Speechless Words CH - 4 books and stories free download online pdf in Gujarati

Speechless Words CH.4

|| 04 ||

પ્રકરણ 3 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. કારણ કે પ્રેમને પોતાના બિઝનેસ સિવાય ઘરની કુટુંબની કોઈ વાત ખબર નથી. જેમાં છેલ્લે આપણે જોયું તેમ સ્કૂલમાં સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક વિધ્યાર્થીએ પોતાનું ગ્રુપ બનાવવાનું હતું. કેવો હશે સાયન્સ ફેર? બીજું એક મહત્વપુર્ણ પ્રશ્ન જે ગયા પ્રકરણમાં તમને વિચારતા મૂકી ગયો એ હતો કે અમાયા અજિતભાઈ આચાર્યની પત્નીનું નામ હતું તો આ અપર્ણા કોણ છે? તમને ખબર છે મેં એક જગ્યાએ અપર્ણા નામનો ઉલ્લેખ કર્યો હતો? આ અપર્ણા નામમાંથી અમાયા કેવી રીતે થયું? તે જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

* * * * *

“ સાયન્સ ફેરની વાત કરતાં પહેલા લવ અને કુશ તમારી જ દાદીમાંની હું નાનકડી વાત શેર કરું છું. મારા પિતાને એક બહેન હતી જે માત્ર ત્રણ મહિનાની ઉંમરમાં જ ગુજરી ગઈ અને તેનું નામ જન્મ થયો ત્યારે જ રાખવામા આવ્યું હતું ‘અપર્ણા’. કુટુંબમાં એક જ બહેન હતી અને મારા પિતા સૌથી મોટા હતા. કુલ ચાર ભાઈઓ અને એક જ બેન. પરંતુ તેને એવો રોગ હતો જેથી તે લાંબુ જીવી શકે તેમ નહોતી આથી માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં જ તેનું મૃત્યુ થયું. જ્યારે મારી સગાઇ થઈ ત્યારે જ મારા પિતાએ ‘અપર્ણા’ નામ બદલીને ‘અમાયા’ કર્યું અને કુટુંબમાં બધે જ અપર્ણાને ‘અમાયા’ તરીકે જ ઓળખવા લાગ્યા.“, મેં મારા પત્ની અમાયાના બે નામ પાછળની હકીકત જણાવી.

“ દાદાજી, તમે સાયન્સ ફેર તમારી સ્કૂલમાં હતો તેનું કઈક કહી રહ્યા હતા એના વિશે વાત કરશો પ્લીઝ “, લવને વિજ્ઞાનમાં બહુ જ રસ હતો આથી વિજ્ઞાન મેળાની વાત અધૂરી રહેતા તેને મને પ્રશ્ન કરી મને વિજ્ઞાનમેળા વિશે યાદ અપાવ્યું.

સાયન્સ ફેર - 2009

સાયન્સ ફેરની તૈયારીઓ સ્કૂલમાં શરૂ થઈ ગઈ હતી અંતે કોઈ ગ્રુપ પાર્ટનરના મળતા ઋષિ પંડ્યા નામનો વિધ્યાર્થી જે મારી બાજુના ક્લાસમાં હતો તેની સાથે મેં ગ્રુપ બનાવ્યું અને અમે પ્રોજેકટ નક્કી કર્યો ‘ગ્લોબલ વોર્મિંગ’. હું આ વાતથી સાવ અજાણ હતો કે ઋષિ એટલે ગેરહાજર રહેવામાં વિશ્વ રેકોર્ડની યાદી બનાવવામાં આવે તો ઋષિ પ્રથમ આવે એવો વિધ્યાર્થી હતો. ત્યારબાદ દરરોજ થોડું થોડું કામ અમે સ્કૂલે રોકાઈને પૂરું કરતાં. થોડા દિવસો પછી તો અમારા માટે સ્કૂલ જાણે એક સાયન્સ લેબ બની ગઈ હતી, જ્યાં દરેક વિધ્યાર્થી વૈજ્ઞાનિકોને પોતાના મનપસંદ ક્ષેત્રમાં વિજ્ઞાનને અનુકૂળ પ્રોજેકટ બનાવવાની છૂટ મળતી હોય. માત્ર વિધ્યાર્થીઓ જ નહીં પણ વિધ્યાર્થિનીઓમાં પણ બહોળા પ્રમાણમાં પ્રોજેક્ટ્સ બની રહ્યા હતા. સમગ્ર રાજકોટમાં અમારા સાયન્સ ફેરની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ઇન્દિરા સર્કલ, કે. કે. વી. હૉલ નજીક મોટા મોટા બેનરો લગાવવામાં આવ્યા હતા. માત્ર અમારી સ્કૂલના વિધ્યાર્થીઓ જ નહીં બીજી સ્કૂલના વિધ્યાર્થીઓ પણ આ ફેરમાં આવવા આતુર હતા. કારણ કે કદાચ આ રાજકોટનો સૌથી મોટો સાયન્સ ફેર હતો. આ વાતને મારી અંગત વાત સાથે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ નથી પરંતુ હું તને એટલે જાણવું છું કારણ કે તને ખબર પડે કે અમારા સમયમાં શું શું હતું ?

