megdhanushi padhgha books and stories free download online pdf in Gujarati

megdhanushi padhgha

મેઘધનુષી પડઘા

અનિશ વઢવાણિયા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in

court.

મારી લાગણીઓના સુંવાળા ને ખરબચડા અહેસાસની વાત! થોડીક પ્રેમની અને થોડીક રોષની વાત! કદીક સનમ સાથે તો કદીક સનમની વાત! એથી આગળ વધીને પછી ખુદ સાથે ને ખુદા સાથેનો સંવાદ! અને સૌથી વધુ તો મનથી કરેલી મારા મનની વાત... મારી સંવેદનાનો અવાજ જે દરેક ઉગતા સૂરજ જોડે ઉઠે છે ને મારા સ્વપ્નો જોડે પોઢે છે. દરેક વખતે થતા અલગ અલગ અનુભવ અને ઝંકૃતિના ઉઠેલા અને હૃદયમાં કોલાહલ કરતાં રહેતા સ્પન્દનોને મળેલો શબ્દદેહ એટલે આ રંગબેરંગી.. ‘‘મેઘધનુષી પડઘા‘‘.

‘પ્રણય’ (અનિશ વઢવાણિયા)

હ્મદ્વબાલઇ : ૯૮૬૭૩૯૭૯૦૨

ઈમઆલ : અનાસહ.વઅદહઅવઅનાયઅરુગમઆલ.ચદ્વમ

બાંધેલી ગઝલમાંયે બંધાતો નથી,

‘પ્રણય’ છું ને અમર્યાદ છું!

મારા શ્વાસમાં તારા શ્વાસ સામેલ જ્યારે થાય છે,

જીવું છું, ધબકું છું એવો અહેસાસ મજાનો થાય છે!

કોણ કહે છે નશા ઉપર ઈજરો છે શરાબનો ફકત,

તારા સંગની મદહોશી સામે મય પણ શરમાય છે!

ગુલતાન થઈ ખુદાયે ઝૂમે છે સનમ તારા નામે,

મહાદેવ ને કંઈ એમ જ નટરાજ ક્યાં કહેવાય છે!

લત ‘‘પ્રણય’’ સૌની બને ને તું ‘‘પ્રણય‘‘ની બની,

આથી વધુ પ્રશશ્તિ કોઈની સનમ ક્યાં લખાઈ છે!

મશહૂર છું મારી બેશર્મી થી,

અજબ કિસ્સાઓમાં ચર્ચાઉં છું,

સબબની જરૂર નથી જે ને કદી,

અનોખી સૌ થી એવી જાત છું!

બહુ જ નશીલી છે હસ્તિ મારી,

અણમોલ છું છતાયે વહેચાઉં છું,

નામ નોખા દરેક લે મારા માટે,

પણ ખુદા બાદ સૌથી ખ્યાત છું!

સવારે પીઘળી જાઉ છું ઑસ જોડે,

સ્વપ્નોને જગાડતી મેઘલી રાત છું,

મારા નામે ખૂટ્યાં છે પુરાણો બધા,

તોયે બાકી ‘‘પ્રણય‘‘ની વાત છું!

જો સમય મળે તો આપે છે કાંધ હવે લોકો જનાજને,

ગામને પાદરે પેલી દેરી પર કોણ બેસે છે એ દોસ્ત,

ધન ઘડી આવી છે કે બધી ઘડી છે ધનની આજ તો,

પોતાને માટે પણ સમય ખરિદવો પડે છે એ દોસ્ત!

બસ તારા ને મારા વચ્ચેજ છે વ્યહવાર લાગણીનો,

આજ કાલ નહી તો દોસ્તને કોણ પૂછે છે એ દોસ્ત,

‘પ્રણય‘થી ચાલતી દુનિયા પૈસાના પૈડે દોડે છે હવે,

ચમકતો રંગ હવે સનમનું રૂપ નથી રહ્યું એ દોસ્ત!

કિસ્મત મારી એવી તો અજબ છે,

નામ ‘પ્રણય‘ને પ્રેમની જ અછત છે!

