pauaa ni vividh vangio books and stories free download online pdf in Gujarati

pauaa ni vividh vangio

ગુજરાતી વાનગીઓ

પૌઆ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.ખમણ પૌઆ

૨.ચટાકેદાર કુરમુરે પૌંઆ

૩.પૌઆના ઢોકળા

૪.પૌઆબટાકાની પેટિસ

૫.પૌઆ ડિલાઈટ

૬.પૌંઆનો ચેવડો

૭.પૌઆ ફિરની

૮.બટેકા પૌઆ

૧. ખમણ પૌઆ

સામગ્રી :

‘‘-૨૫૦ ગ્રામ પૌંઆ

-૨૫૦ ગ્રામ ચણાની દાળ

-૧૦૦ ગ્રામ બટાટા

-૫૦ ગ્રામ સિંગદાણા

-૧૫ નંગ કાજુ

-૧૫ નંગ કિસમિસ

-૩ નંગ લીલા મરચાં

-૧ કટકો આદું

-૧ ટી સ્પૂન તલ

-૧ ટેબલ સ્પૂન ગરમ મસાલો

-૧ ઝૂડી લીલા ધાણા

-૧ નંગ લીંબુ

-૭ કળી લસણ

-૧૦૦ ગ્રામ ઝીણી સેવ

-૨ ટેબલ સ્પૂન બટાટાની તળેલી કાતરી

-૨ ટેબલ સ્પૂન ટોપરાનું છીણ

-મીઠું સ્વાદાનુસાર

-મરચું

-હળદર

-ખાંડ

-તેલ

-તજ

-લવિંગ

-તમાલપત્ર’’

રીત :

સોપ્રથમ પૌંઆને ધોઈને થાળીમાં છૂટા કરી દો. ચણાની દાળને રાત્રે પલાણી દેવી. સવારે તેને જાડી પીસી લેવી. પછી કૂકરમાં બાફી લેવી. ઠંડી પડે એટલે છૂટો ભૂકો કરવો. બટાટાને બાફીને, છોલીને કટકા કરી લેવા. સિંગદાણાને બાફીને છોતરી કાઢીને કટકા કરી લેવા. એક પેનમાં તેલ ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે તેમાં તજ, લવિંગ અને તમાલપત્રનો વઘાર કરવો. ત્યાર બાદ તેમાં ચણાની દાળનો ભૂકો, પૌંઆ, બટાટાના કટકા, સિંગદાણાના કટકા, કાજુના કટકા, દ્રાક્ષ(કિસમિસ), મીઠું, મરચું, હળદર, ખાંડ, લીલા મરચાંના ઝીણા ટુકડા, આદુંનું છીણ, તલ અને ગરમ મસાલો નાખી બરાબર હલાવી લો. પછી તેમાં લીંબુનો રસ, વાટેલું લસણ અને લીલા ધાણા નાખો. ફરીથી બરાબર હલાવો. હવે એક ડિસમાં ખમણ-પૌંઆ ભરી, ચણાની સેવ અને બટાટાની કાતરી નાખી પીરસવુ.

૨. ચટાકેદાર કુરમુરે પૌંઆ

સામગ્રી :

‘‘૨૦૦ ગ્રામ મમરા

-૩ લીલાં મરચાં

-૩ સમારેલાં ટામેટાં

-૨ સમારેલી ડુંગળી

-૧/૨ કપ સીંગદાણા

-૧/૨ કપ ઝીણી સેવ

-૧/૨ કપ પાલકની સેવ

-૧ કપ સમારેલી કોથમીર

-૫ થી ૭ પાન મીઠો લીમડો

-૧ ટીસ્પૂન જીરું

- મીઠું સ્વાદાનુસાર

-હળદર’’

રીત :

મમરાને એક ચાળણીમાં પાંચ-દસ મિનિટ સુધી પલાળી રાખો. ત્યાર બાદ ગેસ ઉપર એક કઢાઇમાં થોડું તેલ ગરમ કરી તેમાં જીરાનો વધાર કરવો. તેમાં મીઠો લીમડો નાખીને હળદર, સીંગદાણા, લીલાં મરચાં તેમજ સમારેલી ડુંગળી નાખીને મિક્સ કરો. થોડી વાર સાંતળીને તેમાં સમારેલાં ટામેટાં અને મીઠું ઉમેરવા. ત્યાર બાદ પલાળેલા મમરા નાખીને હળવા હાથે હલાવો જેથી મમરા ભાંગી ન જાય. તે પછી આંચ પરથી નીચે ઉતારી લો. આ ચટાકેદાર કુરમુરે પૌઆને તે ગરમ હોય ત્યારે જ એક બાઉલમાં કાઢી તેના પર પાલક સેવ, ઝીણી સેવ અને કોથમીર ભભરાવીને નાસ્તાનો સ્વાદ માણી શકો છો.

