Part-2 Lok Geeto in Gujarati Poems by MB (Official) books and stories PDF | Part-2 Lok Geeto

Featured Books
Categories
Share

Part-2 Lok Geeto


લોકગીતો

ભાગ-૨

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•મા-બાપને ભુલશો નહિ

•માણેસ, તું મરોય

•માથે મટુકી મહીની ગોળી

•માના નોરતાં આવ્યાં

•મારી માતા ની તોલે કોઈ ના’વે

•મારી વેણીમાં ચાર ચાર ફૂલ

•મારી સગી નણંદના વીરા

•મારૂં વનરાવન છે રૂડું

•મારે ઘેર આવજે માવા

•મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે

•માલમ મોટાં હલેસાં તું માર

•મીઠી માથે ભાત

•મુને કેર કાંટો વાગ્યો.

•મૈયારણ (કચ્છી લોકગીત)

•મોરબીની વાણિયણ

•મોરલી તો ચાલી રંગ રૂસણે

•રંગ ડોલરિયો

•રસિયા પાટણ શહેરને પાદર

•રાતું રાતું ગુલાબડીનું ફૂલ રે

•રાધકા રંગભીની

•રામદે પીરનો હેલો

•રામની વાડીમાં રામ આવીને ઊંતર્યા

•રૂખડ બાવા

•રૂખડબાવા તું હળવો હળવો

•રૂડી ને રંગીલી

•રૂમઝૂમતી રમવા નીસરી રે

•રૂમાલ મારો લેતા જજો !

•રે મૂવા છેતરીને લાવ્યો

•લવિંગ કેરી લાકડીએ

•લાલ લાલ ચુંદડી

•લીંપ્યું ને ગૂંપ્યું મારૂં આંગણું રે

•લેવો છે સંન્યાસ શિવજીને

•વગડાની વચ્ચે વાવડી

•વનમાં ચાંદલિયો ઊંગ્યો રે

•વનમાં બોલે ઝીણા મોર

•વનરાવન મોરલી વાગે છે

•વહુએ વગોવ્યાં મોટા ખોરડાં

•વાત બહાર જાય નહીં

•વાદલડી વરસી રે

•વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા

•વેલ્યું છૂટિયું રે વીરા

•શરદ પુનમની રાતડી

•સરવણની કથા

•સાગ સીસમનો ઢોલિયો

•સાત ભાઈઓ ને એક બેનડી

•સાયબા મુને મુંબઈમાં

•સાયબા, હું તો ત્રાંબાની હેલ્યે પાણી

•સાહ્યબા સડક્યું બંધાવ

•સૂપડું સવા લાખનું

•સૈયર મેંદી લેશું રે

•સોનલ ગરાસણી

•સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી

•સોના વાટકડી

•સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ

•હમ્બો હમ્બો વિંછૂડો

•હરિ તારા નામ છે હજાર

•હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

•હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

•હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ

•હું તો કાગળિયાં લખી લખી થાકી

•હું તો લહેરિયું રે ઓઢી

•હે મારી શેરીએથી કાનકુંવર

મા-બાપને ભુલશો નહિ

ભુલો ભલે બીજુ બધુ મા-બાપને ભૂલશો નહિ,

અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ.

પથ્થર પૂજ્યાં પ્રુથ્વિ તણા, ત્યારે દીઠું તમ મુખડું.

એ પુનિત જનનાં કાળજાં, પત્થર બની છુંદશો નહિ.

કાઢી મુખેથી કોળીયાં,મ્હોમાં દઈ મોટા કર્યા,

અમ્રૂત તણા દેનાર સામે,ઝેર કદી ઉગળશો નહિ.

લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા,

એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહિ.

લાખો કમાતા હો ભલે, મા-બાપ જેનાથી ના ઠર્યા,

એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ.

સંતાનની સેવા ચાહે, સંતાન છો સેવા કરો,

જેવું કરો તેવું ભરો,એ ભાવના ભૂલશો નહિ.

ભીને સૂઈ પોતે અને સુકે સુવાડયા આપને,

એ અમિમય આંખને, ભુલીને ભિંજવશો નહિ.

પુષ્પો બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર,

એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ,

એના પુનિત ચરણો તણી, ચાહના કદી ભૂલશો નહિ.

માણેસ, તું મરોય

માણેસ, તું મરોય, મ કર આંખ્યો રાતિયા, કુળમાં લાગે ખોય, મરતાં મા ન સંભારિયે.

તરવરિયા તોખાર,હઈયું ન ફાટ્‌યું હંસલા;મરતાં રા’ખેંગાર ગામતરાં ગુજરાતનાં.

રે, સાબર શિંગાલ, એક દિન શિંગાળાં હતાં; મરતાં રા’ખેંગાર ભવનાં ભીલાં થઈ રહ્યાં.

કાંઉ કેંગરછ મોર, ગોખે ગરવાને ચઢી ? કાપી કાળજ કોર, પિંજર દાઝ્‌યો પાણિયે.

સ્વામી ! ઊંઠો સૈન્ય લઈ, ખડગ ધરો ખેંગાર; છત્રપતિએ છાઈઓ ગઢ જૂંનો ગિરનાર.

વાયે ફરકે મૂછડી, રમણ ઝબૂકે દંત; જુઓ પટોળાંવાળીઓ, લોબડીવાળીનો કંથ.

ઊંતર્યાં ગઢ ગિરનાર, તનડું આવ્યું તલાટિયે; વળતાં બીજી વાર.દામોદર કુંડ નથી દેખવો.

ચંપા તું કાં મોરિયો? થડ મેલું અંગાર; મોહોરે કળિયું માણતો, માર્યો રા’ખેંગાર.

ઊંંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે, મરતાં રા’ખેંગાર રંડાલો રાણકદેવડી.

ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો? મરતાં રા’ખેંગાર, ખરેડી ખાંગો નવ થિયો.

મ પડ મારા આધાર,ચોસલાં કોણ ચડાવશે? ગયા ચઢાવણહાર, જીવતા જાતર આવશે.

પાણીને પડતે કહો તો કૂવા તો ભરાવિયે, માણેરાં મરતે શરીરમાં સરણાં વહે.

માથે મટુકી મહીની ગોળી

માથે મટુકી મહીની ગોળી

હું મહિયારણ હાલી રે ગોકુળમાં

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને સસરાજી મળિયા હો

મને લાજું કાઢવાની ઘણી હામ રે ગોકુળમાં

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને સાસુજી મળિયા

મુને પગે પડવાની ઘણી હામ રે ગોકુળમાં

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને જેઠજી મળિયા

મુને ઝીણું બોલ્યાની ઘણી હામ રે ગોકુળમાં

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને જેઠાણી મળિયા

મુને ઠેકડી કરવાની ઘણી હામ રે ગોકુળમાં

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને જેઠાણી મળિયા

મુને ઠેકડી કરવાની ઘણી હામ રે ગોકુળમાં

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને દેરજી મળિયા

મુને હસ્યા બોલ્યાની ઘણી હામ રે ગોકુળમાં

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને નણદી મળિયા

મુને માથું ગૂંથ્યાની ઘણી હામ રે ગોકુળમાં

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મુને પરણ્‌યોજી મળિયો

મુને મોઢું મલકાવવાની ઘણી હામ રે ગોકુળમાં

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

માના નોરતાં આવ્યાં

ઘર ઘર તોરણીયાં બંધાવો, ઘર દીવડા પ્રગટાવો,

માના નોરતાં આવ્યાં.

આભલેથી ઊંતરી અંબા અવનિએ આવ્યાં,

ગરબે ઘૂમતી ગોરીઓના ગરબા સોહાવ્યા,

માના નોરતાં આવ્યાં.

ઘર સાથિયા પૂરાવો, ઘર ઘર ફૂલડાં પથરાવો,

માના નોરતાં આવ્યાં.

ટપકીયાળી ચૂંદડીમાં, મા શોભે ઝળહળતા,

કંકણ રત્ન, જડાવ ને બાંહે બાજુબંધ બિછિયાં,

માના નોરતાં આવ્યાં.

ઘરઘર દીવડા પ્રગટાવો, ઘરઘર તોરણિયાં બંધાવો,

માના નોરતાં આવ્યાં.

ઝાંઝર ઝણકે કંકણ રણકે, તાલી દેતાં તાલમાં,

ગળે એકાવન હાર ને, દામણી શોભે ભાલમાં,

માના નોરતાં આવ્યાં.

ગરબે ઘૂમે રૂમે ઝૂમે મા, ગોરીઓની સાથમાં,

ગરબા ગાતાં મન હરખાયે, આ નવલી નવરાતમાં,

માના નોરતાં આવ્યાં.

ઘર સાથિયા પૂરાવો, ઘર ઘર ફૂલડાં પથરાવો,

માના નોરતાં આવ્યાં.

ઘરઘર દીવડા પ્રગટાવો, ઘરઘર તોરણિયાં બંધાવો,

માના નોરતાં આવ્યાં.

ઘર ઘર તોરણીયાં બંધાવો, ઘર દીવડા પ્રગટાવો,

માના નોરતાં આવ્યાં.

મારી માતા ની તોલે કોઈ ના’વે

મોટર,બસ ને બલુનમાં પણ પ્રથમ પૈસા પડાવે (૨)

પણ કેડમાં બેસાડી માતા મોરી (૨)આ સૃષ્ટિની સફર કરાવે.

-જગતમાર્ં

મારી વેણીમાં ચાર ચાર ફૂલ

મારી વેણીમાં ચાર ચાર ફૂલ,

અંબોડલે સોહે, સોહામણી ઝૂલ

પહેલું ફૂલ, જાણે મારા સસરાજી શોભતા

જાણે પેલું મોગરાંનું ફૂલ

એની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડો

ગંભીરને સૌમાં અતુલ

મારી વેણીમાં ચાર ચાર ફૂલ,

અંબોડલે સોહે, સોહામણી ઝૂલ

બીજું ફૂલ, જાણે મારા સાસુજી આકરા

જાણે પેલું સૂર્યુમુખી ફૂલ

સૂરજ ઉગતાની સાથે માંડતુ એ મ્હેકવા

સાંજ સુધી કાઢતું એ ભૂલ

મારી વેણીમાં ચાર ચાર ફૂલ,

અંબોડલે સોહે, સોહામણી ઝૂલ

ત્રીજું ફૂલ, જાણે મારી નણંદ પેલી નાનકી

જાણે પેલું ચંપાનું ફૂલ

જ્યારે જુઓ ત્યારે ખીલ્યું ને ફાલ્યું

મસ્તીમાં રહેતું મશગૂલ

મારી વેણીમાં ચાર ચાર ફૂલ,

અંબોડલે સોહે, સોહામણી ઝૂલ

ચોથું ફૂલ, જાણે મારા હૈયાના હારનું

જાણે પેલું રાતરાણી ફૂલ

દિવસેના બોલે એ મોટાના માનમાં

રાતડીએ બોલે બૂલબૂલ

મારી વેણીમાં ચાર ચાર ફૂલ,

અંબોડલે સોહે, સોહામણી ઝૂલ.

મારી સગી નણંદના વીરા

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો,

રૂમાલ મારો લેતા જાજો, કે દલ દેતા જજો,

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.

લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જજો,

એ લેતા જજો, કે દલ તમારૂં દેતા જજો,

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.

ઓલ્યા વાણિયાના હાટનો લીલો રૂમાલ,

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.

