Sannatanu Rahashy - Part 6 books and stories free download online pdf in Gujarati

સન્નાટાનું રહ્સ્ય , ભાગ-૬

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

email –

સન્નાટાનુ રહસ્ય- એક ભયાનક વાર્તા

વિષય : નવલકથા

પ્રકરણ : 6

ઇન્સપેકટર રાધે વર્માને કેસની તપાસ શરૂ ક્યાંથી કરવી અને ક્યા રસ્તે આગળ વધવું તેની કંઇ ગડ બેસતી ન હતી. રાધે વર્મા ખોટે ખોટા ફાંફા મારવામા માનતો ન હતો. યોગ્ય દિશા સુઝે તો આગળ વધવામાં સરળતા રહે એવા વિચારોમાં તે ડુબેલો હતો. ઓફિસેથી ઘરે તો આવી ગયો પણ હજુ તેની ઓફિસ અને રવી યાદવનો કેસ તેની સાથે જ આજે ઘર સુધી આવી ગયા હતા. ડિનર કરી તે વિચારમગ્ન થઇ ગયા ઘણીવાર સત્ય એવુ અટપટુ હોય છે કે કલ્પનાથી તેનો આકાર અલગ જ હોય છે. રવિની જે રીતે હત્યા કરવામાં આવી હતી તે સ્ત્રી કક્ષાની વ્યક્તિના વશની વાત જ ન હતી અને તે પણ અઢાર વીસ વર્ષની છોકરી તો કલ્પનામાં આવુ ભયાનક કૃત્ય ન કરી શકે. પરંતુ તે છોકરી જ છેલ્લી વખત તેની સાથે હતી. કોણ હતી તે? જો તે છોકરી મળી જાય તો આખો કેસ સોલ્વ થઇ શકે તેમ હતો. તે વિચાર કરતા થોડો આડો પડ્યો કે થોડી જ વારમા તેને ઉંઘ આવી ગઇ. રાત્રે અચાનક તે સફાળો બેઠો થઇ ગયો. જાણે કોઇ અગત્યનો ક્લુ તેને હાથ લાગ્યો હોય તેમ તે સ્ફુર્તીથી ઉભો થઇ ગયો. તેને એમ જ હતુ કે આ કેસ સોલ્વ થઇ જ ગયો.

તેણે જલ્દીથી ફોન ઉઠાવ્યો અને પોતાના જીગરીજાન બાળપણથી જ દોસ્ત રહેલા “મેહુલ પટેલ” ને ફોન જોડ્યો અને બન્નેએ થોડી વાર વાત કરી. હવે તેને શાંતિથી ઉંઘ આવી ગઇ. સવારે તે વહેલો ઉઠી રેડી થઇ ઘટના સ્થળે પહોંચી ગયો અને પોલીસ સ્ટેશને જાણ કરી દીધી. રાત્રે નક્કી કર્યા મુજબ મુબંઇમાં જાસુસનુ કાર્ય કરતો તેનો બાળપણ નો દોસ્ત મેહુલ પટેલ ત્યાં ઘટનાસ્થળે પહેલેથી હાજર જ હતો. મેહુલ પટેલ અને રાધે વર્મા બંન્ને સાથે જ ભણતા હતા અને સાથે જ મોટા થયા હતા. બંન્ને ને નાનપણથી જ ચોર પોલીસની રમત બહુ ગમતી હતી. બંન્ને કોઇ વસ્તુ છુપાવીને બીજાને શોધવાનુ કામ સોંપી રમત રમતા હતા.

