Janak Raja books and stories free download online pdf in Gujarati

જનક રાજા ‘વિદેહી’ કેમ કહેવાય છે

જનક રાજા ‘વિદેહી’ કેમ કહેવાય છે?

જનક રાજા વિદેહી કેમ કેવાય છે એની એક નાની વાર્તા વર્ષો પેલા મેં કોઈક ધાર્મિક સજ્જન પાસેથી સાંભળી હતી, મને આખે-આખી વાર્તા તો યાદ નથી રહી પણ તેનો સાર (essence of story ) પથ્થર પર કોતરાવેલા સુવાક્યોની જેમ લેફ્ટ–બ્રેઇનમાં યાદ છે. જેને મારાથી બને તેટલું સ્પસ્ટ શબ્દોમાં રજૂ કરવાનો પ્રયત્ન કરીશ. અને હા, બાકીની વાર્તામાં થોડો-ઘણો મસાલો ભેળવી રસપ્રદ બનાવી છે, ને જો ના બની હોય તો તમારા ‘ટેસ્ટમાં’ લોચા છે.....ભઈ..,(હાથ ઉપર કરી દઉં છું).

So, here begin the વાર્તા,

જનક રાજા મિથિલા નગરીના રાજા હતા એતો બધાને ખબર જ હશે. પરંતુ એ ‘વિદેહી’ કહેવાતા હતા ને એવું બિરુદ કે ઉપનામ કેમ આપવામાં આવ્યું હતું? એની કદાચ ખબર નઇ હોય. આવો જ એક પ્રશ્ન એજ નગરીમાં રહેતા બ્રાહ્મણના મનમાં થયો કે “ જનક રાજાને ‘વિદેહી’ કેમ કહેવાય છે? ” એના પર એણે ઘણું વિચાર્યું પણ છેવટે કઈ જવાબ ના મળ્યો એટલે એણે રૂબરૂ જનક રાજા પાસે જઈ પૂછવા નક્કી કર્યું.

બ્રાહ્મણ જનક રાજાના મહેલના બહાર ઊભો રહ્યો ને અંદર પ્રવેશ કરતાં જ બે સિક્યુરિટીવાળા એ તેને ઊભો રાખી પૂછ્યું “ ક્યાં..રે ચિરકૂટ...અંદર કાઇકુ જાના હે તેરે કો...? “

બીજા સિક્યુરિટીએ પેલાની મજાકને હાથથી ઈશારો કરી શાંત પાડી નર્મ આવજે પૂછ્યું “ અહી આવાનું તમારું પ્રયોજન જણાવો તો અમે કઈક કરી શકીએ. “

બ્રાહ્મણે પણ નમ્ર અવાજે જવાબ આપ્યો “ મારે રાજાને ધાર્મિક વિષય અંગે એમને અંગત પ્રશ્ન પૂછવાનો છે એ માટે મારે તેમણે રૂબરૂ મળવું છે, અને જો કદાચ તમને કોઈ શંકા જતી હોય તો મારી તપાસ કરી શકો છો, “

સિક્યુરિટીએ હળવું સ્મિત કરી નમ્રથી બોલ્યો “ માફ...કરજો પણ, આવી રીતે અમે કોઈ વ્યક્તિને અંદર રાજાને મળવા જવા નથી દેતા...there are some rules to follow, you know? “

આખરે બ્રાહ્મણે નિરાશાથી ચહેરો નીચો કરી ખિસ્સા માંથી કાગળની ચબરખી કાઢી સિક્યુરિટીને આપી બોલ્યો “ આ પરચીમાં પ્રશ્ન લખેલો છે એ તમે રાજા સુધી પહોચાડી શકશો તો તમારો ખૂબ આભારી રહીશ. “

બીજા સિક્યુરિટીએ તેના હાથ માંથી ચબરખી જુંટવી લઈ ખોલી વાંચતા જ જાણે ફુગ્ગા માંથી હવા નીકળી જાય એવો એનો ચહેરો થઈ ગ્યો, ને પહેલા સિક્યુરિટીને ચબરખી આપી ભોઠો પડ્યો હોય એવા અવાજે બોલ્યો “ બીડુંને ઇંગ્લિશમે લીખેલા હે....! “

પેહલા સિક્યુરિટીએ તરત જ વાંચીને બોલ્યો “ વાહ...બહુ બુદ્ધિશાળી પ્રશ્ન છે ભાઈ તમારો...મને તો આવો પ્રશ્ન પૂછતાં ડર લાગે....પણ કઇં વાંધો નઇ હું હમણાં જ રાજાને આ ચબરખી હાથો હાથ આપી આવું છું...wait till I come…” બોલી એ ત્યાંથી અદ્રશ્ય થયો.