ઉતારા આલીશ ઓરડા, રૂમાલ મારો લેતા જજો,

મેડી મોલાત્યું માણશું કે રૂમાલ મારો લેતા જજો.

ભોજન આલીશ લાડવા, રૂમાલ મારો લેતા જજો,

તને પીરસું સાકરિયો કંસાર, રૂમાલ મારો લેતા જજો.

નાવણ આલીશ કૂંડિયું, એ રૂમાલ મારો લેતા જજો,

ઝિલણિંયાં તળાવ જાઈશું, રૂમાલ મારો લેતા જજો,

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.

મારૂં વનરાવન છે રૂડું

એ મારૂં વનરાવન છે રૂડું

વૈકુંઠ નહિ રે આવું

એ મારૂં વનરાવન છે રૂડું

વૈકુંઠ નહિ રે આવું

એ નહિ આવું વાં નંદજીના લાલ રે

વૈકુંઠ નહિ રે આવું

બેસીને રેવું ને ટગ ટગ જોવું

બેસીને રેવું ને ટગ ટગ જોવું

નહિ ખાવું કે મારે નહિ રે પીવું

ઓ નંદજીના લાલ રે

વૈકુંઠ નહિ રે આવું

કે મારૂં વનરાવન છે રૂડું

વૈકુંઠ નહિ રે આવું

સરગના લોક તો છે અતિ કૂડાં

સરગના લોક તો છે અતિ કૂડાં

વાંથી વન્જના ચોક મારે રૂડાં

ઓ નંદજીના લાલ રે

વૈકુંઠ નહિ રે આવું

એ મારૂં વનરાવન છે રૂડું

વૈકુંઠ નહિ રે આવું

એ રે વિશે બે નોળિયા હતાં જો

એ રે વિશે બે નોળિયા હતાં જો

એને સતવર મેલ્યા જો ને કાઢી

ઓ નંદજીના લાલ રે

વૈકુંઠ નહિ રે આવું

એ મારૂં વનરાવન છે રૂડું

વૈકુંઠ નહિ રે આવું

એ સરગથી જો ને અમને સોહામણું

અમને માનવને મૃત્યલોક રે

પણ ઈમાં મોટી વાતું દોહ્યલી

વળી પાછો મરણ વિજોગ

મારે ઘેર આવજે માવા

મારે ઘેર આવજે માવા

કાલ સવારે ઢેબરૂં ખાવા

બાજરી કેરૂં ઢેબરૂં કરૂં ને

તળતાં મૂકું તેલ

આથણું પાપડ કાચરી ને

ઉપર દહીંનું દડબું છેલ

મારે ઘેર આવજે માવા

કાલ સવારે ઢેબરૂં ખાવા

મારે આંગણ વાડિયું માવા

ચોખલિયાળી ભાત

ઊંનો ઊંનો પોંક પાડું ને

આપું સાકર સાથ

મારે ઘેર આવજે માવા

કાલ સવારે ઢેબરૂં ખાવા

હરિ બંધાવું હીંચકો ને

હીરલા દોરી હાથ

હળવે હળવે હીંચકો નાખું

તમે પોઢો દીનાનાથ

મારે ઘેર આવજે માવા

કાલ સવારે ઢેબરૂં ખાવા

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,

મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,

જનાવર જીવતાં ઝાલ્યાં રે,

મોર ક્યાં બોલેપ..મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે

મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે,

મોર ક્યાં બોલે...મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે

મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે,

મોર ક્યાં બોલે...મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

માલમ મોટાં હલેસાં તું માર

માલમ મોટાં હલેસાં તું માર,

મારે જાવું મધદરિયાની પાર

મેણું માર્યું છે મને ભાભલડીએ,

દે’ર આળહનો સરદાર;

હે... ભાઈ કમાય ને ભાઈ ઘોડલાં ખેલવે,

એનો બળ્યો અવતાર રે...માલમ

મીઠી માથે ભાત

ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ

ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ

સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ

ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ

નવાણ છે નવ કોશનું ફરતા જંગી ઝાડ

રોપી તેમાં શેલડી વધ્યો રૂડો વાઢ

પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ

મીઠી ઉમર આઠની બહેન લડાવે લાડ

શિયાળો પુરો થતા પાક્યો પુરો વાઢ

વાઘ,શિયાળ,વરૂ તણી રહેતી વગડે રાડ

કેળ સમી સૌ શેલડી ઝુકી રહી છે ઝુંડ

રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભુંડ

ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર

બાવળના નથબૂતડી તુર્ત કર્યા તૈયાર

સોંપ્યું સાથી સર્વને બાકી બીજું કામ

સાધન ભેળું સૌ થવા તવા તાવડા ઠામ

પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ

રોંઢા વેળા ગઈ વહી પડતું ટાઢું ભાત

કહે મા : મીઠી ળે હવે ભાત આપું

કીકો લાવ મારી કને જા તું બાપું

હજી ઘેર આતા નથી તું જ આવ્યા

ભૂખ્યા એ હશે વાઢ કામે થકાયા

ભલે લાવ બા જાઉં હું ભાત દેવા

દીઠા છે કદી તે ઉગ્યા મોલ કેવા

મીઠી કેળ શી શેલડી તો ખવાશે

દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે

કહી એમ માથે લઈ ભાત ચાલી

મૂકી માર્ગ ધોરી ટૂંકી વાટ ઝાલી

વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ

ગણે ન કાટા કાંકરા દોડે જ્યમ મૃગ બાળ

ડુંગર ઝાડી ગીચમાં કોડે કુદતી જાય

સામો વાઢ ઝઝૂમતો જોતા તે હરખાય

હમણાં વાડી આવશે હમણાં આપું ભાત

એમ અધિક ઉતાવળી દોડી મળવા તાત

બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ

થપાટ પાછળથી પડી બાળા થઈ બેહાલ

ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં જકડાઈ

મીઠી બાળા મોતના પંજામાં સપડાઈ

વાઘ ઉપાડી ક્યાં ગયો? કુદરતમાં કકળાટ

વૃક્ષ ઉભા વિલા બધા સૂની બની સૌ વાટ

સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર

રાત રડે છે રાનમાં આંસુડે ચોંધાર

પહોંચી ઘર પાંચો કરે મીઠી મીઠી સાદ

મારે તો મોડું થયું રોંઢો ન રહ્યો યાદ

પટલાણી આવી કહે મોકલી છે મેં ભાત

મળી નથી તમને હજી ? રોકાણી ક્યાં રાત ?

મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ

કહા ગોત કરવી હવે ?ગઈ હશે પગવાટ

બની ગયા એ બાવરા બંને મા ને બાપ

ગયા તુર્ત ને ગોતવા કરતાં કાઈ સંતાપ

નભથી ચાંદો નીરખી વિલાપ ફિક્કે મુખ

ઝાંખા સરવે ઝાડવા દારૂણ જાણે દુઃખ

મીઠી-મીઠી પાડતા બુમ ઘણી મા બાપ

જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ

વળતા આગળ પગ મહી અટવાયું કઈ ઠામ

તે તો ઘરની તાંસળી ભાત તણું નહિ ઠામ

ખાલી આ કોણે કરી ? હસે સીમના સ્વાન

મીઠી કાં મેલી ગઈ ? બોલે નહિ કઈ રાન

વળી પગે અટવાય છે ઝરડું નીચે જોય

મીઠી કેરી ઓઢણી પોકે-પોકે રોય

હા મીઠી તું ક્યાં ગઈ? આં શું ઝમે રૂધિર

ઉત્તર એનો નાં મળે બધુંય વિશ્વ બધિર

નિરાશ પાછા એ વળ્યા કરતા અતિ કકળાટ

મીઠી-મીઠી નામથી રડતા આખી વાટ

વાઢ ગયો વેચાઈને વીતી ગઈ છે વાત

તોપણ દેખા દે કદીમીઠી માથે ભાત.

મુને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ !

વાવડીના પાણી ભરવા ગ્યાં’તા

મુને કેર કાંટો વાગ્યો. હાં કે રાજ !

વડોદરાના વૈદડા તેડાવો,

મારા કાંટડિયા કઢાવો,

મુને પાટડિયા બંધાવો; મુને કેર કાંટો વાગ્યો. હાં કે રાજ !

ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહિ પાથરણાં પથરાવો,

આડા પડદલા બંધાવો; મુને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ !

ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો,

મારા ધબકે ખંભા દુઃખે; મુને કેર કાંટો વગ્યો.

આંગણિયેથી ગાવલડીને કાઢો,

એના વલોણાંને સોતી;

મુને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ !

સસરાજીને ચોવટ કરવા મેલો,

મુને ઘૂંઘટડા કઢાવો;

મુને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ ! નણંદડીને સાસરિયે વળાવો,

એના છોરૂડાં ને સોતી, મુને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ !

ફળિયામાંથી પડોશણને કાઢો,

એના રેંટિયાને સોતી,

મુને કેર કાંટો વાગ્યો.

મૈયારણ (કચ્છી લોકગીત)

લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,

અંજો ચોટલો કારો નાગ, મુકે મોહિની લગી રે

અંજે કન જેડા કુંડળ મુકે કનમેં ખપે રે

અંજે મોતી જો શણગાર મુકે મોહિની લગી રે

લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,

અંજે ડોક જેડી માળા મુકે ડોકમેં ખપે રે

અંજે હીરે જો શણગાર મુકે મોહિની લગી રે

લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,

અંજે હથ જેડા કંકણ મુકે હથમેં ખપે રે

અંજે સોનેજો શણગાર મુકે મોહિની લગી રે

લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,

અંજે પગ જેડાં ઝાંઝર મુકે પગમેં ખપે રે

અંજે ચાંદીજો શણગાર મુકે મોહિની લગી રે

લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,

અંજે ભય જેડા ચણિયા મુકે કેડમેં ખપે રે

અંજે આભલેજો શણગાર મુકે મોહિની લગી રે

લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,

અંજો ચોટલો કારો નાગ, મુકે મોહિની લગી રે

મોરબીની વાણિયણ

મોરબીની વાણિયણ

કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊંજળી થાય

મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય

આગળ રે મોરબીની વાણિયણ

પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય

એ... કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલ

હે તારા બેડલાંના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર

રહેવા દ્યો ને મોરબીના રાજા

નથી કરવા મૂલ

મારે રે બેડલિયે તારા ઘોડલાં ડૂલ

એ... કહે રે વાણિયાણી તારી ઈંઢોણીના મૂલ

હે તારી ઈંઢોણીના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર

રહેવા દ્યો ને મોરબીના રાજા

નથી કરવા મૂલ

મારી રે ઈંઢોણીમાં તારા હાથીડાં ડૂલ

એ... કહે રે વાણિયાણી તારા અંબોડાના મૂલ

હે તારા અંબોડાના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર

રહેવા દ્યો ને મોરબીના રાજા

નથી કરવા મૂલ

મારા રે અંબોડે તારા રાજ થાય ડૂલ

એ... કહે રે વાણિયાણી તારા પાનિયુંના મૂલ

હે તારી પાનિયુંના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર

રહેવા દ્યો ને મોરબીના રાજા

નથી કરવા મૂલ

મારી રે પાનિયુંમાં તારૂં માથું થાય ડૂલ

કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊંજળી થાય

મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય

મોરલી તો ચાલી રંગ રૂસણે

હં ! હં અં ! હોવે!

હું તો મારે મૈયર જઈશ, રંગ મોરલી!

