Sannatanu Rahashy - Part 2 books and stories free download online pdf in Gujarati

સન્નાટાનુ રહસ્ય ભાગ-2

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

email –

સન્નાટાનુ રહસ્ય- એક ભયાનક વાર્તા

વિષય : નવલકથા

પ્રકરણ : 2

બચાઓ.......બચાઓ.......બચાઓ......મને કોઇ બચાઓ.પ્લીઝ હેલ્પ મી.કોઇ તો મારી હેલ્પ કરો........................ ઓચિંતી જ આવી બુમો સાંભળીને અદિતી સફાળી જાગી ગઇ.તેને પરસેવો વળવા લાગ્યો અને તે આકુળ વ્યાકુળ બની ગઇ.તે હિંમત કરી બાલ્કનીમા ગઇ અને જોયુ તો બગિચામા પણ કોઇ હતુ નહી.બાલ્કનીમા ઉભા ઉભા જ તે વિચારવા લાગી કે કોઇ છે નહી તો આ કોની બુમો મે સાંભળી??? ઓચિંતુ તેનુ ધ્યાન બગિચાની પાછળના પેલા પથ્થર પર જતુ રહ્યુ.તે પથ્થર જોઇ ફરી તેને વિચિત્ર લાગણીઓ થવા લાગી.ગભરાહટ અને ડરથી તે ધૃજી ઉઠી અને દોડીને રૂમમા જતી રહી. બે ચાર દિવસ પસાર થઇ ગયા.મજુરો અને કડિયાઓ આવી ગયા અને બગીચાને વ્યવસ્થિત બનાવી દીધો પણ પેલો વિચિત્ર પથ્થર કોઇથી નીકળ્યો નહી એટલે અજયે તેને ત્યાં જ રહેવા દીધો આમ પણ તે સાવ બગીચામાં દુર ખુણામાં હતો આથી બહુ નડે તેમ ન હતો.કાળી માટીનુ એક ટ્રેલર પણ મંગાવીને બગીચામાં પથરાવી દીધુ.નર્સરીમાંથી જાત જાત ના ફુલ ઝાડના રોપા લઇ આવી ચોપી દીધા.હવે બગીચો એક દમ સુંદર બની ગયો હતો.બગીચામાં જ એક પાણીનો બોર હતો અને તેમાંથી જ બધા કયારા અને ફુવારામાં પાણી લાઇન જતી હતી.આથી બગીચાની માવજત કરવી સહેલી હતી. આમ તો આખા દેસાઇ ફેમિલીને ફુલ ઝાડનો ખુબ શોખ હતો તેને પોતાના રાજકોટના જુના મકાન પણ એક બગીચો બનાવ્યો હતો પરંતુ જગ્યાના અભાવે તે સાવ નાનકડો હતો અને અહીં આ વિશાળ બગીચો જ આખા ફેમિલીને ગમતો હતો આથી વિશેષ માવજત માટે એક માળીને કાયમી માટે નોકરીએ રાખી દીધો.

અચાનક એક દિવસ રાત્રે વળી અંજલીને વળી ધડામ કરતો અવાજ સંભળાયો.તેણે ફરીથી આખા ઘરમાં તપાસ કરી લીધી પરંતુ કાંઇ પણ દેખાયુ નહીં.રાત્રિના હજુ 3:30 જ થયા હતા આથી તે સુઇ ગઇ.સવારે 5:30 વાગ્યે તેની ઉંઘ ઉડી એટલે તેણે વિચાર્યુ કે ચા નાસ્તો બનાવીને બધાને ઉઠાડુ તેથી તે ચા નાસ્તો બનાવવા માટે કિચનમાં ગઇ અને લાઇટ ચાલુ કરીને ત્યાંનુ દ્રશ્ય જોઇ ગભરાઇને બુમો પાડવા લાગી.તેની બુમોનો અવાજ સાંભળીને બધા જાગી ગયા અને દોડતા અંજલી પાસે આવ્યા

“મમ્મી શુ થયુ મમ્મી શુ થયુ?” ચારેય સંતાનો પુછવા લાગ્યા અને અજયે કિચનમાં જઇને જોયુ તો પાંચેક જેટલી કાળી બિલાડીઓ હતી.અજય અને આદિત્યએ થઇને કિચનની પાછળની બાલ્કની નો દરવાજો ખોલીને બિલાડીઓને બહાર કાઢી મુકી. પછી અંજલી પાસે જઇને અજયે કહ્યુ, “શુ અંજલી તુ પણ બિલાડીથી આટલુ બધુ થોડુ ગભરાય જવાય?”

