Angrejni Haweli in Gujarati Horror Stories by Alpesh Barot books and stories PDF | અંગ્રેજની હવેલી

Featured Books
Categories
Share

અંગ્રેજની હવેલી

શહેરની વચ્ચે કૃષ્ણનગર સોસાયટી આવેલી હતી.પાકા મકાનો, અને ઊંચી ઉંચી ઇમારતોની વચ્ચે આ હવેલી લોકોના આકર્ષણનું કેન્દ્ર રહેતી. બહુમાળી આ હવેલીનું બાંધકામ પણ જુનવણી હતું.કાળા પથ્થરઓની આ હવેલી દેખાવમાં સુંદર હતી.તેના આંગણામાં મોટા મોટા વૃક્ષો હતા. એક માળી ત્યાંના વૃક્ષોને પાણી આપતો અને માવજત કરતો. તે સિવાય અહીં એક મોટી ઉંમરના ચોકીદાર કાકા હતા. પણ મોટાભાગે તે દિવસે જ દેખાતા.હવેલીનો માલિક પહેલા એક અંગ્રેજ હતો. પણ હવે તે હવેલી એક અજય નામક ગુજરાતી વેપારીએ ખરીદી હતી અને રહેવા માટે પણ આવનો હતો.

હવેલીમાં રહેવા આવતા પેહલા વડીલોએ તેને ના કરી હતી.

અજયની ફેમિલીમાં ચૌદ વર્ષની છોકરી અને તેની પત્ની શાલીની હતા.

અજયના બાપ દાદાની પેઢી હતી જે વેપારી લાઈનમાં જ હતા. તેનું કામ મકાનોની લેતી દેતી કરવાનું હતું. ત્યારે જ એક પાર્ટીએ તેને આ હવેલી બતાવી હતી. શાલીનીને ગમી ગઈ હોવાથી તેને અહીં કાયમી વસવાટ કરવા આવવાનું નક્કી કર્યું હતું. અજય કામથી બહાર જતો રહે, આરોહી શાળાએ તે સિવાય એક કામવાળી બાઈ હતી. તે પોતાનું કામ પતાવી જતી રહે, એ સિવાયુ શાલીની આખો દિવસ ઘરે એકલી જ હોય.

શાલીની અજયને વારંવાર કેહતી કે દીવો પ્રગટ્યા સાથે જ વારંવાર બુજાઈ જતો હતો. પણ અજય આવી વાતોમાં માનતો નહીં.

મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જ ચાર-પાંચ રૂમ હતા અને ઉપરના માળે પણ આટલા જ રૂમ હતા. એક રૂમ અજય અને શાલીની માટે હતો.બીજુ એક રૂમ આરોહી માટે ખોલ્યો હતો. બાકીના રૂમ એમ જ બંધ રહેતા હતા.ક્યાં રૂમમાં શુ છે. તેની તેઓને ખબર નોહતી. પણ બ્રોકરે કહ્યું હતું. કે તેમાં અંગ્રેજનું સામાન પડયો હતો. જે અજય સમય જતા ભંગાણવાળાને વેંચી દેવાનો કહી દીધું હતું.

અજય કામથી બહાર ગયો હતો.

આરોહી શાળાએ ગઈ હતી. શાલીની રસોડામાં જમવાનું બનાવી રહી હતી.

શાલીનીને કોઈ અજીબ હસવાનો અવાજ આવી રહ્યો હતો.તે હોલમાં આવી ગઈ હતી.અવાજ ઉપરના માળે બંધ પડેલા રૂમમાંથી આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું.

શાલીની ધીમેધીમે પગથિયાં ચડી રહી હતી.

સતત હસવાનો અવાજ આવી રહ્યો હતો.

"ત્યાં કોણ છે?"

પણ કોઈ જ પ્રત્યુત્તર મળ્યો નહી.

એટલે શાલીની રૂમની અંદર ગઈ પણ ત્યાં કોઇ દેખાયું નહીં.

પણ હસવાનો અવાજ હવે બાલ્કનીમાંથી આવી રહ્યો હતો.

તે બાલ્કનીમાં ગઈ તો અવાજ રૂમમાંથી આવવા લાગ્યો.

હવામાં પડદાઓ હલી રહ્યા હતા.

સામે એક આરીશો હતો,જેમાં શાલીની નો ચેહરો દેખાઈ રહ્યો શાલીની હસ્તી ન હોવા છતાં તેનું આરીશામાં પ્રતિબિંબ હસતું હતું.

શાલીની ધીમે પગલે આરીશાની પાસે જઈને જોવા લાગે છે. હસવાનો અવાજ રૂમમાં ગુંજી રહ્યો હતો.આરીશામાં શાલીની હસી રહી હતી. તેના વાળ હવામાં લહેરાઈ રહ્યા હતા.

