Dharm aetle shu books and stories free download online pdf in Gujarati

ધર્મ એટલે શું

ધર્મ એ જ કહેવાય જે જોડે, તોડે નહી

ટેકનોલોજીનો આટલો વિકાસ થયો હોવા છતાં આજે પણ આપણો દેશ વિકસિત નહિ પરંતુ વિકાશીલ જ રહ્યો છે. અન્ય દેશોની સરખામણીએ આજે પણ આપણો દેશ અમુક અંશે પાછળ છે. આપણો દેશ ધર્મના પાયા પર ટકીરહ્યો છે. માટે અમુક પ્રકારની માનસિકતા આપણા દેશને વિકસિત થતો અટકાવી રહી છે.

ધર્મ એટલે શું? ધર્મની પરિભાષા શું? માનવીના જીવનમાં ધર્મનું કેટલું અને કેવું સ્થાન હોવું જોઈએ? આ તમામ પ્રશ્નોના ઉતરો મેળવવા ધર્મની ઊંડાણ પૂર્વકની સમજ હોવી ખુબ જરૂરી છે. ઉપરછેલ્લી સમજ ધર્મને પાંગળો બનાવે છે. સાચો ધર્મ એ જ કહેવાય જે જોડે, તોડે નહિ. ભલે તમે હિંદુ હોય પણ એકવાર કુરાન વાચી જોવો. ભલે તમે મુસ્લિમ હોય પણ એકવાર રામાયણ, મહાભારત,ગીતા કે ભાગવત વાચી જોવો.ભલે તમેં જૈન કે શીખ હોય પણ એકવાર બાઈબલ વાચી જોવો. અને ભલે તમે ખ્રિસ્તી કે પારસી હોય પણ એકવાર આગમ કે ત્રિપિટક વાચી જોવો. આ તમામ ધાર્મિક ગ્રંથોની ભાષા ભલે અલગ અલગ હોય પણ તેના ઊંડાણમાં તો સામ્ય જ જોવા મળે છે. કોઈ પણ ધાર્મિક ગ્રંથમાં અન્ય ધર્મની વિરુદ્ધનું લખાણ જોવા મળ્યું નથી. તો પછી શા માટે આપણે અન્ય ધર્મને આપણા ધર્મની તુલનાએ નિમ્ન માનીએ છીએ? દરેક ધર્મ પોતાની જગ્યાએ શ્રેષ્ઠ હોય છે. દરેકની એક આગવી વિશિષ્ઠા હોય છે.

ઈશ્વરને લીધે ધર્મ છે, ધર્મને લીધે ઈશ્વર નથી. માટે ઈશ્વર બધા ધર્મોથી ચડિયાતો છે. આમ છતાં તમામ ધર્મના અનુયાયીઓ એવો જ દાવો કરે છે કે પોતાનો ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે.

