Tranna Takore books and stories free download online pdf in Gujarati

ત્રણના ટકોરે

કાજલ અને પ્રતિકનું સપનું આજે સાચુ થવા જઈ રહ્યો હતો. આજે તેઓ નવા ઘરમાં રહેવા જઈ રહ્યા હતા. વિશાળ હવેલી જેવું ઘર હતું. આગળ વિશાળ આંગણું હતું. જ્યાં નાનકળો બાગ હતો. ગુલાબ, મોગરો, સૂરજમુખી, જેવા ફૂલોના છોળ વાતાવરણ ખુશ્બૂ પવન સાથે આખા ઘરમાં ભરી દેતા.

તો આંગણાને કિનારે કિનારે નારિયેળ, આંબા, દાડમના વૃક્ષો હતા. દીવાલની ઉપર શોભા માટે કાંટાળા છોળ પણ હતા.

બન્ને જણા જ્યારથી રિલેશનમાં હતા, ત્યારે બંને એક બીજા સાથે વાત કરતા, અને સપના સજાવતા કે તેમનું પણ આ પ્રકારનું વિશાળ ઘર હોય, નાનું ગાર્ડન હોય જ્યાં બન્ને ચા ની ચુસકીયો લેતા હોય, પ્રતીકના હાથમાં છાપું હોય, કાજલ પ્રતિકને અપલક તાક્યા કરતી જોઈ રહી હોય. કાજલે પોતાને મન-ગમતું ફર્નિચર બનાવડાવ્યું હતું.

રાતના ત્રણનો સમય થયો. કાજલ અને પ્રતીક બને જણા ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા.

દરવાજાના ખખડવાનો અવાજ આવ્યો.

જોર-જોરથી કોઈ દરવાજો ખખડાવી રહ્યું હતું. તો

સાથે સાથે ડોરબેલ પણ સતત વાગી રહ્યું હતું.

પ્રતિક ઓફિસથી થાક્યો પાક્યો આવે એટલે તેની ઉંઘ નોહતી ઉડી રહી પણ કાજલની ઊંઘ તરત ઉડી ગઈ. કાજલ ખૂબ ઘબરાઈ ગઈ એણે પ્રતિક ને છંછેડયો.

"પ્રતિક... પ્રતિક.… કોઈ જોર જોર થી દરવાજો ખખડાવે છે. અત્યારે કોણ હશે?"

"સુવા દેને બેબી, દૂધ વાળો હશે. "

"રાતના ત્રણ વાગ્યે કયો દૂધવાળો હોય?"

પ્રતિક સુઈ ગયો. કાજલે બે ત્રણ વખત ફરીથી છંછેડયો પણ તે નાકામ રહી.

ડોરબેલનો અવાજ જોરજોરથી આવતો... સાથે દરવાજા ના ખખડવાનો અવાજ પણ ચાલુ રહેતો હતો.

કાજલ ઉભી થઇ, ઓરડાની લાઈટ ઓન કરતા જ લાઈટ જબક-જબક થઈ રહી હતી.

કાજલ ડરતા ડરતા દરવાજા તરફ વળી, સતત કોઈ તેને જોઈ રહ્યું હોય તેવુ લાગ્યા કરતું હતું.

તેને દરવાજો એક ડર સાથે ખોલ્યો, પણ ત્યાં કોઈ નોહતું.

તેની પાછળ કોઈ ઉભો હોય તેવો ભાસ થઈ રહ્યો હતો. પણ જેવી તે પાછળ વળી ત્યાં પણ કોઈ નહિ, દરવાજો બંધ કરી તે ફરીથી બેડરૂમમાં આવી ગઈ અને અવાજો તેને ફરીથી સંભળાવા લાગ્યો પણ તે પ્રતિકને ભેટી સુઈ ગઈ.

કાજલ ફૂલોને પાણી આપી રહી હતી. બીલ્લી પગે પ્રતિક કાજલની પાછળ આવી હગ કરે છે.

તેના વાળ સાથે ગમ્મત કરે છે. તેની ગરદન પર ચૂમીઓ ભરેે છે.

ગરદન પર ચૂમીઓ ભરતા જ કાજલ માછલીની જેમ તળફળવા લાગે છે.

"પ્રતિક,.. સવાર-સવારમાં એ પણ ગાર્ડનમાં, કોઈ જોઈ જશે તો?"

" જોઈ જશે તો શું? જોઈ જશે તો એમ કહેશે, કેટલો પ્રેમ કરે છે પ્રતીક તેની પત્નીને. "

"પ્રતિક છોળ મને ગુદગુદી થાય છે. "

"ના આજ ના છોડુંગા તુજે ધમધમાધમ... "ગાતો હતો.