આમ કૈં તકદીર ફૂરસતે ના લખ મારી,

વલખ મારી પ્રિયતમા માટે ફકત છે!

મ્રુગ સમું મન મારું તરસ્યું ભટકે,

ઝાઝવુંયે પી જઈશ, પ્યાસ સખત છે!

તારો મારો ઝગડો પછી કરીશું ખુદા,

આ તો તારી રમત છે; મારી મમત છે!

ચાલ હવે નસીબમાં લખ મારાયે સનમ,

હવે ગઝલ લખવાનો ‘પ્રણય‘નો વખત છે!

તું છે, હું છું ને હાથમાં આપણાં એકબીજાનો હાથ છે,

છું તારી આટલી સમિપ તોયે એકલતાનો સંગાથ છે!

તારાલડીઓ મઢાવી નભનો કર્યો છે ઝગમગતો તકિયો,

સ્વપ્નમાં ઘૂંટુ છું તારા નામ પાછળ એ મારું નામ છે!

કોને ખબર ક્યારે ખુદા કહી દે આમીન મારી દૂઆઓને,

તારા ઘરનો ઉંબરો હવે બની બેઠો મારા ચારધામ છે!

એક વાર સનમ તું તારા ‘પ્રણય‘ને અજમાવી તો જો,

નાકામ આપણે થયા એ બધા જ કિસ્સાઑ ખ્યાત છે!

ખુદા તારી ખુદાઈનો કેમ કરી કરું હું વિશ્વાસ,

મારા સિતારાઓને તેં હમેશાં અંધારા આપ્યા!

મિત્ર હોત તો કાન તારો આમળી પૂછતો તને,

‘‘દોસ્ત, ભરોસાને તેં ખેલ કેમ આવા આપ્યા?‘‘

રસ્તમાં મળે છે મને દરેક માણસ પત્થરનો,

મંઝિલના નામે વળાંકો તે અણધાર્યા આપ્યા!

તોયે વિખવાદ તારે મારે શૂન્ય છે મહાદેવ,

તારા હોવાના તે છે એટલા પૂરાવા આપ્યા!

ચાતકને ન્યાસ આપ્યો કાળી વાદળીઓ થકી,

ને ‘પ્રણય‘ને ‘પ્રણય‘ના ફક્ત વર્તારા આપ્યા!

જ્યારે જ્યારે તારો ચહેરો મારા સ્મરણમાં થી સરી જાય છે,

ત્યાં જ હાથમાં હાથ લઈ આપણી મખમલી સફર પૂરી થાય છે!

એ વખતની તો વાતજ ક્યાં થઈ શકે એમ છે મારા સનમ,

હજુ પણ મારા શ્વાસમાં તારા ગરમ શ્વાસની સુગંધ પડધાય છે!

ઘણી યાદોની રેત ઢસડાઈ આવી છે નીર તળે નદીના જો,

આવે છે, બેસે છે, પછી આ મકબરેથી પ્રેમીઓ ચાલી જાય છે!

આમ જ ચાલતો રહેશે સિલસિલો આ હવે જગતમાં અવિરત,

ખુદા કંડારે લાગણીઓનો માનવી પણ ‘પ્રણય’ ભૂલાઇ જાય છે!

તારી ચાહતની ચાહત મુજમાં છે એવી કે,

મારા બધા સજદા તને ભલે ખુદા થાય ખફા;

આવું તુજ સુધીને વરસી જાઉ પછી પ્રેમ બની,

કાફિર અભ્રની ઈચ્છા, તુજ સુધી પહોચું બની સુધા;

તુજમાં હું ભળું કે મુજમાં થાય તું તરબતર,

રાધા-કૃષ્ણના નામ તો લેવાય છે સાથે જ સદા;

ટાઢક વળે જ્યારે જ્યારે સ્મરું તારા નામ ને,

અજબ છે કે આપણે બંને એક બીજાના પ્રભુ ને ખુદા;

કદાચ ‘પ્રણય‘ની આ જ તો છે ખાસિયત યાર,

કેદ થઈ જાઓ છતાં પણ મીઠી લાગે છે આ સજા!

