OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Tribhuvan Gand by Dhumketu | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - Novels
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ by Dhumketu in Gujarati
Novels

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - Novels

by Dhumketu Matrubharti Verified in Gujarati Fiction Stories

(76)
  • 7.3k

  • 12.3k

  • 10

ચન્દ્રમૌલીશ્વર ભગવાન સોમનાથના મંદિરનો હંમેશનો નિયમ પ્રમાણે થતો, રાત્રીનો છેલ્લો ઘંટાઘોષ, સમુદ્રના જલતરંગો ઉપર થઈને દૂર દૂરનાં અગાધ નીરમાં શમી ગયો. રાત્રે ખડો ચોકીપહેરો કરનાર પહેરેગીરો કોટની હૈયારખી પાસે તરત દેખાયા. તેમણે અરસપરસ પોતપોતાની જગ્યા સાંભળી લીધાનો સંકેતશબ્દ આપી દીધો. થોડી જ વારમાં ફરસબંધી ઉપર થઈને, મુખ્ય દ્વાર તરફ જતો કોઈની ચાખડીનો અવાજ કાને પડ્યો. મઠપતિ મુખ્ય દ્વાર તરફ જઈ રહ્યા હતાં – રાત્રિની છેલ્લી ઘોષણા આપવા. એની પાછળ-પાછળ એક સાધુ ચાલતો હતો. તે મંદિરના મુખ્ય દ્વાર ઉપર પહોંચ્યો. દ્વારપાલો ભાલા નમાવીને તેને પ્રણમી રહ્યાં. નગારા ઉપર છેલ્લો ડંકો થયો: એક ઘંટો પડ્યો અને વનનાં વન જગવી દેતો શંખનાદ સંભળાયો. મઠપતિ દ્વારમાંથી બહાર નીકળી પગથિયાં ઉતરતા દેખાયા. પગથિયાં ઉતરી બે-ચાર પગલાં આગળ વધ્યા; ઘડીભર ત્યાં શાંત ઉભા રહ્યા. ઉંચે દ્વારમાં જલી રહેલી બંને બાજુની દીપિકાએ એમના પડછાયાને લાંબેલાંબે સુધી મેદાનમાં વિસ્તરતી કોઈ મહાકાય આકૃતિ જેવો દેખાવ આપી દીધો હતો.

Read Full Story
Download on Mobile

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - Novels

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 1
જયસિંહ સિદ્ધરાજ ધૂમકેતુ ૧ સોમનાથના સમુદ્રતટે ચન્દ્રમૌલીશ્વર ભગવાન સોમનાથના મંદિરનો હંમેશનો નિયમ પ્રમાણે થતો, રાત્રીનો છેલ્લો ઘંટાઘોષ, સમુદ્રના જલતરંગો ઉપર થઈને દૂર દૂરનાં અગાધ નીરમાં શમી ગયો. રાત્રે ખડો ચોકીપહેરો કરનાર પહેરેગીરો કોટની હૈયારખી પાસે તરત દેખાયા. તેમણે અરસપરસ ...Read Moreજગ્યા સાંભળી લીધાનો સંકેતશબ્દ આપી દીધો. થોડી જ વારમાં ફરસબંધી ઉપર થઈને, મુખ્ય દ્વાર તરફ જતો કોઈની ચાખડીનો અવાજ કાને પડ્યો. મઠપતિ મુખ્ય દ્વાર તરફ જઈ રહ્યા હતાં – રાત્રિની છેલ્લી ઘોષણા આપવા. એની પાછળ-પાછળ એક સાધુ ચાલતો હતો. તે મંદિરના મુખ્ય દ્વાર ઉપર પહોંચ્યો. દ્વારપાલો ભાલા નમાવીને તેને પ્રણમી રહ્યાં. નગારા ઉપર છેલ્લો ડંકો થયો: એક ઘંટો પડ્યો અને
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 2
