સફરમાં મળેલ હમસફર ભાગ-17(અંતિમ) (348) 1.8k 4.5k 15 સફરમાં મળેલ હમસફર ભાગ - 17 (આગળ જોયું) પૂર્વી સાથે બે વર્ષ રિલેશન રાખી મિહિર પૂર્વી સાથે અપકૃત્ય કરે છે, ત્યારબાદ પૂર્વી રૌદ્ર સ્વરૂપ લઈ કાવેરી બની જાય છે, તેની સાથે થયેલા અપકૃત્યનો બદલો પૂર્વી મિહિરને મારીને લે છે, મેહુલને જ્યારે ખબર પડે છે કે જેને તે જોવા રહ્યો છે તે જિંકલ જ છે ત્યારે સમજી નહિ શકતો કે શું કરવું અંતે મેહુલ અને જિંકલના લગ્ન થાય છે, લગ્ન બાદ પણ મેહુલ કાવેરીનો સાથ આપે છે. એક સમયે મેહુલ અને કાવેરીની વાતોમાં જિંકલનો ઉલ્લેખ થાય છે અને મેહુલ કાવેરીને બધી હકીકત જણાવી દે છે સિવાય એક કે તે એક CID ઑફિસર છે, મેહુલ કાવેરીને સમજાવે છે અને કાવેરી જિંકલને મળવા તૈયાર થઈ જાય છે. *** “અને તમને પૂર્વીનો પીછો કરવાનું કોણે કહ્યું હતું?” મેહુલે પૂછ્યું. “ના બેટા એ રાજ તો રાજ જ રહેશે, મને ખબર છે તું હવે મને મારી જ નાખીશ પણ હું એ વ્યક્તિનું નામ નહિ જ આપું. ” તેણે દર્દ ભર્યા અવાજે હાસ્ય છોડ્યું. ધડામ…પાછળથી ગોળી ફૂટી, તેના કપાળમાંથી ગોળી આગળ નીકળી ગયી અને તે નીચે પટકાયો. “એ સાચું જ કહેતો હતો, એ વાત રાજ જ રહેશે. ” પૂર્વીએ બ્રિફકેસ ઉપાડ્યું અને ચાલતી થયી. “આ શું કર્યું તે પૂર્વી, તેની પાસેથી વાત જાણવાની હતી. ” પૂર્વીને જતી જોઈ મેહુલ બબડયો. “આવિજા બકા હવે કોઈ વાત નહિ. ” પૂર્વીએ પાછું ફરી કહ્યું. બંને મુંબઈ છોડી વડોદરા આવ્યા, પ્લાન મુજબ કાવેરીની માનસિક સ્થતિ સારી ન હતી એટલે તેને આ ચાર વર્ષમાં શું કર્યું તેનું કારણ આપવાની જરૂર ન હતી. હરેશભાઇએ પણ કોઈ કારણસર પૂર્વીને કંઈ પૂછ્યું નહિ અને માત્ર પિતા વાત્સલ્યના આલિંગનથી સ્વીકારી લીધી. (ક્રમશઃ) કાવેરી દુબઈથી મુંબઈ ચાલી ગયી અને મેહુલ અમદાવાદ આવી ગયો. પૂર્વી હજી જીવતી છે તે વાતની જાણ જિંકલને ન’હતી. મેહુલને હજી કાવેરી પર ભરોસો ન’હતો કે તે ઘરે આવશે, તેથી તેણે આ વાત જિંકલથી છુપાવીને રાખી હતી. મુંબઇ પહોંચતા કાવેરીને એક કોલ આવ્યો, “કાવેરી એક મર્ડર કરવાનું છે, રકમ પચ્ચીસ લાખ” સામેથી આવાજ આવ્યો. “થઈ જશે. ” પૂર્વીએ કહ્યું. ડીલ નક્કી થઈ, પૂર્વીને કવરમાં એક ફોટો અને ફાઇલ આપવામાં આવી. “મેર મેહુલ, CID ઑફિસર, ત્રણ વર્ષમાં બાર કેસ સોલ્વ, એક પણ કેસમાં ફેઈલ નહિ, શાતીર દિમાગ સાથે ખડતલ અને મજબૂત શરીર, એક સાથે ચાર વ્યક્તિને પટકવાની ક્ષમતા, એક કમજોરી ફીલિંગ્સ, કોઈ તેની સાથે સારું વર્તન કરે તો તેને છોડી દે, હાલ એક કેસ પર ત્રણ વર્ષથી કામ કરે છે…મિશન કાવેરી પર. કાવેરીને એક્સપોઝ કરી જેલના સળિયા ગણતી કરવાનું મિશન. ” કાવેરીએ લિફાફો વાંચ્યો. તસ્વીર જોઈ તો એ જ મેહુલ હતો જે કાવેરી સાથે ત્રણ વર્ષથી હતો. “કોણ મેહુલને મારવા માંગતું હશે?, મેહુલ CID ઑફિસર છે અને મારી પાછળ પડ્યો છે?” કાવેરીએ મનોમંથન કર્યું. મેહુલને કૉલ કર્યો. “મેહુલ આપણે કાલે મળીયે છીએ, એક