Ziddi bibiji books and stories free download online pdf in Gujarati

જીદ્દી બીબીજી...!

જીદ્દી બીબીજી

“ના.. મારે તો આજ જોઈએ, બીજું કશું જ નહી ..! મેં તને પહેલા જ કીધેલું કે મને આ જ પીસ ગમે છે તો તું બીજું કેમ લાવ્યો ?”

નિકીતાએ રચીતનાં ઘરે પગ મુકતા જ ગિફ્ટનું પેકેટ ખોલતા જ રચિત પર ચડી ગઈ, આ સમયે બંને નો ચેહરો જોવા જેવો હતો હો પણ ! એક તરફ રણચંડી રાની લક્ષ્મીબાઈ પોતાના બંને હાથ માં તલવાર લઈને યુદ્ધમાં ઉતરેલી હતી, હા તેણે ઢાલ નહોતી લીધી કારણ કે એની જરૂર નહતી તેને ! તો બીજી તરફ રચિત, ધ્યાનમાં રહેલા બ્રહ્માજીની જેમ શાંત રીતે બધું જ સાંભળી રહ્યો હતો.

“આજે તપ બરાબરની લઇ પાડી યાર ! કઈ નહિ,આજે બોલવા દે આજે, ભલે ભડાશ કાઢતી ..!” રચિત મનમાં રણક્યો અને ફરી તેને સાંભળવા લાગ્યો.

હકીકતમાં વાત જાને એમ હતી કે, આજે રચિત અને તેની પ્યારી નિકીતાની લગ્નની પાંચમી વર્ષગાંઠ હતી અને નિકીતાને શો રૂમ માં એક રીંગ પસંદ આવી હતી અને રચીતે વર્ષગાંઠ પર તેને આ રીંગ લઇ દેવાની પ્રોમિસ કરી હતી.. પણ આ સાહેબ તેની જગ્યાએ કોઈ બીજી જ રીંગ લાવ્યા હતા એટલે મેડમ જરાક નારાઝ હતા ...હા જરાક જ હો...!

“અરે મારી માં, તારી પસંદ કરેલી રીન્ગનો ભાવ થોડો વધુ હતો અને બજેટ પણ એટલું બધું નહોતું, એટલે હું બીજી લઇ આવ્યો મારી પસંદગીથી ...”

“હહ, એટલે હવે તારે મને ગીફ્ટ આવા માટે બજેટ નક્કી કરવું પડે ..વાહ રે...!”

“અરે પણ હું ....”

“બસ, મારે કઈ જ નથી સાંભળવું .”

“અરે પણ મને કઈક બોલવા...”

“એક વાર કીધું ને મારે કાઈ જ નથી સાંભળવું..!”

“ઠીક છે...!” અંતે રચિત કંટાળીને નાના બાળકની જેમ મો પર આંગળી મૂકી અને કાઈ પણ બોલ્યા વિના ત્યાંથી જતો રહ્યો.

નિકીતા પણ મો ફુલાવીને રૂમમાં જતી રહી અને પોતાના ફેવરીટ ઓસીકાને ભેંટી ને સુઈ ગઈ, કદાચ તેની સાથે પોતાના આંસુઓ શેર કરવા, જે હાલમાં ગુસ્સાને લીધે નિકીતાની આંખોમાં હતા.

“એક કલાક થઇ ગઈ.સાંજના આંઠ વાગી રહ્યા હતા અને બંને વાછેની વાતચીત બંધ હતી. નિકિતા સુઈ ગઈ હતી અને રચિત ગેસ્ટ રૂમમાં બેસીને ટીવી જોઈ રહ્યો હતો, જાણે કશું થયું જ ના હોય.

નિકીતાની આંકો ખુલી, જે લાલ થઇ ગઈ હતી. તેને રચિત નો બર્તાવ અજીબ લાગી રહ્યો હતો. આજ સુધી ક્યારે પણ આ રીતે બંને અબોલા નહોતા થયા. ના તો પાંચ વર્ષના લગ્ન જીવન માં કે ના તો ત્રણ વર્ષની રિલેશનશિપમાં.

“યાર આજે ખોટી જીદ થઇ ગઈ, મારે આવું નહોતું કરવું જોઈતું.બીજી તો બીજી, કેટલા પ્રેમથી આવ્યો હતો રચું .” આ સાથે તેને પોતાની બાજુમાં પડેલું રીંગ નું બોક્ષ લીધું અને તેને પ્રેમથી ચુંબન કર્યું અને બોલી, “સોરી રચિત ..!” આ સાથેં જ તેને બોક્ષ ખોલ્યું અને તેમાં રહેલી રીંગ પોતાની આંગળીમાં પહેરી, “સરસ તો છે યાર, હું જ ખોટી ઓવર રીએક્ટ કરી રહી હતી, હું પણ ને ..!”