આખરે દિવસ આવી ગયો જેની અમે રાહ જોતાં હતા. સાયન્સ ફેરનું ફાઇનલ પ્રેઝન્ટેશન પણ લેવાય ગયું હતું અને બસ બીજા દિવસની સવાર પડી હું તૈયાર થઈને ફ્રેશ થયો પણ મોડલ કેવી રીતે લઈ જવું? થરમોકોલનું હતું. છતાં અમારામાં સન્ની ભાલોડી એટલે બુદ્ધિજીવી પ્રાણી છે કેવી રીતે? હું તૈયાર હતો એવામાં સન્ની, ધર્મેશ, બ્રિજેશ, ડેનિશ, આવી ગયા.

“ આદિ..... આદીડા... “ , સન્નીએ બૂમ પાડી.

“ ઉભો રે બુટ પેરુ છું “, મેં ઘરમાંથી બૂમ પાડીને કહ્યું.

હું ફટાફટ શ્યુઝ પહેરીને હું આવ્યો અને પછી..

“ એલા આ... થરમોકોલનું મોડેલ કેવી રીતે લઈ જાવું , આ ઋષિ કઈ કરે નહીં એટલે મેં બનાવ્યું છે. “, મેં સન્નીને મોડલ બતાવતા કયું.

“ એક કામ કરીએ તું આ મોડેલ મને આપી દે, હું લઈ લઇશ મારા સોલ્ડર ઉપર તું મારી બેગ તારા કેરિયલ પર રાખી દે.

“ ઓકે સારું હાલ.. “, એમ કહીને મેં સન્નીની બેગ મારા કેરિયલ પર બાંધી અને મારૂ મોડેલ સન્નીને આપ્યું અને તેને પોતાની સાથે પાછળ લગાડી દીધું અને દોરીથી બાંધ્યું અને અમે નીકળ્યા.