કામ છે તારા માટે. ” કાવેરીએ કટાક્ષમાં કહ્યું. “હું મુંબઈ આવું કે તું અમદાવાદ આવે છો?” બધી વાતથી અનજાન મેહુલે પૂછ્યું. “હું જ કાલે અમદાવાદ આવું છું. ” કાવેરીએ ફોન કટ કરી નાખ્યો. મેહુલે મનમાં વિચાર્યુ ‘હવે કાવેરીને જણાવી દેવું જોઈએ કે હું એક CID ઑફિસર છું, જેમ બને તેમ વહેલા આ કેસને ક્લોઝ કરી દેવો જોઈએ, પણ રણજિતસરને શું જવાબ આપીશ?, જે સાચું છે તે કહી દઈશ. ’ મેહુલ કાલ થવાની રાહ જોવા લાગ્યો. સમય સવારના સાડા પાંચ વાગ્યે મેહુલનો ફોન રણક્યો, “મેહુલ હું પહોંચી ગયી છું, છ વાગ્યે આવીજા કાંકરિયા. ” મેહુલ તૈયાર થઈ ત્યાં પહોંચ્યો તો કાવેરી હાથમાં બે સિગરેટ રાખી ક્રશ મારતી હતી, બીજા હાથમાં ગન હતી. “અર્જ કિયા હૈ, “ખુદ સે ભી મિલ ના સકો, ઇતને ભી પાસ ન હોના, કી ખુદ સે ભી મિલ ના સકો, ઇતને ભી પાસ ન હોના, ઇશ્ક તો કરના મગર દેવદાસ ન હોના. ” કાવેરી બોલતી જતી હતી, મેહુલ પાસે આવ્યો, “આ છોકરાને આજે મારવાનો છે. ” કાવેરીએ મેહુલને કવર આપ્યું. “શું કરે છે?, ક્યાં રહે છે?, ગુનેગાર છે કે નિર્દોષ?, તને ખબરને નિર્દોષ વ્યક્તિને ન મરાય. ” મેહુલે કહ્યું. “CID ઑફિસર છે, મારા કામની વચ્ચે આવે છે તું જોઈ લે. ” કાવેરીએ કહ્યું. મેહુલે કવર ખોલ્યું તો તેમાં તેનો જ ફોટો હતો. “આ શું છે કાવેરી?” મેહુલે કહ્યું. “મને આ વ્યક્તિને મારવા માટે પચ્ચીસ લાખ મળ્યા છે, ત્રણ વર્ષથી મારો પીછો કરી રહ્યો છે તે. ” “લિસન કાવેરી હું તને કહેવાનો જ હતો પણ…. . ” મેહુલે આગળ બોલે તે પહેલાં કાવેરીએ મેહુલને લાફો ચડાવી દીધો. “પણ શું?, તારે હજી કઈ આગળ કહેવાનું છે?” કાવેરીએ કહ્યું. કઈ વિચાર્યા વિના મેહુલે કાવેરીને સામે લાફો માર્યો, “મારવો છે ને તારે મેહુલને, મારી નાખજે પહેલા મારી વાત સાંભળ પછી આગળ જે કરવું હોય તે કરી લેજે. ” મેહુલે ગુસ્સામાં કહ્યું. “હા છેલ્લા ત્રણ વર્ષથી હું તારો પીછો કરું છું, તને સજા અપાવવા નહિ, તને તારા ઘરે લઈ જવા, હું ધારેત ને તો જે દિવસે મને કેસ મળ્યો ને તે દિવસે તને સળિયા ગણતી કરી દેત, પણ તું જિંકલની બહેન છો અને તને મળ્યો તે પહેલાની મને ખબર છે તારી સાથે શું થયું છે. તારો સાથ એટલે આપ્યો કે તું જે પૂર્વી હતી તે બનીને રહે નહીં કે કાવેરી…. તને ખબર છે તારા પાછળ કેટલા લોકો છે, જો કોઇના ભી હાથમાં તું લાગી તો તારું તો નામોનિશાન ભૂંસાઈ જવાનું છે. હજી કહું છું પૂર્વી, રહેવા દે તારી પાસે સારી જિંદગી છે તો શા માટે આ રસ્તો શોધી કાઢ્યો?” “નહિ મેહુલ, તારી જેવા કેટલાય આવ્યા અને કેટલાય ગયા, કાવેરીને કોઈ બદલી શક્યું નથી અને બદલી પણ નહીં શકે. ” કાવેરીએ ગન લોડ કરતા કહ્યું. “જેવી તારી ઈચ્છા. ” મેહુલે આંખ બંધ કરી, કાવેરીએ ગન મેહુલના કપાળ પર રાખી. ખટક... ગોળી ન ચાલી, મેહુલની ધડકન વધવા લાગી, મેહુલને ખબર હતી કે પૂર્વી એવું નહિ કરે પણ હવે નક્કી નહિ, મેહુલ મનોમન ભોળાનાથને પ્રાર્થના