મોરલી તો ચાલી રંગ રૂસણે રે !

કોણ મનાવવા જાય, રંગ મોરલી?

જાશે સસરો એકલા રે!

"તમારી વારી હું નહીં રે વળું રે!

હં ! હં અં ! હોવે!

હું તો મારે મૈયર જઈશ, રંગ મોરલી!

મોરલી તો ચાલી રંગ રૂસણે રે !

કોણ મનાવવા જાય, રંગ મોરલી?

જાશે જેઠજી એકલા રે!

"તમારી વારી હું નહીં રે વળું રે!

હં ! હં અં ! હોવે!

હું તો મારે મૈયર જઈશ, રંગ મોરલી!

મોરલી તો ચાલી રંગ રૂસણે રે !

કોણ મનાવવા જાય, રંગ મોરલી?

જાશે દે’ર જી લાડકા રે!

"તમારી વારી હું તો નહીં રે વળું રે!

હં ! હં અં ! હોવે!

હું તો મારે મૈયર જઈશ, રંગ મોરલી!

મોરલી તો ચાલી રંગ રૂસણે રે !

કોણ મનાવવા જાય, રંગ મોરલી?

જાશે પરણ્‌યો પાતળા રે !

"તમારી વાળી હું તો ઝટ રે વળું રે

હં ! હં અં ! હોવે!

હું તો મારે મૈયર નહીં જાઉં, રંગ મોરલી!

રંગ ડોલરિયો

એક ઝાડ માથે ઝૂમખડું,

ઝૂમખડે રાતાં ફૂલ રે,

ભંવર રે રંગ ડોલરિયો.

એક ગોખ માથે ભાભલડી,

ભાભીના રાતા રંગ રે.. ભંવર.

એક બેન માથે ચૂંદલડી,

ચૂંદલડીએ રાતી ભાત રે.. ભંવર.

એક માંચી બેઠા સાસુજી,

સાસુની રાતી આંખ રે.. ભંવર.

એક ઓરડે ઊંભા જેઠાણી,

એને સેંથે લાલ સિંદુર રે.. ભંવર.

એક મેડી માથે દેરાણી,

એના પગમાં રાતો રંગ રે.. ભંવર.

એક ફળિયા વચ્ચે નણદલડી,

એનાં પગલાં લાલ હીંગોળ રે.. ભંવર

એક ઢોલિયો પોઢ્‌યા પ્રીતમજી,

એના ઢોલિયાનો રંગ રાતો રે... ભંવર

એક દરિયા કાંઠે સેજલડી,

સેજલડીએ રંગ હીંડોળ રે... ભંવર.

રસિયા પાટણ શહેરને પાદર

રસિયા પાટણ શહેરને પાદર

પારસ પીપળો રે લોલ

રસિયા તીયાં રે બંધાવો

હાલણ હીંચકો રે લોલ

રસિયા તીયાં રે હીંચકીએ

આપણ બેઉ જણાં રે લોલ

રસિયા હીંચકડો તૂટ્‌યો ને

પડિયા બેઉ જણાં રે લોલ

રસિયા અમને રે વાગ્યું ને

તમને ઘણી ખમ્મા રે લોલ

રસિયા રીંસે ભરતી બોલું કે

તમને ઘણી ખમ્મા રે લોલ

રસિયા તમને તે પરણાવું

વાણિયણ વેવલી રે લોલ

રસિયા પાણીની ભરનારી

વાણિયણ વેવલી રે લોલ

રસિયા તમને તે પરણાવું

ગામ ગરાસણી રે લોલ

રસિયા ચાકળડે બેસનારી

ગામ ગરાસણી રે લોલ

રસિયા કિયો તો પરણાવું

નાગર ભનમણી રે લોલ

રસિયા રસોઈની કરનારી

નાગર ભનમણી રે લોલ

રસિયા પાટણ શહેરને પાદર

વાણીડાના હાટ છે રે લોલ

રસિયા ત્યાંથી તે વોરો રે

નવરંગ ચૂંદડી રે લોલ

રસિયા ચૂંદલડી ઓઢ્‌યાના

અમને કોડ ઘણા રે લોલ

રસિયા પાટણ શહેરને પાદર

મણિયારાના હાટ છે રે લોલ

રસિયા ત્યાંથી તે ઊંતરાવો

નવરંગ ચૂડલો રે લોલ

રસિયા ચૂડલડો પહેર્યાની

અમને હોંશ ઘણી રે લોલ

રસિયા પાટણ શહેરને પાદર

સોનીડાના હાટ છે રે લોલ

રસિયા ત્યાંથી તે ઘડાવો

ઝાલ ઝૂમણાં રે લોલ

રસિયા ઝાલ ઝૂમણાં પેર્યાની

અમને ખંત ઘણી રે લોલ

રસિયા પીપળિયાની ડાળે

બાંધ્યો હીંચકો રે લોલ

રસિયા ઈ હીંચકડે ઝૂલીએ

આપણ બેઉ જણાં રે લોલ

રાતું રાતું ગુલાબડીનું ફૂલ રે

રાતું રાતું ગુલાબડીનું ફૂલ રે

ગુલાબમાં રમતી’તી

હે ગુલાબમાં રમતી’તી

રાતું રાતું ગુલાબડીનું ફૂલ રે

ગુલાબમાં રમતી’તી

હે ગુલાબમાં રમતી’તી

હે મારો હહરો ઑણે આયા

ગુલાબમાં રમતી’તી

હે ગુલાબમાં રમતી’તી

હે એ તો વેલડું જોડી આયા

ગુલાબમાં રમતી’તી

હે ગુલાબમાં રમતી’તી

હું તો વેલડીએ બેહી નૈ જાઉં

હું તો વેલડીએ બેહી નૈ જાઉં

ગુલાબમાં રમતી’તી

હે ગુલાબમાં રમતી’તી

રાતું રાતું ગુલાબડીનું ફૂલ રે

ગુલાબમાં રમતી’તી

હે ગુલાબમાં રમતી’તી

હે મારો જેઠજી ઑણે આયા

ગુલાબમાં રમતી’તી

હે ગુલાબમાં રમતી’તી

હે એ તો ઘોડલીએ બેહી આયા

ગુલાબમાં રમતી’તી

હે ગુલાબમાં રમતી’તી

હું તો ઘોડલીએ બેહી નૈ જાઉં

હું તો ઘોડલીએ બેહી નૈ જાઉં

ગુલાબમાં રમતી’તી

હે ગુલાબમાં રમતી’તી

રાતું રાતું ગુલાબડીનું ફૂલ રે

ગુલાબમાં રમતી’તી

હે ગુલાબમાં રમતી’તી

હે મારો નણદોઈ ઑણે આયા

ગુલાબમાં રમતી’તી

હે ગુલાબમાં રમતી’તી

હે એ તો સાંઢણીએ બેહી આયા

ગુલાબમાં રમતી’તી

હે ગુલાબમાં રમતી’તી

હું તો સાંઢણીએ બેહી નૈ જાઉં

હું તો સાંઢણીએ બેહી નૈ જાઉં

ગુલાબમાં રમતી’તી

હે ગુલાબમાં રમતી’તી

હે મારો પરણ્‌યો ઑણે આયા

ગુલાબમાં રમતી’તી

હે ગુલાબમાં રમતી’તી

હે ફૂલ રાતું ગુલાબડીનું લાયા

ગુલાબમાં રમતી’તી

હે ગુલાબમાં રમતી’તી

હું તો ઝટ એની ભેળી જાઉં રે

હું તો ઝટ એની ભેળી જાઉં રે

ગુલાબમાં રમતી’તી

હે ગુલાબમાં રમતી’તી

રાતું રાતું ગુલાબડીનું ફૂલ રે

ગુલાબમાં રમતી’તી

હે ગુલાબમાં રમતી’તી

હે ગુલાબમાં રમતી’તી

હે ગુલાબમાં રમતી’તી

રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની

તારા માથાનો અંબોડો હો રાધકા રંગભીની જાણે છૂટ્‌યો તેજીનો ઘોડો હો રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની

તારી આંખ્યુંનાં ઉલાળા હો રાધકા રંગભીની જાણે દરિયાનાં હીલોળા હો રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની

તારા નાકડિયાની દાંડી હો રાધકા રંગભીની જાણે દીવડીએ શગ માંડી હો રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની

તારા હાથની હથેળી હો રાધકા રંગભીની જાણે બાવલપરની થાળી હો રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની

તારા હાથની આંગળિયું હો રાધકા રંગભીની

જાણે ચોળામગની ફળિયું હો રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની

તારા પેટડિયાનો ફાંદો હો રાધકા રંગભીની

જાણે ઊંગ્યો પૂનમચાંદો હો રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની

તારા વાસાંના વળાંકો હો રાધકા રંગભીની

જાણે સરપનો સડાકો હો રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની

રામદેવ પીરનો હેલો

હેઈ... હે જી રે...

હે... રણુજાના રાજા

અજમલજીના બેટા

વીરમદેના વીરા

રાણી હેતલના ભરથાર

મારો હેલો સાંભળો

હો... હો... જી

હો જી રે મારો હેલો સાંભળો જી

હેઈ... હેલો મારો સાંભળો

રણુજાના રાય

હુકમ કરો તો પીર

જાત્રાયું થાય

મારો હેલો સાંભળો

હો... હો... જી

હો જી રે મારો હેલો સાંભળો જી

હે... હે... હે જી રે...

હે... વાણિયો ને વાણિયણે

ભલી રાખી ટેક

પુત્ર ઝૂલે પારણે તો

જાત્રા કરશું એક

મારો હેલો સાંભળો

હો... હો... હોજી

હો જી રે મારો હેલો સાંભળો જી

હે... વાણિયો ને વાણિયણ

જાત્રાએ જાય

માલ દેખી ચોર

એની વાંહે વાંહે જાય

મારો હેલો સાંભળો

હો... હો... હોજી

હો જી રે મારો હેલો સાંભળો જી

હે... હે જી રે...

હે... ઊંંચી ઊંંચી ઝાડિયું ને

વસમી છે વાટ

બે હતા વાણિયા ને

ત્રીજો થયો સાથ

મારો હેલો સાંભળો જી

હો... હો... હોજી

હો જી રે મારો હેલો સાંભળો જી

હે... હે જી રે...

ઊંંચા ઊંંચા ડુંગરા ને

વચમા છે ઢોલ

મારી નાખ્યો વાણિયો ને

માલ લઈ ગયા ચોર

મારો હેલો સાંભળો

હો... હો... હોજી

હો જી રે મારો હેલો સાંભળો જી

હે...

હે... ઊંભી ઊંભી અબળા

કરે રે પોકાર

સોગટે રમતા પીરને

કાને ગયો સાદ

મારો હેલો સાંભળો

હો... હો... હોજી

હો જી રે મારો હેલો સાંભળો જી

હે લીલુડો છે ઘોડલો ને

હાથમાં છે તીર

વાણિયાની વહારે ચઢ્‌યા

રામદે પીર

મારો હેલો સાંભળો

હો... હો... હોજી

હો જી રે મારો હેલો સાંભળો જી

હેઈ... હેલો મારો સાંભળો

રણુજાના રાય

હુકમ કરો તો પીર

જાત્રાયું થાય

મારો હેલો સાંભળો

હો... હો... જી

હો જી રે મારો હેલો સાંભળો જી

હે...