દરરોજની જેમ મારા ઘરેથી નીકળીને અમારે મંથનને પણ બોલાવવાનો હોય, આથી મંથનને બોલાવવા ધર્મજીવન સોસાયટી ગયા ત્યાંથી મંથનને લઈને બધા સાથે સ્કૂલે જવા રવાના થયા. મંથન અમારા ક્લાસનો હોનહાર વિધ્યાર્થી, ગણિતના એક એક સૂત્ર મોઢે હોય, પ્રમેય તો માનો આમ ચપટીમાં ચકાચક બોલી જાય આવો સ્કૉલર સ્ટુડન્ટ હતો. દેખાવે થોડો ઘઉં વર્ણો ચહેરો અને થોડું મોટું પેટ, સાઈડમાં પાથી પાડી વાળ ઓળેલા અને હાથમાં રાડોની ઘડિયાળ અને મંથનના પિતા બહુ મોટા સરકારી કર્મચારી હતા એટલે આ તો તમે સમજી શકો ને? જ્યારે પણ ક્લાસમાં સાહેબ કે મેડમ કોઈ પણ પ્રશ્ન પૂછે એટલે ફટાફટ મંથનનો હાથ ઊંચો જ હોય. જાડો અવાજ એટલે બહાર પ્રિન્સિપાલ સર વોકિંગમાં નીકળ્યા હોય તો તેને પણ ખબર પડી જાય કે વાહ કોઈ હોશિયાર વિધ્યાર્થી જવાબ આપી રહ્યો છે. મંથન મારી ડ્રામા સોસાયટીનો પણ બહુ મોટો કલાકાર હતો અને ક્રાંતિકારીઓના પાત્રો ભજવવા તેને બહુ જ ગમતા. આજે મંથનને સિંગાપોરમાં પોતાની કંપની છે, જે સૉફ્ટવેર બનાવે છે. તો આ મંથનને પિકઅપ કરીને અમે નીકળ્યા ધર્મજીવન સોસાયટી – ભક્તિનગર સર્કલ – મક્કમ ચોક – પટેલ ધર્મશાળા ત્યારબાદ રસ્તામાં મેલડી માતાજીનું મંદિર આવે ત્યાં અમે ચાલુ સાઇકલે મસ્તક નમાવ્યું અને હાલક ડોલક થતી સાઇકાલ રુટ પ્રમાણે ભક્તિનગર રેલ્વેસ્ટેશન – લક્ષ્મીનગરનું નાલું આવ્યું અને આજે અમારે અમારી સ્કૂલેથી અમારા બીજા મિત્રોને લઈને અમારી જ સ્કૂલની બીજી બ્રાન્ચ G. J. SCHOOL જવાનું હતું. આથી અમે ઘરેથી થોડા વહેલા નીકળી ગયા હતા. અમે સ્કૂલના રસ્તે થઈને અમારા બીજા મિત્રો જે સ્કૂલ પાસેના ચોકમાં અમારી રાહ જોતાં હતા તેમને લઈને મવડી ચોકડી થઈને અંતે 150 ફૂટ રિંગરોડ પર આવેલી અમારી બીજી સ્કૂલ G. J. SCHOOL પહોંચી ગયા. અમારી સ્કૂલ એક મોડર્ન હોટલ જેવી લાગતી હતી. બધાને અલગ અલગ ટેબલ ફાળવવામાં આવ્યા અને કામ શરૂ થયું પોસ્ટર લગાડવાનું અને સાદી ભાષામાં કહું ને તો માર્કેટિંગનું. ત્યારબાદ રાજકોટના તે સમયના મેયરના હસ્તે સાયન્સ ફેરનું ઉદ્ઘાટન થયું. ધીમે ધીમે વાલીઓ વધવા લાગ્યા અને અમારું બોલવાનું પણ વધવા લાગ્યું. અમે દરેક વાલીઓને પ્રોજેકટ વિશે પ્રેક્ટિકલી જાણકારી આપી રહ્યા હતા. આ સિવાય ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ નાબૂદ કરવા શું શું કરવું જોઈએ તેની જાણકારી પણ આપી રહ્યા હતા.

બપોરે ત્રણ કલાકનો બ્રેક મળ્યો, બધા વિધ્યાર્થઑ સાથે જમ્યા, આમ પિકનિક જેવુ વાતાવરણ લાગતું હતું, ક્યારેક એવું પણ લાગતું હતું કે કોઈ ગમતી છોકરી ગર્લ્સમાંથી આવીને આપણને પોતે બનાવેલી રસોઈ જમાડે પણ આવું શક્ય નહોતું, કેમ હસવું આવ્યું? છોકરો કે છોકરી નાનો હોય તો શું થયું પ્રેમ તો પ્રેમ છે એ કોઈ મૂળાક્ષરોની મોહતાજ નથી હા, હવે ત્યારબાદ થોડી વાર અમે આરામ પણ કર્યો અને પછી ચાર વાગતા બ્રેક પૂરો થયો અને હવે અમે બીજા મિત્રોના પ્રોજેક્ટ્સ જોવા જતાં હતા. અમારી જગ્યાએ બીજાને ઊભા રાખી જતાં એટલે જગ્યા ખાલી ના રહે. સવારથી સાથે ઉભા હોય એટલે બધાને એકબીજાના પ્રોજેકટ વિશે બધુ જ બોલતા આવડી ગયું હતું. હું જોવા જવાની તૈયારી કરું એ પહેલા ગર્લ્સ આવી ગઈ. મને યાદ છે એ છોકરીનુ નામ પૂજા હતું કારણ કે પોતાના નામ નહીં ચહેરાના લીધે પ્રખ્યાત હતી. જીજ્ઞેશ લુનાગરીયા મારી બાજુમાં એ ભાઇનો પ્રોજેકટ હતો. સૌથી પહેલા પૂજા અને તેનું ગ્રુપ ત્યાં આવ્યું. જીજ્ઞેશે મસ્ત સમજાવ્યું પણ પૂજાએ જ્યારે સામેથી અભિપ્રાય માટે બૂક અને પેન માંગી ત્યારે મને શંકા ગઈ.

