I was just playing - Chapter 7 in Gujarati Women Focused by yogina patel books and stories PDF | હું રમતી હતી ઓટલે - પ્રકરણ 7

Featured Books
Categories
Share

હું રમતી હતી ઓટલે - પ્રકરણ 7

ભાગ -૭ ખાલીપો પૂરતો સ્પર્શ 

ગંગાબા ગુરી ના પરિવારને વારે આવ્યા હોય એમ લાગતું. બાજરો વઢાઈ ગયો હતો. થેસરમાં લેવાનું બાકી હતું.ગુરી નો નાનુભાઈ બબલુ અને સીમા પણ એમના નાના-નના હાથે મદદ કરતા હતા.ગુરી તો થેસર પર ચડી ગઈ. અને જાણે એક આદમી કામ કરતો હોય તેમ કામ કરતી. બાજરો લઇ ઊંધલારીમાં ભરી દીધો. અને ઊંટલારી વાળો બાજરો લઈને ઘરે આવી ગયો. ગામના ચોકમાં ઊંટ લારી આવતા ના સાથે જ સૌ વિચાર કરવા લાગ્યા આના બાપુ ન હોવા છતાંય આ બધું કેવી રીતે થયું પણ પાછળ ગંગાબાને બેઠેલા જોઈ. સૌના મોઢા ફીકા પડી ગયા. અને બધા અંદરો અંદર વાતો કરવા લાગ્યા. કે જો મૂખી ને ખબર પડશે તો ગંગાબાની તો આવી પડેલી છે. પણ ગંગા ને કોઈની બીક નહોતી. એ તો સૌની સાથે ન્યાયથી રહેતી. કોઈનું અન્યાય સહન ન કરતી. ગંગાબા એ ગુરી બેટા, એવું શું થયું હતું તો મૂખી નું ઘર તો આમ તો તારા બાપને બેઠક છે. પણ આમ  એકાએક દુશ્મની કેમ થઈ.ગુરી એ માંડીને વાત કરી. એક વખત ગામની બહાર મુખી કાકા નો છોકરો એમના ગાન્ડા થઈ ગયેલા કાકા ને મારતા હતા તો આ બધા જોઈ રહ્યા હતા. કોઈપણ કાકાને છોડાવતું ન હતું. પછી મારાથી એ જોવાનું નહીં. અને મેં મુખી કાકા ના છોકરા ને બે શબ્દો સંભળાવી દીધા. બસ આજ વાતે મુખી કાકા અમારા પરિવારના દુશ્મન થયા છે. ગંગાબાએ કહ્યું ચાલ તું ચિંતા ના કરીશ બધું સારું થઈ જશે પછી ગંગા બા તેમના ઘરે ચાલ્યા ગયા. ગુરી પણ પોતાની માની ઘરકામમાં મદદ કરવા લાગી. હવે ગુરી અને તેનો પરિવાર હવે ધીમે ધીમે બાપુની યાદની વિસરી ગયા હતા.ગુરી નો ભાઈ બબલુ પણ મોટો થઈ ગયો હતો.ગુરી ની માં રોજ વિચાર કરતી હું એકલી રાંડી બાઈ આમ ત્રણ બાળકોને કેવી રીતે સાચવી ગુરી ના માં ના પિયરથી પણ થોડીક ઘણી મદદ થતી. અને થોડું ઘણું ખેતીમાંથી આવે એમાંથી ઘર નભતું હતું પણ, દિવસે જાય તેમ મોંઘવારી વધતી એટલે થોડો થોડાકથી કામ ચાલતું નહીં. ઉપરથી બે ભાઈ બહેન ની ભણવાની બધી  જ જવાબદારી હવે ગુરી ની હતી.ગુરી ઘરે કામની સાથે બીજા ઘણા કામમાં હોશિયાર હતી. તે ભરત કામ કરતી. તેને ભરતકામ બહુ સારું આવડતું હતું. ઓઢણી ભરત ઘાઘરા ભરત સાડી ભરત એટલે ઘર સારી રીતે ચાલતું.ગુરી ઘરમાં મોટી હતી. એટલે માને તેના લગ્નની ચિંતા પણ રહેતી. માં એ ગુરી ગુરીહ્યું બેટા અહીંયા આવ મારી પાસે બેસ, હવે તો મોટી થઈ ગઈ છે. હવે મારે તારા કાકા કાશીરામ કાકાને તારા લગ્નની વાત કરવી પડશે. તો તારું શું કહેવું છે. માં હું લગ્ન નહીં કરું પણ હું ઘરનો દીકરો બની મારા પરિવારની જવાબદારી પૂરી કરીશ. બેટા જો તારી વાત સાચી છે પણ દીકરીને તો પારકા ઘરે જવું જ પડે છે. હા માં તને જે ઠીક લાગે તે.ગુરી ને આખી રાત ઊંઘ નથી આવતી. એ વિચાર્યા કરે છે કે કેવું હસતું રમતું જીવન હતું. મેં આજે કેવી જગ્યાએ ઉભું રહ્યું છે ગુંદી વિચારે છે. કે હું કદાચ લગ્ન કરીને જઈશ તો મારી મા મારા પરિવારનું શું થશે. અને એમને એમ સવાર પડી જાય છે. સૂર્ય સૂર્ય ના કિરણો પ્રસરાઈ જાય છે. પક્ષીઓનો મીઠો કિલ્લોલ થવા લાગે છે. પણ આખી રાત ઊંઘ ના આવવાને કારણે ગુરી ની આંખ ઉઘડતી નથી.ગુરી ની માં ઉઠાડે છે. બેટા કેમ આજે આટલું મોડા સુધી સુતી છો. માના અવાજથી ગુરી ઉઠી જાય છે. અને ઝડપથી તૈયાર થઈ જાય છે અને માં સાથે કામમાં લાગી જાય છે. ઘરનું બધું કામ પતાવી ગુરી ની મા એ માં એ કહ્યું બેટા ચાલ આજે જલ્દી તૈયાર થઈ જા કાશીરામ કાકાના સગા મારી એક છોકરો છે તેનું નામ જાસમીન છે એટલે આજે આપણા ઘરે તને જોવા માટે આવવાના છે.