Speechless Words CH - 20 books and stories free download online pdf in Gujarati

Speechless Words CH. 20

|| 20 ||

પ્રકરણ 19 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્યનું ડિપ્લોમાનું લાસ્ટ સેમેસ્ટર ચાલતું હોય છે અને આ સમયમાં આદિત્યનું સેકન્ડ લાસ્ટ સેમેસ્ટર એટલે કે પાંચમા સેમેસ્ટરનું રિઝલ્ટ આવે છે. જેમાં આદિત્યને એક વિષયમાં બેકલોગ આવે છે. આદિત્યના પિતાએ આદિત્યને અગાઉથી કહી રાખ્યું હોય છે કે ત્રણ બેકલોગ થવા ના જોઈએ બાકી મારી નજરે ના આવતો. પરિણામે આવા રિઝલ્ટની ખબર ઘરે પડતાં આદિત્યના પિતા આદિત્ય પર ખૂબ જ ગુસ્સે થાય છે. હવે આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

* * * * *

મેં જેમ પહેલા કહ્યું એમ મારૂ મોબાઇલ નેટ ચાલુ જ હોય અને ખરેખર ચાલુ જ હતું અને હું બસ આપઘાત કરવા જ જતો હતો અને તરત જ ‘ટિંગ’ કરતો અવાજ આવ્યો મારા મોબાઇલમાંથી અને ખબર પડી કે કોઈનો મેસેજ આવ્યો છે. તમે કઈ પણ કામ કરતાં હો પછી ભલે ને તે આપઘાત હોય પણ જો કોઈનો મેસેજ આવે તો તમને મેસેજ જ્યાં સુધી નહીં વાંચો ત્યાં સુધી બીજું કોઈ કામ કરવું તમને નહીં જ ગમે. મારી સાથે પણ આવું જ થયું આપઘાત કરવાનો વિચાર કેન્સલ કરી હું ખુરશી પરથી નીચે ઉતર્યો અને મારો એ જ જૂનો અને જાણીતો ફોન લઈને મેસેજ જોયો. મેસેજમાં લખ્યું હતું,

“ Hi RJ “, મારૂ નામ આદિત્ય અને મને સીધું જ આર. જે.ના નામથી ઓળખાણ આપનાર આ પહેલી વ્યક્તિ હતી.

“ Hello, May I know you please ? “ Diya Joshi, આ નામ વંચાતું હોવા છતાં મેં તેને પોતાનો પરિચય આપવા કહ્યું. અમારા વચ્ચે શરૂ થઈ એક રસપ્રદ ફેસબુક ચેટ.

Diya : I am Diya Joshi and I know you are RJ. I listened your voice on radio.

Me : Seriously, ok and what else you know about me ?

Diya : We were in same school. A. G. School and yes, I know you personally, I have seen you in school so many times but I know that you don’t know me.

Me : Ok hey lets meet.

Diy : Ok sure.

Me : Where ?

Diya: Love Garden, Near A. G. Chowk, University Road.

Me : Ok done. Time ?

Diya : 10:30am and give me your number.