૨ જગદેવ પરમારની વાતે લીધેલું સ્વરૂપ પરમાર જગદેવને આંહીં જોઇને પરશુરામને ગભરાટ ને આશ્ચર્ય બંને થયાં. જગદેવ આંહીં હતો. એ એને ખબર હતી. ભગવાન સોમનાથના દ્વારે એણે કોઈ ઉપાસના માંડી હતી, એ વાતની પણ એને જાણ હતી. પરંતુ મહાચાણક્ય ...Read Moreમહેતાએ જગદેવ પરમાર વિશે કેટલીક વિચિત્ર વાતો હમણાં-હમણાં મેળવી હતી. જયસિંહદેવ મહારાજના અંતરમાં એની રાજભકિત વિશે કંઈક શંકા ઉત્પન્ન થાય ને જગદેવ વિદાય થાય એવી પેરવી પણ તેમણે માંડી હતી. જગદેવ પરમારથી આ વાત અજાણી ન જ હોય. પરશુરામને પોતાને હાથે ચડેલી અમૂલ્ય સંપત્તિ ઝૂંટવાતી લાગી. પરમાર જગદેવ એકલો પાંચસો યોદ્ધા સામે લડવાનું સામર્થ્ય રાખે છે. – એ વાત એણે
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 3
૩ બર્બરકની સિદ્ધિ ધૂંવાપૂંવા થતો પરશુરામ, જે સમે સોમનાથના સમુદ્ર તટે, યુદ્ધરંગને પલટાવી દે એવી તક પોતાના હાથમાંથી સરી જતી, અવાક્ ની પેઠે જોઈ રહ્યો હતો, બરાબર તે જ સમે જૂનાગઢ પાસેની સોલંકીની છાવણીમાંથી બે પુરુષો, ગિરનારની અટંકી ગિરીમાલાના ...Read Moreખડકો નિહાળવા ગુપચુપ જંગલકેડીને માર્ગે જઈ રહ્યા હતાં. તેમાંના આગલા પુરુષે માથા ઉપર શેલું વીંટ્યું હતું. એને ખભે ઢાલ હતી. બગલમાં તલવાર લટકતી હતી. પગમાં બરડાના ઓખાઈ જોડા પહેર્યાં હતા. એને ખભે ફૂમતાં મૂકેલી ધાબળી હતી. હાથમાં પાકા વાંસની લોહકડી જડેલી મોટી ડાંગ રાખી હતી. પણ એના ચહેરાનો કોઈ ભાગ એકદમ નજરે આવે તેમ ન હતો. એની પાછળ જતો માણસ
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 4
૪ ઘર ફૂટ્યે ઘર જાય પાછા ફરતાં આખે રસ્તે સિદ્ધરાજના મનમાં ગડભાંગ થઇ રહી હતી. આંહીં આ બર્બરક પાસે અનુપમ સિદ્ધિ હતી. બર્બરકની આ સિદ્ધિનો યુદ્ધમાં ઉપયોગ થાય તેવી જાણ થતાં તો સોરઠ આખાની પ્રજા એકપગે મરવા તૈયાર થાય ...Read Moreભય હતો. બીજી બાજુ રા’ના ભાણેજ લોકવાયકા છે તેમ. ફૂટ્યા હોય તો આટલી આ વસ્તુની જાણ રા’ની સાન ઠેકાણે લાવવામાં સહાયરૂપ થઇ પડે એમ હતી. કદાચ એ જુદ્ધ ટૂંકાવી નાખે. રા’ સોરઠ તજીને જતો રહેતો હોય તો એને આ યુદ્ધનો યશસ્વી અંત માની લેવામાં કાંઈ જ વાંધો ન હતો, રાણકનું પછી થાળે પડી જશે. પણ રા’ માનશે ખરો? રા’ ને
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 5
૫ જૂનોગઢનાં આંતરિક દ્રશ્યો જે તીર જોઇને જયસિંહદેવ મહારાજ સ્તબ્ધ થઇ ગયા હતા તે સામાન્ય તીર ન હતું. કોઈકે જાણી જોઇને, જયદેવસિંહ આ રસ્તે છે એ કળ્યા પછી, એ ફેંક્યું હોય તેમ જણાતું હતું, એનો ઈતિહાસ જાણવાનો જૂનોગઢના અંતરંગમાં ...Read Moreકરવો પડે. જૂનોગઢની અટંકી ડુંગરમાળાએ પટ્ટણીઓના દાંત ખાટા કરી નાંખ્યા હતા. એમાં જેટલો કુદરતનો, એટલો જ માણસનો પણ હિસ્સો હતો. એ દુર્ગની રચના જ અનોખા પ્રકારની હતી. એનો કિલ્લો સીધી કરાડ જેવો ભયંકર ખડકો ઉપર ઉભો હતો. એને કોઈ પણ બાજુથી પહોંચવું મુશ્કેલ હતું. એમાં પછી આ ખડકોને ફરતી પાણીની ઊંડી પહોળી ખાઈ હતી. ખાઈને ફરતું વિસ્તીર્ણ જંગલ હતું અને