ક્યારે ક તેનો ચેહરો લાલ કલરના કોર્ટવાળા અંગ્રેજ જેવા જણાતો હતો. જેને રેડ હેટ પહેરી હોય. તો ક્યારેક સફેદ કલરના વાઈટ ગાઉનમાં ઉભેલી કોઈ યુવતી જેવો લાગતો હતો.

વીજળીના ઝટકા સાથે તેની અંદર કોઈ પ્રવેશયું.તુફાનમાં જે રીતે તમામ વસ્તુઓ ઊડતી હોય,તેમજ શાલીનીની આસપાસ બધું હવામાં ઉડી રહ્યું હતું. તેના વાળ પણ હવામાં લહેરાઈ રહ્યા હતા. હવે આરીશામાં ત્રણ ચહેરા હસી રહ્યા હતા. એક અંગ્રેજનું પછી સફેદ ગાઉનવાળી યુવતીનું અને આને શાલીનીનું.જોરજોરથી હસવાના અવાજો આખા ઓરડામાં ગુંજી રહ્યા હતા. શાલીની હવામાં ઉછળી અને જમીન સાથે અથલાઇ રહી હતી. તેનો શરીર લોઈ લુહાણ થઈ ગયો હતો. અને અચાનક બધું થંભી જાય છે.અને શાલીની ફર્શ પર મૂર્છિત અવસ્થામાં પડી હોય છે.

તજ્યારે જાગે છે.ત્યારે તેની આસપાસ અજય અને આરોહી બેઠા હોય છે. ડૉકટર તેને ઇન્જેકશન આપી રહ્યા હોય છે. અને ઇન્જેકશન આપતા જ કહે છે. "કઈ ખાસ નથી, બસ થોડી અશક્તિ જેવું છે. ઠીક થઈ જશે."

ડૉકટરના જતા જ શાલીનીએ કહ્યું-" મારે અહીં નથી રહેવું"

"પણ કેમ ? શાલીની શુ થયું?"

"અહી કોઈ પ્રેત આત્મા છે."

અજય જોરજોરથી હસવા લાગ્યો.

"મારી આ હાલત પણ એ આત્માએ જ કરી?"

"કઈ હાલત, શાલીની?"

શાલીની તેના શરીરને જોવે છે. કોઈ જ ચોટનો નિશાન નોહતો.

"એ તો તમે માં દીકરી આખો દિવસ હોરર ફિલ્મો જોયા કરો છો એટલે તારો વહેમ હશે!"

"વહેમ નહિ, ઉપરના ઓરડામાં માં મેં અરીસામાં કોઈને અટહાસ્ય કરતા જોઈ."

"દેખાવમાં કેવી હતી?"અજય બોલ્યો.

"બિલકુલ મારા જેવી.ના અંગ્રેજ જેવી, ના રૂપાળી યુવતી જેવી."

આરોહી અને અજય સાલીનીની વાત સાંભળી જોરજોરથી હસે છે.

"તું નક્કી કરીને અમને કહેજે, કેવી લાગતી હતી.આરામ કર બહુ રાત થઈ ગઈ છે."

રૂમની અંદર નાઈટ લેમ્પ સિવાય અંધારું હતું.

અજય સુઈ ગયો હતો,પણ શાલીનીને ઉંઘ નોહતી આવતી.

તે બે અંગ્રેજના ચેહરા નઝર સામે વારંવાર આવી રહ્યા હતા.

તે વિચારતી હતી. ત્યાં ફરી જાણે તે ઓરડામાં જોરજોરથી હસવાનો અવાજ આવી રહ્યો હતો.પણ આ વખતે શાલીની ઉભી ના થઈ!

અવાજ ધીમેધીમે નઝદીક આવી રહ્યો હતો.

દીવાલ પર એક પળછાયો દેખાઈ રહ્યો હતો.જેના વાળા હવામાં લહેરાઈ રહ્યા હતા.

આ બધું જોઈ જાણે શાલીનીની બોલતી બંધ થઈ ગઇ હોય, તે બોલવા ઈછતી હતી.પણ શબ્દોની જગ્યાએ ફક્ત હવા જ બહાર નિકતી હતી.

હવે જાણે હસવાનો અવાજ આખા ઓરડામાં ગુંજી રહ્યો હતો.

એક જોરદાર ચીખ સાથે શાલીની એ રાડ પાડી. અજય જાગી ગયો.

"શુ થયું?"

"ભૂત.ભૂત..ભૂત..."

"ક્યાં છે.ભૂત?"

"ત્યાં, ના ત્યાં..." કહેતા જ તે અજયને ભેટી પળી.

"ભૂત બુત જેવું કંઈ ન હોય,તું શાંતિથી સુઈ જા.આ બધું તારું વહેમ છે."