“ સ્ક્યુઝ મી , આ રિવ્યુ માટે પેન અને બૂક તો આપો. “, પૂજાએ જિજ્ઞેશને કહ્યું.

જીજ્ઞેશે બૂક અને પેન આપી. પૂજાએ અભિપ્રાય લખ્યો અને બૂક પરત આપી હવે મારો વારો આવ્યો.

“ ઓઝોનના સ્તરમાં ગાબડાં પડી રહ્યા હોવાના કારણે.. “, મેં મોડલના મધ્યમથી ગ્લોબલ વોર્મિંગનો પ્રોજેકટ સમજાવવાનું શરૂ કર્યું અને આખી ગોખેલી કેસેટ કડકડાટ બોલી પૂરી કરી અને તરત જ મેં સામેથી જ બૂક અને પેન આપી. કારણ કે આ બાબતમાં હું ઉત્સાહી હતો.

“ જીગા જો તો.... ( બુક જોતાં જોતાં ) શું લખ્યું છે તારામાં ? “, મેં જિજ્ઞેશને બૂકમાં પૂજાએ આપેલો અભિપ્રાય વાંચવા કહ્યું.

તમે વિચારી રહ્યા હશો કે નવમા ધોરણમાં ભણતા છોકરાઓ આવી વાતો કરે ? તો કરે સાહેબ.. નવમા ધોરણમાં ભણતા છોકરાને આજકાલ આપણાં કરતાં પ્રેમની વધુ ખબર હોય છે. મારે લોકોનો આ વિચાર બદલવો છે સાહેબ, પ્રેમની કોઈ ઉંમર નથી કોઈ પણ ઉંમરે થઈ શકે છે.

“ your project is good but your speech is not good “, જીગાએ પૂજાએ લખેલું વાક્ય વાંચી સંભળાવ્યું.

“ આદિ તારામાં શું લખ્યું છે ?? જો તો... “, જીગાએ પૂછ્યું.

“ your project is good but your project is very good I like it “, મેં મારામાં પૂજાએ લખેલું વાક્ય વાંચી સંભળાવ્યુ .

બધા જીગાની સામે જોઈને હસવા લાગ્યા.

“ અરે... મારી વાત તો સાંભળો, એ મારી બસમાં આવે છે. દરરોજ બારી પાસે બેસવા માટે થઈને અમારે ઝગડો થાય છે અને અંતે હું બેસવા જ ના દવ... “, જીગાએ બડાઈ મારતા કહ્યું.

“ યાર સારું કહેવાય એટલિસ્ટ તારી બાજુમાં તો બેસે છે. મજા આવે નહીં આવી મસ્ત છોકરીઓ બાજુમાં બેઠી હોય. ! “, ઋષિએ દૂર બીજા પ્રોજેકટ જોઈ રહેલી પૂજાની સામે જોતાં જોતાં કહ્યું.

“ હવે આમાં ધ્યાન દે પૂરું થઈ ગયું તેણે જીગા માટે આવું લખ્યું છે આપણને એનાથી કઈ ફાયદો નથી. સમજ્યો મોટા? હાલ હવે... “, મેં ઋષિને કહ્યું જે મારો પ્રોજેકટ પાર્ટનર હતો.