હવે આ બન્ને મહેલની બહાર ઊભા હતા જેમાં પેલો સિક્યોરિટીવાળો હજી ભોઠો પડી નજર ચૂરાવતો હતો. થોડીવાર પછી તેની નજર જનોઈ પડતાં હિમ્મત ભેગી કરી પૂછ્યું “ ગોર મહારાજ છો? “

“ હા “ ટૂંકમાં જવાબ વાળ્યો.

“ કઈ કોલેજ માંથી પૂરું....” બોલવા જતો હતો એટલામાં બ્રાહ્મણે એની વાત કાપતા પાછળ ઈશારો કરી બોલ્યો “ આ આવી ગ્યાં ભાઈ “

થોડીવાર પછી બ્રાહ્મણે પેલા સિક્યુરિટીનો હસતો ચહેરો જોયો પછી તે એની જગ્યાએ ગોઠવાઇ હસતાં બોલ્યો “ રાજાએ તમને ખાસમખાસ બોલાયા છે, બહુ ખુશ છે, કે આવો પ્રશ્ન કોઈએ પૂછવાની હિમ્મત કરી છે.”

આ સાંભતાજ બ્રાહ્મણના પગ હવાની વેગે ઉપાડ્યા ને રાજા સામે દેખાતા થોભી પ્રણામ કર્યા. જનક રાજા ગાદી પરથી ઉતરી તેની નજીક જઈ સામાન્ય વ્યક્તિની જેમ તેના ખભા પર હાથ મૂકી નિર્દોષ હાસ્યે નમ્ર સ્વરે બોલ્યા “ કેમ છો? મિત્ર. તમારો પ્રશ્ન વાચી ખૂબ આનંદ થયો. “ પછી બન્ને મિત્રોની જેમ લાલ કાર્પેટ પર ચાલતા-ચાલતા વાતને આગળ વધારી.

બ્રાહ્મણે રાજા તરફ થી બહુ મન મળતા તે તેનો પરિચય આપતા બોલ્યો “ હું આલ્બર્ટ. આલ્બર્ટ જોષી “ બોલીને તેણે મુદ્દાનો સવાલ છેડી બોલ્યો “ સાધુ, સંત, મહાત્માઓ તમને ‘વિદેહી’ કહી સંબોધે છે તેના પર મારો પ્રશ્ન છે..,તમે તો સાંસારિક જીવનમાં જોડાયેલા છો, આવો ભવ્યાતિ-ભવ્ય મહેલ, જે જોઈએ તે તરતજ હાજર કરી દે એવા નોકર-ચાકર, તન-મન બહેલાવા(રતિક્રીડા) માટે સુંદર....,પત્ની છે છતાં તમને ‘વિદેહી’ કેવાય છે? એ વાત મને ગળે ઊતરતી નથી....આ પ્રશ્નોનો જવાબ આપો એવી આશાથી આવ્યો છું. ”

જનક રાજા નમ્ર ભાવે બોલ્યા “ તારા પ્રશ્નનો જવાબ આપવા પેહલા તારે હું કહું તેટલું ચક્કર મારવું પડશે એટલામાં હું શબ્દો ગોઠવી તને ગળે ઉતરે એવો જવાબ ગોઠવી રાખું. બરોબર? “

“ હા...હા, બોલો ક્યાં જઈ આવું “ તે ખુશ થઈ તરતજ બોલ્યો.

રાજાએ બે તાળી પાડતા જ જાણે પ્રગટ થયા હોય એમ બે કદાવર બાહુબલી જેવા અંગરક્ષકો દોડતા આવી પરેડની જેમ બોલ્યા “ યસ, સર...”

