Beinteha: Hate and Love - 41 in Gujarati Drama by Firdous kaSak books and stories PDF | બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 41

Featured Books
Categories
Share

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 41






  મીરા ફ્રેશ થઈને આવીને પોતાના વાળ ઓળવી રહી હતી કાચ પાસે ઊભા રહીને... ત્યાજ અથર્વ ફ્રેશ થઈને પોતાના વાળ લૂછતો આવ્યો, તેણે ટીશર્ટ નોહ્તું પેહર્યુ ફક્ત ટ્રેક પેન્ટ પહેર્યું હતું. મીરાની નજર કાચમાંથી અથર્વ પર પડી તે બસ એકટસ અથર્વને જોઈ રહી હતી.

   અથર્વના ભીના વાળમાંથી પાણીના ટીપા તેની ખુલ્લી બોડી પર પડી રહ્યા હતા. મીરા પોતાની પાપણ જપકાવ્યા વગર અથર્વને જોઈ રહી હતી.

   અથર્વએ મીરા સામે નજર કરી. અથર્વએ જોયું કે મીરા એકટસ તેને જ જોઈ રહી છે. તે મીરા પાસે ગયો...મીરા ખોવાઈ ગઈ હતી અથર્વમાં. મીરાને થયું અથર્વ તેને કિસ કરવા પાસે આવે છે, તો તેણે પોતાની આંખો બંધ કરી લીધી તે પણ ચાહતી હતી કે અથર્વ તેને કિસ કરે...

    અથર્વ સાવ પાસે આવી ગયો... તેણે મીરાનો ચેહરો જોયો જે અથર્વની રાહ જોઈ ગયો હતો. અથર્વને મસ્તી સુજી... તેણે મીરાની પાછળ ડ્રેસિંગ કાચ પરથી હેર બ્રસ ઉઠાવ્યું...તેને હસવું તો બહુ આવ્યું મીરાને જોઈને પણ તેણે માંડ કન્ટ્રોલ કર્યું. હેર બ્રશ ઉઠાવી કાચમાં જોઈને વાળ ઓળવા લાગ્યો પોતાના. 

    મીરાએ આંખો ખોલી અથર્વને વાળ ઓળવતા જોઈને તે મનમાં બોલી, મીરા તું પણ શું વિચારી રહી હતી કે કિસ કરવા આવે છે અથર્વ... તે તો ફકત હેર બ્રશ લેવા આવ્યો હતો પાસે... કંઈ પણ વિચારી લે છે અને પોતના કપાળે ટપલી મારીને બેડ પર જઈને સુઈ ગઈ. અથર્વ મૂછમાં ખુબ હસ્યો અને પછી તે પણ સોફા પર જઈને સૂઈ ગયો.

  **********

   ઝોયાને એક એમ્પ્લોય આવીને એક સુંદર બોક્સ આપી ગયો. ઝોયાએ તેને પૂછ્યું પણ કે આ કોણે આપ્યું, પણ તે એમ્પ્લોયએ કઈ ન કહ્યું. 

    ઝોયાએ બોક્સ ખોલ્યું, તેમાં તેની ફેવરીટ ચોકલેટ હતી અને એક કાર્ડ હતું. ઝોયા કાર્ડ વાંચ્યા પેહલા જ સમજી ગઈ કે આ અબીરનું કામ છે. તો પણ તેણે ચિઠ્ઠી ખોલી અને વાચ્યું, ઝોયા આઈ એમ સોરી પ્લીઝ...મારા પ્રેમનો સ્વીકાર કરી લે. 

    ત્યાજ રેહાન તેની તરફ આવ્યો અને ઝોયાના હાથમાં બોક્સ જોઈને બોલ્યો, વાહ કોણે ગિફ્ટ આપ્યું બ્યુટીફૂલ ગર્લને?

   ઝોયાએ રેહાન સામે જોયું અને વાત ટાળવાની કોશિશ કરી, નહિ આ એક્ચ્યુલી મે જ પાર્સલ મંગાવ્યું હતું... કોઈએ નથી આપ્યું. 