હે... ઊંઠ ઊંઠ અબળા

ગઢમાં તું જો

ત્રણે ભુવનમાંથી

શોધી લાવું ચોર

મારો હેલો સાંભળો

હો... હો... હોજી

હો જી રે મારો હેલો સાંભળો જી

હે... ભાગ ભાગ ચોરટા

તું કેટલેક જઈશ

વાણિયાનો માલ તું

કેટલા દહાડા ખઈશ

મારો હેલો સાંભળો

હો... હો... હોજી

હો જી રે મારો હેલો સાંભળો જી

હે... રણુજાના રાજા

અજમલજીના બેટા

વીરમદેના વીરા

રાણી હેતલના ભરથાર

મારો હેલો સાંભળો

હો... હો... જી

હો જી રે મારો હેલો સાંભળો જી

હે... આંખે કરૂં આંધળો ને

ડીલે કાઢું કોઢ

દુનિયા જાણે

પીર રામદેવનો ચોર

મારો હેલો સાંભળો

હો... હો... હોજી

હો જી રે મારો હેલો સાંભળો જી

લાયજાનો વાણિયો ને

ભલી રાખી ટેક

રણુંજા શહેરમાં વાણિયે

પહેરી લીધો વેશ

મારો હેલો સાંભળો

હો... હો... હોજી

હો જી રે મારો હેલો સાંભળો જી

હેઈ... હેલો મારો સાંભળો

રણુજાના રાય

હુકમ કરો તો પીર

જાત્રાયું થાય

મારો હેલો સાંભળો

હો... હો... જી

હો જી રે મારો હેલો સાંભળો જી

હે... રણુજાના રાજા

અજમલજીના બેટા

વીરમદેના વીરા

રાણી હેતલના ભરથાર

મારો હેલો સાંભળો

હો... હો... જી

હો જી રે મારો હેલો સાંભળો જી

રામની વાડીમાં રામ આવીને ઊંતર્યા

રામની વાડીમાં રામ આવીને ઊંતર્યા રે,

રામને શાનાં બેસણ દેશું, હે રામ !

કાયા વાડી રે રામે દાડમી.

રામની વાડીમાં જમરાનાં ઝાડ રે,

રામે વેડયાં છે દાડમ દરાખ, હો રામ !

કાયા વાડી રે રામે દાડમી.

ભાઈનો પાદર લગી રે સગો છોકરો રે !

ભાઈનું સ્મશાન લગી સગું કુટુંબ, હો રામ !

કાયા વાડી રે રામે દાડમી.

ભાઈની સોનલા કેરી ચિહા સીંચાઈ,

ભાઈની રૂપલા કેરી કાયા બળે, હો રામ !

કાયા વાડી રે રામે દાડમી.

ભાઈનો સોનલા કેરો ધુમાડો રે,

ધુમાડો તો જાય રે આકાશ, હો રામ !

કાયા વાડી રે રામે દાડમી.

રૂખડ બાવા

રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો,

એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો... રૂખડ બાવા...

જેમ ઝળૂંબે કંઈ ધરતી માથે આભ જો,

એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો... રૂખડ બાવા...

જેમ ઝળૂંબે કંઈ કૂવાને માથે કોસ જો,

એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો... રૂખડ બાવા...

જેમ ઝળૂંબે કંઈ મોરલી માથે નાગજો,

એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો... રૂખડ બાવા...

જેમ ઝળૂંબે કંઈ બેટાને માથે બાપ જો,

એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો... રૂખડ બાવા...

રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો,

એજી ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.

રૂખડબાવા તું હળવો હળવો

રૂખડબાવા તું હળવો હળવો હાલ જો

ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

જેમ ઝળૂંબે કંઈ ધરતી માથે આભ જો

ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

જેમ ઝળૂંબે કંઈ કૂવાને માથે કોસ જો

ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

જેમ ઝળૂંબે કંઈ મોરલી માથે નાગ જો

ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

જેમ ઝળૂંબે કંઈ બેટાને માથે બાપ જો

ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

રૂખડબાવા તું હળવો હળવો હાલ જો

ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

રૂડી ને રંગીલી

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

આ વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો

આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ

આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો

આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ

આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો

આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊંભા રે લોલ

આ કેડો મેલો પાતળિયા ભગવાન જો

આ સાસુડી હઠીલી મારી નરદમ મેણાં બોલશે રે લોલ

આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો

આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ

જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો

આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ

આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો

આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

રૂમઝૂમતી રમવા નીસરી રે

ક્હાન ! ત્હારે તળાવ, ક્હાન ! ત્હારે તળાવ,

રૂમઝૂમતી રમવા નીસરી રે

રમવા નીસરી રે, રમવા નીસરી રે;

ક્હાન ! ત્હારે તળાવ, શુદ્ધ બુદ્ધ સર્વે વિસરી રે :

ક્હાન ! ત્હારે તળાવ, રમવા નીસરી રે

રમવા નીસરી રે, રમવા નીસરી રે;

ક્હાન ! ત્હારે તળાવ, નાથ કેરી નથની વિસરી રે : ક્હાન !

રમવા નીસરી રે, રમવા નીસરી રે;

ક્હાન ! ત્હારે તળાવ, કાન કેરાં કુંડલ વિસરી રે : ક્હાન !

રમવા નીસરી રે, રમવા નીસરી રે;

ક્હાન ! ત્હારે તળાવ, હાથ કેરાં કંકણ વિસરી રે : ક્હાન !

રમવા નીસરી રે, રમવા નીસરી રે;

ક્હાન ! ત્હારે તળાવ, કેડ કેરો કંદોરો વિસરી રે : ક્હાન !

રમવા નીસરી રે, રમવા નીસરી રે;

ક્હાન ! ત્હારે તળાવ, પગ કેરાં ઝાંઝર વિસરી રે : ક્હાન !

રૂમાલ મારો લેતા જજો !

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો,

રૂમાલ મારો લેતા જજો, કે દલ દેતા જજો,

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !

લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જજો,

એ લેતા જજો, કે દલ તમારૂં દેતા જજો,

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !

ઓલ્યા વાણિયાના હાટનો લીલો રૂમાલ,

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !

ઉતારા આલીશ ઓરડા, રૂમાલ મારો લેતા જજો,

મેડી મોલાત્યું માણશું કે રૂમાલ મારો લેતા જજો - મારી સગી...

ભોજન આલીશ લાડવા, રૂમાલ મારો લેતા જજો,

તને પીરસું સાકરિયો કંસાર, રૂમાલ મારો લેતા જજો - મારી સગી...

નાવણ આલીશ કુંડિયું, એ રૂમાલ મારો લેતા જજો,

બિલણિયા તળાવ જાઈશું, રૂમાલ મારો લેતા જજો !

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !

રે મૂવા છેતરીને લાવ્યો

એલા તું તો કેતો’તો મારે મોટા મોટા બંગલા

ઘેર આવીને જોયું ત્યારે ઝૂંપડી મળે નહિ

તારા ટાંટીયા તોડું રે

તારા ડેબા ભાંગુ રે

તારો ઓટલો કૂટું રે

તારો લાડવો વાળું રે

રે મૂવા છેતરીને લાવ્યો

અલ્યા તું તો કેતો’તો મારે મોટર ને ગાડીયું

ઘેર આવીને જોયું ત્યારે સાઈકલ મળે નહિ

તારા ટાંટીયા તોડું રે

તારા ડેબા ભાંગુ રે

તારો ઓટલો કૂટું રે

તારો લાડવો વાળું રે

રે મૂવા છેતરીને લાવ્યો

એલા તું તો કેતો’તો મારે ભગરી ભેહું દૂઝે

ઘેર આવીને જોયું ત્યારે બકરી મળે નહિ

તારો ઓટલો કૂટું રે

તારા ડેબા ભાંગુ રે

તારો લાડવો વાળું રે

તારૂં ચુરમું ચોળું રે

રે મૂવા છેતરીને લાવ્યો

એલ્યા તું તો કેતો’તો મારે ખેતર ને વાડિયું

ઘેર આવીને જોયું ત્યારે શેઢો મળે નહિ

તારા ટાંટીયા તોડું રે

તારા ડેબા ભાંગુ રે

તારો ઓટલો કૂટું રે

તારો લાડવો વાળું રે

રે મૂવા છેતરીને લાવ્યો

એલા તું તો કેતો’તો ખાવા મેવા મીઠાયું

ઘેર આવીને જોયું તો કુશકી મળે નહિ

તારા ટાંટીયા તોડું રે

તારા ડેબા ભાંગુ રે

તારો ઓટલો કૂટું રે

તારો લાડવો વાળું રે

રે મૂવા છેતરીને લાવ્યો

અલ્યા તું તો કેતો’તો દૈશ કાંબી ને કડલાં

ઘેર આવીને જોયું તો વીંટી મળે નહિ

તારા ટાંટીયા તોડું રે

તારા ડેબા ભાંગુ રે

તારો ઓટલો કૂટું રે

તારો લાડવો વાળું રે

રે મૂવા છેતરીને લાવ્યો

અલ્યા તું તો કેતો’તો મારે હીરના ચીર છે

ઘેર આવીને જોયું તો પોતડી મળે નહિ

તારા ટાંટીયા તોડું રે

તારા ડેબા ભાંગુ રે

તારો ઓટલો કૂટું રે

તારો લાડવો વાળું રે

રે મૂવા છેતરીને લાવ્યો

અલ્યા તું તો કેતો’તો મારે વાસણના ઢગલા

ઘેર આવીને જોયું તો તાવડી મળે નહિ

તારા ટાંટીયા તોડું રે

તારા ડેબા ભાંગુ રે

તારો ઓટલો કૂટું રે

તારો લાડવો વાળું રે

રે મૂવા છેતરીને લાવ્યો

લવિંગ કેરી લાકડીએ

લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો!

ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઈશ જો !

તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઈશ જો !

તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઈશ જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઈશ જો !

તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઈશ જો !

રામ ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઈશ જો !

તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઈશ જો !

રામ ! તમારે બોલડિયે હું આકાશવીજળી થઈશ જો !

તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઈશ જો !

રામ ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઈશ જો !

તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઈશ જો !

લાલ લાલ ચુંદડી

લાલ લાલ ચુંદડી રંગાવ મારી માડી

સોનાનું કંકણુ ઘડાવ રે,

ઘેરદાર ઘાઘરો મંગાવ મારી માડી

સેંથે સિંદુર ભરાવ રે!

બારણીયે ઊંભા મારા સસરાજી

હસી હસી દીકરી વળાવ;

જેમ જંગલનાં પંખી રે માડી

વ્હાણું વાતાં ઊંડી જાય રે;

તેમ પરાઈ થઈ દીકરી

દેશ પરાયે જાય રે!

નનો વીરો મરો રોકે રે પાલખી

આંસુના ઝરણા વહાવી રે,

બાપુને ધીરજ ધરાવ મરા વીરા

જેણે મને કીધી પરાઈ રે!