ઑસની આંખોમાં ભીંજાયેલા સૌ સ્વપ્નો હતા આપણા,

આંસુઓનો ભાર લઈ હવે એ ખ્વાબોને કાંધ આપું છું,

ચાલ મળીયે આપણી મખમલી યાદોને યાદ કરવા,

તને સાથે વિતાવવાની રહી ગયેલી એ સાંજ આપું છું,

અંતરના લાગે છે થોડા વધી ગયા હોય એમ અંતર,

જોજનો છેટેથી તને હું ઝાંઝવાની એ પ્યાસ આપું છું,

રેણ તારું-મારું ક્યાંક તો કાચું જરૂર પડ્યું છે સનમ,

ક્યાસ ના કાઢ નાહક, એને હું ‘પ્રણય’ નામ આપું છું!

કિસ્સાઓ અલગ રહ્યા છે મારા,

ને ચર્ચાઓમાં હું રહ્યો હંમેશ;

કદીક સૂરજે બનાવ્યો સૂરજ મને,

કદીક ચંદનીએ મને રોશન કર્યો!

તારા સ્મરણની મળી ક્ષણ મને,

ઉર્મિઓના નભનો થયો હું અભ્ર;

ટહુકે ટહુકે મોરના પલળ્યો હું,

ને પછી તારા ગાલેથી સરી પડ્યો!

પાનખર આવીને ખર્યા સૌ પર્ણ,

પરંતુ ખીલ્યો હું તો બની ગુલમ્હોર;

એતો પીઘળી મરે છે શમા બીચારી,

કહી મારો પ્રેમી મારે લીધે રાખ થયો!

ફૂલોનાં શમણાં આંજ્યાં છે આંખમાં,

મારા અશ્રુઓનું છે એજ તો કારણ;

દરજ્જો દર્દનો મળ્યો છે પ્રિયે મને,

‘પ્રણય’ હું કાંઇ અમસ્તો જ નથી બન્યો!

કોને ખબર હતી કે હું સુંદર ગઝલ રચીશ,

તેં રસ્તામાં હાથ મારો છોડી દીધાની કમાલ છે!

મ્રુગ બની મર્યો કે મૃગજળ બની મેં ખુદને છળ્યો,

તૃષનેય ન સમજાયો એવો અજબ આ સવાલ છે!

શમણાં જોતો હતો ઘણાં તારા હું સુંદર સનમ,

તે પૂરા કરે એવી ક્યાં ખુદાનીયે મજાલ છે!

તારી હાજરીમાંયે ઝુરૂ છું તારા સંગાથ માટે પ્રિયે,

‘પ્રણય‘નાં તે સનમ કર્યા આવા બુરા હવાલ છે!

ના સગડ મળ્યાં કોઈ ના પુરાવા મળ્યાં,

પગીનેય ના એના કોઈ વર્તારા મળ્યાં,

રન્ધે ઘસી-છોલી નાંખી છે લાગણીઓ સૌ,

માણસ માનવીને એવા બિચારા મળ્યાં!

આવીને બાળક પકડે મને હાથમાં,

રાહ જુવે એવી પતંગિયાયે બાગમાં,

પ્રેયસીના અંબોડે સજતા‘તા હંમેશ,

પુષ્પોએ બધાં અહીં આજ નોંધારા મળ્યાં!

ઉપરથી જોઈને મલકાય છે ખુદા,

વહેંચાતો કદી, આજ વેંચાય છે ખુદા,

નામ નોખા છે, અવનવી છે હાટડીઓ,

શ્રદ્ધા નામે ઈશ્વરનેય ધૂતારા મળ્યાં!

રાક્ષસ હણતો પરીનો રાજકુમાર,

વાર્તાઓમાં ચાલતી પ્રેમની વણઝાર,

‘પ્રણય’ તો ફક્ત ગઝલોમાં જ છે હવે,

સનમ નામે એનેય સૌ ઠગારા મળ્યાં!

ૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂ

વ્યસ્ત છે સહુ પોતપોતાની જિંદગીમાં ઘણાં,

ચાલ ખુદા આપણે થોડી ખુરાફાત કરીએ;

કેવો ખૂણાંમાં બેઠો છે પેલો માનવી એકલો,

જઈ એની જિંદગીમાં રંગ થોડાક ભરીએ;

બારણાં પાછળ નિઃસાસા રહે છે સંતાઇને,

ઘર બધાંજ ખોલી ઉલ્લાસ એમનેય ધરીએ;

તારા નામની દુકાનો વેચે છે આસ્થાનો ડર,

જઈ કોઈક બાળક જોડે માટીમાં રમીએ;

દિલમાં સૌના ઓછા થયા છે તું અને ‘પ્રણય‘,

આ માણસની જાતને ચાલ ફરીથી ઘડીએ.

ક્યાં જઈ બાંધ્યો હશે એણે ખુદનો માળો,

કે માણસ કોઈ હવે સારો નથી જડતો;

મુકમ્મલ હોય છે બસ ગઝલોજ મારી,

બાકી તો અરીસામાંયે તાળો નથી જડતો;

કૈં પંક્તિઓ અધૂરી છોડી દઉં છું એમજ,

મારી લાગણીમાં તારો ફાળો નથી જડતો;

હું દુ‘આએ હાથ ઉપાડું કેમ એ ઈશ્વર?

શિવ કહું એવો પરવાળો નથી જડતો;

કહે છે કે સૌ માં રહે છે તું ને ‘પ્રણય‘,

તોયે બંનેને સારા કે‘નારો નથી જડતો.

મંઝિલને નામે મને રસ્તાજ મળ્યાં બધાં,

ઝાંઝવા ઝંખી હાશકરો હું માનું છું હવે!

શબ્દદેહમાં જ પ્રેયસીનાં સ્મિત છે ફક્ત,

સપનાં લખી હાશકરો હું માનું છું હવે!

ભલે લખી નાખ યાતનાઓ મારા નામે સૌ,

ગઝલ રચી હાશકરો હું માનું છું હવે!

બેસબબ તારી ને મારી લડાઈ છે ખુદા,

હ્‌રદયમાં વસી હાશકરો હું માનું છું હવે!

બેફિક્રી મારા નસીબમાં લખાઈ છે એવી,

‘પ્રણય’ બની હાશકરો હું માનું છું હવે!

અજબના મળે છે માનવી,

ગજબના મળે છે માનવી,

દિલથીયે મળે છે માનવી,

દિલમાંયે મળે છે માનવી!

લાગણી તો તારી ને મારી જ,

બીજે ભાવશૂન્ય છે માનવી,

આજ-કાલ બહુ મોંઘો છે,

તોયે બે કોડીનો છે માનવી!

દાદીમાંની વાર્તામાં જીવે છે,

ને વાર્તા જેવોય છે માનવી,

એ જ માટીમાં જઈ ભળે છે,

જે માટીથી બન્યો છે માનવી!

મખમલી છે મુખોટા એના,

ને ખરબચડો છે માનવી,

‘પ્રણય‘ની કુમાશથી ભર્યો,

ને તોયે રેતાળ છે માનવી!

અલગ અલગ

બે હોઠ છે, તરસ છે ને ઝરણ પણ છે,

છે બંને અધરે ઝંખના અલગ અલગ;

એક માંગે જામ ને બીજો ખરો સમંદર,

જાણે આંસુ ને આપે નામ અલગ અલગ;

તું બુંદ કહે ઝાકળની ને હું ખરું મોતી,

છે પાણી જ, ઑળખ ભલે અલગ અલગ;

પાંપણોની ઓથે દરિયો છે તમન્નાઓનો,

આંસુનો સંગ છે, ને વહે અલગ અલગ;

ઝંખના, આંસુ ને પ્યાસ કે ‘પ્રણય’ કહિએ,

છે સરખું તમામ છતાં લાગે અલગ અલગ!

મિત્રતાનો ઇતિહાસ

એક અજબ ઇતિહાસ મળ્યો છે મારી મિત્રતાને,

કે દરેક યારના હાથમાં એક એક ખંજર હતું!