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 6
૬ ઝાંઝણે વાત મેળવી કૈલાસરાશિ સામે પરશુરામે ખામોશી પકડી હતી તે વાત આગળ આવી ગઈ. તે છતાં પાછા ફરતાં આખે રસ્તે પરશુરામને એના જ વિચારો આવ્યા કર્યા. વહેલી પ્રભાતે તે જ્યારે છાવણીમાં આવી પહોંચ્યો ત્યારે પણ હજી તે સોમનાથની ...Read Moreતદ્દન મુક્ત થયો ન હતો. એને પોતાના મનમાં સોએ સો ટકા ખાતરી હતી કે એ નારી પાસે અમૂલ્ય માહિતી હોવી જોઈએ. કોઈ પણ સોલંકી સૈનિકને હાથે સોમનાથની જરા જેટલી મર્યાદાનો ભંગ અત્યારે થાય તો એ વાત જુદું જ રૂપ પકડે એવી લોકવાયકા ઉડે તો સોરઠ આખાની પ્રજા હાલકડોલક થઇ જાય એટલે એણે કૈલાસરાશિને તે વખતે વધારે કાંઈ ન કહેતાં ચાલતી
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 7
૭ યુદ્ધનો વિશેમકાલ પરશુરામ થોડી વારમાં જ મહાઅમાત્યના વસ્ત્રાપુર પાસે આવી પહોંચ્યો. અનેક માણસોની ત્યાં ભીડ જામી હતી. ઘોડેસવારો, પાલખીવાળા, સૈનિકો, સરદારો – કેટલાક મળવા આવી રહ્યા હતાં કેટલાક મળીને પાછા જતા હતાં ઘણા મળવાની તક શોધતા ...Read Moreહતાં. મહાઅમાત્ય જે માર્ગે નીકળવાનો સંભવ હતો, તે માર્ગે પણ દૂરદૂર સુધી માણસોની ઠઠ જામી હતી. મુખદ્વાર ઉપર બે જબરદસ્ત ભાલાધારી સૈનિકો ઉભા રહી ગયા હતા. આસપાસના ચારેતરફ અશ્વદળના સૈનિકો નજરચોકી કરતા ફરી રહ્યા હતા. પાસેના એક વિશાળ વડ નીચે મહાઅમાત્યનો ગજેન્દ્ર ડોલી રહ્યો હતો. ગુજરાતના મહામંત્રીશ્વર જેવા સ્થાન ઉપર બેઠેલો પુરુષ ગમે તે ક્ષણે અહિના કોઈ ને કોઈ માણસના ઝપાટામાં આવી
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 8
૮ મહાઅમાત્ય મુંજાલ સાંજ પડવા આવી. પૃથ્વીને વીંટળાઈ વળતું અંધારું ચારેતરફથી દોડતું આવ્યું. આકાશપૃથ્વીની વચ્ચે સેંકડો તારાઓ ઊગી નીકળ્યા હોય તેમ, ડુંગરેડુંગરે દીપમાલાઓ પ્રગટી નીકળી. સૈનિકોને સાવધ રહેવાની સૂચના આપતો શંખનાદ થયો. પણ દસોંદી લાલ ભાટ કે મઠપતિ કૈલાસરાશિ ...Read Moreબેમાંથી એક આવવાના ચિહ્ન હજી મુંજાલને ક્યાંક દૂર ક્ષિતિજમાં પણ જણાયાં નહિ. હરપળે એમના આવવાની રાહ જોતો મહાઅમાત્ય આમથી તેમ અધીરાઈમાં ટહેલી રહ્યો હતો. એના મગજમાં અત્યારે જૂનોગઢનું યુદ્ધ ઘૂમી રહ્યું હતું, એ જુદ્ધે મોટાને નાના કર્યા હતા નાનાને નકામા ઠરાવ્યા હતા, અનુભવી સેનાપતિઓને એક કોડીની કિંમતના બનાવ્યા હતા મુત્સદ્દીઓને મામુલી ગણાવ્યા હતાં પાટણના ગજેન્દ્રોને ગધેડા કરતાં નપાવટ મનાવ્યા હતા
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 9