બાહુબળિયા અંગરક્ષકોનું કદાવર શરીર અને તેની કમરમાં બાંધેલી તલવાર જોઈ આલ્બર્ટના કપાળે પરસેવો વળી ગ્યો. પછી રાજાએ આલ્બર્ટને ઠંડો પાડવા તેના ખભા પર હાથ મૂકી થોડે દૂર લઈ જઈ તેમણે એક દીવો સળગાવવા માટેનું મોટું ખાલી કોડિયું હાથમાં લઈ તેમણે તેમાં છલો-છલ પાણી ભરી દીધું ને પછી તેને આલ્બર્ટને આપી બોલ્યા “ તારે આ કોડિયું લઈ એક વાર આ મહેલની પ્રદક્ષિણા કરતાં-કરતાં અદભૂત રીતે કંડારેલી સુંદર મૂર્તિઓ, સુગન્દિત ફૂલોનો બગીચો, વૃક્ષોના રસદાર મીઠા ફળો, મહેલ ઉપર સોનાથી, હીરાથી અને મોતીઓથી જાડેલા ઘડાઓ તથા બીજી ઘણી બધી મન મોહક લાગતી વસ્તુનું નિરીક્ષણ કરી આંટો મારીને મારી પાસે આવી એ બધાનું વર્ણન કરવાનું છે, અને જેના માટે તું કહીશ એવી દક્ષિણા આપી તને ખુશ કરી દઇશ અને તારો જવાબ પણ આપીશ. “

પછી રાજા ઇશારો કરી પેલા બે બાહુબળિયાને નજીક બોલાવી આલ્બર્ટની સામે જોઈ ચેતવણી આપતા હોય એમ ધ્યાનથી બોલ્યા “ અને હા, અગત્યની વાત તો હવે આવે છે એટલે બરોબર ધ્યાન દઈ સાંભળજે, મહેલની પ્રદક્ષિણા કરતાં આ બન્ને તારી પાછળ ચકોર નજરે રહશે, અને પ્રદક્ષિણા કરતા-કરતા ભૂલથી પણ પાણીનું એક ટીપું પણ આ કોડિયાની બહાર પડ્યું છે, તો આ બન્ને માથી જે પેહેલો એ જોઈ જશે, એ તારી ગરદન પાછળ તૈયાર જ રાખેલી ધારદાર તલવારથી એક ક્ષણોનો પણ વિલંબ કર્યા વિના તારી ગરદને ધડથી અલગ કરી દેશે. “

આ સાંભળી આલ્બર્ટની હાલત જાણે ઉકળતા તેલમાં જીવતી મર્ગી નાખતા પેહલા જેમ ફફ્ળતી હોય એવી એની હાલત થઈ ગઈ હતી. પછી તે રાજાને ત-ત-મ-મ- જેવા ધ્રૂજતા અવાજે બોલવાની કોશિશ કરતો રોકી રાજાએ તેના કંપારીઓથી ધ્રૂજતા હાથથી અડધું પાણી ઢોડાઇ જતાં તેના હાથ માથી કોડિયું લઈ તેને ફરીથી છલો-છલ ભરી તેને આપ્યું ને સહાનુભૂતિથી તેના ખભા પર હાથ ફેરવી પ્રેમથી બોલ્યા “ ડરીશ નઇ, નહિતો હમણાં જેમ પાણી ઢોળ્યું એવું જો થશે!, તો પછી શું પરિણામ આવશે એની તો તને ખબર છે, એટલે ડર્યા વિના શાંતિથી તારે જેટલો સમય લેવો હોય એટલો સમય લે જે પણ, એ દરમિયાન જો મેં કીધેલી શરતનું પાલન ભૂલથી પણ ન થયું તો....” રાજાએ ગળા આગળ અંગૂઠો ફેરવી છેલ્લી મૌનમાં ધમકી આપી હોય એવો ઈશારો કર્યો. ને પછી તેમણે આલ્બર્ટને તેનું ‘ટાસ્ક’ પૂરું કરવા મહેલના ફરતે પ્રદક્ષિણા કરવા કહી પાથરેલી લાલ કાર્પેટ તરફ ઈશારો કરી બોલ્યા “ આ લાલ કાર્પેટથી તમારું ‘ટાસ્ક’ શરૂ થશે ને મહેલની સુંદરતાને માણતાં-માણતા સદભાગ્યે જો એક પણ ટીંપું પડ્યા વગર તું અહી આ કાર્પેટ સુધી પહોચી જશે તો તને તારા પ્રશ્નનો જવાબ મળશે ને તને આપેલા આ ‘ટાસ્ક’ ની સફળતારૂપે તારી જોઈએ એ વસ્તુ હાજર કરી દેવાશે. તો. તૈયાર આલ્બર્ટ..?