“અજય, હુ ગભરાઇ ગઇ નથી પણ ઓચિંતા જ સવારમાં ઉઠતાની સાથે જ એકસાથે આટલી બધી બિલાડીઓને જોઇ ચીસ પડાઇ ગઇ મારાથી.” “પપ્પા આટલી બધી બિલાડીઓ એકસાથે જોઇને ડર તો લાગે જ ને!!” અદિતીએ કહ્યુ. “પણ પ્રશ્ન એ છે કે આટલી બધી બિલાડીઓ આવી ક્યાંથી???” આદિત્યએ કહ્યુ. “હા રાઇટ એ પણ વિચારણા માંગી લે તેવો પશ્ન છે કે આ બિલાડીઓ આવી ક્યાંથી???” અજયભાઇએ કહ્યુ“મોમ આ જોવ કિચનની બારી ખુલ્લી છે” “કઇ બારી ખુલ્લી છે?”કહેતા અંજલીએ જોયુ તો કિચનની એક બારી આખી ખુલ્લી હતી.

“પણ આ બારી તો મે ૧૦૦% બંધ કરી હતી.મને યાદ છે કે રાત્રે પવન બહુ હતો એટલે ડિનર બનાવતી વખતે જ મે બારી બંધ કરી હતી તો અત્યારે ખુલ્લી કેમ છે?” અંજલીએ કહ્યુ. “મમ્મી મને બહુ યાદ નથી પણ કદાચ મે જ આ બારી ખોલી હતી રાત્રે સફાઇ કરતી હતી ત્યારે ખુલ્લી રહી ગઇ હશે.મે ઉતાવળમાં બધુ બરોબર ચેક ન કર્યુ.જવા દે હવે એ વાતને કે બારી બંધ હતી કે ખુલ્લી હતી.હવે તો એ વિચારો કે આ બધુ સાફ કેમ કરવુ?” અદિતીએ કહ્યુ. બિલાડીઓ રસોડાની હાલત સાવ ખરાબ કરી મુકી હતી.સ્ટેન્ડ પર રાખેલો ઘી નો ડબ્બો ઢોળી નાખ્યો હતો પાણીનુ તપેલુ ઢોળી નાખ્યુ હતુ અને આખુ રસોડુ ચીકણુ ચીકણુ ભરી મુક્યુ.અંજલિને બધી ગંદકી જોઇને જ ધ્રુજારી આવી ગઇ. “બેટા આવી બધી બાબતોમાં ખાસ ધ્યાન રાખવાનુ આપણે અહી શહેરથી દુર રહીએ છીએ અને નજીકની કોલોની પણ અહીથી અડધો કિ.મી.દુર છે. બે મકાન અહી પાસે આવેલા છે અને તેમાં એક તો સાવ ખાલી જ છે અને બીજામાં એક પરપ્રાંતિય વ્યક્તિ ભાડે રહે છે એટલે આપણે વસ્તીથી દુર રહીએ છીએ.” અંજલીએ શીખામણ આપતા કહ્યુ. “હા બેટા મમ્મી સાચુ કહે છે માટે ઘરના બારી દરવાજા લોક કરીને જ રાખવા.અમે બન્ને ઘરે ન હોય ત્યારે તમે બધા ખાસ ધ્યાન રાખજો.અજાણ્યી જગ્યાએ અને અજાણ્યા શહેરમાં ચેતીને જ રહેવુ સારું.આજે બિલાડીઓ હતી અને કાલે કોઇ ચોર લુટારાઓ પણ ઘુસી શકે છે.સો બી એર્લટ.”અજયે સમજાવતા કહ્યુ. “ઓ.કે. પપ્પા તમારી વાત અમે યાદ રાખીશુ અને સલામતી રાખીશુ.” અદિતિએ કહ્યુ. “આસપાસના અજાણ્યા લોકોથી પણ ખાસ સાવચેત રહેજો બધા આપણે શહેરથી દુર નવા વિસ્તારમાં રહીએ છીએ” અંજલિએ કહ્યુ. “ઓ.કે. મમ્મી-પપ્પા તમારી વાત અમે હમેશા યાદ રાખીશુ” અપુર્વાએ કહ્યુ. “ચાલો બધા વાતો છોડો છ વાગી ગયા છે જલ્દી કરો નહિતર મોડુ થઇ જશે” આદિત્યએ કહ્યુ એટલે બધા ફટાફટ ફ્રેશ થઇ ગયા. અદિતિની અને અપુર્વાએ રસોડામાં સફાઇ કરી લીધી અને અંજલિ અને આર્યાએ ચા નાસ્તો બનાવી લીધો.અજય અને આદિત્યએ બધાના બેગ અને ટિફિન બોક્ષ તૈયાર કરી લીધા પછી બધા સાથે નાસ્તો કરવા બેઠા.

