God.com books and stories free download online pdf in Gujarati

ગોડ.com

ગોડ.COM

~ હિરેન કવાડ ~

ગોડ.COM

હુ કોણ છુ.? એક આત્મા. આખી દુનિયામા એક આત્મા..? કારણ કે ક્રિષ્ન તો કહે છે કે તમે મારા અંશો છો. અંશ એટલે ભાગ. શું આત્માના ટુકડા થઇ શકે…? કદાચ તો સર્વર શેરીંગનો કન્સેપ્ટ છે. જેમા ક્લાયન્ટ પાસે પોતાનુ પ્રોસેસર નથી. તો પ્રોસેસીંગ માટે સર્વરનો ઉપયોગ છે. એની પાસે જસ્ટ પોતાની હાર્ડ ડીસ્ક છે. જે એની બુદ્ધી છે અને એનુ મગજ પણ. એના હાર્ડવેર્સ એટલે કે હાથ પગ, કેબીનેટ કે બીજા રમકડા.

સર્વર અને ક્લાયન્ટ વચ્ચે કોમ્યુનીકેશ લીંક પણ જોઇએ. તો લીંક કઇ…..? ઇશ્વર કે પરમ આત્મામા શ્રધ્ધા. જો કોઇ નાસ્તીક એટલે કે રેશનાલીસ્ટ હોય તો પોતાનામા હૈયાફાટ વિશ્વાસ. સર્વર સાથે કોમ્યુનીકેશ હોય પણ લોગીન માટે આઇ.ડી પાસવર્ડ ના હોય તો ગોડ.com નકામુ છે. પણ લોગીન પાસવર્ડ અને યુઝર આઇ.ડી કયુ..?

શાંત ચીતે કરેલી પ્રાર્થના. પ્રાર્થના એટલે ભજન નહિ, માત્ર ઇશ્વરના વખાણ અને એના ગુણગાન એટલે પ્રાર્થના નહિ. પ્રાર્થના એટલે જેનાથી આપણને પરમ શાંતી મળે પ્રાર્થના. જેનાથી આપણને ખુશી મળે પ્રાર્થના. એટલે સવારે ઉઠીને નાહિ, ધોઇને મનમા કોઇ ગીતની ધુન ચડી હોય તો મંદિરીયા સામે દીવો કરીને હાથ જોડીને પ્રાર્થના કરવાની જરૂર નથી. ગીત પ્રાર્થના છે. કોઇ મુવીનુ હોય કે પછી એકોન નુઇટ હેઝ બીન સો લોંગ વ્હેન આઇ હેવ સી યો ફેસ.”. પ્રાર્થના સકસફુલ્લી સબમીટેડ. આપણે ઇશ્વર કે પોતાના પોર્ટલ પર લોગીન કરી લીધુ છે.

પણ આપણે એવી પ્રાર્થના ચાલુ કરી દીધી છે કે પ્રાર્થના કરતી વખતે પ્રાર્થના સિવાય બધુ યાદ આવે છે. બોયફ્રેન્ડ પાસેથી કીસ આપીને કઇ ડીમાન્ડ કરવાની છે ત્યાંથી માડીને આજે સર કંઇ કહે એટલે જો સામુ ઠોકી દવ ત્યાં સુધીનુકે પછી આજે તો ઓફીસે જવાનુ લેઇટ થઇ જશે જલદી નાસ્તો કરવો પડશેજો બધુ પ્રાથના કરતી વખતે યાદ આવે તો પ્રાર્થના ભેંસ ના પોદળા જેવી છે. અલબત ભેંસનો પોદળો તો છાણા બનાવીને ઇંધણ બનાવવા પણ કામ વે છે. સર્વર અને ક્લાયન્ટ સાથે સાચો પાસવર્ડ અને આઇ.ડી હોવા જોઇએ. જો એરર આવે તો કદાચ જે ઓથેંન્ટીકેશન ડીટેઇલ્સ આપણે યુઝ કરી રહ્યા છીએ ખોટા છે. એટલે કદાચ કહેવાતા નાસ્તીક જે પોતાના માટે પરમ આસ્તિક છે. લોકો પોતાથી વધારે નજીક છે. કારણ કે સર્વર પણ પોતે અને ક્લાયન્ટ પણ પોતે. એટલે ઓથેંન્ટીકેશન ડીટેઇલ્સ પણ પોતાને ખ્યાલ હોવાની . ના ખબર હોય તો ડેટાબેસ પણ પોતાની પાસે. સીલેક્ટની ક્વેરી ફાયર કરીને ચેક કરી શકાય.

જો લોકો અને સંતો એમ કહેતા હોય કે બને એટલુ ઇશ્વરની પાસે રહી શકાય એવા કામો કરવા. પણ ઇશ્વર તો ખુદ જ્યારે એમ કહેતો હોય કે હુ તારી અંદર છુ. તો જો આપણે આપણી પાસે રહીએ તો ઇશ્વર પાસે જવાની અને એને ગોતવાની જરુર છે નહિ. બને ત્યાં સુધી આપણે આપણામા ડુબી રહેવુ. વો કૌન હૈ..? ક્યાં ચાહતા હૈ..? નહિ, નહિ… I am, I am, and I am. કોઇ અભિમાનની ઘોષણા નથી. પોતે ઇશ્વરને પોતાના રૂપમા સાક્ષાત્કાર થયાની ખુશી છે. એમા ઇશ્વર ખુશ છે. બીજા બધા ને જે લાગે તેકારણ કે ઇશ્વર પોતાના માટે છે. બીજા માટે નથી…. એટલે દરેક નો ઇશ્વર અલગ છે અને દરેકના ઇશ્વર ને પોતાનો ટેસ્ટ છે.

ઇશ્વર (સર્વર) અને વ્યક્તિ (ક્લાયન્ટ) વિશે તો ક્લાઉડ થી માંડીને, પ્રોટોકોલ્સ કે પછી OSI મોડેલના લેયર વિષે કહેવુ બધુ પોસીબલ છે. બધો ડેટા અને બધુ એક્સપ્લેનેશન ઓલરેડી સર્વર પર અપલોડેડ છે.

બસ આપણી પાસે સાચો યુઝર .ડી અને પાસવર્ડ હોવા જોઇએ અને પ્રેમનુ બ્રોડબેન્ડ કનેક્શન હોવુ જોઇએ.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook :

Twitter :