કરવા લાગ્યો. કાવેરીએ બીજીવાર ટ્રિગર દબાવ્યું, બીજીવાર પણ ગોળી ના નીકળી, ‘ચલ તારી જોડે છેલ્લી સિગરેટ જલાવું, પછી મારી જોડે કોઈ સિગરેટ પીવા વાળું નહિ રહે. ’કાવેરીએ બે સિગરેટ જલાવી, એક મેહુલને આપી, મેહુલે એક જ ઝાટકે પુરી સિગરેટ ખેંચી લીધી. મેહુલનો હાથ ધ્રુજવા લાગ્યો, તેને કાવેરી સામે જોયું કાવેરીની આંખીમાં ખૂન્નસ હતી, મેહુલને મારવા ભૂત સવાર હતું. ‘હમમ, બકા કોઈ આખરી ખ્વાઈશ?, હું મારા ઉસુલની પાક્કી છું, આમ જ નહીં મારૂ” કાવેરીએ અટ્ટહાસ્ય છોડતા કહ્યું. “તને લાગે છે તું તારી નાની બહેન સામે તેના પતિને મારી શકીશ?” મેહુલે પૂર્વીને પાછળ ફરવા ઈશારો કર્યો, પાછળ જિંકલ ઉભી હતી. “જિંકલ…. ” પૂર્વીથી બોલાઇ ગયું, પૂર્વીને જોઈ જિંકલ સ્તબ્ધ થઈ ગઈ, તે દોડવા લાગી અને પૂર્વીને ભેટી ગયી. “જિંકલ, જિંકલ હજી તેને કઈ યાદ નહિ, રિકવર થઈ જવા દે પછી વાત કરજે. ” મેહુલે પૂર્વીને દૂર કરતા કહ્યું. “મેં જિંકલને તારી એક પણ વાત નહિ કહી પૂર્વી, એકવાર આ બધું છોડી દે, હું બધું જ ઠીક કરી દઈશ. ” મેહુલે પૂર્વીને કહ્યું. પૂર્વીની આંખમાં પશ્ચાત્તાપના આંસુ હતા, તેના હાથમાંથી ગન છૂટી ગઈ અને ત્યાં જ બેસી ગયી. જિંકલે પૂર્વીને ઉભી કરી, કારમાં બેસારી. મેહુલે શરુથી બનેલી બધી ઘટના જિંકલને સંભળાવી, જિંકલ પૂર્વીને ઝકડતી જતી હતી અને રડતી જતી હતી. આખરમાં મેહુલે પૂર્વીને પૂછ્યું , “મને મારવા માટે કોણે કહ્યું?” “રણજીતસિંહે” પૂર્વી રડમસ અવાજે બોલી. “રણજીતસિંહ?, આ રણજીતસિંહ?” મેહુલે મોબાઇલમાંથી ફોટો બતાવ્યો. “હા, આ જ રણજીતસિંહ. ” પૂર્વીએ કહ્યું. “પણ તેણે આવું શા માટે કહ્યું હશે?, તેણે જ મને આ કેસ સોંપ્યો હતો, તેણે જ મને જૉઇન કરવા કહ્યું અને તે મને શા માટે મારવા માંગતા હશે?” મેહુલે મનમાં વિચાર્યું. મેહુલ હવે થાકી ગયો હતો આ ગુંથી ઉકેલતા. મેહુલ જિંકલને ઘરે છોડી પૂર્વીને લઈ મુંબઇ જવા રવાના થયો. આજે મેહુલને ઘણું બધું જાણવા મળવાનું હતું. પૂર્વીએ રણજીતસિંહને એકાંતમાં બોલાવ્યા, “થઈ ગયું કામ, મેહુલ હવે આ દુનિયામાં નહિ” પૂર્વીએ કહ્યું. “આ તારી રકમ” એક બ્રિફકેસ આગળ ધરતા રણજીતસિંહે કહ્યું. “જે મેહુલનું મર્ડર કરવાનું કહ્યું હતું તે મારા કામ વચ્ચે પણ કાંટો બની રહ્યો હતો, આ બ્રિફકેસ મારે નહિ જોઈતી. ” પૂર્વીએ ઍટ્ટીટયૂડમાં કહ્યું. “અમસ્તા પણ તારા માટે હવે આ બધું વ્યર્થ છે કાવેરી” રણજીતસિંહે રાક્ષસી હાસ્ય સાથે કહ્યું. “શું મતલબ છે?” પૂર્વીએ કહ્યું. “મતલબ મેહુલ સાથે તારો પણ આ અંતિમ દિવસ છે, ભગવાન તારી આત્માને શાંતિ આપે. ” કહેતા રણજીતસિંહે કમરમાંથી ગન કાઢી અને પૂર્વીના કપાળ પર તાંકી, “મને શા માટે?” પૂર્વીએ પૂછ્યું. “હા જતા જતા તું સત્ય જાણતી જા, મિહિરને ઓળખે છો?, મારો એકનો એક દીકરો, તારી સાથે ત્રણ દિવસ મજા લીધી ત્યાં તે તેને મારી નાખ્યો, ચાર વર્ષથી તારા મરવાના સમાચાર સાંભળવા મારા