મેહુલ પટેલને સરકારી પોલીસની નોકરીમાં રસ ન હતો. તેને પોતાની સ્વતંત્ર જાસુસી કંપની મુંબઇમાં ચાલુ કરી હતી અને આજ સુધી તેને અનેક અટપટા કેસ સોલ્વ કરી લીધા હતા. મુંબઇમાં તેની જાસુસી કંપની “એમ.ડી.એમ.” નુ નામ ખુબ ફેમસ હતુ. મેહુલની પધ્ધતિ રાધે વર્માથી સાવ અલગ જ હતી. રાધે વર્મા દરેક બાબતને સિરિયસ લઇને ભારપુર્વક વિચારતો અને ગંભીરતા પુર્વક કામ કરતો જયારે મેહુલ પટેલ ખુબ જ મજાકિયા પ્રકારનો હસમુખો માણસ હતો. તે જીંદગીને અને પોતાના કામને ખુબ જ હળવાશથી લેતો. ગંભીર કેસ સરળતાથી ઉકેલી શકતો છતાંય કયારેય તેના ચહેરા પર ગંભીરતા ન દેખાતી હતી. તરવરતો અને સ્માર્ટ યુવાન હતો એટલે મુબંઇ જેવા શહેરમાં પાંચ વર્ષમાં પોતાના નામના ડંકા વગાડી દીધા હતા. મુબંઇના દરેક એરિયાના પોલીસ ઓફિસર અને ગુંડાઓ તેને ઓળખતા હતા.

ઘટનાસ્થળની ઝીણવટપુર્વક તપાસ કરી મેહુલે ઇન્સ્પેક્ટર રાધે વર્માને કહ્યુ, “તું ચિંતા છોડી દે દોસ્ત હવે. મને આવો રોચક કેસ સોલ્વ કરવાની ખુબ જ મજા પડશે.” “હા યાર એટલે જ તને બોલાવ્યો છે. મને ખબર છે તને આવા જટિલ કેસ ઉકેલવા ખુબ જ ગમે છે” “તુ તારી રીતે નિશ્ચિત થઇ તારી નોકરી કર. મને સરકારી સહાયની જરૂર હશે ત્યારે તારો સંપર્ક કરીશ. બાકી હુ મારી રીતે તપાસ કરું છું.” “થેન્કસ દોસ્ત મને તો સાચુ કહુ કોઇ રસ્તો જ સુઝતો ન હતો. ઓચિંતો તારો વિચાર આવતા રાત્રે બે વાગ્યે તને ફોન જોડી દીધો.” “થેન્કસ નહિ મને તો આવો કેસ સોલ્વ કરવો ખુબ જ ગમશે. તે તો મને મોકો આપ્યો છે. ઘણા દિવસથી મે આવો કોઇ કેસ સોલ્વ કર્યો જ નથી. હુ આજથી જ અને અત્યારથી જ તપાસ શરૂ કરી દઉ છુ. પહેલા મારે મરનાર વ્યક્તિ વિશે પુરતી માહિતી એકઠી કરવી છે.” “મારી પાસે ફાઇલ છે. હુ તને એ ફાઇલ આપી દઉ છુ પછી તુ તારી રીતે તપાસ શરૂ કરી દેજે.” “મારે સરકારી ફાઇલની જરૂર નથી મને ખાલી તેનુ એડ્રેસ આપ હુ જાતે જ ફાઇલ બનાવી લઇશ.” પછી રાધે વર્માને કેસ લગત જરુરી બધી બાબતો પુછી લીધી અને પછી ઇન્સ્પેક્ટર રાધે વર્માએ રવિ યાદવનુ એડ્રેસ આપ્યુ અને તે પોતાની નોકરીએ જતો રહ્યો. મેહુલે બપોર સુધી તે ગેસ્ટ હાઉસમાં તપાસ કરી અને બપોરે રવિ યાદવનુ ખુન થયુ તે રૂમમાં જ રોકાયો. ઉત્તેજના માણસના મગજને ખુબ જ ગમે છે અને જો તે ઉત્તેજના કામમાંથી મળતી હોઇ તો માણસ ઉત્સાહથી ઝડપે કામ કરવા લાગે છે. મેહુલે સફરના થાકથી બપોરે આરામ માટે જ રૂમ બુક કરાવ્યો હતો પરંતુ આ અટપટા કેસથી તેની ઉત્તેજના વધી ગઇ અને તેની ઉંઘ ઉડી ગઇ અને તે ઝીણવટપુર્વક રૂમના ખુણે ખુણા તપાસવા લાગ્યો. આમ તો રવિ યાદવના ખુન પછી આખો રૂમ ગેસ્ટ હાઉસના માલિકે સાફ કરાવ્યો હતો પછી એ રૂમ બંધ જ હતો અને આજે મેહુલે એ રૂમ પોતા માટે બુક કરાવ્યો હતો. થોડી વાર રૂમમાં આમ તેમ ચક્કર લગાવી મેહુલ રવિ યાદવના ઘરે જવા નીકળી ગયો. રવિ યાદવનુ આજે બેસણુ હતુ. મેહુલે સફેદ કપડાં પહેર્યા હતા તેથી સારું હતુ. તેણે બેસણાંની વિધિમાં ભાગ લીધો. બેસણુ પુરુ થઇ ગયુ પછી ખાલી ઘરના જ સભ્યો હાજર હતા. મૃત્યુએ એવી ઘટના છે કે અજાણ્યાના હ્રદયમાં પણ મરનાર પ્રત્યે કરુણા જાગાવી દે છે આખરે આપણે બધા એક જ માટીના બનેલા છીએ અને એ જ માટીમાં મળી જવાના. મેહુલને બેસણાની વિધીમાં રવિ યાદવના પરિવારનો આક્રદ જોઇ હ્રદય ભરાઇ આવ્યુ.