એ ક્ષણે એની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી હતી literally, પેલા બન્ને સૂડી અને પોતે વચ્ચે ફસાયેલી સોપારી. આલ્બર્ટ કોઈ જવાબ ના આપતા રાજાએ એને ફરીથી પૂછ્યું “ આલ્બર્ટ, ટાસ્ક માટે તૈયાર? “ પાછું આ વાક્ય કાનમાં ગુંજતા એની હાલત જાણે કોઈએ AC વૉલ્ટેજના બે ખુલ્લા છેડાં એના ગળે અડાડી દીધા હોય એમ ધ્રૂજતા હાથે- નીચે માથું રાખી બોલ્યો “ હ..હ ..હા..હા...ત ત તૈયાર..છ છું...”

રાજાએ તેના ઢોડાયેલાં કોડિયામાં પાછું છલો-છલ પાણી ભરી આલ્બર્ટને ચેતવણી અને હિમ્મત સાથે-સાથે છુપાતો બોધ આપતા છેલ્લી વાર બોલ્યા “ સાંભળ.., જે ખૂબ જ અગત્યનું છે તેના પર ધ્યાન આપજે નહિતર, કોડિયા માથી છલકી એક ટીંપું પણ જો નીચે ‘સ્લો-મોશનમાં’ પડશે એના પેહલા આ બાહુબળિયા તને બે ભાગમાં કરી તલવાર લૂછી મ્યાનમા મૂકી દેશે...,so, be alert and be careful. “ કહી આલ્બર્ટને કાર્પેટ તરફ મોં ફેરવાવી બન્ને બાહુબળિયા તેમની તલવાર કાઢી આલ્બર્ટની પાછળ હવામાં ઉપર રાખી ‘પોજિશન-સેટ’ કરી તૈયાર થઈ ગ્યાં.

અલ્બેર્ટે રાજાના છેલ્લા શબ્દો સાંભળી તેના ધ્રૂજતા હાથ-પગને બને તેટલા શાંત કરી ઊંડો શ્વાશ લીધો ને લાલ કાર્પેટ પગ મૂક્યો, તેની આંખો હજુ કોડિયાની કિનારો ઉપર અડધું ટીપુંયે બહાર ન જાય તે માટે સ્થિર કરી લીધી.

રાજાએ ‘ટાસ્ક’ શરૂ કરતાં બોલ્યા “ ready, steady and ‘GO’…,”

અલ્બેર્ટે રાજાના ‘GO’ શબ્દ સાંભળ્યા પછી એના મનને સ્થિર કરી ગોળ કોડિયાની કિનારો પર આંખોની ધારદાર ચપળ નજરે તાકી રહ્યો જાણે કે એ કોડિયામાં પાણી સ્વરૂપે તેનો જીવ ના લઈ જઇ રહ્યો હોય એમ. પછી પેલા બન્ને હવામાં પાછળ તલવારનો ઘા જાણે કરવા તૈયાર જ હોય એમ ચાલતા ને તેમણે પણ એમની નજર કોડિયાની કિનારે ખળાવી દીધી હતી...

આલ્બર્ટ એટલો કાળજીપૂર્વક અને ધીમો કીડી વેગે ચાલતો કે સ્કૂલેથી સાઇકલ લઈ આવતી કીડીઓ પણ તેને ‘ઓવરટેક’ કરી ને તેના મિત્રો સાથે આશ્ચર્યથી વાત કરતાં પહેલી કીડી બોલી “ hey! Man!... why the hell they are acting like this? “

“ I got no clue anto!(man!)..” બીજી કીડી ખભા ઊંચા કરી બોલી.

ત્રીજી કીડી બોલી “ you know what guys? All Human are so dumb and idiot, only our species are intelligent. right? “

“ Absolutely right “ પેલી બે કીડીઓ એકસાથે બોલી. ને પછી ત્રણેય એમના દર(ઘર) સુધી ‘સાઇકલની-રેસ’ લગાઈ ને રફુ-ચક્કર થઈ ગઈ.

રાજાએ આલ્બર્ટની ધીમી ગતિએ જોતો જોઈ મનમાં ગર્વ અનુભવતા કે તેમના રાજમા કોઇકે ડરીને પણ હિમ્મત કરી આવો પ્રશ્ન પૂછ્યો હતો. આલ્બર્ટની આવવાનો ઘણો સમય હતો એટલે તેમણે થોડીક ઊંઘ ખેચી લેવાનું વિચારી તેમના બેડરૂમમાં જઈ લાંબા થયા.