કાન તરસી ગયા હતા અને જો આજે તું સામેથી જ આવી ગયી. ” રણજીતસિંહે કહ્યું. “તો તું એનો બાપ છો એમને, સારૂ થયુને તારી વાતોમાં આવીને મેં મેહુલને કઈ કર્યું નહિ. ” પૂર્વીએ ગન ખેંચી લીધી. પાછળથી મેહુલ એન્ટર થયો. “કેમ સર, મારી સાથે કેમ આવું કર્યું. ” મેહુલે રણજીતસિંહને એક તમાચો ચૉડી દીધો. રણજીતસિંહે પૂર્વી પર વાર કરવાની કોશશી કરી, મેહુલે અને રણજીતસિંહ વચ્ચે લડાઈ શરૂ થઈ, મેહુલે રણજીતસિંહના નાક પર એક મુક્કો માર્યો તો રણજીતસિંહ મેહુલના પેટ પર એક વાર કર્યો, મેહુલ સામે રણજીતસિંહનું કઈ ના ચાલ્યું, મિહિરનું નામ સાંભળી પૂર્વીને ફરી એકવાર જુનુંન ચડ્યું, તેણે રણજીતસિંહ તરફ ગન તાંકી એક ગોળી મારી, કમનસીબે ગોળી રણજીતસિંહના ખભા પર લાગી. “નહિ પૂર્વી, ” મેહુલે ચીસ પાડી. “મિહિરના પાપા, હવે તમારા અંતિમ સમયમાં મને એક જવાબ આપશો?, પૂર્વીની પાછળ મને કેમ રાખ્યો હતો જો તેને મારવાની જ હતી?” રણજીતસિંહે એક ઊંડો શ્વાસ છોડ્યો, “શહેર છોડી મિહિર મારી પાસે આવ્યો હતો, તેણે મને બધી જ વાતો જણાવી દીધી , મેં તેને અન્ડરગ્રાઉન્ડ કરી નાખ્યો પણ આ પૂર્વીએ તેને શોધી લીધો, ત્યારબાદ મારે પૂર્વી સાથે બદલો લેવો હતો અને મારા નસીબ જોર કર્યા, બે વ્યક્તિ મારી પાસે આવી અને પૂર્વીનો પીછો કરવા મને કહ્યું જેના માટે મારે તને તૈયાર કરવાનો હતો, હું માત્ર એક જ વર્ષ માટે CID માં રહ્યો હતો, મારા કૌભાંડ પકડાયા એટલે મને છૂટો કરી દીધો, મેં તને CID ની ખોટી લાલચ આપીને તને તૈયાર કર્યો, જેમાં મારી દીકરી અનિતા પણ શામેલ હતી. મને લાગ્યું તું પૂર્વીને પકડી પાડીશ પણ તું તો તેની જ સાઈડમાં નીકળ્યો અને મારો પૂરો પ્લાન ફેઈલ થઈ ગયો, એટલે મેં પૂર્વીને બધી હકીકત જણાવી દીધી અને મને લાગ્યું પૂર્વી ગુસ્સામાં તને મારી નાખશે અને ત્યાં પણ મારો પ્લાન ફેઈલ થયો. ” રણજીતસિંહે પોતાને જ ધૂતકારતા કહ્યું. “અને તમને પૂર્વીનો પીછો કરવાનું કોણે કહ્યું હતું?” મેહુલે પૂછ્યું. “ના બેટા એ રાજ તો રાજ જ રહેશે, મને ખબર છે તું હવે મને મારી જ નાખીશ પણ હું એ વ્યક્તિનું નામ નહિ જ આપું. ” રણજીતસિંહે દર્દ ભર્યા અવાજે હાસ્ય છોડ્યું. ધડામ…પાછળથી ગોળી ફૂટી, રણજીતસિંહના કપાળમાંથી ગોળી આગળ નીકળી ગયી અને રણજીતસિંહ નીચે પટકાયો. “એ સાચું જ કહેતો હતો, એ વાત રાજ જ રહેશે. ” પૂર્વીએ બ્રિફકેસ ઉપાડ્યું અને ચાલતી થયી. “આ શું કર્યું તે પૂર્વી, તેની પાસેથી વાત જાણવાની હતી. ” પૂર્વીને જતી જોઈ મેહુલ બબડયો. “આવિજા બકા હવે કોઈ વાત નહિ. ” પૂર્વીએ પાછું ફરી કહ્યું. બંને મુંબઈ છોડી વડોદરા આવ્યા, પ્લાન મુજબ કાવેરીની માનસિક સ્થતિ સારી ન હતી એટલે તેને આ ચાર વર્ષમાં શું કર્યું તેનું કારણ આપવાની જરૂર ન હતી. હરેશભાઇએ પણ કોઈ કારણસર પૂર્વીને કંઈ પૂછ્યું નહિ અને માત્ર પિતા વાત્સલ્યના આલિંગનથી સ્વીકારી લીધી. *** સમય સાંજના છ વાગ્યાનો, મેહુલ પૂર્વીને