અત્યાર સુધીમાં જેટલી છોકરીઓ નંબર લઈને ગઈ કોઈએ કોલ ના કર્યાનો અદ્ભુત અનુભવ મારી પાસે હતો આથી મેં પહેલા નંબર આપવાની જગ્યાએ તેના નંબર લઈને મેસેજ કર્યો અને અમે બીજા દિવસે મળવાનું નક્કી કર્યું. સવાર થયું. પરિસ્થિતી બહુ સારી નહોતી. એક સરકારી કોલેજમાં ડિપ્લોમા ભણતો હતો અને પહેરવા માટે સારા કપડાં પણ નહોતા એક જીન્સ થોડુક ફિટ થોડુંક હળવું એવું હાથમાં આવ્યું અને પછી ? ઉપર શું પહેરવું ? ઘરેથી તો સાદું ટી-શર્ટ પહેરીને નીકળો અને રસ્તામાં મારા એક ફ્રેન્ડ સન્નીના ઘરેથી એનું પીળું ટી-શર્ટ પહેરતો ગયો. થોડીવાર થઈ અને હું ગાર્ડન પહોંચી ગયો. બાઇકની ઘોડી ચડાવી અને ગાર્ડન અંદર ઊંચી ડોક કરીને જોયું આજુબાજુ જોયું. એક કોફી બાર છે ત્યાં પણ નજર કરી અને સામે દાળપકવાન વાળાને ત્યાં પણ જોયું. ક્યાંય મને કોઈ છોકરી ના દેખાઈ. મેં તરત જ દિયાને કોલ કર્યો પણ ફોન સ્વિચ ઓફ. હવે તો પાક્કો વિશ્વાસ આવી ગયો કે મારી સાથે ફરીવાર ગેમ થઈ ગઈ. હું તરત જ સામેના ટેમ્પલમાં જતો રહ્યો. કારણ કે ફૂલ ગુસ્સામાં હતો. બસ અંદર જઈને હાથ જોડ્યા ત્યાં મારા ફોનની મહેબૂબા વાળી રિંગ વાગી, ‘તડપ કર આયેગી વો, તુજે મીલ જાયેગી વો, તેરી મહેબૂબા..’ પરદેશ ફિલ્મની આ મારી ફોનની રીંગટોન હતી. મેં ‘દિયા’ નામ જોતાં જ રિસીવ કર્યો.

“ ક્યાં છો આદિત્ય ? “, દિયાએ પૂછ્યું.

“ અહીંયા ટેમ્પલમાં અંદર, તું ? “, મેં સામે આતુરતાથી પૂછ્યું.

“ હું અહિયાં ગાર્ડન પાસે ઊભી છું ક્યારની, પાગલ બહાર આવ. “, આવું એણે હસતાં હસતાં કહ્યું.

“ થેન્ક યુ “, ભગવાનને કહીને હું તરત જ ગાર્ડન પહોંચ્યો. મેં એને જોઈ અને બસ જોતો જ રહી ગયો.

“ હાય “, હાથ મિલાવતા મેં કહ્યું.

“ હેલ્લો, આઈ એમ દિયા, અંદર જઈએ ? “, હાથ સામે હાથ મિલાવતા તેણે કહ્યું.

અમે ગાર્ડનમાં અંદર જઈને એક બેન્ચ પર બેઠા. હું એનાથી છ ફૂટ દૂર બેસતો. આ મારી મર્યાદા હતી અને છેક સુધી જેટલી વાર દિયાને મળ્યો હું એટલી વાર આટલો દૂર જ બેસતો. મને નથી ગમતું કોઈ છોકરીની નજીક બહુ વધારે નજીક બેસવું. મારે કદાચ પ્રોબ્લેમ ના હોય પણ એ તો ગમે તેમ છોકરી છે. સ્ત્રી જાતિનું અપમાન ક્યારેય ના થવું જોઈએ. અમારી વાતો શરૂ થઈ,

“ તું મને કેવી રીતે ઓળખે છે ? મેં તો તને ક્યારેય જોઈ નથી સ્કૂલમાં ! “, મેં દિયાને કહ્યું.

“ અરે ! એમાં એવું હતું એક વખત એક્ઝામમાં તારે મારા કરતાં વધારે માર્કસ આવેલા, આથી મેં મારી ફ્રેન્ડ્સને તને બતાવવા કહ્યું તો તેણે ભૂલથી રાહુલ બતાવ્યો. બાય ધ વે તે મારૂ નામ તો સંભાળ્યું જ હશે. હું સ્વીમર છું અને કથક ડાન્સની તાલીમ પણ મેં લીધી છે. “, દિયાએ પોતાના મલ્ટી ટેલેન્ટેડ હોવાના પુરાવાઓ આપવાનું શરૂ કર્યું.

“ યાર, મારી પાસે તો રેડિયોજૉકી હોવા સિવાય બીજું કઈ જ નથી કે જેના વિશે હું તને વાત કરું. હા, ફિલ્મો જોવાનો શોખ છે અને બનાવવા કોઈ આપશે નહીં આથી ભવિષ્યમાં સ્ટોરી લખવાનો વિચાર છે મારો. “, મેં દિયાને મારામાં પણ થોડો ટેલેન્ટ છે એવું દર્શાવતા કહ્યું.