કલાક પછી આલ્બર્ટ અડધો રસ્તો કાપી લીધો હતો પણ તેની નજર હજુ કોડિયાની કિનારો પરથી મહેલની અને બીજી અદભૂત સુંદરતાને જોવા ઉપર આંખોની નજરતો શું.., વિચાર સુધ્ધાં પણ ભૂલથી ઊભો નહતો થયો. તે દરેક ક્ષણે તેનો માત્ર બસ એકજ લક્ષ હતું કે એક ટીપુંયે કિનારી બહાર ડોકયુ ના કરે નહિતો...? નહિતો...તેનું ડોકું ગયું સમજ્યો...એ પળે તેને આટલો ધ્યાનસ્થ જોઈને તો લાગે ખુદ ત્રણ લોકના નાથ શિવ પણ તેની સામે પ્રગટ થઈ તેના હાથ માંથી કોડિયું લઈને આંખોના ખૂણા લૂછી બોલે કે “ બસ..બસ...બહોત હુઆ, અબ રૂલાયેગા ક્યાં? ચલ ઉનકી ખબર લેતા હૂઁ...”. પણ આલ્બર્ટતો જાણે અર્જુનની જેમ જ “ મને તો પક્ષીની આંખ જ દેખાય છે “ એવો એકાગ્ર થઈ ગયેલો.

બે કલાક પછી રાજાની ઊંઘ પૂરી થતાં ઊંઘ પાકતાનું બગાસું ખાઈ આળસ મરડી બહાર આવતા નોકરે પાણીનો ગ્લાસ ધર્યો ને અડધું પીને બોલ્યા “ પેલા પોંચ્યા કે નઇ? “

“ sir, they’re half way through. They’ll be here within couple of minutes. anything else in your serve. sir? ” નોકરે નીચું માથું કરી બોલ્યો.

“ tea-breakfast would be perfect “ રાજાએ સિંહાસન પર બેસતા ફરર્માહીશ કરી.

થોડીવાર પછી ચા-પાણી-નાસ્તો કરતાં કરતાં તેમણે સીદી-સૈયદની જાળીઓ જેવી પથ્થરની કોતરણી માના છિદ્રો માંથી આલ્બર્ટને અને પેલા બંનેને ‘સ્લો-મોશનની’ જેમ આવતા હોય એમ જોયા. ધીરે ધીરે તેઓ સીદી-સૈયદની જાળીઓ પાર કરી બહાર નીકળી હવે સ્પસ્ટ દેખાતાં થયા. આલ્બર્ટને સ્પસ્ટ દેખાતા એવું લાગે કે જાણે બરફને ભર બપોરના તડકામાં મુક્તા ઓગળીને પાણીનો રેલો થઈ જતો હોય એમ તેના શરીર પરથી પરસેવાનો નળ ચાલુ કરી મૂક્યો હોય એવો પલળીને પરસેવાથી રેબજેબ થઈ ગ્યો તો છતાં હજુ તેની કાતિલ તેજ નજર તો કોડિયાના કિનારા પર જ ચોંટી રહેલી હતી. તેને જોઈ રાજા ભાવવિભોર થઈ ગયા.

અને પેલા બન્ને બાહુબળિયાતો ભડકા જેવા બળતા તડકામાં એવા દેખાતા જાણે ભઠ્ઠી માથી કાઢેલા શેકેલા શક્કરીયાં. પરસેવો લૂછતા તેમની તલવારો આમતેમ હવામાં જોલા ખાતી ને પહેરેલા ટોપા પણ પરસેવાને કારણે સરકીને ઉતરી જતાં, પણ બન્ને માથી એકની ખૂંખાર નજર તો કોડિયા પર ટીંગાળેલી જ રેહતી...રજાનો હુકમ હતો આખરે..,must be follow.

( રાજા વિચારવા લાગ્યા આજે એક સમાન્ય ગણાતો બ્રાહ્મણ તેના આજના ‘ટાસ્ક’ પછી મિથિલા નગરીનો સૌથી તેજસ્વી બ્રાહ્મણો માંનો એક ગણાશે, ને બાકીના વિદ્વાનો સાથે ગાદી પર બેસશે. )

અલ્બેર્ટે બે કલાક પેહલા જ્યાં જે દિશા તરફ પગ મૂકી ‘ટાસ્ક’ શરૂ કર્યું હતું તે જગ્યાએ બે કલાક પછી તેની વિરુધ્ધ દિશામાં પગ મૂકી તેને ‘ટાસ્ક’ હાશકારો લઈ પૂરું કર્યું પણ હજુ તે એવો ને એવો સ્થિર કોડિયા સાથે ચકોર પક્ષીની જેમ તીક્ષ્ણ નજરથી જોઈ રજાના શબ્દોની રાહ જોઈ રહ્યો હતો.

