icecream banavta shikho books and stories free download online pdf in Gujarati

icecream banavta shikho

ગુજરાતી વાનગીઓ

આઈસ ક્રીમ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.ચોકલેટ સોસ

૨.ઓરેન્જ સોસ

૩.બટરસ્કોચ આઈસક્રીમ

૪.કેશ્યુનટ રેઈન્બો આઈસક્રીમ

૫.ચીકુનો આઈસક્રીમ : ચોકલેટ કપમાં

૬.ચીકુની મટકા કુલપી

૭.ચોકો : કોકોનટ કુલફી

૮.ચોકલેટ આઈસક્રીમ

૯.કસ્ટર્ડ એપલ આઈસક્રીમ

૧૦.ડ્રીમલેન્ટ સન્ડે

૧. ચોકલેટ સોસ

સામગ્રી :

’’ ૨ ટેબલસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર

૨ ટેબલસ્પૂન કોકો પાઉડર

૧ ટેબલસ્પૂન કોર્નફ્‌લોર, ૫ ટેબલસ્પૂન ખાંડ

૧ ટેબલસ્પૂન માખણ (સફેદ-મોળું)

વેનિલા એસેન્સ’’

રીત :

એક વાસણમાં ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, કોર્નફ્‌લોર અને ખાંડ બધું ભેગું કરી થોડું પાણી નાંખી મિક્સ કરવું. પછી તેમાં વધારે પાણી નાંખી, પાતળું કરી ધીમા તાપ ઉપર મૂકી સતત હલાવવું. તેમાં માખણ નાખી જાડું થાય એટલે ઉતારી વેનિલા એસેન્સ નાખવું. આ સોસ સાધારણ ઠંડો પડે એટલે આઈસક્રીમ ઉપર રેડવો. ચોકલેટ આઈસક્રીમ ઉપર પણ નાંખી શકાય.

૨. ઓરેન્જ સોસ

સામગ્રી :

’’ ૧ કપ સંતરાનો રસ

૧ ટેબલસ્પૂન કોર્નફ્‌લોર

૪ ટેબલસ્પૂન ખાંડ

૧ ટીસ્પૂન માખણ

ઓરેન્જ કલર, ઓરન્જ એસેન્સ’’

રીત :

કોર્નફ્‌લોરમાં પાણી નાંખી, પેસ્ટ બનાવવી પછી તેમાં થોડું વધારે પાણી નાંખી પાતળવું કરવું. તેને ઉકળવા મૂકવું. તેમાં ખાંડ અને સંતરાનો રસ નાંખી, ધીમા તાપ ઉપર મૂકવું. જાડું થવા આવે એટલે માખણ નાંખી હલાવતાં રહેવું. સોસ જાડો થાય એટલે ઉતારી થોડોક જ ઓરેન્જ કલર અને ઓરેન્જ એસેન્સ નાખવો. બરાબર હલાવી સોસ તૈયાર કરી રાખવો અને ઓરેન્જ આઈસક્રીમ પીરસતી વખતે ઉપર છાંટવો.

૩. બટરસ્કોચ આઈસક્રીમ

સામગ્રી :

’’ ૧ લિટર દૂધ

૨૦૦ ગ્રામતાજું ક્રીીમ

૨ ટેબલસ્પૂન હોલ મિલ્‌ પાઉડર

૧ ટેબલસ્પૂન કોર્નફ્‌લોર

૧૨ ટેબલસ્પૂન ખાંડ

૨ ટીસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર

૧/૨ ટીસ્પૂન કોકો પાઉડર

૭ બદામ, ૧૦ કાજુ

આઈસક્રીમ, એસેન્સ

ખાંડની કણી — એક જાડા તળિયાવાળી તપેલીમાં ૧ ટેબલસ્પૂન ખાંડ નાખી ધીમા તાપ ઉપર ગરમ થવા મૂગવું. ખાંડ ઓગળે એટલે તેમાં ૧ ટીસ્પૂન ચોકલેટ નાખી હલાવવું. કણી પડે એટલે તરત ઉતારી લેવું. તેનો અધકચરો ભૂકો કરવો.’’