લીંપ્યું ને ગૂંપ્યું મારૂં આંગણું રે

લીંપ્યું ને ગૂંપ્યું મારૂં આંગણું રે

પગલીનો પાડનાર દ્યોને રન્નાદે

વાંઝિયાં મે’ણાં માતા દોહ્યલાં

દળણાં દળીને હું ઊંભી રહી

કુલેરનો માગનાર દ્યોને રન્નાદે

વાંઝિયાં મે’ણાં માતા દોહ્યલાં

મહીડાં વલોવીને હું ઊંભી રહી

માખણનો માગનાર દ્યોને રન્નાદે

વાંઝિયાં મે’ણાં માતા દોહ્યલાં

પાણીડાં ભરીને હું તો ઊંભી રહી

છેડાનો ઝાલનાર દ્યોને રન્નાદે

વાંઝિયાં મે’ણાં માતા દોહ્યલાં

રોટલાં ઘડીને હું તો ઊંભી રહી

ચાનકીનો માગનાર દ્યોને રન્નાદે

વાંઝિયાં મે’ણાં માતા દોહ્યલાં

ધોળો ધફોયો મારો સાડલો રે

ખોળાનો ખૂંદનાર દ્યોને રન્નાદે

વાંઝિયાં મે’ણાં માતા દોહ્યલાં

લેવો છે સંન્યાસ શિવજીને

લેવો છે સંન્યાસ શિવજીને લેવો છે સંન્યાસ

શિવજી છોડી ચાલ્યા કૈલાસજી

- શિવજીને લેવો છે

ગંગા સાથે પાર્વતીને થઈ ગઈ તકરારજી

કાર્ત્િાક ગણેશ ગુસ્સે થયાં ને કોપી ઉઠ્‌યાં કિરતાર

- શિવજીને લેવો છે

કૈલાસવાસી કાશી આવ્યા લેવાને સંન્યાસજી

હરતાં ફરતાં પહોંચી આવ્યા ગંગાજીને ઘાટ

- શિવજીને લેવો છે

વાત સુણી વિષ્ણુ દોડયા આવ્યાં કાશી મોજારજી

હરિને દેખી હર દોડયાં, ભેટ્‌યાં ભીડી બાથજી

- શિવજીને લેવો છે

પ્રભુએ પૂછ્‌યું ક્યાંથી પધાર્યાં? કેમ છો ભોળાનાથજી

ગંગા, પાર્વતી, ગણેશ નંદી કેમ નથી કોઈ સાથજી?

- શિવજીને લેવો છે

શરમાઈને શિવજી બોલ્યાં શું કહું પ્રભુ વાતજી

સુખ નથી સંસારમાં, મારે લેવા આવ્યો સંન્યાસજી

- શિવજીને લેવો છે

વ્હાલ કરીને વિષ્ણુ બોલ્યાં કરીને દિલડાંની વાતજી

દુઃખ તમારૂં દૂર કરવા કરશું કૈક વિચારજી

- શિવજીને લેવો છે

કહે શિવજી સુણો સ્વામી મારે છે બે નારજી

એક તો માથે ચઠીને બેઠી બીજી આઘે ન જાયજી

-શિવજીને લેવો છે

પાર્વતીને પ્રેમ કરૂં તો ગંગા ગુસ્સે થાયજી

જોર કરીને મારી જટાઓ ખેંચે બીજી ખેંચે રૂંડમાળજી

- શિવજીને લેવો છે

કાર્ત્િાક કેરો મયુર મારો નાગને ખાવા ધાયજી

ઉંદર ભાગે નાગને દેખી, ગણેશ ગુસ્સે થાયજી

- શિવજીને લેવો છે

સિંહ શૂરો પાર્વતીનો ગરજે દિવસ ને રાતજી

મસ્તક દોલે ગણેશજીનું મારો નંદી નાસી જાયજી

- શિવજીને લેવો છે

કોને રીઝવું કોને વારૂં રોજની રમખાણજી

માફ કરોને શ્રી હરિ મને અપાવો સંન્યાસજી

- શિવજીને લેવો છે

મુખ મલકાવી બોલ્યાં વિષ્ણુ સુણો શિવજી વાતજી

હું અને તમે બેઉ સરખા મારે પણ બે નારજી

-શિવજીને લેવો છે

મારાં દુઃખની વાત સાંભળો પછી કરીયે વિચારજી

નહીંતર આપણ બન્ને લઈશું સાથે રે સંન્યાસજી

- શિવજીને લેવો છે

બબ્બે નાર મારે છે પણ એકે ન આવે કામજી

ઘરમાં જાઉં ત્યારે હોય ન હાજર મનમાં મુંઝવણ થાયજી

- શિવજીને લેવો છે

લક્ષ્મી ચંચળ, ચાલતી ફરતી ભૂદેવી ઊંભી ન થાયજી

સસરાનાં ઘરમાં રહેવું મારે કોઈને ન કહેવાયજી

-શિવજીને લેવો છે

ઉપરાણું લઈને મારે ઉછાળા સાગરનાં ઘરમાંયજી

શેષનાગની શૈયા મારી ડગમગ ડોલા ખાયજી

-શિવજીને લેવો છે

વાહન મારો ગરૂડ એવો શેષને ખાવા ધાયજી

એકબીજા પૂર્વનાં વેરી રોજનાં ઝગડા થાયજી

- શિવજીને લેવો છે

સુખ દુઃખ તો હોય સંસારે લખ્યાં લલાટજી

દેવ આપણે દુઃખથી ડરીયાં તો માનવીનું શું થાયજી?

-શિવજીને લેવો છે

વાત સુણી વિષ્ણુ કેરી હર હસ્યાં શિવરાયજી

તમે પધારો ક્ષીર સાગરમાં હું જાવું કૈલાસજી

-શિવજીને નથી લેવો

બન્ને દેવો પાછા વળીયા કરીને દિલડાની વાતજી

અમુલખ દેવના દેવથી પણ છૂટ્‌યો નહી સંસારજી

- શિવજીને નથી લેવો સંન્યાસજી

વગડાની વચ્ચે વાવડી

વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી

દાડમળી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે

પગમા લકક્ડ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી

પાઘલડીના તાણા રાતાચોળ, રાતાચોળ સેપ..વગડાનીપ..

આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલે , ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે,

ઈશાની વાયરો વિંજણું ઢોળે, ને વેરી મન મારૂં ચડયું ચકડોળે

નાનું અમથુ ખોરડું ને, ખોરડે જુલે છાબલડી

છાબલડીના બોરા રાતાચોળ, રાતાચોળ સેપ.વગડાનીપ..

ગામને પાદર રૂમતા ને ઝુમતા નાગરવેલના રે વન સે રે

તીર્થ જેવો સસરો મારો, નટખટ નાની નંણદ સે રે

મૈયર વચ્ચે માવડી ને, સાસર વચ્ચે સાસલડી

સાસલડીના નયના રાતાચોળ, રાતાચોળ સેપ..વગડાનીપ..

એક રે પારેવડું પિપળાની ડાળે બીજું રે પારેવડું સરોવર પાળે

રૂમઝુમ રૂમઝુમ જોડલી હાલે નેણલા પરોવી ને નેણલા ઢાળે

સોના જેવો કંથડો ને હું સોનાની વાટકળી

વાટકળી માં કંકુ રાતાચોળ, રાતાચોળ સે.

વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી

દાડમળી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે

પગમા લક્ડ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી

પાઘલડી ના તાણા રાતા ચોળ, રાતા ચોળ સેપ..વગડાનીપ..

વનમાં ચાંદલિયો ઊંગ્યો રે

વનમાં ચાંદલિયો ઊંગ્યો રે

કે રસિયા મને સૂરજ થઈ લાગ્યો

રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે

ઉતારા કરવાને કાજ રે

રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે

દાતણ કરવાને કાજ રે

રસિયા મોરા ઝારીયું લઉં સાથ રે

દાતણ કરવાને કાજ રે

રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે

ભોજન કરવાને કાજ રે

રસિયા મોરા સુખડી લેજો સાથ રે

ભોજન કરવાને કાજ રે

રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે

ભોજન કરવાને કાજ રે

વનમાં બોલે ઝીણા મોર

વનમાં બોલે ઝીણા મોર

કોયલરાણી કિલોળ કરે રે લોલ !

ઝીણા ઝરમર વરસે મેહ

વાદલડી વાયે વળે રે લોલ !

બેની મારો ઉતારાનો કરનારો

જાદવરો ક્યારે આવે રે લોલ !

આવશે સાતમ ને સોમવારે

આઠમની મધરાતે રે લોલ !

બેની મારો દાતણનો કરનારો

જાદવરો ક્યારે આવે રે લોલ !

આવશે સાતમ ને સોમવારે

આઠમની મધરાતે રે લોલ !

બેની મારો નાવણનો કરનારો

જાદવરો ક્યારે આવે રે લોલ !

આવશે સાતમ ને સોમવારે

આઠમની મધરાતે રે લોલ !

બેની મારો ભોજનનો કરનારો

જાદવરો ક્યારે આવે રે લોલ !

આવશે સાતમ ને સોમવારે

આઠમની મધરાતે રે લોલ !

બેની મારો પોઢણનો કરનારો

જાદવરો ક્યારે આવે રે લોલ !

આવશે સાતમ ને સોમવારે

આઠમની મધરાતે રે લોલ !

વનરાવન મોરલી વાગે છે

વાગે છે રે વાગે છે,

વનરાવન મોરલી વાગે છે.

એના સૂર ગગનમાં ગાજે છે,

વનરાવન મોરલી વાગે છે.

કેમ કરી આવું કાન ગોકુળની ગલીઓમાં

મારી સાસુડી વેરણ જાગે છે.

પગલું માંડુ તો વાગે પગના ઝાંઝર આ

મારી જેઠાણી વેરણ જાગે છે.

વીતે છે રાતડીને ચાંદલીયો આથમ્યો

મારી દેરાણી વેરણ જાગે છે.

હળવેથી છેડ કાન મોરલીના સૂર હવે

તારી મોરલીના મોહબાણ વાગે છે.

વહુએ વગોવ્યાં મોટા ખોરડાં

ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલ

કહેજો દીકરી સખદખની વાત જો

કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ

દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો

કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

પછવાડે ઊંભેલ નણંદ સાંભળે રે લોલ

વહુ કરે છે આપણા ઘરની વાત જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

નણંદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ

વહુ કરે છે આપણા ઘરની વાત જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ

વહુ કરે છે આપણા ઘરની વાત જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સસરાએ જઈ જેઠને સંભળાવિયું રે લોલ

વહુ કરે છે આપણા ઘરની વાત જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

જેઠે જઈ પરણ્‌યાને સંભળાવિયું રે લોલ

વહુ કરે છે આપણા ઘરની વાત જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પરણ્‌યે જઈને તેજી ઘોડો હાંકિયો રે લોલ

જઈ ઝૂકાડયો ગાંધીડાને હાટ જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

અધશેર અમલ તોળાવિયાં રે લોલ

પાશેર તોળાવ્યો સોમલખાર જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના વાટકડે અમલ ઘોળિયાં રે લોલ

પી જાઓ ગોરાંદે નકર હું પી જાઉં જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ

ઘરચોળાની તાણી એણે સોડ જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આટકાટનાં લાકડાં મંગાવિયા રે લોલ

ખોખરી હાંડીમાં લીધી આગ જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પહેલો વિસામો ઘરને આંગણે રે લોલ

બીજો વિસામો ઝાંપા બહાર જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ત્રીજો વિસામો ગાયોને ગોંદરે રે લોલ

ચોથો વિસામો સમશાન જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના સરીખી વહુની ચેહ બળે રે લોલ

રૂપલા સરીખી વહુની રાખ જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

બાળી ઝાળીને ઘરે આવિયાં રે લોલ

હવે માડી મંદીરિયે મોકળાશ જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આ ભવનો ઓશિયાળો હું થયો રે લોલ

હવે માડી દેજો દોટાદોટ જો

આ સહુનો ઓશિયાળો હું થયો રે લોલ

વાત બહાર જાય નહીં

વાત બહાર જાય નહીં (૨)

આતો તમે રહ્યા ઘરના બીજા, કોઈઅને કહેવાય નહીં

નામ હોય સુનયના, આંખ એની બાડી,

ડાહ્યાભાઈઅનો દીકરો, વાત કરે ગાંડી.