“ એમ ? હમ્મ.. પણ તું આ એન્જીનિયરીંગ મૂકીને આર. જે. બનવામાં જ ટ્રાય કરને. મજા આવશે. “, ઘણા વર્ષોથી જાણે મને ઓળખતી હોય એમ મારા ભવિષ્યનો વિચાર કરતાં દિયાએ મને કહ્યું.

“ ના, ભાઈ ના.. મારા પપ્પા જોયા છે તે ? બધા કઝિન જો એન્જીનિયરીંગ કરી શકતા હોય તો હું કેમ નહીં પણ એમને કોણ સમજાવે કે બધા કઝિન વાર્તા નથી લખી શકતા, મારા બધા કઝિન મારી જેમ પબ્લિકમાં બોલી નથી શકતા. હશે જવા દે ને યાર એક તો કાલે હું સુસાઇડ કરવાનો હતો અને તારો મેસેજ આવ્યો અને મેં માંડી વાળ્યું. “, મેં મારી દાસ્તાન ટૂંકમાં વર્ણવી.

“ જો આદિત્ય, મારી વાત સાંભળ, આજે તારી સાથે બેઠી છું અને એવું બની શકે કે કાલે હું તારી સાથે અહીંયા બેઠી પણ નહીં હોવ પણ મારી વાત યાદ રાખજે ક્યારેય પણ જિંદગીથી હારીને સુસાઈડ કરવા જેવા પગલાં ના ભરતો. જે મમ્મી – પપ્પાએ તને મોટો કર્યો છે અને તને જન્મ આપ્યો છે ને એની એવી જરાય કલ્પના નહીં હોય કે તું એમના કારણે આવું પગલું ભરે. મમ્મી પપ્પા છે આજે ગુસ્સે થશે અને કાલે કદાચ તારા પર હાથ પણ ઉપાડી લે પણ તું ક્યારેય અવળા પગલાં ના ભરતો. આ વાત હંમેશા યાદ રાખજે “, મસ્ત મજાનું કોઈ વડીલ લેકચર આપે ને એવું જ લેકચર દિયાએ મને આપ્યું. ખબર જ ના પડી કે મને મળવા આવી હતી કે કાઉન્સેલિંગ કરવા ?

“ અચ્છા હવે ક્યારેય આવું વિચારીશ પણ નહીં આઈ પ્રોમિસ. “, એમ કહીને મેં દિયા સાથે હાથ મીલાવ્યો.

“ મારે તો જો બહાનું બનાવીને આવવું પડ્યું આજે બાકી કોલેજમાં તો રાજા છે મારે કેવી રીતે ઘરેથી નીકળવું ? મેં મમ્મીને કીધું હું ‘જીવી’ ના ઘરે જાવ છું અને આવી ગઈ તને મળવા માટે. “, દિયાએ હસતાં હસતાં મને કહ્યું.

“ જીવી ??? આવા નામ હોય ?? “, મને નામમાં નવાઈ લાગતાં મેં પૂછ્યું.

“ અરે એનું નામ તો બીજું છે, આ તો અમારા ગૃપમાં અમે ‘જીવી’ કહીએ છીએ. “, દિયાએ પોતાની ફ્રેન્ડના નામનું ક્લેરિફિકેશન આપતા કહ્યું.

“ ઓકે સ્વિમિંગમાં તારે કેટલું થયું ? આઈ મીન અચીવમેન્ટ ? “, મેં કેરિયર પર કોન્સન્સ્ટ્રેટ કરતો પ્રશ્ન પૂછ્યો.

“ મેં એક એક્ઝામ તો ખાસ સ્વિમિંગના કરને જ જતી કરી. હવે, આ સેમેસ્ટરમાં બંને સાથે આપીશ. આઈ લવ સ્વિમિંગ. “, દિયાએ ખુશ થતાં મને કહ્યું.

