Shankaracharyno Jawab books and stories free download online pdf in Gujarati

શંકરાચાર્યનો જવાબ.

શંકરાચાર્યનો જવાબ.

આદિ શંકરાચાર્યનો ટૂંકમાં પરિચય,

શંકરાચાર્ય એ ઊંડા તત્વચિંતક અને બ્રહ્મવિદ્યાના નિષ્ણાત હતા. સૌપ્રથમ એમણે હિન્દુધર્મની સ્થાપના કરી અને ભારત-ભરમાં ભ્રમણ કરી હિન્દુધર્મનો પ્રચાર પ્રસાર કર્યો. બત્રીસ વર્ષનું આયુષ્ય ભોગવી એમને સમાધિ લીધી. ખૂબ નાની ઉમરમાં એમણે ધર્મ અને આધ્યાત્મની સર્વોત્કૃષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરી લીધી હતી.

હવે વાત શરૂ થાય છે અહીંથી.

ઘણા વર્ષો પેહલા, શંકરાચાર્ય હિંદુધર્મના પ્રચાર કરવા ભારત ભ્રમણ માટે નીકળ્યા હતા એ વખતે સખત ઉનાળો ચાલતો હતો. આકાશમાંથી અંગારા વરસતા હોય એવી સખત ગરમી અને દાજી કાઢે એવો પવન ફૂંકાતો હતો. શંકરાચાર્યને કેટલાક વર્ષોથી ગળાની ઉપર મોટી ગાંઠ થઈ હતી. જે ખાતી-પીતી અને બોલતી વખતે ખૂબ પીડા આપતી. છતાં એને મન પર લીધા વિના એ જ્ઞાનના પ્રચાર માટેની યાત્રા પર એકલા જ નીકળી પડતાં.

કોઈપણ ગામમાં જ્ઞાનની વાતોનો પ્રચાર કર્યા પછી તે હળવું ભોજન લઈ તરત જ બીજા ગામમાં તરફ તેમનો બગલ થેલો લઈ નીકળી પડતાં. તેમના થેલામાં એક જોડી ભગવા કપડાં, એક-બે પુસ્તકો ને તુંબડીમાં થોડુક પાણી રાખતા, ખાસ તો ગરમીની ઋતુમાં ઇન-કેસ કદાચ જરૂર પડે તો.

એવા બપોરના સમય વખતે શંકરાચાર્યને એમણે પીડા આપતી ગાંઠ અસહ્ય થઈ પડી હતી. તે બન્ને ગામની વચ્ચો વચ્ચ એવા ફસાઈ પડ્યા હતા જ્યાં ભાળકા જેવા ભર બપોરમાં અગન જ્વાળા જેવો ફૂંકાતો પવન, દુકાળ પડ્યો હોય એવી ઉજ્જડ જગ્યા જ્યાં વૃક્ષનો આશ્રય-સ્થાન લેવા કોઈ પત્તોયે નહીં, ને પછી તો ધૂળની ડમરીઓ પણ ધૂળના ગોટાળા કરી રીતસર રસ્તો ધૂંધળો કરી ચડી બેઠી હતી. છતાં પણ શંકરાચાર્યે બીજા ગામ સુધી પહોચવા મક્કમ થઈ પગ ઉપાડ્યા ને આગળ વધવા લાગ્યા. ધૂળની ડમરીઓ, ને બાળી નાખે એવા તડકાથી બચવા એમનો બગલ થેલો માથે કરી ચાલવા લાગ્યા. તેમની ગાંઠ ઉપર અંગારા વરસાવતો ભયંકર તડકો, ગરમ સુસવાટા મારતી લૂ તથા પરસેવો અને ધૂળ ઉપર પડતાં અસહ્ય લબકારા મારતી જેથી આંખમાંથી પાણી નીકળી જતું, છતાં તેને ગણકાર્યા વગર તે આગળ વધતાં ગયા.

સાચો ભક્ત દુનિયાની કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે, ગમે તે કારણસર, દુ:ખમાં કે તકલીફમાં હોય ત્યારે મથુરામાં શ્રીકૃષ્ણને તરતજ 'મેસેજ' મળી જાય. એટલે શ્રીકૃષ્ણને ભર બપોરે ખેંચતા મસ્ત મીઠી ઊંઘમાં 'મેસેજ' મળ્યો. તેમને માથામાં હળવા વાઇબ્રેટ થતાં જ જાગી ગયા ને જ્ઞાનની આંખોથી 'મેસેજ' વાંચ્યો.