રીત :

એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દુધમાં કોર્નફ્‌લોર મિક્સ કરી અંદર નાખવો પછી ખાંડ નાંખી જાડું થાય એટલે ઉતારી ઠંડું પાડવું. તેમાં ક્રીમ, ચોકલેટ પાઉઢર, કોકો પાઉડર, મિલ્ક પાઉડર નાખી મિક્સરમાં મિક્સ કરવું. જામી જાય એટલે કાઢી, ફરી મિક્સરમાં એકરસ કરવું જેથી બરફની કણી ભાંગી જાય. પછી તેમાં છોલેલી બદામની કતરી, કાજુની કતરી (થોડા અલગ કાઢી) ખાંડની કણી અને એસેન્સ નાખી ફરી ડબ્બામાં ભરી ઉપર બદામ-કાજુની કતરીથી સજાવટ કરી ફ્રિઝરમાં સેટ થવા મૂકવો. બરાબર જામી જાય એટલે કાઢી લેવો.

૪. કેશ્યુનટ રેઈન્બો આઈસક્રીમ

સામગ્રી :

’’ ૧૦૦ ગ્રામ કાજુ

૧, ૧/૨ લિટર દૂધ

૧ ટેબલસ્પૂન કોર્નફ્‌લોર

૨૫૦ ગ્રામ ખાંડ (ટેસ્ટ પ્રમાણે)

૪૦૦ ગ્રામ ક્રીમ

૧ ટીસ્પૂન કસ્ટર્ડ પાઉડર

૧ ટીસ્પૂન એલચીનો ભૂકો

ગુલાબી, લીલો લિક્વિડ કલર’’

રીત :

‘‘કાજુને થોડા દૂધમાં ૨ કલાક પલાળી રાખવાં. પછી તેને મિક્સરમાં બારીક વાટી લેવાં.

એક તપેલીમાં દૂધ ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર અને કોર્નફ્‌લોર મિક્સ કરી, ઉકળતા દૂધમાં નાખવો. દૂધ ઘટ્ટ થવા આવે એટલે તેમાં કાંડ અને વાટેલાં કાજુ નાખવા. દૂધ જાડું થાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે તેમાં ક્રીમ અને એલચીનો ભૂકો નાખી બરાબર હલાવવું.

આ મિશ્રણના ત્રણ ભાગ કરવા. એક ભાગમાં ગુલાબી રંગ, બીજામાં લીલો રંગ (લાઈટ ગ્રીન થાય તેટલો જ) અને ત્રીજો ભાગ સફેદ રાખવો. ત્રણે ભાગને જુદા જુદા વાસણમાં ભરીને રેફ્રિજરેટરમાં મૂકવા. ઠરાવ આવે એટલે તેને મિક્સરમાં અથવ ચમચાથી ફીણવા, જેથી બરફની કણી રહે નહિ. પછી આઈસક્રીમના કપમાં ઓછા લીલા રંગનું મિશ્રણ ભરી ફ્રિઝમાં મૂકવું. જ્યારે લીલો આઈસ્ક્રીમ ઠરી જાય એટલે તેના ઉપર સફેદ આઈસક્રીમ ભરી ફ્રિઝમાં મૂકવો. સફેદ આઈસક્રીમ ઠરે એટલે તેના ઉપર ગુલાબી આઈસક્રીમ ભરી, તેના ઉપર થોડા કાજુનો ભૂકો ભભરાવી, ફ્રિઝરમાં આઈસક્રીમ જામવા મૂકવો. આઈસક્રીમના કપ બરાબર ઢાંકેલા રખવા, જેથી બરફની કણી રહે નહિ.

નોંધ : આઈસક્રીમના કપને બદલે એલ્યુમિનિયમના ઢાંકણાવાળા ડબ્બાનો ઉપયોગ કરી શકાય.’’

૫. ચીકુનો આઈસક્રીમ : ચોકલેટ કપમાં

સામગ્રી :

‘‘૧ લિટર દૂધ

૧ ટેબલસ્પૂન કોર્નફ્‌લોર

૨૫૦ ગ્રામ ખાંડ

૬ ચીકુ

૪ કપ ક્રીમ

૧ ટેબલસ્પૂન મિલ્ક પાઉડર

૧ ટેબલસ્પૂન અખરોટનો ભૂકો

૧ ટેબલસ્પૂન કાજુનો ભૂકો

૧ ટેબલસ્પૂન છોલેલી બદામનો ભૂકો

૧ ટેબલસ્પૂન ચોકલેટ પાઉડર

૧/૨ ટીસ્પૂન એલચીનો પાઉડર

૧/૪ ટીસ્પૂન જાયફળનો પાઉડર

ચોકલેટ કપ માટે —

૨૫૦ ગ્રામ ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર

૧, ૧/૨ ટેબલસ્પૂન ઘી’’