૯ રા’ ખેંગારનો રણઘેલો જવાબ મુંજાલ ભા દેવુભા પાસે આવ્યો ત્યારે એના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. પરશુરામ તો સીધો ચાલ્યો ગયો હતો. પણ ભા દેવુભા, ત્રિભુવનપાલ દંડનાયક અને જગદેવ પરમાર જુગજુગના મિત્રો હોય તેમ એકબીજા સાથે રણક્ષેત્રની વાતોનો આનંદ ...Read Moreરહ્યા હતા. ખેંગારની વાતે ત્રિભુવનને અને જગદેવને લગભગ એના પ્રશંસક બનાવી દીધા હોય તેમ એને લાગ્યું. મુંજાલ કળી ગયો. એને દેવુભા ભયંકર લાગ્યો. તેણે એક અર્થવાહી દ્રષ્ટિ દેશળ ઉપર કરી લીધી. દેશળની પાસેથી પસાર થતાં તેણે ધીમેથી એને કહ્યું: ‘સોમનાથમાં ગ્રહણે મળીશ. મહારાજે હા કહી છે. પણ હમણાં તો તમને તતડાવીશ!’ દેશળને પહેલાં બે વાક્યોનો મર્મ સમજાયો. ત્રીજું શા વિશે
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 10
૧૦ ત્રિભુવનપાલ ઝાંખો પડે છે સોનેરી ઘંટડીઓનો આકાશમાંથી આવી રહેલો રણકાર કાને પડતાં એક ઘડીભર તો સૌ સ્તબ્ધ જ થઇ ગયા. કોઈને કાંઈ સમજ પડી નહિ. આ શું છે – ને અટકળ પણ થઇ શકી નહિ. ‘આ અવાજ શાનો? ...Read Moreઆવા ભયંકર કળજુગમાં પણ દેવલોકમાંથી કોઈ આંહીં આવી ચડ્યું છે કે શું?’ – દરેકના મનમાં આ પ્રશ્ન આવી ગયો અને કૂતૂહલના માર્યા સૌ ક્ષણભર એકકાન થઇ ગયા. પણ દંડનાયક ત્રિભુવનપાલ એનું રહસ્ય પામી ગયો. તે ઝાંખો પડી ગયો. બર્બરકની જે સિદ્ધિ વિશે લોકવાયકા ચાલી રહી હતી – હમણાં જ દેવુભાએ જે વિશે ટોણો માર્યો હતો – તે જ આ સિદ્ધિ
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 11
૧૧ રા’ ખેંગાર ભા દેવુભાના શબ્દો દંડનાયક ત્રિભુવનપાલને શરસંધાનની પેઠે વીંધી ગયા હતા. તેણે પોતાની અણિશુદ્ધ રાજપૂતી વટલાતી લાગી. તેણે મહારાજને પોતાને મળવાનો નિર્ણય કયો. એનું પરિણામ સ્પષ્ટ હતું. એને પાછા લાટમાં જવું પડત અથવા મહારાજ આ મોરચો એને ...Read Moreસોંપી દેત. મુંજાલને એ વસ્તુ પોસાય તેમ ન હતી. એને લાટમાં પાછો મોકલવાનો જ હતો, પણ મોકલવાને હજી વાર હતી હમણાં એને આંહીં રાખવો હતો. દેશળ સોમનાથમાં કેવોક વરસે છે, એના ઉપર વાતનો મદાર હતો. નહિતર ત્રિભુવનપાલ વિના ગિરનારી દુર્ગ હાથ કરવો વસમો પડે તેવો હતો. તેણે મહારાજ સાથેની એની મુલાકાત આગળ ઠેલાવ્યે રાખી. ત્રિભુવનપાલ ખિજાયો. જગદેવ તો પાછો સોમનાથ
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 12