૩. પૌઆના ઢોકળા

સામગ્રી :

‘‘-૨૫૦ ગ્રામ પૌઆ

-૨૫૦ ગ્રામ દહીં

-૧ ટેબલ સ્પૂન આદુ-મરચા પેસ્ટ

-મીઠું સ્વાદાનુસાર

વઘાર માટે-

-૨ ચમચી તેલ

-૧/૨ ચમચી રાઈ

-૩/૪ ચમચી હિંગ

-કોથમીર’’

રીત :

સૌપ્રથમ પૌઆને ધોઈ પાણી નીતરી લો. હવે તેમાં દહીં, વાટેલા આદુ-મરચા અને મીઠું નાખો. પૌઆને હાથેથી મસળવા થાળીમાં આ મિશ્રણને પાથરી દેવું. પછી તેને ગરમ થયેલા ઢોકળાના કુકરમાં ૧૦ મિનીટ માટે બાફો. ઠંડા પડે એટલે કટકા કરી ઉપર વઘાર કરી દેવો. પછી ઉપર કોથમીર નાખી પરોશો.

૪. પૌઆબટાકાની પેટિસ

સામગ્રી :

‘‘-૧ કપ પૌંઆ

-૩ નંગ બાફેલા બટાકા

-૪ લીલાં મરચાં

-૧ ટી.સ્પૂન લાલ મરચું

- કપ શેકેલા સીંગદાણાનો ભૂકો

-મીઠું સ્વાદાનુસાર

-તેલ તળવા માટે’’

રીત :

પૌઆને એક ચારણીમાં લઈ થોડા ચાળી લેવા, જેથી કચરો નીકળી જાય. પછી ચારણીમાં પાણી નાખીને પૌઆ ધોઈ લેવા અને પાણી નિતારવા મૂકવા. ત્યાર બાદ એક બાઉલમાં બટાકાનો માવો કરીને તેમાં લીલાં મરચાં સમારીને નાખવા. આ સિવાય અન્ય મસાલા જેવા કે, મીઠું, હળદર, લાલ મરચું, શેકેલા સીંગદાણાનો ભૂકો અને પૌઆ નાખીને મિક્સ કરી લેવો. બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી. પછી માવામાંથી ગોળ પેટિસ બનાવી લેવી. પૌઆની ટીકીઓ તૈયાર થાય એટલે નોન સ્ટિક પેનમાં તેલ મૂકી બધી જ ટીકીઓને બંને તરફ ગોલ્ડન રંગની શેકી લેવી. બધી જ પેટિસ આ રીતે શેકાઈ જાય પછી તેને કિચન પેપર પર મૂકી દેવી એટલે વધારાનું તેલ શોષાઈ જાય. પેટિસને તમે લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો.

૫. પૌઆ ડિલાઈટ

સામગ્રી :

‘‘-૨ કપ પૌઆ

-૧ લીટર દૂઘ

-૧ ટી સ્પૂન કેસર

-૧ ટેબલ સ્પૂન ઈલાયચી પાવડર

-૧૦૦ ગ્રામ માવો

-૧/૨ કપ ખાંડ

-૧/૨ કપ નારિયળનુ છીણ

-૧૦ થી ૧૫ કિશમિશ

-૧ ચમચી માખણ

-પિસ્તા કતરન

-ગુલાબ જળ’’

રીત :

સૌપ્રથમ પૌઆને ઘોઈ લો. દૂધને ઉકાળી લો. તેમા પૌઆ નાખીને ઘટ્ટુ થાય ત્યાં સુધી ઉકાળો. ત્યાર બાદ ખાંડ ભેળવી લો. હવે કેસર, ઈલાયચી, કિશમિશ, માવો, માખણ નાખીને થોડી વાર ઉકાળો. છેલ્લે ગુલાબ જળ નાખીને બરાબર હલાવી ગેસ બંધ કરો. મનપસંદ આકારના (ચોરસ, ગોળ) ડિલાઈટ બનાવો. નારિયળના છીણમાં લપેટીને પિસ્તાને કતરણથી સજાવીને સર્વ કરો.