સમાજની દરેક વ્યક્તિ ઈશ્વરને સર્વશક્તિમાન અને સર્વવ્યાપી માને છે. પણ જો ઈશ્વર સર્વવ્યાપી(સર્વ જગ્યાએ) હોય તો તીર્થોને બીજા સ્થળો કરતા વધારે પવિત્ર કેમ માનવામાં આવે છે? જો ઈશ્વર સર્વજ્ઞ છે તો તેમને તમામ ભાષા આવડતી જ હશે. તો પછી સંસ્કુત, લેટીન, હિબ્રુ, અરેબીક જેવી રોજીંદા જીવનમાં ન બોલાતી ભાષામાં જ પ્રાર્થના શા માટે કરવાની? પ્રાર્થના એ ધર્મનું એક મહત્વનું અંગ છે. કોઈ પણ ધર્મની પ્રાર્થના કરવાથી ઈશ્વરની નજીક તો નથી જઈ શકાતું. પણ ‘સ્વ’ની નજીક ચોક્કસ જઈ શકાય છે. ‘સ્વ’ની નજીક જવાથી માણસ પોતાની ખુબી અને ખામીથી પરિચિત બને છે. હકીકતમાં પ્રાર્થના ઈશ્વર માટે નહિ પરંતુ માણસના અશાંત મનને શાંત કરવા માટે થાય છે. આમ છતાં પ્રાર્થના કઈ ભાષામાં ક્યાં સ્થાને અને ક્યાં શબ્દો વડે કરવી એ તો ધર્મગુરુઓ જ નક્કી કરે છે. આજના કોમ્પ્યુટર યુગમાં ધર્મગુરુઓ પોતે ટેકનીકલ સાધનોનો ઉપયોગ કરતા રહે છે અને સમાજ સમક્ષ એ જ ટેકનીકલ સાધનોની ટીકા કરે છે. કોઈ જાદુગર જયારે જાદુઈ કળા કરે છે ત્યારે આપણને એટલુ આશ્ચર્ય નથી થતું પરંતુ કોઈ ધર્મગુરુ જયારે આવી જાદુઈ કળા કરે છે ત્યારે આપણે તેને ચમત્કાર માનીએ છીએ. સાચા ધર્મગુરુ એ જ કહેવાય લઇ લે છે કારણ કે આત્મા અજર અમર છે. તો બીજી તરફ મરનાર વ્યક્તિના આત્માને શાંતિ મળે એ માટે પિતૃકાર્ય કરાવીએ છીએ. એક તરફ આપણે આત્માને પવિત્ર માનીએ છીએ જયારે માનવ દેહ લોહી માસથી ભરેલ હોવાથી તેને મલીન માનીએ છીએ. આમ છતાં આપણે એવી વાતોમાં વિશ્વાસ કરીએ છીએ કે મૃત્યુ પામેલ વ્યક્તિનો આત્મા જીવિત વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે. ધર્મ પ્રત્યેની આવી વધુ પડતી રૂઢીચુસ્તતા માણસની આઝાદી તો છીનવી જ લે છે. પણ સાથોસાથ માણસનું માનસિક સંતુલન પણ બગાડી નાખે છે. સ્થાપિત ધર્મો તો અપરાધી સંગઠનો કરતા પણ વધારે ખરાબ છે. કારણ કે તેમની સાથે લડવું વધારે અઘરું નહિ પરંતુ અશક્ય હોય છે.

બંધારણીય જોગવાઈ અનુસાર દરેક માણસને પોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ મળેલી છે. ક્યારેક એવું બને છે કે માણસ પોતાની પ્રાથમિક જરૂરિયાત ખાતર પોતાનો ધર્મ છોળી અન્ય ધર્મને સ્વીકારે છે. તો એમાં ખોટું શું છે? ધર્મ ક્યાં કોઈને રોટી કપડા કે મકાન અપાવી જાય છે?

જો ઈશ્વર એક છે તો ધર્મ શા માટે અલગ અલગ છે? સમાજમાં અમુક લોકો ધર્મના નામે આતંક ફેલાવી રહ્યા છે. વાસ્તવમાં આવા લોકોને ધાર્મિક ન ગણી શકાય પણ ધર્મ વિરોધી ગણી શકાય. કારણ કે દુનિયાનો કોઈ પણ ધર્મ આતંકવાદ નથી શીખવતો. શું વાસ્તવમાં આતંકવાદને કોઈ ધર્મ હોય છે ખરો? કોણ છે આતંકવાદીઓ? શું આતંકવાદ માત્ર મુસ્લિમ લોકો જ ફેલાવે છે? જો એવું જ હોય તો શા માટે મુસ્લિમ આતંકવાદીઓનો ભોગ મુસ્લિમો પણ બને છે? દુનિયાના તમામ ધર્મો પ્રેમ અને માનવતાનો જ સંદેશ પાઠવે છે.