વડોદરા છોડી અમદાવાદ આવી ગયો, આજે તે ખુશ હતો કારણ કે ભલે CID ઑફિસર ન રહ્યો પણ અજાણતા તેણે એક કેસ સોલ્વ કર્યો હતો, હવે પછી બધો સમય જિંકલ અને રુદ્ર સાથે પસાર કરવાનો હતો. મેહુલ ગેટની અંદર પ્રવેશ્યો તો સામે ભરતભાઇ અને નિલાબેન ગાર્ડનમાં હસીમજાક કરી રહ્યા હતા, મેહુલને આવતો જોઈ બંને ખુરશી પરથી ઉભા થઇ ગયા, મેહુલનો ચહેરો જ તેના હાવભાવ કહી રહ્યો હતો, સંતોષના સ્મિત સાથે મેહુલ બગીચામાં પ્રવેશ્યો. “આવી ગયો બેટા?” નિલાબેને કહ્યું. મેહુલે નિલબેનને પગે લાગ્યો, “હા મમ્મી હું આવી ગયો!!!” ભરતભાઇએ પણ પોતાના હાથ લંબાવી મેહુલને આમંત્રણ આપ્યું. મેહુલે તેના પાપાનું આમંત્રણ સ્વીકાર્યું અને બંને ભેટી પડ્યા, ભરતભાઈને મેહુલની સફળતાની જાણ થઈ ગઈ હોય તેમ તે મેહુલની પીઠ થાબડતા હતા. “અંદર જિંકલ રાહ જોઈને બેઠી છે. ” ભરતભાઈએ હાસ્ય રેલતા કહ્યું. વાતાવરણ ગમગીનમાંથી હાસ્ય તરફ રેળાતું ગયું. મેહુલ બ્લશીંગ કરતો કરતો અંદર ગયો. મેહુલના ગયા પછી, ભરતભાઈએ સેલફોન હાથમાં લીધો અને એક કૉલ લગાવ્યો, “હરિયા, મિશન પૂરું થયું. ” સામેથી એ જ આવાજ પાછો આવ્યો, “હા, ભરતા મિશન સફળતા પૂર્વક પૂરું થયું. ” બંને સફળતાનાં નશામાં જુમવા લાગ્યા અને ચાર વર્ષ પહેલાં ઘડેલ પ્લાનને અંતે અંજામ મળી ગયું. મેહુલને યાદ કરી ભરતભાઇ મંદ મંદ હસી રહ્યા હતા. *** (ચાર વર્ષ પહેલાં) જ્યારે પૂર્વી સાથે એ ઘટના બની ત્યારે ઘરનો માહોલ તણાવભર્યો હતો, કોઈ કોઈની સાથે વાત કરવા તૈયાર ન’હતું, મીડિયાવાળા હરેશભાઈના ઘરની બહાર ડેરો નાખીને બેઠા હતા, બસ એક જ સવાલ, “પૂર્વી સાથે આવું કોણે કર્યું?, પૂર્વીની હાલત નાજુક છે કે નહિ?” પોતાની TRP વધારવા સૌ નવી-નવી કહાની બનાવી રજૂ કરતા હતા, ત્યારે પૂર્વીએ હરેશભાઇને આવીને કહ્યું, “પાપા મને માફ કરજો, મારા કારણે તમારી આબરૂ જાય છે. ” ત્યારે હરેશભાઇએ આવેગમાં આવી કહ્યું હતું, “નહિ પૂર્વી, તારા લીધે નહિ પેલા મિહિરને લીધે અને જ્યારે મિહિર મરશે ત્યારે જ મારી ખોવાયેલી આબરૂ પાછી આવશે. ” “પપ્પા, હું આ મહોલથી વધુ ડિસ્ટર્બ થાઉં છું, હું અહી રહેવા નહિ માંગતી, હું માસીના ઘરે જાઉં છું સાપુતારા, જ્યારે હું બેટર ફિલ કરીશ ત્યારે હું પાછી આવી જઈશ. ” પૂર્વીએ તેના પાપા સામે પ્રસ્તાવ રાખ્યો. હરેશભાઇએ સમજીને પૂર્વીને જવાની મંજૂરી આપી દીધી. રાત્રે પૂર્વી પેકીંગ કરતી હતી ત્યારે તે ફોન પર કોઈક સાથે વાત કરતી હતી, “હું અહીંથી નીકળું છું, તમે મિહિરને શોધી રાખજો, મારા પાપાની આબરૂનો સવાલ છે, તેને મરવું જ પડશે. ” આ વાત દરવાજા પાછળ ઉભેલા હરેશભાઇ સાંભળી ગયા, છતાં તેણે પૂર્વીને જવા દીધી. પૂર્વીના ગયા પછી એક મહિનામાં મિહિરનું મર્ડર થયાના સમાચાર આવ્યા, હરેશભાઇને અંદેશો આવી ગયો હતો કે પૂર્વી હવે કાબુમાં નહીં તેથી સમસ્યાનું નિરાકરણ કરવા તેના નાનપણના દોસ્ત ભરતભાઈને મળવા અમદાવાદ આવ્યા, બંને વચ્ચે કલાકો સુધી વાત