Speechless Words CH - 23 books and stories free download online pdf in Gujarati

Speechless Words CH.23

|| 23 ||

પ્રકરણ 22 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અને દિયા છૂટા પડી જાય છે. આદિત્ય હેત્વીને મળવા માટે મેસેજ કરે છે અને બન્ને રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વિમિંગ પૂલ પાસેની સોસાયટીમાં મળવાનું નક્કી કરે છે. હવે આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

* * * * *

મેં હેત્વીના નંબર લઈને મારા મોબાઇલમાંથી તેને મેસેજ કર્યો અને બસ મારા નંબર તેને પણ મળી ગયા. હું સૂઈ ગયો અને બીજા દિવસે અમે મળ્યા. હું આમ પણ થોડો ઉત્સાહી છું આથી બહુ જ વ્હેલો પહોંચી ગયેલો અને મારો એવો નિયમ છે કે ક્યારેય હું એકઝેટ લોકેશન પર નથી જતો. અમે શ્રદ્ધાદીપ સોસાયટીના કોર્નર પાસે મળવાનું નક્કી કરેલું આમ છતાં હું તેનાથી થોડે દૂર આ કોર્નર જોઈ શકું તે રીતે ઊભો હતો. થોડીવાર થઈ ત્યાં હેત્વી નીકળી ગઈ. મને એવું લાગ્યું કે એ જ હતી અને પછી તેણે કોર્નર પર પહોંચીને મને કોલ કર્યો.

‘હેલો.. ક્યાં છો તું ? હું પહોંચી ગઈ હો..’, હેત્વીએ ફોનમાં મને કહ્યું.

‘હા, પણ હું તને ઓળખું કઈ રીતે’, હું દૂરથી તેને જોતો હોવા છતાં મેં તેને પૂછ્યું.

‘અરે અહીંયા આ સોસાયટી કોર્નર પર પિન્ક કલરનું પેપ લઈને ઊભી છું. દેખાય ?’, હેત્વીએ સાદી ભાષામાં પોતાનો દેખાવ દર્શાવ્યો અને આ વાત કન્ફર્મ થયા પછી તરત જ મેં મારા બાઇકને કીક મારી અને તેની પાસે જઈને ઉભો રહ્યો.

‘હાય.. મજામાં ?’, મેં હેત્વીને પૂછ્યું. મેં મારા ચહેરા પર રૂમાલ બાંધેલો હતો.

‘એક દમ મજામાં પણ હવે તારો આ રૂમાલ તો કાઢ મોઢા ઉપરથી’, હેત્વીની આ વાતનો સીધો અર્થ થતો હતો કે તેને મને જોવો હતો. મેં ચહેરા પરથી રૂમાલ હટાવ્યો અને તે મને જ જોતી રહી.

‘તને આ સ્કીન પ્રોબ્લેમ સ્પોટ્સ નો બાળપણથી જ છે ? ’ હેત્વીના ચહેરા પર અને આખા બોડી પર થોડા થોડા સફેદ કોઢના ડાઘ હતા. આથી મેં હેત્વીને તેના વિશે પૂછ્યું.

‘હા, પહેલેથી જ છે. પહેલા હાથ પર નહોતા હવે હાથ પર પણ થયા. આમ જોતાં કોઈને ખબર ના પડે પણ નજીકથી કોઈ જુએ તો તેમને આંખ અને હાથના આ ડાઘ જોવા મળે.’ હેત્વીએ પોતાના શરીર પરના સફેદ ડાઘ વિશે વાત કરતાં કહ્યું.

‘બરાબર સમજાય ગયું. શું કરે દિયા ? ’, મારે નહોતું પૂછવું પણ શું થાય યાર ? કોઈ માણસ તમને ભૂલી શકે પણ જો તમે સાચા હોય તો તમે ક્યારેય એ માણસને નથી ભૂલી શકતા.

‘દિયા મજામાં. પણ તે મને કેમ પૂછ્યું ? તમે તો બહુ સારા ફ્રેન્ડ્સ છો તો તમારે તો દરરોજ વાત થતી જ હશે.’, હેત્વીને ખબર હતી કે મારે અને દિયાને પ્રોબ્લેમ થયો છે અને અમે એકબીજા સાથે નથી બોલતા આમ છતાં તેણે આવો સવાલ કર્યો.

