Youvanani kedi books and stories free download online pdf in Gujarati

યૌવનની કેડી

યૌવનની કેડી

‘જવાની તે જવાની’ બાળપણમાં વડીલો પાસેથી આ વાક્ય અનેકવાર સાંભળવા મળ્યું છે. પણ ત્યારે આ વાક્યનો સાચો અર્થ ખબર ણ હતો. આજે જયારે દુનિયાની વાસ્તવિકતાની જાણ થઇ ચુકી છે અને સંબંધોનું સત્ય સમજાવા લાગ્યું છે ત્યારે આ વાક્યનો સાચો અર્થ અને મહત્વ પણ સમજાય ગયું છે.

યુવાની એક એવી અવસ્થા છે કે જયારે એ આપણી પાસે હોય છે ત્યારે આપણી પાસે શારીરિક શક્તિનો અઢળક સ્ત્રોત્ર હોય છે તથા માનસિક વિચારધારા પણ સારી એવી હોય છે. જો આ બંને માનસિક અને શારીરિક સ્તોત્રને યોગ્ય દિશા સુચન મળી રહે તો માનસ સંઘર્ષની ખેતી કરી શૂન્ય માંથી સર્જન કરી શકે છે તથા વિકાસના પંથે અવિરત આગળ વધતો રહે રહે છે. પરંતુ જો માણસને યોગ્ય દિશા ણ મળે તો એ અયોગ્ય રસ્તે ભટકી પડે છે અને ભૂતકાળમાં પોતે કરેલ સર્જનને પણ શૂન્ય કરી નાખે છે. યુવાનીમાં માણસને યોગ્ય દિશા મળે તો એ વેરણ રણમાં પણ ફૂલ ખીલવી શકે છે અને તેમની સુવાસ ચોતરફ ફેલાવતો રહે છે. જે રીતે બિલોરી કાચને સૂર્યના યોગ્ય કિરણો મળતા તે હિમ જેવા ઠંડા પાણીને ગરમ કરી શકે છે. તે જ રીતે યુવાવર્ગને યોગ્ય માર્ગદર્શન રૂપી ઉર્જા મળતા તે પોતાની અંદરમાં છુપાયેલ ખૂબીને બહાર લાવી એ ખૂબી વડે સફળતાના શિખરો સર કરી શકે છે. હકારાત્મક વિચાર માણસને શક્તિ અર્પે છે જયારે એક નાનો એવો નકારાત્મક વિચાર માણસનું માનસિક સંતુલન બગાડી નાખે છે.

માનવી પોતાના જીવનકાળ દરમ્યાન ત્રણ અવસ્થા માંથી પસાર થાય છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. બાલ્યાવસ્થાની કેડી આપણને બુદ્ધિના માર્ગે પ્રયાણ કરાવે છે.જયારે વૃદ્ધાવસ્થાની કેડી આપણને મોક્ષના માર્ગ તરફ લઇ જાય છે. પરંતુ યુવાવસ્થા દરમ્યાન આપણી સમક્ષ બે કેડી આવે છે.એક કેડી આપણને સફળતા તરફ લઇ જાય છે. જયારે બીજી કેડી આપણને અધ;પતન તરફ ખેચી જાય છે. યુવાવસ્થાની આ બંને કેડી લપસીયા સમાન છે. જો એકવાર સફળતાની કેડી પર પગ મૂકી દેશું તો આપોઆપ જ આપણે સફળતા તરફ વળતા રહીશું. પણ એકવાર ભૂલથી પણ અધ;પતનની કેડી પર પગ મુકાય ગયો તો પછી આપણે ઇચ્છવા છતાં ત્યાંથી પાછા નહિ વળી શકીએ. પ્રવેશની છૂટ પણ પાછા વળવાની છૂટ નહિ એ રસ્તાને કહેવાય છે વન-વે. અને જો આપણે પાછા વળવાની કોશીસ પણ કરીશું તો સજા થવાની પૂરી સંભાવના રહે છે. યુવાનીની કેડી પણ કઈક આવી જ છે. એકવાર અધ;પતન તરફ જતા રહીશું તો એ રસ્તેથી પાછા વળવું ખુબ જ મુશ્કેલ બની જાય છે. આમ છતાં પાછા વળવાની કોશિસ કરીશું તો સજા થાય છે અને અકસ્માત ચોક્કસ થાય છે. અર્થાત કે આત્મહત્યા કરવાનો વારો આવે છે. આપણે અવારનવાર આત્મહત્યાનો બનાવો પેપરમાં વાંચીએ છીએ કાતો સમાજના લોકો પાસેથી સાંભળીએ છીએ. જેમ પાણીને બાંધવાનું કામ ઘડો કરે છે, મનને બાંધવાનું કામ જ્ઞાન કરે છે. તેમ જ જીવનને બાંધવાનું કામ આપણા ભૂતકાળના અનુભવો કરે છે. જો પાણી ઘડામાં નહિ હોય તો એ પાણી ગમે ત્યાં વહી જ જવાનું. એ જ રીતે જો આપણી પાસે પોતાની જાતની જ સમજ નહિ હોય તો આપનું મન ગમે ત્યાં ભટકતું રહેવાનું અને ભ્રમિત થતું રહેવાનું. વન-વે ની એક વાત ધ્યાનમાં લેવા જેવી છે. આવા રસ્તા પર દાખલ થયા પછી ભલે પાછા ફરવાની છૂટ ણ હોય. પણ એકવાર એ રસ્તા પર દાખલ થઈ ગયા પછી અચૂક સમા છેડે બહાર નીકળવાનું તો બનતું જ હોય છે. યુવાનીમાં એકવાર પતનની કેડી પર પગ ભલે મુકાય ગયો. પરંતુ પછી એ કેડી પર ચાલીને આપણી મંઝીલ તરફ જવાની કોશિશ તો કરવી જ જોઈએ.