રીત :

એક વાસણમાં પાણી ઉકળવા મૂકવું. બીજા નાના વાસણમાં ઘી અને ચોકલેટ મૂવી. થોડીવારમાં ઘી અને ચોકલેટ ઓગળી જશે એટલે બરાબર મિક્સ કરી દેવી. પછી કાગળના કપની અંદર ચમચીથી ચારેબાજુ ચોકલેટનો જાડો થર લગાડવો. પછી ડીપ ફ્રિઝરમાં કપ મૂકી દેવો. બરાબર જામી જાય એટલે ધીમે ધીમે કપનો બહારનો કાગળ કાઢી નાખવો. એટલે ચોકલેટનો કપ તૈયાર થશે. એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્‌લોર મિક્સ કરી તેમાં નાખવો. તેમાં ખાંડ નાખી જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે ચીકુને છોલી બારીક કટકા, ચોકલેટ પાઉડર, મિલ્ક પાઉડર, એલચી-જાયફળનો પાઉડર અને ક્રીમ નાખી, મિક્સરમાં બીટ કરવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરના ડીપ ફ્રિઝમાં મૂકી જમાવવું, જામી જાય એટલે કાઢી ફરી, મિક્સરમાં એકરસ કરવુ જેથી બરફની કણી ભાંગી જાય. પછી ડબ્બામાં ભરી ડ્રાયફ્‌રુટનો ભૂકો નાખી ફરી ફ્રિઝમાં મૂકવો. બરાબર જામી જાય એટલે ચોકલેટના કપમાં ભરી, ઉપર ડ્રાયફ્‌રુટ્‌સથી સજાવટ કરી આઈસક્રીમ આપવો.

૬. ચીકુની મટકા કુલપી

સામગ્રી :

’’ ૧ લિટર દૂધ

૧૦૦ ગ્રામ માવો

૧/૨ ડઝન ચીકુ

૧/૨ ટીન મિલ્કમેડ

૨ ટેબલસ્પૂન ખાંડ

૧ ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી

૧ ટેબલસ્પૂન પિસ્તાની કતરી

૧ ટેબલસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર

વેનિલા એસેન્સ’’

રીત :

ચીકુનો ધોઈ, છોલી, માવો બનાવવો. એક વાસણમાં દૂધ અને મિલ્કમેડ ભેગા કરી ગરમ કરવું. ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ નાખવી. થોડીવાર પછી ઉતારી લેવું. ઠંડું પડે એટલે માવો, ચીકુનો માવો અને ડ્રિંકિંગ ચોકલેટ નાખી, મિક્સરમાં એકરસ કરવું. પછી તેમાં બદામ-પિસ્તાની કતરી અને એસેન્સ નાખી બરાબર હલાવી, નાની મટકી (કુલડી)ને ધોઈ તેમાં ભરી, લાલ એલ્યુમિનિયમના ફોઈલથી કવર કરી, રબર બેન્ડ લગાડી દેવું. પછી ડીપ ફ્રિઝરમાં કુલફી સેટ થવા મૂકવી. બરાબર ઠરી જાય એટલે કાઢી કટકા કરવા.

૭. ચોકો : કોકોનટ કુલફી

સામગ્રી :

‘‘૧ લિટર દૂધ

૧૦૦ ગ્રામ નાળિયેરનું ખમણ

૧૦૦ ગ્રામ ક્રીમ

૧/૨ ટીન કન્ડેન્સ્ડ મિલ્ક

૩ ટેબલસ્પૂન ખાંડ

૨ ટેબલસ્પૂન ડ્રિકિંગ ચોકલેટ પાઉડર

૧ ટીસ્પૂન કોકો પાઉડર

૧ ટેબલસ્પૂન કોર્નફ્‌લોર

૧ ટેબલસ્પૂન ચારોળીનો ભૂકો

૧ ટેબલસ્પૂન કાજુનો ભૂકો

વેનિલા એસેન્સ’’

રીત :

એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્‌લોર મિક્સ કરી અંદર નાખવો. પછી તેમાં ખાંડ નાંખવી. જાડું થાય એટલે ઉતારી, ઠંડું થાય એટલે તેમાં નાળિયેરનું ખમણ, ક્રીમ, કન્ડેન્સ્ડ મિલ્ક, ચોકલેટ પાઉડર અને કોકો પાઉડર નાંખી, મિક્સરમાં બીટ કરવું. પછી તેમાં વેનિલા એસેન્સ, ચારોળીનો ભૂકો અને કાજુનો ભૂકો નાખી કુલફીના મોલ્ડમાં ભરી, રેફ્રિજરેટર (ફ્રિઝર)માં મૂકવું. કુલફી સેટ થઈ જાય એટલે કાઢી લેવી.