‘તને દિયાએ કઈ વાત નથી કરી ? અમે નથી બોલતા. કારણ કે એ મારી સાથે ક્યારેય વાતો નહોતી કરતી ફોનમાં પણ નહીં અને મેસેજમાં પણ નહીં પછી શું થાય ? મને કોઈક જલ્દી રીપ્લાય ના આપે અથવા તો ઘડીએ ઘડીએ કોલ્સ કટ કર્યા કરે તે જરાય નથી ગમતું. આથી બસ, મેં તેને બાય કહી દીધું અને તું એને ના કહેતી પણ મેં એના ઘણા ફોટોસ મારી પાસે રાખ્યા હતા એ પણ ફોનમાંથી ડીલીટ કરી નાખ્યા.’, મેં હેત્વીના એક નાનકડા એવા પ્રશ્નનો જીટીયુની એન્જિનિયરિંગની એક્ઝામમાં સાત માર્કસનો જવાબ થાય એવડો જવાબ આપ્યો.

‘સારું કર્યું તો બીજું શું ? ’, હેત્વીએ અલગ જ પ્રકારના હાવભાવ સાથે કહ્યું.

‘કેમ દિયા તને કઈ કહેતી હતી ? ’, છોકરાઓનો પ્રોબ્લેમ જ આ છે કે છોકરીના ચહેરાના હાવભાવ બદલે એટલે છોકરો બધુ જ બોલી જાય અને છેલ્લે હાવભાવમાં એટલો માહીર થઈ જાય કે છોકરી જે પ્રશ્ન ઇચ્છતી હોય એવો જ પ્રશ્ન એમને પૂછે.

‘હા, જો સાંભળ આદિત્ય, તું છે ને બહુ ભોળો છે. કોઈ પણ છોકરી તારી ફીલીંગ્સ સાથે આરામથી રમી જાય એમ છે. દિયાને તું જ્યારે જ્યારે કોલ કરે છે ત્યારે તને એમ થતું હશે કે એને તારી સાથે વાત કરવી બહુ ગમે છે. રાઇટ ? પણ ક્યારેય તે એવું વિચાર્યું કે દિયા ખરેખર તારા વિશે શું વિચારે છે ? દિયા છે ને બહુ મોટી કલર ચેન્જર છોકરી છે. તે આજે કોઇની નથી પણ જ્યારે થશે ત્યારે કોઈ બીજાની જ થશે તારી તો નહીં જ થાય તો તું એના વિશે વિચારવાનું રહેવા દે તો વધુ સારું છે તારા માટે. તને ખબર છે જ્યારે તું એને કોલ કરે ત્યારે તેને મજબૂરીમાં તારો કોલ રીસીવ કરવો પડે છે. એક – બે વખત તો મને પણ કહેલું કે તારે ટાઇમપાસ કરવો હોય તો લે આદિત્ય સાથે વાત કર. ક્યારનો ફોન કર્યા કર થયો છે. જો હું તો તને ફેક્ટ છે તે કહું છું. હું તારા રીલેશન જે કઈ હોય તે તોડાવવા તો નથી માંગતી પણ બસ, તને મારે મળવું તું અને તને મળીને મને તું બહુ જ સારો લાગ્યો એટલે તને જે છે તે હકીકત વાત કરી મેં બાકી તો તારી ઈચ્છા.’, હેત્વીએ પોતાની પાસે દિયા વિશે જેટલી માહિતી હતી બધુ જ કહ્યું.

‘કેટલું ચીપ લાગે નહીં ? તમે કોઈને ગાંડાની જેમ કોલ કર્યા કરો અને તે તમારા કોલની રીસ્પેક્ટ ના કરે.’, મેં મારું દુ:ખ થોડું હલકું થાય તે હેતુથી હેત્વીને કહ્યું.

‘તને ખરાબ લાગતું હશે ને કે મેં તને આવું કીધું એમ ? સોરી ફોર ધેટ પણ જે સાચું હતું તે જ મેં તને કીધું.’, હેત્વીએ ફરીવાર મને સહારો આપતા કહ્યું.