ત્યાં તેને બોક્સમાં કોઈ ચીટ જેવું દેખાયું, તે તેને ખોલીને જોયું અને પહેલા જેવું રણચંડી નું સ્વરૂપ હતું, તેનાથી પણ વધુ રૌદ્ર રૂપ સાથે જ તેણે તે વીંટી કાંધીને દરવાજા પાસે જોરથી ફેંકી અને વીંટીનું બોક્સ સીધું બાલ્કીનીમાં ...! ને સાથે જ ગુસ્સામાં એક જોરથી રાડ પાડી, “રચિત ..!”

રાડ તે એટલી જોરથી હતી કે ઘરની બહાર શાંતિથી સુતેલું કુતરું ય ઉઠીને વિચારમાં પડી ગયું અને જોરથી ભસવા લાગ્યું ...! બાજુના રૂમમાં રચિત પણ ડરી ગયો કે આને શું થયું અને દોડતો દોડતો નિકીતાના રૂમ પાસે ગયો.રચિત દરવાજો ખોલતા જ નિકીતાએ બાજુમાં પડેલો ખાલી કોફીનો મગ રચિત ના પગ પાસે ફેંક્યો .

“નિકિતા, ગાંડી થઇ ગઈ છે કે શું ?”

આહ, એ કાગળમાં પેલી વીંટીનું બીલ હતું...!

વાસુદેવ કટરેલી એન્ડ જનરલસ

રીંગ – મોડેલ 116ad

નંગ – ૧

કુલ આપવાના – રૂ/- ૫૦=૦૦ પુરા

“આ શું છે ? મને ૫૦ વાળી વીંટી ગીફ્ટમાં આપો છો ? બગસરાની ૫૦ વાળી વીંટી ...આટલી જ કીમત છે મારી તમારા માટે ? કે પછી બાર બીજી કોઈ ગોતી લીધી છે ...! જવાબ દે...”

“કેવી છે તું સાવ ? પ્રેમને પૈસાથી તોલો છો ! શરમ નથી આવતી, ધિક્કાર છે તારા પ્રેમને ..!” રચિત સાવ ઠંડો થઈને બોલ્યો. પોતાના ગુસ્સા સામે સાવ શાંત જોઇને નિકિતા વધુ અકળાઈ.

“તારો વર્તાવ છેલ્લા કેટલાક સમયથી કેમ બગડી ગયો છે મારી જોડે ? મહિનાની એક લાખ થી વધુ પગાર લે છે તું અને તું મને ૫૦ રૂપિયાની ગીફ્ટ આપે છે, જ્યારે મેં તને કહ્યું હું કે તું મને આ લઇ ડે, તો તું કેમ આ લઇ અઆવ્યો ?” નિકિતા સાવ રડમસ થઇ ગઈ બોલતા બોલતા !

લગ્નના આટલા વર્ષોમાં આવું ક્યારે પણ નહોતું થયું. નિકીતાને કોઈ જાતના ગીફ્ટ કે કઈ માંગવાની આદત નહોતી. બહુ સંતોષી પ્રકારની જીવડી હતી ...બસ તેને માત્ર ત્રણ વસ્તુઓથી જ લગાવ હતો ; નિકિતા, રચિત અને તેમની વચ્ચેનો નિર્દોષ પ્રેમ...! અને નિકીતાને કઈ ઉપહારની જરૂર જ n પડતી, કારણ કે જે વસ્તુ તેના દિલમાં આવ્યા પહેલા જ તેના હાથમાં આવી જતી...! બસ એવો જ પ્રેમ હતો બન્ને નો..! પણ આ માંગણી તેના થી જલતી એવી તેની ખાસ મિત્રની સંગતની હતી...! જેવી કે પ્રેરણા માટે કોમોલિકા, જુહી માટે સીમરન ...!

હા, આટલા ગરમ વાતાવરણ વચ્ચે પણ આપણા કેપ્ટન કુલ માહી રચિત સાવ બરફ જેવા કુલ હતા અને મેડમ કોહલી જેવા ધડધડ ...! રચીતની આ જ અડત પર તો નિકિતા ફિદા થઇ ગઈ હતી અને પ્રેમની શરૂઆત થઇ હતી, અને આજે આ જ વસ્તુ તેને રડાવી પણ રહી હતી.

રચીતની જગ્યાએ જો કોઈ બીજો હોત, તો નિકીતાને બરાબરની સંભળાવી દીધી હોત, કદાચ કેપ્ટન કુલ માહી પણ પોતાનો સંયમ ગુમાવી દે પણ રચિત નહી..! અને તે કદાચ આ બધામાં પણ નિકીતાને ચીડવતો હતો.