વેઢે માંડ ગણી શકાય છાતીએ ઘા બસ એટલાંજ,

ને પીઠ પાછળ... ન પૂછો, કે મિત્રોનું વર્તન ક્રૂર હતું!

કામ કોનું કોણ કરે છે આ જગતમાં; ખબર નથી,

શત્રુ કરતાં હૈયું મારાજ મિત્રોનું વધુ નિષ્ઠૂર હતું!

દુશ્મનો નથી આપી શક્યા દર્દ મારા ઝખમોમાં,

એ દર્દ મળ્યું મને જ્યાં જ્યાં મિત્રોને મંજૂર હતું!

‘પ્રણય’ વારે વારે આમ જ કરી બેસે છે ગફલત,

પારિજાત માની પાસે ગયો એ દરેક ફૂલ ટગર હતું!

પળ બે પળ

પીવા દે મને તારી નજરની શરાબ, પળ બે પળ,

થવા દે નશમાં ગુલતાન મને, ફક્ત પળ બે પળ;

કદાચ પછી મળે બધીજ આંખો અજાણી ને ખામોશ,

આપ ઈશારો તારી આંખડીનો, ભલે ને પળ બે પળ;

કે મળશે મંઝિલ જતાં એ મોઘમ ઈશારે ઈશારે,

ને ફરી ભૂંસાઈ જાશે ્રક્ષિતિજ બની પળ બે પળ;

એમ તો છે મારી હથેળીએ ધૂંધળી ્રક્ષિતિજો ઘણીયે,

કે આપી જાય છે તે હાથતાળી, ઝંખાઈ પળ બે પળ;

એવીજ ક્યાંક એક લકીર હતી તારી ઝંખના સમી,

ફરી પાછી ખોવાઈ ગઈ, મળી આવીને પળ બે પળ;

હવે નથી ચાહત એ લકીરની, તારી કે ્રક્ષિતિજની,

ને એ મંઝિલોની, ભૂલાઇ જાય મળી આવી પળ બે પળ;

‘પ્રણય‘ને પીવાની તમન્ના છે એવી શબનમ હવે,

ખોવાઈ જાય ક્યાંક આવીને હોઠ સુધી, પળ બે પળ.

આપણો વિરોધાભાસ

અચાનક જ ખરતી જોઈ કાંચની કણી,

તેં તેને તૂટતી તસ્વીર ને મેં ઑસ કહી,

નાંખીને નજર ગમગીન ્રક્ષિતિજ ભણી,

તેં તેને આડી રેખા ને મેં સંવેદના કહી,

વસંતે જ ચૂંથાય છે વધુ પુષ્પો એ જાણી,

તેં તેને સંયોગ ને મેં ખુશ્બૂની ખતા કહી,

કરમાયેલું ગુલાબ જોઈ થઈ લાગણી,

તેં તેને અંજામ ને મેં એક મુકામ કહી,

‘‘થંભી જાઓ ‘પ્રણય‘‘‘, સાંભળી એ વાણી,

તેં તેને અંત ને મેં નવી શરૂઆત કહી.

બીજે ક્યાં મળવાનો?

બેસબબ નથી કહેતો, ‘‘પલક ઢાળી દે મળવું હોય તો‘‘,

શમણાં સિવાય સહેલાઈથી હું આમ બીજે ક્યાં મળવાનો!

જા, સજાવ મહેફિલ, કે આગમનનો પયગામ મોકલ્યો મેં,

આખરી છે શ્વાસ, ખ્વાબને આવો અંજામ બીજે ક્યાં મળવાનો!

છલકતો એક જામ મારા હાથમાં ને બીજો તારી આંખોનો,

જામશે મહેફિલ, કે આવો સરંજામ બીજે ક્યાં મળવાનો!

શ્વાસે શ્વાસે સરુ તારી તરફ છલકતી આંખોની પ્યાસ લઈ,

શ્વાસ ખૂટે પછી મળવાનો ઈન્તેજામ બીજે ક્યાં મળવાનો!

કરી ઘૂંટ ઘૂંટ પી ગયો હું તમામ મય તારી નિગાહોની,

આવી મયકાશીનો ‘પ્રણય‘ને ઇલ્જામ બીજે ક્યાં મળવાનો!