૮. ચોકલેટ આઈસક્રીમ

સામગ્રી :

’’ ૧ લિટર દૂધ

૧ ટેબલસ્પૂન કોર્નફ્‌લોર

૨૫૦ ગ્રામ ખાંડ

૪ કપ ક્રીમ

૧ ટેબલસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર

૧ ટીસ્પૂન કોકો પાઉડર

૧ ટેબલસ્પૂન હોલ મિલ્ક પાઉડર

૪ ટીપાં ચોકલેટ એસેન્સ અથવા વેનિલા એસેન્સ

૭ છોલેલી બદામ, ૭ કાજુ — સજાવટ માટે’’

રીત :

દૂધને ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્‌લોર મિક્સ કરી તેમાં નાખવું. તેમાં ખાંડ નાંખી, જાડું થાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે તેમાં ક્રીમ, ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, મિલ્ક પાઉડર અને એસેન્સ નાખી, મિક્સરમાં બીટ કરી, એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરમાં (ફ્રિઝરમાં) મૂકવું. જામી જાય એટલે કાઢી ફરી મિક્સરમાં બીટ કરવું. જેથી બરફની કણી ભાંગી જાય. પછી ડબ્બામાં ભરી, ઉપર છોલેલી બદામની કતરી અને કાજુની કતરીથી સજાવટ કરી, ફ્રિઝરમાં મૂકવું. બરાબર જામી જાય એટલે કાઢી, ૨-૩ મિનિટ પછી ઉપયોગ કરવો.

૯. કસ્ટર્ડ એપલ આઈસક્રીમ

સામગ્રી :

’’ ૩ મોટાં સીતાફળ

૫૦૦ ગ્રામ દૂધ

૧ ટેબલસ્પૂન મિલ્ક પાઉડર

૧ ટીસ્પૂન કોર્નફ્‌લોર

૧ ટિન કન્ડેન્સ્ડ મિલ્ક

૨ ટેબલસ્પૂન કાજુના કટકા

૨ ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી

વેનિલા એસેન્સ’’

રીત :

સીતાફળનાં બી કાઢી મિક્સરમાં બીટ કરી, માવો બનાવવો. દૂધમાં મિલ્ક પાઉડર અને કોર્નફ્‌લોર નાંખી, દૂધ ઉકળવા મૂકવું. જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, સીતાફળનો માવો અને એસેન્સ નાંખી, મિક્સરમાં બીટ કરવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરમાં મૂકવું. જામી જાય એટલે મિક્સરમાં બીટ કરી ફરી ડબ્બામાં ભરી, ઉપર બદામ-કાજુની કતરી ભભરાવી, ફ્રીજમાં મૂકવો. બરાબર જામી જાય એટલે કઢી, ઉપયોગ કરવો.

૧૦. ડ્રીમલેન્ટ સન્ડે

સામગ્રી :

’’ ૧ લિટર દૂધ

૧૫૦ ગ્રામ ખાંડ (આશરે)

૨૫૦ ગ્રામ ક્રીમ

૭ અંજીર

૧ ટેબલસ્પૂન મિલ્ક પાઉડર

વેનિલા એસેન્સ, બદામ, પિસ્તાં’’

રીત :

એક વાસણમાં દૂધમાં ખાંડ અને અંજીરના ઝીણા કટકા નાંખી ઉકળવા મૂકવું. અંજીરના કટકા નરમ થાય અને દૂધ જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું થાય એટલે તેમાં મિલ્ક પાઉડર, ક્રીમ અને એસેન્સ નાખી મિક્સરમાં બીટ કરી લેવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી રેફ્રિજરેટરમાં સેટ થવા મૂકવો. જામી જાય એટલે કાઢી ફરી મિક્સરમાં એકરસ કરવું. જેથી બરફની કણી ભાંગી જાય, પછી ડબ્બામાં ભરી ઉપર છોલેલી બદામ-પિસ્તાંની કતરીથી સજાવટ કરી ફરી ફ્રીઝરમાં મૂકવો. બરાબર જામી જાય એટલે કાઢી લેવો.