કાણાને કાણો કહી, કદી બોલાવાય નહિંપ આતો તમે રહ્યા ઘરના

જૂઠી આ દુનિયાની વાત બધી જૂઠી,

વાત કરે લાખોની, ખાલી હોય મૂઠી.

જૂઠાને જૂઠો કહી, કદી વગોવાય નહિપ આતો તમે રહ્યા ઘરના

નીવડે કપૂત તોય શેઠિયાનો સુત શાણો,

ઉપરથી ફૂલ જેવો અંદરથી મોટો પાણો

સમજુઓં સમજાય છતાં બોલ્યું બોલાય નહિ.. આતો તમે રહ્યા ઘરના

વાદલડી વરસી રે

વાદલડી વરસે રે સરોવર છલી વળ્યાં

સાસરિયામાં મ્હાલવું રે

પિયરીયામાં છૂટથી રહ્યા

વાદલડી વરસે રે સરોવર છલી વળ્યાં

મારા પગ કેરાં કડલાં રે

વીરો મારો લેવા હાલ્યો

વીરા લઈને વેલો આવજે રે

હાહરિયા મારે ઘિરે બેઠા

વાદલડી વરસે રે સરોવર છલી વળ્યાં

મારા હાથ કેરી બંગડી રે

વીરો મારો લેવા હાલ્યો

વીરા લઈને વેલો આવજે રે

હાહરિયા મારે ઘિરે બેઠા

વાદલડી વરસે રે સરોવર છલી વળ્યાં

મારા નાક કેરી નથણી રે

વીરો મારો લેવા હાલ્યો

વીરા લઈને વેલો આવજે રે

માંડવિયા મારે ઘિરે બેઠા

વાદલડી વરસે રે સરોવર છલી વળ્યાં

મારી ડોક કેરો હારલો રે

વીરો મારો લેવા હાલ્યો

વીરા લઈને વેલો આવજે રે

માંડવિયા મારે ઘિરે બેઠા

હે વાદલડી વરસે રે સરોવર છલી વળ્યાં

વાદલડી વરસે રે સરોવર છલી વળ્યાં

વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા

હો રાજ રે !

વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા

વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !

વડોદરાના વૈદડા તેડાવો, મારાં કાંટડિયા કઢાવો,

મને પાટડિયા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !

ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહી પાથરણાં પથરાવો,

આડા પડદલા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !

ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો, મારા ધબકે ખંભા દુખે;

મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !

સસરાજીને ચોવટ કરવા મેલો, મને ઘૂંઘટડા કઢાવો;

મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !

નણંદડીને સાસરિયે વળાવો, એનાં છોરૂડાંને સોતી,

મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !

ફળિયામાંથી પાડોસણને કાઢો, એના રેંટિયાને સોતી,

મને કેર કાંટો વાગ્યો.

વેલ્યું છૂટિયું રે વીરા

વેલ્યું છૂટિયું રે વીરા વાડીના વડ હેઠ

ધોળીડાં બાંધ્યા રે વડને વાંકીએ

ચાર પાંચ સૈયરૂં રે વીરા પાણીડાંની હાર્ય

વચલી પાણિયારીએ વીરને ઓળખ્યો

ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંની અણસાર

બાપની બોલાશે વીરને ઓળખ્યો

વીરા ચાલો રે દખણી બેનીને ઘેર

ઉતારા દેશું ઊંંચા ઓરડા

વેલ્યુ છોડજો રે વીરા લીલા લીંબડા હેઠ

ધોળીડાં બાંધજો રે વચલે ઓરડે

નીરીશ નીરીશ રે વીરા લીલી નાગરવેલ્ય

ઉપર નીરીશ રાતી શેરડી

રાંધીશ રાંધીશ રે વીરા કમોદુંનાં કૂર

પાશેર રાંધીશ કાજુ ખીચડી

પાપડ શેકીશ રે વીરા પૂનમ કેરો ચાંદ

ઉપર આદુ ને ગરમર અથાણાં

જમશે જમશે રે મારો માડીજાયો વીર

ભેળી બેસશે રે એક જ બેનડી

ઊંંચી મેડી રે વીરા ઉગમણે દરબાર

તિયાં રે ઢળાવું તારા ઢોલિયા

પોઢશે પોઢશે રે મારો માડીજાયો વીર

પાસે બેસે રે એક જ બેનડી

કરજે કરજે રે બેની સખદખની વાત

ઘેરે જાશું તો માતા પૂછશે

ખાવી ખાવી રે વીરા ખોરૂડી જાર

સૂવું રે માડીના જાયા સાથરે

બાર બાર વરસે વીરા માથડિયાં ઓળ્યાં

તેર વરસે તેલ નાખિયાં

મેલો મેલો રે બેની તમારલા દેશ

મેલો રે બેની તમારાં સાસરાં

વીરા વીરા રે બેની માસ છ માસ

આખર જાવું રે બેનને સાસરે

ભરવાં ભરવાં રે વીરા ભાદરૂંનાં પાણી

ભાદરની રેલે બેની તણાઈ ગયાં

આ ને કાંઠે રે વીરો રહ રહ રૂએ

ઓલ્યે કાંઠે રૂએ એની માવડી

શરદ પુનમની રાતડી

શરદ પુનમની રાતડી રંગ ડોલરીયો,

માતાજી રમવા ચાલો રે રંગ ડોલરીયો.

રમી ભમી ઘેર આવીયા રંગ ડોલરીયો,

માતાજી જમવા ચાલો રે રંગ ડોલરીયો.

માતાએ પીરસી લાપસી રંગ ડોલરીઓ,

માએ નાખ્યા તલના તેલ રે રંગ ડોલરીયો.

આવી છે અજવાળી રાતડી રે રંગ ડોલરીયો,

કાંઈ ચાદો ચઢ્‌યો આકાશે રે રંગ ડોલરીયો.

સરવણની કથા

માછલી વિયાણી કાંઈ દરિયાને બેટ

સરવણ રિયો એની માને પેટ

કાળી પછેડી ને ભમરિયાળી ભાત

સરવણ જનમ્યો માઝમ રાત

અડી કડી ને નવઘણ કૂવો

ત્યાં સરવણનો જનમ હુઓ

લાંબી પીપળ ટૂંકા પાન

સરવણ ધાવે એની માને થાન

સાત વરસનો સરવણ થીયો

લઈ પાટીને ભણવા ગીયો

ભણી ગણી બાજંદો થીયો ને

સુખણી નારને પરણી ગીયો

સુખણી નાર મારાં વચન સુણો રે

મારાં આંધળા માબાપની સેવા કરો

આંધળા માબાપને કૂવામાં નાખ

મને મારે મહિયર વળાવ

મોર સરવણ ને વાંહે એની નાર

સરવણ આવ્યો એના સસરાને દ્વાર

સસરાજી રે મારા વચન સુણો

તમારી દીકરીને ઘરમાં પૂરો

રો’ રો’ જમાઈરાજ જમતા જાવ

દીકરીના અવગણ કહેતા જાવ

ઈ અભાગણીનું મોં કોણ જુએ

મારાં માબાપને નાખે કૂવે

ત્યાંથી તે સરવણ ચાલતો થયો

ને સરવણ આવ્યો દરજીને દ્વાર

ભાઈ રે સુતારી મારા વચન સુણો

મારાં આંધળા માબાપની કાવડ ઘડો

કાવડ ઘડજો ઘાટ સઘાટ

સોહ્યલાં બેસે મારા મા ને બાપ

ત્યાંથી સરવણ ચાલતો થયો

ને સરવણ આવ્યો દરજીને દ્વાર

ભાઈ રે દરજીડાં મારાં વચન સુણો

મારાં આંધળા માબાપના લૂગડાં સીવો

લૂગડાં સીવજો માપ સમાપ

સોહ્યલાં પેરે મારાં મા ને બાપ

ત્યાંથી તે સરવણ ચાલતો થયો

ને સરવણ આવ્યો મોચીડાંને દ્વાર

ભાઈ રે મોચીડાં મારાં વચન સુણો

આંધળા માબાપની મોજડી સીવો

મોજડી સીવજો ઘાટ સઘાટ

સોહ્યલી પેરે માંરાં મા ને બાપ

ખભે કાવડ ને હાથમાં નીર

સરવણ આવ્યો જમનાને તીર

નાહ્યાં જમનાનાં પાવન નીર

ત્યાથી હાલ્યા સરયુને તીર

ડગલે પગલે પંથ કપાય

પણ ત્યાં માબાપ તરસ્યા થાય

દશરથ બેઠાં સરવર પાળ

અંધારે હરણાંનો કરવા શિકાર

ભરીયા લોટા ખળભળ્યાં નીર

ને સરવણ વીંધાયો પેલે જ તીર

મરતાં તે લીધાં રામનાં નામ

દથરથ આવી ને ઊંભા તે ઠામ

મરતાં મરતાં બોલતો ગીયો

મારાં આંધળા માબાપને પાણી દીયો

દશરથ આવ્યા પાણી લઈ

બોલ્યા માબાપની પાસે જઈ

માવતર તમે પાણી પીઓ

સરવણ તો પેલે ગામ જ ગીયો

આંધળાની લાકડી તૂટી આજ

સરવણ વિના કેમ રે જિવાય ?

આંધળા માબાપે સાંભળી વાત

દશરથ રાજાને દીધો શાપ

અમારો આજે જીવડો જાય

તેવું તમ થજો દશરથ રાય

દશરથ રાજા ઘણાં પસ્તાય

અંતે રામ વિયોગે જીવડો જાય

સાગ સીસમનો ઢોલિયો

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

અમરા ડમરાનાં વાણ મારા વાલમા

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

તિયાં ચડી શ્રીકૃષ્ણ પોઢે મારા વાલમા

રૂકમણી ઢોળે છે વાય મારા વાલમા

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

વાય ઢોળંતાં પૂછિયું મારા વાલમા

સ્વામી અમને ચૂંદડિયુંની હોંશ મારા વાલમા

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

કેવાં તે રંગમાં રંગાવું મારા વાલમા

કેવી કેવી પડાવશું ભાત મારા વાલમા

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

કસુંબલ રંગમાં રંગાવો મારા વાલમા

ઝીણી ઝીણી ચોખલિયાળી ભાત મારા વાલમા

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

ઓઢી પહેરીને પાણી સંચર્યાં રે વાલમા

જોઈ રિયા નગરીના લોક મારા વાલમા

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

કેવા તે કુળના છોરૂં મારા વાલમા

કેવા તે કુળના વહુઆરૂં મારા વાલમા

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

માધવકુળના છોરૂં મારા વાલમા

જાદવકુળના વહુઆરૂં મારા વાલમા

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

સાત ભાઈઓ ને એક બેનડી

સાત સાત ભાઈઓ ને એક બેનડી રે લોલ

પહેરી ઓઢી કરે લીલા લહેર જો

સાત ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ

બાલુડો વેશ બેનીનો વયો ગયો રે લોલ

મંડાણી લગનિયાની વાત જો

લગન લીધાં બેનીનાં ઢૂંકડાં રે લોલ

એ જી રે....