રાજા પણ તે જગ્યાએ આવી ઊભા રહીને કોડિયા સામે નજર કરી ચમકી ઉઠ્યા ને શૂન્યભાવે જોઈ રહી આખરે તેમણે ખુશીથી ફરકતું હાસ્ય મોઢા પર લાવી આલ્બર્ટની સામે ગર્વથી જોઈ બોલ્યા “ વાહ... શાબબ..!... શાબાશ... ” બોલતા તરતજ અટકી જઈ અલ્બેર્ટે જાણે સાપ ડંખ મારે એવી જડપે કરેલી ક્રિયા જોઈ તેમનું ગર્વથી ફરકતું હાસ્ય ખડખડાટ હસતાં બાળકમાં ફેરવાઇ ગયું.

અલ્બેર્ટે કરેલી ક્રિયા નિર્દોષ બાળક જેવી હતી. તેને શરૂથી માંડી અંત સુધી જે કોડિયામાં છલોછલ પાણી ભરેલું હતું એ તેના ‘ટાસ્ક’ દરમ્યાન એટલું અગત્યનું બની ચૂક્યું હતું કે જાણે કોડિયામાં પાણી નહીં પણ તેનો જીવ નિચોવી તેમાં છલોછલ ભરવામાં આવ્યો ન હોય એવું ‘ટાસ્ક’ પૂરું કરતાં જ રાજાના મોઢા માંથી “વાહ...શાબબ..” બસ આટલુ જ સાંભતા આલ્બર્ટનો કોડિયામાં વેડેલો જીવ સાપ ડંખ મારે એવી જડપે કોડિયાની કિનારો પર તેના સુકાઈ ગયેલા હોઠ મૂકી તડકાનું ગરમ થયેલું ‘પાણી’ ગટકાવી જઈ તરતજ જમીન પર શરીર નાખી ઢળી પડતા રાજાએ તેને ધીમેથી નીચે સુવાડ્યો,

થોડીવાર પછી આલ્બર્ટને તેના અગ્નિ-પરીક્ષા જેવા ‘ટાસ્ક’ માં સફળ થઈ ગ્યો એનો વિચાર આવતા જ તેના ભીના થયેલા હોઠ પર હળવું-આછું સંતોષકારક સ્મિત રેલાઈ ગયું. અને તેની પાછળ ઉભેલા બાહુબળિયાઓનું તો શું કેવું હવે? એમની તો રાજાના પ્રસન્નતા શબ્દો બોલ્યા એના પેલા જ વિકેટો પડી ગઈ હતી.

થોડીવાર પછી, આલ્બર્ટને પાણી પાઇ બેઠો કર્યો. ‘ટાસ્ક’ જીતવાની ખુશીના ભાવો હજુ તેના ચહેરા પર સ્પસ્ટ દેખાતા હતા. પછી તેને રાજાને પ્રણામ કરી તે જે હેતુ માટે આવ્યો હતો એ પ્રશ્ન નમ્રતાથી પૂછ્યો “ તમને જીવતે જીવ ‘વિદેહી’ કેમ કહેવાય છે? એનો જવાબ આપશો? પ્લીજ “

જનક રાજાએ પણ એની બાજુમાં બેસી ગયા ( મતલબ તેમનો રાજા હોવાનો અંહકાર મૂળે નથી જે તેમની આ ક્રિયા સ્પસ્ટ રજૂ કરે છે.), તેમણે જવાબ આપવાને બદલે પ્રશ્ન પૂછતાં બોલ્યા “ પેહલા...તો..તને મારો મહેલ કેવો લાગ્યો?...હઁ....?