૧૨ મુંજાલનો સંકેત આછા ઉજાસ અને ઘેરા અંધારભરેલા જંગલરસ્તે થઈને જયદેવ અને મુંજાલ રાજમાર્ગે ચડી જવા માટે આગળ વધી રહ્યા હતા. ખેંગાર એ રસ્તે થઈને જ ત્રિવેણીસંગમ તરફ જઈ શકે તેમ હતું. એટલે એ રસ્તે નીકળી જાય, તે પહેલાં ...Read Moreકે રાજમાર્ગ પાસે એમણે પહોંચી જવાનું હતું. પણ મુંજાલના મનમાં મહારાજના અત્યારના વર્તને એક જબરદસ્ત ગડભાંગ ઊભી કરી દીધી હતી. દેશળવાળી યોજના એણે ઘડી કાઢી. એક સુભગ પળે મહારાજ જયસિંહદેવની સંમતિ પણ એ મેળવી શક્યો આખી યોજનાને સાંગોપાંગ પાર ઉતારવાની એની તૈયારી હતી. ત્યારે આ શું? મહારાજે એને સંમતિ આપી એ ઉપરટપકેની હતી એમ સમજવું? શું સમજવું? ભા દેવુભા સાથે
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 13
૧૩ કેદારેશ્વરમાં શું બન્યું? મુંજાલ અને જયસિંહદેવ કેદારેશ્વરના મંદિરમાં પહોંચ્યા. સંકેત પ્રમાણે દેશળ આંહીં આવવાનો હતો. આ મંદિર જંગલના એકાંત ભાગમાં હતું. દિવસે પણ હિંસક પશુઓનો ત્યાં ભય લાગતો. પૂજારી પણ ત્યાં ઠેરતો નહિ. પૂજા કરીને ઘર ભણી પાછો ...Read Moreરહેતો, એટલે સંકેતસ્થાન તરીકે એ સરસ હતું. રાજા અને મંત્રી બે ક્ષણ પણ ત્યાં ઉભા રહ્યા હશે, એટલામાં પાછળના ભાગમાંથી કાંઇક પાંદડાં ખરવાનો અવાજ તેમને કાને પડ્યો. ‘મહારાજ! પણ આપણે એને સકંજામાં લેવો પડશે, નહિતર એ આપણને બનાવી જશે!’ મુંજાલે મહારાજને પોતાની વાત સ્વીકારાય એવી ભૂમિકા માટે તૈયાર કરવા માંડ્યા. ‘મુંજાલ, પહેલાં તો તું જ વાત જાણી લે હું પેલા
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 14
૧૪ હવે શું થાય? એક ક્ષણભર તો મુંજાલ અવાક જેવો ત્યાં ઊભો જ રહી ગયો. એને રાજાના આ વિચિત્ર વર્તનમાં કાંઈ સમજણ પડી નહિ. મહારાજ ત્યાં હતાં નહિ અને દેશળની સાથે રહીને લીલીબાને હાથમાં લેવાની પૂરેપૂરી જરૂર હતી. પળપળ ...Read Moreચાલ્યો જતો થો. દેશળને કાલે તો પાછા વળવાનું હશે. મુંજાલને ચોક્કસ ખાતરી થઇ ગઈ કે રાજા અત્યારે વિક્રમી સ્વપ્નના એક એવા ભવ્ય ખ્યાલમાં રમી રહ્યો છે કે એ હાજર હોત તો દેશળની વાતમાં ઉલટાનું ભંગાણ પડત. તેણે આસપાસ જોવા માંડ્યું. બીજા પણ બે-ત્રણ સ્તંભની પાછળ એ જઈ આવ્યો. ત્યાં તો કોઈ હતું નહિ. એણે પોતાની યોજના પોતાની જ જવાબદારી ઉપર
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 15
૧૫ જ્યારે એક નારી વૈર લેવા નીકળે છે જ્યારે એક નારી વૈર લેવા નીકળે છે ત્યારે જેમ એના સાહસનો છેડો નથી, તેમ એના વિનિપાતનો પણ છેડો હોતો નથી. એ પોતાના વૈરને સંતોષવા માટે શું નહિ કરે એ કહી ન ...Read Moreલીલીબા વૈર લેવા નીકળી હતી. મુંજાલ એ વસ્તુસ્થિતિનો લાભ ઉઠાવવા માંગતો હતો. એ જ્યારે સોમનાથના મંદિરના પશ્ચિમ ભાગમાં દરિયાકિનારે પહોંચ્યો, ત્યારે ત્યાં એક નાળિયેરીને અઠંગીને ઊભેલા દેશળને દીઠો. એણે હવે બહુ સાવચેતીથી કામ લેવાનું હતું. કોઈ આવનાર-જનારની દ્રષ્ટિ ન પડે એટલા માટે તેઓ પાસેના એક જૂના ખંડિયેર તરફ ચાલ્યા ગયા. ‘કેમ દેશુભા! લીલીબાનો પત્તો લાગ્યો?’ મુંજાલે અંદર જતાં જ પૂછ્યું.