થોડીવારમાં તેને પોતાનુ કામ યાદ આવ્યુ આખરે તે રવિ યાદવના પરિવારને ન્યાય અપાવવા માટે તો મુબંઇથી અહીં આવ્યો હતો. મેહુલે રવિ યાદવની પત્ની અને તેના બાળકો સાથે વાતચીત કરી લીધી. રવિ યાદવના માતા-પિતા અને ભાઇ-ભાભી તથા તેની બહેન સાથે જરૂરી પુછ પરછ કરી લીધી. બધાના ચહેરાના હાવ ભાવ સાથે બધી વાતચીત મગજમાં ફિટ કરી લીધી. આજના યુગમાં કોઇનો પણ ભરોસો કરી શકાઇ એમ નથી કદાચ ખુની પરિવારમાંથી પણ કોઇ હોઇ શકે છે...

********************* મેહુલે પોતાની રીતે બધી તપાસ કરી લીધી પરંતુ ક્યાંય ખુનની એક પણ કડી જ મળતી ન હતી. કોના પર શક કરવો અને ક્યાં કારણથી શક કરવો એ જ તેને સમજાતુ ન હતુ અને લાશના ફોટો જોઇને તેને પણ નવાઇ લાગતી હતી કે તેની ફેમીલીમાંથી આ રીતે ક્રુરતાપુર્વક કોઇ પણ રવીની હત્યા કરી જ ન શકે એવુ તેમનુ માનવુ હતુ તેણે બે ત્રણ વાર તેના પરિવારના સભ્યોની પુછપરછ કરી લીધી અને રવીના બીઝનેશ રીલેટેડ મિત્રોને પુછતાછ કરતા તેનુ એટલુ કોઇ ખાસ દુશ્મન ન હતુ કે તેને આ રીતે હાડમાંસ કાઢીને અને બચકા ભરીને ખુન કરે. વળી તે દિવસે તેની સાથે કોણ છોકરી હતી? તે રવી સાથે અહી શું કરવા આવી હતી તે બાબતે કોઇ પણ પ્રકારની કડી મળતી ન હતી. રવિના ફેમિલીને તે છોકરી બાબતે કાંઇ પણ ખબર ન હતી અને ન તેની કોઇ મિત્રોને ખબર હતી. હવે તેનો પણ આત્મવિશ્વાસ ઘટવા લાગ્યો હતો.