ઇસ્લામ ધર્મના પવિત્ર કાબાના ઈમામ શેખ ખાલીદ અલીએ કહ્યું હતું કે ઇસ્લામ હિંસા અને આતંકવાદ વિરોધી છે. ઇસ્લામના શત્રુ જ તેને હિંસક ધર્મ ગણાવી રહ્યા છે. ઇસ્લામ બહુ સ્પષ્ટ ધર્મ છે. અલ્લાહ માણસને એકબીજાને માફ કરવાની સલાહ આપે છે. ઇસ્લામ ધર્મ ભેદભાવ અને નફરતની મનાઈ ફરમાવે છે. ઇસ્લામ ધર્મ વાસ્તવમાં શાંતિપૂર્ણ અને સહનશીલ જીવનશૈલી બતાવતો ધર્મ છે. હાલની પરિસ્થિતિ જોતા ધર્મ રક્ષકના બદલે ભક્ષક બની ગયો છે. પરિણામે ધર્મના નામે માણસના મનમાં જુનુંનનું ઝેર પ્રસરી ચુક્યું છે. જો આમ જ ચાલ્યા કરશે તો એક દિવસ એવો આવશે કે ધર્મ પ્રત્યે નફરતની આગ વધુ ભભૂકતા આતંકવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. નવી તો ત્યારે લાગે છે જયારે એક જ ધર્મ પાળી રહેલા લોકોમાં પણ અંદરોઅંદર વિચારોના મતભેદને લીધે અલગ અલગ પંથો ઉદભવે છે. જેમ કે હિંદુઓમાં સ્વામીનારાયણ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, પ્રણાલી સંપ્રદાય વગેરે. મુસ્લિમોમાં શિયા અને સુન્ની, જૈનોમાં શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી, તેરાપંથી. ખ્રીસ્તીમાં કેથલિક અને પ્રોટેસ્ટન્ટ.

ધર્મનું ચુસ્તપણે પાલન કરવાથી કટ્ટરતા, મતભેદ અને ઝઘડાનું પ્રમાણ વધે છે. જો આત્મા જ પરમાત્મા છે તો મુર્તીપુજા શા માટે? જો માનવધર્મ જ સર્વશ્રેષ્ઠ છે તો ધર્મોમાં મતભેદ શા માટે? ઈશ્વરે કોઈ જ ધર્મ નથી બનાવ્યો. ઈશ્વરે તો માત્ર માનવ જીવનું સર્જન કર્યું છે. ધર્મ તો મનાવે જ બનાવ્યા છે. ઇસ્વરનું સર્જન તો એક સમાન છે. ઈશ્વરની દ્રષ્ટીએ જન્મથી કોઈ ઉચ કે નિમ્ન નથી પણ સ્વાર્થી લોકોએ ઈશ્વરીય જીવન વ્યવસ્થામાં પોતાની સતા સ્થાપવા માટે અને આર્થિક લાભ મેળવવા માટે લોકોમાં ભેદભાવ ઉભા કર્યા છે. ધર્મના નામે વિશ્વમાં સૌથી વધુ યુધ્ધો ખેલાયા છે અને સૌથી વધુ લોહી પણ રેડાયું છે. ઈશ્વરે જે માનવને બનાવ્યો એ જ માનવ આજે ઈશ્વરને બનાવી રહ્યો છે. કોર્ટમાં ગીતા, બાઈબલ કે કુરાન ઉપર હાથ મૂકી ખોટા સોગંદ લેતા માણસ જરા પણ અચકાતો નથી.

પેગંબરના મતાનુસાર ધર્મ એટલે ધીરજથી સહન કરવું અને બીજાઓનું કલ્યાણ કરવું. કુરાનમાં પેગંબર સાહેબ કહે છે કે હું જુના ધર્મોના કે તેઓના પેગંબરોના ઉપદેશોને નાશ કરવા નથી આવ્યો. પરંતુ હું તેની પૂર્તિ કરવા આવ્યો છું.

ધર્મ હમેશા માનવનું હિત ઈચ્છે છે. ધર્મ માણસને ઇચ્છાઓ અને ક્રોધ પર નિયંત્રણ રાખતા શીખવે છે. માણસના જીવનમાં ક્યારેક એવું બને છે કે જે કામ વિજ્ઞાન નથી કરી શકતું એ કામ ધર્મ કરી બતાવે છે. કારણ કે ધર્મનું સ્થાન માનવના હદયમાં વિજ્ઞાનથી ઉપર છે. બુદ્ધિ જ્યાં અટકે છે ત્યાં શ્રધ્ધા કામ કરી જાય છે.ઘણી વખત અનેક ડોકટરો પાસે ઈલાજ કરાવ્યા બાદ પણ બીમારી માણસનું શરીર નથી છોડતી. પરંતુ ઈશ્વર પ્રત્યેની અતુટ શ્રદ્ધા એ બીમારીને જડ્મુદ માંથી ઉખાડીને ફેકી દે છે. બીમારીનો સંબંધ શરીર સાથે અને શરીરનો સંબંધ મન સાથે જોડાયેલ છે. પરિણામે જ્યાં સુધી મન અસ્થિર રહેશે ત્યાં સુધી બીમારી માણસનો પીછો નહિ છોડે. અહી માણસના જીવનમાં વિજ્ઞાન કરતા ધર્મ અને શ્રધ્ધાનું સ્થાન મોખરે છે. માટે જ મન સ્થિર થતા બીમારી પણ માણસનું તન છોડી દે છે.