બિલાડીના અનુભવ પછી શાંતિ હતી.ધીરે ધીરે બધા નવા શહેર અને નવા ઘરમાં સેટ થવા લાગ્યા.એક મહિનો વીતી ગયો એટલે આદિત્યએ પણ સાઇબર કાફેની નવી જોબ જોઇન કરી લીધી.તે રાજકોટમાં પણ પાર્ટ ટાઇમ કોમ્યુટર ટીચર તરીકેની જોબ કરતો જ હતો.આથી તેને નવરુ રહેવુ જરાય ગમતુ ન હતુ.તેથી નવી જોબ મળતા તે ખુબ જ ખુશ થઇ ગયો ત્રણેય બહેનો એ પણ એક એક કલાસ જોઇન કરી લીધા.અદિતીને ડાન્સ શોખ હતો તેથી તેણે ડાન્સ કલાસ જોઇન કરી લીધા.આર્યા અને અપુર્વાએ કમ્પ્યુટર તથા ડ્રોઇગના કલાસ જોઇન કરી લીધા.

એક દિવસ અંજલિ અને અજય ઓફિસે ગયા પછી બપોરના સમયે ઘરમાં ચારેય બાળકો એકલા હતા.બપોરે જમ્યા બાદ અદિતિએ બધાને એકઠા કરીને વાત કરતા કહ્યુ,

“તમને બધાને અહીં સુરત આવ્યા પછી અજીબ અજીબ અનુભવ થયો છે?” “અજીબ અજીબ !!!! નહિ તો.શુ થયુ અદિતિ બોલ તો ખરા??? આદિત્યે પુછ્યુ. “આદિ આપણે અહી આવ્યા પછી ગાર્ડનની સફાઇ કરતી વખતે ઘરની પાછળ દુર એક એક પથ્થર જેવુ ખોસેલુ હતુ ત્યાં હુ ગઇ અને જેવો પથ્થરને મે અડયો તો કોઇ બચાવો બચાવો બોલતુ હોય તેવુ લાગ્યુ.આસપાસ તો કોઇ હતુ નહી.ધીમો ધીમો અવાજ દુરથી આવતો હોય તેવુ લાગ્યુ.મે મારો ભ્રમ માનીને કોઇને કાંઇ ના કહ્યુ.”

“હા દીદી મને પણ ગઇ રાત્રે હુ પાણી પીવા ઉઠી ત્યારે ધીમે ધીમે બચાવો બચાવોનો અવાજ સંભળાયો હતો પરંતુ હુ પણ ભ્રમ માનીને સુઇ ગઇ હતી” અપુર્વાએ કહ્યુ.

“એવો અવાજ તો મને પણ ઘણીવાર સંભળાય છે.” આદિત્યએ કહ્યુ. “હા અને પછી સાંભળો ગાર્ડન સફાઇના બે ત્રણ દિવસ પછી હુ સ્કુલે લાયબ્રેરીમાં પુસ્તકો લેવા ગઇ તો અચાનક બધા પુસ્તકો સેલ્ફમાંથી એક પછી એક એમ નીચે પડવા લાગ્યા.ગભરાઇને હુ લાયબ્રેરીયન મેમ રેખાબહેન પાસે જઇ તેમને બોલાવ્યા અને તેઓએ આવીને જોયુ તો પુસ્તકો વ્યવસ્થિત જ ગોઠવેલા જ હતા.વળી મે મારો ભ્રમ માની લીધો.પછી થોડા દિવસ સુધી કાંઇ બન્યુ ન હતુ.પરંતુ હુ આજે સવારે ફુટબોલ પ્રેકટિસ માટે શાળાના મેદાનમાં રમતી હતી ત્યાં વચ્ચે બોલ મને અડયા વિના જ દુરથી ગોલ થઇ જતો હતો કાંઇ સમજ ન પડે તે રીતે અજીબ અજીબ વસ્તુઓ બનતી હતી.મને ડર લાગે છે આ બધુ શુ બને છે મારી સાથે રાજકોટમાં આજ સુધી મને કોઇ આવા અનુભવો થયા નથી.” “અદિતી સાંજે મમ્મી-પપ્પા આવે ત્યારે વાત કરીશુ તેઓ કાંઇક રસ્તો આપશે” અપુર્વાએ કહ્યુ.

