Pakoda books and stories free download online pdf in Gujarati

Pakoda

ગુજરાતી વાનગીઓ

પકોડા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.ચોખાના પકોડા

૨.મકાઇના પકોડા

૩.દૂધી પકોડા

૪.પાલક પકોડા

૫.કોર્ન બ્રેડ પકોડા

૬.ફ્‌લાવર પકોડા

૭.સાબુદાણા પકોડા

૧. ચોખાના પકોડા

સામગ્રી :

‘‘૧૦૦ ગ્રામ ચોખા

-૨૫૦ ગ્રામ બટાકા

-૧ ડુંગળી

-૩ થી ૪ લીલા મરચાં સમારેલા

-૧ ચમચી ઝીણું સમારેલો આદું

-૧/૨ ચમચી ખાંડ

-૧/૨ લીંબૂનો રસ

-૧ ચમચી લાલ મરચું

-મીઠું સ્વાદાનુસાર

-કોથમીર

-હીંગ

-જીરુ

-વરિયાળી

-ગરમ મસાલો

-હળદર

-તેલ’’

રીત :

સૌપ્રથમ ચોખાને ધોઈને બાફી લો. તેને વાટીને મૂકી રાખો. બટાકાને બાફીને છોલીને મેશ કરો. થોડુ તેલ ગરમ કરો. હીંગ, જીરુ નાખીને કાપેલી ડુંગળી અને આદુ સેકો. બટાકા અને મસાલા પણ નાખીને શેકી લો. સમારેલા ઘાણા, મરચું અને લીંબૂનો રસ ભેળવો. વાટેલા ચોખાની નાની-નાની પૂરી બનાવીને બટાકાનુ મિશ્રણ ભરીને ગોલ બોલ બનાવો. ધીમા તાપે સોનેરી તળી લો. ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

૨. મકાઇના પકોડા

સામગ્રી :

‘‘૧ મકાઇના દાણા

-૨ ટેબબ સ્પૂન સમારેલી કોથમીર

-૨ નંગ બારીક સમારેલું મરચું

-૩ ટી સ્પૂન ચોખાનો લોટ

-૩ ટી સ્પૂન ચણાનો લોટ

-મીઠું સ્વાદાનુસાર

-તેલ તળવા માટે’’

રીત :

એક તપેલીમાં મકાઇના દાણા, લીલું મરચું, કોથમીર, ચણાનો લોટ, ચોખાનો લોટ અને મીઠું લો. જરૂર પ્રમાણે પાણી નાખી ખીરું બનાવો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. નાના-નાના પકોડા તળી લો. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. ગરમા-ગરમ સર્વ કરો.

૩. દૂધી પકોડા

સામગ્રી :

‘‘-૧ મધ્યમ સાઇઝની દૂધી

-૧ કપ ચણાનો લોટ

-૨ ચમચા ચોખાનો લોટ

-૧ મધ્યમ કાંદો સમારેલો

-૩ થી ૪ કળી લસણ ઝીણું સમારેલું

-૩ લીલાં મરચાં બારીક સમારેલાં

-૧ ચમચી ચાટ મસાલો

-૧ ચમચી લાલ મરચું

-૧/૨ ચમચી હળદર

-૧/૨ ચમચી કાળું મીઠું

-૧ ચમચો બારીક સમારેલી કોથમીર

-મીઠું સ્વાદાનુસાર

-તેલ તળવા માટે’’

રીત :

દૂધીની છાલ કાઢી એને છીણી લો. એમાં મીઠું મિક્સ કરી પંદરથી વીસ મિનિટ રહેવા દો. ત્યાર બાદ દૂધીને નિચોવી પાણી કાઢી લો અને એક બૉલમાં ટ્રાન્સફર કરો. હવે એમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, કાંદા, લસણ, લીલું મરચું, ચાટ મસાલો, લાલ મરચું, હળદર, કાળું મીઠું, કોથમીર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. જરૂર પડે તો પાણી ઉમેરી ભજિયાં બને એવું ખીરુ બનાવો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે એમાંથી એક ચમચો ભરી તૈયાર કરેલા ખીરામાં ઉમેરો અને ખૂબ હલાવો. હવે આ ખીરામાંથી ગરમ તેલમાં નાની સાઇઝનાં ભજિયાં પાડો. ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. સર્વિંગ પ્લેટમાં કાઢી ટમેટો કેચ-અપ સાથે પીરસો.

૪. પાલક પકોડા

સામગ્રી :

‘‘૩ કપ ધોઈને ઝીણી સમારેલી પાલક

-૧૧/૨ કપ ચણાનો લોટ

-૨૧/૨ ટેબલ સ્પૂન ચોખાનો લોટ

-૧/૨ ટી સ્પૂન લાલ મરચું

-૧/૨ ટી સ્પૂન જીરૂં પાવડર

-૨ થી ૩ સમારેલા લીલા મરચાં

-૧ ટેબલ સ્પૂન આદું-લસણની પેસ્ટ

-૧૦ ફુદીનાના પાન સમારેલા

-૨ ટેબલ સ્પૂન કોથમીર

-૨ ટેબલ સ્પૂન તેલ

-પાણી જરૂર મુજબ

-મીઠું સ્વાદાનુસાર

-તેલ તળવા માટે’’

રીત :

બધી સામગ્રીને ભેગી કરી તેમાં પાણી ઉમેરો અને બે ચમચી ગરમ તેલ નાંખો અને ખીરૂ તૈયાર કરો. આ ખીરૂ વધુ પાતળું ન હોવુ જોઈએ એ ધ્યાન રાખો. હવે પાલકના પાન તે ખીરામાં સારી રીતે રગદોળી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને જ્યારે તેમાંથી ધુમાડો નીકળે એટલે તાપ ધીમો કરી ખીરામાં રગદોળેલા પાલકના પાનને ડીપ ફ્રાય કરી લો. જ્યારે આ પાન સોનેરી રંગના અને કરકરા થાય એટલે તેને કાઢી લો. તેને પેપર નેપકીન પર મુકી દો. આ પકોડાને ગરમા ગરમ ચા સાથે સર્વ કરો.