( થોડા સમય બાદ )

“ હવે થોડોક ટ્રાફિક ઓછો થયો છે તો તું અહિયાં ધ્યાન રાખ હું અને સન્ની જઈને પ્રોજેક્ટ્સ જોઈ આવીએ બરાબર ? “, મેં પ્રોજેક્ટ્સ જોવા જવાની ઈચ્છા વ્યક્ત કરતા ઋષિને કહ્યું.

સલમાન ખાન જેમ ફિલ્મોમાં ચાલતો જોવા મળે બસ એ જ ચાલની માફક ચાલીને હું ગર્લ્સના પ્રોજેકટ રૂમમાં પ્રવેશ્યો. શાક માર્કિટમાં પણ કદાચ ઓછો અવાજ એનાથી પણ વધુ અવાજ અને દેકારો સંભળાતો હતો. શરૂઆતમાં જ એક પ્રોજેકટ સારો હોય એવું લાગતાં હું ત્યાં જઈને ઊભો રહ્યો. ત્યાં ઊભેલી છોકરી ઉલ્ટી ફરીને ચોકલેટ ખાઈ રહી હતી. તેના આવા વર્તન પરથી એવું લાગ્યું કે કદાચ તેને કોઈ બીજી છોકરીઓ સાથે ચોકલેટ શેરિંગ કરીને ખાવું પસંદ નહીં હોય, આવું બને ભાઈ... આવું બને એ તો સ્વભાવિક છે. આપણે પણ છોકરાઓ ક્યારેક બાઇકની ચાવી ના આપીએ ભલે ને ગમે તેવો મિત્ર હોય. એનીવેય્સ ચાલો આગળ વધીએ...

“ એક્સક્યુઝ્મી.... “, કથ્થાઇ કલરની મીઠી મધુર ચોકલેટ માથે મસ્ત કોકો પાવડર ભભરાવેલો હતો આવી ચોકલેટની સાથે મજા લઈ રહેલી છોકરીને મેં પૂછ્યું. તેણે તરત પાછળ ફરી મારી સામે એવી રીતે જોયું જાણે મેં એની ચોકલેટમાંથી એક બાઇટ માંગી હોય.

“ આ પ્રોજેકટ તમારો છે ?? “, પોતાના હાથની આંગળીઓ પર ચોંટેલી ચોકલેટને ચાટી રહેલી છોકરીને મેં પૂછ્યું.

“ હા... એક મિનિટ... “, પોતાના હાથ લુઈને પાણી પીતા પીતા તેણે પ્રત્યુત્તર આપ્યો.

થોડીવારમાં તેણે આખો યે પ્રોજેકટ સમજાવી દીધો અને એટલી સ્પીડમાં બોલીને કે મને કાઇ જ ના સમજાણું. આમ છતાં ‘થેન્ક યુ’ બોલીને હું આગળ ચાલતો થયો. બધા પ્રોજેક્ટ્સ નિહાળ્યા બાદ મારા ડેસ્ક પર આવી ગયો અને ઋષિને ફ્રી કર્યો આથી એ પણ પ્રોજેકટ જોવા જઈ શકે. ત્યારબાદ ત્યાંથી અમે નીકળ્યા અને રસ્તામાં..

“ નંબર તો ભૂરા આપણો આવવાનો નથી પણ મજા આવી.... હો... “, મેં સન્નીને કહ્યું.

“ હવે નંબર આવે કે ના આવે પ્રેક્ટિકલ કામ કરવા મળ્યું એનું મહત્વ છે ભાઈ... બાકી આપણે ચોપડીઓના ગુલામ બની ગયા છીએ આવું બધુ દરેક સ્કૂલમાં અને દર વર્ષે થવું જોઈએ. નંબર આવે કે ના આવે પણ અનુભવ તો થાય વિધ્યાર્થીઓને કે પ્રોજેકટ કેવી રીતે બનાવવા ? “, ડેનીશે કહ્યું.

“ હવે જો કાલે ઓલા ‘એફ કે એજ્યુકેશનવાળા આવવાના છે, પ્રેમથી ના પાડી દે જે કે મારે તમારી કોઈ સ્કીમ કે પેકેજનો લાભ નથી લેવો સમજ્યો ? “, મેં સન્ની અને ડેનિસને વાત કરતાં કહ્યું.