“ના અપ્પુ મમ્મી પપ્પા ને કહેવા જેવુ નથી તે ખાલી ખાલી મારા પર હસશે આમ પણ પપ્પા મને બીકણી કહીને ચીડવતા જ હોય છે.મને એવુ ફીલ થાય છે કે નક્કી આ ઘરમા કાંઇક વિચિત્ર તો છે જ બાકી આવા અનુભવ થાય નહી.” અદિતીએ કહ્યુ.

અદિતી બી બ્રેવ.તમે મનમા હિંમત રાખો અને પછી પણ જો ડર લાગે તો અમને કહેજો.આપણે કાંઇક હલ વિચારશું.” આર્યાએ કહ્યુ. હા આર્યા એ તો સાચુ,પણ તને તો ખબર જ છે કે મને ભુત પ્રેતથી બહુ ડર લાગે છે.ભુત પ્રેતનું નામ સાંભળતા જ મને મનમા બહુ બીક લાગવા લાગે છે.મને હવે રાત્રે ઉંઘ પણ આવતી નથી.” અદિતીએ કહ્યુ. અદિતી ભુત પ્રેત જેવુ કાંઇ હોતુ જ નથી.એ બધુ આપણા મનનો વહેમ છે.નબળી માનસિક અવસ્થા ધરાવતા લોકોના મનમા અમુક ખાસ પ્રકારના સ્ત્રાવો વધ ઘટ થતા તેઓને વિચિત્ર અનુભવ થાય તેવુ લાગે છે,ખરેખર રીયલમા એવુ કાંઇ હોતુ નથી. “હા દીદી મે પણ વાંચ્યુ છે કે ભુત પ્રેત એ આપણી માનસિક સ્થિતિમાં થતા ફેરફારનુ પરિણામ છે.આપણે મનથી મજબૂત હોઇએ તો આપણે કાંઇ થાય નહી.” આર્યાએ કહ્યુ. “હા અદિતી આપણા મિત્રો અને આપણું વાંચન એવા હોવા જોઇએ કે જેથી આપણું મન નબળું ન પડે અને ખાસ ટી.વી. પર પણ એવા પ્રોગ્રામ જોવા જોઇએ કે જેથી આપણે માનસિક મજબુત બની શકીએ.”

“હા ભાઇ,તમારી વાત તો એકદમ સાચી જ છે.હું આજથી મારા મન પર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીશ પણ તમને બધાને પણ આ ઘરમા આવીને આવા વિચિત્ર અનુભવો થયા તેનુ શું?” અદિતીએ કહ્યુ. “અદિતી એ તો રાત્રીના સુનકારભર્યા વાતાવરણમા તીડ તમરાઓના અવાજ ક્યારેક આપણે ભ્રમમા મુકી દે છે.આપણે રાજકોટમા તો એકદમ ભરચક વિસ્તારમા રહેતા હતા અને અહી આપણે શહેરથી દુર રહીએ છીએ એટલે આ બધા જીવજંતુઓના અવાજ ક્યારેક આપણે ભ્રમમા મુકી દે છે.તારે આટલુ ગભરાઇ જવાની જરૂર નથી.તુ બસ મનમાંથી બધા આવા વિચારો દુર કરી દે.” આદિત્યએ તેને સમજાવતા કહ્યુ. “હા ભાઇ તમે બધાએ મને સમજાવી છે તો હવે મારી હિંમત વધી ગઇ છે.હું મારા બનતા પ્રયત્ન કરીશ કે હું મારા મન પર કંટ્રોલ કરી શકુ.” અદિતીએ જુસ્સાભેર કહ્યુ.