‘તારે શું ચાલે બીજું ? રાત્રે તો તું ફ્રી હોય ને ? ’, મેં હેત્વીને રાત્રે મેસેજમાં વાત કરવા માટે પૂછ્યું.

‘હા, હું ફ્રી જ હોય પાકકું મળીએ રાત્રે મેસેજમાં.’, હેત્વીએ રાત્રે મેસેજમાં વાત કરવાની ઈચ્છા દર્શાવી અને અમે છુટ્ટા પડ્યા.

*

(રાત્રીનો સમય)

દિયાની સાથે મારો તો કોન્ટેકટ તૂટી ગયો હતો પણ દિયાના તો મનમાં આ વાતથી કોઈ જ ફર્ક પડ્યો હોય એવું લાગતું ન હતું. ક્યારેય ઓનલાઇન હોવા છતાં મને મેસેજ ના કરતી અને મને આ વાતનું બહુ જ દુ:ખ હતું. દિયા પાસે તો સ્વિમિંગનું બહુ સારું ગ્રુપ હતું આથી એને તો જલ્સા હતા. દરરોજ રાતનો સમય એટલે તમને ખબર જ હશે કે યુવાનોનો મેસેજમાં વાતો કરવાનો સમય. પહેલા વ્હાટ્સ એપ જેવી કોઈ સુવિધા તો નહોતી આથી અમે ફ્રી મેસેજીંગનો આનંદ લેતા. દિયાના ગ્રુપમાં એક છોકરો હતો જેનું નામ હતું જિગર. જિગર પણ જ્ઞાતિમાં દિયાની જેમ જ બ્રાહ્મણ કુટુંબથી હતો અને તેઓ બન્ને બહુ જ સારા ફ્રેન્ડસ હતા. એક રાતે હું અને હેત્વી મેસેજમાં વાતો કરતાં હતા ત્યારે મને આ વાતની ખબર પડી કે આ ફ્રેન્ડશીપ જ નહીં કદાચ એનાથી વધુ કઈક છે.

Me : Hi cutiepie

(backspace)

Hi Hetu

(backspace)

Hi Hetvi

Hetvi : Hi Aaditya how are you jami lidhu ?

Me : Haa majama jami lidhu.

Hetvi : Shu vaat che aaj kai khush hoy evu laage chhe

Me : naa yaar just em j

Hetvi : Diya yaad aave tane ?

Me : Naa jaray nay shu kam yaad aave ?

Hetvi : Ok nay just em j e to atyare jigar sathe jalsa karti hashe phone ma

Me : Jigar ? kon jigar ? (સામાન્ય રીતે છોકરાઓને પોતાની ગમતી છોકરીઓ સાથે જો કોઈ છોકરાનું નામ અનાયાસે પણ જોડાય એટલે જે પીડા થાય એ તમે સમજી શકો છો.)

Hetvi : Hetvi’s friend. Haa e pan tari jem engineering student j chhe and hetvi eni sathe ramleela jova javani chhe.

Me : Ramleela ? e pan eni saathe.

Hetvi : Haa she loves deepika you know etle e ena movies to koi divas nathi mukti so that 2 to 3 boys chhe and aa ekli girl bol

Me : Huhh.. ene je karvu hoy e kare. Hey tu ek kam kar kale malie aapne mein tara mate ek mast friendship letter lakhyo chhe e pan leto aavish ok bye

Hetvi : Ok bye mahadev har

Me : hein mahadev har ?

Hetvi : tame brahman ma bolo ne..

Me : Ok ha ha ha ha :-D

બસ, આવી રસપ્રદ વાતો તમે પણ તમારા ફ્રેન્ડસ સાથે કરી જ હશે. હું પણ હેત્વી સાથે દરરોજ આવી જ રીતે વાતો કરતો. બીજા દિવસે અમે બન્ને મળ્યા અને મેં હેત્વીને ફ્રેન્ડશીપ લેટર આપ્યો.

‘આજે કેમ આમ કાલાવડ રોડ તરફથી આવ્યો’, હું હેત્વીની પેપની બાજુમાં પાર્કિંગ કરી રહ્યો હતો ત્યારે હેત્વીએ મને પૂછ્યું.