“ એફ. કે. એજ્યુકેશન શું ટ્યુશન છે ?? “, ધર્મેશે પૂછ્યું.

“ ના... એફ. કે. ઇ. એક સંસ્થા છે જે બોર્ડની જેમ જ એક્ઝામ લે છે. પાંચ હજાર રૂપિયા ફી છે એની. અને અમથા હવે ખોટા.... એનું કરવું કે સ્કૂલવાળાનું... દસમાં ધોરણના એડમિશન શરૂ થવાના છે એટલે એ લોકો કાલે મગજની મેથી મારવા સ્કૂલે આવશે... “, ડેનિસે ધર્મેશને કહ્યું.

દરરોજ આવી રીતે વાતો કરતાં કરતાં મોજ મસ્તી કરતાં કરતાં અમે સ્કૂલેથી આવતા. ક્યારેક ઘૂઘરા ખાવાનું મન થાય તો સાઇકલ સીધી ઉધ્યોગનગરની શેરીમાં વળી જાય અને અમે બધા મસ્ત રજવાડી ઘૂઘરાની લહેજત માણીએ, મને તીખું વધારે પસંદ છે આથી હું લસણની ચટણી વધારે નખાવતો પછી ભલે આંખમાંથી પાણી નીકળી જાય પણ એકવાર એમ થવું જોઈએ કે હા.. ખાધા હો ઘૂઘરા. ક્યારેક બપોરના સમયે ઘરે કચુંબર બનાવી હોય ને ડુંગળી ટમેટાની તો મને બહુ ભાવતી હોવા છતાં કેન્સલ કરતો કારણ કે ભગવાન કરે ને કોઈક છોકરી સાથે કરવાનું થાય તો મોઢામાંથી દુર્ગંધ ના આવવી જોઈએ. પણ આવું ના બને. હું ત્રણ વર્ષ ભણ્યો A. G. SCHOOLમાં એક વખત પણ કોઈ છોકરી સાથે વાત કરવા ના મળી. હા અમારામાં અમુક ટોપર્સના નસીબ સારા હતા જેમનું ગોઠવાય ગયું હતું. આપણે ગણિતમાં માંડ માંડ તો પાસ થતાં હોય તો છોકખી વાત છે મને કોઈ પ્રમેય કે રાઇડર સંબંધિત દાખલા પૂછવા ના જ આવે અને આવી જાય તો સમજી લેવું કે પૂર્વજોના પુણ્ય આગળ આવી ગયા તો જ આવું બને. મજા આવતી સ્કૂલના દિવસોમાં. બીજા દિવસે એક્સ્ટ્રા એક્ટિવિટીસના સર્ટિફિકેટ્સ આપવાના હતા.

* * * * *

NEXT DAY

( બીજા દિવસે ક્લાસમાં )

અમારી સ્કૂલ અધ્યતન સુવિધાઓથી ભરપૂર હતી. દરેક ક્લાસમાં સી.સી.ટી.વી. કેમેર પ્લસ સ્મોલ માયક્રોફોન્સ . જેથી ક્લાસમાં જે વાત થઈ રહી હોય એ બધુ જ અમારા હેડ દર્શન સર જોઈ શકતા. અંગ્રેજી ટેક્સ્ટનો ભટ્ટ સરનો લેકચર ચાલતો હતો અને બધાને સર્ટિફિકટેસ આપવા પટેલ સર આવ્યા. બસ થોડીવારમાં એનાઉન્સ થયું કે,

“ આજથી આપણી સ્કૂલમાં ધોરણ 10 માટેના એડમિશન શરૂ થઈ રહ્યા છે તો દરેક વિધ્યાર્થીને વિનંતી છે કે પોતાના મિત્રો જે બીજી સ્કૂલમાં હોય અને આપણી સ્કૂલમાં આવવા માંગતા હોય તેઓ માટે એન્ટરન્સ ટેસ્ટ આ રવિવારથી શરૂ કરવામાં આવશે તો વહેલી તકે એંટેરેન્સ ટેસ્ટમાં પોતાનું નામ નોંધાવી જાય. “, આવું અમારા ક્લાસમાં રહેલા સ્પીકરમાંથી સંભળાયું.