સાદ ને ભરથાર ની યાદ

એ વાત નહી ભૂલાય...

હૈયે પૂર્યો કબૂલ પણ તું યાદ છે એ નહી મનાય!

શમણાં રાહ જુવે રાતની, ખૂટે છે ક્યાં આ દિવસ ભરથાર,

બને તો પાંપણો નીચે ભરજે ડાયરો, ત્યાંય છે રાતનો અંધાર,

અને હા, કળીયે કળીયે ખીલી ઉઠેત હું, પણ તું પવન, રાહ જોવું ક્યારે વાય!

અહીં થી જાય, તહીં થી જાય, શ્વાસમાં શ્વાસ, અંદર ને બહાર,

ઘેલાં આપણે ને ઘેલાં સંબંધો, ઘેલો ‘પ્રણય‘, ને ઘેલાં આપણા ઓથાર,

તું આવજે ચોક્કસ વસૂલવા, હિસાબ લાગણીનો તારા વીના નહીં ભીંજાય!

શ્વાસ માં તારો શ્વાસ

તું, હું ને આ એકાન્ત છે, કોલાહલ છે ને શાંત છે,

આવતાં જતાં કદીક મળે છે, આંખ છે કે યાદ છે!

જાણીતી છે કે અજાણી છે, કોને ખબર છે કે છે,

ક્ષિતિજ છે કે હાથની રેખા છે, છે આસપાસ છે!

મૃગજળ છે, આભાસ છે, ઝંખના છે કે પ્યાસ છે,

છે, હોઠ સુધી પહોંચેલ પયમનાની રાખ છે!

રાહ છે, હમસફર છે ને મંજિલની તલાશ છે,

તું છે, હું છું, ને હાથમાં મારા તારો હાથ છે!

તું જ કહે હવે કોઈ ઈન્તેજામની શી જરૂર છે?

કે ‘પ્રણય‘ના શ્વાસ માં એક તારો જ શ્વાસ છે!

પ્રણયનું નામ

આંખો પર તારા સ્વપ્નોનું અહેસાન લાવ્યો છું,

મારા સજદાઓમાં થોડુંક હું ગુમાન લાવ્યો છું;

ખુદા એ કહ્યું આમીન મારી બધી જ આરઝુઓને,

હજુ પણ છે ખ્વાહીશો, કે દિલ નાદાન લાવ્યો છું!

વહેતી પલકોના ઘસાતા જતાં નિશાન લાવ્યો છું,

ખંડેર ઈમારતોનો ખંડિત સામાન લાવ્યો છું;

એક શ્વાસ વધુ લઈ લઉં સમયથી માંગી સમય,

મોતના રસ્તા પર જીવનનું અરમાન લાવ્યો છું!

હસરતોની મહેફિલે મખમલી મહેમાન લાવ્યો છું

ખાલી હાથ ને સોનેરી દિલ વાળો સુલ્તાન લાવ્યો છું;

ફક્ત તારી ચાહત ની તમા રાખે છે હૃદય મારું,

ઝુકાવું છું શિશ પ્રેમથી કે ‘પ્રણય‘નું નામ લાવ્યો છું!

આસ

દોઝખ કેમ? પાપ કેમ? તણખલાને આગ કેમ?

નહી સળગે ઈચ્છાઓ હવે, તારા સજદાની આસ છે.

ગુનાહ કર તો એવો કે કોઈ દિલ ના દુભાય કદી,

ઈશ્વર છું, માગી લેજે માફી, મને સાફ હૃદયની આસ છે.

સૂરજ કે કળી, આગ કે વાદલડી, આવવા જવાની રમત,

અંત જ છે આરંભ, તું એ જાણે એવી મહાદેવની આસ છે.

વહેંચી દુનિયા, વહેંચ્યો ખુદા, વહાવ્યા આસું, લહુ, સિંદુર,

ભેળવી દે રંગ બધાજ, મને પણ એક જ નામની આસ છે.