જીવનની આ ત્રણ અવસ્થાઓ માંથી બાલ્યાવસ્થા અને યુવાવસ્થા માણસને ખુબ જ ગમે છે . જયારે વૃદ્ધાવસ્થાથી માનસ ડરે છે. બાલ્યાવસ્થામાં ચોવીસ કલાક માંથી ચોવીસે કલાક આપણી જ હોય છે. જયારે યુવાવસ્થામાં સમયની સાથે સાથે આપણી પાસે શારીરિક તેમજ માનસિક શક્તિ પણ ખુબ સારી હોય છે. માટે આપણે આપણી ઈચ્છા મુજબનું જીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ.

યુવાની એટલે શું? સામાન્ય રીતે છોકરાને જયારે મુછ ફૂટે અને છોકરી જયારે માસિકધર્મમાં બેસે ત્યારે આપણે તેને જુવાન તરીકે ઓળખીએ છીએ. યુવાવસ્થામાં મનના વિકાસ કરતા તનનો વિકાસ વધુ થાય છે. માટે યુવાનીમાં માણસ જીવનમાં કૈક અલગ કરવાનું સપનું જોવાને બદલે વિજાતીય આકર્ષણનું સપનું વધુ જોવા લાગે છે. પરિણામે યુવાનીમાં સફળતા અને વિકાસ સાધવાને બદલે અધ:પતનના માર્ગે ચાલ્યો જાય છે. બાળપણમાં જયારે આપણે ઢીંગલા ઢીંગલીના લગ્ન કરાવતા ત્યારે ક્યાંકને ક્યાંક આપણે પણ આપણા લગ્નનું સપનું જોવા લાગતા. પણ ત્યારે આપણને લગ્નનો સાચો અર્થ શું છે એ ખબર ન હતી. ૧૬ વર્ષની છોકરી પોતાનાથી ૩૦ વરસ મોટા પુરુષ સાથે લગ્ન કરવાનું સપનું જોવે તો વાસ્તવમાં તે પ્રેમ ણ ગણાય. એ તો માત્ર એક પ્રકારનું આકર્ષણ જ ગણાય. એ જ રીતે ૧૬ વર્ષનો છોકરો પોતાના ક્લાસ ટીચર સાથે લગ્ન કરવાનો વિચાર કરે તો એ પ્રેમ નહિ પરંતુ એક પ્રકારની વાસના જ ગણાય.

કોઈ વિદ્યાર્થી ભણવામાં ખુબ જ હોશિયાર હોય. પરીક્ષામાં સારા માર્કસથી પાસ થવા રાત દિવસ વચન કરતો હોય. પરંતુ કોઈ કારણોસર ઘરના કંકાસને લીધે માનસિક શાંતિ મેળવવા નદી કિનારે વચન કરવા લાગે અને ત્યાં વાંચતી વેળાએ તેમની નજર નદીમાં સ્નાન કરી રહેલ યુવતીઓ પર પડે તો તેમની એકાગ્રતામાં ખલેલ પડ્યા વિના રહી જ ના શકે. કારણ કે ક્યાંકને ક્યાંક તેમના પણ શારીરિક ભૂખની તૃપ્તિની ઈચ્છા અવશ્ય હોય છે. ઘણી વખત પરિવારના સભ્યો જાણતા અજાણતા પોતાના સંતાનોને યુવાનીમાં ગેરમાર્ગે દોરી જાય છે. જો ઘરમાં કંકાસ જ ના હોય તો સંતાન ઘર છોડીને માનસિક શાંતિ મેળવવા કોઈ અન્ય સ્થળે જય જ શું કામ?

યુવાનીમા સૌથી મોટી અડચણ આકર્ષણની છે. સમાજનું અસ્તિત્વ ટકાવી રાખવા સ્ત્રી પુરુષ વચ્ચેનું આકર્ષણ જરૂરી છે અને તે બંને વચ્ચે પ્રેમ પાંગરવો પણ જરૂરી છે. પરંતુ આજના યુવાવર્ગમાં પ્રેમ ઓંછો અને આકર્ષણ વધુ જોવા મળે છે. પરિણામે યુવાવર્ગ યુવાવર્ગ યુવાનીની બે કેડી માંથી પતનની કેડી પર પગ મૂકી દે છે.અને પોતાના જીવનની સૌથી શ્રેષ્ઠ અવસ્થા યુવાનીને જ સાવ ખોરવી નાખે છે. યુવાવસ્થા જ એક એવી અવસ્થા છે કે જેમાં તમારી પાસે માનસિક બુદ્ધિ પણ સારી એવી હોય છે અને શારીરિક શક્તિ પણ હોય છે કે જેના દ્વારા આપણે આપણા સપનાઓ પુરા કરી શકીશું અને માતાપિતાના ઉપકારોનું ઋણ પણ ચૂકવી શકીશું.