“ હા... કહેવું જોશે બધાને હવે... “, પ્રિયંકે મને કહ્યું. પ્રિયંક એક જ એવો વિધ્યાર્થી જે બે વર્ષ સતત મારી જ બાજુમાં બેસતો અને એની બાજુમાં વાળની દુકાન કાચા રાજ. રાજને એટલા મોટા વાળ હતા કે જેમાં પાછળથી ભૂંગળીઓ વળી જાય એવા મોટા વાળ પણ હા વિજ્ઞાનમાં રાજની માસ્ટરી હતી. હું અને પ્રિયંક મિડલ લેવલના સ્ટુડન્ટ્સ જ્યારે રાજ વિજ્ઞાન સિવાય બધામાં અમારી જેમ મિડલ લેવલ સ્ટુડન્ટ હતો.

“ સોરી ફોર ડિસ્ટર્બ અગેઇન “, બંધ થઈ ગયેલા સ્પીકરમાંથી દર્શન સરનો ફરીવાર અવાજ આવ્યો અને તરત જ બધાનું ધ્યાન સ્પીકર પર આવી રહેલી સ્પીચ પર ગયું.

“ ગયા અઠવાડિયે ઇન્ટર સ્કૂલ સ્વિમીંગ કોમ્પિટિશન યોજાઇ ગઈ જેમાં આપણી સ્કૂલના ધોરણ 11 સાયન્સના વિધ્યાર્થી કોટેચા પાર્થનો ફર્સ્ટ રેન્ક આવ્યો છે અને તેને સરકારશ્રીના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. અને દુખની વાત એ છે કે આ વખતે પણ બહેનોમાંથી કોઈનો ટોપ 3માં નંબર આવ્યો નથી આપણે આશા રાખીએ કે આવતા વર્ષે બહેનોમાંથી પણ કોઈ ગોલ્ડ મેડલના દાવેદાર હોય. સર્ટિફિકટેસ આજે આપને ઈત્તર પ્રવૃત્તિના આપવામાં આવે છે, જેને સાંચવીને ફાઇલ કરી દેશો. આભાર.“, આવું દર્શન સરે એનાઉન્સ કર્યું.

આ એનાઉન્સ પૂરું થયા બાદ અમારી વચ્ચે અંદરોઅંદર વાતચીત શરૂ થવી સ્વાભાવિક હતું. અમારી સ્કૂલમાં દરેક પ્રકારની સૂચનાઓ આ રીતે સેંટરલ એનાઉન્સમેંટથી જ આપવામાં આવતી.

“ યાર, મને એ નથી સમજાતું છેલ્લા બે વર્ષથી હું A.G. SCHOOL માં છું પણ હજી સુધી ક્યારેય એવું નથી સંભાળ્યું કે કોઈ છોકરી સ્વિમિંગ ચેમ્પિયન બની હોય. ક્યારેય નહીં દર વખતે છોકરાઓ જ બને ચેમ્પિયન અને એમાંય આ પાર્થ તો ખબર નહીં ‘ચેમ્પિયન’ નું કાર્ડ લઈને જ આવ્યો લાગે છે. “, મેં રાજને કહ્યું.

હવે સ્પીચલેસ વર્ડ્સમાં બીજું શું શું થાય છે? ઇવેન્ટ કેવી હશે? શું આ કોઈના આવવાની તૈયારી છે? શું આવતા વર્ષે A. G. SCHOOLમાંથી પણ કોઈ ગર્લ સ્વિમિંગ ચેમ્પિયન બનવા માટે દાવેદાર છે? તેની વાત આવતા પ્રકરણમાં... મને ખબર છે તમે વિચારી રહ્યા છો કે લવસ્ટોરી ક્યાં? આવશે આવશે ભાઈ હજી તો સ્ટાર્ટિંગ છે... તો મળીએ આવતા પ્રકરણમાં ત્યાં સુધી આવજો...