******************

“અદિતી બેટા આજે સાંજે સમીર અંકલ અને તેમના પત્નીને વર્ષાબહેનને ડિનર માટે આમંત્રણ આપ્યુ છે તો તેઓ આવવાના છે.આપણે અહી આવ્યા ત્યારે આપણી તેણે ઘણી મદદ કરી છે.તેમની હેલ્પને કારણે જ આપણે સારુ ઘર મળી ગયુ અને આપણે અહી વ્યવસ્થિત સેટ થઇ ગયા છીએ.તો એ બધા આવવાના છે તો ડિનર બનાવવામા મારી હેલ્પ કરજે.” અંજલી કહ્યુ. “ઓ.કે. મોમ,આઇ વીલ હેલ્પ યુ.ડિનરમા મેનુ શું રાખવુ છે એ વિષે કાંઇ વિચાર્યુ છે?” અદિતીએ પુછ્યુ.

“ડ્રોઅરમાંથી આપણુ મેનુ કાઢી લે,આપણે સાથે મળીને ચલ મેનુ નક્કી કરી લઇએ.” અંજલીએ કહ્યુ.

દેસાઇ ફેમિલીએ પોતાના ઘર માટે અલગ અલગ વાનગીઓનુ મેનુ કાર્ડની નાની બુક છપાવેલી હતી જેમા બધી વાનગીઓના નામ લખ્યા હતા અને અમુક ખાસ વાનગીઓની રેસેપી પણ લખવામા આવી હતી.કોઇ ખાસ પ્રસંગ કે પાર્ટી કે તહેવાર હોય ત્યારે બધા સાથે મળી મેનુકાર્ડમાંથી મેનુ નક્કી કરતા. અંજલી અને અજય બન્ને ફ્રેશ થઇ આવ્યા ત્યાર બાદ બધા મેનુ નક્કી કરવા માટે એકઠા થયા અને સાથે બેસી ચર્ચા કરી મેનુ નક્કી કરવામા આવ્યુ.ડિનર માટે પુરી,રજવાડી ઉંધીયુ, દાલ ફ્રાય, જીરા રાઇસ, પાપડ, સલાડ, મસાલા છાસ, અને ફરસાણમા મીક્સ ભજીયા અને સ્વીટમા ગુલાબજાંબુ બનાવવાનુ નક્કી કરવામા આવ્યુ. “મમ્મી મેનુ તો બહુ લાંબુ નક્કી થયુ છે,ચાલો આપણે ફટાફટ પ્રીપેરેશન કરવાનુ શરૂ કરીએ.” અદિતીએ કહ્યુ. “હા બેટા ચલો.બધા સાથે મળી રસોઇ બનાવશુ તો જલ્દી થઇ જશે.” અંજલીએ કહ્યુ અને અંજલી અદિતી આર્યા અને અપુર્વા બધા સાથે મળી રસોઇ બનાવવાનુ શરૂ કર્યુ.આદિત્ય અને તેના પપ્પા અજયભાઇએ ડાઇનીંગ ટેબલની સજાવટ કરવાનુ સ્વીકાર્યુ હતુ અને કોઇ ઘટતી વસ્તુઓ બહારથી લાવી આપવા કહ્યુ હતુ. “આદી બેટા બગિચામા ગુલાબના સુંદર ફુલો ઉગેલા છે તો તે લઇ આવને.ટેબલ સજાવટમા ગુલાબની પાંખડીઓનો ઉપયોગ કરીશુ તો બહુ ફાઇન લાગશે.” અજયભાઇએ કહ્યુ અને આદિત્ય બગિચામા ગુલાબના ફુલ લેવા માટે ગયો.થોડી જ વારમા તે દોડતો દોડતો આવ્યો. “ પાપા પાપા,જરા બગિચામા ચાલો તો જલ્દી.” આદિત્યએ હાંફતા હાંફતા કહ્યુ. “શું થયુ બેટા?કેમ આમ દોડતો આવે છે?અને ગુલાબના ફુલ લેવામા મારુ શું કામ છે?” અજયભાઇએ કહ્યુ. “પાપા ત્યાં બગિચામા મે એક અજીબ ઘટના માર્ક કરી.ગુલાબના છોડ પરના બધા ફુલ કરમાઇ ગયા છે.છોડમા રહેલા ફુલ ક્યારેય કરમાઇ ન જાય તો કેમ આમ બન્યુ હશે? અને એટલુ જ નહી અમુક છોડ અને ગુલાબના ફુલમાંથી વિચિત્ર કીડાઓ હજારોની સંખ્યામા નીકળે છે.” આદિત્યએ કહ્યુ. “અરે બેટા એ તો જેમ આપણને કોઇ રોગ થાય તેમ છોડમા પણ રોગ આવ્યો હોય તો જીવાત નીકળે.એમા આટલુ ગભરાવાની કોઇ જરૂર નથી.” અજયભાઇએ કહ્યુ. “પણ પાપા તમે ચાલો ને જરા બગિચામા,બહુ વિચિત્ર કીડા નીકળે છે,આમ કહી તે અજયભાઇને બગિચામા લઇ ગયો. “શું બેટા તને આજે મજાક સુઝે છે? જો એક પણ ગુલાબનુ ફુલ કરમાયુ નહી અને જીવાત કે કીડા તો છે જ નહી.” અજયભાઇએ બગિચામા આવી ગુલાબના ફુલને જોઇ કહ્યુ. “અરે પપ્પા હું ખોટુ થોડુ બોલુ? મે રીઅલમા જોયુ હતુ કે અસંખ્ય કીડા આ ગુલાબના ફુલમાંથી નીકળી રહ્યા હતા.” આદિત્યએ ખુલાસો આપતા કહ્યુ. “ઠીક છે.તુ જે કહે છે એ સાચુ હશે પણ જોઇ લે અત્યારે એક પણ કીડો નથી માટે હવે જલ્દી ગુલાબના ફુલ લઇ અંદર આવી જા અને મને ડાઇનીંગ ટેબલ સજાવટ કરવામા હેલ્પ કર.” અજયભાઇ હસતા હસતા બોલ્યા અને અંદર જતા રહ્યા. “આદિત્ય પણ વિચારમા પડી ગયો કે આમ કઇ રીતે બન્યુ? પહેલા તેણે જોયુ ત્યારે અસંખ્ય કીડા ફુલમાંથી નીકળી રહ્યા હતા અને ફુલ પણ કરમાયેલા હતા.તો આટલી વારમા કીડા ગયા ક્યાં? એ વિચારે તેણે થોડા ફુલ ચુટ્યા અને પછી વિચાર કરતા કરતા અંદર ગયો.