કાજલે આખું પાણીનું જગ પ્રતિક ઉપર ઢોળી દીધું. પ્રતિક કાજલને પકળવા પાછળ દોળયો. થોડે સુધી કાજલે દોળી,

અને અંતે કાજલ હારેલ સિપાઈની જેમ પ્રતિકની બાંહોમાં આવી સમાઈ ગઈ. પ્રતિકે તેને ઘાસ ઉપર લેટતા-લેટતા જ એક હુંફાળો ચુંબન આપી દીધો.

બને પ્રેમી પંખીઓ ખુલા આકાશની નીચે આદમને ઇવ જેવા લાગતા હતા.

"બેબી, ચા ઠંડી થાય છે. ઓફિસ નથી જવું?"

"મારી જાનું માટે આજે છૂટી લઈ લઉ.. "

"ના હવે ચલ જલ્દી ચા ખતમ કરી ઓફિસ નીકળ, હું તારા માટે ટોસ લઈ આવું. "

બને સામે-સામે ટેબલ પર બેઠા હતા. કાજલના હાથમાં ચા નો કપ હતો. સામે પ્રતિકની ચા ટેબલ ઉપર મુકેલી હતી.

પ્રતિક છાપાની અંદર માથું ખોસીને વાંચી રહ્યો હતો.

"પ્રતિક કાલ રાતે, કોઈ દરવાજો ખટખટાવી રહ્યું હતું. "

"તારો વહેમ હશે, કોઈ બારી બારણું ખુલ્લું રહી ગયું હશે. "પ્રતિક બોલ્યો.

"સાથે સાથે ડોરબેલ પણ વાગતી હતી?"

"અરે નવું નવું ઘર છે. અને તું પણ કેટલી ભૂતોવાળી સિરિયલ જોયા કરતી હોય છે. "

કાજલ પણ જાણે પ્રતિક સાચુ કહેતો હોય, તેમ ચૂપ રહી, પણ તેના મનમાં કોઈ ખૂણે ડર તો પેસી ગયો હતો.

રાતના ત્રણના ટકોરા સાથે જ ફરી દરવાજો ખખડવા લાગ્યો. જોરજોરથી

ડોરબેલના આવજ આવી રહ્યા હતા.

કાજલ સફાળી જાગી ગઈ.

"પ્રતિક, કોઈ ડોરબેલ વગાડી રહ્યું છે. " પણ પ્રતિક તો કુંભકર્ણની જેમ ઊંઘી રહ્યો હતો.

કાજલ હિંમત કરી દરવાજા પાસે ગઈ પણ, કોઈ જ નોહતું.

તેની પાછળ કોઈ ઉભું છે એવો એહસાસ થયો, તે તરત જ પાછળ ફરી પણ ત્યાં કોઈ જ નોહતું.

ઘરમાં રસોડાની લાઇટ ચાલુ હતી. તે બંધ કરવા રસોડામાં ગઈ.

ફ્રીજ અચાનક હલવા લાગ્યું.

તેમાંથી ડોરબેલ જેવો અવાજ આવવા લાગ્યો.

કોઈ અંદરથી ફ્રીજનો દરવાજો ખખડાવી રહ્યું હતું.

કાજલે ફ્રીજરનો દરવાજો ખોલ્યો પણ કોઈ નોહતું. તેને તેની પાછળ કોઈ ઉભું હોય તેવો ભાસ થયો.

જેવી તે પાછળ વળી, તેની સામે બળેલા ચેહરા વાળો માણસ ઉભો હતો.

તેણે જોરથી ચીસ પાડી" પ્રતિક.… પ્રતિક.... " પણ જાણે પ્રતિક સુધી અવાજ પોહચતો જ નોહતો. કાજલની

આંખ ખુલી તો સામે બળેલા ચેહરા વાળી આકૃતિ ગાયબ હતી.

તેના પગ ઉપાળતા નોહતા. પગના તળીએ કોઈ ગુંદર જેવું ચીપચીપુ પદાર્થ ચોંટી રહ્યું હોય તેમ લાગતું હતું.

રસોડું ગંધ મારી રહ્યું હતું. જાણે કઈ બળી ગયું હોય!

રસોડામાંથી નીકળી હોલમાં આવી, હોલની લાઇટ બંધ હતી.

તે બેડરૂમ તરફ જઈ રહી હતી. ત્યાં એકદમ જ બેડરૂમના દરવાજા પાસે ફરી એ આકૃતિ સામે આવી ગઈ.