અલ્બેર્ટે પ્રમાણિક્તાથી જવાબ આપતા બોલ્યો “ સાચું કહું તો, તમે મારા હાથમાં કોડિયું મૂકી, તેમાં પાણી છલોછલ ભરી ને જીવ કપાઈ જાય એવી શરતો મૂકી, છતાં એ બધીજ શરતો પાળી જે રીતે ‘ટાસ્ક’ પૂરું કર્યું છે...એતો હું જ જાણું છું, અને પાછા પેલા બાહુબળિયા જાણે સાક્ષાત યમરાજ બની જે રીતે મારી પાછળ તલવાર લઈ ગળું અલગ કરવાની રાહ જોઈ રહ્યા હોય એમ બે કલાક સુધી સાથે ને સાથે મારૂ મોત પકડી ઊભા હોય એવી પરિથિતિમાં મને મારૂ ધ્યાન કોડિયાના કિનારથી બહાર એક ટીપુએ બહાર ના જાય એમાંજ પરોવયેલું હતું મને એના સિવાય બીજું કોઈજ વસ્તુમાં રતિભાર પણ રસ કે ઈચ્છા નહતી. તે એક-એક ક્ષણે ફક્ત કોડિયામાંનું પાણી સાચવવું એના સિવાય બીજી કોઈજ વસ્તુ મહત્વની નહતી....,” થોડીક વાર થોભી શ્વાશ લઈ નિરાશ અવાજે બોલ્યો “ એટલે...એટલે..,મારી નજર તો શું...વિચાર પણ તમારા આટલા સુંદર અને અદભૂત મહેલ ઉપર જોવા ના પડી...અને...અને... જોવા જાઉં તો કોડિયા માથી એક ટપકું પણ નીચે પડે તો તો.... they’d have slayed me down and, I won’t be here in one peace. ”

આલ્બર્ટનો સુંદર જવાબ સાંભળી રાજાએ હસતાં હસતાં આલ્બટે વાળેલા ઢીચણ પર પ્રેમથી હાથ મૂકી બોલ્યા “ that’s exactly my point dear…,મારો અડધો જવાબ તો તેજ આપી દીધો...” સાંભળી આલ્બર્ટ તેમની સામે વિચારતા ચહેરે બોલવા જતાં રાજા હાથથી ઈશારો કરી તેને રોકતા બોલ્યા “ આ ‘ટાસ્ક’ દરમ્યાન તારા માટે કોડિયા માનું પાણીનું એક બુંદ પણ બહાર ના જાય એ જેટલું અગત્ય હતું એટલું અગત્ય વ્યક્તિ જ્યારે તેના સાચા સ્વરૂપને (આત્માને) આપી સભાન પણે દરેક કર્મને ‘દ્રસ્ટ્ટા ભાવે’ કરે તો પાંચેય ઇન્દ્રિયોથી થતાં કર્મના (રુણાના) બંધનથી મુક્ત થઈ જાય છે. જ્યારે માયાના બંધનમાં બંધાઈને ઓતપ્રોત થયેલા ભોગવાસીઓને તો એ વ્યક્તિ ભોગવિલાસ માણતો હોય એમ એના જેવો જ ગણે છે.”

જનક રાજાએ શોર્ટમાં example આપી હળવું નિર્દોષ સ્મિત આલ્બર્ટ તરફ રેલાવી બોલ્યા “ જેને લાલ ચશ્મા પેર્યાં હોય એને લાલ દેખાય, પીળા પેર્યાં હોય એને પીળું, લીલા પેર્યાં હોય એને....? ” ભમરો ઊંચી કરી આલ્બર્ટની સામે અધૂરો જવાબ બાળક જોડે પૂરો કરાવતા હોય એમ બોલ્યા “ લીલું..” રાજા થોડિક વાર થોભી તેનું ધ્યાન ખેચી પૂછ્યું “ પણ જેને ચશ્મા પેર્યાં જ ના હોય એને?....? “ પછી અલ્બેર્ટે જવાબ આપતા બોલ્યો “ તેને જે સાચું છે એજ દેખાય...મતલબ ‘દ્રષ્ટા ભાવે જ’ જોશે, જે અગત્યનું છે, વાસ્તવિક અને અંતિમ સુધી આવાવનું છે, “

આલ્બર્ટના મુખ માથી ‘અગત્યનું છે, વાસ્તવિક અને અંતિમ સુધી આવાવનું છે‘ સાંભળી રાજાની ખુશીને માર્યા ભાવ-વિભોર થઈ તેને ભેટી પડ્યા.