" Shankrachary is in trouble, need your help ASAP "

હડીબ દઈ શ્રીક્ર્ષ્ણ ઊભા થઈ આંખો બંધ કરી તાજેતર પરિસ્થિતિ કેટલી ખરાબ છે તે જોવા તેમણે મનોચિત્રણ પર શંકરાચાર્યની પરિસ્થિતિનું ઉપરછલું ચલચિત્ર જોયું, જેમાં શંકરાચાર્ય માથે થેલો મૂકેલો, જ્વાળા ફેકતો તડકો, ડમરીઓને કારણે ધૂંધળા દેખાતા શંકરાચાર્યને સ્પસ્ટ જોવા તેમણે મનોચિત્રને ‘zoom’ કર્યું તો શંકરાચાર્યને એમના ગળે અસહ્ય થઈ પડતી ગાંઠ જોતાં જ શ્રીકૃષ્ણે તરતજ આંખ ખોલી, ને વિચાર્યું કે “ શંકરાચાર્યના જ્ઞાનની પરીક્ષા કરવાનો આ બિલકુલ યોગ્ય સમય લાગે છે. “ પછી તેમણે એક ચપટી વગાડતા તરત જ બ્રાહ્મણનો વેશ લઈ લીધો ને બીજી ચપટી વગાડીને તેના અવાજ સાથે અદ્રશ્ય થઈ ગયા, ને એ ચપટીનો અવાજ વિલય થતાં તે શંકરાચાર્યની થોડે પાછળ બ્રાહ્મણના વેશમાં પ્રગટ થઈ ગયા. શ્રીક્રષ્ણ તેની પાછળ લગભગ 50 ડગલાં જેટલા અંતરે ઊભા રહી શંકરાચાર્યને ચાલતા જોયા પછી તેમણે પાણી પીવાના બહાને તેમના ભક્તની પીડા દૂર કરવા તેની નજીક પહોચવા બોલ્યા “ ઓ સાધુ મહારાજ જરા થોભો-થોભો, બે બુંદ પાણીથી અમોને અમારો કંઠ ભીનો કરાવી કૃપા કરશો જી..., “

ક્યાંકથી અવાજ આવતો સાંભળતા શંકરાચાર્ય ઊભા રહી પાછળ ફરી જોયું પણ ધૂળની ડમરીઓ સિવાય કશું દેખાયું નહીં. પછી તેમણે કઈ દિશા માંથી અવાજ આવે છે એ નક્કી કરવા આંખો બંધ કરી આવી અસહ્ય અને તીવ્ર પીડા આપતી સ્થિતિમાં પણ ક્ષણભરમાં ધ્યાનસ્ત થઈ જોતાં જ જાણે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવા આશ્ચર્યભર્યા ભાવ સાથે બીજી જ ક્ષણે આંખો ખોલી ને ઝડપથી પગ ઊપડતાં વેંત પાછળથી આવતા અવાજથી દૂર ભાગવા લાગ્યા, શંકરાચાર્યને તરતજ ખબર પડી ગઈ કે પાછળ બીજું કોઈ નહીં પણ ખુદ ભગવાન શ્રીક્રુષ્ણ છે, ને તેમનુ અચાનક અહીં આવવાનું પ્રયોજન પણ જાણી લીધું (શંકરાચાર્ય બ્રમ્હજ્ઞાની હતા).

પછી પાછળથી આવતો અવાજ વધુ સ્પષ્ટ સંભળાતા તેમણે ધીરે-ધીરે પગ ઉપડવાની ઝડપ વધારી બને એટલું વધારે અંતર શ્રીકૃષ્ણથી રાખી તેમનાથી દૂર ભાગવા લાગ્યા. શંકરાચાર્યની ચાલવાની ઝડપ વધતા બન્નેની વચ્ચે અંતર વધતું જોઈ શ્રીકૃષ્ણ શંકરાચાર્યની વધુ નજીક પહોચવા તેમને પણ ઝડપ વધારીને લગભગ શંકરાચાર્યની નજીક પહોચી ગયા ને બોલ્યા “ ઓ શંકરાચાર્ય ઊભા રહો અમોને તમોનું કામ છે...! “

આ સાંભળી ફરીથી શંકરાચાર્યે પગની ઝડપ બને એટલી વધારી તેમની વચ્ચેનું અંતર રાખવા મથતા.