   હમમ... ઝોયા આમ હું આપણા કોલેજમાં આટો મારવા માટે જાઉં છું, પ્લીઝ તું આવીશ મારી સાથે. 

   હા કેમ નહિ રેહાન જરૂર આવીશ હું કોલેજ. ઝોયાએ કહ્યું.

   થોડીવારમાં રેહાન અને ઝોયા બંને કોલેજ માટે નીકળી ગયા અને ત્યાં પોહચી જાણે તેમની બધી સારી યાદો તાજી થઈ ગઈ. 

   રેહાન ઝોયાને લઈને ગાર્ડનમાં ગયો અને કહ્યું, ઝોયા કેટલી યાદો છે અહી, કોલેજ શરૂ થઈ જતી તો પણ આપણે અહી જ બેસી રહેતા અને આરામથી લેકચર જોઈન કરતા. એક વખત ખબર છે પ્રોફેસર ભટ્ટાચાર્ય આપણને પકડીને ક્લાસમાં લઈ ગયા હતા. એટલું કહીને રેહાન હસ્યો. 

   ઝોયાએ પણ હસીને કહ્યું, હા આપણે બહુ ધમાલ કરી છે રેહાન. 

   થોડીવાર બાદ ઝોયાની નજર ગાર્ડનના સાઇડના ભાગમાં પડેલા સોફા પર પડી. ઝોયાને અબીર યાદ આવી ગયો. તે અને અબીર બંનેનો તે સોફો બુક હતો. તે બંને તે સોફાના માલિક હતા. તે બંને જ્યારે પણ ફ્રી થતા તો આ સોફા પર આવી બેસી જતા અને નોક જોક, પ્રેમ ભરી વાતો એકબીજા સાથે કરતા. ઝોયાને યાદ કરીને ચેહરા પર સ્માઇલ આવી ગઈ. 

     તે બંને કોલેજના બીજા બધા ભાગમાં ગયા. 

    થોડીવારમાં અબીર પણ કોલેજ આવ્યો પણ તેને રેહાન અને ઝોયા અહી કોલેજમાં છે એ નોહતી ખબર. તે ગુજરાત આવ્યો ત્યારનો કોલેજના આ સોફા પર આવી બેસતો અને તેની અને ઝોયાની યાદોના તે દિવસોને યાદ કરતો. 

    થોડીવારમાં કોલેજની બાલ્કનીમાંથી ઝોયાની નજર ફરી તે સોફા પર પડી. ત્યાં અબીરને બેસેલો જોઈને ઝોયાની નજર ત્યાં જ અટકી ગઈ. તેના મનમાં પ્રશ્ન થવા લાગ્યો કે શું અબીર ખરેખર બદલાઈ ગયો છે? 

     તેને આમ વિચારમાં જોઈને રેહાન તેની પાસે આવ્યો તેની પણ નજર અબીર પર પડી તેને ગુસ્સો આવ્યો અને તે બોલ્યો, આઇ હોપ ઝોયા કે તું ફરી દુઃખી થવાનું ડીસીઝન નથી લઈ રહી! 

    રેહાનની વાતથી ઝોયા જબકી ઊઠી અને તેની સામુ જોવા લાગી.

    ઝોયા તે અબીર પહેલાનો અબીર જ છે... તે જરા પણ નથી બદલાયો... તને ખબર છે હું અહી આવ્યો ત્યારે તેણે મને ધમકી આપી કે તારાથી દૂર રહુ અને અત્યારે પણ તે આપણને બંનેને એકસાથે જોઈને અહી આવ્યો છે... ઝોયા હું તને કહી દઉં છું કે હવે અબીરએ એવી કંઇપણ હરકત કરી તારી સાથે તો હું એની જાન લઈ લઈશ. રેહાનએ ઝોયાના મનમાં ભુસુ ભરાવતા કહ્યું.

   રેહાનની વાત જાણે ઝોયાને અસર થઈ ગઈ હોય તેમ તે અબીરને ગુસ્સાથી જોઈને ચાલી ગઈ ત્યાંથી. 