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 16
૧૬ જયસિંહદેવની શોધમાં કેદારેશ્વરના મંદિરમાંથી અદ્રશ્ય થયેલા મહારાજ જયસિંહદેવ ક્યાં હોઈ શકે એ મુંજાલને માટે હવે અગત્યનો પ્રશ્ન બની ગયો. એટલામાં એણે રાજમાતાની પાલખીને આવતી જોઈ. તે સમજી ગયો. હજી મહારાજનો પત્તો ન હતો. મહારાજ જયસિંહદેવે એક અનોખી પ્રણાલિકા ...Read Moreહતી. કોઈ વાતની જાતમાહિતી મેળવવા કે પરદુઃખમાં અચાનક મદદ કરવા ઘણી વખત આ પ્રમાણે અદ્રશ્ય થઇ જતા. મહારાજની એ સ્થાપિત પ્રણાલિકા હોવાથી એમની આવી ગેરહાજરી એકદમ નજરે ચડી આવે તેમ ન હતી એ ખરું પણ મુંજાલને તો ધુબાકાની વાતચીત યાદ હતી. મહારાજ ત્યાં હતા – કે ખેંગારને પાછો ફરતો રોકવાનો નવો યત્ન આરંભી બેઠા હતાં – કે પરદુઃખી સમાચારે એમણે
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 17
૧૭ મુંજાલને વધુ સમજણ પડે છે સોમનાથના મુખ્ય મંદિરને ફરતાં સેંકડો મંદિરો હતાં. એક તરફ ગર્જના કરતો સોમનાથી જલનિધિ અને બીજી તરફ પવનના ઝપાટામાં ગાજી રહેતાં ગાંડી ગિરનાં વન – અને એમાં કુદરતબક્ષી વનરાજિની પરંપરામાં ઊભેલાં સેંકડો મંદિરો – ...Read Moreઆખી રચના જ અલૌકિક હતી. મંદિરોની સેંકડો ધજાઓ ત્યાં નિરંકુશ, રાત ને દિવસ ફરફર ફરફર્યા કરતી. મીનલદેવી એ હજારો ધજાને નિહાળતી સૂર્યમંદિર તરફ જવા ઉપડી. અત્યારે મુંજાલના મનમાં ગડભાંગ તો થતી હતી કે મહારાજ પોતે સૂર્યમંદિરમાં હશે કે નહિ: થોડુંક ચાલ્યા પછી તે આગળ વધતો અટકી ગયો. ‘કેમ, મહેતા? કેમ અટક્યા?’ ‘સૂર્યમંદિર તો પેલું સામે રહ્યું, બા! પણ પહેલાં હું
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 18
૧૮ ઉદયન આવ્યો પછી એક દિવસ સોમનાથથી સમુદ્રને કિનારે સ્તંભતીર્થનું એક વહાણ આવીને નાંગર્યું. તેમાંથી એક આધેડ વયનો પણ જુવાન જેવો લાગતો માણસ હોડીમાં બેસવા માટે આગળ આવ્યો. તે નવા આવનારને કૂતુહલથી બધી બાજુ જોઈ રહ્યો હતો. આ તરફ ...Read Moreપહેલી વખત જ આવતો હોય તેમ જણાતું હતું. તેણે એક કાનમાં સાચાં મોતીનાં લંગર પહેર્યા હતાં. પગમાં ખંભાતી જોડા હતાં. ગોઠણ સાથે તંગ લાગે એવો ધોતિયાનો કચ્છો વાળ્યો હતો. એને માથે સુંદર નાજુક મારવાડી ઘાટની પાઘડી હતી. એના કપાળમાં કાશ્મીરી કેસરનો પીળો ચાંદલો હતો ઉપરટપકે જોતાં એ એકદમ સામાન્ય જેવો માણસ જુદો જ બની જતો જણાય. એનું જાડું, વ્યવહારુ, પહોળું
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 19