પછી જનક રાજા તેમની લાગણીઓ કાબુમાં લઈ બોલ્યા “ અને...સંભાળ “ બોલી તેને નજીક ખેંચી બોલ્યા “ હમેશા ‘દ્રષ્ટા ભાવમાં’ જ અલમસ્ત રહતો વ્યક્તિ ક્યારેય...’ તેમણે પહેલી આંગળી તેના તરફ કરી ફરી દોહરાવતા હોય તેમ બોલ્યા “.....ક્યારેય, એ વ્યક્તિ કોઈ પણ સંસારની કે બાહ્ય વસ્તુઓથી જોડાયેલો હોતો નથી...,સમય આવે તેની જરૂર પડે ત્યારે વાપરે છે પણ એના વગર બિલકુલે ‘ના જ’ ચાલે એવો મોહ કે કાટ મનમાં પણ હોતો નથી, તે એ વસ્તુને બીજી જ ક્ષણે મનથી છોડી દે છે...અને તેના કોડિયા માના પાણીમા જ મય રે છે..,means આત્મામય જ રે છે જેને બીજા શબ્દોમાં ‘આંતરમુખી‘, ‘માંહ્યલો’, કે ‘દ્રષ્ટાભાવથી’ જોવા વાળો કેવાય, આવી દ્રષ્ટિથી દેખાય ત્યારે વ્યક્તિને....” જનક રાજાએ આલ્બર્ટની સામે પાંચ તત્વોથી બનેલો ચોલો means શરીર(એક પ્રકારનું costume) તરફ બન્ને હાથની આંગળીઓ સીધી કરી બોલ્યા “ તે વ્યક્તિને તો શરીર સુધ્ધાંનો મોહ હોતો નથી....એતો બસ... હેય ને...બાકી... અંદરની મોજમાં જ મોજ કરતો હોય છે “ બોલી રાજા જેમ મદારી વાંસળી વગાળી ને સાપને ડોલાવતો હોય એમ આંખો બંધ કરી ડોલતા-ડોલતા મધુર નિર્દોષ હાસ્યે ભાવવિભોર થઈ બોલ્યા.

આવું મીઠું દ્રશ્ય જોઈને આલ્બર્ટની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા ને તે રાજાને તેના પરમ-મિત્રની જેમ બાથે પડી બન્ને ભેટી પડ્યા...

(આખી વાતચીત દરમ્યાન જનક રાજા પોતે ‘વિદેહી’ છે એવો રતિભારે અંહંકાર કર્યો કે દેખાડ્યો નહતો)

થોડીવાર પછી બન્ને છૂટા પડ્યા, જનક રાજાએ સ્વસ્થ અવાજે હળવા મજાક સાથે બોલ્યા “....અને જેને માયાથી રંગેલા ‘ડોગલા’ પેર્યાં હોય તેને તો....”

આલ્બર્ટ આંખો લૂછતા હસતાં-હસતાં બોલ્યો “...તેને તો એવા રંગનું જ વિશ્વ દેખાય છે અને એને જ સાચું માની આખી જિંદગી ભટકીને પસાર કરે છે. “

આ ભાવ-બિભોર ઘટના એટલી લાંબી ચાલી કે સાંજ પાડવાના 6 વાગવા આવ્યા હતા ને બપોરનો અંગારા જોવો બળતો સૂર્ય ત્યારે આકાશમા લાલ-નારંગી બની હળવો થઈ ગયો હતો ને તેના લીધે આછા ભૂરા આકાશમાંના આછા વાદળો નારંગી દેખાતા, ને આકાશમાં ઉડતા પક્ષીઓ કલરવ કરતાં તેના માળામાં પાછા વળતાં, આવા અદભૂત કુદરતનું જીવતું-જાગતું- ને સતત બદલાતું મન હરનારું અવર્ણીય દ્રશ્ય મને તો હમેશા કુદરતની વધુ નિકટ ખેંચી જાય છે...ખરેખર...યાયાર...

પછી બન્ને સાથે હસી ઊભા થયા ને છૂટા પડતાં જનક રાજાએ આલ્બર્ટને પીઠ ફેરવી લાલ કાર્પેટ પર જતો જોયો ને તેમણે તેની બીજી પરીક્ષા પણ લઈ દીધી, ને મનમાં વિચાર્યું “ ઈનામ લેવાનો વિચાર કે માંગણી પણ કર્યા વગર જવાબ લઈ સીધો ચાલતો થઈ ગ્યો...! આતો ખરો સંત છે..”

પછી બીજે દિવસે રાજાએ આલ્બર્ટને સંદેશો મોકલી રાજાના મહેલમાં ચિંતકો, પંડિતો અને જ્ઞાનીઓ સાથે મહેલમાં સ્થાન આપવા અને મિથિલા નગરીની શોભા વધારવા નોંતરું આપ્યું... હમેશ માટે...,

99.9% લેખ મેં મન-ઘડ્ન્ત બનાવેલો છે...જો તમને મારા જોક્સ યોગ્ય ન લાગેતો મારી નમ્ર વિનંતી છે કે આ વાર્તા ના બોધ પરજ ધ્યાન આપે...

***