કાજલ ખૂબ જ ડરી ગઈ

તે જોરથી "પ્રતિક... પ્રતિક… હેલ્પ હેલ્પ… પ્લીઝ " ચિખો પાડી રહી હતી. પણ તેનો અવાજ પ્રતિક સુધી પોહચતો નોહતો. વીજળીના કરંટ સાથે જાણે તે આકૃતિ કાજલમાં પ્રવેશી ગઈ!

કાજલ છોડને પાણી આપી રહી હતી. પ્રતિક ઉઠી કાજલને શોધતો શોધતો ગાર્ડનમાં આવી ગયો. "જાનું તું મને મોર્નિંગ કિસ આપ્યા વગર કેમ અહીં આવી ગઈ?"

કેહતા જ તે કાજલને પાછળથી હગ કરે છે. આજે તેનું શરીર ગરમ લાગી રહ્યું હતું. પ્રતિક જેવો તેની ગરદન ચૂમવા જાય છે. જાણે તેના હોઠ કોઈ ખૂબ જ ગરમ વસ્તુ ને અડકી ગયા હોય, તેના હોઠો પર બળતરા થવા લાગે છે.

"આહ..... કાજલ; આ શું છે?"

"ચા ગરમ છે. પી લો, ઓફિસનો ટાઈમ પણ થઈ ગયો છે. "

કાજલનો સ્વભાવ અલગ લાગતો હતો. તેના અવાજમાં મર્દાનાપન જલકતું હતું.

રાતના ત્રણના ટકોર સાથે જ ડોરબેલ અને દરવાજો ખખડવાનો અવાજ આવી રહ્યો હતો. પ્રતિકની આંખ ખુલી.

"કાજલ કોઈ ડોરબેલ વગાળી રહ્યું છે. "

કાજલે કોઈ જવાબ ન આપ્યો એટલે પ્રતિક ઉભો થઇ અને દરવાજો ખોલે છે.

દરવાજા ખુલતાની સાથે બહાર કાજલ ઉભી હોય છે.

પ્રતિક હકકો-બકકો રહી જાય છે.

એક સેંકેન્ડ પહેલાતો કાજલ તેની પાસે સૂતી હતી.

તે દોડી "કાજલ.... કાજલ... " કરતો બેડરૂમમાં જાય છે પણ ત્યાં કાજલ નોહતી.

તે બેડરૂમની બહાર નીકળવા જાય છે. ત્યાં જ દરવાજો બંધ થઈ જાય છે. રૂમની લાઈટો જબકજબક કરી રહી હોય છે.

"કાજલ.. કાજલ.. "

ત્યાં જ હવામાં ઊડતી ઊડતી કાજલ પ્રતિકની ગરદન પકડી લે છે.

" આ ઘર મારું છે. અહીં આવવા વાળાઓને હું જાનથી મારી નાખીશ. "

પ્રતિકના શ્વાસ રૂંધાઇ રહ્યા હતા.

તે નીકળવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો,

કાજલે તેની ગરદન પકડી હવામાં હતો.

કાજલના ચેહરામાંથી કોઈ બળેલા વ્યક્તિ જેવી આકૃતિમાં ફેરવાઈ ગઈ, તેનો ચેહરાથી બસ એક ઇંચ દૂર તેની ગરદન દબોચી રહ્યો હતો. પ્રતિકની ગર્દન પકડી ઓરડામાં ચારે તરફ ઉળી રહ્યો હતો. પ્રતિકનો શ્વાસ રૂંધાઇ રહ્યો હતો.

બળેલી આકૃતિ જોરજોરથી અટહાસ્ય કરી રહ્યું હતું.

પ્રતિક જેમ તેમ કરી, તેની પકડમાંથી છુટી, તેના જુના ઘર તરફ ભાગે છે. જે એક નાનકડી પોળમાં હોય છે, જ્યાં કાજલ ને તેની મમ્મી સાથે રહેતો હતો. પ્રતીક જોરજોરથી ડૉરબેલ વગાડે છે.

દરવાજો પ્રતિકની મમ્મી ખોલે છે.

"પ્રતિક તું આટલી મોળી રાતે, ડરેલો કેમ લાગે છે? તું તો તારી મીટીંગથી એક અઠવાડિયા પછી આવવાનો હતો ને, આમ અચાનક? કાજલ બેટા પ્રતીક આવી ગયો... તેના માટે પાણી લાવો.... !"

અલ્પેશ બારોટ.