Beinteha: Hate and Love - 37 in Gujarati Drama by Firdous kaSak books and stories PDF | બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 37

Featured Books
Categories
Share

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 37






   સવારે ૧૦ વાગે આર્ટ એન્ડ આર્કિટેકચર કંપનીમાં મિસ્ટર જયરાજ ભાટિયા આવી ચૂક્યા હતા.

   અથર્વ તેમને લઈને આવ્યો મિટિંગ રૂમમાં. ઝોયા અને અબીર બંને ચિંતિત હતા કે હવે શું થશે. તે બંનેએ મીરા અને અથર્વને જોયા, જે એકદમ બિંદાસ હતા. 

   તે બંનેને મનમાં પ્રશ્ન થયા કે આ બંને કેમ એટલા બધા નોર્મલ છે... પ્રેઝન્ટેશન વિશે મિ.ભાટિયાને શું કહેશે. 

  થોડીવાર મિસ્ટર ભાટિયાએ વાતો કરી પછી તેમણે પ્રેઝન્ટેશન શરૂ કરવાનું કહ્યું. અબીર અને ઝોયાની બંનેની ધડકન વધી ગઈ હતી. 

   અથર્વએ કહ્યું, મિસ શાહ પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરો. 

   મીરાએ પ્રેઝન્ટેશન શરૂ કર્યું, ઝોયા અને અબીર બંને આતુતાપૂર્વક પરદા પર જોઈ રહ્યા હતા. 


   જેમ જેમ પ્રેઝન્ટેશન આગળ વધતું ગયું, તેમ તેમ મિસ્ટર ભાટિયા, ઝોયા અને અબીરની આંખો ચાર થઇ ગઇ.  

   પ્રેઝન્ટેશન પૂરું થતાં જ મિસ્ટર ભાટિયાના મોઢામાંથી વાહ શબ્દ નીકળી ગયો. 

   અમેઝિંગ, મિસ્ટર અથર્વ....ખરેખર જે.બી મોલનું બેસ્ટ પ્રેઝન્ટેશન છે આ...મે આવું તો મારા ઇમેજીનેશનમાં પણ નોહ્તું વિચાર્યું કે આ પ્રકારનો તમે ડેમો બનાવશો. મિસ્ટર ભાટિયા ખૂબ જ ઉત્સાહિત થઈ ને બોલ્યા.

   થૅન્ક યુ સો મચ મિસ્ટર ભાટિયા. મારી સાથે સાથે મિસ મીરા અને મારા બધા એમ્પ્લોયએ પણ ખૂબ મેહનત કરી છે. અથર્વએ આભાર માનતા કહ્યું.

   તો...શું વિચાર્યું... મિસ્ટર ભાટિયા પ્રોજેક્ટ વિશે? અથર્વએ પૂછ્યું. 

   નો ડાઆઉટ મિસ્ટર અથર્વ અફકોર્સ આ ડીલ હું આર્ટ એન્ડ આર્કીટેકચર સાથે જ કરીશ...ગઈકાલ મે વી.આર આર્કીટેકચરનું પ્રેઝન્ટેશન જોયું, તે પણ બેસ્ટ પ્રેઝન્ટેશન હતું. મને લાગ્યું કે તમારી માટે એક ચેલેન્જ હશે વી. આર સાથે. પણ અત્યારે તમારી કંપનીનું પ્રેઝન્ટેશન જોઈને મારી આંખો ચાર થઇ ગઈ મિ. અથર્વ... તો હું આ ડીલ તમારી કંપની સાથે કરવા માંગુ છું.

   અથર્વ અને બધા જ ખૂબ જ ખુશ થઈ ગયા. અથર્વએ આભાર વ્યક્ત કર્યો મિ. ભાટિયાનો.

   મિ. ભાટિયા થોડીવાર વાતો કર્યા બાદ ચાલ્યા ગયા. અબીર અને ઝોયાએ બંનેએ મીરા અને અથર્વ પર પ્રશ્નનો મારો શરું કર્યો.

   ભાઈ આ કેવી રીતે થયું? અબીરએ પૂછ્યું. હા મીરા આ તમે કેવી રીતે કર્યું અને એ પણ એટલું સરસ? ઝોયાએ પણ મીરાને પૂછ્યું.

   મે અને મીરાએ કાલે રાત્રે આ પ્રેઝન્ટેશન બનાવ્યું. અથર્વએ મીરા સામે જોઈને કહ્યું.

   શું..મીરા સાચ્ચે તમે કાલ આખી રાત પ્રેઝન્ટેશન પર કામ કર્યું. ઝોયા આશ્ચર્યથી બોલી.