“નવ વાગ્યા નીકી, ભૂખ લાગી છે, જમવાનું શું કરવાનું છે ?” આવા ગરમ વાતારણમાં ર્ચીત્ન ગરમ ગરમ ખાવાનું ખાવું હતું એટલે મેડમ પાછા ત્રાટક્યા, “જે ખાવું હોય ખાઈ લે, મને હેરાન ના કર, મગજ બગાડે છે તું ક્યારનો..!” ગુસ્સામાં રાડો પાડતા તે બોલી.

હવે શાંત બનીને ધ્યાનમાં બેઠેલા ભગવાન માંથી જાણે શ્રી મહાદેવની ત્રીજી આંખ ખુલી હોય તેવી આગ રચીતમાંથી નીકળી, “શું છે તારે ! ક્યારની બોલ બોલ કરે છે. કશું બોલતો નથી એટલે તારે માથે ચડી જવાનું એમ ? જા જા તારે જે કરવું હોય તે કર. હું ક્યારનો શાંતિથી વાત કરું છું, તને સમજાવું છું પણ તારે તો બસ માથું જ ખાઈ જવું છે ! ઉપર મગજ નામની વસ્તુ જ નથી, ઘાસ ભરેલું છે કે પોદરો એ જ નથી સમજાતું..! તારે ભૂખ લાગે ત્યારે બનાવીને ખાઈ લેજે, હું જાઉં છું બહાર ખાવા...!”

“જા...જ્યાં જવું હોય ત્યાં જા ..! ગુડા...!”

બન્ને બાજુથી આગ લાગી હતી, આગ નહી જ્વાળામુખી હોય એવું લાગતું હતું.

નિકિતા તરફથી સામો જવાબ સાંભળતા જ્વાળા બનેલો રચિત એવી રીતે લાલઘુમ થઈને નિકિતા તરફ એવી રીતે ગયો, જાણે જઈને હમણાં સનાસનાતો થપ્પડ ગાલ પર ચોપડશે ..! આ વખતે નિકિતા પણ ગભરાઈ ને એની આંખોમાં આંસુ આવી ગયા, પણ રચિત તો આગ્બબુલો આગળ વધતો જ ગયો, અને જેમ નજીક પોચ્યો, ડરના લીધે નીકીતા ના તો હાથ ઉપર થઇ ગયા ને રચીતે તેના હાથ જોરથી પકડી લીધા ને નિકીતાની રાડ નીકળી ગઈ અને તેના ખુલી ગયેલા હોઠમાં રચીતે પ્રેમથી પોતાના હોઠ રાખી દીધા...!

નિકીતાને સમજ નોતી પડતી શું થઇ રહ્યું છે, પણ રચીતની આ હરકતથી નિકીતાનું ગુસ્સાનું ગ્લેશિયર પીગળી ગયું અને મહાસાગરમાં વહી ગયું અને બંને થોડીવાર એકમેકની આંખોમાં ખોવાઈ ગયા. બહાર આવતા રચિત જોર જોરથી હસવા લાગ્યો, નિકિતા હજુ રોઈ રહી હતી પરંતુ રચિતને હસતો જોઇને તેના ચેહરા પર પણ એક કાતિલ સ્માઈલ આવી ગઈ, જેના પર વર્ષો પહેલા રચિત ફિદા થયો હતો, તે જ નિર્દોષ અને મીઠી સ્માઈલ.

આ બાદ રચીતે પણ શાહરૂખ ખાન ના અંદાજમાં ઘૂંટણ પર બેસીને પ્રપોસ કર્યું, એ જ વીંટી સાથે જે નિકીતાએ પસંદ કરી હતી, ૫૦ રૂપિયા વાળી નહિ હો...!

આ જોઇને નિકીતાની આંખોમાં ફરી આંસુડા આવી ગયા અને રચિતને પકડીને ભેટી પડી ને વ્હાલથી તેની છાતી પર ધબ્બા મારવા લાગી અને પ્રેમથી બોલી, ”સોરી .....રચ ..”

“શશશ ..કાઈ નાં બોલ...આ ઈ લવ યુ નિકીતા, એસ ઓલ્વેસ ...!”

“તું પણ ને...!”

“યુ નો મી નાં ... આઈ હેટ ટીયર્સ પુષ્પા...હાહાહા ..!”

અને દર વખતની જેમ આ જીદ્દી બીબીજીનું પણ કેપ્ટન કુલ સાથે થયું હેપી એન્ડીંગ ...!

  • અક્ષય મુલચંદાણી “ભોમિયો”
  • ***