તેને જ્યારે કોઇ કેસમાં કડી ન જડે ત્યારે તે નિરાંતે દરિયાકાંઠે બેસીને મોજાને જોયા કરે અને મગજને શાંત બનાવી લે. બીચ એ તેની પ્રિય જગ્યા હતી. વાપીમાં તો બીચ હતો નહિ એટલે તે દમણ ગયો. અને તે શાંત ચિતે બેસી વિચારણામા હતો. તેની એક વિચિત્ર ટેવ હતી કે જ્યારે તે ગહન વિચારણામા હોય ત્યારે ઓચિંતી તેને ભુખ લાગવાની શરૂ થઇ જાય. તે દિવસે પણ એમ જ બન્યુ. તેણે તરત જ રાધેને ફોન કરી નાસ્તો લઇ દમણના દરિયા કાંઠે આવવા કહ્યુ. રવી તેના માટે મસ્ત ગરમાગરમ કચોરી, ખમણ ઢોકળા અને સ્વીટ લસ્સી લઇને પહોંચી ગયો. નાસ્તાની સુગંધથી જ મેહુલના મોઢામા પાણી આવી ગયા. તેણે અને રાધે બન્નેએ નાસ્તો કરવાનુ શરૂ કર્યુ. “અલ્યા, કાંઇ ક્લુ મળ્યો તને કે નહી?” રાધે વર્માએ પુછ્યુ. “નહી રે અલ્યા, સમજાતુ નહી કે શરૂઆત ક્યાંથી કરું? જેના પર શક કરુ છું તો પહેલો પ્રશ્ન એ જ મગજમા આવે છે કે આ રીતે હેવાનિયતથી ખુન તે ન કરી શકે અને બસ શક કરવાનું ત્યાંથી જ બંધ થઇ જાય છે. અત્યારે કેસને છોડ ને. મને નાસ્તો કરવા દે. શું લઝીઝ કચોરી છે કહેતા તેણે બચેલી લાસ્ટ કચોરી હાથમા લીધી અને તેનો સ્વાદ માણવા લાગ્યો.“અરે યાર તને અત્યારે નાસ્તાની સુઝે છે? મારી તો ભુખ અને ઉંઘ બન્ને હરામ થઇ ગયા છે આ કેસ પાછળ અને તને આમ શાંતિથી નાસ્તો ઉકલે છે??? તું પણ ખરો છે.

તેણે ઓચીંતા જ રાધેને કહ્યુ કે મારે હાલ જ સુરત નીકળવું છે. મારી કાર લઇને હું નીકળું છું. “અરે પણ આ શું છે? સુરત જવુ છે પણ શું કામ? ક્યા કારણથી?” રાધેએ આશ્ચર્યચકિત નજરે તેને પુછ્યુ. “બસ આ કેસથી થાકી ગયો છું બહુ, તો વિચારુ છુ કે સુરત ડુમસ બીચ પર ટહેલી આવું અને કોઇ સારી મસ્ત સુરતી છોકરી મળે ત્યાં તો મોજમસ્તી કરી આવું અને શરીર અને મન બન્નેને થોડા રિચાર્જ કરતો આઉં” કહેતા તેણે રાધે વર્મા સામે જોઇ આંખ મારી. “તારી કોલેજના સમયની આ છોકરીઓને ફેરવવાની ટેવ ગઇ નથી કે શું? ભાભીને કહેવુ પડશે મારે. હું આટલો ટેન્શનમા છું અને તને છોકરીઓ સાથે મોજની પડી છે? કેવો મિત્ર છે યાર?”