‘પોલીસવાળાના કારણે’, મેં થોડું નીચું મોઢું રાખીને જવાબ આપ્યો.

‘કેમ પોલીસવાળાના કારણે ? ’, હેત્વીએ મને પૂછ્યું.

‘આપનું રાજકોટ એટલું સરસ છે ને કે ક્યાંય પાર્કિંગની વ્યવસ્થા જ નથી. જો તમે તમારી રીતે ક્યાંક સારી એવી જગ્યાએ ગાડી મૂકીને તમારા કામ માટે જાવ તો બે વસ્તુ શક્ય છે, કાં તો તમારી ગાડી પોલીસવાળા ઉપાડી જાય અને અથવા તો ચોરી થઈ જાય. આ પાર્કિંગ શોધતા શોધતા ક્યારે એસ્ટ્રોનથી કાલાવડ રોડ આવી જાય એ જ ના સમજાય’, મેં રાજકોટની તે સમયની પાર્કિંગ અવ્યવસ્થા વિશે વાત કરતાં કહ્યું.

‘એમ નહીં તો પે વાળા પાર્કિંગમાં ગાડી રખાય ને !’ હેત્વીએ ફરીવાર સોલ્યુશન બતાવતા કહ્યું.

‘હવે, સિક્યુરીટી હોય નહીં અને હોય ત્યારે જ આપની પાસેથી પૈસા લઈને જતો રહે પછી ગાડીની સેફ્ટી શું ? તું છે ને હેત્વી મારી સાથે દલીલ ના કર પ્લીઝ’, મેં થોડા ગુસ્સેથી હેત્વીને કહ્યું.

‘અચ્છા તું મને કઈક આપવાનો હતો’, હેત્વીએ મને અમારી છેલ્લી વાત યાદ અપાવતા કહ્યું.

‘હા, આ લેટર છે તારા માટે લખ્યો છે ખાસ જરીવાળી પેનથી’, મેં હેત્વીને થોડા રોમેન્ટીક વેયમાં કહ્યું.

‘હેં ? એક જાપટ મારીશ ને. હું તારી સાથે વાત કરું એટલે તું મને શું સમજે હું તને લવ કરું એમ ?’, હેત્વીને થયું કે હું લવ લેટર લાવ્યો છું એટલે તેણે મને ગુસ્સેથી કહ્યું.

‘એ પણ મારી વાત તો સાંભળ યાર, આ ફ્રેન્ડશીપ લેટર છે યાર. આજે આપની ફ્રેન્ડશીપને મહિનો થયો એટલે સ્પેશ્યલ તારા માટે ચોકલેટ અને આ લેટર લાવ્યો છું. લે, પેલા લેટર વાંચ ચાલ’, મેં ચોકલેટ અને લેટર આપતા હેત્વીને કહ્યું.

‘આ જો મને આ જ ના ગમે’, થોડું વાંચીને વચ્ચેથી કશું યાદ આવ્યું હોય એમ હેત્વીએ મને કહ્યું.

‘હવે શું થયું હેત્વી ? ’, મેં થોડું નિરાશ થઈને હેત્વીને પૂછ્યું.

‘ગુજરાતી હંમેશા ઉપરની લીટીને જ અડાડીને લખાય. હું માધવને પણ બહુ જ ખીજાવ. મને આ જરાય ના ગમે. ‘આદિત્ય’ આ રીતે લખાય એમય જોડણી ખોટી. તારું નામ તો સાચું લખતો જા.’, ખબર નહોતી પડતી કે મેં ફ્રેન્ડશીપ લેટર ફ્રેન્ડ માટે લખ્યો હતો કે ટીચર માટે.

‘મેં શું વિચાર્યું હતું અને તે સાવ કચરો કરી નાખ્યો’, મેં હેત્વીને હતાશા સાથે કહ્યું.

‘શું વિચાર્યું હતું તે ? મને તો કે’, હેત્વીએ મને ફરીવાર પૂછ્યું. +

‘મેં એવું વિચાર્યું હતું કે તું લેટર જોઈને મને હગ કરી લઇશ મારા ગાલ પર કિસ કરી લઇશ પણ તે તો એવું કઈ જ ના કર્યું.’, મેં મારા મગજમાં ખબર નહીં શું આવ્યું બસ બાફી દીધું.