   નહિ ઝોયા અમે ૫૦ ટકા જેટલું સાથે કર્યું અને મને ઊંઘ આવી જતા આખી રાત ફકત અથર્વએ બીજા ૫૦ ટકાનું પૂરું કર્યું. મીરાએ કહ્યું.

  અબીર તો બસ ગર્વથી અથર્વને જોઈ રહ્યો હતો. ઝોયાએ કહ્યું, મીરા તારે અમને તો કહી દેવાઈને અમે તમને હેલ્પ કરવા લાગત ને.

  ઝોયા ભૂલ મારી હતી તો હું મારા કારણે બધાને હેરાન કરવા નોહતી માંગતી.

  અહી મિસ્ટર ભાટિયાએ વિક્રમને કૉલ કર્યો, મિ. વિક્રમ હું તમને જણાવવા માંગુ છું કે મે આર્ટ એન્ડ આર્કીટેકચર સાથે ડીલ સાઈન કરી લીધી છે...તમારી કંપનીનું પ્રેઝન્ટેશન સારું હતું મિ.વિક્રમ, પણ અત્યારે હું જે પ્રેઝન્ટેશન જોઈને આવ્યો છું ખરેખર ખૂબ જ સરસ પ્રેઝન્ટેશન બનાવ્યું છે તેમણે. જેથી મે મિ. અથર્વ સાથે ડીલ ફાઇનલ કરી લીધી છે....ઉમ્મીદ છે મિ.વિક્રમ ભવિષ્યમાં ક્યારેક સાથે કામ કરીશું. એટલું કહી મિ.ભાટિયાએ કૉલ રાખ્યો.

   વિક્રમ આશ્ચર્ય અને ગુસ્સામાં હતો, કે આ કેવી રીતે થયું....તે ખૂબ જ ગુસ્સામાં બોલ્યો, આ તો મોઘું પડશે મિ. ભાટિયા તમને અને અથર્વને. 

  **********

   થોડા સમયમાં જે.બી મોલનું કામ શરૂ થઈ ગયું. હવે મીરાને પણ ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે અથર્વ તેને પ્રેમ કરે છે. પણ તે હંમેશા વિચાર કરતી કે અથર્વ કેમ નથી કહેતો આ. 

   મીરા ફરીવાર અથર્વ પાસે ગઈ. અથર્વ કામ કરી રહ્યો હતો. મીરાએ પૂછ્યું, એક વાત પૂછું?

   હમમ. અથર્વ કામ કરતા કરતા જ બોલ્યો. 

   હું તમારી માટે કેટલી ઈમ્પોર્ટન્ટ છું? મીરાએ જીણી આંખો કરી પૂછ્યું.

   અથર્વ પણ જાણી ગયો હતો. મીરા તેની પાસેથી શું સાંભળવા માંગે છે. જેથી તેણે મીરાને ચીડવવા માટે કહ્યું, બાકી બધા એમ્પ્લોય સમાન છો તું મારી માટે. 

    ઓહ એમ....સારું હોને. એટલું કહી મીરા મોઢું બગાડી બહાર ચાલી ગઈ.

     અથર્વ ખડખડાટ હસવા લાગ્યો અને બોલ્યો, મેડમ એમ તો નહિ કહું હું... પેહલા તો હું તમારી પાસેથી જ સાંભળીશ!

**********

   થોડા દિવસો વીતી ગયા. આર્યન કંપનીએ આવ્યો હતો. તે કઈક કાર્ડ આપી રહ્યો હતો બધાને. તે મીરા પાસે આવ્યો, તેણે મીરાને એક કાર્ડ આપ્યું. મીરાએ કહ્યું આ શું છે આર્યન? અને પછી તે કાર્ડ ખોલીને વાંચ્યું... તે બર્થડે પાર્ટીનું કાર્ડ હતું.

   ઓહ હેપ્પી બર્થડે આર્યન. મીરા કાર્ડ વાંચીને બોલી.

   થૅન્ક યુ સો મચ મીરા....આમ તોર પર મે ક્યારેય બર્થડે સેલિબ્રેટ નથી કરી, ડેડએ પરાણે પાર્ટી ઓર્ગેનાઈઝ કરી છે. આ ફેરી બર્થડે પર હું અહી છું એટલે.....પ્લીઝ મીરા આવજે રાત્રે પાર્ટીમાં... તારી રાહ જોઇશ.આર્યનએ ખુશ થઈને કહ્યું.

   ઓકે આર્યન હું પોહચી જઈશ. મીરાએ કહ્યું.