“હુ ત્યાં માત્ર ૩૬ કલાક માટે જઉ છું. ૩૬ કલાક બાદ અહી આવુ એટલે તારો કેસ સોલ્વ. ઇટ્ઝ અ પ્રોમીસ ટુ યુ ફ્રોમ ધીસ પ્લેબોય. ચલ હવે જાંઉ છું હુ સુરત મસ્ત મસ્ત છોકરીઓને મળવા અને તું કેસની કોઇ પણ પ્રકારની ચિંતા વિના ભાભી સાથે સુઇ જા.” કહેતો તે કચોરી જેમા પેક થઇને આવી હતી તે છાપાનું પાનુ હાથમા લઇ હવામા ઝુલાવતો અને ફેરવતો પોતાની કારમા બેસી ગયો. થોડી જ વારમા કાર રાધે વર્માની આંખથી ઓઝલ થઇ ગઇ. રાધે પણ તેના મિત્રની આવી હરકતો પર હસતો હસતો ઘર તરફ જતો રહ્યો. તેને વિશ્વાસ જ હતો કે મેહુલ ખાલી ખાલી સુરત નહિ જતો હોય જરૂર તેને કેસનો અગત્યનો ક્લુ હાથ લાગ્યો હશે.

વાપીથી થોડે દુર હાઇ વે પર આવેલી એક હોટેલ પર તેણે કાર સ્ટોપ કરી અને ક્લાસિક માઇલ્ડ સિગારેટનું એક પેકેટ ખરીદી તેણે એક સિગારેટ સળગાવી અને ધુમાડા હવામા ઉછાળવા લાગ્યો અને પેલી કચોરીવાળા છાપાના પાનામાંથી ધારી ધારીને કંઇક વાંચવા લાગ્યો. એકી નજરે તેનુ ધ્યાન વાંચનમાં અને સિગારેટના કશ ખેંચવામા હતુ.

લગભગ ૧૫ થી ૨૦ મિનિટ સુધી તે છાપાના કટકામાંથી કઇક વાંચતો રહ્યો અને પાંચેક જેટલી સિગારેટ પી ગયો પછી છાપાના તે કટકાનુ નાના બાળકો બનાવે તેવુ એરોપ્લેન બનાવી હવામા ઉડાડી બોલ્યો , “ઇન્સ્પેક્ટર ગીરધારીલાલ આઇ એમ કમીંગ ટુ સુરત. અબ આપકે રાઝ પર સે પર્દા ઉઠનેવાલા હૈ. હીઅર આઇ એમ કમીંગ.” તે ખુશ થતો થતો કારમાં મોટે મોટેથી મ્યુઝિક સાંભળતો સુરત જવા લાગ્યો.

