Dear Diary 2017 books and stories free download online pdf in Gujarati

ડીયર ડાયરી 2017

ડીયર ડાયરી 2017

સૌથી પહેલાં તો થેંક્યુ સો મચ યાર. લવ યુ...!!

ઓય... મારી સામું શું જુએ રાખે છે...!? (હજું પણ મૌન ?!) હમમ્ સમજી ગ્યો. હવે છેલ્લી વખત પણ મને 'લવ યુ ટૂ' જેવા મેજીકલ વર્ડસ નહીં સાંભળવા મળે એમ જ ને....

ખેર, હું તારી આ જ ખાસિયત પર તો આફરીન છું ડાર્લિંગ. જ્યારે પણ હું તને કંઈક પૂછું, ત્યારે તું મારી સામે ફક્ત 'લાંમબીઇઇ' સ્માઈલ આપીને ટગર ટગર જોઈ રહે છે. ત્યારે મને શું થાય ખબર છે ? તને ચૂમી લેવાનું અને એક મોટું હગ કરવાનું મન થઈ આવે. એમ જ સ્તો કરું છું સ્વિટી હાર્ટ !

તું એ જ વિચારતી હશે ને કે, "આજે મને અચાનક શું થઇ ગયું છે? તારા પર એકસાથે આટલો બધો પ્રેમ કેમ ઉભરાઈ ગયો? મારું ચસકી ગયું છે, યા તો 31st ની અસર...."ના બાબા ના ! એવું કંઈ નથી હો. બટ યૂ આર લિટલ બીટ રાઈટ... પ્રેમ તો ઉભરાયો જ છે. એનાં કારણો ઘણાં છે એટલે લાસ્ટમાં જણાવીશ... બ્રેકિંગ ન્યુઝ છે યાર. થોડા સા ઇંતજાર તો કરના હી પડેગા બેબી.

વેલ, ગો ટૂ ધ પોઇન્ટ. હું જ્યારે તને તારા પિયર(-સ્ટેશનરી) માંથી લઈ આવ્યો ત્યારે તું બોવ જ શરમાળ હતી. ત્યારે કદાચ તારામાં ઇમોશન્સ પણ નહોતાં. પણ તું તો તારી મોટી બહેન(2016) કરતાં પણ વધારે સ્માર્ટ નીકળી યાર. આપણે બંને એકબીજાને સમજી શકીએ એ માટે મેં તારી મોટી બહેનની હાજરીમાં જ તારી સાથે જરુરી વાતો કરી લીધી. મારા પાસ્ટ અને વર્તમાનથી તને પરિચિત કરાવી. હું કેવું ભવિષ્ય ઈચ્છું છું એ પણ જણાવ્યું. અને તે એ બધું એકવાર માં જ સમજી લીધું, શીખી લીધું, સ્વિકારી લીધું. આજે જો કેટલી બોલકી થઇ ગઈ છે.

મને બરાબર યાદ છે એ દિવસ જ્યારે મેં પહેલીવાર તારા પર 'મારું' નામ ટાંક્યું. બસ એ જ ક્ષણે તું મારી 'પર્સનલ પ્રોપર્ટી' છે એવાં અન-ઓફિસીયલ કરાર આપણી વચ્ચે થઈ ગયા હતાં. ત્યાર બાદ સૌથી પહેલાં મેં તને મારા મન્થલી પ્લાનિંગ અનુસાર મુખ્ય કામ જણાવી દીધાં, જેથી હું ભૂલી ના જાવ. મારી આદતો જણાવી. ખાસ તો મારે કઈ વસ્તુઓથી દુર રહેવાનું છે એ જણાવ્યું: વ્યસન ના કરવું, ખોટો રસ્તો ના અપનાવવો, કોઈની લાગણી દુભાવવી નહીં, ગુસ્સો કરવો નહીં(એક વ્યક્તિ અપવાદ છે.) વગેરે… વગેરે…

યાર તે જબ્બર કામ કર્યું હો !! હું જ્યારે પણ મારો રસ્તો ભટકી રહ્યો હોવ, ત્યારે તું મારી સામે પેલું પેઇજ ડિસ્પ્લે કરતી અને ટોકતી પણ ખરી, "ભાવિક તારા જ નિયમોનું તું ઉલંઘન કરીશ ??"અને હું અટકી જતો. કેમકે એક નિયમ એવો પણ છે કે મારાથી ગમે તેટલું ખરાબ/હલકું કામ થઈ જાય તો પણ મારે તને તો જણાવવાનું જ. એ પણ લેખિતમાં. બસ આ વાતનો જ ડર લાગે છે મને. અને તું પણ જાણે છે કે હું હંમેશા તારી સાથે પ્રામાણિક રહ્યો છું.

આમ તો આપણો સંબંધ એક વર્ષ માટે જ હતો. પણ સાચું કહેજે, શું તને એકવાર પણ એવો વિચાર આવ્યો છે કે આપણો સંબંધ વર્ષના અંત સાથે પુરો થઈ જશે ?? નહીં જ આવ્યો હોય. કેમકે મેં મારી લાઈફનું આખું વર્ષ તારી સાથે વિતાવ્યું, મારી નાની નાની ખુશીઓ મેં તારી સાથે વહેંચી છે, દરેક દર્દની દવા આપી છે તે મને. વર્ષના ત્રણસો પાંસઠ દિવસ દરમિયાન મારી સાથે બનેલી એક એક મોમેન્ટની સાક્ષી બની છે તું. મારી આખી લાઈફના સરખા ભાગીદાર છીએ આપણે યાર.