ૠતુઓ બદલાય છે સમયને સંગ ધીરે ધીરે ‘પ્રણય‘,

મેં તાપને પારિજાત આપ્યો, તારા બદલાવાની આસ છે.

મારું નામ

ક્યાંક થી પૂર્ણ છે તો ક્યાંક થી તૂટી ગાયેલું,

અંદાઝ આ ઈશ્વરનો છે ને નામ છે મારું!

પહોંચતા પહેલા જ મારા પયગામ તારા સુધી,

ભૂંસી નાંખે છે લહેરો કહી આ નામ છે મારું!

ગરમ ઉચ્છવાસ વહે છે પવન સાથે મારા,

મન કહે કે મુરાદ પૂરી થાશે તારી હવે;

પછી સળગાવું છું ઝંખનાઓ વિચારી એમ,

રૉશન રહે તારો રસ્તો, તારા પર નામ છે મારું!

ક્યારેક તો જુવે તારી આંખો મારી આંખોમાં,

એક ખૂણાંમાં પોઢેલા શમણાંનું છે શમણું,

મારી મન્નતો પૂરી થાશે જ્યારે તું કહીશ મને,

કે તારા હૃદયમાં છે ‘પ્રણય‘, એ નામ છે મારું!

સજદામાં નામ રટે છે પ્રેયસીનું એ સતત,

તોયે એના દિલમાં જૈ બિચારો વસતો નથી!

કિસ્મત લઈ આવ્યો છે નદી જેવી અજબ,

સમન્દરે ભળે તોયે કિનારાને સ્પર્શતો નથી!

પીઘળી જોવે કદી ઑસ જોડે કોઇક સવારે,

પણ સ્વપ્ન જેમ મફત મળે એવો સસ્તો નથી!

રંગ ઘણાં છલકે છે એના નામે મેઘધનુષમાં,

ક્ષણ કરતાં વધુ એ કોઇમાં જઈ શ્વસતો નથી!

નામ અનેરા છે એના, કામ અનેરા છે એના,

‘પ્રણય’ છે, ને સહેલો એનો કોઈ રસ્તો નથી!

ખંડેર સ્વપ્નોનો પડ્યો છે આંખના ખૂણાંમાં,

તારા ગયા પછીનો આ અંજામ છે સનમ;

આ હવા મારી છે જે તું શ્વસે છે આજકાલ,

સ્પર્શનો બહુ મખમલી અહેસાસ છે સનમ;

ગુલમહોર છું ખીલી ઉઠીશ પાનખરમાંયે હું,

પરંતુ કદાચ મોઘમ બધા ઈશારા છે સનમ;

તકદીરની તમા કોઈ હવે ક્યાં રહી છે મને,

નમું છું પ્રેમથી તને, મારા સજદા છે સનમ;

મારી બંદગીમાં ફરક પડવાનો નથી કદીયે,

શું ફરક પડે ન મળે તોયે, ‘પ્રણય’ છે સનમ!

ન સમજાયું કદી મને સબબ લકીરોનું,

અજબ હથેળીમાં સપનું છે લઈ આપ્યું ,

મો માગી ખુદાયેય બક્ષી છે કિસ્મત,

પણ સનમે બગાવતનું છે કામ આપ્યું;

મંઝિલ સુધી પહોચીને ઝાંઝવું ચાહું,

ચાહતને મારી ્રક્ષિતીજનું નામ આપ્યું,

લાગણીઓની રમત જોવું હું બેઠાબેઠા,

તારી જીત ને મારી માત નામ આપ્યું;

શું ફરક પડે છે શમાનૅ પતંગિયાથી,

રાખમાં ઊડી ‘પ્રણય‘ને માન આપ્યું.

હાઈકુ

છે ભાગ્ય મારું,

અધુરપનું નામ,

‘પ્રણય’ છું હું!

બની વિશ્વાસ,

તુજમાં ભરું શ્વાસ ,

‘પ્રણય’ આશ!

ગુલતાન હું,

ને કેફ તું સનમ,

‘પ્રણય’ છે આ!

મુખોટા ઘણા,

ને ચહેરો એક જ,

‘પ્રણય’ નામ.