“મમ્મી સલાડ અને છાસ બની ગયા છે,હવે હું જરા પ્લેટસ અને બાઉલ્સ કાઢી પાપાને આપી દઉ પછી આવુ છું” અદિતીએ કહ્યુ. “ઓ.કે. બેટા પણ આવજે જલ્દી,ઘણું કામ બાકી છે.આર્યા દીદી આવે ત્યાં સુધીમા તુ જરા મને આ શાક સમારવામા હેલ્પ કર પ્લીઝ.” અંજલીએ કહ્યુ.

અદિતીએ પ્લેટસ અને બાઉલ્સ સ્પુન બધુ નવુ કાઢી આદિત્યને આપી અને ફરી કિચનમા મમ્મીને હેલ્પ માટે આવી ગઇ. “મમ્મી સમીર અંકલ અને આન્ટી જ આવે છે કે તેમના કોઇ સંતાન પણ છે તેઓ આવે છે?” અદિતીએ પિછ્યુ. “બેટા તેઓ બન્ને અને તેમના બે સંતાન આવે છે.તેમને એક દીકરો અને એક દીકરી છે.તેઓ પણ સાથે આવવાના છે.” અંજલી કહ્યુ. “સારુ તેમના સંતાનો આવશે તો અમને પણ કંપની મળી રહેશે અને અહી સુરતમા અમારા પણ ન્યુ ફ્રેન્ડસ બનશે.” અદિતીએ કહ્યુ. “યસ યુ આર રાઇટ બેટા.ચલ હવે ફટાફટ પુરી માટે લોટ તૈયાર કરી આપ મને.બાકી બધુ તૈયાર છે હવે એક પુરી બનાવવાની જ બાકી છે.આર્યા તને પાપડ શેકતા ફાવે તો શેકવામા હેલ્પ કર નહી તો હવે તુ આરામ કર થોડી વાર.હુ અને અદિતી બધુ મેનેજ કરી લેશું હવે.” અંજલીએ કહ્યુ.