જ્યારે હું ખુશ હોવ ત્યારે તું પણ હસે, મને દુઃખી જોઇને રડે પણ ખરી. મને જ્યારે પણ ગુસ્સો આવ્યો હશે ત્યારે તું એક જ મારી સાથે ઉભી રહેવાની ગુસ્તાખી કરી શકે છે. આખી દુનિયામાં તું એક જ છો, જે મને સામેથી કહે કે, "ગુસ્સો આવે છે? તો મારા પર ઉતારી દે ને..!"હું એમ જ કરતો. તડકો હોય તો તું છાપરું બની જાય અને નિરાશ હોવ તો મારું ઓશીકું બની જાય. હું કલ્પના પણ ના કરી શકું કે હું જ્યારે તારા પર આગ જેવા અક્ષરો ચિતરતો હોવ અને તેમાં પણ મારા આંસુ તેજાબની જેમ તારા પર ફરતાં હોય ત્યારે તને કેટલું દર્દ થતું હશે. તો પણ ચૂપચાપ મારી ખુશીમાં તે તારી ખુશી જોઈ છે. એટલે જ હું તને બોવજ પ્રેમ કરું છું. લાઈક..., લાઈક માય સેકન્ડ હાફ !! મેં તને એવી રીતે સ્તો સાચવી છે. ક્યારેય મારાથી અલગ નથી કરી તને. કોઈ તને અન-ઓથેન્ટિક ટચ કરે એ પણ નથી ચલાવી લેતો. હા, યાદ જ હશે આવાં સમયે મારો એક જ જવાબ હોય છે: KEEP CALM &MAINTAIN SAFE DISTANCE.

ડીયર ડાયરી (2017), તે મને ઘણું બધું આપ્યું છે. નવું વિઝન, સાહિત્યની સફરમાં નવાં મિત્રો, પશ્ચિમ ભારતની સફર, અનુભવો, પ્રેમ, હૂંફ, મને મારી સાથેની ઓળખાણ, ઘણુંબધું.... પણ એક વાત માટે સ્પેશ્યલ આભાર માનું છું કે તે મને, મારી ગમતી વ્યક્તિ સાથેનાં સંબંધો સુધારી આપ્યા છે.

માય ડીયર આ વાત હવે નીકળી જ છે તો તારા માટે એક ફરિયાદ છે એ પણ જણાવી જ દઉ. મારી બેસ્ટ ફ્રેન્ડ સાથેનાં મારા રીલેશન આખા વર્ષ દરમિયાન ખૂબ જ સારા રહ્યા. અમે બંને ખુશ હતાં. એકબીજાને સમજી શકતા. બધું જ બરાબર ચાલતું હતું. પણ તે આ શું કરી નાંખ્યું યાર..??! મેં તને અગાઉ કહ્યું હતું ને કે હું તેના વગર નહીં રહી શકતો.... હું મારી બેસ્ટ ફ્રેન્ડની વાત કરું છું, ગર્લફ્રેન્ડની નહીં. (You તો know me ને?) હંમમ... તો તે શું કર્યું ?! મારો ઝઘડો કરાવી દિધો તેની સાથે. એ પણ વર્ષનાં છેલ્લા થોડા દિવસોમાં... મેં તો વિચાર્યું હતું કે આ વર્ષને હું "ફાઇટીંગ ફ્રી યર"નામ આપીશ. પણ તે બધા પર પાણી ફેરવી દીધું... તારે આવું ન્હોતું કરવું જોઈતું યાર… હા, તું આ રોકી શકે તેમ નહોતી પણ... એટલીસ્ટ મને તો સમજાવી જ શકે ને ?!

ખેર, હું તને વર્ષનાં અંતે હંમેશા માટે તારી મોટી બહેનોની જેમ કબાટમાં ગોઠવી દઉ એ પહેલાં કંઈક કર પ્લીઝ. ચલો, એક તક આપું છું તને એ ભૂલ સુધારવા માટે. (આઈ મીન મારી ભૂલ) હું તારી નાની બહેન(2018) સાથે બે-ત્રણ દિવસ તને રાખું છું. આટલા સમયમાં તું એ નાનકીને સમજાવી દેજે કે તેને કંઈ ભૂલ સુધારવાની છે. અને તેને એ પણ જણાવજે કે એ(2018) મારી સાથે રહે ત્યાં સુધી મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે એકપણ વાર ઝઘડો ના કરાવે ઓકે. નાનકીનો (2018) નો જન્મ થશે એ ખુશીમાં હું બધું જ જૂનું ભૂલી ને' નવી શરૂઆત કરીશ.( જો કે પહેલું અઠવાડિયું હું જ મારી પરીક્ષા લઈશ. એ ચેક કરવા માટે કે હું તેની ફ્રેન્ડશીપ ને યોગ્ય છું કે નહીં. જો હું પાસ થયો તો જ તેની પાસે જઈશ.)

અને હા, મારી ફ્રેન્ડને પણ જણાવજે કે લાઇફ પ્રેમ કરવા માટે છે, ઝઘડો કરવા માટે નહીં. તેને પણ નહીં જ ગમ્યું હોય, પણ એ મને સમજવાની ટ્રાય કેમ નથી કરતી યાર? તું જ એને સમજાવજે ઓકે. હું થોડો ડીસ્ટર્બ છું. કદાચ ફરીથી ગુસ્સો પણ આવી જાય તેનાં પર. મારો હક્ક છે તેના પર ગુસ્સો કરવાનો ઓકે. ખેર છોડો, તને વધારે પરેશાન નથી કરવી. ગુડબાય એન્ડ લવ યૂ.

લિખિતંગ,

તારો જ ભાવિક !