૧૯ ઉદયન અને પરશુરામ કેટલાક માણસો સ્થિતિસ્થાપક હોય છે. એમને તમે ગમે તેટલા દબાણમાં રાખો જરાક તક મળી કે એ પાછા હતાં તેવા. બીજા કેટલાક ઝરણા જેવા હોય છે ગમે તેટલે ઊંડે એને ભંડારો, એ માર્ગ શોધી ...Read Moreઉદયનમાં એ બંને ગુણ હતાં. એ સ્થિતિસ્થાપક હતો અને માર્ગશોધક પણ હતો. એને આંહીં સોરઠમાં આવવું પડ્યું એ પ્રથમ તો રુચ્યું ન હતું. સ્તંભતીર્થને એણે પોતાનું માન્યું હતું. ત્યાં એણે અઢળક ધન મેળવ્યું હતું. અઢળક ધન વાપર્યું પણ હતું. ત્યાં સ્તંભતીર્થમાં એ મુગટ વિનાનો રાજા હતો. આંહીં તો એની કાંઈ ગણતરી પણ ન હતી. એણે સ્તંભતીર્થને અનેક જિનાલયોથી શણગાર્યું હતું. પણ આંહીં
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 20
૨૦ બે મુત્સદ્દીઓ ઉદયન અંદર આવ્યો. ત્યાં યુદ્ધસભા શરુ થવાની તૈયારી હતી. મહારાજ આવી પહોંચ્યા હતા. એ ઉતાવળે અંદર આવ્યો. મહારાજને પ્રણામ કર્યા. એક બાજુ પોતાની જગ્યા લીધી. ‘આ કોણ? મુંજાલ! ઉદો છે? ઉદા! તું ક્યારે આવ્યો?’ મહારાજે પ્રશ્ન ...Read Moreઅને તેની સામે જોઈ રહ્યા. ઉદયન ક્ષોભ પામ્યો. ઉત્તર આપવામાં એણે સંકોચ અનુભવ્યો. ‘મહારાજ! હું તો હમણાં આંહીં છું!’ તેણે બે હાથ જોડ્યા. ‘કેમ?’ ‘પ્રભુ! રાજમાતાએ મને બોલાવ્યો હતો.’ ‘જયદેવ! એને મેં બોલાવરાવ્યો છે,’ મીનલે કહ્યું, ‘આપણે સોરઠી જુદ્ધ લંબાવવું નથી. ઉદયન આંહીં ઉપયોગી થઇ પડશે!’ જયદેવ કાંઈ બોલ્યો નહિ, તેણે એક બગાસું ખાધું, હાથ લંબાવ્યા. ઉદયને એ જોયું. રાજમાતાનો
  • Read Free
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 21
૨૧ જગદેવ વિદાય લે છે! ત્રિભુવનપાલ અને જગદેવ બંને અંદરના ખંડમાં જયસિંહદેવ સાથે ગયા હતા. અંદરનો ખંડ વટાવી રાજા બહાર નીકળ્યો. બંને જણા એની પાછળ-પાછળ ચાલ્યા. બહાર મોટું મેદાન હતું. મેદાનની ચારે તરફ ઊંચા ઘાટાં વૃક્ષો આવી રહ્યાં હતાં, ...Read Moreશું છે એ બહારથી ખબર પડે તેવું ન હતું. મેદાનને છેડે, સામે, ઝૂંપડા જેવું કાંઇક દેખાતું હતું. એ તરફ બોલ્યાચાલ્યા વિના રાજા આગળ વધ્યો. ઝૂંપડા પાસે સૌ પહોંચ્યા. ત્યાં આગળ એક મોટી લાંબી શય્યા ઉપર કોઈક સૂતેલું લાગ્યું. રાજાને દેખીને શય્યા ઉપરથી, અંધારામાં એક મોટી, જાડી, ઊંચી ભયંકર આકૃતિ ઊભી થતી જણાઈ. ‘બાબરો છે. ત્રિભુવન!’ સિદ્ધરાજે કહ્યું. બાબરો ઘણુંખરું, પાણખાણમાં
  • Read Free


Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Fiction Stories | Dhumketu Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023
  • Best Novels of April 2023
  • Best Novels of May 2023
  • Best Novels of June 2023
  • Best Novels of July 2023
  • Best Novels of August 2023
  • Best Novels of September 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Dhumketu

Dhumketu Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.