Documentary photography)

એસ્ટ્રોફોટોગ્રાફી (Astrophotography)

ગુજરાતના નવસારીના વતની હોમાઈ વ્યારાવાલા ભારતનાં પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ હતા. 

સૌજન્ય:- ઈન્ટરનેટનાં વિવિધ વેબપેજ. ક્યાંક લખાણ અક્ષરશઃ રજુ કર્યું છે, ક્યાંક મારા શબ્દોમાં રજુ કર્યું છે.

 

આભાર.

સ્નેહલ જાની