લગન લીધાં બેનીનાં ઢૂંકડાં રે લોલ

પાણી પરમાણે પૈસો વાપર્યો રે લોલ

પેટીયું પટારા પચાસ જો

કરિયાવર કર્યો બેનીને સામટો રે લોલ

લઈને હાલ્યા બેનીબા સાસરે રે લોલ

આવડે નહિ રસોડાના કામ જો

સુખી માવતરની આ તો દીકરી રે લોલ

એ જી રે...

સુખી માવતરની આ તો દીકરી રે લોલ

સાસુએ મેણાં સંભળાવિયા રે લોલ

નણંદલે દીધી એને ગાળ્ય જો

કાગળ લખ્યો બેનીએ કારમો રે લોલ

વે’લા આવો ને મારાં વીરલાં રે લોલ

દુઃખમાં ઘેરાણી તારી બેન જો

કાગળ વાચીને વે’લા આવજો રે લોલ

એ જી રે...

કાગળ વાચીને વે’લા આવજો રે લોલ

સાતમ વીતી ને વીરો ના આવ્યા રે લોલ

કાઢી નાખ્યા પંડમાંથી પ્રાણ જો

કાણે જવાબ સૌએ સાંભળ્યો રે લોલ

સાત સાત ભાઈઓ ને એક બેનડી રે લોલ

પહેરી ઓઢી કરે લીલા લહેર જો

સાત ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ

એ જી રે...

સાત રે ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ

સાયબા મુને મુંબઈમાં

સાયબા, હું તો તાંબાની હેલે પાણીડાં નહિ ભરૂં રે લોલ

સાયબા, મુને રૂપલાં બેડાંની ઘણી હામ રે

સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ

સાયબા, મારે સસરા ભલા પણ વેગળાં રે લોલ

સાયબા, મુને ઘૂંઘટ કાઢ્‌યાની ઘણી હામ રે

સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ

સાયબા, મારે સાસુ ભલા પણ વેગળાં રે લોલ

સાયબા, મુને પગે પડયાની ઘણી હામ રે

સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ

સાયબા, મારે જેઠ ભલા પણ વેગળાં રે લોલ

સાયબા, મુને ઝીણું બોલ્યાની ઘણી હામ રે

સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ

સાયબા, મારે જેઠાણી ભલા પણ વેગળાં રે લોલ

સાયબા, મુને વાદ વદ્યાની ઘણી હામ રે

સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ

સાયબા, મારે દેર ભલા પણ વેગળાં રે લોલ

સાયબા, મુને હસ્યા બોલ્યાની ઘણી હામ રે

સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ

સાયબા, મારે દેરાણી ભલા પણ વેગળાં રે લોલ

સાયબા, મુને જોડે રે’વાની ઘણી હામ રે

સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ

સાયબા, મારે નણદી ભલા પણ વેગળાં રે લોલ

સાયબા, મુને માથું ગૂંથ્યાની ઘણી હામ રે

સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ

સાયબા, હું તો ત્રાંબાની હેલ્યે પાણી

સાયબા, હું તો ત્રાંબાની હેલ્યે પાણી નૈ ભરૂં રે લોલ,

સાયબા, મુને રૂપલા બેડાની ઘણી હામ રે

સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ.

સાયબા, મારે સાસરો ભલા પણ વેગળા રે લોલ,

સાયબા, મુને ઘૂંઘટ કાઢ્‌યાની ઘણી હામ રે. - સાયબા, મુને...

સાયબા, મારી સાસુ ભલાં પણ વેગળા રે લોલ,

સાયબા, મુને પગે પડયાની ઘણી હામ રે. - સાયબા, મુને...

સાયબા, મારે જેઠ ભલા પણ વેગળા રે લોલ,

સાયબા, મુને ઝીણું બોલ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને...

સાયબા, મારે જેઠાણી ભલાં પણ વેગળાં રે લોલ,

સાયબા, મુને વાદ વદ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને...

સાયબા, મારો દેર ભલા પણ વેગળા રે લોલ,

સાયબા, મુને હસ્યા બોલ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને...

સાયબા, મારી દેરાણી ભલાં પણ વેગળા રે લોલ,

સાયબા, મુને જોડે રે’વાની ઘણી હામ રે. - સાયબા, મુને...

સાહ્યબા સડક્યું બંધાવ

સાહ્યબા સડક્યું બંધાવ, એ વાગડ જાવું

વાગડ જાવું મારે ભુજ શે’ર જાવું

વાગડ જાતાં મુને તડકા રે લાગે

સાહ્યબા ઝાડ રોપાવ, એ વાગડ જાવું

વાગડ જાવું સાહ્યબા વાગડ જાવું

વાગડ જાતાં મુને તરસ્યું રે લાગે

સાહ્યબા વાવ્યું બંધાવ, એ વાગડ જાવું

વાગડ જાવું સાહ્યબા વાગડ જાવું

વાગડ જાતાં મુને ભૂખલડી લાગે

સાહ્યબા કંદોઈ બેસાડ, એ વાગડ જાવું

વાગડ જાવું સાહ્યબા વાગડ જાવું

વાગડ જાવું મારે ભુજ શે’ર જાવું

સાહ્યબા સડક્યું બંધાવ, એ વાગડ જાવું

સૂપડું સવા લાખનું

શરદ પુનમની રાતડી રંગ ડોલરીયો, ચ૨ૃ

માતાજી રમવા ચાલો રે રંગ ડોલરીયો.

રમી ભમી ઘેર આવીયા રંગ ડોલરીયો,

માતાજી જમવા ચાલો રે રંગ ડોલરીયો.

માતાએ પીરસી લાપસી રંગ ડોલરીઓ,

માએ નાખ્યા તલના તેલ રે રંગ ડોલરીયો.

આવી છે અજવાળી રાતડી રે રંગ ડોલરીયો,

કાંઈ ચાદો ચઢ્‌યો આકાશે રે રંગ ડોલરીયો.

સૈયર મેંદી લેશું રે

મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ

એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર

સૈયર મેંદી લેશું રે

મારી સાસુએ એમ કહ્યું કે વાસીદાં વાળી મેલ

મેં ભોળીએ એમ જાણ્‌યું કે સાવરણી બાળી મેલ

સૈયર મેંદી લેશું રે

મારી સાસુએ એમ કહ્યું કે પાણીડાં ભરી મેલ

મેં ભોળીએ એમ જાણ્‌યું કે બેડલાં ફોડી મેલ

સૈયર મેંદી લેશું રે

મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મેલ

મેં ભોળીએ એમ જાણ્‌યું કે ચૂલો ખોદી મેલ

સૈયર મેંદી લેશું રે

મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ

મેં ભોળીએ એમ જાણ્‌યું કે સોડમાં દીવો મેલ

સૈયર મેંદી લેશું રે

મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ

એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર

સૈયર મેંદી લેશું રે

સોનલ ગરાસણી

સોનલ રમતી રે ગઢડાને ગોખે જો,

ગઢડાને ગોખે જો,

રમતાં ઝીલાણી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ ! દાદાનો દેશ જો,

દાદાનો દેશ જો,

સોનલે જાણ્‌યું જે દાદા છોડવશે.

દાદે દીધાં રે સોનલ ! ધોળુડાં ધણ જો,

ધોળુડાં ધણ જો,

તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ ! કાકાનો દેશ જો,

કાકાનો દેશ જો,

સોનલે જાણ્‌યું જે કાકો છોડવશે.

કાકે દીધાં રે સોનલ ! કાળુડાં ખાડુ જો,

કાળુડાં ખાડુ જો,

તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ ! વીરાનો દેશ જો,

વીરાનો દેશ જો,

સોનલે જાણ્‌યું જે વીરો છોડવશે.

વીરે દીધાં રે સોનલ ! ધમળાં વછેરાં જો,

ધમળાં વછેરાં જો,

તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ ! મામાનો દેશ જો,

મામાનો દેશ જો,

સોનલે જાણ્‌યું જે મામો છોડવશે.

મામે દીધાં રે સોનલ ! વેલ્યું ને માફા જો,

વેલ્યું ને માફા જો,

તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ ! સ્વામીનો દેશ જો,

સ્વામીનો દેશ જો,

સોનલે જાણ્‌યું જે સ્વામી છોડવશે.

સ્વામીએ દીધી એના માથા કેરી મોળ્યું જો,

માથા કેરા મોળ્યું જો,

ધબકે છૂટી રે સોનલ ગરાસણી.

સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી

સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી

કોના તે ઘરના ભરીશ પાણી રાજ રાજવણ

કહે તો ઉતારૂં તારૂં બેડલું હો જી

કહે તો ઓવારૂં મારૂં દલડું હો જી રે

જોઈને વિચારી મારગ રોકજે જુવાનડા

કાંઈ નથી તારે મારે નેડા રાજ રાજિયા

મેલી દે નીચો મારો છેડલો હો જી

છોડી દે નીચો મારો છેડલો હો જી રે

સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી

તારે બેડલિયે ગોરી મન મારા મોહ્યાં

હૈયાના હીર મારા ખોયા રે રાજ રાજવણ

કહે તો ઉતારૂં તારૂં બેડલું હો જી

કહે તો ઓવારૂં મારૂં દલડું હો જી રે

સોનલાનું બેડલું મારી રૂપાની ઈંઢોણી

મારે રે બેડલિયે રાજ રાજિયા રે મોહ્યાં

રાજપાટ એના એણે ખોયા રાજ રાજિયા

મેલી દે નીચો મારો છેડલો હો જી

છોડી દે હેઠો મારો છેડલો હો જી રે

સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી

રાજપાટ તો નથી રે’વા મારે કુબો

એનું કરીશું માન સુબો રાજ રાજિયા

મેલી દે નીચો મારો છેડલો હો જી

છોડી દે હેઠો મારો છેડલો હો જી રે

સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી

સોનલાનું બેડલું મારી રૂપાની ઈંઢોણી

સોના વાટકડી

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,

લીલો છે રગનો છોડ,રંગમાં રોળ્યાં, વાલમિયા.

પગ પરમાણે કડલાં સોઈ રે, વાલમિયા,

કાંબિયુંની બબ્બે મારે જોડય,રંગમાં રોળ્યાં, વાલમિયા.

કેડ પરમાણે ઘાઘરો સોઈં રે, વાલમિયા,

ઓઢણીની બબ્બે મારે જોડય,રંગમાં રોળ્યાં, વાલમિયા.

હાથ પરમાણે ચૂડલા સોઈં રે, વાલમિયા,

ગૂજરીની બબ્બે મારે જોડય,રંગમાં રોળ્યાં, વાલમિયા.

ડોક પરમાણે ઝરમર સોઈં રે, વાલમિયા,

તુળસીની બબ્બે મારે જોડય,રંગમાં રોળ્યાં, વાલમિયા.

કાન પરમાણે ઠોળિયાં સોઈં રે, વાલમિયા,

વાળિયુંની બબ્બે મારે જોડય,રંગમાં રોળ્યાં, વાલમિયા.

નાક પરમાણે નથડી સોઈં રે, વાલમિયા,

ટીલડીની બબ્બે મારે જોડય,રંગમાં રોળ્યાં, વાલમિયા.