૬. પૌંઆનો ચેવડો

સામગ્રી :

‘‘પાતળા પૌંઆ

-લીલા મરચાં

-તેલ

-હિંગ

-લીમડાના પાન

-કાચી સિંગ

-દાળિયા

-કાજુ

-તલ

-લીંબુ

-મીઠું

-હળદર’’

રીત :

પતલા પૌઆને પેહલા ચાળી લો. અને ધીમા તાપે શેકી નાખવાના. હલાવતા રેહવું, જેથી પૌઆ નીચે બળી ના જાય. બરાબર શેકી લીધા પછી ફરી થી ચારણી થી ચાળી લેવ. પાવડર જેવો ભૂકો નીકળી જશે, અને કકરા પૌઆ બાજુ પર મૂકી રાખવા. સાઈડ પર થોડા લીલા મરચા ઝીણા સમારીને રાખવા. એક પેનમાં તેલ ગરમ કરવા મુકવું. બહુ નહિ, ફક્ત મસાલો શેકવા માટે. તેલ ગરમ થાય એટલે એમાં થોડી હિંગ નાખવી. સાથે લીમડા ના પાન નાખવા. તતડે એટલે લીલા સમારેલા મરચા નાખો. અડધી મિનિટ પછી થોડી કાચી શીંગ, થોડા દાળિયા, થોડા કાજુ અને તલ નાખી હલાવતા રેહવું. આ બધું તતડવા દેવું, પણ બળી ના જાય એનું ધ્યાન રાખવું. થોડું બદામી બ્રાઊન થાય એટલે એમાં સેહજ લીંબુ નીચવી નાખવું અને સેહજ મીઠું નાખવું અને સેહજ હળદર નાખવી. ત્યાર બાદ, જરા ધીમા તાપે શેકવું. તૈયાર છે પૌંઆ ચેવડો.

૭. પૌઆ ફિરની

સામગ્રી :

‘‘-૩ કપ પૌઆ

-૧ લીટર દૂધ

-૧ ટેબલ સ્પૂન કોર્નફ્‌લોર

-૨ ટી સ્પૂન ઠંડુ દૂધ

-કેસર સજાવવા માટે

-ખાંડ સ્વાદાનુસાર’’

રીત :

પૌંઆને એક નોનસ્ટિક કડાઈમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો પણ તે ગોલ્ડન બ્રાઉન ન થાય તેનું ધ્યાન રાખવું. ત્યારબાદ પૌંઆને ઠંડા કરી મિક્સરમાં એકવાર ફેરવી લો. હવે એક નોનસ્ટિક કડાઈમાં દૂધ ગરમ કરી તેમાં ખાંડ અને શેકેલા પૌંઆ નાખી ૩થી ૪ મિનિટ ઉકાળો. ઠંડા દૂધમાં કોર્નફ્‌લોર મિક્સ કરી રાખો. દૂધ સરખી રીતે ઉકળી જાય એટલે તેમાં કોર્નફ્‌લોર મિક્સ કરી ૨ થી ૩ ઉકાળા આવવા દો. ઉપરથી કેસર અને ડ્રાયફ્‌રૂટથી સજાવો.

૮. બટેકા પૌઆ

સામગ્રી :

‘‘-૨૫૦ ગ્રામ પૌઆ

-૧૦૦ ગ્રામ સીંગદાણા

-૧૦૦ ગ્રામ કાજુ, કિશમિશ

-૧૦૦ ગ્રામ બાફેલાં વટાણા

-૧ નંગ ગાજર

-૧ નંગ બાફેલા બટાકા

-૧ નંગ ડુંગળી

-૨ ટેબલ સ્પૂન આદું-મરચાંની પેસ્ટ

-૧ વાટકી ઝીણી સમારેલી કોથમીર

-રાઇ

-જીરું

-લીમડો

-મીઠું

-તેલ

-લીંબુનો રસ

-ખાંડ’’

રીત :

સૌપ્રથમ પૌંઆને સાફ કરીને પલાળી લો. ગાજરને છોલીને નાના ટુકડાં કરી બાફી લો. ડુંગળીને ઝીણી સમારી લો. એક કડાઇમાં તેલનો વઘાર મૂકીને રાઇ, જીરું, લીમડો નાખો. તેમાં આદું-મરચાં નાખીને ડુંગળી ઉમેરીને સાંતળો. ત્યાર બાદ બાફેલાં વટાણા, ગાજર, બટાકા, શીંગદાણા, પૌઆ, મિક્સ કરી સરખું હલાવો. હવે કિશમિશ નાખીને ફરીથી બરાબર મિક્ષ કરો.તેમાં પ્રમાણસર મીઠું, ખાંડ, લીંબુનો રસ, કોથમીર મિકસ કરો. એક બાઉલમાં કાઢીને ઉપર કોથમીર, કાજુ અને કિશમિશ નાખીને સર્વ કરો.

Share

NEW REALESED