“ હા, એક વખત તો અમે પણ જોવા આવેલા તારી ઇવેન્ટ મને યાદ આવે છે પણ તારો ટાઈમ થયો એ પહેલા જ હું જતો રહ્યો આથી પૂરી ઇવેન્ટ ના જોઈ શક્યો અને તને પણ ના જોઈ શક્યો. “, મેં જૂની વાત યાદ કરતાં કહ્યું.

“ હા, ત્યારે જ મેં ભૂલથી તારી જગ્યાએ રાહુલને જોયેલો. હમ્મ.. મારા કઝીને તો ત્રણ વખત નેશનલ રમેલી છે. મને તો હજી એક વખત પણ ચાન્સ નથી મળ્યો. “, દિયાએ નેશનલમાં ચાન્સ ના મળવાની વાત અફસોસ સાથે કરતાં કહ્યું.

“ તું રમીશ અને જીતીશ પણ માના પટેલની જેમ એક દિવસ બહુ જ મોટી સ્વિમર બનીશ. નેશનલ જ નહીં, ઇન્ટરનેશનલ લેવલ પર તારું નામ હશે. બધા જોર જોરથી રાડો પડતાં હશે ચીયર કરતાં હશે દિયા.. દિયા.. દિયા.. “, મેં દિયાને કોન્ફિડન્સ આપતા કહ્યું.

“ બસ, એટલું બધુ પણ શક્ય નથી. આ કોમ્પીટીશનમાં તો સેકન્ડ અને મિલી સેકન્ડનો તફાવત હોય ને તો પણ ના ચાલે. હારી જવાય. “, દિયાએ કહ્યું.

“ જરૂરી નથી કે હારી જ જવાય., આ જ સેકન્ડ અને મિલી સેકન્ડનો તફાવત તમને જીત પણ અપાવી શકે છે ને ? “, મેં ફરીવાર આત્મવિશ્વાસ આપતા કહ્યું.

“ તું કેમ આવો છે હેં ? ? આમ ક્યારેય હારતો હોય એવું લાગે જ નહીં. ગમે તે બોલો ધડાધડ જવાબ આપે છે. પોતાનું તો નીચું પાડવા જ નથી દેતો. માની ગઈ ‘આર. જે. સાહેબ’ તમને, તમારી સાથે દલીલ હોય જ નહીં. “, દિયાએ મને પોતાના આગવા અંદાજથી કહ્યું.

“ જે સાચું છે એ તો સાચું જ રહેવાનુ અને જે હકીકત નથી અને તમને ખબર જ છે કે તમે જ તેને હકીકતમાં ફેરવી શકો એવી આવડત તમારી પાસે છે તો પછી ફેરવો ને. શું કામ નહીં ? હું કોઈ સપનું જોવ અને મને સપનામાંથી બહાર આવતા જ એવું લાગે કે હા આ સપનું મરાથી પૂરું થઈ શકે એમ છે તો હું આ સપના પાછળ મહેનત શું કામ ના કરું ? આ જ તો ચમત્કાર છે યાર.. બાકી લાઈફમાં મિરેકલ જેવુ કઈ નથી. “, મેં મસ્ત વાત કરતાં દિયાને કહ્યું.

“ હા, એ તો છે. મને બોલ ગઈ કાલે મમ્મીએ એક છોકરો બતાવ્યો અને એ પણ મેરેજ માટે. સંજય નામ હતું છોકરાનું. છોકરો કોમર્સનો સ્ટુડન્ટ. હું સાયન્સ અને એ કોમર્સ કેવી રીતે મેળ આવે ? “, દિયાએ પોતાના મેરેજ પ્રપોઝલની વાત માત્ર 17 વર્ષની ઉંમરમાં કરી પણ શું બોલી કઈ સમજાણું નહીં.

“ હેં ? શું બોલે છે યાર તું ? મેરેજમાં એવું કોમર્સ સાયન્સ અને આર્ટ્સ થોડા જોવાના હોય ! છોકરો કેવો છે ? તેનો સ્વભાવ કેવો છે ? ફૅમિલી કેવું છે ? આ બધુ જોવાનું હોય. તું હજી નાની જ છો. થોડી બુદ્ધિથી પણ મોટી થા. આ હાઇટ જ ઊંચી કરી ખાલી સાડા પાંચ ફૂટ હાઇટ. છોકરીઓ આટલી લાંબી હોય ? મારૂ તો સમજ્યા હું તો છોકરો છું એટલે લાંબો છું અને તું પણ ? “, મેં દિયાને વાતને પૂરેપુરી રીતે હવામાં ઉડાડી.