   ઝોયાને આમ જોઈને રેહાન ખંધુ હસ્યો અને અબીરને જોઇને બોલ્યો, જાણું છું અબીર કે તું એ અબીર નથી રહ્યો, તારો પ્રેમ ઝોયા માટે જાગી ઉઠ્યો છે અને હું પણ સહી સમયે અહી આવ્યો છું. હવે વધુ મજા આવશે તારો પ્રેમ છીનવીને.

   **********

   અહીં વિહાન અરોરા અથર્વની બ્લેક એમ્પાયરને બરબાદ કરવાની ચાલને અમલ કરવા મૂકી રહ્યો હતો.

   ચિરાગ તે ડ્રાઈવરને સમજાવી દીધું છે ને બધું... એક પણ ભૂલ ન થવી જોઈએ. 

   જી સર, સમજાવી દીધો અને અત્યાર સુધીમાં તો બ્લેક એમ્પાયરના યુઝર્સના ઓર્ડર પ્રોડક્ટ ચેન્જ પણ થઈ ગયા હશે. 

  બસ થોડી રાહ પછી અથર્વ રાઠોડના બ્લેક એમ્પાયરનો સમય પૂરો અને વિહાન અરોરાની એ.વી નો સમય શરૂ. વિહાનએ કહ્યું અને કપટ ભર્યું સ્મિત કર્યું.

  **********

   અથર્વ અને મીરા બંને ફ્રેશ થઈને મિસ્ટર હ્યુંનને મળવા માટે પોહચી ગયા. 

   મિસ્ટર હ્યુંન તે બંનેને તેમના વિશાળ કેબિનમાં લઈને આવ્યા અને કહ્યું, થેંક યુ સો મચ અથર્વ અહી આવવા બદલ. 

    તેમાં થેંક્યું કેહવાની જોઈ જરૂર નથી મિ. હ્યુંન... દર ફેરી તમે મિટિંગ માટે ઇન્ડિયા આવો છો. તો તમારા એક વાર કેહવા પર હું ન આવી શકું. 

    તેમણે સ્મિત આપ્યું અને મીરાને જોઈને અથર્વને પૂછ્યું, આ મિસ? 

    અથર્વ તેમનો અર્થ જાણતા મીરાનું ઇન્ટ્રોડક્સન આપતા કહ્યું, મિ. હ્યુંન આ મિસ મીરા શાહ છે, મારા... ફ્રેન્ડ છે. અથર્વએ ફ્રેન્ડ શબ્દ મીરા સામે જોઇને કહ્યો.

  મીરાએ મિ. હ્યુંન સામે હળવું સ્મિત કરી હાથ મેળવ્યો.

   થોડીવારમા તેમની બ્લેક એમ્પાયરની મિટિંગ શરૂ થઈ ગઈ. મીરા પણ મિટિંગમાં ધ્યાન પૂર્વક સાંભળી રહી હતી. અથર્વ અને મિ. હ્યુંન પ્રોડક્ટ્સ વિશે ચર્ચા કરી રહ્યા હતા. 

    અચાનક મીરાનું ધ્યાન અથર્વ પર ગયું. અથર્વનો વાત કરવાનો અંદાજ... હાથમાં પેન લઈ ફેરવવાનો અંદાજ... અથર્વની હલકી સ્માઇલ કરવાનો અંદાજ. મીરા બસ એકટસ અથર્વને જોઈ રહી હતી. તે અથર્વના હર એક અંદાજ પર ફિદા થઈ રહી હતી. મીરાની ધીરે ધીરે ધડકન વધી રહી હતી. મીરાના ચેહરા પર હલવો પરસેવો વળવા લાગ્યો. 
  
   અથર્વનું ધ્યાન મીરા પર પડ્યું, તેણે મીરા સામે નેણ ઊંચા કરી ઈશારામાં પુછ્યું શું છે? 

   અથર્વના ઈશારા પર મીરાએ નકારમાં ચેહરો હલાવ્યો અને પાણીનો ગ્લાસ લઈ પીવા લાગી અને મન બોલી, શું કરે છે તું મીરા... મિટિંગ શરૂ છે અથર્વની, આમ તો તેની તરફ ન જો ..........વધુ આવતા અંકે