થઈ અને અંતે ભરતભાઈએ સુજાવ આપ્યો, “હરેશ, અત્યારે તું પૂર્વીને કંઈપણ કહીશ તે તારી વાત નહિ સમજે અને અત્યારે તે જે કંઈ કરી રહી છે તે સાચું જ કરી રહી છે, જો અત્યારે તું તેને સંભાળવા જઈશ તો તેને એમ લાગશે કે તેની સાથે એવું થયું એટલે તું તેની ચિંતા કરે છે અને જો તે જાતે જ ઉભી થશે તો આગળ જતાં તેને જ લાભ છે. ” “હું એક પિતા છું ભરત, તેને આમ એકલી કેમ રહેવા દઉં?, ” હરેશભાઇએ રડમસ અવાજે કહ્યું. “હું ક્યાં કહું છું એકલી રહેવા દે, કોઈને તેની પાછળ રાખ ધ્યાન રાખવા જે પૂર્વીની બધી માહિતી તને આપી શકે. ” ભરતભાઈએ કહ્યું. “અને એ પણ મિહિર નીકળ્યો તો?” હરેશભાઇએ કહ્યું. “એક કામ કરીએ, તારી જિંકલનો સંબંધ મારા મેહુલ જોડે કરવાનો જ છે, મારો એક બિઝનેસ પાર્ટનર છે જે CID ના એક ઑફિસરનો મિત્ર છે તેની ભલામણથી આપણે મેહુલને CID જોઈન કરાવી, પૂર્વી પર નજર રાખવા કહીશું, મેહુલ સાથે જિંકલને પણ મોકલીએ મુંબઈ, ત્યાં બંને વચ્ચે પ્રેમ થશે અને આપણે તેને જણાવ્યા વિના તેના લગ્નની વાત કરીશું, જેથી બંનેમાંથી કોઈને આપણા પર શંકા ના થાય. ” ભરતભાઇ પ્લાન ઘડી કાઢ્યો. “હા પણ મેહુલને કેમ મનાવીશ તું?” હરેશભાઈએ પૂછ્યું. “તેની ચિંતા તું શું કામ કરે છો?, હું તેનો બાપ છું અને તેની રગ રગથી વાકેફ છું. ” ભરતભાઈએ કહ્યું. “તું જલ્દી તારા પાર્ટનરનો કોનેક્ટ કર મને પૂર્વીની ચિંતા થાય છે. ” હરેશભાઈએ કહ્યું. પછીના દિવસે બંને ભરતભાઇના પાર્ટનર થ્રુ રણજીતસિંહના કોન્ટેક્ટમાં આવ્યા અને બધો પ્લાન સમજાવી દીધો. છેલ્લે ભરતભાઈએ મેહુલના દોસ્ત રણવીરને આ પ્લાનમાં ઇનવોલ્વ કર્યો, મેહુલને મુંબઇ જવા માટે, રણવીરને સલાહ આપવા જણાવવામાં આવ્યું. અંતે એ દિવસ પણ આવી ગયો જયારે ભરતભાઈએ દિલ પર પથ્થર રાખી મેહુલને તમાચો માર્યો અને પ્લાન અમલમાં આવ્યો. *** સામેથી એ જ આવાજ પાછો આવ્યો, “હા, ભરતા મિશન સફળતા પૂર્વક પૂરું થયું. ” બંને સફળતાનાં નશામાં જુમવા લાગ્યા અને ચાર વર્ષ પહેલાં ઘડેલ પ્લાનને અંતે અંજામ મળી ગયું. મેહુલને યાદ કરી ભરતભાઇ મંદ મંદ હસી રહ્યા હતા. મેહુલ રૂમ આવ્યો તો રુદ્ર હોમવર્ક કરી રહ્યો હતો અને જિંકલ રસોઈ બનાવી રહી હતી, મેહુલે રુદ્રને તેડી લીધો અને છાતી સરસો ચાંપી લીધો. “શું થયું પાપા?” રુદ્રએ પૂછ્યું. “ના બેટા કઈ નહિ થયું, સૉરી હું તારી સાથે સમયના વિતાવી શક્યો. ” મેહુલની આંખોમાં પિતાનું વાત્સલ્ય ટપકતું હતું. “ઇટ્સ ઑકે પાપા, મેં તમને માફ કલ્યું” રુદ્રએ મેહુલના ગાલ પર એક પપ્પી ભરી. “હવે એવું નહિ થાય હો બેટા, હવે તારા પાપા તારી સાથે જ રહેશે. ” મેહુલે કહ્યું. “ઑકે, પાપા. ” રુદ્ર નીચે ઉતરી હોમવર્કમાં લાગી ગયો. જિંકલને રસોઈ બનાવતા જોઈ મેહુલે મજકિયા મૂડમાં કહ્યું, “અજી, સુનતી હો આપકે પતિ ઘર આયે હૈ. ” “આઇયે આપક હી ઇંતજાર થા. ” જિંકલ રસોડામાંથી બોલી, મેહુલ અંદર ગયો, જિંકલના બંને હાથ ગંદા હતા, તેણે બંને