‘હવે જા ને હવે, મોઢું જોયું અરિસામાં તારું ?’ હેત્વીએ મારી મજાક ઉડાવતા કહ્યું.

‘બસ હવે આભાર.’,મેં લેટર પાછો લઈ લેતા હેત્વીને કહ્યું.

‘સાંભળ આદિત્ય, દિયાનો બર્થ ડે આવે છે, “24 મી મે” તો ભૂલતો નહીં હો, તને તો યાદ જ હશે આમ છતાં કહી દવ અને મને તેણે વાત કરી એ મુજબ તેના ઘરે બર્થ ડે પાર્ટી રાખવાના છે અંકલ અને બધા રીલેટિવ્સને પણ બોલાવવાના છે અને હા હું પણ ઇનવાઈટેડ છું એટલે તારા ઘર સાઇડ આવવાનું થશે’, હેત્વીએ તેને મળેલી બધી માહિતી મુજબ દિયાના બર્થ ડે વિશે વાત કરતાં કહ્યું.

‘હા, મને યાદ જ છે. (મનમાં વિચારતો હતો કે મને મારો બર્થ ડે માંડ યાદ રહે છે અને એ પણ આ ફેસબૂકમાંથી મેસેજ આવવા માંડે એટલે ખબર પડે કે આજે મારો બર્થ ડે છે. બાકી અહીંયા તો બર્થ ડે સાથે કઈ ખાસ લેવા દેવા ના હોય.)’, મેં હેત્વીને મને દિયાનો બર્થ ડે યાદ આવવાનો ખોટો દિલાસો આપતા કહ્યું.

‘સારું ચાલ હવે નીકળીએ ?’, થોડીવાર બેસીને વાતો કર્યા બાદ મેં હેત્વીને કહ્યું.

થોડીવાર બાદ અમે છુટ્ટા પડ્યા. દિયાએ હેત્વીને ઇનવાઇટ કરી હતી અને મને તો ઇનવાઇટ કર્યો નહોતો. આમ પણ છોકરીઓ તો છોકરીઓના ઘરે આવી શકે ને આપણે ત્યાં તો છોકરાઓને આવવામાં જ પ્રોબ્લેમ હોય છે પછી ભલે સારો હોય કે ખરાબ એ અગત્યનું હોતું જ નથી. હું થોડીવારમાં ઘરે પહોંચી ગયો અને આજે મારે દિયા સાથે તો વાત કરવી જ હતી.

‘મમ્મી, હું ઉપર જાવ છું આજે હું થોડો મોડો જમીશ’, એમ કહીને હું ઉપર મારા રૂમમાં આવી ગયો અને મેં તરત જ દિયાને મેસેજ કર્યો.

Me : Hi Beautiful

Diya : (No reply)

Me : Hello Jalpari

Diya : (No reply)

Me : Hi Diya

Diya : bol

Me : How’s you ?

Diya : gd

Me : Kyan chho ?

Diya : Ramleela movie joine aavi

Me : (રામલીલા ફિલ્મનું નામ સાંભળતા જ મને જિગર યાદ આવી ગયો અને મારાથી બોલાય જવાયું) Ramleela k Jigarleela ?

Diya : Tare je samajvu hoy e, tu mane message j na karto hoy to bye.

Me : Haa bye mane pan koi shokh nathi tari sathe vato karvano.

બસ, ફરીવાર બર્થ ડેના ઇનવીટેશન લેવા માટેની આ સ્પેશ્યલ વાતચીત પાણીમાં ગઈ. ખબર નહોતી પડતી કે ખરેખર ક્યારે હું અને દિયા ફરીવાર એક થઈશું.

*****

હવે, શું થશે ? આદિત્યને દિયાની બર્થડે પાર્ટીમાં આવવા મળશે ? શું આદિત્ય અને દિયા વચ્ચે પ્રેમપ્રકરણ ફરીવાર શરૂ થશે ? શું થશે ? મળીએ આવતા પ્રકરણમાં આવતા સોમવારે ત્યાં સુધી આવજો.