અંગ પરમાણે રે કમખો સોઈં રે વાલમિયા,

ચુંદડીની બબ્બે તારે જોડય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ

સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ,

રૂપાનાં કડલાં ચાર,

વા’લો મારો હીંચે હિંડોળે.... આંબાની ડાળર્

બાંયે બાજુબંધ બેરખા રે આંબાની ડાળ (૨)

કિનખાબી સુરવાલ,

વા’લો મારો હીંચે હિંડોળે.... આંબાની ડાળર્

ચડવા તે ઘોડલા હંસલા રે, આંબાની ડાળ (૨)

પિતળીયા પલાણ,

વા’લો મારો હીંચે હિંડોળે.... આંબાની ડાળર્

પગે રાઠોડી મોજડી રે, આંબાની ડાળ (૨)

ચાલે ચટકતી ચાલ,

વા’લો મારો હીંચે હિંડોળે.... આંબાની ડાળર્

માથે મેવાડી મોળિયાં, આંબાની ડાળ (૨)

દશે આંગળીએ વેઢ,

વા’લો મારો હીંચે હિંડોળે.... આંબાની ડાળર્

હમ્બો હમ્બો વિંછૂડો

અરરર માડી રે! છાણાં વીણવા ગઈ’તી રે

મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મને ટચલીએ ટચકાવ્યો રે વિંછૂડો

મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મારા સસરાજીને તેડાવો રે

મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મારા જેઠજીને તેડાવો રે

મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મારા પરણ્‌યાને તેડાવો રે

મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

વિંછૂડાના ઝેર ઉતરાવો રે

મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

હરિ તારા નામ છે હજાર

હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી;

રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા...

મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો;

દ્વારિકામાં રાય રણછોડ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા...

કોઈ સીતારામ કહે, કોઈ રાધેશ્યામ કહે;

કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા...

નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો;

મીરાંનો ગિરધર ગોપાલ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા...

ભક્તોની રાખી ટેક, રૂપો ધર્યા અનેક;

અંતે તો એકનો એક, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા...

નામો તારાં હજાર, ગણતાં ન આવે પાર;

એક દીન કરો વિચાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા...

ભાવ ભર્યા ભક્તોના હાથે લખાય છે;

ભૂલચૂક કરજો સૌ માફ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા...

અમને લડાવો લાડ, રાખો ચરણની પાસ;

લેજો ભક્તોની સંભાળ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા...

છેલ છોગાળા, લખી પ્રેમે કંકોતરી;

પહોંચે વૈકુંઠ મુકામ, વૈકુંઠ ધામે લખવી કંકોતરી. હરિ તારા...

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

કચ્છમાં અંજાર મોટા શે’ર છે હો જી રે

તિયાં જેસલના હોઈ રે રંગ મો’લ રાજ

હો રાજ !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હે જી રે !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

જેસલને ઉતારા રે ઓરડાં હો જી રે

સતી તોળાંને મેડિયુંના મો’લ રાજ

હો રાજ !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હે જી રે !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

જેસલને નાવણ કૂંડિયું હો રાજ

સતી તોળાંને જમુનાના નીર રાજ

હો રાજ !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હે જી રે !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

જેસલને દાતણ દાડમી હો જી રે

સતી તોળાંને કણેરીની કાંબ રાજ

હો રાજ !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હે જી રે !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

જેસલને ભોજન લાપસી હો જી રે

સતી તોળાંને કઢિયેલ દૂધ રાજ

હો રાજ !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હે જી રે !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

જેસલને પોઢણ ઢોલિયાં હો જી રે

સતી તોળાંને હીંડોળા ખાટ રાજ

હો રાજ !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હે જી રે !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

એ...ઈ... તોરલે

તોરલે ત્રણ નર તારિયા

ને સાંસતીયો ને સગીર

પણ જેસલ જગતનો ચોરટો

એ એને પળમાં ય કીધો પીર

હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

સવા બશેરનું તારૂં દાતરડું લોલ

ઘડયું ઓલા લાલિયા લુહારે

મુંજા વાલમજી લોલ

હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

સાવ રે સોનાનું મારૂં દાતરડું લોલ

હીરનો બંધિયો છે એનો હાથ

મુંજા વાલમજી લોલ

હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

પરણ્‌યે વાઢ્‌યા છે પાંચ પૂળિયા રે લોલ

મેં રે વાઢ્‌યા છે દશ-વીશ

મુંજા વાલમજી લોલ

હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

પરણ્‌યાનો ભારો મેં ચડાવિયો રે લોલ

હું રે ઊંભી’તી વનવાટ

મુંજા વાલમજી લોલ

હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

વાટે નીકળ્યો વટેમારગુ રે લોલ

વીરા મુને ભારો ચડાવ્ય રે

મુંજા વાલમજી લોલ

હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

પરણ્‌યાને આવી પાલી જારડી રે લોલ

મારે આવેલ માણું ઘઉં

મુંજા વાલમજી લોલ

હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

પરણ્‌યે ભર્યું છે એનું પેટડું રે લોલ

મેં રે જમાડયો મારો વીરો

મુંજા વાલમજી લોલ

હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

સાવ રે સોનાનું મારૂં દાતરડું લોલ

હીરનો બંધિયો છે એનો હાથ

મુંજા વાલમજી લોલ

હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ

હાજી કાસ રે મધદરિયે વેરણ થઈ

શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઈ

ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઈ શે’ર

દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઈ શે’ર

દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઈ શે’ર

તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર

ચૌદ વીશુંચ૨ૃ માંય શેઠિયા બેઠા, છોકરાંઓનો નહીં પાર

અગ્િાયાર બજે આગબોટ હાંકી, જાય છે મુંબઈ શે’ર

બાર બજે તો બરોબર ચડિયાં, જાયછે મુંબઈ શે’ર

ઓતર દખણનાચ

મોટા સાહેબની આગબોટું મળિયું, વીજને પાછી વાળ્ય

જહાજ તું તારૂં પાછું વાળ્ય રે માલમ આભે ધડાકા થાય

પાછી વાળું, મારી ભોમકા લાજે, અલ્લા માથે એમાનચ૫ૃ

આગ ઓલાણી ને કોયલા ખૂટ્‌યા, વીજને પાછી વાળ્ય

મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય

ચહમાંચ૬ૃ માંડીને માલમી જોવે, પાણીનો ના’વે પાર

કાચને કુંપે કાગદ લખે, મોકલે મુંબઈ શે’ર

હિન્દુ મુસલમીન માનતા માને પાંચમે ભાગે રાજ

પાંચ લેતાં તું પાંચસે લેજે, સારૂં જમાડું શે’ર

ફટ ભૂંડી તું વીજળી મારાં, તેરસો માણસ જાય

વીજળી કે મારો વાંક નૈ, વીરા,લખિયલ છઠ્‌ઠીના લેખ

તેરસો માણસ સામટાં બૂડયાં, ને બૂડયા કેસરિયા વર

ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ

મુંબઈ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ

ઢોલ ત્રંબાળુ ધ્રૂસકે વાગે, જુએ જાનુંની વાટ

સોળસેં કન્યા ડુંગરે ચડી, જુએ જાનુંની વાટ

દેશ,દેશથી કંઈ તાર વછૂટ્‌યા, વીજળી બૂડી જાય

વાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણાં થાય

પીઠી ભરી તો લાડડીચ૭ૃ રૂએ, માંડવે ઊંઠી આગ

સગું રૂએ એનું સાગવી રૂએ, બેની રૂએ બાર માસ

મોટાસાહેબે આગબોટું હાંકી, પાણીનો ના’વે પાર

મોટા સાહેબે તાગ જ લીધા, પાણીનો ના’વે પાર

સાબ, મઢ્‌યમચ૮ૃ બે દરિયો ડોળે,પાણીનો ના’વે તાગ

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ

હું તો કાગળિયાં લખી લખી થાકી

હું તો કાગળિયાં લખી લખી થાકી,

કાનુડા તારા મનમાં નથી.

આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,

મારા કાળજડાં ઠરી ઠરી જાય રે,

પાતળીયા તારા મનમાં નથીપ.. હું તો...

આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,

મારા પાવનિયાં બળી બળી જાય રે,

છોગાળા તારા મનમાં નથીપ.. હું તો...

આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા,

મારી ચૂંદલડી ભીંજાઈ ભીંજાઈ જાય રે,

કાનુડા તારા મનમાં નથી.

હું તો કાગળિયાં લખી લખી થાકી,

કાનુડા તારા મનમાં નથી.

હું તો લહેરિયું રે ઓઢી

હું તો લહેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે

મને પૂછે આ નગરીના લોક

આ તો કોણે લીધેલું છે આ લહેરિયું રે

મારા સસરાજીનું લીધેલ લહેરિયું રે

મારી સાસુની પાડેલ ભાત

આ તો કોનું રે લીધેલ છે લહેરિયું રે

આ તો કોનું રે વ્હોરેલ છે લહેરિયું રે

હું તો લહેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે

મારા જેઠજીનું લીધેલ લહેરિયું રે

મારી જેઠાણીની પાડેલ ભાત

આ તો કોનું રે લીધેલ છે લહેરિયું રે

આ તો કોનું રે વ્હોરેલ છે લહેરિયું રે

હું તો લહેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે

મારા પરણ્‌યાજીનું લીધેલ લહેરિયું રે

મને લહેરિયું ઓઢ્‌યાની ઘણી હામ

આ તો એનું રે લીધેલ છે લહેરિયું રે

આ તો એનું રે વ્હોરેલ છે લહેરિયું રે

હું તો લહેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે

હું તો લહેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે

મને પૂછે આ નગરીના લોક

આ તો કોનું લીધેલ છે આ લહેરિયું રે

હે મારી શેરીએથી કાનકુંવર

હે મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ

મુખેથી મોરલી બજાવતા રે લોલ

હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ

ઓઢ્‌યાનાં અંબર વીસરી રે લોલ

હું તો પાણીડાંને મસે જોવા નીસરી રે લોલ

ઈંઢોણી ને પાટલી વીસરી રે લોલ

સાગ રે સીસમની મારી વેલડી રે લોલ

નવલે સુથારે ઘડી પીંજણી રે લોલ

મેં તો ધોળો ને ધમળો બે જોડિયા રે લોલ

જઈને અમરાપરમાં છોડિયા રે લોલ

અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ

મેં તો માન્યું કે હરિ આંહીં વસે રે લોલ

મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રે લોલ

તાંબાળુ ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ

હું તો જમવા બેઠીને જીવણ સાંભર્યા રે લોલ

કંઠેથી કોળીયો ન ઊંતર્યો રે લોલ

મને કોઈ રે દેખાડો દીનાનાથને રે લોલ

કોળીયો ભરાવું જમણા હાથનો રે લોલ

હું તો ગોંદરે તે ગાવડી છોડતી રે લોલ

ચારેય દશ્યે નજર ફેરતી રે લોલ

એક છેટેથી છેલવરને દેખિયા રે લોલ

હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ

મારી ઘેલી સાસુ ને ઘેલા સાસરા રે લોલ

ગાયું વરાંહે દોયાં વાછરાં રે લોલ

મને ધાનડિયાં નથી ભાવતાં રે લોલ

મોતડિયાં નથી આવતાં રે લોલ

મને હીંચકતાં નવ તૂટ્‌યો હીંચકો રે લોલ

નાનાંથી કાં ન પાયાં વખડાં રે લોલ

મારી માતા તે મૂરખ માવડી રે લોલ

ઉઝેરીને શીદ કરી આવડી રે લોલ