I was just playing - Chapter 6 in Gujarati Women Focused by yogina patel books and stories PDF | હું રમતી હતી ઓટલે - પ્રકરણ 6

Featured Books
Categories
Share

હું રમતી હતી ઓટલે - પ્રકરણ 6

ભાગ -૬ ખાલીપો 

પિતાના અવસાન પછી. ઘરનું. વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. જે ઘરમાં પહેલા પિતાનો અવાજ સંભળાતો હતો ત્યાં હવે એક અજીબ શાંતિ છવાઈ હતી. દરેકના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાતું હતું.ગુરી માટે આ સમય ખૂબ. મુશ્કેલ હતો. ઘરના દરેક ખૂણામાં તેને પિતાની હાજરીનું એ સાસથ તો. પરિવાર પર હવે ઘણી જવાબદારીઓ આવી પડી હતી.ગુરી બધાને જોતી અને મનમાં વિચારતી કે"હિંમત રાખવી પડશે". દુઃખ મોટું હતું. પરંતુ ગુરી મનમાં એક વાત ધીમે ધીમે મજબૂત બનતી ગઈ. પિતાની યાદો ન પોતાની તાકાત બનાવી આગળ વધવું છે. પિતાના ગયા પછી ઘરમાં બધું હતું પણ જાણે ઘર ઘરમાં ઘર પણું ક્યાંક ખોવાઈ ગયું હતું.ગુરી ઘણીવાર બારણે બેસી બહાર જોયા કરતી. મનમાં એ એક જ વિચાર આવતો. બાપુ હોય તો કેવું સારું હતું. આંખો ભીની થઈ જતી અને કોઈને દેખાડતી પણ નહીં. સમય કોઈના દુઃખ માટે અટકતો નથી. સવાર પડતી. દિવસ ઉગતો અને જીવન ફરી પોતાની ગતિએ ચાલતું.ગુરી એ પણ પોતાના આંસુ અને મનમાં જ રાખીને પરિવાર માટે ઉભા રહેવાનું શીખી લીધું. પિતાની ખોટ ક્યારેય પૂરી થવાની ન હતી પણ તેમની યાદ ગુરી ના જીવનનો સહારો બની ગઈ હતી. દિવસો પસાર થતા ગયા બાપુની હાજરીનો અહેસાસ ઓછો થતો ન હતો.ગુરી ઘણીવાર ચૂપચાપ બેસીને બાપુને યાદ કરતી.ગુરી ની માં તેની પાસે ગઈ. બેટા દુઃખ તો ક્યારેય ઓછું થતું નથી. પણ આપણે બધા એકબીજાને હિંમત બની સુ ગુરી ની નાની બહેન સીમાએ ગુરી હાથ પકડી લીધો. બાપુ આપણને હંમેશા હિંમતથી જીવતા શીખવતા. આપણે એમની વાત ભૂલીશું નહીં. ગુરી એ મા અને બહેનના સામે જોઈ. આંખોમાંથી આંસુ આવી ગયા. પણ મને કંઈક મજબૂત થતું ગયું ના બોલી બેટા બાપુ ની ખોટ ક્યારેય પૂરી નહીં થાય. અને બંને દીકરીઓને છાતી સાથે લગાવી દીધી.ગુરી એ ઘરની બધી જ જવાબદારી ઉપાડી લીધી. ખેતરમાં પાક ઉભો હતો. અને પાક લેવાનો સમય થઈ ગયો હતો. બાજરાને ચોમાસુ પાણી મળવાથી ઘણી સારો થયો હતો. પણ હવે બાજરાને વાઢવાનું કામ બાકી હતું. ગુરી ની માએ કહ્યું બેટા સામે દલુભા ની વાડીએ જઈ આવજે ક્યાંક કોઈ મજૂર દાડીએ મળી જાય તો.ગુરી ના બાપુ ને મરે હજુ સમય થયો ન હતો. એટલે એની માં બહાર જવા માટે અચકાતી હતી. એને એ વિચાર આવતા હતા કે જો હું હમણાં બહાર જઈશ તો લોકો ના કરવાની વાતો કરશે. લોકો કહે છે કે આને તો ધણી ની પડી નથી. આવા વિચારો આવતા. એટલે ગુરી દલુવાના વાડીએ દાડીએ મજૂર કરવા માટે ગઈ. આ બાજુ લોકો વાતો કરતાં કે તું છપ્પન પગી છો. તારે કારણ તારા બાપુને મહત્વનું કરવું પડ્યું. સૌના મેળા સાંભળતી ગુંરી  આગળ વધી કોઈએ તેમના ખેતરે દાડી એ આવવાની હા ના પાડી.