બન્ને વચ્ચેનું અંતર પાછું વધતું જોઈ શ્રીક્રષ્ણ ઝડપી પગ ઉપાડી બને એટલું તેમની નજીક જઇ બોલ્યા “ ઓ શંકરાચાર્યજી ઊભા રહો અમોને તમોની સાથે બે ક્ષણ પુરતુ જ કામ છે, ઊભા રહો પછી તમોને જ્યાં જવું હોય ત્યાં જજો, અરે ઓ બંધુ સાંભળો તો ખરા..., “ આ સાંભતા શંકરાચાર્ય તેમની પગની ઝડપ ધીમે કરી પાછળ મોં ફેરવી ઊભા રહી તેમને નજીક આવવાની રાહ જોતાં ઊભા રહ્યા.

આખરે શ્રીકૃષ્ણ બ્રાહ્મણ વેશમાં તેમની નજીક આવી મીઠું હાસ્ય રેલાવી બોલ્યા “ અરે શંકરાચાર્ય આટલી ઉતાવળમાં છો બંધુ...! “ શંકરાચાર્ય બ્રામણ વેશમાં કોણ છે તે જાણતા હોવા છતાં પણ કઈ બોલ્યા વગર હળવું હાસ્ય ફરકાવી પ્રણામ કરી જવાબ વાળ્યો.

શ્રીકૃષ્ણે શંકરાચાર્યને હોઠમાં હસતો ચહેરો જોઈ ખબર પડી ગઈ એટલે એ સીધા મુદ્દા પર આવી મધુર હાસ્ય રેલાવી બોલ્યા “ મારું અહીં આવવાનું પ્રયોજન તમે જાણી જ ચૂક્યા છો. તો તમને ગાળામાં થયેલી ગાંઠ જે ખૂબ પીડા આપે છે એના ઉપર હાથ મને ફેરવવા દો જેથી એ ગાંઠ તરત જ ઓગળી જશે ને પછી તમે એ પીડા માંથી મુક્ત થઇ જશો....” પછી તેમણે હાથ ઊંચો કરીને શંકરાચાર્યના ગળા પર ફેરવવા નજીક લાવ્યા.

શ્રીકૃષ્ણને સાંભળતા અને એમનો હાથ સ્લો-મોશનમાં ઉપર ઊઠતો જોતા જ શંકરાચાર્ય ત્યાંથી એવી ઝડપે ભાગ્યા જાણે પવન સાથે દોડ લગાવી હોય. એ દોડતા દોડતા અદભૂત જવાબ આપતા બોલ્યા " અત્યારે તમારા સ્પર્શથી મારી આ ગાંઠ તો મટી જશે આટલા જન્મ પૂરતી, પણ મારા ભાગ્યમાં આ ગાંઠની પીડા જેટલા સમય સુધી ભોગવવાની લખાયેલી છે એતો મારે ફરીથી જન્મ લઈને પણ ભોગવી જ પડશે એના કરતાં આ જન્મમાં જેટલી ભોગવાની લખેલી છે એટલી હું ભોગવી લઉં...કર્મનું (રુણાનું) બંધન ક્યારેય કોઈને પણ છોડતું નથી, એનાથી છુટકારો તો ભોગવ્યા પછી જ મળે છે, તમારા પ્રત્યક્ષ દર્શન કરી ખૂબ આનંદ થયો, ”

આ શબ્દો સાંભળી શ્રીકૃષ્ણના હ્રદયમાં શંકરાચાર્યની ભક્તિ અને જ્ઞાનની છાપ વધારે ઊંડી ઉતરી અને તેમના ભક્ત ઉપરનો પ્રેમ વધારે ગાઢ અને નિકટ બન્યો. શંકરાચાર્ય ધૂળની ડમરીમાં દોડી અદ્રશ્ય થઈ ગયા. પછી શ્રીકૃષ્ણે એક ચપટી વગાડતા વાતાવરણને થાળે પાડી દીધું ને વાદળ છાયું આકાશ કરી દીધું. શંકરાચાર્યનાં જ્ઞાનથી છલકાતા શબ્દો વિચારી તેમને ધારણ કરેલો બ્રાહ્મણ વેશ જોઈ મધુર હાસ્ય રેલાવી ચપટી વગાડતા જ અદ્રશ્ય થઈ ગયા ને તેનો અવાજ વિલય થતાં મથુરામાં એમના વેશમાં આવી ગયા

અસ્તુ.

***

વાંચકને નમ્ર અનુરોધ કરીશ કે વાર્તાના મૂળ સારતત્વને ધ્યાનમાં લે. બાકી બીજું બધુ તો વાર્તાને રસપ્રદ બનાવવા મસાલા નાખ્યા છે.