હાથ મેહુલના ખભા પર રાખ્યા, “કોઈ દીવાના કહેતા હૈ, કોઈ પાગલ સમજતા હૈ.,, મગર ધરતી કી બેચેની તો બસ બાદલ સમજતા હૈ.,, તું મુજસે દૂર કેસા હૈ, મેં તુજસે દૂર કેસી હું.., યે તેરા દિલ સમજતા હૈ યા મેરા દિલ સમજતા હૈ. ” જિંકલે કુમાર વિશ્વાસની કવિતા ફૂલ ફીલિંગ સાથે મેહુલને સંભળાવી અને આગળ બોલી, “બહોત દેર કરદી આતે આતે. ” “ક્યાં કરે કામ હી કુછ એસા થા” મેહુલે જિંકલના કમર પર બંને હાથ રાખ્યા, જિંકલને ઊંચકી લીધી. “જિંકલ આજ પછી કઈ નહીં, હું તું અને આપણી ફેમેલી” “હવે તો હું પણ તારા પર અધિકાર જતાવીશ, પેલી ભૂમિ જેમ ખર્ચો કરાવીશ ચાલશે ને?” મેહુલના નાક પર લોટ લગાવતા જિંકલે કહ્યું. “તારા માટે બધું ચાલશે બકુ” મેહુલે કહ્યું. પલભર માટે વાતાવરણ શાંત થઈ ગયું, મેહુલે જિંકલની આંખોમાં આંખ પરોવી, જિંકલે પણ મેહુલની આંખોથી આંખ મેળવી, “મેહુલ એક વાત પૂછવી હતી પૂછું?” જિંકલે મેહુલના કાન પાસે જઈ પૂછ્યું. “હા બોલોને જાનેમન, હવે તો તમારું જ સાંભળવાનું છે અમારે” “ધારી લે આજે રાત્રે આપણે બંને રાતના અગિયાર વાગ્યે, આપણા બગીચામાં બેઠા છીએ. મમ્મી-પપ્પા અને રુદ્ર સુઈ ગયા છે. મોટા ઝાડના થડ નીચે, બંને ટેકો રાખી બેઠાં છીએ, મારુ માથું તારા ખભા પર છે, હું તારા હાથની આંગળીઓ સાથે રમી રહું છું, બધી લાઈટો બંધ છે માત્ર થોડે દુર દિવા જેવો પીળો પ્રકાશ આપણા બંનેના ચહેરા પર આછો આછો પડી રહ્યો છે, હું તને બાહોમાં ઝકડતી જઉં છું અને તું પણ સામે તેવો જ પ્રતિભાવ આપે છો, ધીમેથી હું તને કાનમાં ‘I Love You' કહું તો તું શું કરે?” મેહુલે જિંકલના મસ્તક પર એક કિસ કરી અને કહ્યું, “જિંકલ મારી પહેલી ખ્વાઈશ હતી કે હું જેને પ્રેમ કરું તેના મસ્તક પર પહેલી કિસ કરું પણ તે મને પહેલી કિસ કરી મારી ખ્વાઈશને ખ્વાઈશ જ બનાવી રાખી. ” “હજી એક વાર ધારી લે આપણી બંનેની પહેલી મુલાકાત થાય છે, મને ખબર નહિ તારો સ્વભાવ કેવો છે, હું અંદરથી ડરી રહી છું, તું મને પહેલી ડેટ માટે કાંકરિયા લઈ જા છો, હું એટલી નર્વસ છું કે તારી સાથે વાત પણ નહિ કરી શકતી, તે ધીમેથી મારો હાથ પકડ્યો, મેં મારી આંખ બંધ કરી દીધી, હવે બોલ તું શું કરીશ?” મેહુલે જિંકલના હોઠ પર હોઠ રાખી દીધા, “પણ તું પહેલી મુલાકાતમાં મસ્તક પર કિસ કરવાનો હતો ને?” જિંકલે મેહુલને મુક્કો મારતા કહ્યું. “અરે બકુ, આપણે થોડા આ જન્મમાં મળ્યા છીએ?, આપણે તો જન્મોજન્મના હમસફર છીએ. ” મેહુલ જિંકલને વાતોમાં ફસાવવા લાગ્યો. “હજી એક વાર ધારી લે….. ” જિંકલ આગળ બોલવા જતી હતી ત્યાં મેહુલે જિંકલના હોઠ પર આંગળી રાખી દીધી, “યાર આ બધું વર્ણન કરવાનું કામ મારુ છે, તું કઈ લેખક નહીં હો!” ફરી જિંકલે આંખો બંધ કરી, મેહુલ અને જિંકલ સમયનું ભાન ભૂલી એકબીજામાં ખોવાઈ ગયા. (સમાપ્ત) એક…એક મિનિટ આગળ શું થયું તે જાણવું નહિ? ચૌદ વર્ષ પછી રુદ્રએ વિશ વર્ષ પુરા કર્યા, રાબેતા મુજબ રુદ્ર સાડા છ વાગ્યે