"આરોહી આરોહી ક્યાં છે?"

શાલીની બોલી.

"તું અહીં આરામ કર હું તેને જોઈ આવું."

કેહતા જ અજય આરોહીના રૂમમાં જાય છે.આરોહી સૂતી હોય છે.એટલે તે તેને સૂતી રહેવા દે છે. અને ફરી રૂમ તરફ આગળ વધે છે.

પણ રૂમમાં શાલીની નોહતી.

"શાલીની...ઓ શાલીની..."

શાલીની કોઈ જ પ્રત્યુતર નોહતી આપી રહી તેને બસ

જોર જોરથી હસવાનો આવાજ આવી રહ્યો હતો.

"ક્યાં છો શાલીની?"

હસવાનો અવાજ ઉપરના રૂમમાંથી આવી રહ્યો હતો. જે ખુલો હતો. અને જાણે પ્રકાશથી ચમકી રહ્યું હતું.

"શાલીની..શાલીની.."

કેહતા જ અજય રૂમમાં પ્રવેશે છે.

શાલીનીના વાળ હવામાં લહેરાઈ રહ્યા હતા.તે બારીની બહાર જોઈ રહી હતી.

"શાલીની હું તને નીચે શોધી રહ્યો છું.તું અહીં શુ કરે છે?"

પણ શાલીનીએ કોઇ જવાબ ન આપ્યો.

અજય શાલીનીની એકદમ પાછળ જઇ ઉભો રહી જાય છે. અને તેને ગળામાં ચુમવા જાય છે. ત્યારે જ શાલીની ઉડી અને ઓરડામાં ઉપરના ભાગે હવામાં ઉડવા લાગે છે. અને જોરજોરથી હસી રહી છે.

"મને પકડ,મને પકડ" એમ શાલીની મર્દાના અવાજમાં બોલી રહી છે.

તેના સુંદર ચેહરા પર લોઈ અને પરું વહી રહ્યું હોય છે.

તેના ચેહરો બળી ગયો હોય તેવો દેખાઇ રહ્યો હતો.

અજય ભાગવાનો પ્રયત્ન કરે છે. પણ દરવાજો બંધ હોય છે.

"અહી એક વખત આવી ગયા પછી કોઈ જીવતું જતું નથી." કેહતા જ ચુડેલ ગાયબ થઈ જાય છે.

રૂમમાં એકદમ અંધારું થઈ જાય છે."શાલીની..શાલીની" અજય બોલી રહ્યો છે.

ધીમેધીમાં કોઈના પગલાં તેની તરફ વધી રહ્યા હતા. દરેક પગલાંની સાથે તેના ધબકારા પણ વધી રહ્યા હતા."

પાછળથી કોઈનો સ્પર્શનો અનુભવ થાય છે.અજય તેનાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે."હું છું અજય તારી શાલીની આટલો ડરે કેમ છે?"

ઓરડામાં લાઈટ ચાલુ થઈ જાય છે.ખરેખર તે શાલીની હતી.

તે જ ચેહરો.. તેજ સ્માઈલ અને તે જ પ્રેમ જતાવાની અદા

"હું છું,અજય ડરે કેમ છે? આપણે અહીં કેમ આવી ગયા?"

કેહતા જ શાલીની અજયને ભેટી પડે છે.

"આઈ લવ યુ અજય,આઈ લવ યુ."

"આઈ લવ યુ ટુ શાલીની."

બંને એકમેકના ચેહરા સામે તાકી રહયા હતા.

શાલીની અજયના હોઠ પર હોઠ ધરી ચૂમી રહી હતી.

અને અજય પણ તેનો સંપૂર્ણ સાથ આપી રહ્યો હતો.

પણ ના જાણે કેમ તેના શરીર પર કોઈ રેંગી રહ્યું હોય તેવો અનુભવ થઈ રહ્યો હતો. તેના શરીર પર જાણે વીંછીઓ જીવડા દોડી રહ્યા હતા. મોઢામાં પણ કઈ વિચિત્ર સ્વાદ અનુભવી રહ્યો હતો.અને શળેલી લાસ જેવી દુર્ગંધ આવતી હતી!

અજય આંખ ખોલતા સાથે તે ચુડેલ અજયને ચૂમી રહી હતી. તેના મોઢમાંથી બગાળ નીકળી રહ્યો હતો.છોળવાના લાખ પ્રયત્ન કરવા છતા તે ચુડેલ અજયને ચૂમી રહી હતી.

અને રૂમમાં ફરીથી અધારું ફરી વડે છે.

સવારના સમાચારપત્રની હેડલાઈટ "માતાએ તેની પુત્રીને ઝેર આપી, પતિની જીવતો સળગાવી પ્રેમી સાથે ફરાર."

ક્રમશ..

અલ્પેશ.