  તે બંને વાતો કરી રહ્યા હતા ત્યાં જ અબીર ત્યાં આવ્યો. આર્યનએ અબીરને કહ્યું, હાય અબીર...અથર્વ ક્યાં છે?  તેમના કેબિનમાં હું જઇને આવ્યો પણ તે ત્યાં નોહતા. 

   ભાઈ બ્લેક એમ્પાયરની મિટિંગ માટે ગયા છે. અમારી કંપનીના મેનેજર મિસ્ટર મલ્હોત્રા અહી આવ્યા છે.....કેમ તમારે કંઈ કામ હતું આર્યન? અબીરએ કહ્યું.

    હા અબીર, આજે રાત્રે મારી બર્થડેની પાર્ટી રાખી છે. એટલે આ કાર્ડ દેવા આવ્યો હતો. પણ અથર્વ નોહતા તેના કેબિનમાં....આ તમારું કાર્ડ અબીર.....અને અથર્વનું કાર્ડ પણ તમને જ આપી દઉં તમે તેમને આપી દેજો. 

  હેપ્પી બર્થડે આર્યન....અને હું આપી દઈશ ભાઈને કાર્ડ. અબીરએ કહ્યું.

   થૅન્ક યુ સો મચ અબીર....આવવાનું છે રાત્રે બધાને ઓકે. આર્યનએ મીરા અને અબીરને કહ્યું. બંનેએ આર્યનને હા કહ્યું.

  સાંજે અબીર ઘરે ગયો. અથર્વ પણ થોડીવારમાં આવી ગયો. તે બંને સોફા પર બેસીને ફોન જોઈ રહ્યા હતા. ત્યાં ભાવના કાકી આવ્યા અબીર પાસે અને પૂછ્યું, અબીર બેટા આજ શું બનાવું જમવામાં? 

  કાકી આજ મારું અને ભાઈનું જમવાનું નહિ બનાવતા. અબીરએ કહ્યું.

  કેમ અબીર? અથર્વએ પૂછ્યું.

  ભાઈ હું તમને કેહવાનુ ભૂલી ગયો. આજે આર્યન આવ્યો હતો. બર્થડે પાર્ટીનું કાર્ડ આપવા માટે.

  હું આર્યનની એક પણ પાર્ટીમાં નથી આવવાનો. અથર્વએ કહ્યું.

  અરે ભાઈ એમ નો કરો યાર તેની બર્થડે છે આજે.

  નહિ યાર હું નહિ આવું, મને તેને જોઈને પછી ગુસ્સો આવી જાઈ છે ખબર છે ને તને. 

   સારું ભાઈ....પણ કહી દઉં મીરા પણ આવવાની છે.

  અથર્વ વિચારમાં પડી ગયો અને પછી મોઢું બગાડીને કહ્યું, સારું આવીશ!

  ભાઈ મિસ્ટર મલ્હોત્રા સાથે મિટિંગ હતી તેનું શું થયું? 

  મિ. મલ્હોત્રા કહી રહ્યા હતા કે કોરિયા જવું પડશે મારે. મિસ્ટર હ્યુનએ મિટિંગ રાખી છે, આ ફેરી તે અહી નહિ આવી શકશે એટલે મારે ત્યાં જવું પડશે....અબીર કંપનીનું ધ્યાન રાખજે. અથર્વએ કહ્યું.

  હમમ સારુ ભાઈ પણ ક્યારે જઈ રહ્યા છો? 

   કાલે જ જાઈ રહ્યો છું સાંજે ૫ વાગ્યાની ફ્લાઇટમાં. કારણ કે પછી જે.બી મોલનો પ્રોજેક્ટ સ્ટાર્ટ થઈ જશે એટલે સમય નહિ મળે. 

   સારું ભાઈ...હું ધ્યાન રાખીશ કંપનીનું ત્યાં સુધી. 

   પછી તે બંને તૈયાર થઈને પાર્ટી માટે નીકળી ગયા. 

   પાર્ટીમાં આર્યન મીરાની બેસબરીથી રાહ જોઈ રહ્યો હતો. તે બસ વારંવાર એન્ટ્રી પાસે નજર કરી રહ્યો હતો. 

   ત્યાજ પાછળથી કોઈક યુવકએ તેને બાથમાં ભરી લીધો અને જોરથી બોલ્યો, હેપ્પી બર્થડે માય બડી! વિશ યુ મેની મેની હેપ્પી રિટર્ન ઓફ ધ ડે માય ફ્રેન્ડ! ..........વધુ આવતા અંકે