લોખંડને પણ ઓગાળી નાખે એવી જાલિમ આગ પાસે જો લાકડું પહોચી જાય તો એની હાલત શી થાય એ તો કલ્પી જ શકાય છે. પણ જો ઘાસ એના સંપર્કમાં આવી જાય તો એ તો પલભરમાં હતું ણ હતું થઇ જાય છે. તેમાં કોઈ શંકા જ નથી રહેતી નથી. ચિંગારીના સંપર્કમાં આવતા લોખંડને ભલે એ ચિંગારીની કોઈ જ અસર ણ થાય. પરંતુ પેટ્રોલને જો એ ચિંગારીનો સંપર્ક થઇ જાય તો પલભરમાં એ ચિંગારી દાવાનળમાં રૂપાંતર થઇ જાય છે. અને તે દાવાનળ આસપાસની તમામ વસ્તુને ભષ્મ કરી નાખે છે.

સ્ત્રી પુરુષ વચ્ચેનું આકર્ષણ પણ કઈક આવું જ છે. પુરુષ કોઈ સ્ત્રી તરફ આકર્ષાય એ તો સ્વાભાવિક છે. પરંતુ સ્ત્રી સામે ચાલીને પૈસા ખાતર પોતાનું કીમતી ચારિત્ર ગીરવે મૂકી દે એ સમજવું મુશ્કેલ બની જાય જાય છે. વર્તમાન સમયમાં કઈક આવું જ ચાલી રહ્યું છે. આજની સ્ત્રી સફળતા મેળવવાની હરોળમાં કઈ પણ કરવા તૈયાર થઇ જાય છે. પરંતુ આવું કરીને તે સફળતાની સીડી દ્વારા ટોચ પર તો પહોચી જાય છે. પરંતુ ટોચ પર પહોચીને જયારે નીચે જોવે છે ત્યારે તેને પોતાનું કોઈ જ નથી દેખાતું હોતું. જે સ્ત્રી સફળતા માટે આવો ખોટો માર્ગ અપનાવે છે એ સ્ત્રી પોતાની સાથે સાથે પોતાના લોકોને પણ નુકશાન પહોચાડે છે. આવી સ્ત્રી પોતાની બદનામી તો કરે જ છે પરંતુ સાથે સાથે પોતાના પરિવારની પણ બદનામી કરાવે છે. ઘણી સ્ત્રીઓ એવી હોયછે કે જે પતનની કેડી તરફ જતા અટકાય તો છે જ, પરંતુ મોજશોખ માટે પૈસાની લાલચને કારણે એમની આંખ પર લાલચના કાળા વાદળો છવાય જાય છે. પરિણામે તે પતન તરફ ખેચાય છે. પરંતુ જો જીવનમાં મોજશોખ ઘટાડીશું તો પૈસાની જરૂર પણ ઘટી જશે. અને જો પૈસાની લાલચ જ નહિ હોય તો જીવન જીવવું સાવ સહેલું બની જાશે.

રસ્તે ચાલી રહેલ જે માણસને રસ્તા પર પડેલ પથ્થર દેખાય જાય છે તે માનસ પથ્થરથી લાગનાર ઠોકરથી પણ બચી જાય છે. પરંતુ કરુણતા એ છે કે માણસને રસ્તા પર પડેલ પથ્થર દેખાતો જ નથી અને પછી એનાથી વાગતી ઠોકર અચૂક દેખાય છે. પરિણામે વર્ષો જૂની ઉભી કરેલ સદગુણો તથા સસંકારોની મૂડી સફાચટ થઇ જાય છે. એ વખતે તે માણસ પોક મુકીન રડે છે. પરંતુ ત્યારે તેમના હાથ માંથી બાજી સર્વથા માટે સરકી ગઈ હોય છે. યુવાનીમાં અધ;પતનની કેડીથી બચવાનો માત્ર એક જ ઉપાય છે. “પથ્થર જોય લો, ઠોકરથી બચી જશો. આગની ખતરનાકતા જોય લો, ઘાસ બચી જશે. પેટ્રોલની જ્વલનશીલતા જાણી લો, દાવાનળનો જન્મ થતો જ અટકી જશે.”

અર્થાત, યુવાનીમાં કોઈ પણ કેડી પર પગ મુકતા પહેલા એ કેડીની મંઝીલ જાણી લેશો તો અધ:પતન તરફ જતા અટકી જશો.

ધર્મિષ્ઠા પારેખ

૮૪૬૦૬૦૩૧૯૨

Share

NEW REALESED