૫. કોર્ન બ્રેડ પકોડા

સામગ્રી :

‘‘૫૦૦ ગ્રામ મકાઈ

-૧/૨ કપ દૂધ

-૧ ટેબલ સ્પૂન કોર્નફલોર

-૧/૨ ટી સ્પૂન મરીનો ભૂકો

-૧ ટી સ્પૂન સોયાસોસ

-૧ ટી સ્પૂન ચીલીસોસ

-૧ નંગ ડુંગળી

-૧ નંગ કેપ્સીસમ

-૧/૪ કપ મેંદો

-સેન્ડવીચ બ્રેડ

-તેલ જરૂર મુજબ

-મીઠું સ્વાદાનુસાર’’

રીત :

સૌપ્રથમ મકાઈના દાણા કાઢીને બાફી લેવા. ઠડા દૂધમાં કોર્નફલોર ઓંગાળી વાઈટ સોસ બનાવવો. તેમાં મકાઈના દાણા, મીઠું, મરીનો ભૂકો, સોયાસોસ, ચીલીસોસ, ડુંગળી ઝીણી સમારેલી અને કેપ્સીસમ નાનાં સમારેલા ઉમેરવા. મેંદામાં મીઠું અને પાણી નાખી ખીરું તૈયાર કરવું. બ્રેડની કિનારી કાઢી ચોરસ ટુકડા કરવા. બ્રેડ ઉપર માવો મૂકી, માવાવાળી બાજુ ખીરામાં બોળીને તળવા. જો માવો ઢીલો લાગે તો માવા ઉપર રવો કે ટોસ્ટનો ભૂકો પાથરવો. પછી ખીરામાં બોળીને તળવા. લાઈટ બ્રાઉન થાય એટલે કાઢીને ગરમા-ગરમ સર્વ કરવા.

૬. ફ્‌લાવર પકોડા

સામગ્રી :

‘‘-૧ નંગ ફ્‌લાવર

-૧/૪ કપ મેંદો

-૩ ચમચી કૉર્નફ્‌લોર

-૧ લીલા કાંદાની ઝૂડી

-૩ ચમચા તેલ

-૨ ચમચી લાલ મરચાંનો પાઉડર

-૧ ચમચી દૂધ

-૧/૨ ચમચી આદું-મરચાંની પેસ્ટ

-મીઠું સ્વાદાનુસાર’’

રીત :

ફ્‌લાવરના નાના ટુકડા કરો અને લીલા કાંદાને પણ ઝીણા સમારી લો. હવે ફ્‌લાવરને પાણીમાં બાફી લો. પછી એ પાણીમાં એક ચમચી દૂધ નાખીને બે મિનિટ પછી તેમાંનું પાણી નિતારી દો. હવે મેંદો અને એક ચમચો કૉર્નફ્‌લોરને ભેગા કરી એમાં એક ચમચી લાલ મરચાંનો ભૂકો, આદું-મરચાંની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું અને થોડું પાણી નાખીને બરાબર મિક્સ કરીને ખીરું તૈયાર કરો. એક પૅનમાં તેલ ગરમ થાય એટલે ફ્‌લાવરના ટુકડાને ખીરામાં પલાળીને તળી નાખો. હવે લાલ મરચાંને ક્રશ કરીને એમાં આદું-મરચાંની પેસ્ટ એક પૅનમાં થોડું તેલ લઈને લાલ થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં સમારેલા લીલા કાંદા અને મીઠું નાખીને બે મિનિટ રહેવા દો. હવે તેમાં પોણો ગ્લાસ પાણી ઉમેરી ઉકાળો. હવે અડધી ચમચી પા કપ પાણીમાં મિશ્ર કરીને આ ઊકળી રહેલી ગ્રેવીમાં ગ્રેવી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી નાખો. હવે ફ્રાય કરેલા ફ્‌લાવરને તૈયાર મન્ચુરિયનમાં નાખો અને એમાં સ્વાદ અનુસાર સૉય સૉસ ઉમેરી બે મિનિટ સુધી ઊકળવા દો. રાઇસ કે નૂડલ્સ સાથે આ ગરમાગરમ ફ્‌લાવર મન્ચુરિયન પીરસો.

૭. સાબુદાણા પકોડા

સામગ્રી :

‘‘૧૫૦ ગ્રામ સાબુદાણા

-૨ લીંબુનો રસ

-૪ ચમચી નાળીયેરનું છીણ

-૨ નાની ડુંગળી

-૨ મોટા બટાકા

-૮ થી ૧૦ ફુદીનાના પાન

-૧/૨ ચમચી મરી પાવડર

-મીઠું સ્વાદાનુસાર’’

રીત :

સૌપ્રથમ પાણીમાં મીઠું નાખી એમાં સાબુદાણાને અડધા પલાળો. બટાકાને બાફી, છોલી એનો માવો તૈયાર કરવો. પછી ડુંગળી અને લીલા મરચાને ઝીણા સમારી દેવા. નાળિયેરને ગુલાબી રંગનું થાય ત્યાં સુધી શેકવું. હવે સાબુદાણામાંથી બધું જ પાણી નીતારી લેવું અને તેમાં બાકીનો મસાલો ભેળવવો. આ મિશ્રણમાં એક ચમચો ગોળ નાંખી તેનું ખીરું તૈયાર કરવું. અને બદામી રંગના પકોડા તળવા અને ગરમા-ગરમ પીરશો.