*****************

અદિતિ સેલવાસ ત્રણ દિવસ માટે પિકનિક પર ગઇ હતી. આ બાજુ ઘરે અંજલિને પગમાં થોડો દુ:ખાવો ઉપડ્યો હતો. એકવાર રાજકોટ અંજલિ અને અજય બાઇક પર જઇ રહ્યા હતા અને સામે ફુલસ્પીડે વોલ્વો બસ આવી રહી હતી ત્યારે ઓચિંતા બ્રેક લગાવતા તેઓની બાઇક સ્લીપ થઇ ગઇ હતી. ત્યારથી અંજલિના પગમાં દુ:ખાવો રહી ગયો હતો અને અદિતિ પિકનિક ગઇ તે દિવસે સાંજે જ બાથરૂમમાં પગ સ્લીપ થતા ફરીથી તે જ ડાબા પગમાં અંજલિને ફ્રેકચર આવ્યુ હતુ. ડોકટરે તેને બેડ રેસ્ટ કરવા કહ્યુ હતુ પરંતુ કંપનીમાં માર્ચ એન્ડિગ હોવાથી કામનુ પ્રેશર વધારે હતુ તેથી ગયા વિના છુટકો જ ન હતો. આથી તે સવારે અજય સાથે કારમાં ઓફિસે જતી અને બપોરે આવી જતી પછી ઘર બેઠા જ કોમ્પ્યુટર પર બેસીને કામ કરતી હતી. એક દિવસ બપોર પછી અંજલિ પોતાનુ કોમ્પ્યુટર વર્ક કરતી હતી. આદિત્ય પાર્ટ ટાઇમ જોબ પર ગયો હતો અને આર્યા અને અપુર્વા કલાસિસ માટે ગયા હતા અજયને ઓફિસેથી આવવાની એક કલાકની વાર હતી. અંજલિની હેલ્પ માટે ફુલ ટાઇમ કામવાળી એક પંદર વર્ષની છોકરીને રાખેલ હતી. તે ત્યારે જરા કટલેરી વાળો આવ્યો તે જોવા ગઇ હતી. અંજલી ઘરમાં એકલી જ હતી. તેને ઓંચિતા પાછળના બગીચામાં કાંઇક ખોદવા જેવો અવાજ આવ્યો. તેને કાંઇ લક્ષ્ય ન આપ્યુ. વળી થોડીવાર થઇ ત્યાં કોઇકની એકદમથી ચીસ સંભળાઇ. કોણ આવી રીતે ચીસો પાડતુ હશે??? અંજલિ ગભરાય ગઇ તેને પોતાની કામવાળીને બુમ પાડી પરંતુ તે બહાર ગઇ ત્યારે કહેતી ગઇ હતી તે યાદ આવ્યુ. વળી કોઇકની આક્રંદ કરતી ચીસ સંભળાઇ. અંજલિ એકદમ ગભરાઇ ઉઠી કોણ આવી રીતે ચીસો પાડતુ હશે??? અંજલીને ચીસોનો અવાજ સંભળાતો તો વળી થોડીવાર સુધી કોઇ અવાજ આવ્યો નહિ એટલે અંજલી પોતાનુ કામ કરવા લાગી. વળી જોરજોરથી બચાવો બચાવો પ્લીઝ હેલ્પ મી જેવી બુમો સંભળાવા લાગી. અંજલિ બેડ પર પગ લાંબા કરી લેપટોપ પર પોતાનુ કાર્ય કરી રહી હતી. બુમો સંભળાતા તેને લેપટોપ નીચે મુક્યુ અને બાજુમાં પડેલી લાકડી લીધી તે લાકડી લઇને થોડુ થોડુ ચાલી શકતી હતી. તેથી લાકડી લઇને રૂમની બહાર નીકળી અવાજ પાછળના બગીચા તરફથી આવી રહ્યો હતો તેથી ધીરે ધીરે તે પાછળના બગીચા તરફ જવા લાગી. તેને મનમાં ઘભરાટ થવા લાગી હતી અને વાતાવરણમાં ઓચિંતા એકદમ ઠંડી લાગવા લાગી હતી. કોણ હશે બગીચામાં???? પેલી છોકરી તો નથીને? અંજલીને વિચાર આવ્યો.

**********************

મેહુલ સુરત પહોંચી ગયો ત્યારે રાત્રિનો અંધકાર ઘેરાઇ ગયો હતો. કેસની પાછળ તેની ઉંઘ અને ભુખના પણ કાંઇ ટાઇમ ન હતા. પરંતુ મોડી રાત થવા આવી હતી એટલે તેને સવારે ગિરધારીલાલને મળવા જવાનુ નક્કી કર્યુ.

વધુ આવતા અંકે...................

જરા સાંભળો મારી વાત.

મિત્રો, અત્યાર સુધીના મારી નોવેલના સફર પર સાથ આપવા માટે આપ સૌનો ખુબ ખુબ આભાર. તમે આ નોવેલ વિશે શુ અનુભવો છો તે મને જરૂરથી જણાવજો ઘણા મિત્રોના પ્રતિભાવો આવી રહ્યા છે તમે પણ તમને ગમતી અને ન ગમતી બાબતો મને મારા મેઇલ આઇ.ડી. પર મોકલી શકો છો અને હા ખાસ વાત તમે મારી આવી હોરર સસ્પેન્સ થ્રિલર બુકની પેપર બેક કોપી મેળવવા માંગતા હોય તો મારો સંપર્ક જરૂરથી કરજો.

આભાર

વધુ આવતા

Share

NEW REALESED