ગુરી ખૂબ રડી રહી હતી પણ લોકો સામે એકદમ નીડર થઈને ચાલતી રહી. આ બધું ગુરી એ ઘરે આવી માને કહ્યું મા દલુભા ની વાડીએથી આપણા ખેતરમાં દાડીએ આવવાની સૌ ના પાડે છે. આ બાજુ બાજરો તૈયાર થઈ ગયો હતો સમય લેવામાં ના આવે તો વધારે વરસાદના કારણે બધું બગડી જાય તેવો હતો. ગુંરી ની મા મનમાં ભગવાનને સમરતી હતી. એ ભગવાન ખાવા દેવું ને ખાવા દેવું તારે હાથ છે. પણ મારા જેવી અભાગીની આવી પરીક્ષા કરે છે.ગુરી ના પિતા ના મર્યા પછી કોઈ જોવા પણ આવતું નથી કુટુંબ કબીલો ઘણો હતો પણ બધા નામના હતા. અત્યારે ગુરી ના પરિવારની મદદ કરતા. મણીબા ભુરીના માતા પાસે બેસવા આવ્યા. અને એની માને શાંત ના આપે છે. દુઃખ પછી સુખ આવે છે અને કુદરતની લીલા અને કોણ જાણે હશે તારે ભાગ હવે બીજું શું થાય. પણ બા માર્યુ તો ઠીક પણ મારા ત્રણ બાળ બચ્ચા નું શું વાંક ગુરી ના બાપુ તો ચાલ્યા ગયા પણ અમારે માટે તો દુઃખના ડુંગર રહી ગયા મણીબા શાંત ના આપતા બોલ્યા જો બેટા સૂર્ય રોજ ઉગે છે. ને રોજ સમયે આથમે પણ છે. એ જ રીતે જીવનમાં આવા પડકાર આવતા જતા હોય છે. કાલે તારી ગરી સીમા અને બબલુ મોટા થઈ જશે. પછી તારે શું ચિંતા છે. પણ બા હમણાં ખેતરમાં પાક ઉભો છે. તેનું શું જો બેટા તું પટેલની દીકરી છો એટલે તને હધુએ અ આવડે એટલે હિંમત રાખ અને ભગવાન પર શ્રદ્ધા રાખ બધું થઈ જશે. બીજે દિવસે રૂખી હાથમાં દાતરડું માથે હુડલો ઉપાડી ચાલી ખેતરે આ બાજુ ગામના બધા લોકો જોવા ચડ્યા બધા અલગ અલગ નજરે જોતા અને બધા અલગ અલગ શબ્દોના પ્રહાર કરતાં આ ભાઈને તો કાંઈ લાશ શરમ નથી.ધણીને ગઈ હજુ તો ભરોસે થયું નથી અને આ બાઈ તો માથે હુડલો ચડાવી કેવી ચાલી જાય છે. ગામની શરમ તો એને નેવે મૂકી ગુરી પણ આ બધું સાંભળતી હતી. ઘણી વાર તો એને લોકોને જવાબ આપવાનું મન થયું .પણ શું કરે બાપુની વાત યાદ આવી. અને ઉભી રહી અને મનમાં વિચારતી હતી કે શું મારા બાપુના ગયા પછી મારી માનો કોઈ અસ્તિત્વ નથી. શું એને લોકોના મેણા ટુકડા સાંભળીને જ જીવવું પડશે. શું એને સામાન્ય સ્ત્રીને જેમ જીવવાનો કોઈ અધિકાર નથી. પોતાની માના માટે આવા વેણ સાંભળવા ખૂબ જ કઠિન હતા. આ બાજુ ગંગાબા જાત્રાએ થી આવી ગયા હતા. તે મને ખબર પડી કે ગુરી ના બાપુ નથી રહ્યા તરત જ ગુરી ના માં ને મળવા દોડી આવ્યા. ગંગાબા ખૂબ જ દયાળુ હતા. તે દરેકની પરિસ્થિતિને સમજતા હતા. એમને ગરી ની માં ને ગળે લગાવી ને શાંત ના આપી બેટા જો છાની રહી જા ભગવાન એક દરવાજો બંધ કરે છે તો બીજો ઉઘાડે છે. પણ તું ચિંતા ના કરીશ હું હંમેશા તમારી સાથે છું.ગુરી બાજરો વાઢવાની વાત ગંગાબાને કરી ગંગાબા સ્વભાવે બહુ તીખા હતા પણ મનના બહુ ભોળા હતા. રૂખી તું તારે ચાલ મારે હારે ખેતર હું આવું છું તારી ભેરે જોઉં છુ કોણ તને મેળા મારે છે. આદમી ભગવાનને પ્યારો થયો. તો બિચારા બૈરા માણસને એના છોકરા કેમ ના મોટા કરવાના કુટુંબ અને હગો ભાઈ તો સામોય જોતો નથી. તો શું બિચારા ભીખ માગવા જાય ગંગાબાએ કહ્યું હાલ હું પણ આવું છું ખેતર અને મારાથી જે હાથ ચાલશે તે હું પણ મદદ કરીશ. આ જોઈને ગુરી ને થયું ક્યાંક ગંગાબા જેવા ના સરૂપમાં જ ભગવાન છે."ક્યારેક ભગવાન મૂર્તિમાં નહીં. પણ ગંગાબા જેવા કોઈ મમતા ભર્યા સ્વરૂપમાં મળી જાય છે. ગુરી મનમો ને મનમાં ભગવાનનો આભાર માને છે.