ઉઠીને ક્રિકેટ રમવા ચાલ્યો ગયો અને તે આજે ઘણો ખુશ હતો, કારણ જ એવું હતુ.. ગયી રાત્રે એક કંપની સાથે મોટી ડિલ થઈ હતી જેનાથી તેના પપ્પાની કંપનીને અઢળક નફો થવાનો હતો. ક્રિકેટ રમી આઠ વાગ્યે ઘરે પહોંચી રુદ્ર હાથમાં કૉફીનો મગ લઇ ડિલના પેપર્સ ચેક કરી રહ્યો હતો. અચાનક તેના પાપાના રૂમમાંથી કોઈ રાડો પાડતું હોય તેવો આવાજ સંભળાયો “તેને આ ડિલ કરવાની શું જરૂર હતી, મેં કહ્યું હતું કર્મચારીને આટલા લાડ લડાવવાની જરૂર નથી, માત્ર કહીએ તો પણ કામ કરી આપે પણ આપણા શહઝાદાએ કાલે કર્મચારી માટે મનોરંજનનો અલગ ડિપાર્ટમેન્ટ શરુ કરવા ડિલ કરી અને તેમાં કેટલો ખર્ચ થશે તેની તમને જરા સુદ્ધા પણ ખબર છે??” મેહુલ તેની પત્ની જિંકલ પર ગુસ્સો કરતા બરાડા પાડતો હતો. રુદ્ર હસ્યો અને મનમાં બોલ્યો, “આ બધું તો સાંભળેલું છે, લાગે છે હવે પાપા મને પણ લાફો મારશે. ” Be Continue…. તો અહીં સફરમાં મળેલ હમસફરની સફર પુરી થાય છે, કેવી રહી સફર?, હું સૌનો આભારી છું જે રીતે વાંચકોએ અને મંતવ્યકારોએ મને પ્રતિસાદ આપ્યો છે. શરૂઆતમાં ઘણાં લોકોનું એવું માનવું હતું કે આ મારી ખુદની કહાની છે, તેઓને આજે હું જણાવી દઉં કે આ કહાની કાલ્પનિક પણ નથી અને સાચી પણ નથી. મારી આજુબાજુમાં જેવી ઘટના બનતી રહી, તે ઘટનાનું નિરીક્ષણ કરી તેને એક ક્રમમાં ગોઠવતા પુરી કહાની બની ગયી છે, કદાચ મારી સ્ટોરી લખવાની રીત જ એ છે કે હું નાની-નાની વાતોને એકઠી કરી રજૂ કરું છું અને મને તેમાં જ મજા આવે છે. ખેર એ તો બીજી વાત છે, હવે તમારું કામ શરૂ થાય છે, કહાની કેવી લાગી અને કોઈ જગ્યાએ કહાની છૂટતી જતી હતી?, જો હા તો કઈ જગ્યાએ? તમારા અભિપ્રાય આપવાનું ભૂલતા નહિ હો. THANK YOU, ~Mer Mehul Contact info - 9624755226 *** ‹ Previous Chapter સફરમાં મળેલ હમસફર ભાગ-16 › Next Chapter સફરમાં મળેલ હમસફર ભાગ-18 Download Our App Rate & Review Send Review Fahim Raj 2 months ago Sneha Patel 2 months ago Sandip Dudani 3 months ago Jigar Shah 3 months ago Suresh Prajapat 3 months ago More Interesting Options Short Stories Spiritual Stories Novel Episodes Motivational Stories Classic Stories Children Stories Humour stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Social Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Mer Mehul Follow Shared You May Also Like સફરમાં મળેલ હમસફર ભાગ-1 by Mer Mehul સફરમાં મળેલ હમસફર ભાગ-2 by Mer Mehul સફરમાં મળેલ હમસફર ભાગ-3 by Mer Mehul સફરમાં મળેલ હમસફર ભાગ-4 by Mer Mehul સફરમાં મળેલ હમસફર ભાગ-5 by Mer Mehul સફરમાં મળેલ હમસફર ભાગ-6 by Mer Mehul સફરમાં મળેલ હમસફર ભાગ-7 by Mer Mehul સફરમાં મળેલ હમસફર ભાગ-8 by Mer Mehul સફરમાં મળેલ હમસફર ભાગ-9 by Mer Mehul સફરમાં મળેલ હમસફર ભાગ-10 by Mer Mehul