“ હા, કેમ ના હોય ? દિપીકા પાદુકોણ નથી ? મારી ફેવરીટ છે. કેવી મસ્ત છે ! “, દીપિકાની ફેન હોવાનું કહેતા દિયા મને તેના મોબાઇલમાં દીપિકાના ફોટોસ બતાવવા લાગી.

“ હા, દિપીકા તો મને પણ બહુ જ ગમે છે. આપણે સાથે જઈશું એક વખત દિપીકાનું મૂવી આવે ને ત્યારે. “, મેં ( આંગળી આપે ત્યાં પોચો પકડતા ) કહ્યું.

“ હા, પણ હમણાં નહીં પછી હો.. “, દિયાએ મને કહ્યું.

“ ઓકે વાંધો નહીં. ( ઘડિયાળમાં જોઈને ) ઓહો દોઢ વાગી ગયા ચાલો ઘરે હવે, હેય તું રહે છે ક્યાં ? “, મેં બેન્ચ પરથી ઊભા થતી વખતે દિયાને પૂછ્યું.

“ નીવાનગર સોસાયટીમાં મેઈન રોડ છે ને એની એકઝેટ સ્ટ્રેટ “, દિયાએ પોતાના ઘરનું એડ્રેસ આપતા કહ્યું.

“ યાર, આપણે તો સાવ નજીક થયા તો મારૂ ઘર ત્યાં જ છે તારી આગળની સોસાયટીમાં ભક્તિનગર સર્કલ પાસે વાણિયાવાડીમાં હું રહું છું. “, મેં મારૂ ઘર દિયાના ઘરની નજીક હોવાનું દર્શાવતા મારૂ એડ્રેસ આપ્યું.

“ તો તો મારૂ ઘર તારી સામે જ થાય, હા એક માળનું જ છે પણ આમ છતાં ય થ્રી બી એચ કે છે. “, ઘરની વાતો કરતાં કરતાં હું અને દિયા નીકળ્યા.

આ અમારી લાઇફની પહેલી મુલાકાત હતી. મારા માટે દિયા બસ પહેલી જ મુલાકાતમાં દિલને સ્પર્શી ચૂકી હતી. એક લૉજિક છે કે તમને જ્યારે કોઈ બહુ જ ગમી જાય અને તમે એનાથી છૂટા પડો ને તો તમને નહીં ગમે. તમને બસ એના જ વિચાર આવ્યા કરે કે એ શું કરતી હશે અથવા તો કરતો હશે. શું તેણે જમી લીધું હશે ? શું મને યાદ કરતી હશે ? એક મિનિટ મારામાં એણે શું માર્ક કર્યું હશે ? વગેરે વગેરે વિચારો મારા માનસ પટ પર આવવાના શરૂ થયા. દિયાનું ફેસબુક એકાઉન્ટ જોતો હતો. દિયાના બધા જ ફોટોસ જોયા અને પછી થયું લાવ ને મેસેજ તો કરું. મોબાઇલ હાથમાં જ હતો અને મેં ફેસબુક બંધ કરીને મારા ડોકોમોના પહેલો મેસેજ 60 પૈસા અને બીજા બધા 200 મેસેજ ફ્રી મળે આ સર્વિસવાળા કાર્ડમાંથી મેં દિયાને મેસેજ કર્યો. અમારી સમયના અંત વગરની વાતો ફરીવાર શરૂ થઈ.

***

પછી ? પછી શું થશે આદિત્યની આ સ્ટોરીમાં ? ફ્રી મેસેજની આ કન્વર્સેશન ક્યાં સુધી પહોંચે છે ? શું આદિત્ય આવતા પ્રકરણમાં દિયાને પ્રપોઝ કરશે ? બધા જ પ્રશ્નોના જવાબ આવતા પ્રકરણમાં... તો આવજો..