હિંદુ ધર્મના લોકો મુસ્લિમ કોમને આતંકવાદી માની તેને જનુની કોમ સમજે છે તો બીજી તરફ મુસ્લિમ લોકો પોતાને આતંકવાદી સમજનાર હિંદુ ધર્મ પાળનાર લોકોને નફરત કરે છે. હિંદુ અને મુસ્લિમ કોમ વચ્ચે ભલે મતભેદ પ્રવર્તમાન હોય પરંતુ બંનેના ધર્મ ગ્રંથો ગીતા અને કુરાન વચ્ચે ઘણું સામ્ય જોવા મળે છે.

ગીતાના લખાણ અનુસાર આર્યવ્રતમાં કૌરવો અને પાંડવો એક લ કુટુંબના હતા તથા એક જ દાદાના પૌત્રો હતા. લડાઈ લડનાર એક જ કુટુંબના હતા. એ જ રીતે કુરાનમાં અરબદેશના પ્રખ્યાત કુટુંબ ‘કુરેશ’વંશના સંતાનોની લડાઈની વાતો લખાયેલ છે. એક રીતે જોઈએ તો ‘કુરુવંશ’ અને ‘કુરેશ’ બંને એક સમાન છે.

જે રીતે કૌરવો અને પાંડવો ઉપર કાળો કેર વર્તાવ્યો હતો, પાંડવોની મિલકત પડાવી લીધી હતી તથા પાંડવોને એમના જ ઘર માંથી હકી કાઢવામાં આવ્યા હતા. ઉપરાંત કૌરવો દ્વારા પાંડવોને ઝેર આપવાની પણ કોશિસ કરવામાં આવી હતી. એ જ રીતે કુરેશોએ મહમદ પેગંબર સાહેબને તથા એમના સગાઓને પાંડવોની જેમ જ મક્કા માંથી હાકી કાઢવામાં આવ્યા હતા. જે રીતે ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે ક “જો તું લડાઈમાં માર્યો જૈસ તો સ્વર્ગને પામશે અને લડાઈમાં જીતશે તો આ પૃથ્વીનું રાજ્ય તને ભોગવવા મળશે” એ જ રીતે કુરાનમાં મુસ્લિમોને કહેવામાં આવ્યું છે કે “ જે લોકો ઇસ્વારના રસ્તે ચાલતા લડાઈમાં મારી જશે તો જન્નતને પામશે અને જીતશે તો અલ્લ્હા તીને મોટો બદલો આપશે” ગીતામાં ઈશ્વરનો પરિચય આપતા કહેવામાં આવ્યું છે કે, “જન સમાજને અંધારા માંથી અજવાળા તરફ લઇ જાય છે” તો કુરાનમાં ઈશ્વરનો પરિચય આપતા કહેવામાં આવ્યું છે કે , “તે લોકોને અંધારા માંથી પ્રકાશ તરફ વાળે છે” ગીતામાં ઈશ્વરને ‘વિશ્વ્તોમુખમ’ અર્થાર્થ, “સર્વ તરફ મુખ વાળો” કહેવામાં આવ્યો છે તો કુરાનમાં લખ્યું છે કે “તમે જે તરફ વળો તે તરફ અલ્લાહ છે”

ગીતામાં ઈશ્વર માટે કહેવામાં આવ્યું છે કે “એના જેવો અન્ય કોઈ નથી” તો કુરાનમાં અલ્લાહ માટે કહેવામાં આવ્યું છે કે “એના જેવો બીજો કોઈ નથી”

અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ.....

ધર્મિષ્ઠા પારેખ

૮૪૬૦૬૦૩૧૯૨